મૃત્યુશીખર સિયાચીન MANAN BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુશીખર સિયાચીન

10 તથ્યો કે જે સિયાચીન ની રક્ષા કરતા ભારતીય સૈનિકો વિષે પ્રત્યેક ભારતીય એ જાણવા જરૂરી છે.

"જમીન એટલી બધી ઉજ્જડ છે અને એટલી ઊંચાઈ પર છે કે માત્ર પરમ મિત્રો અને ભયાનક દુશ્મનો જ ત્યાં આવવા ની હિંમત કરે છે."

સિયાચીન ગ્લેશિયર ને વિશ્વ નાં સહુથી ઊંચા યુદ્ધ નાં મેદાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સિયાચીન એક એવું સ્થળ છે જ્યાં દુશ્મન નાં ગોળીબાર કરતા ઘણા વધુ સૈનિકો વિષમ આબોહવા નાં કારણે આપણે ગુમાવ્યા છે. સિયાચીન સ્થિત છે 5753 મીટર (20,000 ફૂટ) ઊંચાઇ પર, ત્યાં તાપમાન -50`C(માઈનસ પચાસ ડીગ્રી સેલ્સિયસ) જેટલું નીચુ જતું રહે છે. એટલા નીચા તાપમાને જીવન નું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય છે, છતાંય આપણી ભારતીય સેના ઘુસણખોરો થી દેશ ને બચાવવા આ પોસ્ટ ની નિગરાની રાખી રહી છે.

1. 5,400 મીટર ની ઊંચાઇ એ માનવ શરીર કોઈ પણ સંજોગો માં હવામાનને અનુકુળ થઇ શકેજ નહિ. તમે વજન ગુમાવવા લાગો છો, ઊંઘ ને લગતી બીમારીઓ ઘેરી વળે છે અને તમારી યાદશક્તિ જતી રહે છે હા આ માત્ર સામાન્ય લક્ષણો છે.

૨. પર્વતારોહીઓ શ્રેષ્ઠ હવામાન નાં વર્તારા અનુસાર જ ચઢાણ કરે છે; પરંતુ સૈનિકો આખું વરસ આ વિશ્વાસઘાતી ભૂપ્રદેશ માં તૈનાત રહે છે. એવે સમયે પણ જ્યારે -60`C (માઈનસ સાઈઠ ડીગ્રી સેલ્સિયસ) તાપમાને વાતાવરણનું દબાણ અત્યંત નીચા સ્તર પર પહોંચી જાય છે અને ઓક્સિજન ની માત્રા પણ પૂરતી નથી.

3. સિયાચીનમાં, જીવલેણ ફ્રોસ્ટ બાઈટ થઇ શકે છે, જો ખુલ્લી ચામડી થી સ્ટીલ ને ફક્ત 15 સેકંડ થી વાધારે સમય માટે અડી ગયા તો! ભયંકર ઠંડી માં, ખુલ્લા હાથે ફક્ત બંદુક નાં ટ્રીગર કે ગન બેરલ ને સ્પર્શ માત્ર થી સૈનિકો પોતાની આંગળીઓ ગુમાવી શકે છે.

4. સિયાચીન પર વહેતો કાતિલ પવન પળવાર માં તો 100 માઇલ પ્રતિ કલાક ની ઝડપે ફૂંકાવા લાગે છે અને બર્ફીલા તોફાનો 3 અઠવાડિયા થી વધુ સમય સુધી ચાલે છે, આ કારણથી તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાવા થી - ડીગ્રી સેલ્સિયસ થી પણ નીચે જતું રહે છે.

5.બર્ફીલા તોફાન નાં સમયે સૈનિકો તેમના પાવડાથી બરફ હટાવવા ની કામગીરી સતત કરતાં રહે છે, નહિ તો તેમની લશ્કરી પોસ્ટ ભારે બરફ હેઠળ દટાઈ જાય તેમ બને. સિયાચીન ની વાર્ષિક બરફવર્ષા 36 ફૂટ થી પણ વધારે હોઈ શકે છે.

સિયાચીન માં તૈનાત સૈનિકો ટીન નાં ડબ્બાઓ માં પેક રાશન ખાવા મજબૂર છે. આટલાં બધા નીચા તાપમાને એક મોસંબી ક્રિકેટ નાં સીઝન બોલ જેટલી સખત થઇ જાય છે. તાજો ખોરાક જવલ્લે જ મળે છે.

. સૈનિકો ને સિયાચીન ગ્લેશિયર ની તળેટી માં બેઝ કેમ્પ માં અનુકુલન ની તાલીમ બે કે ત્રણ અઠવાડિયા સુધી આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ને સિયાચીન નાં વિષમ વાતાવરણ માં અનુકુલન તાલીમ વગર અચાનક લઇ જવા માં આવે તો તેના ફેફસા અત્યંત પાતળી હવા માં શ્વાસ લઇ શકતા નથી અને માણસ મરણ પામે છે.

8. સિયાચીન ગ્લેશિયર ની ફોરવર્ડ પોસ્ટ પર પુરવઠો પૂરો પાડવા માટે, દરરોજ આર્મી નાં પાઇલોટ તેમના હેલિકોપ્ટર વડે તેની શ્રેષ્ઠતમ ક્ષમતા થી પણ અધિક પ્રયાસ કરી પોતાની ફરજ બજાવે છે.

સિયાચીન હિમનદી નાં પ્રતિકુળ હવામાન નાં કારણે છેલા 30 વર્ષો માં 846 સૈનિકો એ ત્યાં પોતાના જીવ ગુમાવ્યા છે. પાછલા ત્રણ વર્ષ માં જ 50 ભારતીય જવાનો એ પોતાનો જાન ન્યોછાવર કર્યો છે.

10. સિયાચીન ની ઉંચાઇ ભારત ને ચીન અને પાકિસ્તાન એ બે રાષ્ટ્રો સામે વ્યુહાત્મક સરસાઈ આપે છે. આપણને કોઈ સંજોગો માં સિયાચીન પરથી લશ્કર ને પાછુ બોલાવવું પોષાય તેમ નથી.

આપણા રાષ્ટ્ર ની સલામતી માટે સૈનિકો આ ઘાતકી આબોહવામાં ચોવીસે કલાક ખડે પગે છે. 5 ડીગ્રી સેલ્સિયસ પર આપણને અસહ્ય ઠંડી લાગે છે, પરંતુ યાદ રાખો મિત્રો કે આધુનિક ભારત નાં સુપર સોલ્જર્સ માઈનસ પચાસ ડીગ્રી સેલ્સિયસ તાપમાન માં ત્યાં ચોવીસે કલાક ફરજ બજાવે છે.

“જયારે તમે તમારે ઘરનાં આંગણે પાછા ફરો, તેમને અમારી વાત કરજો ને કહેજો કે તેમની આવતીકાલ માટે અમે અમારી આજનું બલિદાન આપ્યું.”

જય હિન્દ, જય જવાન, જય સૈનિકસ્વરાજ

મનન શ્રી. ભટ્ટ(પૂર્વ નૌસૈનિક) (bicentinalman@gmail.com)

Mobile Phone No.:7874927271