Vishv itihasna mahantam sarsenapatio books and stories free download online pdf in Gujarati

વિશ્વ ઈતિહાસનાં મહાનતમ સરસેનાપતિઓ

હરિસિંહ નલવા માટે આ એક ખુબજ મોટી સિદ્ધી છે. ભારત વર્ષમાં આપણે તેમને એક મહાન સરસેનાપતિ તરીકે કોઈ પણ ક્રમાંકે સ્થાન ન આપ્યું. પરંતુ વૈશ્વિક ઈતિહાસકારો એ તેમને પ્રથમ સ્થાને બિરાજમાન કરી તેમની નોંધ લીધી છે..... આગળ વાંચો....................

વિશ્વ ઈતિહાસનાં મહાનતમ વિજેતાઓ

પ્રથમ ક્રમાંકે કોણ છે? જરા કલ્પના તો કરી જુઓ.

માનવજાતીનાં ઈતિહાસનાં શિલ્પને, મહાયુદ્ધોનાં પરિણામોએ કંડાર્યું છે. પુર્વાપરના સમયથી વર્તમાન સમય સુધી સેનાધીપતિઓનાં વેધક આદેશો અને સૈનિકોની તલવારોની ધારો થી સંસ્કૃતિઓની દિશા અને દશા નક્કી થઇ છે.

આવો આજે મારી સાથે જોડાઓ વિશ્વનાં ઈતિહાસ ને શોભાવનાર મહાનતમ લશ્કરી સેનાધીપતિઓની યાદીનાં કાઉન્ટડાઉનમા અહીં આપણે મળીશું ટોપ 10 વિશ્વ વિજેતાઓ ને.

10. તૈમુરલંગ

મહાનતમ વિજેતાઓની યાદીમાં 10માં સ્થાને છે તૈમુર 14મી સદીનો તુર્ક શાસક જે તૈમુરલંગ તરીકે પણ ઓખાય છે. તૈમુરે ચંઘેઝ ખાન નાં મોંગોલ સામ્રાજ્ય ને પુનઃ સ્થાપિત કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી. તૈમુર એક દુર્દૈવ લશ્કરી વડો હતો. તેણે પશ્ચિમ, દક્ષીણ અને મધ્ય એશિયાનાં મોટા ભાગ પર પોતાની વિજય પતાકા લહેરાવી અને પોતાને મુસ્લિમ વિશ્વનાં સૌથી શક્તિશાળી શાસક તરીકે સ્થાપિત કર્યો. તૈમૂરીદ રાજવંશનાં સ્થાપકની સેનાએ સમગ્ર એશિયા ખંડમાં કાળો કેર મચાવ્યો હતો ઇતિહાસકારોનો અંદાજ છે કે આ બર્બર શાસકની લશ્કરી ઝુંબેશ દરમિયાન 17૦ લાખ લોકોને તેના લશ્કરે રહેંસી નાખ્યા.

9. હેન્નીબાલ બાર્કા

ઈતિહાસ તેને આપણે હેન્નીબાલ તરીકે પણ ઓળખે છે. રોમનો સામે તેના ઐતિહાસિક યુદ્ધ વિજયો થકી આ યાદીમાં તેમણે નંબર નવનું સ્થાન મેળવ્યું છે. હકીકતમાં હેન્નીબાલને રોમન સામ્રાજ્યનાં મહાનતમ શત્રુ માનવામાં આવે છે. તેમણે બીજા પ્યુનિક યુદ્ધમાં રોમનો સામે કાર્થેજિનિયન દળોની આગેવાની લીધેલી.

ઇસુ ખ્રિસ્તનાં જન્મ નાં 200 વર્ષ પહેલા જન્મેલા હેન્નીબાલને આજે પણ આલ્પ્સની પર્વતમાળાઓની આર પાર હાથીઓની તેણે કરાવેલી કૂચ માટે યાદ કરવામાં આવે છે. લશ્કરી વિદ્યાલયોનાં ઈતિહાસમાં તેમની ગણના, યુદ્ધ દાવપેચમાં માહેર કુશળ સેનાનાયક તરીકે કરવામાં આવે છે. પ્રમાણમાં ઘણી નાની અને અસજ્જ સેના સાથે તેઓ રોમનો સામે લડાઈઓ લડ્યા અને સતત જીતતા રહ્યા.

8. નેપોલિયન બોનાપાર્ટ

સમયનાં ચક્ર ને 2000 વર્ષ આગળ ધપાવતા આપણી રૂબરૂ થઇ રહ્યા છે. વિશ્વ ઈતિહાસનાં મહાનતમ વિજેતાઓની યાદીમાં 8માં સ્થાને નિર્વિવાદ પણે બિરાજતા નેપોલિયન બોનાપાર્ટ. માત્ર સાડા પાંચ ફૂટની ઊંચાઈનાં નેપોલિયન કદ્દાવર શરીર નહોતા ધરાવતા પરંતુ તેઓ અદ્વૈત યુદ્ધ-કૌશલ્યનાં સ્વામી કહેવાયા છે.

પોતાનાં જીવનકાળ 1769 થી 1821 દરમિયાન નેપોલિયન યુરોપીય યુદ્ધોમાં એક બળવત્તર સેનાનાયક તરીકે ઉભરી આવ્યા. સર્વપ્રથમ સરસેનાપતિ બાદમાં ફ્રાંસનાં સમ્રાટ અને ઇટાલીનાં શાસક, નેપોલિયને બે દશક સુધી પોતાના સૈન્ય નું યુરોપીય ખંડની ચોતરફ યુદ્ધોમાં નેતૃત્વ કર્યું, અગણિત યુદ્ધોમાં વિખ્યાત વિજયો મેળવ્યા. એક સમયે આ ટૂંકા કદનો વ્યક્તિ 700 લાખ કરતાં પણ વધુ લોકો પર શાસન કરતો હતો.

7. ફ્રાન્સિસ્કો પીઝાર્રો (1471-1541)

આ યાદીમાં સાતમુ નામ છે, ફ્રાન્સિસ્કો પીઝાર્રો, એક સ્પેનિશ વિજેતા. દક્ષીણ અમેરિકાની મોટા ભાગની ધરતી પર સ્પેઇનનું શાસન પ્રસર્યું તેને માટે ઈતિહાસનાં પુસ્તકોમાં હેરમાન કોર્ટેસ વિષે ઘણું લખાયું છે. પરંતુ હકીકતમાં પીઝાર્રોનું યોગદાન વધુ નોંધપાત્ર રહ્યું છે.

એટલાન્ટીકની આર-પાર તેણે ત્રણ અભિયાનોનું નેતૃત્વ કર્યું ત્રીજી વખત તો તેણે માત્ર 160 ઘોડેસવારો સાથે મોટા ભાગનાં ઇન્કેન સામ્રાજ્ય પર પોતાનો કબજો જમાવ્યો. આધુનિક તકનીકનો ફાયદો અને વિરોધી શાસકોની નિર્મમ કત્લેઆમ કરતાં પીઝાર્રો એ આજના પેરુ પર કબજો જમાવીને ઈતિહાસની દીશાજ બદલી નાખી.

6. સાયરસ - ધ ગ્રેટ

કાઉન્ટડાઊનમાં 6ઠ્ઠા સ્થાને છે સાયરસ ધ ગ્રેટ. આ ખાસમખાસ લોકોની યાદીમાં આ નામ કદાચ એટલું જાણીતું નથી પરંતુ સાયરસની લશ્કરી તાકાતને અવગણી શકાય તેમ નથી.

સાયરસે મેડિયન સામ્રાજ્ય અને લીડીઆ પર વિજય મળવ્યો અને 546 BC સુધીમાં તે પર્સિયન સમ્રાટ બન્યો. સાયરસે બેબીલોનીઅનોને હરાવ્યા અને યહૂદીઓને મુક્ત કર્યા. 530 BCમાં તેના મૃત્યુ સુધીમાં તે વિશ્વનાં સહુથી મોટા સામ્રાજ્યનો શાસક હતો. તે યુદ્ધમાં તો અપરાજેય હતો જ સાથે સાથે તેનું રાજકીય નેતૃત્વ પણ સાક્ષી છે કે તેણે પૃથ્વીનાં ત્રણ ખંડો પર પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું જે લાંબા સમય સુધી અખંડિત રહ્યું.

5. જુલિયસ સીઝર

બહુ મુશ્કેલ છે, મહાન લશ્કરી વિજેતાઓ વિશે વાત કરવી અને એવા વ્યક્તિનું નામ ન લેવું જે આપણી યાદીમાં પાંચમું સ્થાન ધરાવે છે. જે માણસ વિશે વાત નથી મુશ્કેલ છે. ઇતિહાસ સૌથી પ્રખ્યાત સામ્રાજ્યના સૌથી પ્રસિદ્ધ શાસક તરીકે, જુલિયસ સીઝરે રોમન ગણતંત્રના લશ્કરને આફ્રિકા અને યુરોપમાં જીત તરફ દોર્યું.

શેક્સપીયરનાં નાટક નાં પાત્ર, આદરપાત્ર લશ્કરી અને રાજકીય નેતાની હત્યા તેના જ મિત્ર બ્રુટસે 44 ADમાં કરી. પણ તે પહેલાના વર્ષોમાં સીઝરએ પોતાની લશ્કરી શક્તિનાં ઉપયોગથી રોમન સામ્રાજ્યનો ફેલાવો સુદૂર પ્રદેશો સુધી કરી દીધો હતો.

4. અટ્ટીલા - હુણ

વિશ્વ ઈતિહાસમાં બહુ થોડાજ એવા નામો છે કે જેમનું નામ માત્ર ભયનો ઓથાર વર્તાવે છે. બર્બરિક હુણોનો ક્રૂર નાયક, આ યાદીનો ચોથો મહાનતમ વિજેતા કે જેણે પોતાના માર્ગમાં ફક્ત લૂંટ અને વિનાશ વેર્યો.

અટ્ટીલા પંચમી સદીમાં થઇ ગયો. તેનું સામ્રાજ્ય મધ્ય એશિયાથી લઇ ને આધુનિક જર્મની સુધી ફેલાયેલું હતું. તે પશ્ચિમ અને પૂર્વ રોમન સામ્રાજ્યનાં સૌથી મોટા દુશ્મનોમાંનો એક હતો. અટ્ટીલાની ક્રુરતા અને દુશ્મનની સહેજ પણ દયા ન ખાવાની નીતિ તેને ઈતિહાસમાં વિલન રૂપે ચીતરે છે પણ તેની લશ્કરી નાયક તરીકેની કુશળતા નિર્વિવાદ છે.

3. સિકંદર મહાન (એલેકઝાન્ડર ધી ગ્રેટ)

એલેક્ઝાન્ડર ધી ગ્રેટે એક વાર કહ્યું હતું: " સિંહોનાં લશ્કર ની આગેવાની એક ઘેટું કરે તો હું તેનાથી ડરતો નથી.; પરંતુ એક સિંહ જો ઘેટાંઓનાં લશ્કરની આગેવાની લે તો તેનાથી ભયભીત છું."

મિત્રો, મહાન વિજેતાઓનાં આપણા કાઉન્ટડાઉનમાં નંબર ત્રણ પર વિરાજમાન, વ્યક્તિ ચોક્કસપણે એક સિંહ જેવા નાયક હતા.

30 વર્ષ ની ઉંમરે પહોંચતા સુધીમાં તો એલેકઝાન્ડરે પોતાની સૈન્ય શક્તિથી મોટા ભાગની દુનિયા પર કબજો જમાવી લીધેલો. તેણે શક્તિશાળી પર્સિયન સામ્રાજ્યને હરાવ્યું અને તેનું શાસન જીબ્રાલ્ટરથી લઇને પંજાબ સુધી ફેલાયેલું હતું. તેના સમયમાં ગ્રીકને તેણે મુખ્ય ભાષા તરીકે અગ્રતા આપી. ફલાન્ક્સ સૈન્ય રચનાનો વ્યૂહ અપનાવી પ્રાચીન સમયમાં આ શાસકે યુદ્ધકલામાં આમૂલ ક્રાંતિ આણી માટે તેઓ આ વિશિષ્ટ યાદીમાં શિખરની નજીકનાં સ્થાનને યોગ્ય છે.

2. ચંગીઝ ખાન 1162-1227 AD

ઇતિહાસનાં મહાન વિજેતાઓ યાદીમાં બીજા સ્થાનનો કબજો જે વ્યક્તિ પાસે છે તે ચંગીઝ ખાન, મોંગોલ સામ્રાજ્યનો સ્થાપક, વિશ્વ ઈતિહાસનું સૌથી મોટું સંલગ્ન સામ્રાજ્ય. તેણે ઇશાન એશિયામાં અસંખ્ય વિચરતી જાતિઓ અને સંઘો વચ્ચે એકતા સાધી સહસંબંધ દ્વારા આવા વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી સાથેજ તેણે હાથમાં તલવાર સાથે પોતાનું પ્રભુત્વ પણ દર્શાવ્યું.

અટ્ટીલા હૂણ જેમ ચંગીઝ ખાન પણ ભયાનક અને ક્રૂર યુદ્ધોનો પર્યાય બની ગયો છે. આ મોંગોલ યોદ્ધાએ સમગ્ર આધુનિક એશિયામાં ગામો અને નગરોને ઉજ્જડ બનાવ્યા, જે તેની સત્તા અને શક્તિ માટેની એક ક્રૂર ભૂખ દર્શાવે છે. સંગ્રામોમાં આગેવાની લઇને તે એક ઉદાહરણ પૂરું પાડતો. તેના જીવનકાળ દરમિયાન તેણે વિશ્વ ઇતિહાસમાં અન્ય કોઇ પણ શાસક કરતાં વધુ - 48,60,000 ચોરસ માઇલ જમીન પર કબજો જમાવેલો.

1. હરી સિંહ નલવા

માનવ ઈતિહાસનાં મહાનતમ વિજેતાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકિત યોદ્ધા છે હરી સિંહ નલવા.
હરિસિંહ નલવાએ સમયાંતરે અનેક પડકારોનો સામનો કરી પોતાને એક સુપ્રસિદ્ધ લશ્કરી નાયક તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી.

આ યાદીમાં ટોચનું સ્થાન હરિસિંહ નલવાએ મેળવ્યું છે તેની પાછળ અસંખ્ય કારણો છે અને તેમાંનું એક છે કે તેમણે નહીવત સાધનો સાથે આટલી સફળતાઓ મેળવી. ઉપર્યુક્ત અન્ય ક્રમાંકિત વિજેતાઓની પાસે બહોળા સંશાધનો હતાં, જ્યારે હરિ સિંહે વિશાળ સેનાઓને હરાવવા બુદ્ધિશાળી રણનીતિ અને અપ્રતિમ હિંમત પર આધાર રાખેલો.

તેમનો સમય 1791થી 1837નો હતો અને શીખ સામ્રાજ્યની સેનાનાં તેઓ સર-સેનાપતિ હતાં.
આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા શીખ યોદ્ધાઓની સેના વડે, તેમણે સમગ્ર ભારતમાં શીખોનાં શાસનને પુનઃસ્થાપિત કર્યું. અફઘાનિસ્તાનમાં તેમણે લશ્કરી અભિયાનો ચલાવી અને ભારતમાં પ્રવેશતા ઇસ્લામિક અને કબાયલી હુમલાખોરોનાં પ્રવાહને અટકાવ્યો. તોફાની વિસ્તારોમાં કડકાઈ દાખવી અને બળવાઓ કચડી દીધા.

હરી સિંહ નલવા વિખ્યાત છે વિશ્વ ઈતિહાસનાં એક માત્ર વ્યક્તિ તરીકે કે જેમણે ખૈબર પાસ પર વિજય મેળવ્યો હતો.

‘ખૈબર પાસ’ એક દુર્ગમ પહાડી રસ્તો છે જે અફઘાનિસ્તાન અને વર્તમાનનાં પાકિસ્તાનને જોડે છે. આ અવિશ્વસનીય વિજય તેમની યુદ્ધની વ્યૂહરચનાનાં કૌશલ્યનું પુરજોરથી પ્રદર્શન કરે છે.

1804માં શિકાર પર ગયેલા હરી સિંહ પર એક વાઘે અચાનક હુમલો કરી દીધો, બીજા સાથી શિકારીઓની મદદ વિના હરિસિંહે વાઘનો હાથો હાથ મુકાબલો કર્યો અને તેનું જડબું તોડી નાખ્યું, અને ત્યાંજ વાઘને મારી નાખ્યો અહી તેમને વાઘ-મારનું બિરુદ મળ્યું.
સમગ્ર વિશ્વમાં એવો કોઈ લશ્કરી આગેવાન નહિ હોય જેણે હરી સિંહ નલવાનાં પરાક્રમો વિષેન સાંભળ્યું હોય. આજે પણ તેઓ, મોટા સામ્રાજ્યની મદદ વિના પોતાના દુશ્મનોને સમયાંતરે હારનો સામનો કરાવનાર એક આદરણીય સૈન્ય નાયક તરીકે જાણીતા છે.

આજે તમને માનવામાં નહિ આવતું હોય કે હરી સિંહનાં નેતૃત્વમાં આટલી નાની સૈન્ય ટુકડીઓ એ વિશાલ મહાનતમ સેનાઓને કેમ કરીને હરાવી હશે? તો આજે હું આપને આમંત્રું છું, આ સર્વોત્તમ પુરુષોની અપ્રતિમ શારીરિક તાકાત અને માનસિક સજ્જતા વિષે થોડા વધારે માહિતગાર થવા માટે. કેટલીક યુદ્ધકળાઓ- માર્શલ આર્ટને હરિસિંહે ખુબ લોકપ્રિય બનાવી જેની મદદ વડે આ સૈનિકો કુશળ યોદ્ધા બન્યા. શિસ્ત અને શારીરિક બળનાં પ્રયોગ વડે તેઓ માનસિક રીતે ઈચ્છા મુજબનું લક્ષ્ય પાર પાડવા સજ્જ બન્યા. આ યુદ્ધકળા શીખો ને પેઢી દર પેઢી આજે પણ હસ્તગત છે.

હરી સિંહ અને તેમના સાથીઓ મધ્ય રાત્રી એ 12 વાગ્યે અણધાર્યો હુમલો કરી ઇસ્લામીક કબાયલીઓનાં કબ્જામાંથી હિંદુ સ્ત્રીઓને છોડાવી લાવવા માટે પ્રખ્યાત હતાં, માટે તેમના ગેરીલ્લા હુમલાઓ થી થર થર કાંપતા મુસ્લિમ આક્રમણકારો કહેતા કે ‘12 વાગવાના છે, હમણાં સરદારો હુમલો કરશે.’

આજે શરમની વાત છે, આપણી માં બહેનો અસ્મતનાં રક્ષકોની આપણે આજે મજાક બનાવી દીધી છે!!!

જય હિન્દ

પેટ્ટી ઓફિસર મનન શ્રી ભટ્ટ (સેવા નિવૃત્ત – ભારતીય નૌસેના)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED