યે રિશ્તા તેરા મેરા-6
સાંજે મહેક ઘેર આવે છે,ફ્રેશ થઇને તે મમ્મીને call કરે છે.
મહેક બોલી બોલો શુ કહેતા હતા?
મમ્મી દબાતા અવાજે બોલ્યા મહેક,મીતને તાવ આવે છે.
મહેક બોલી; what? ક્યારે આવ્યો મમ્મા?અને તમે કેહતા કેમ નથી?
મમ્મી બોલ્યા ;3-4 દિવસથી આવે છે.
મહેક ચિંતિત અવાજે બોલી ઓહ નો,દવા લઇ આવ્યા?આજ-કલ સ્વાઇનફ્લૂ નો વાયરલ છે.
[ત્યા અંશ આવી જાય છે મહેક અને તેની મમ્મીની વાત સાંભળે છે]
મમ્મી બોલ્યા હા,લઇ આવ્યા.મીત કહે છે કે દીદીંને અહીં બોલાવો.
મહેક બોલી ઓકે,મમ્મા,સવારમા કહ્યુ હોત તો હુ નીકળી પણ....
મમ્મી બોલ્યા ;ના,બેટા એવી જરૂર ન હતી,બીજુ મીતના બધા જ દોસ્તો સીટીમા study માટે જતા રહ્યા તો એ કહે છે....
મહેક બોલી;મમ્મા,મીતને સમજાવો કે એ study માટે બહાર જશે તો તમે ત્યા એકલા થઇ જશો.પછી તમને પણ નહીં ગમે.
અંશ વચ્ચે જ બોલ્યો ;શુ થયુ?
મહેક કહે ;મીત કહે છે કે , તેના દોસ્તો જતા રહ્યા તો તે પણ જવા માંગે છે.
અંશ.મોબાઇલ લઇને કાકી મીત ભલે અહીં આવે, સારુ અભ્યાસ માટે આવે તો શુ પ્રોબ્લેમ છે?ભલે આવે મહેક તેને લઇ જશે.
મહેક ધીમેથી બોલી અંશ?
અંશ કહે ;મહેક નો પ્રોબ્લેમ મહેક!!! કાકી તમે તેને હા પાડી દો.
કાકી કહે ;પણ...મહેકે મોબાઇલ લીધો.
મહેક બોલી ;મમ્મા હુ કાલે આવુ છુ સીતારામ.કોલ કટ કરી બોલી...
મહેક ચિંતા કરતી કહે ;અંશ તુ હોસ્પિટલ , હુ ઓફિસ, એક્યા રહેશે?
અંશ મહેકના ખભ્ભા પર હાથ રાખી બોલ્યો ;તારી સાથે,તને પણ કંપની મળશે.
મહેક હજુય ચિંતા કરતી બોલી તેનુ ધ્યાન કોણ રાખશે?ત્યા તારીને મારી મમ્મી હોય આખો દિવસ ધ્યાન રાખેને અહીં?
અંશ બેફિકર બોલ્યો ;તે 12 વર્ષનો છે તેનુ ધ્યાન ખુદ રાખી શકે છે,સારા અને ખરાબની ખબર પડેને હુ છુ ને?
મહેક માત્ર હમ્મ્મ્મ જ બોલ્યા.
અંશ મહેકને ગાલ પર હાથ મૂકી કહે હવે,ચા.. બનાવ થાકી ગયો છુ.
મહેક જાય છે.
[મીત ખુશ થઇ જાય છે,અંશના હા પાડવાથી 4 દિવસનો તાવ પણ એક સેકંડમા જતો રહ્યો.તે સવિતાકાકીને કહે છે કાલે દીદી લેવા આવે છે,યસ યસ ...સવિતાબેન અને રેખાબેન હસે છે.]
સવિતાબેન બોલ્યા ;સારુ મહેકને સાથ મળશે,મહેકને અને અંશને મજા આવશે.બંન્નેનો સમય જશે.
રેખાબેન ચિંતા કરતા કહે ;હા,પણ આપણે એકલા થઇ જશુ.
સવિતાબેન વિચારીને બોલ્યા આપણી વચ્ચે એક જ તો છે નાનો.
રેખાબેન કહે ;જો સમજે તો નથી જવા દેવો પણ એ માને જ શાનો?
મીત તેના પપ્પાને આવતા જુએ છે એ સામે દોડે છે.ફળિયામાં ઠેકડા મારતો હોય છે...પાપા,સવારે દીદી આવે છે મને લેવા.
નરેશભાઇ કહે ;કોણે કીધુ આવે છે?
મીત કહે ;દીદી અને અંશભાઇ
રમણભાઇ જોડે છે એ બોલ્યા ;નહી, હો બિલકુલ નહી.
મીત હવે શાંત થઈ કહે છે ;કેમ?
રમણભાઇ બોલ્યા ;બે તો બહાર છે હવે તુ જા એટલે શુ અમારે મંજીરા જ વગાડવાના.?
સવિતાબેન બોલ્યા હુ પણ એમ જ કહુ છુ.
[બાજુવાલા બેન આવે છે]
શિલ્પાબેન આ બધું સાંભળતા જ હોય છે એ કહે છે;તમારે શુ વાંધો છે ? જવાદો,રૂપિયાના તો ઢગલા છે ઢગલા.!!!
રમણભાઇ અક્કડ થઈ બોલ્યા ;તે ભલેને હોય તમારે શુ વાંધો છે?
શિલ્પાબેન લટક-મટક કરતા બોલ્યા;રૂપિયાવાળા કંજૂસ હોય સાંભળ્યુ તુ આજ.તો જોયુ પણ ખરુ.
નરેશભાઇ શિલ્પાબેનની મજાક ઉડાવતા બોલ્યા અમારે ભેગા કરેને જમીનમા દાટવાના છે.
બધા ખડખડાટ હસી પડ્યા.
શિલ્પાબેન થોડા ગુસ્સાથી બોલ્યા;તે દાંટોને અમારે શુ ? આ તો ખાંડ ન હતી તો થયુ રૂપિયાવાળાને ત્યાથી લઇ આવુ.
[સવિતાબેન આપે છે]
શિલ્પાબેન જતા જતા બોલ્યા ;હા..હા...ગમે તે કરો એમ પણ તમારે ક્યા ઇજ્જત જેવુ છે? લગ્ન પહેલા બેય સાથે તો રહે છે.?
રેખાબેન ગુસ્સે થઈને કહે ;તમારે અમારા ઘરની ચિંતા ન કરવી.
શિલ્પાબેન બોલ્યા ;જવ છુ જવ છુ પણ આ તો આખુ ગામ કે એટલે બાકી મારે શુ?
[મહેક અને અંશ સાંજના ઘેર આવે છે,મહેક વૃંદાવન જવા માટે તૈયારી કરે છે,ત્યા જ વરસાદ આવવા લાગે છે.મહેકના સરનો કોલ આવે છે]
મહેક રિસીવ કરી બોલી બોલો સર,
સર કહે સોરી મહેક પણ કાલે, અગત્યનુ કામ છે એટલે ઓફિસ તો આવવુ જ પડશે.
મહેક કશો વિરોધ કર્યા વગર જ બોલી ઓકે સર.
【મહેક આને પણ અત્યારે જ કામ આવવાનુ હતુ.જોરથી મોબાઇલ મુક્તા બોલી】
અંશ બોલ્યો ;શુ થયુ?
કેમ ગુસ્સો કરે છે? મહેક બાજુ ફરી બોલ્યો.
મહેક ગુસ્સામાં બોલી કાલે જવુ પડશે,ઓફિસ એમ.શુ ત્યારે? સર પણ જોડે....
અંશ વચ્ચે જ બોલ્યો તો જઇ આવજે બીજુ શુ? મહેકને ધીમેથી બેડ પર બેસાડી કહે તું ચિંતા ન કર.બધું જ થઈ જશે.મહેકે અંશને હગ આપ્યુંને કહ્યું
મહેક હમ્મ પણ હા એ તો જવુ જ પડશે ને?...અંશે વધારે કડક રીતે મહેકને પોતાની બાહોમાં સમાવી...મહેકે એક ઉંડો નિસાસો નાખ્યો.
[સવાર પડે છે મહેક ઓફિસ જાય છે]
મીત કોલ કરે છે.
મહેક બોલી બોલી સોરી ભઈલું.મારે ઓફીસ જવું પડશે.સરનો કોલ આવ્યો
મીત કહે દીદી, નો પ્રોબ્લેમ.આજે વરસાદ છે કાલે આવજે.મિતને પોતાની દીદીની બોવ જ ચિંતા.. એટલે જાતે જ કોલ કરી કહી દીધું.
મહેક પ્રેમથી બોલી ;મારો દિકો બોવ ડાહ્યો,એમ પણ મારે કામ છે ભઇલા હુ કાલે જ આવીશ.
મીત કહે ઓકે દીદી..બાય...
[થોડીવાર પછી અંશનો કોલ આવે છે]
મહેક બોલી હલ્લો બોલ શુ છે?
અંશ હોસ્પિટલમાંથી જ બોલે છે સાંજનો બોવ વરસાદ છે તો કાલે જજે.
મહેક બોલી ઓકે,.બાબા.
[પુષ્કળ વરસાદ વરસે છે ત્યા જ રેખાબેનનો કોલ આવે છે]
મહેક કામ કરતા કરતા જ બોલી બોલો,મમ્મી
મમ્મી કહે બેટા,બોવ જ વરસાદ છે આજે ન આવતી.
મહેક સહજ ભાવે થોડા ગુસ્સાથી બોલી મમ્મા,હુ બધાને જવાબ દઇને થાકી ગઇ,મને ખબર છે વરસાદ છે, મારે બે આંખ છે મને દેખાય છે મમ્મા..
મમ્મા હસતા હસતા કહે ઓકે...કોણે કોલ કર્યો તો?
મહેક થોડી ગુસ્સે થઈ મમ્મા મીત,અંશ અને હવે તુ.ઓફિસમા મારે બોવ કામ છે, આજે પુરુ કરીશ તો જ કાલે નીકળી શકીશ.
મમ્મી કહે ;ઓકે...સીતારામ.
[થોડીવાર પછી સવિતા બેનનો કોલ આવે છે]
મહેક ધીમેથી બોલો કાકી.
કાકી બોલ્યા મહેક વરસાદ બોવ જ છે બેટા એવુ લાગે તો 2-3 દિવસ પછી જ આવજે.
મહેક કહે હા, કાકી
સવિતા કાકી અંશના મમ્મી બોલ્યા અંશ ક્યા છે? તેણે તને નથી કહ્યુ?
મહેક ગુસ્સામાં બોલી કાકી,તમે ઘરના સભ્યો એક એક એમ બધા એ કહ્યુ,હવે હુ થાકી ગઇ સાંભળી-સાંભળીને.
કાકી એ હસતા હસતા સીતારામ કહી કોલ કટ કર્યો વૃંદાવનમાં જોડે જોડે બેસીને પરેશાન કરતા રેખાબેન અને સવિતાબેન ખડખડાટ હસી પડ્યા.
મહેક ઉપર જોઈ બોલી ;હે ભગવાન!! આજે તો હેરાન કર્યા.પ્લાન શું હતો ને શુ પથારી ફેરવી નાખી?
[સાંજના ઘેર આવે છે. અંશને બંન્ને ચા પી ને બહાર નીકળે છે,ક્યાક વરસાદના પાણી ભર્યા તો ક્યાક રોડ ખરાબ થયા ને ઠંડો પવન આવે છે.રાત્રે પણ વરસાદ આવ્યો, બીજા દિવસે પણ વરસાદ આવ્યો. અંશ હોસ્પિટલ ગયોને મહેકની ઓફિસ બંદ છે.
સાંજના અંશ ઘેર આવ્યોને ફ્રેશ થઇ બંને બહાર નીકળ્યા.બધી જ બાજુથી સરસ વરસાદી સુગંધ આવી રહી છે.મહેકનો હાથ અંશના હાથમાં છે ને અંશ મહેકના હાથને કોમળ સ્પર્શ કરતો ચાલી રહ્યો છે.
આજે વાતાવારણમા ઘણી ઠંડક છે ઠેર-ઠેર પાણી ભર્યા છે,વાતાવરણ આહલાદ્ક છે.ઘાસ,છોડ અને વૃક્ષ ચોખ્ખાં થઈ ગયા છે.ક્યાંક ગારો તો ક્યાંક પાણીથી ધોવાઈ રસ્તા સ્વચ્છ થઈ ગયા છે.ક્યાંક ગંદકી પણ ઉમટી પડી છે.મહેકને કુદરતની સાથે કુદરતી નાતો.તેને ખૂબ જ ગમે.આવું વાતાવરણ.
છેક દિલ સુધી ટચ થઈ રહ્યો છે.અંશનો એ સુંવાળો સ્પર્શ.
થોડીવાર પછી બંને ઘેર આવ્યાને મહેકે ગરમ –ગરમ સમોસા-ચટણી બનાવ્યા.જમ્યા.અંશ હોસ્પિટલ જતો રહ્યો, સાંજના અને આખી રાત વરસાદ ન આવ્યો,સવારમા અંશનો કોલ આવ્યો]
મહેક બોલી બોલ?
અંશ કહે અત્યારે ન જતી અથવા સાંજના જજે.
મહેક બોલી ઓકે.
પછી મહેકે ટીવી શરૂ કર્યું
[મહેકને થયુ સાંજના અને રાત્રે વરસાદ નથી આવ્યો સમાચારમા બતાવે છે બધા રસ્તા ખુલ્લા છે, જવામા કોઇ પ્રોબ્લેમ તો નથી જ.નીકળી જવા દે વહેલા પહોચી તો જવાય તે નીકળી જાય છે અને રેલવે સ્ટેશનથી અંશ અને મમ્મીને કોલ કરે છે કે તે નીકળી ગઇ છે ને બસ બેસે જ છે]
[વૃંદાવન પહોચતા બે કલાક થાય. હજુ ટ્રેન 30મિનિટ ચાલી તો વરસાદ શરુ થયો. થોડીવારમા તો ધોધમાર વરસાદ આવવા લાગ્યો. આ સ્ટેશન રાણીવાવનુ ત્યા થોડીવાર ટ્રેન ઉભી રહી.
વરસાદ ધીમો થતા ઉપડી ત્યાથી 30મિનિટ એટલે ગિરીરાજ,ત્યા તો ટ્રેન માંડ માંડ પહોચી. પછી ધીમે-ધીમે પહોચી સુવર્ણનગર ત્યા આવતા તો મુસાફરોને ફીણ આવી ગયા. વરસાદ કે મારુ કામ.સુવર્ણનદી બે કાંઠે જાય છે, સરખી ટ્રેન પટ્ટી પણ દેખાતી નથી,આ કોઇ મોટર,સ્કુટર કે સાઇકલ ન હતી કે બ્રેક મારે તો ઉભી રહી જાય,સર્વત્ર પાણી-પાણી,દૂર-દૂર સુધી કોઇ મનુષ્ય દેખાતુ નથી. બરાબર વચ્ચે જ ટ્રેન પહોચી કે ડબ્બા ધબ-ધબ પાણીમા ગરકાવ....