યે રિશ્તા તેરા-મેરા-3
(આગળ જોયુ....સગાઇના બે દિવસ પહેલા જ અંશ સગાઇ માટે ‘ના’ પાડે છે,મહેક આત્મહત્યા કરવા જતી જ આવનાર વ્યક્તિ પાછળના બેડરૂમમાં છેક મહેક સુધી પહોચી જાય છે અને મહેક ...મહેક....મહેક.....આંખ ખોલ...મહેક મહેક....તને શું થયું મહેક આંખ ખોલ please.....
મહેક આંખ ખોલે છે અને ધૃજતી....ધૃજતીએ બેઠી થાય છે.
મહેક ધૃજતી જ બોલી મારો મોબાઇલ ક્યા છે?
અંશ તેને પકડતા બોલ્યો સામે ટેબલ પર આપુ?
મહેક બોલી ;ના
અંશ કશું સમજી ન શક્યો એ બોલ્યો a.c શરુ fan શરૂ તો આટલી બધી પલળી કેમ ગઇ? અને હા,કોને કેહતી હતી કે મને છોડીને નહીં જતો....મને છોડીને નહીં જતો...?
મહેકના શ્વાસ વધી ગયા એ બોલી ;ખરાબ સપનું હતું,તું બેસ હુ fresh થઈ આવું છું.
અંશ મહેકને પકડીને મહેકના વાળ સરખા કરી બોલ્યો. એય જો ખરાબ બાબત પોતાની વ્યક્તિને કહી દેવામાં આવેને મહેક,તો દિલનો બોજ હળવો થય જાય છે અને પછી ખૂબ જ મજા આવે છે...અંશે મહેકના ગાલ પર એક કિસ કરી.મહેકની એ પલ એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગઈ જે તેણે સપનામાં જોઈ કે મહેક મને પેલો પ્રેમ મળી ગયોછે.
વાસ્તવમાં એ તો મહેકને નીંદરમાં જ સપનું આવ્યુતું...
મહેક ફરીવાર ડરતા ડરતા બોલી હમમ, મહેક અંશનો આવેલો call અને આત્મહત્યા સુધીની વાત અને અંશનું આવવુ એ બધુ જ મહેક અંશને સાચ્ચે સાચુ જ બધુ કહી દે છે.
અંશ ફરીવાર મહેકને પોતાના તરફ ખેંચી બોલ્યો;મે ડોર બેલ મારી.તું ન આવી એટલે મને થયુ તારી આંખ લાગી ગયેલી એટલે મે મારી ચાવી થી lock open કર્યુ.
મેડમજી તમે મને એક ચાવી આપેલી યાદ છે કે?
ગાલ પર ચિટિયા ભરતા બોલ્યો.
મહેક બોલી હુ fresh થઇને આવુ છુ.
અંશ બોલ્યો;હા.....બાથરૂમનો દરવાજો ખાલી બંદ કરજે...ઇનકેજ ચક્કર આવી જાય તો?
મહેક પ્રેમથી don’t worry
અંશે જીદ કરી ;no, મે કહ્યુ એમ જ....
મહેક સલામ કરતા બોલી ok,boss..ફરી એકવાર બોસ શબ્દ એ જયદિપની યાદ અપાવી,જયદીપે આમ જ કરેલું સલામ ભરતા.
(મહેક ફ્રેશ થઇને બહારના રૂમમાં આવે છે અંશને પાણીને ચા આપે છે)
અંશ ચાય પીતા બોલ્યો મહેક, સગાઇને બે દિવસ જ છે તૈયારી બોવ બધી બાકી છે તો હોસ્પિટલના હોલના ડેકોરેશન માટે આજથી જ call કરી દઉં?
મહેક ચાય પીતા બોલી અરે! કાંઈ પૂછવાનું હોય કરી દે તો?
અંશ ઉભો થયો મહેકની નજીક બેઠો પછી બોલ્યો પણ...તુ આવ?
મહેક ચાય પીતા બોલી મારી શું જરૂર છે?
અંશે ચાય ટીપોઈ પર મૂકી મહેકે તેનો ફેસ દૂર કર્યો.અંશે તેનો હાથ પકડયોને બોલ્યો...તારી રિલેશનશિપ હમણાં જ તૂટી છે.એટલે તું ફ્રેશ નથી રહી શકતી. હું ઈચ્છું છું કે જેવી મારી હાલત હતી એવી જ તારી છે.તો તું ખુશ રહે.એ બધું ભૂલવું સહેલું નથી. પણ આપણે બે માંથી એકેયે સામેથી રિલેશનશિપ નથી તોડી.સામેવાળા એ જ તોડી તો.દુઃખી થવાની જરૂર નથી. મહેકના ગાલ પર હાથ મૂકી કહ્યું તું ખુશ રહે પછી જોરથી બોલ્યો.......
સગાઇ મારા એકલાની છે?
મહેક ધ્રૂજી ગઈ ને રકાબીમાં રહેલો કપ હલવા લાગ્યો.અંશે તેનો હાથ સંભાળતા કહ્યું ચિંતા ન કર આમ જ હું તારી સાથે છું....
મહેક બોલી thnks..... ok,બાબા કાલે સવારનો call કરી દે હુ કાલે કંપની જવાની તો ત્યાથી જ આવીશ, પછી 3 દિવસની રજા મૂકી છે.
અંશ બોલ્યો તો ok, તો હુ જાવ?
મહેક પ્રેમથી બોલી yes,take care
અંશ ઉભો થયો ને જવા લાગ્યો જતા...જતા...પાછળ ફરીને મહેક..
મહેક બોલી;હમમમમ
અંશ બોલ્યો; I love you
મહેક થોડીવાર અંશને તાકી રહી જાણે આ શબ્દને તે જાણતી જ ન હોય તેમ...પછી બોલી ...આછુ હસીને I love you too alwa...પછી always ના બોલી તે જયદિપને always દરેક વખતે બોલતી પણ અંશને ના કહ્યુ...અંશ હસીને જતો રહ્યો.... અંશની ખૂશી અવર્ણીય હતી...ચહેરા પર એક તેજ આવી ગયુ...એક ગજબ ચમક આવી ગઇ.....
બે દિવસ તડામાર તૈયારી કરે છે મહેક અને અંશના મમ્મી-પાપા પણ આવી જાય છે.બધા જ તૈયારીમાં લાગી જાય છે.મહેકના ભાઇને તો ખૂબ જ મજા પડી જાય છે, હજુ બાર વર્ષનો જ છે,મહેકનો ભાઇને ડોકટરનો સાળો. બધા ખૂબ જ લાડ કરે છે. ચોકલેટ પણ આપે છે. ઘણા મેડમ મહેકને ખૂશ કરવાની કોશીશ કરે છે તો ઘણા ડોકટરને આ બધાની વચ્ચે મજા તો મીતને આવી જાય છે.
મીત બોલ્યો મમ્મી અંશભાઈ ક્યા છે?
નવ્યા આશ્ચર્ય સાથે અરે!કોઇ જીજાજીને ભાઇ કેહતુ હશે?
કોઇ કહે કે ન કહે પણ મને મારો સાળો ભાઈ જ કહેશે;અંશ મિતના ગાલ ખેંચતા બોલ્યો
નવ્યા ફરીવાર આશ્ચર્યથી બોલી લે કેમ...?
અરે યાર!!! એ મારી પાસે મોટો થયો છે. મે તેને રમાડીને મોટો કર્યો છે,હવે થોડો જીજુ કેહવાનો?;અંશ મિતના બન્ને ગાલ ખેંચી બોલ્યો.
અંશ બોલ્યો મહેકને જોતા.મહેક તુ તૈયાર થવાનો ઓર્ડેર આપી આવીને...?
મહેક અંશને પૂછી રહી ;હા, તે તારા કામ બરાબર કરી લીધા છે ને...?
અંશ બોલ્યો તારી friends કોઈ બાકી નથી ને?
મહેક બોલી મારું કામ કમ્પ્લીટ છે.
અંશ થમ બતાવતા બોલ્યો ok
આ બધાની વચ્ચે રાત્રી થઈ ગઈ અને બીજા દિવસે સગાઈ છે...એટલે જમીને બધા સૂઈ ગયા.મહેક બસ સૂવાની જ તૈયારી કરતી હતી ત્યા ખબર નહીં પણ કેમ પાણી થોડું ઢોળાયેલું હશે કે લપસાઈ ગયુ.
એ...એ...એ...પડતો નહી....એમ કહી...જયદીપનો હાથ મહેકે ઝાલી રાખ્યો હતો,એ કેમ વિસરાય....? પલવારમાં જ જયદીપની એ યાદ તરોતાજી થઈ ગઈ..આ બધુ એટલું બધું જલ્દી બની ગયુ કે મહેકના દુ;ખ સાથે ખુશી ભળી ગઇ.
પણ આમ અચાનક જ જયદીપની યાદ તાજી થઈ ગઈ, ખરેખર, જયદીપે કેવુ કર્યુ? એમ વિચારી રહી,એક સમયે માત્રને માત્ર વરસાદમાં થયેલી સામાન્ય ભૂલ ને પછીનો પશ્ચાતાપ,સપનામાં જીવનાર અને મને વિદેશ મોકલનાર જયદીપ શું ખરેખર આટલો બધો બદલાય ગયો...?
મહેક રડવા લાગી,સખત રડાય ગયું,હવે તેના શરીરમાં ધ્રુજારી આવી ગઈ,પરસેવે રેબઝેબ થઈ ગઈ,આંખે અંધારા આવવા લાગ્યા, હજું પડાવાની તૈયારીમાં જ હતી કે અંશે આવીને પકડી લીધી.
એ..એ..મહેક શું થયું? મહેકને પકડી,ઉઠાવી,બેડ પર સૂવાડી, આંખ પર પાણી છાંટયુંને પછી પાણી પાયું.
અંશ ડરી ગયો. આવું મહેકને બીજીવાર થઈ ગયું.મહેક શું થયું છે?
મહેક સ્વસ્થ થતા બોલી ખબર નહીં પણ...
અંશે વધારે પ્રશ્ન પૂછવાનું વ્યાજબી ન સમજ્યું.મહેક સાથે બનેલી ઘટના જાણે જ છે ને તેના તાજા ઘા થી પણ પરિચિત છે...તે બોલ્યો....it’s ok સૂઈ જા,હું તારી સાથે જ છું.
મહેક માત્ર આટલું જ બોલી હમમમ
અંશ મહેકને સુવાડી પોતે ક્યારે સૂઈ જાય છે ખબર રેહતી નથી.
સવારમાં મહેકની મમ્મી બંનેને જગાડે છે.અંશ તૈયાર થાય છે,મહેક પાર્લરમાં તૈયાર થવા જાય છે.
એક છોકરી;ડો,અંશની મંગેતર છે.મહેકની હેર સ્ટાઈલ કરતાં બોલી રહી.
બીજી બોલી હા....ભૈ,,,બોવ મોટી હોસ્પિટલ બનાવી છે,તે મહેકને મેકઅપ કરે છે.
ત્રીજી બોલી તે તારા માટે થોડી છે? મહેકના પગે નેઇલ પોલિશ કરતા બોલી રહી.
ચોથી ઝટપટ બોલી બસ, મેડમની રાહ જોવાતી હશે જલ્દી કરો....
મહેક ખુશીથી બોલી;બસ, હવે મજાક કર્યા વગર તૈયાર કરો,ગાડી રાહ જૂએ છે...
એક છોકરી મહેકની મજાક કરતા બોલી મેડમ!!!ગાડી કે ડો,અંશ?
મહેક ખુશીથી છતાં થોડા કડક શબ્દોમાં બોલી ઓહોહો..તમે નહી સુધરો...અંશ બસ....
(મહેક તૈયાર થઈને હોસ્પિટલ પહોચે છે.ત્યા બધી તૈયારી થઇ જ ગયેલી હતી.મહેકનો પગ હોલમાં પડતા જ અંધકાર છવાય ગયો.એક ફોક્સ લાઈટ મહેક અને એક ડો.અંશ પર...
ડો.અંશ એક પ્રેમીની માફક એક પગવાળી એક પગ પર ઉભા રહી મહેકનો હાથ તેના હાથમાં લઇ I love you કહે છે. મહેક I love you too ans. આપે છે.ત્યાર બાદ મહેકનો હાથ પકડી સ્ટેજ પર લઈ જાય છે.જ્યા બંનેનો પરિવાર ઉભા છે.
મીતે એક ફુગ્ગો ફોડ્યો કે રંગબેરંગી ઝરી ઉડવા લાગી.વારા ફરતી ધડામ ધડામ ધડામ છ-સાત ફુગ્ગા ફોડ્યા.પછી ડો.અંશે મહેકને વીટી પહેરાવીને બધી જ લાઇટ on કરી દેવાય પ્રકાશ આખા હોલમાં ફેલાય ગયો.તાળીઓના ગડગડાટથી બંન્ને વધાવવામાં આવ્યા.
હાજર બધા જ જોડીના વખાણ કરવા લાગ્યા.કોઇ મહેકના તો કોઇ વળી અંશના તો કોઇ વળી પૈસાવાળાની વાત ન કરાય.હવે,ડોક્ટર આપણને જ લૂંટવાના છે.દવા કે ઇંજેકશન આપીને?તો કોઇ પાછુ બોલે તે વળી!!! આ દુનિયામાં સારુ છે ય કોણ? સરકાર લૂટે? ઇજનેર લૂટે? ડોકટર લૂટે? દુકાનદાર લૂટે? કંપની માલિકો લૂટે? વકીલો? જજ?
આ....બધુ તો રે’વાનુ ભાઇ....આપણે સંબંધો સાચવવાના હોય.મોટા માણસની જરૂર પડે તો સલાહ તો આપે?
તો કોઇ બીજુ "હા,ભાઇ આપણે રોઇને તો ગાલ લાલ જ રાખવાનો છે."આ બધાની વચ્ચે સગાઈ પૂરી થઇને જમવાનું શરુ થયુ.જમવામાં પણ ગામડેથી આવેલા માણસોને અમૂક વસ્તુ ફાવી તો અમૂક તો આવુ તે કઇ ખાવાનુ કે’વાય? સીટીના લોકોને મજા આવી ગઈ. તેઓ જમવાના વખાણ કરવા લાગ્યા.
કેટલો ખર્ચ કર્યો? મેરેજમાં તો શું નહી કરે? ને વળી પાછા હોસ્પિટલમાં પણ ખૂબ જ દર્દી આવતા થઈ ગયા હશે એટલે વાત જ પૂછોમાં.સમગ્ર પણે જોવામાં આવે તો કાર્યક્રમ સફળ થયો.ડો.અંશ હોસ્પિટલમાં રહેતો અને મહેક ભાડાના ફલેટમાં.મહેકની કંપનીમાંથી પણ ઘણા જ મહેમાન આવેલા.ગિફ્ટના તો ઢગલા, કવરનો તો થપ્પો.
★
મહેકના દિલે ધીમે ધીમે અંશને પ્રેમ આપવાનું શરુ કરી દીધુ.બંને ફોન પર વાતો અને મેસેજ તો કરતા જ પણ હવે રોમાંસ આવવા લાગ્યો.એકબીજાને મળવાની તલસ જાગવા લાગી,એકબીજાના સ્પર્શની રાહ જોવા લાગ્યા.મળતા ત્યારે પ્રેમીઓની માફક ખૂસુર ફૂસુર કરતા થઈ ગયા.ડો.અંશ પણ હવે new golden city માં જાણીતા થઈ ગયા.
તેનો સ્વભાવ ,ઓછી તપાસ ફી અને મેડીકલ દવા પણ ઓછી એટલે લોકોની ભીડ ખૂબ જ રહે.આખો દિવસ થાકી જવાય ક્યારેક તો જમવા ઘેર પણ ન જતો મહેકને call કરી ના પાડી દે ‘’હુ આજે નહી આવુ, તુ જમી લે જે’’ .
એક દિવસની વાત છે. સવાર સવારમાં જ અંશ ઘેર આવે છે,તેને નિંદર ન તી આવતી તો 6 વાગામાં જ ઘેર આવતો રહે છે.ડોર બેલ મારી મહેકે દરવાજો ખોલ્યો નહી એટલે તેની ચાવીથી દરવાજો ખોલ્યો.મહેક બેભાન અવસ્થામાં પડી છે.અંશ ડરી ગયો.થોડીવાર તો શું કરવય એ જ ન સમજાયું એક ડોક્ટર હોવા છતાં....
મહેક-મહેક કરવા લાગ્યો ઠંડું પાણી મો પર છાટ્યુ,મહેક જબકીને ઉભી થઈ ગઈ.તેને બેડ પર બેસાડી પાણી આપ્યુ.મહેક ફ્રેશ થઈ ગઇ.અંશ પણ,બંને એ નાસ્તો કર્યો. અંશે ટીવી શરુ કરી પણ તેનુ ધ્યાન બિલકુલ પણ ટીવી તરફ ન હતુ.
હવે તેને મહેકની બિમારીની ચિંતા થઈ.મહેક માનસિક રોગની ભોગ બની ચૂકી છે. Thinking less થઈ ગઈ.તે ગમે ત્યારે ગમે તેવા વિચાર કરવા લાગે,પરસેવે રેબઝેબ થઇ જાય,ધ્રુજવા લાગે અને બેભાન થઈને પડી જાય. અંશને થયુ હવે મહેક એકલી ન રહી શકે.લગ્ન પહેલા સાથે પણ રહેવાય તેમ ન હતુ.
તેણે સાયકોલોજીસ્ટ પાસે જવાનુ વિચાર્યુ.મહેકને તેનુ ખાસ ધ્યાન રાખવાનુ કહી , મહેકની જવાબદારી ઇશ્વરને સોપી ચિંતા કરતો જતો રહ્યો.મહેક કંપની જતી રહી.સાંજના ઘેર આવી ફ્રેશ થઈ જોયુ તો શાકભાજી નથી માર્કેટ જવાનુ વિચાર્યુ....
એ માર્કેટમાં પહોચે છે.અંશને ભાવતા શાક લે છે.ત્યા જ શાક લઇને માર્કેટની બહાર જ નીકળતી હોય કે તેને મગનકાકા મળે છે.આ મગનકાકા વૃધ્ધ,જયદિપની કંપનીના પટ્ટાવાળા.આમતો પટ્ટાવાળા ઘણાય પણ મગનકાકા વિશ્વાસુ એટલે જયદિપની કેબીન-ઓફિસ એ જ સફાઇ કરતા.
કાકા બોલ્યા ;કેમ છે મહેક?
મહેક હસીને બોલી સારુ હો કાકા તમે? અને તમારા દિકરાને જોબ મળી ગઇ?તમારું ઘર વ્યવસ્થિત ચાલતું થઈ ગયું?
કાકા કહે ;હા, બેટા, ભગવાનની દયા અને જયદિપની મદદથી મારો દિકરો ભણી ગયો.સરકારી નોકરી મળી ગઇ.તેના લગ્ન થઇ ગયા.વહુ સારી મળી મને હવે કામે પણ જવા દેતા નથી.દિકરાની નોકરી આ બાજુ છે તે અહી,કોલોંનીમાં રહીએ છીએ ભાડે.હુ આંટો મારવા આવ્યો,તુ બેટા?આજકલ શું કરે છે?
મહેક બોલી હુ એક્ટીવ કંપનીમાં જોબ કરુ છુ.
કાકા બોલ્યા હમમમ
(મહેક અને જયદીપ સારા દોસ્ત છે એ બધાને ખબર હતી પણ પ્રેમ કરે એ ગણ્યા-ગાઠ્યાને જ!!!તેમા ના હતા એક કાકા જે બધુ જ જાણતા.
કાકા ધીમેથી થોડું અચકાતા બોલ્યા;મહેક જયદીપ વિશે નહી પૂછે બેટા?
મહેક નિરાશ થઈ બોલી કાકા....કોઇ અર્થ નથી અને તેણે કર્યુ જ એવુ કે હવે હુ તેનુ મોં પણ જોવા માંગતી નથી.એ થોડી ગુસ્સે હોય તેમ બોલી.
કાકા જયદીપનો પક્ષ લઈને બોલ્યા હિંમત થી તેણે જે કર્યુ તે બરાબર જ કર્યુ છે.તેની કોઇ ભૂલ નથી.
મહેક આશ્ચર્યથી કાકા, હું એક વર્ષ વિદેશ શુ ગઈ......તેણે તો સગાઈ પણ કરી લીધી.આખરે મારી ભૂલ શું હતી કે તેણે આવુ કર્યુ? આખરે તેની family ની ઈચ્છા પણ હતી કે હુ study કરુ.
કાકા હવે ટટાર થઈ બોલ્યા ;બેટા !!!! હકીકતથી અજાણ છે.તારા સુધી હકીકત પહોચી જ ક્યા?
મહેક ફરીવાર આશ્ચર્યથી બોલી શુ?
કાકા એકદમ બોલ્યા હા?
મહેક ઉતાવળી બોલવા લાગી,તેને સાચી વાત જાણવાનું કુતુહલ થયું શું છે હકીકત ..? મને કહો કાકા....
કાકા લાંબો શ્વાસ લેતા બોલ્યા;બેટા વાત લાંબી છે.અત્યારે હું ઉભો નહીં રહી શકુ, કાલે વાત.આટલું બોલતા કાકા હાંફી ગયા.
મહેક છતાંય બોલી ;કાકા....એવી તે કેવી હકીકત કે તેણે મને આટલો મોટો દગો કર્યો?
કાકા બોલ્યા;બેટા,મને ચક્કર આવવા લાગશે તો પડી જવાય છે.કાલે આવજે 10 વાગે અહીંયા. ઉંડો શ્વાસ લઈ બોલ્યા મારી તબિયત પણ ઠીક નથી.
મહેક અક્કડ બની...બોલી જે હોય તે કાકા પણ ભૂલ તો જયદીપે કરી જ,હુ તેને માફ તો નહી જ કરુ.એ જતી રહી.
(મહેક રસ્તામાં વિચારવા લાગી. આખરે શુ એવી હકીકત છે કે જયદીપે મને આવુ કર્યુ.? આખરે શુ થઇ પડ્યુ કે મારા સાથે જડ જેવુ વલણ અપનાવ્યુ? આખરે શુ જયદીપ? શુ?મહેક કાલ 10 વાગ્યાની રાહ જોવા લાગી,એ હકીકત જાણવા માટે બેતાબ થઇ ગય.)