યે રિશ્તા તેરા-મેરા-15 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા-મેરા-15

યે રિશ્તા તેરા મેરા-15

અંશે મહેકનો હાથ પકડયોને બંન્ને લિપિમાં ગોઠવાયા.અહીં પણ મહેક ત્રીજા માળ પર રહે છે.મહેક બોલી ડી ની સફર બોવ જ કઠિન રહી.

અંશ મો બગાડતા બોલ્યો જી...પણ એક સંતોષ થયો. એક દીકરીને પિતા મળી ગાયોને એક પત્નીને પતિ મળી ગયો.

મહેક અંશને પોતાના તરફ ખેંચતા બોલીને મને તું મળી ગયો.

લીપમાંથી બહાર આવી બન્ને પોતાની ઘર તરફ આવ્યાને લોક ખોલી અંદર આવ્યા.

મહેક ફ્રીજમાંથી પાણી લઈ આવીને બોલી આજ તો જમવાનું ઘેર જ.થાકી ગયા.બહારનું જમીને.

અંશ મહેકને ટેકો દઈ સોફા પર બેસી બોલ્યો ok.... તો આજે શું જમાડે છે?

મહેક બોલી હમમ તું કહે એ જ.

બોલ અવની...

અવની બોલી અંશ આજનો દિવસ સરસ રહ્યો.

અરે યાર...છોડ તો....શરૂ કોલમાં જ અંશ બોલ્યો મહેકને.

સોરી અવની.અમારે પણ...મહેક ગલીગલી થાય છે છોડ.

મહેક બોલી પણ કશુંક ચોટયું છે.

ભલે હું એ ઉખાડું છું.છોડ છોડ....અંશ જોરદાર હસવા લાગ્યો.સામે છેડે અવની બધું સાંભળી રહી.

અંશ બોલ્યો અવની હવે ડી નું કામ પૂરું. હું કાલે હોસ્પિટલ આવીશ કે નહી એ કાલે જ કહીશ.કદાચ વૃંદાવન જવાનું થાય.

અવની દબાતા અવાજમાં બોલી તું ચિંતા ન કરતો ok.

ok bye....

અંશ બોલ્યો હવે બોલ.મારો કોલ શરૂ હતોને મંડી પડી.

મહેક હસીને બોલી yes....

જમીને થોડીવાર ફ્લેટની અગાશીમાંઆંટો મારવા ગયા...

મહેકે ઉંડો શ્વાસ લીધો.બન્ને હાથે અદબવાળી બોલી વાતાવરણ શાંત અને ઠંડુ છે.

નજર પહોંચે ત્યાં સુધી ન્યુ ગોલ્ડન સિટીના ઘરો તેમજ ફ્લેટ દેખાય રહ્યા છે.દૂર-દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી લાઈટો ઘરમાં શરૂ છે.રસ્તા પર વાહનો જઇ રહ્યા છે.લોકો કામ પરથી પરત વળી રહ્યા છે.

વાદળો પોતાની મંઝીલે પહોંચવા દોડી રહ્યા છે.સુંદર ચમકતો ચાંદો આકાશમાં રોશની ફેલાવી રહ્યો છે.ટમટમતા તારલા જાણે બે યુવાન દિલને એકબીજાને ભેટી પડવાનું સૂચન મન હી મન આપી રહ્યા છે.

કોમળતા હદયમાં વ્યાપી રહી છે.અગાશીની દીવાલ પર મહેક બંને હાથ રાખીને ઉભી છે.તેના હાથ પર હાથ મુક્ત અંશ બોલ્યો હમમ...વાતાવરણ શાંત અને ઠંડુ છે.

સરસ વાતાવરણ છે ને તેમાં મારી પ્રેમીકાનો સાથને કોમળ સ્પર્શ છે.મહેકે આછું સ્મિત આપ્યું.બંનેને આજ તેના કરેલા કામની સફળતાથી મન,વિચારોને દિલ શાંત છે.ઘણા સમય પછી એક આવી પ્રેમાળ રાત્રિ આવી.

આકાશ તેના રંગો રેલાવી રહ્યો છે.કોઈ આસમાની વાદળ છે તો કોઈ એકાદ કાળું,તો કોઈ સફેદ સસલાં જેવું સુંદર રૂપાળુંને નમણું. કોઈનો આકાર સુંદર તો કોઈ ઘાટઘુંટ વગરના વાદળ છે.

ધીમે ધીમે રાત્રિ એ પોતાનો અસલ અંધકાર પકડી લીધો.....

★★★

સુર્યોદય થયો.....

વાતાવરણમા શાંતિ છવાયેલી છે.મહેકને અંશ બિલકુલ ઠિક છે.હવે,અંશે મહેકને કહ્યુ;

અંશ બોલ્યો મહેક...

મહેક બોલી બોલોને

અંશ બોલ્યો વૃંદાવન જઇ આવીએ.

મહેક બોલી હમમ.મમ્મી-પાપાની યાદ આવે છે.મિતની પણ.

અંશ બગાસું ખાતા બોલ્યો જી મને પણ.

મહેક બોલી મિસ્ટર તો હુ જવા માટે તૈયારી કરુ છુ.હવે ઉભો થા ને અવનીને મળી પાછો આવ... .મેનેજમેન્ટ કરીને.હું મારા સર ને કોલ કરી જાણ કરી દઉં છું.

અંશ ઉભો થયો આળસ મરડી બોલ્યો હા.

મહેકને એક સોફ્ટ કિસ કરી...

મહેક બોલી મે જવા માટે કહ્યુ રોકાવા હરગીઝ નહી.

અંશ મહેકના વાળને સરખા કરતા બોલ્યો એમ પણ હવે દૂર જવા કેટલા દિવસ કહીશ? આગળ બોલ્યો

આજે સુર્ય જાણે તેના સોનેરી કિરણ મારા અંગે અંગમા તારા સ્પર્શનો એહસાસ જગાવે છે.

મહેક શરમાયને અંશને બાહોમા લે છે.બે યુવાન હૈયા સવાર-સવારમા એકબીજાની લાગણીને માન આપી રહ્યા.અંશ મહેકને ચુમતો રહ્યો ગાલ,હોઠ,કપાળ,હાથ અને દિલ પરને મહેક આ વરસાદમા સતત તરબતર નિતરતી રહી.

મહેક ધીમેથી બોલી અંશ આપણે જવાનુ છે તો તુ હોસ્પિટલ....

અંશ ધીમેથી હમમમ, પછી

મહેક હલકો ધક્કો મારતા બોલી હવે તો છોડ...

અંશ થોડું જોરથી બોલ્યો જા....છોડી દીધી.મહેકને ધીમેથી ધક્કો માર્યો.

મહેકે અંશના હાથના બાવડા પકડી બોલી ચલ રીસાવાનુ બંદ કરીને....અંશને પોતાની બાહોમા લઇ લીધો પછી બોલી પાગલ છે તુ. તુ શુ સમજે છે? હુ તારા વગર તારાથી દુર....રહી શકુ છુ? બિલકુલ નહી.

જો આ દિલ તારા માટેને તારા સ્પર્શ માટે જ ધડકે છે.તડપે છે.સતતને સતત તારો જ સ્પર્શ ચાહે છે.બસ,થોડુ પાગલ છે,તને રોકવાની નાકામ કોશીશ કરે છે.

અંશ હસીને બોલ્યો તો હુ જાવ.

મહેક બોલી હમમમ્

અંશ વિચારતા બોલ્યો ના સમજુ કે હા.

મહેક હસતા-હસતા બોલી તને ઇચ્છા થાય તે!

અંશ પોતાના દિલ પર હાથ રાખી બોલ્યો દિલ ‘ના’ કહે છે.પણ વાત તો મનની જ સાંભળવી પડશે.

મહેક બોલી જી.જઇ આવ.હુ તૈયારી કરી લઉં.

અંશ જતો રહે છે.મહેક તૈયારી કરવામા જ વળગી જાય છે.

ડૉ.અંશ હોસ્પિટલ પહોચીને એક વીકનુ તમામ આયોજન "અવનીને" કહે છે.તમામ જવાબદારી અવનીને સોપે છે.આ બાજુ મહેક તમામ તૈયારી કરી દે છે.મહેક "લાલ ગાઉન ડ્રેસમા" મનમોહક અદામાં અતિશય સેક્સી લાગી રહી છે.

અંશે બ્લેક શર્ટને ગ્રે કલરનુ પેંટ પહેર્યુ છે.અંશ કામ પતાવીને ઘેર પહોચે છે ને આ મનમોહક કામીનીને જોયને તરત જ પોતાની બાહોમા લઇ લે છે.

અંશ બોલ્યો માય સ્વીટ હાર્ટ કિસ કરીને.આ અદા તો "મારી નાખવાની" જ છે.

મહેક આનાકાની કરતા બોલી બિલકુલ નહી "ઘાયલ" કરવાની છે આ અદા.

અંશે આછુ સ્માઇલ આપ્યુ.બંને વૃંદાવન જવા નીકળ્યા.રેલ્વે સ્ટેશન આવ્યા.વૃંદાવન સુધીની ટ્રેનમા ભીડ ઓછી રહે એટલે ત્યા જગા માટે ઝપાઝપી કરાવાનો કોઇ સવાલ જ ન રહેતો.

અંશે ટીકીટ લીધીને બંને ટ્રેનની રાહ જોવા લાગ્યા,કેટલાય લુખ્ખા મહેકને તાકી રહ્યાને કેટલાયને તો તેને જાણે ઉંચકી લેવી જ હોય એવા ભાવ પણ થવા લાગ્યા.મહેક કોઇ સામે જોયા વગર નીચે તાકીને ઉભી રહી.

અંશ બોલ્યો મહેક આ બધા તારી અદાના "કાયલ" થવા લાગ્યા.તે લોકોને શુ ખબર હજુ સુધી મારો ચાંસ નથી લાગ્યો તો એનો ક્યાથી લાગશે?  અંશ હસતા હસતા બોલ્યો.

[મહેકે અંશને પ્રેમથી એક મારી ત્યાજ વૃંદાવનની ગાડીની વ્હીસલ વાગી.ગાડી આવીને ઉભી રહીને મહેક અંશ દસ ડ્બ્બાવાળી ગાડીના ત્રીજા ડબ્બામાં  ચડ્યા.આ ડબ્બામા માત્ર બે કપલ દૂર-દૂર બેઠેલાને આ ત્રીજુ કપલ ચડ્યુ.આ કપલ એ બે કપલને છોડીને પાછળ જતુ રહ્યુ.

મહેકને અંશે સામાન નીચે રાખ્યોને બંને સામસામેની વિંડો સીટ પર બેઠા.અંશ મહેકને વારે વારે કાતિલ નજરથી જુએ ને મહેક શરમાયને નીચે જોય જાય.મહેક થોડુ ઉંચુ જોયને બારીની બહારના કુદરતના સૌંદર્યને માણવાની કોશીશ કરે કે અંશ મહેક સામે એક નજર કરીને તેને પાણી-પાણી કરી દે.

મહેકને તો જાણે એવો એહસાસ થાય કે મહેકને અંશે બાહોમા લઇ લીધીને તેને ચુમવાની કોશીશ કરી રહ્યો.મહેકના શરીરમા એટલી આગ લાગે કે અસહ્ય બની જાય.

મહેકે બારી પર હાથ મુક્યો એ જ ક્ષણે અંશે મહેકના હાથ પર હાથ મુક્યો.મહેકના શરીરમા તો આગ લાગી ગઇ.તે ઉભી થઇને તરત જ અંશની બાહોમા ભરાય ગઇ.અંશને જોરથી પકડ્યો.અંશે પણ મહેકને જોરથી પોતાના તરફ દબાવીને પોતાની છાતી સાથે મહેકને દાબી.મહેકના મોંમાથી આહ...નીકળી ગયુ.

અંશ બોલ્યો એય....બસ...કંટ્રોલ.....મહેકે તેની મોટી પાંપણ જુકાવી.....

મહેક બોલી હમમમ. All is well

અંશે મહેકને બાજુમા બેસાડી જો મહેક મો...ર...

મહેક આમતેમ નજર ફેરવતા બોલી ક્યા?

અંશ બોલ્યો મહેક આઇ લવ યુ.

આઇ લવ યુ.

મહેક ...અંશ ધીમેથી બોલ્યો.

મહેક બોલી હમમ.

અંશ બોલ્યો આ પાગલ દિલને તારુ એકાંત સતાવે છે.

મહેક ધીરેથી બોલી ;કેટલુ?

 

અંશ થોડું શરમાઈને બોલ્યો એક થવાય એટલુ.[મહેક શરમાય ગઇને નીચે જોઇ ગઇ]

અંશ સ્વસ્થ થઈ ગર્વથી બોલ્યો હુ રાહ જોઇશ.એ સમયની. મને મારી મર્યાદાનું સંપૂર્ણ ભાન છે.

મહેક બોલી હમમ, અંશ.

અંશ બોલ્યો બોલ

મહેક બોલી નીરાબાપુનો રાજમહેલ  ન હોત તો....

અંશ વચ્ચે જ બોલ્યો તો મારી મહેક મને ક્યારેય પાછી ન........પણ નસીબ છે મારા.

મહેકના બંને ગાલ પર હાથમૂકી , માથા સાથે માથુ અટકાવી બોલ્યો તુ મળી ગઇ.

મહેક બોલી આપણે ત્યા જતુ આવવું  જોયે, ઉપકાર ભુલી ન જવો જોયે.

અંશે મહેકની વાતને ટેકો આપ્યો જી કરેક્ટ! ! ! ટીકીટ વૃંદાવનની હોવા છતાય બંને સુવર્ણનગર ઉતરી ગયા.ત્યાથી રીક્ષા કરીને નીરાબાપુના રાજમહેલ પર ગયા.એ  રાજમહેલનો વૈભવ જોઇને મહેક તો આહને વાહ કરવા લાગી...

મહેક બોલી વાઉ!!! અંશ વાહ....કેટલો  મસ્ત છે નહી?

અંશ બોલ્યો હા,રાજા છે વૈભવ તો હોવાનો જ.

દરવાજાની બંને બાજુ હાથી સુંઢ ઉંચી કરીને ઉભાને વચ્ચે કમળ.એવું દૃશ્ય સિમેંટથી બનાવેલુને વચ્ચે લોખંડનો રજવાડી દરવાજો.અંદર આવતા જ ફૂલછોડ બંને બાજુને વચ્ચે રસ્તો.

રસ્તો ફૂલોની સુંગધથી મધમધી રહ્યો.બંને બાજુ જગા ફૂલછોડને લોન અને મસ્ત-મસ્ત,અલગ-અલગ આકારના બનાવેલા કમર સુધી ઉંચા કુંડા.તેમા પાણીને પાણીમા ગુલાબની પાંખડી ત્યાજ સામેથી કાજલબા આવે છે તે મહેકને જોઈ દોડીને મહેકને ભેટી પડ્યા.

કાજલબા બોલ્યા hi

મહેક બોલી hi

 

કાજલબા અંશ સામે જોઈ વિચારીને બોલ્યા અંશ રાઇટ?

અંશ બોલ્યો જી,નાઇસ ટુ મીટ યુ.

કાજલ બોલી સેમ ટુ યુ. આવ અંદર..આવ....

[કાકા સામાન અંદર લઇ આવો]

[આ તો રાજમહેલ વૈભવને ઠાઠ જ અલગ.ચાર ગામનો વહીવટ હજુય નીરાબાપુ સંભાળે પોલીસની જરુર ન પડતી.બાપુનુ નામ પડતા તો ચોર પણ કંપવા લાગે.]

મહેક સુક્ષ્મ નજરથી પહેલોં રૂમ જોવા લાગી.તે રૂમની કોતરણીને સ્વચ્છતા જોઇ નવાઇ પામી ગઇ.

કાજલબા બોલ્યા મહેક તને આખોય રાજમહેલ બતાવીશ.તુ રોકાઇ જા.

મહેક ઉત્સુકતાથી બોલી ઇચ્છા તો મને પણ છે, પણ આજે હુ સોફા પર બેસતા બોલી વૃંદાવન જાવ છુ.પૂર પછી પહેલીવાર તો...

કાજલબા બોલ્યા હુ તને નહી રોકુ....તારા મમ્મી-પાપાનો હક મારા કરતા પહેલા.મહેકનો હાથ પકડીને બોલ્યા.ત્યાં જ ભગીરથ સિંહ આવ્યા.

ભગીરથસિંહ ;કેમ છે દીદી? કેમ છે ડૉ.સાહેબ?

મીના માસી કામવાળા એ પાણી આપ્યુ

મહેક બોલી મજામા

અંશ હાથ મેળવતા બોલ્યો ફાઇન.

મહેક બોલી ને  તુ?

ભગીરથસિંહ બોલ્યા ફાઇન,બસ ઘેર છુ.

મહેક બોલી કોલેજ?

નીરાબાપૂ આવી જાય છે એ વાતની વચ્ચે જ બોલ્યા મહેક,કોલેજ એ જશે તો આ હવેલી કોણ સંભાળશે?

[બધા હસી પડ્યાને નીરાબાપૂનુ સ્વાગત ઉભા થઇને મહેક-અંશ કરે છે.મીનામાસી ચા,નાસ્તો લાવ્યા]

મહેક બોલી કાજલબા આવુ ન હોય!

બાપુ બોલ્યા આવુ જ હોય!

કાજલબા બોલ્યા લો અંશભાઇ નાસ્તો.

અંશ બોલ્યો.ઓહો.

બાપૂ જીદ કરતા બોલ્યા ખાવ ડૉ.સાહેબ ખાવ.તમારે ક્યા પૈસાની દવા લેવા જવાની છે.?

મહેકને કાજલ હસવા લાગ્યા.

ભગીરથસિંહ બોલ્યા ઓહો,સાહેબ ખાવ ખાવ અમે મફત દવા લેવા નહી આવીયે હો.

અંશ હસતા હસતા બોલ્યા ;ભગીરથ...

કાજલબા બોલ્યા;મહેક કેમ ચાલે છે? તારે શાંતિને?

મહેકને અંશ સાથે વિતાવેલી ઘરની અને ટ્રેનની યાદ આવે છે એ ખુશ થતા બોલી એકદમ હો!

બાપૂ બોલ્યા પૈસા જ ભેગા કરવા તેને શાંતિ જ હોય ને!

કાજલબા બોલ્યા એ વાત સાચી પાપા.

મહેક વાતનો વિરોધ કરતા બોલી એવુ કશુ નથી, માણસ શાંતિ મેળવવા પણ  ભાગે છે.પણ જો તેની અંદર નહીં હોય તો ક્યાંય નહીં મળે.પૈસાથી પણ નહીં.

કાજલબા બોલ્યા એ પણ સાચુ.

બાપૂ બોલ્યા પણ પૈસા જ વેઠ કરાવે છે.

ભગીરથ સિંહ બોલ્યાં હુ હમણા આવુ કહીને જતો રહે છે.

નાસ્તો કરીને મહેકને કાજલબા પાછળ બગીચામા જાય છે.બંન્ને બગીચામા વિહરતા-વિહરતા વાતો કરે છે.

મહેક બોલી કાજલબા મારે તારા આ રજવાડી બગીચામાંથી મારા "ન્યુગોલ્ડેનસીટીમા" આ ફૂલછોડ લઇ જવા છે.

કાજલબા હસીને ચોક્કસ.

મહેક બોલી જી બપોર થઇ ગઇ છે.

બાપૂ જમવાનુ બનાવવા માટે કહી દે છે.મહેકને અંશને રોકી રાખે છે.

અંશ થોડો ગભરાતા બોલ્યો બાપૂ મારે લેટ થઇ જશે.

બાપૂ હુકમ કરતા બોલ્યા લેટ-ફેટ થયા કરે આવ્યા છો તો બાપૂની મહેમાનગતિ માણીને જ જાવ.

[બાપૂ એકદમ વિચારમા પડી જાય છે.તે સતત કશુક નિરિક્ષણ કરતા હોય છે.તેવુ સતતને સતત અંશને ફીલ થાય છે.તે કશુ બોલતો નથી ચુપ જ રહે છે.]

મહેકને કાજલ બગીચામાથી આવે છે.

મહેક બોલી ચલો બાપૂ આવજો,અંશ સામે જોયુ.

અંશ નિરાશ થઈ બોલ્યો બાપૂ એ જમવા માટે જિદ...

મહેક ચિંતા કરતી બોલી પણ....

બાપૂ બોલ્યા મહેક બે કલાક આમ કે તેમ..

[જાણે કશુક શોધી રહ્યા હોય એવા ભાવ બાપૂના ચહેરા પર આવી જાય છે]

કાજલબા ખુશ થતા બોલ્યા ચલ,મહેક હુ તને બધુ જ બતાવુ છુ.

[બંને વાતો કરતા-કરતા પહેલા માળે પહોચ્યા]

કાજલબા મહેકને માહિતી આપતા બોલ્યા આ અમારા પુર્વજો જેમણે અસલ રાજાશાહી ભોગવી જેમ અમે ભોગવી એ તેમ નહી સાચી !! રાજાશાહી.ત્યારે લોકશાહી નહોતી.

મહેકે ઓરડાની ચારે દિવાલ પર નજર નાખી મોટી-મોટી તસવીરોથી સજાવેલો છે,બીજા ઓરડામા અસલ રાજાશાહી જ્યા પહેરેદારો સૈનિકો ભાલા લઇને ઉભા હોય,રાજદરબાર જ્યા રાજા સિંહાસન પર બેસીને નિર્ણય કરતા હોય,વચ્ચે લાલજાજમ બંન્ને બાજુ પ્રધાન,મંત્રીગણની ખુરશી.

મહેક આ બધું જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગઈ.બોલી.માય ગોડ,

કાજલબા બોલ્યા શુ થયુ?

મહેક બોલી અરે! મારા વૃંદાવનના લોકો વાતો કરે છે એવુ જ બધુ છે અહીં કાજલબા.પહેલા ઓરડામા રાજાની મોટી-મોટી તસવીરને પછી રાજદરબાર.

કાજલબા બોલ્યા જી...ને આ રાજાનુ સિંહાસન.

[મહેકને કાજલબા લાલજાજમ બંન્ને બાજુ ખુરશીને સિંહાસન તરફ સીધા ચાલે છે,ત્યા સુધી પહોચી જાય છે ને મહેક રાજાના સિંહાસનને હાથથી સ્પર્શ કરે છે.

[ઘડીભર તેના પર બેસીને પોતે રાજકુમારીના વેશમા પોતાની પ્રજા વચ્ચે બેસીને ગામનો કોઇ પ્રશ્ન સોલ્વ કરતી હોય છે..એવું દીવાસ્વપ્ન આવે છે...

રાજકુમારી મહેક બોલી આ માણસ જુઠ બોલે છે તેને કેદ કરી દો.

માણસ બોલ્યો ના રાજકુમારી તમે પૂછતાછ કરાવો આ સોનાનો હાર મે જ સોની પાસે બનાવેલો છે,મારી વાતને સાંભળૉ.

રાજકુમારી મહેક બોલી જી,સૈનિકો!રાજદરબારમા એ સોનીને પેશ કરોસોની આવ્યો.

સોની બોલ્યો જી....રાજકુમારી

રાજકુમારી મહેક બોલી આ સોનાનો હાર કોણે બનાવડાવ્યો?

સોની બોલ્યોજી..રાજકુમારી આ માણસે.

રાજકુમારી મહેક બોલી આ માણસ સાચો છે ને પેલા માણસને કેદ ખાનામા નાખો. પેલો માણસ રાજકુમારીની જય, રાજકુમારી મહેકની જય કહીને હાર લઇને જતો રહે છે.

 

કાજલબા બોલ્યા મહેક- મહેક વિચારમાથી બહાર આવે છે;બોલ.

[તે જોવા લાગે છે,ઉપર નજર કરતા મોટા-મોટા જુમ્મર લટકતા હોય છે.તેની આંખો એ ચમક જોયને અંજાય છે.મહેક સિંહાસનની બાજુમા પડેલા બે મોટા પંખાને હલાવી જુએ છે.રાજાને પગ રાખવા માટે સોનાનો બાજઠને તેના પર વાઘના ચર્મની આકૃતિ સોનાની કોતરેલી છે.]

મહેક જોતા-જોતા બોલી ભવ્ય અતિભવ્ય.કાજલબા આ તો અસલ સિંહાસન.એમ બોલતા બોલતા ત્રણ પગથિયા ઉતરીને લાલજામ પર આવી.બંન્ને બાજુ નાના સિંહાસનની હાર છે,તે ચાંદીના બનેલા છે ને અલગ-અલગ પશુની કોતરણીવાળા છે.

આ નાના સિંહાસનની ત્રણબાજુ તકિયા પણ લગાવેલા છે.વાહ...વાહ...કાજલબા.તે મને આ રાજદરબારના દર્શન કરાવીને ધન્ય કરી દીધી.આમ બોલતા એ ચાંદીના સિંહાસન પર બેસી ગઇ.બાજુમા મોબાઇલ મુક્યોને કાજલને બંન્ને અલક-મલકની રાજાશાહીની વાતો કરવા લાગ્યા.ત્યા 30 મિનિટ પછી રેવા આવી...

રેવા બોલી કાજલદીદી,જમવાનુ તૈયાર છે.બાપૂ એ આપને પધારવાનો આદેશ કર્યો છે.

કાજલબા બોલ્યા જી....

[બંન્ને જાય છે.કાજલબા રસ્તામા ફરીવાર આવે ત્યારે બીજી બધી રાજાશાહીની વસ્તુ બતાવવા માટે મહેકને કહે છે.બંને જમવા માટે પહોચે છે ને હાથ સાફ કરીને જમવા માટે બેસે છે.

કોતરણીવાળુ ડાઇનીંગ ટેબલ,લાકડાનુ બનેલુ છે ને કોતરણીથી કંડારેલુ છે.ખુરશી પણ લાકડામાથી મસ્ત કોતરણી કરીને બનાવેલી છે.મહેકને આ બધુ જોવાની જાણવાની ખૂબ જ મજા આવીને અંશને પણ ખબર જ છે કે એકવાર સુવર્ણનગરનો રાજમહેલ જોવાની મહેકની ઇચ્છા છે એ પણ ખબર પણ કોણ જાણે અંશને આવ્યા ત્યારથી અહીંથી જતુ જ રહેવાની ઇચ્છા થાય છે.તે જમવા પણ નથી ઇચ્છતો.

રેવા,રીટા,સોનલ પ્રેમથી પીરસતા બધાને પ્રેમથી જમાડે છે ને મહેક-અંશને મુખવાસ આપી બંનેને વિદાય આપે છે.

કાજલબા બોલ્યા મહેક ફરીવાર આવવાનુ છે હો પ્લીઝ એકવાર.

અંશ મનમાં વિચારી રહ્યો.હવે અડધીવાર પણ નહી જ નહી.

 

નીરાબાપૂ બોલ્યા આવજો.

અંશ બોલ્યો આવજોઆરતીમાસીબા.

કાજલબાના મમ્મી આરતીબા આવજો

મહેક બોલી આવજો આરતીમાસીબા

[બંનેને સામાન સાથે સ્ટેશન સુધી બાપૂની ફોરવ્હીલ મૂકીને જતી રહે છે.

ટ્રેનનો સમય 5:30.બંને ઉભા છે.નીરાબાપૂની જ વાતો કરે છે.5:05 મહેકને તેનો મોબાઇલ યાદ આવ્યો.]

મહેક ચિંતા કરતી બોલી ઓહ નો.

અંશ પણ ગભરાયો એ બોલ્યો શુ થયુ?

મહેક બોલી મારો મોબાઇલ રાજદરબારની ખુરશીમા જ રહી ગયો.

અંશ બોલ્યો હુ જાવ છુ.

મહેક બોલી ના, આ જગા વૃક્ષોવાળીને સુમસામ છે તેના કરતા ગામ બાજુ રાજમહેલ હુ જાવ છુ.હું અહીં એકલી કેમ રહું?આટલો બધો સામાન લઈ પાછું બન્ને ને પણ કેમ જવું?

અંશને મુંજવણ થવા લાગી.એ ગભરાતો બોલ્યો ઓકે.

[મહેક જાય છે,થોડીવાર ચાલે છે તો થોડીવાર દોડે છે.એકવાર તો પડી પણ જાય છે.પણ પહોચી જાય છે.રાજદરબારના દરવાજા પાસે ઉભેલા સેવકને પોતાનો મોબાઇલ ફટાફટ લઇ આપવા કહે છે.5:15 થઇ ગઇ]

માણસ જાય છે,મહેક ઉતાવળમા બોલવા લાગી ફટાફટ આવે તો સારુ માણસ.ટ્રેન ચુકી જવાશે,ઓહ ગોડ કેવી ભૂલ થઇ ગઇ!!! એ ત્યાં જ આમતેમ બબડતી આંટા મારવા લાગી

બીજો માણસ બોલ્યો રાજદરબારમા જતા પે’લા પરવાનગી લેવી પડે મેડમ.આમ તેમ ઘુસી ન જવાય.આ તમારું  ઘર નથી.આ નીરાબાપૂનો રાજમહેલ છે.મહેક ઉંચાનીચી થઇને વારંવાર જોવા લાગે તો ક્યારેક ઘડિયાર સામે જોવા લાગે ને પેલો માણસ આવતો દેખાતા તેના ચહેરા પર સ્મિત આવી જાય છે.

તે તરત જ ઘડિયારમા જોતા 5;22 થઇ જતા તે માણસ આવ્યોને બોલ્યો મેડમ "જમણી સાઇડથી" જશો તો બે મિનિટ વહેલા પહોચશો.અહીં જમણી બાજુ અંશ મહેકને આવવાની રાહ જોય રહ્યો.

એ પણ ઉંચાનીચો થવા લાગ્યો તો ક્યારેક ક્યારેક તે જમણી બાજુ થોડુ અંદર ચાલી પણ જતો કે મહેક દૂર સુધી દેખાય છે કે નહી.હમણા ટ્રેન આવી જશેને જતી પણ રહેશે.5;22થઇ ગઇ............પાછો થોડૉ અંદર ચાલ્યો,સામાન છોડીને હવે તે થોડો વધારે અંદર ચાલ્યો.5;25 ટ્રેન આવીને ઉભી રહી.

લોકો નીચે ઉતરીને જવા લાગ્યા.રેલવે સ્ટેશનથી જમણી બાજુથી લોકો ગામમા જવા લાગ્યા.જે લોકો નગરમા જાય તે રેલવે સ્ટેશનથી જમણી બાજુથી જ જાય છે.મહેક મહેલથી જમણી બાજુ ચાલી તેને લોકો ‘રેડ લાઇટ’ કહે છે.5;30 ટ્રેન જતી રહી.મહેક હજુય ન આવી.

અંશ ગભરાતો બોલ્યો એ ભાઇ!!! [એ ઉભા રહે છે] કોઇ છોકરી સામે મળે તો કહેજો જલ્દી જાય તેણે લાલ ડ્રેસ પહેરેલો છે.

અંશે 4-5 માણસોને કહ્યુ.આ પાંચમા માણસે ચોખવટ કરી.....

માણસ ચોખવટ કરતા બોલ્યો જો ભાઇ,જો એ છોકરી ‘’રેડ લાઇટ’’ મા ગઇ તો પુરુ,તમે 4-5ને કહ્યુ મને લાગે તમે ક્યારનાય રાહ  જુઓ છો.

અંશ બોલ્યો જી-જી પણ એ શુ રેડ લાઈટ?

માણસ બોલ્યો એ ભાઈ કઈ દુનિયામાં છો.આજુબાજુના ગામના છોકરા પણ જાણે છે આ રેડ લાઈટ શુ છે?

‘’રેડ લાઇટ’’ એ જુની હવેલીનો રસ્તો છે.રાજમહેલથી જમણી બાજુનો રસ્તો ‘’રેડ લાઇટ’’ તરીકે ઓળખાય છે.સુવર્ણનગરના લોકો ધોળા દિવસે પણ એ રસ્તાનો ઉપયોગ નથી કરતા.

અંશ હવે ગભરાયો,હદયના ધબકારા વધ્યા તેણે બધું સાંભળેલું પણ આજ હકીકત બનશે એ નહોતી ખબર બોલ્યો ;કેમ?

માણસ બોલ્યો સાહેબ,જુના વખતની એ રાજાશાહી હવેલીમા ભુતપ્રેત,આત્મા,ડાકણ,રાક્ષસ વગેરેનુ રહેણાંક સ્થાન છે.આ હવેલી એ 25 વર્ષથી 500 માણસોનો ભોગ લીધો છે.આથી જ રાજમહેલથી જમણી બાજુ કોઇ ચાલતુ નથી.