યે રિશ્તા તેરા મેરા-14 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા-14

યે રિશ્તા તેરા-મેરા-14

મહેક એક શ્વાસે બોલી ગઈ અંશ....સીસીટીવી ફૂટેજમા.....દેખાય છે.

પ્રિયા હજુ પણ રડે છે

અંશ આશ્ચર્યથી ઉભો થતા બોલ્યો what?

મહેક બોલી :yes

અંશ આગળ બોલ્યો અચ્છા,તો ગેમ......એ રમેને દોષનો મોટો ટૉપલો "ડી"પર?

મહેક બોલી હમમમ

અંશ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલ્યો ;ok,bye

મહેક પણ સહજભાવે બોલી bye

[અંશ ગુસ્સામા બહાર આવે છે ચેમ્બરમાંથીને કાઠલો પકડીને એક માણસને ચેમ્બરમા લઇ જાય છે ને બોલ્યો;]

આ બધુ શુ છે?

"તે વ્યક્તિ જોતી જ રહી,"

ગેમ તમે રમોને...દોષ "ડી" નો એમ?

"હજુય એ વ્યક્તિ જોતી જ રહી,"

"ડી" ગુંડ્ડો અવશ્ય પણ આ વખતે દોષ તેનો બિલકુલ નથી જ!

વ્યક્તિ પણ આશ્ચર્યથી અંશને જોઈ રહ્યોંને બોલ્યો પણ થયુ છે શુ?

શુ થયું એ હમણાં જ કહું છું તું માત્ર રાહ જો.અંશ એ વ્યક્તિને ધમકાવતા બોલે છે

(કોલ કરીને અંશ સીસીટીવી ફૂટેજનો વિડિયો ક્લીપ મંગાવે છે.)

મહેક અંશને તે ફૂટે જ મોકલે છે.

(તે મોકલે છે.અંશ તે ડાઉનલોડ કરે છે.)

અંશ ગુસ્સામાં જ બોલે છે જો "ડી" ને જરા પણ ફસાવવાની કોશીશ કરી તો ખેર નથી,યાદ રાખજો બરાબર.

વ્યક્તિ હજુ પણ ન સમજ્યા વગર જ બોલે છે મને કશુ જ સમજાતુ નથી?

અંશ બધુ સમજાશે,જ્યારે ફૂટેજ બોલશે.

[અંશ બતાવે છે ને તે જુએ પણ છે]

અંશ બોલ્યો હવે તમે ;"બોલો,આ જુઠ કે સચ?તમે જ યશને દૂધમા ઝેર આપ્યુ છે ને?"

તમને ખબર પડી ગઇતી કે યશ હવે,પ્રિયાને લવ કરવા લાગ્યો છે ને ઇનકેજ તમે પ્રિયા જોડે લગ્ન માટે ના કહેશો તો એ તમારુ નહી જ માને! એટલે જ આ બધુ નાટક રચ્યુ એમને?

હજુ પણ પ્રવિણભાઇ સહજતાથી બોલ્યા ;ડૉ.અંશ નહી.આ દવા હુ બગીચામા છંટકાવ માટે જ લાવેલો એટલે જ દવા લાવતો હુ દેખાવ છુ.યશના મેરેજ આવવાને થોડા જ દિવસ હતા તો મને થયુ બગીચાની સફાઇ થય જાય.

અંશ જોરથી બોલ્યો જુઠ,તમે એમ સાચુ નહી જ બોલો.

[પોલિસને કોલ કરીને અંશ કહે છે ને પોલિસ અંદર આવે છે]

પોલિસ જય;સત્ય બોલી જાવ, ગુનાહ સાબિત થાય એ પછી આપની ખેર નથી જ.પ્રવીણભાઈ ને ધમકાવતા બોલ્યા

પ્રવિણભાઇ અકળાઈને દુઃખી થઈને બોલ્યા તમે સમજતા કેમ નથી? મે આવુ કશુ નથી કર્યુ.

(ઇલાબેન અંદર આવે છે ને તરત જ અંશ બધુ જ ક્લીઅર કરે છે)

ઇલાબેન પણ અંશને પોલીસનો સાથ આપતા કહે છે.તમે આવુ કર્યુ?

પ્રવિણભાઇ બંને હાથથી ના ના હુ. હુ એ દવાની બોટલગાર્ડન માટે લાવ્યો,તને ખબર તો છે કે એ જ દવાનો છંટકાવ માળી એ ગાર્ડેનમા કર્યો.તો પણ તુ આવુ વિચારે છે?

પોલિસ જય;"ને તમે થોડી દવાનો છંટકાવ દૂધમા!" પણ કર્યો એમને?પ્રવીણભાઈનો કાંઠલો પકડતા બોલ્યા.

ઇલાબેન બોલ્યા મને સત્યની ખબર નથી.મને એટલી જ ખબર છે કે યશના પાપાને યશ જોડે પ્રિયા માટે બે વાર રકજક થયેલીને એકવાર યશને જાપટ લગાવેલી.ઇલાબેન રડતા રડતા બોલી રહ્યા.

પોલિસ જય બોલ્યો ;તો તમે જ.....,તમારુ દિકરો તમારુ ન માનતા યશને......

પ્રવિણભાઇ રડતા રડતા બોલ્યા નહી. નહીં.

જય બોલ્યો ;હુ મૂળ સુધી પહોચીશ જ. એ આ જયની તમને પ્રોમીઝ છે."ડી"ખરાબ વ્યક્તિ છે માટે તમે આ કાવતરુ કર્યુને તમે સફળ થઇ જશો એવુ બિલકુલ નથી હો!

પ્રવિણભાઇ બોલ્યા મને મારો દિકરો વ્હાલો છે.સર! આથી વિશેષ કશુ જ નહી.સર,આપ આપની કાર્યવાહી ગમે તે રીતે કરી શકો છો.પણ આટલું બોલતા રડી પડ્યાને કહ્યું મારા દીકરાની યોગ્ય સારવાર થવા દેજો.

[જય ઇલાબેન અને અંશને બહાર જવા કહે છે.ઇલાબેન રડતા રડતા બહાર આવે છે,અંશ બહાર આવે છે.પોલિસ જય પ્રવિણભાઇને ખૂબજ આડા-અવળા સવાલ જવાબ કરે છે.તમે દવા ક્યાથી લાવ્યા?કેટલા વાગે લાવ્યા?કેમ લાવ્યા?ક્યા મુકી?ક્યારે મુકી?તમે કોને દવાનો છંટકાવ કરવા કહ્યુ?ક્યારે કહ્યુ?કોણ આવ્યુ?ક્યારે કર્યો?યશે દૂધ પીધુ ત્યારે તમે ક્યા હતા?શુ કરતા હતા?તમે પ્રિયાને છોડ્વા કેમ યશને દબાણ કરતા હતા? વગેરે વગેરે..

(અંશ મહેકને કોલ કરીને બધી જ વાત કરે છે.)

મહેક બોલી ઓહ!નો.

પ્રિયા  ડરીને બોલી  મહેક શુ થયુ?

મહેક બોલી સબ બેકાર! ફીર સે સીસીટીવી ફૂટેજ કી જાંચ.

પ્રિયા બોલી પણ કેમ?

[મહેક અંશે કરેલી વાત કરે છે,કે જય દ્વારા પૂછાયેલા સવાલ-જવાબમા પ્રવિણભાઇ પકડાયા નથી.ગુનાહ કબૂલ કરતા જ નથી]

યશના બા;બેટા,જ્યારે કશુક શોધવાનુ હોય ત્યારે દિલ પર હાથ મૂકી,પછી ઇશ્વર પર ભરોસો કરવો જોઇએ કે તમે સત્યની શોધ કરો છો તો હે ઇશ્વર!તમે મારો સાથ આપજો.પછી કાર્યમા મન લગાવવુ જોઇએ.

પ્રિયા બોલી હમમ જિ બા.તમે હિંમત આપી.એ તમારો આભાર.હસતાં મોએ બોલી.

[મહેકને પ્રિયા બા ની વાત સાંભળીને ફરીવાર સીસીટીવી ફૂટેજને ખોળવા લાગ્યા.બેવાર ત્રણવાર પ્રવિણભાઇ એ ગાર્ડેનની પાળી પર બોટલ રાખી પછી માળી એ લીધી પછી પાછી ત્યા જ રાખીને પછી જે વ્યક્તિ બોટલ ફરીવાર લે છે તેનો માત્ર હાથ જ દેખાય છે ને એ હાથ માળીનો નથી.એવુ સ્પષ્ટ થાય છે.આ જ ઘટનાને ત્રણવાર જોઇ ત્યારે ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિના હાથમા કશુંક પહેરેલું છે.પ્રિયા એ આ વાતની ચોખવટ કરવા માટે બા ને બોલાવ્યા]

બા બોલ્યા ;બોલ દિકરા શુ?  [બા ને અંદર લઇ જાય છે]

પ્રિયા બોલી બા,તમારા પરિવારમા હાથમાં કડુ પહેરે છે?

બા વિચારીને બોલ્યા ના,દિકરા

પ્રિયા બોલી બા,યાદ કરો ફરીવાર કોઇ પહેરે છે?

મહેક બોલી નર્વસ બા,તમે જ એક આધાર છો,તમે યાદ કરવાની કોશીશ કરો બા.

પ્રિયા બોલી હા,બા.

[બા વિચારમા ખોવાયા ગયા કશુ જ યાદ્ ન આવ્યુ]

મહેક મનમાં બોલી

ખુદા તારા દરબારમા રહેમતની કમી નથી;

તો પણ એ કોઇને કેમ આસાનીથી મળતી નથી.

જિંદગીની આ રમત ક્યારે પૂરી થશે ખબર નથી.બંન્ને એ20વાર ફૂટેજ જોય નાખ્યુ પણ કોઇ કડાવાળી વ્યક્તિ મળતી જ નથી.બા ઉંમરના કારણે યાદ કરી શક્તા નથી.ઇલાબેનને પૂછવા જવાય તેમ નથીને પ્રવિણભાઇ પોલિસની નિગરવાનીમા છે તો યશ અસુધ્ધ અવસ્થામા છે.કોઇ રસ્તો મળતો નથીને કોઇ આધાર પણ.

પ્રિયા;

ક્યાક કોઇ જગા પર રહેતો જ હશે;

કોઇ માર્ગ પર ઇશ્વર મળતો જ હશે;

એટલે જ તો મનુષ્ય તેને ખોજતો હશે!!!

[એટલામા જ બા આવ્યા...]

બા લાકડીના ટેકે આવ્યાને બોલ્યા ;બેટા,યશની સગાઇ અમે કરેલી હતી.

[મહેકને પ્રિયા આ સાંભળીને એકબીજાની સામે જોવા લાગી]

બા બોલ્યા ;રીમા.

રીમાં નામની છોકરી.તેના પરિવારમા તેના પાપાને ભાઇ કડુ પહેરે છે,તેના વારસામાજ આ રીવાજ ચાલ્યો આવે છે.

પ્રિયા હવે મૂળ સુધી પહોંચવા મથી રહી ક્યાંક.યશને રીમાની વચ્ચે તો એ નથી આવી ગઈ.શુ યશની સગાઇ થઇ ગયેલી હતી?

બા ગોઠણે ટેકો દઈને બેસતા બોલ્યા હા,બેટા.પણ તારા પાપાની જબરદસ્તીથી અમે રીમાના પાપાને ના કહી.

મહેક હવે થોડી વધારે ઉંડી જવા પ્રયત્ન કરી રહી જી....તમે ના પાડી તો રીમાને તેના પરિવારે શુ કહેલુ?

બા બોલ્યા ;કહુ છુ શાંતિ રાખ.ઉતાવળી ન થા.મને ભુલાય બહુ જાય.

મહેકે માથુ હલાવ્યુ...પ્રિયાને મહેક હવે એકીટશે,બા ના બોલ સાંભળી રહી.

બા બોલ્યા રીમાને યશ ખૂબ જ પસંદ એટલે તેણે યશને ભાગી જવા માટે કહ્યુ.

પ્રિયા ઉંડો નિસાસો નાખતા બોલી શુ?

બા બોલ્યા શુ ની દિકરી ન થા સાંભળ

[પ્રિયા શાંત થઇને બા સામે ચિડિયુ મો તેને ન દેખાય તેમ કર્યુને બોલી ડૉશી અઘરી છે,]

યશે ના પાડીને રીમા એ બીજા લગ્ન કરવાની ના કહી.

પ્રિયા હળવેથી બોલી બા તે ક્યા રહે છે?

બા બોલ્યા;બેટા,હવે તુ માફી માંગીને શુ કરીશ?જે થવાનુ હતુ એ તો થઇ ગયુ.

પ્રિયા એ [મહેક સામે જોયુ પછી બા સામે] પ્રિયા બોલી

"બા મે તે છોકરીની જિંદગી બરબાદ કરી છે તો માફી માંગવી એ મારી ફરજ છે."

બા હવે પોતાની ઝીણી આંખો મોટી કરી ડોક ઊંચી કરી બોલ્યા ;તુ તારા બાપ જેવી નાલાયક નથી "બાવળિયા પર કેરીનુ ફળ પાક્યુ છે" તુ ડાહી દિકરી છે.એટલે જ તુ મારા યશને ગમવા લાગી.

સાંભળ...

[બા એડ્રેસ બોલે છે મહેક નોંધે છે]

[મહેકને પ્રિયા રીમાને ઘેર જાય છે ને તેની ઓળખ આપે છે]

પ્રિયા બે હાથ જોડી બોલી માસી હુ માફી માંગવા આવી છુ.રીમા એ મારા કારણે કેવડુ મોટુ ડીસીઝન લઇ લીધુ.

રિમાના મમ્મી નિરાશ થઈ બોલ્યા એ તો નસીબની વાત છે,જે થયુ તે સારુ થયુ.મારી દીકરીના લગ્ન પછી ડી એ નાટક કર્યા હોત તો?

મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જાત.

પણ હાલ તો યશ......

મહેક ઉભી થઇ ચાલતા ચાલતા જ રૂમમાં બોલી જી માસી [હાથમા તસવીર લઇ બોલી ] આ રીમા છે?

માસી બોલ્યા જી

પ્રિયા બોલી તે કડુ પહેરે છે?

માસી બોલ્યા જી

મહેક બોલી ;છોકરા જેવી જ લાગે નહી પ્રિયા?કેવી ડાહીને પ્રેમાળ દેખાય છે.

પ્રિયા બોલી હમમ,અમૂક છોકરીઓને શોખ હોય નહી માસી?પ્રિયા સહજભાવે બોલી.

માસી બોલ્યા ;હા બેટા

[એટલામા જ રીમા આવે છે.તે મમ્મીને પૂછે છે]

રીમા બોલી મમ્મી આ કોણ છે?

મમ્મી બોલ્યા આ પ્રિયાને આ મહેક છે.પ્રિયા "ડી"ની દિકરી તારી માફી માંગવા આવી છે.

રીમા પ્રિયાની ફરતે આંટો મારી તેને નીરખીને જોતા બોલી ઓહ,તો તમે જ પ્રિયા એમને?

પ્રિયા રીમા સામે જોતા બોલી જી,,સોરી રીમા મારા કારણે...

[રીમા એ પ્રિયાને અટકાવવા હાથ ઉંચો કર્યોને બોલી...]

રીમા બોલી તો તમારે કારણે જ યશે મને છોડી એમને?

પ્રિયા અડગ થઈ બોલી ને મારા કારણે જ હવે જેલ હવાલે.

રીમા આશ્ચર્યથી બોલી શુ?

રિમાના મમ્મી બોલ્યા એટલે બેટા?

મહેક અંશને પોલિસ જયને રીમાને ઘેર જ બોલાવે છે.તે ઝડપથી આવી જાય છે આ દરમિયાન માસી મહેકને પૂછવાનો પ્રયત્ન કરે છે તો મહેકને પ્રિયા બીજી વાતો કરવા લાગે છે કે ...

પ્રિયા બોલી માસી આપ ચિંતા ન કરો યશે દવા પીધી તો પૂછતાછ માટે અહીં પોલિસ આવશે.

મહેક બોલી અમે તમારુ ઘર જોવાને તમને જાણ કરવા જ આવ્યા જેથી તમને ડર ન લાગે.

પ્રિયાબોલી પોલિસની ફરજમા આવે કે યશ સાથે જોડાયેલી તમામ વ્યક્તિની પૂછતાજ કરવી પડે.

માસી બોલ્યા જી,સાચી વાત.રીમાની સગાઇ થયેલી તો આવવુ તો પડે જ

[ત્યાં જ અંશને પોલિસ આવી જાય છે]

અંશને મહેક સીસીટીવી ફૂટેજ બતાવે છે ને બધી જ વાત કરે છે.

રીમા પોલીસની વાતનો વિરોધ કરતા બોલી આ જુઠ છે.આના પરથી એવુ સાબિત ન થાય કે હુ જ છુ.

રીમાના પાપાને ભાઇ આવે છે.પોલિસ જય તે બંને જોડે વાત કરે છે.બંને આ હકીકતથી અજાણ છે.

રીમાના પાપા બોલ્યા રીમા થોડા સમય પહેલા કડુ પહેરતી પણ હવે પહેરતી નથી.

રીમાનો ભાઇ પોતાની બેનનો બચાવ કરતા બોલ્યો ;જી સર,પણ તમે આમ અચાનક આવો આરોપ લઇને આવી ગયા?

પોલિસ જય બોલ્યો ઓહ...તમે લોકો અજાણ છો પણ આ જ હકીકત છે.ને પૂછતાછ બધાની થાય.વિરોધ એ પણ ગુનો છે.

જય મહિલા પોલિસ બોલાવીને રીમાને ફટકારાવે છે એટલે રીમા પોપટની જેમ બોલવા લાગે છે...સત્ય સ્વીકારે છે.

રીમા રડતા રડતા બોલી ;હા....આ મે જ કર્યુ.

[તેનો પરિવાર ડરી જાય છે.રિમાને નીરખી નીરખીને જોવા લાગે છે.]

જ્યારે માળી એ બોટલ લીધી ત્યારે હુ જ સીસીટીવી ફૂટેજથી બચતી ગાર્ડેનમા આવી. તેણે મુકી તે મે લીધીને એજ બોટલમાથી મે યશના દૂધમા ઝેર મેળવ્યુને એજ સમયે એ આ નાલાયક જોડે વાત કરી રહ્યો(પ્રિયા)...

હુ યશને થોડી દવા પીવડાવી સાબિત કરવા માંગતી હતી કે આ બધામા દોષ ડી નો છે ને આ સગાઇ તુટી જાયને હુ યશ જોડે....

રીમાને જેલ હવાલે કરાય છે.ડી અને પ્રવિણભાઇ ને હોસ્પિટલમા જ પોલિસની નિગરબાનીમા છે ત્યાથી મુક્ત કરાય છે.યશનુ સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરવા લાગે છે ને તે એકદમ તંદુરસ્ત થઇ જાય છે.

યશ રીમાને મુક્ત કરાવે છે."ડી"ને પ્રવિણભાઇ દ્વારા પ્રિયાને યશના મેરેજ ધામધૂમથી કરાવી દેવાય છે.મહેકને અંશ છેક સુધી "ડી" ના પરિવાર સાથે રહે છે.યશને પ્રિયાના લગ્નને સંપન્ન કરાવે છે.

ઇશ્વર ચાહે તો શુ ન થઇ શકે?

જે ન થઇ શકે એ બધુ જ થઇ શકે!!!

અંશે મહેકનો હાથ પકડ્યો ને બોલ્યો તો હવે આપણે જઈએ.એક ગુંડાને તેનો પરિવાર સોંપીને અંશને મહેક પોતાની ફોરવિહિલમાં મહેકના ફ્લેટમાં ગયા.