Ek purv sainikno khullo patra books and stories free download online pdf in Gujarati

એક પૂર્વ સૈનિકનો ખુલ્લો પત્ર જે એન યુ નાં વિદ્યાર્થી સંઘ નાં પ્રમુખને નામ

એક પૂર્વ સૈનિકનો પત્ર જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રમુખને નામ....

‘દોસ્ત’ તારું નામ લેવું એ પણ નામે શરમજનક લાગી રહ્યું છે. તું જેનો નામેરી છે તેમના નામ માત્રનો તે વિચાર સુદ્ધાં ન કર્યો.

તારા ટેલીવિઝન પર લાઇવ ભાષણમાં તે કહ્યું કે તારું ઘર મહીને 3500 રૂ માં ચલે છે. મારું કહેવું છે કે તારા પરિવારનું દારિદ્રય દૂર કરવા માટે તને પૈસાની જરુરુ પડશે. રૂપિયા કમાઇને તું તારા પરિવારને ગરીબીમાંથી બહાર કાઢી શકીશ. પણ તને આ માનસિક, વૈચારિક દારિદ્રયમાંથી કોઈપણ બહાર કાઢી હ્સકે તેમ નથી, વૈચારિક શૂન્યતા - ઈન્ટેલેકચ્યુઅલ એમ્પ્ટીનેસ એક લાઈલાજ બીમારી છે.

કાર્લ માર્ક્સ અને લેનીનને ઈતિહાસ સ્વરૂપે ભણવા અને વેદો, પુરાણો અને ઉપનિષદોને દંતકથાઓ ગણી લેવાએ લોર્ડ મેકોલેનાં સામંતવાદી શિક્ષણનો પ્રભાવ છે. તારા છીછરા ફોલોઅર્સ, ન્યુઝ ચેનલો અને એવા જ વૈચારિક અધપતન પામેલા કેટલાક સમાચારપત્રો તને નવો ઉગતો નેતા બનાવવામાં લાગેલા છે એ સમયે તારું એક નવું વિચારશૂન્ય કથન આવે છે “ભારતીય સેના કાશ્મીરમાં બળાત્કારો કરે છે.” આમ તો એમ પણ કહી શકાય કે ‘વિશ્વના બધાં પુરુષો બળાત્કારી છે.’ (તારું સેના વિશેનું અપમાનજનક વિધાન એટલું જ અસત્ય છે એટલુજ ઉપરનું વાક્ય અસત્ય છે.) ‘દોસ્ત’ તને ખચ્ચર કે ગધેડો કહેવાથી એ બંને પ્રાણીઓનું અપમાન થશે. તારા ઉપરોક્ત જનરલાઈઝ્ડ સ્ટેટમેન્ટથી તું સમાજ સમક્ષ ઉઘાડો પડી ગયો. જે મનુસ્મૃતિનું તમે દહન કર્યું છે તેનું અને સાથે સાથે વેદો,પુરાણો, રામાયણ અને મહાભારતનું પણ વૈમનસ્ય વિના પઠન કર. પહેલા ભારતીય સામાજિક મુલ્યો સમજ, પછી ટીકા કર. ભારતીય સૈનિકો, પછી એ કોઈ પણ ધર્મ કે જાતીનાં હોય તેમના માટે યુદ્ધ ખરેખર ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ એ શબ્દને સંકુચિત અર્થમાં ન લેતા, અહી વર્તમાનમાં જેને આપણે ધર્મ ગણીએ છીએ ફક્ત તેનીજ વાત નથી. અહી ચર્ચા છે પુરુષ સહજ ધર્મની. આ ધરતી જેને આપણે માતા કહી છે તેની રક્ષા, સ્ત્રીઓ, વૃધ્ધો અને બાળકોની રક્ષા, સમાજનાં નૈતિક મુલ્યોની રક્ષા. એ પુરુષ સહજ ધર્મ છે. આ ધર્મની રક્ષા કાજે ભારતીય સૈનિકોએ હંમેશા હથિયાર ઉઠાવ્યા છે. ભારત દેશની આન બાન અને શાન છે આપણા સૈનિકો.

આ ‘સૈનિકો’ અને બળાત્કારની વાત કરે છે તું?? તો નીચેના ઉદાહરણો પર ધ્યાન આપ અને ઇતિહાસના પાનાનો ફેરવીને જો.

  • મધ્યપૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ : અમેરિકા નો એક સૈનિક અફઘાનિસ્તાન યુદ્ધ માં છ મહિના ગાળીને વતન પાછો ફરે છે, અને લખે છે. અફઘાની બળવાખોરો અને તાલીબાન સામે લડવા માટે અમેરિકન સરકાર સ્થાનિક અફઘાની લાડાકાઓને હથીયારો અને સંરક્ષણ પૂરું પાડે છે. અને તેમની મદદ વડે, અમેરિકન સેના આ લડાઈ લડી રહી છે. આ અફઘાની મીલીશીયા (લડાકા) બચ્ચાબાઝીનાં શોખીન છે. ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય અડ્ડા પરજ આ મીલીશીયાને રહેવા માટે ટેન્ટ એલોટ થયેલા છે. રાતનાં સન્નાટામાં કિશોરો અને બાળકોની ચીસો સાંભળી શકાય કે સહન કરી શકાય તેવી હોતી નથી. મેં મારા એક સાથીને આ બાબતે પ્રશ્ન પૂછ્યો તો તેણે મને ચુપ રહેવા તાકીદ કરી. મારા ઉપરી અધિકારીને અફઘાની લડાકાઓનાં કુમળા બાળકો પરનાં જાતીય અત્યાચારો બાબતે ફરિયાદ કરતાં મને સજા થઇ, અને ફરજમુક્ત કરી દેવાયો.
  • સી.એન.એન. 22 એપ્રિલ 2015

  • વિયેટનામ યુદ્ધ 11 નવેમ્બર 1955 થી 30 એપ્રિલ 1975 (આશરે વીસ વર્ષ) : અમેરિકાએ વિયેટનામ પર કબજો જમાવવા વીસ વર્ષ સુધી લોહીયાળ જંગ લડ્યો. અમેરિકી સૈનિકોનાં વિયેટનામી મૂળનાં લોકો પરનાં અત્યાચારોની જમીની હકીકત યુદ્ધનાં વર્ષો દરમિયાન ત્યાં જન્મેલા હજારો મિક્સ બ્રીડ, હાફ બ્રીડ અમેરેશિયન બાળકોથી જ જણાઈ આવે છે. અમેરિકન સૈનિકોએ વિયેટનામીઝ સ્ત્રીઓ પર કરેલા બળાત્કારોનાં પરિણામ સ્વરૂપ વિયેટનામમાં હજારો યુદ્ધ શિશુઓ પેદા થયા. જેમનાં રૂપ રંગ તેમનાં અમેરિકન પિતાઓનાં પિતૃત્વની ચાડી ખાતા હતાં. તેઓ યુદ્ધ અને બળાત્કારની નિશાનીઓ હોવાનાં લીધે ન તેમને વિયેટનામી માતાઓએ સ્વીકાર્યા ન અમેરિકનોએ. અમેરિકાનું ડીફેન્સ ડીપાર્ટમેન્ટ વર્ષ 1970 માં એક સ્ટેટમેન્ટમાં જણાવે છે, ”આવા બેડ એલીમેન્ટ્સ માટે સમાજમાં કોઈ જગ્યા નથી.”
  • વીકીપીડીયા

  • પ્રથમ વિશ્વયુદ્ધ : 1942 માં હિરોહિતોની જાપાની સેનાએ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર આક્મણ કર્યું. 20000 જાપાની સૈનિકો ભૂખ્યા વરુની જેમ ભારતીયો પર તૂટી પડ્યા. દ્વીપ સમૂહ પર સૈનિક કબજો જમાવ્યા બાદ, જાપાનીઓએ સ્ત્રીઓ અને બાળકો પર બળાત્કારની ઘટનાઓની વણઝાર ચલાવી. જાતીય યાતનાઓ અને વિકૃત જાતીય આનંદ લેવામાં તેઓએ ચંગેઝખાનને પણ વટાવી દીધો તેવો કાળોકેર વર્તાવ્યો.
  • ધ ટ્રીબ્યુન 12 ડીસેમ્બર 1998

  • બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ 1971 : 17 ડિસેમ્બર 1971 પાકિસ્તાની લશ્કરે ભારતીય થલસેના સમક્ષ સમર્પણ કર્યું. તે દિવસે અમને કેટલાક સૈનિકો સાથે ચટગાંવ મેડીકલ કોલેજ જઈ ત્યાં નાં હાલત પર કાબુ મેળવવાનો આદેશ મળ્યો. ત્યાં પહોંચીને અમને આઘાતજનક પરિસ્થિતિ જોવા મળી. અમે એક નસ્લ સુધાર કેમ્પમાં પંહોચી ગયા હતા, લગભગ 100 મહિલાઓ, જેમાંથી મોટાભાગની ગર્ભવતી હતી, અમારી તરફ નિર્વિકાર ભાવથી તાકી રહી હતી. તેમને સમજાવવામાં થોડો સમય લાગ્યોકે તેઓ હવે મુક્ત હતી. પરંતુ જયારે તેમને આ વાતનો એહસાસ થયો તો તેઓ ‘અમને ગોળી મારી દો, અમારે જીવવું નથી.’ તેવી આજીજી કરવા લાગી. વારંવાર બળાત્કારનો ભોગ બન્યા બાદ તેમની પાસે પોતાના અજન્મા શિશુઓની સાથે જવા માટે કોઈ ઠેકાણું બચ્યું નહતું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાઝીઓની કરતૂતો વિષે અમે વાંચ્યું હતું. અમારાં માટે મેડીકલ કોલેજનું દ્રશ્ય પણ એટલુંજ ભયાનક અને અવિશ્વસનીય હતું. ઢાકામાં પાકિસ્તાની આત્મસમર્પણ બાદ ઢાકા સૈન્ય છાવણીમાંથી પણ આજ પ્રકારના સમાચારો પ્રકટ થયા. ત્યાંથી પાંચસો સાઈઠ બાંગ્લાદેશી સ્ત્રીઓને મુક્ત કરાવવામાં આવી. તેમને પાકિસ્તાની સૈનિકોએ મુખ્યત્વે યુનીવર્સીટીમાંથી કે ઘરોમાંથી અપહરણ કરાયેલી હતી. તેમને સૈન્ય વૈશ્યાઘરો માં સેક્સ ગુલામોની જેમ રહેવામાટે મજબુર કરાઈ હતી. તેમાંથી પણ ઘણી યુવતીઓ ગર્ભવતી હતી અને તેમના પેટમાં યુદ્ધશિશુઓ ઉછરી રહ્યા હતા. એક બીજું તથ્ય પણ હતપ્રભ કરીદે તેવું હતું, કે તે સમયે પાકિસ્તાનને પીઠબળ પૂરું પાડનાર અમેરિકા પણ આ બધી કરતૂતોથી વાકેફ હતું. યુદ્ધ નાં 30 વર્ષો પછી જયારે અમેરિકા એ આ જુના દસ્તાવેજો સાર્વજનિક કર્યાં તેમાં આ વાત સાફ થઇ ગઈ કે નિકસન પ્રશાશનને પાકિસ્તાની સેના દ્વારા છેડાયેલા આ નરસંહારની વસ્તુતઃ ખબરો પોતાનાજ માણસોથી મળતી રહી. છતાય અમેરિકા બાંગ્લાદેશમાં પાકિસ્તાનનું સમર્થન કરતુ રહ્યું.
  • યુદ્ધ બંદીઓ નાં દસ્તાવેજીકરણ દરમિયાન એક યુદ્ધબંદી એવા પાકિસ્તાની લશ્કરી અધિકારીએ મને પૂછ્યું કે શું તમને ખબર છે કે એક ગોળી થી કેટલા બંગાળીઓને એક સાથે મારી શકાય છે? મને આ પ્રશ્ન પર વિસ્મિત થતો જોઇને તેણે ખંધુ સ્મિત કરી દુષ્ટતાપૂર્ણ રીતે જવાબ આપ્યો, “બાર (12) મેં કોશિશ કરીને જોયું છે.”

    સાહસ ઔર સંકલ્પ પાન નં. 85 (જનરલ વી.કે. સિંહ)

  • ભારતીય સેનાએ લડેલા યુદ્ધોનો દાખલો લઈલો: પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ, યુદ્ધ 1947, યુદ્ધ 1962, યુદ્ધ 1962, યુદ્ધ 1965, શાન્તીસેના 1984, યુદ્ધ 1999 ભારતીય સૈનિકોએ જાનહાની અને ખુવારી વેઠી છે પણ ક્યારેય મર્યાદા ઓળંગી નથી.
  • ‘દોસ્ત’ તને અને તારા અંધ સમર્થકોને મારો પ્રશ્ન છે, “શું તમને કાશ્મીરમાં એક પણ યુદ્ધ શિશુ દેખાયું?” ભારત વર્ષના સૈનિકોએ સદાય પોતાના માનવીય વ્યવહારોથી સમગ્ર વિશ્વ સમક્ષ દાખલો બેસાડ્યો છે. ભારતમાં યુદ્ધએ ધર્મ છે. અમો ભારતીયોનાં ધર્મ અમને બળાત્કાર કરવાનું શીખવતા નથી.

    બીટિંગ ધ રીટ્રીટ : હૈ પ્રીત જહાં કી રીત સદા મેં ગીત વહાંકે ગાતા હું, ભારતકા રહેને વાલા હું ભારત કી બાત સુનાતા હું. ઉસ ધરતી પે મૈને જનમ લિયા યે સોચ કે મે ઇતરાતા હું. ભારતકા રહેને વાલા હું ભારત કી બાત સુનાતા હું.

    મનન ભટ્ટ (પૂર્વ નૌસૈનિક) bicentinalman@gmail.com

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED