રિવાજ seema mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

રિવાજ

એક સગાં ના પ્રસંગ માં કે જ્યાં અંજલિ આવવાની હતી ત્યાં રાહુલ ના ઘર ના પણ જવાના હતા પરંતુ એપ્રિલ માં રાહુલ ની પરીક્ષા ઓ હોઈ તે જઈ શકવાનો નહોતો એટલે છેલ્લા પ્રયાસ રૂપે તેણે એક નાનકડો પત્ર લખ્યો

લખવું હતું તો ઘણું પણ કાંઈક વિચારી ને તેણે એ પત્ર માં પહેલા તો અંજલિ ના આરોગ્ય ની ચિંતા વ્યક્ત કરી ને અટકી ગયેલો ,ફરિયાદ ના સુર રૂપે છેલ્લે એટલું જ પૂછ્યું કે "આપણી સગાઇ થઇ છે તે યાદ છે ને કે પછી ભૂલી ગઈ છે ?"

આ પત્ર પોતાની 16 વર્ષ ની બહેન ને આપ્યો

પ્રસંગ માં અંજલિ પણ આવેલી ,રાહુલ ની બહેને એકાંત માં જયારે એને રાહુલ નો પત્ર આપ્યો ત્યારે તેણે પહેલા તો ઝપટ મારી ને એ પત્ર લઇ લીધેલો,જાણે એનાથી કિંમતી પોતા માટે કઈ જ ન હોય પણ પછી હતાશ સ્વરે રાહુલ ની બહેનને કહેલું ,"મને પત્ર લખતા નથી આવડતું બહેન ,એમને કહેજો કે ભણવા માં ધ્યાન રાખે ,હું પછી નિરાંતે ક્યારેક વાત કરીશ"

અંજલિ ની ઈચ્છા તો હતી કે પોતે કહી દ્યે કે "હું પણ એને પત્ર લખવા બેચેન છું મારે ય પત્ર લખવા છે પણ મારા ઘર ના લોકોની સખ્તાઇ આગળ લાચાર છું " ,,પણ આવું કહે તો નવા નવા સગા સામે પોતાના ઘરની અંગત વાતો બહાર જવાની ચિંતા અને ડર પણ ખરા ,એટલે પત્ર ન લખવા માટે પોતે જ જવાબદાર છે તેવું પ્રતિપાદિત કરી ને જ તેને શાંતિ થઇ, અથવા તો એવું કર્યા સિવાય એને છૂટકો નહોતો ,પણ ઊંડે ઊંડે એને ભરોસો હતો કે ક્યારેક રાહુલ મળશે ત્યારે પોતે એને નિરાંતે આખી વાત સમજાવશે ,અને રાહુલ સમજી શકશે ,

પણ એને ખબર નહોતી કે રાહુલ ક્યાં પરિપક્વ હતો ?એણે પણ હજી યુવાની ના ઉંબરે નવો સવો પગ જ મુક્યો હતો, આ ઉંમર માં આટલી પરિપક્વતા ની આશા રાખવી વ્યર્થ હતી

***

બહેન દ્વારા અંજલિ નો સંદેશ મળ્યા પછી રાહુલ ની ધીરજ નો બંધ તૂટી ગયો , બે મહિના થી ગૂંગળાઈ રહેલો સુષુપ્ત જ્વાળામુખી જાણે ફાટી નીકળ્યો "વાહ કેવી વાહિયાત વાત ,પત્ર લખતા ના આવડે? ,તો પછી સગાઇ ના કરાય ને, તને જોવા આવેલો તે દિવસે તો હરખપદૂડી થઇ ને મને મળવા દોડી આવેલી ,તે દિવસે જ ના પડી દીધી હોત તો અહીંયા કોણ તારા વગર કુંવારું રહી જવાનું હતું ?થોડીક દેખાવડી શી થઇ ગઈ કે પોતાની જાતને જાણે મહારાણી સમજવા લાગી ! પાછી કહે છે "ભણવા માં ધ્યાન આપજે", તું કોણ મારી ફિકર કરનાર ?આજ સુધી તારો કયો સગલો ભણાવવા આવતો મને ?કમઅક્કલ , બાર ફેઈલ છે ને રુવાબ કલેકટર જેવો !,આ ગામડા ના ગમાર કાયમી ગમાર જ રહે ,બિલાડી આમેય ઘી પચાવી ના શકે ,એને એમ કે હું એની પાછળ લટ્ટુ થઇ ગયો છું !,જા જા હવે તારા જેવી તો કાંઈક રખડે છે અમારી કોલેજ માં ,બે કોડી ની છોકરી તારી ઓકાત શું છે ?આજ થી તારી સામે જોવું તો દૂર ,તારા પર થુકું એટલી ય તારી કિંમત નથી"

રાહુલ ના કમભાગ્યે તે વર્ષે અંજલિ ના ઘર પરિવાર માં કોઈ પ્રસંગો પણ નહોતા કે રાહુલે જવાનું થાય, હા વાર તહેવારે એની મમ્મી પપ્પા ,બહેન વગેરે કપડાં મીઠાઈ વગેરે આપવા કરવા જતા,પણ હવે ઘર માં અંજલિ નું નામ પડતું તોયે રાહુલ મ્હોં ફેરવી જતો ,એના માં-બાપ આ વાત થી સાવ અજાણ હતા,એક માત્ર બહેન થોડું ઘણું જાણતી

રાહુલ ઇચ્છેત તો કારણ વગર પણ અંજલિ ના ઘરે જઈ શકતો હતો ,એકાદ વાર સહુથી નાના કાકા એ પણ ઓફર કરેલી ,પણ "પેલી ને મારા માટે એક ચબરખી લખવાનો સમય ન હોય તો મારે ક્યાં એનું કામ છે "એમ વિચારી ને રાહુલ એ માંડી વાળ્યું

સમય ની સાથે ગાંઠો બંધાતી રહી

રાહુલે પત્ર માં પોતાના આરોગ્ય ની ચિંતા કરી તે અંજલિ ને ગમ્યું ,પણ "આપણી સગાઇ થઇ છે તે યાદ છે ને કે પછી ભૂલી ગયી છે ?" આ વાક્ય વાંચતા તેનું હ્ર્દય ચચરી ઉઠેલું

"તું પણ શું યાર !,કાંઈક વિચારી ને લખતો હોય તો ! ,તું કઈ થોડો આ બધા જેવો ગમાર છે ,કમ સે કમ તું તો મને સમજવાનો પ્રયત્ન કર ,શું મારી દ્રષ્ટિ માં તને ક્યારેય તારા માટે પ્રેમ જ નથી દેખાયો ?'અહીંયા તો ખાલી મારુ ખોળિયું છે ,બાકી આત્મા તો ત્યાં તારી પાસે છે ,બસ તું મને એક કલાક મળી શકે એટલો સમય મને મળે ને તો હું તને એટલી વાતો કહીશ કે બે વર્ષ તો શું 20 વર્ષ પણ આમ ચપટી માં પસાર થઇ જશે"

પણ જે બાબત ને અંજલિ સામાન્ય રીસામણા કે ફરિયાદ સમજતી હતી તે બાબતે રાહુલ ક્યાં એંગલ થી વિચારતો હતો એની તેને કલ્પના પણ નહોતી

આમ જ સગાઇ ને સવા વર્ષ જેવો સમય પસાર થઇ ગયેલો બી.બી.એ. ના બીજા વર્ષ ની પરીક્ષા આપી ચૂકેલા રાહુલ ને સાસરા તરફ થી નિમંત્રણ મળ્યું એના સાળા ના લગ્ન માટે નું ,

જોકે એના સસરા તો ભાઈ બહેન ના લગ્ન એક સાથે કરવા માંગતા હતા ,ને એ માટે રાહુલ નું ગ્રેજ્યુંએશન પૂરું થવાની રાહ જોઈ રહેલા પણ દીકરાના સાસરિયા ઉતાવળ કરી રહ્યા હતા એટલે તેમણે સંમતિ આપી દીધેલી

રાહુલે ફરજીયાત જવાનું હતું ,એ પણ બે દિવસ અગાઉ , સસરાજી કંકોત્રી આપી ને ખાસ ભાર દઈ ને કહી ગયેલા ,મનમાં ગમે તેવી કડવાશ હોવા છતાં પણ અંજલિ ને હવે રૂબરૂ મળી શકાશે તે ઉત્સાહ પણ ખરો,અત્યાર સુધી તે એમ જ માનતો હતો કે અંજલિ જાણી જોઈ ને પત્ર નથી લખી રહી, "પણ હવે ક્યાં જશે ?હવે તો રૂબરૂ મળી ને જે રૂમ માં તેની સાથે પહેલીવાર મળેલો તે જ રૂમ માં એક કલાક સુધી એની રિમાન્ડ લઈશ,અને એ રડશે ,માફી માંગશે ,ને રોજ એક પત્ર લખવા નું પ્રૉમિસ કરશે પછી જ માફ કરીશ"

રાહુલ અને એની બહેન બે દિવસ અગાઉ પહોંચી ગયેલા,મમ્મી પપ્પા માંડવા ના દિવસે આવવા ના હતા,

પણ લગભગ સવા વર્ષ પછી બન્ને ની આંખો પહેલીવાર મળી ત્યારે બન્ને ને એકબીજા ના ચહેરા ઝાંખા,મુરઝાયેલા લાગેલા ,,મનોમન બંને સમજી ગયેલા કે વિરહ ની વેદના કોઈ ને પણ ઓછી નથી,

પરંતુ રાહુલ એ વાતે ઘૂંટાતો હતો કે આ હાથે કરી ને શા માટે પોતાના અને મારા સુવર્ણકાળ જેવા દિવસો ગુમાવે છે ? અરે પત્ર લખતા ના આવડતો હોય તો રોજ ની દિનચર્યા લખી નાખ એટલે પત્યું

જયારે અંજલિ ને બીજો ડર સતાવી રહ્યો હતો "રાહુલ જો રૂબરૂ મળવાની માંગણી પોતાના સિવાય બીજા પાસે કરશે અને બીજો કોઈ "અમારા માં રિવાજ નથી "એમ કહી બેસશે,તો એક વર્ષ થી રાહુલ ની નજરે પોતે જે પિતા નું માન સાચવી રાખતી હતી તે એક મિનિટ માં ધ્વસ્ત થઇ જશે ,,,અને રાહુલ મારા બાપુજી ને નફરત કરતો થઇ જશે "

એટલે પોતે જ જાણે આ બધા માટે જવાબદાર હોય તેવું વર્તન ચાલુ જ રાખેલું,બને ત્યાં સુધી રાહુલ ની સામે ન જઈ ચડાય એ વાત ની તકેદારી રાખતી હતી ,ખાસ તો રાહુલ ક્યાંય એકલો પડે ત્યારે એની નજર માં ન આવી જવાય,પોતે સમજતી જ હતી કે આ એક સવા વર્ષ માં રાહુલ ને ચડેલ રીસ ઉતારવી એ હવે પાંચ મિનિટ નું કામ નહોતું,આના માટે પૂરતા સમય ની જરૂર હતી

અને એ સમય પણ તેણે વિચારી રાખેલો ,ભાઈ ની જાન પરણી ને પછી આવી જાય,ને આવેલા મહેમાનો માંથી મોટા ભાગ ના વિદાય થઇ જાય પછી તે રાત્રે કાકી ની સહાય લઇ ને રાહુલ ને મળી કઈ પણ છુપાવ્યા વગર આખી વાત નો ખુલાસો કરી દેવાનું પણ પોતે નક્કી કરી રાખેલું ,અને એ માટે કાકી ને પણ વિશ્વાસ માં લઇ લીધેલા,

પણ એના મનની વાત રાહુલ કેમ સમજી શકે ?સાસરે આવ્યો ત્યારથી અંજલિ ની બેરુખી ,અને જે રીતે એ પોતાની અવગણના કરી રહી હતી તેનાથી રાહુલ નું મન ખિન્ન થતું રહ્યું ,બંને ની નજરો મળતી ત્યારે અંજલિ ની દ્રષ્ટિ માં રહેલ સ્નેહ ને રાહુલ હવે પીછાણી શકતો નહોતો ,,અંજલિ પ્રત્યે નો તેનો દ્રષ્ટિકોણ હવે બદલાઈ ચુક્યો હતો ,

પણ રાહુલ ની દ્રષ્ટિ માં રહેલ હતાશા અને અતૃપ્તિ અંજલિ સમજી શકતી હતી,મનમાં જ તે બોલી ઉઠતી "બસ ખાલી એક દિવસ થોભી જા ડિયર,બસ એક જ દિવસ "

પણ પોતે જે વાત થી ડરતી હતી તે આખરે બની ને જ રહી

મંડપરોપણ ની વહેલી સવારે ઉપરના ઓરડામાં રાહુલ સ્નાન કર્યા બાદ તૈયાર થઇ રહેલો,મંડપ ની વિધિ તો જો કે કાકા ને ઘરે રાખેલી પણ તોયે ઘર માં મહેમાનો ની સારી એવી ભીડ હતી,મોટા ભાઈ સાથે રાહુલ કાકા ના ઘરે પહોંચી ગયો હશે એવું ધારતી અંજલિ એ ચા આપવા જવાનું થયું ,પણ રાહુલ વાળા રૂમ માં ગયા પછી એને ભાન થયું કે અહીંયા તો રાહુલ એકલો જ છે,

હાથ માં ટ્રે સહીત હવે સરકી જવાનો સવાલ જ નહોતો કેમ કે પોતે ઉંબરું વટાવી ચુકી હતી ,સખ્તાઈ થી બીડેલા હોઠ પર પરાણે સ્મિત લાવી ને ,ટિપોઈ પર ટ્રે મૂકી ને તે ભાગી છૂટવાની તૈયારી માં જ હતી

પણ રાહુલ ની નજર એના પર પડી ચુકેલી

અંજલિ ને અત્યારે અહીંયા જોવાની આશા તે પણ નહોતો રાખતો ,મનના બધા વિચારો કોરાણે મૂકી ને લગભગ નાસી છુટેલી અંજલિ નું કાંડુ તેણે સખ્તાઈ થી પકડી ને ફૂંફાડા મારતા અવાજે કહ્યું " થોભ "

થોભવા તો અંજલિ પણ ઇચ્છતી હતી પણ એને ખબર હતી કે રાહુલ એક વર્ષ ની ભડાશ કાઢશે અને રાહુલ ને સમજાવવા માટે ઓછા માં ઓછી કલાક જોઈશે જ ,અને તેટલો સમય એ વખતે મળી શકે તેમ નહોતો ,એટલે પોતાનો હાથ છોડાવવા નો વિફળ પ્રયત્ન કરતા તેણે આજીજી ભર્યા અવાજે કહેલું "પ્લીઝ રાહુલ છોડ અત્યારે ,,હું પછી તને મળું છું "

પણ અણધારી મળેલી તક ને છોડવા માંગતો ન હોય તેમ અંજલિ ના કાંડા પર પકડ વધારે મજબૂત કરતા તેણે કટાક્ષ થી કહેલું, " મને ભરોસો નથી કે તારી પાસે ક્યારેય મને મળવાનો સમય હોય ,મારે અત્યારે જ વાત કરવી છે "

અંજલિ નું હ્ર્દય ઉછળી ને જાણે ગળા સુધી આવી ગયેલું ,નીચેના બંને ઓરડા અને ફળિયું મહેમાનો થી ઉભરાતું હતું ,કોઈ આવી જશે એવા ડર થી તે ગભરુ હરણી ની માફક હાંફળી ફાફળી થઇ ગઈ ને પુરી તાકાત થી પોતાનો હાથ છોડાવવા મથી રહી "પ્લીઝ રાહુલ અત્યારે નહીં "

આટલા સમય બાદ મળ્યા પછી પણ પોતાની સામે આંખ માંડવાને બદલે અંજલિ ને કાંડુ છોડાવવા નો પ્રયાસ કરતી જોઈ ને પહેલા તો તેને અપાર આશ્ચર્ય થયું ,બીજી જ ક્ષણે એની આંખો માં ઘૃણા ઉપસી આવી ને તેની પકડ આપોઆપ ઢીલી થઇ ગઈ ,હતાશ સ્વરે તે એટલું જ બોલી શક્યો "તારી ઈચ્છા "

ને રાહુલ એ પોતાની પકડ છોડી દીધી,

એના ચહેરા પર હતાશા જોઈ ને એક ક્ષણ માટે અંજલિ ને થયું કે આને ગળે લગાડી લઉં, પણ એ શક્ય નહોતું ,હાથ છૂટતા જ તે બહાર ની તરફ લગભગ દોડતા પગલે એવી રીતે સરકી જાણે સિંહ ના પંજામાંથી સસલી ને છૂટવાની તક મળી હોય,એક પળ માટે રાહુલ ના ચહેરા પર ના ભાવ જોવા તે થોભી અને પાછળ જોયું ,

પણ એવું ન કર્યું હોત તો વધુ ઉચિત રહેત

હાથ છોડાવી ને જઈ રહેલી અંજલિ ને જોઈ ને રાહુલ હતપ્રભ થઇ ગયેલો ,અંજલિ નો વ્યવહાર તેની સમજ બહાર હતો , "આટલી નફરત ?,મારી સાથે એક મિનિટ નથી વિતાવતી એ જિંદગી વિતાવશે?, તેણે વિચાર્યું,હું તો સમજતો હતો કે મારી જેમ તે પણ મને મળવા આતુર હશે પણ ,,,,વેલ..."તે જઈ રહેલી અંજલિ ને જોઈ રહ્યો ,ને બરાબર એ જ સમયે અંજલિ એ પાછળ જોયું

દિમાગ માં રહેલ વિવેક બુદ્ધિ થોડી પળો માટે વિસરાઈ ગઈ ને સારા નરસાનું ભાન ભૂલી ગયો હોય તેમ સવા વર્ષ થી સાચવી રાખેલ આક્રોશ અંતે એની જીભ પર આવી જ ગયો

"તો જા !ગેટ લોસ્ટ,અહીંયા કોને તારી પરવા છે?"

તીખાશ થી કહેતા હાથ માં રહેલ માથું ઓળવા નો દાંતિયો તે અંજલિ તરફ વેગ થી ફેંકી બેઠો

ફેંકેલ દાંતિયો તો સડસડાટ પગથિયાં ઉતરી રહેલી અંજલિ સુધી પહોંચ્યો પણ નહિ પરંતુ જે નફરત થી રાહુલ એ શબ્દો બોલેલો તે શબ્દો એના કાનમાં ગરમ તેલ ની જેમ રેડાયા,નીચે આવી ને એ સીધી બાથરૂમ માં ચાલી ગઈ ને મ્હોં ને હથેળી થી દબાવી દઈ ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી,રાહુલ નું હતાશ મુખ તેની નજર સમક્ષ ઉભું થઇ ગયું ,મ્હોં પર પાણી ની છાલકો નાખી ને રુદન રુકવા તેણે નિષ્ફ્ળ પ્રયાસ કર્યો

પોતાની જાત પર કાબુ મેળવતા એને દશેક મિનિટ લાગેલી,પછી એ ફ્રેશ થઇ ને બહાર આવી ત્યારે રાહુલ મંડપરોપણ વાળી જગ્યા એ ચાલી ગયેલો,પોતાનું જે ગોરું કાંડુ રાહુલે સખ્તાઈ થી પકડેલું ત્યાં રાહુલ ના આંગળા ની છાપ હજી વર્તાતી હતી ને રતાશ ઉપસી આવેલી "શું આવો હોય છે પ્રથમ સ્પર્શ ?"આનાથી પણ વધુ સખત ભલે હોય, પણ જે સંજોગો માં આ પ્રથમ સ્પર્શ થયેલો તેવી પરિસ્થિતિ ની કલ્પના તો પોતે સ્વપ્ન માં પણ નહોતી કરી

"હું થોડી વધુ પડતી સખત થઇ ગઈ છું ,એ મારો ભાવિ પતિ છે એ મારે ભૂલવું ન જોઈએ, ચાલ અત્યાર થી જ મારો વ્યવહાર સુધારી ને એને મનાવી લઉં"

એમ વિચારતા પોતે તૈયાર થઇ ને કાકા ના ફળીયા માં આવી કે જ્યાં મંડપરોપણ શરૂ પણ થઇ ગયેલું,રાહુલ પોતાને બરાબર જોઈ શકે તેવી જગ્યા પસંદ કરી ને તે બેઠી

પણ રાહુલ તેના સિવાય બધા સામે જોતો હતો મોટાભાઈ ની બાજુ માં જ ખુરશી પર બેસી ને બીજી છોકરી સાથે લળી લળી ને વાતો કરતો હતો, અંજલિ ના હોઠ પર ફિક્કું સ્મિત આવ્યું,"અચ્છા તો મને જેલસ ફીલ કરાવવા માંગે છે એમ ?"

પણ આ ઉપેક્ષા તેનાથી વધુ સમય સહન ના થઇ ,રાહુલ ને મનાવવો હવે ખુબ અઘરો પડશે એમ તેને પોતાને પણ હવે ઊંડે ઊંડે લાગી રહ્યું હતું ,હવે તો અત્યારે રાહુલ પોતાની સામે સરખી રીતે જોતો થાય ને કાલે રાત્રે જાન પાછી આવ્યા બાદ ક્યારે તેને મળું,એ જ તાલાવેલી લાગેલી

પરંતુ હકીકત એ હતી કે અંજલિના ધારવા કરતા ય ક્યાંક વધુ તે દુભાયો હતો ,એનો અહમ ઘવાયો હતો "હું ધારતો હતો કે તું મારી સાથે પત્રવ્યવહાર કરવા નથી માંગતી, પણ હવે ખબર પડી કે તું તો મારી ઈચ્છા ને માન આપી ને બે મિનિટ મારી સાથે વિતાવવા જેટલી લાગણી પણ નથી ધરાવતી,નો પ્રોબ્લેમ,હજી સુધી તે મારી લાગણી જોઈ છે ,હવે તો તને પણ ખબર પડવી જોઈએ કે મારી લાગણી ઓ કઈ એટલી સસ્તી નથી કે ગમે ત્યારે તું એને ઠોકર મારી દે"

આખો દિવસ તે રાહુલ ની આસપાસ જવા પ્રયત્ન કરતી રહેલી ,પણ નક્કી જ કરી લીધું હોય તેમ શુષ્કતા ભર્યા વ્યવહારે રાહુલે તેને સંપૂર્ણ અવગણેલી,

હવે જાન પરણી ને પાછી આવે ત્યાર સુધી ધીરજ રાખ્યા વગર છૂટકો નહોતો

બીજા દિવસે જાન પરણવા ગઈ અને લગ્ન પુરા થયા તે સાથે જ તે રાત્રે રાહુલ ને મળવાના સ્વપ્નો સજાવી ને બેઠેલી અંજલિ ના બધા અરમાનો પર પૂર્ણવિરામ ત્યારે જ લાગી ગયું જયારે બધા ની રજા લઇ ,અંજલિ તરફ નફરત અને ક્રોધ ભરી નજર કરી ને કોઈ ઓળખીતા ની કાર માં બેસી ને રાહુલ પોતાના શહેર માટે બપોરે ત્રણેક વાગ્યે જ રવાના થઇ ગયો

નિયતિ આ બંને સાથે અજબ ખેલ ખેલી રહી હતી

***

આ પ્રસંગ પત્યા પછી બંને ના દિમાગ પર ખુબ ઘેરી અસર થયેલી ,દિવસો ઝપાટાભેર પસાર થતા હતા,રાત્રે પથારી માં પડતા જ બંને ને એકબીજા ની યાદો ભરડો લઇ જતી,દિમાગ ની નસો તંગ થઇ જાય ત્યાં સુધી રાહુલ સગાઇ થી અત્યાર સુધી ની ઘટના ઓ વિષે વિચારતો અને છેલ્લે "મારે ને એને શું?"એમ બબડી ને અંજલિ ને ચિત્ત માંથી હલસેડવા નો નિષ્ફ્ળ પ્રયત્ન કરતો

તો ઘર માં ભાભી આવી ચુકી હોઈ ને એક સરખી ઉંમર ની સહેલી જેવો સથવારો મળી ગયો હોવા છતાં અંજલિ મોટાભાગે પોતાના માં જ ખોવાયેલી રહેતી,ભાભી ને ખોટું ના લાગે તે કારણે ક્યારેક પરાણે એમની વાતો માં ખેંચાતી ,પણ એનું મન રાહુલ માં જ ચોટ્યું રહેતું, રાહુલ ને હવે પત્ર લખવાથી કોઈ ફાયદો નહોતો એ પોતાને સમજાઈ ગયું હતું ,કેમ કે ભાઈ ના લગ્ન પછી બે એક વખત પોતાને અમુક પ્રસંગો માં જવાનું થયેલું જ્યાં પોતાની નણંદ સાથે મળવાનું ય બનેલું,પણ રાહુલ તરફથી એકેય પત્ર કે મૌખિક સંદેશ પ્રાપ્ત ના થયા ,એટલે પત્ર લખી ને રાહુલ ના મનનું સમાધાન નહિ થાય એ નિશ્ચિત હતું ,હવે તો પોતે છાતી ચીરી ને રાહુલ ને બતાવે કે પોતે એને કેટલો ચાહે છે તો જ કદાચ રાહુલ એને સમજી શકે

આવતા વર્ષે એપ્રિલ માં રાહુલ કોલેજ ના છેલ્લા વર્ષની પરીક્ષા આપી દે પછી બંને ના લગ્ન લેવાશે એવી ચર્ચા ઓ હવે ઘર માં થવા લાગેલી,પરંતુ એની પહેલા જ ડિસેમ્બર આવી પહોંચ્યો ને રાહુલ ની પિતરાઈ બહેન ની સગાઇ માં જવાની અણધારી તક અંજલિ ને મળી ,રાહુલ ના કાકા આવી ને વહુ નું તેડું કરતો વ્યવહારિક આગ્રહ કરી ગયેલા

ને સગાઇ પછી લગભગ વીસ માં મહિને અંજલિ ને સાસરું જોવા નો મોકો મળ્યો

"આ તો બધા છોકરાંવ ના લ્હાવા કે'વાય આપણે જઈ ને શું કરશું ?"એમ કહેતા પિતા એ ભાઈ ભાભી અને પિતરાઈ બહેન ઉષા સાથે એને વિદાય કરી ત્યારે તેણે પહેલી વખત આઝાદી નો શ્વાસ લીધેલો, અહીંયા સાસરે હવે પોતાને રાહુલ થી મળતા રોકનાર કોઈ નહોતું ,એટલે અંજલિ હવે છેલ્લો દાવ ખેલવાનું નક્કી કરી ને આવેલી ,આજે બાપુજી તો શું !ખુદ ભગવાન પણ રોકવા આવે તો પણ નથી રોકાવું, અને આ બે દિવસ માત્ર ને માત્ર રાહુલ સાથે વિતાવવા છે તેવો દ્રઢ નીર્ધાર તેણે કર્યો , રાહુલ પોતાની સાથે કેવો વ્યવહાર કરશે અંજલિ માટે અપેક્ષિત જ હતું,અને એના માટે પોતે જ જવાબદાર હતી એ પણ તેને સમજાઈ ચૂક્યું હતું ,

તેના દિમાગ માં વિચારો નું ઘમાસાણ મચી રહ્યું હતું 'મારે ખરેખર શરૂઆત માં જ એક પત્ર લખી ને રાહુલ ને જાણ કરી દેવા જેવી હતી કે "આ આખી ઘટના માં મારા ઘરના લોકો નો હાથ હતો"તે ઉશ્કેરાટ થી પોતાની જાત સાથે વાત કરી રહેલી,તેના મનમાં એ અહેસાસ પણ થઇ ચુક્યો હતો કે પોતાના માં બાપ નું સારું દેખાડવા જતા પોતે પોતાનું સન્માન પતિ ની નજરો માં ગુમાવી ચુકી છે,

અને એટલે જ તેને ઉદાસ જોઈ ને મૂડ માં લાવવા નો વારંવાર પ્રયાસ કરી રહેલા મોટા ભાઈ ભાભી ને તેણે હિંમત કરી ને કહી જ દીધું

"હવે તમે વચ્ચે નહીં આવતા ભાઈ ,મને મારી રીતે જિંદગી જીવી લેવા દેજો "

બહેનના આટલા શબ્દો પૂરતા હતા ,વ્હાલથી એના માથા પર હાથ મુકતા ભાઈ એ જાણે સાંત્વના આપી ને મૂક સંમતિ પણ આપી દીધી

અંજલિ ના રૂઢિચુસ્ત માતા પિતા જોકે અંજલિ ને એના ભાઈ સાથે પણ સાસરે ના જવા દેત,પણ બહેન ની હાલત જોઈ રહેલ ભાઈ પણ મનમાં ઘણું સમજી ગયેલો ,રાહુલ તરફ થી તિરસ્કૃત થઇ રહેલી બહેન એ ઘર ની વાત ઘર માં જ દબાવી રાખવા આ ભોગ આપ્યો છે તે મોટા ભાઈ ને મોડે મોડે પણ સમજાયેલું ,એટલે પિતા ને અંધારા માં રાખી ને તથા પોતે બહેન ની સાથે જ રહેશે તેવી ખાતરી આપી ને તે બહેન ને આ પ્રસંગ માં એક દિવસ વહેલો લઇ ને રવાના થઇ ગયેલો ,

પણ હકીકત એ હતી કે રાહુલ અંજલી ના લગ્ન ને હવે માંડ ચાર -પાંચ મહિના બાકી હોઈ એના માં- બાપ થોડી ઘણી છૂટ આપવા માં કઈ ખોટું નહોતા સમજતા

શહેર માં પ્રસંગ હોવાથી રાહુલ ના કાકા એ એક મેરેજ હોલ જ બુક કરાવેલો ,અંજલિ પહેલીવાર આવી હોવાથી બધા ના ઉત્સાહ નો જાણે પાર નહોતો ,સાસુ -સસરા ઉમંગ થી કંકુ પગલાં કરાવવા ઘરે લઇ ગયેલા

સાંજ થી બધા એ હોલ માં જ રહેવાનું હતું

(ક્રમશઃ)