તારા વિના નહિ રહેવાય...!! Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

તારા વિના નહિ રહેવાય...!!

કાર માં પાછળ ની સીટ પર બેઠેલા 22 વર્ષ ના યુવાન ની આંખો માથી ખૂબ રોકવા છતા આજ આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા...

છેલ્લી અડધી કલાક થી ફોન ની સ્ક્રીન પર કોઇ ફોટો જોઇ ને આ આંસૂ ટપકી રહ્યા હતા.

***

હે ભગવાન! હવે આમા થી કાંઇક તો પસંદ કરી લે....આના પછી હવે હુ બીજી એક પણ શોપ ના પગથિયાં ચડવા તૈયાર નથી.....એ ફોન ની સ્ક્રીન માં દેખાતી છોકરી એ કંટાળી ને ગુસ્સા માં કહેલુ અર્જૂન ને....

(પોતાના માટે કપડા ની ખરીદી કરવા નીકળેલો અર્જૂન અત્યાર સુધી માં ઓછા માં ઓછી દસ શોપ ફેરવી ચૂકેલો સૂર્વી ને)

અરે, કામ ડાઉન રાની લક્ષ્મીબાઇ, તુ નહિ આવે તો ઉઠાવી ને લઇ જાઇશ તને બીજી શોપ માં....અર્જૂન એ આંખ મારી ને મજાક કરતા કહ્યુ

સૂર્વી : વેરી ફની...હૂંહ...તુ કેમ તારી પાસે દરેક વસ્તુ બેસ્ટ જ હોય એવી આશા રાખે છે..?? દરેક બેસ્ટ વસ્તુ સારી જ હોય એ જરૂરી નથી હોતુ.

અર્જૂન : તુ પહેલા મને એ કહે તો જરા કે, તારા માટે બેસ્ટ એટલે શુ?

સૂર્વી : મારા માટે બેસ્ટ એટલે ‘ મને જે ખૂબ જ ગમી જાય તે’.......(સૂર્વી એ ખૂબ મોટા સ્મિત સાથે કહ્યુ....)

અર્જૂન : અહહહ, તો તને પેલો રસ્તા માં રખડતો કૂતરો ખૂબ ગમે છે, તો હવે એને પણ બેસ્ટ કહેવો ??.....હાહાહા..!!!

( અને અર્જૂન મજાકિયા અંદાજ માં સૂર્વી ની હાંસી ઉડાવતો આગળ અને પોતાની ખીંચાઇ ને કારણે ગુસ્સે થયેલી સૂર્વી તેની પાછળ અર્જૂન ને મારવા માટે ભાગતી હતી અને બન્ને શોપ માંથી બહાર નીકળી ગયેલા અને શોપ માં ઊભેલા બીજા કસ્ટમર્સ ને જોવા માટે એક મફત નુ નાટક મળી ગયેલુ એ દ્રશ્ય આજ અર્જૂન ની ભીની આંખો સામે તરી રહ્યુ હતુ. )

***

અર્જૂન બાબા, સ્ટેશન આ ગયા હૈ!....ડ્રાઈવર સીટ પર બેઠેલા રામૂકાકા નો અવાજ પાછળ બેઠેલા અર્જૂન ના કાન પર પડ્યો.

અર્જૂન આંસૂ લૂછી ને સ્વસ્થ થયો અને કાર માંથી બહાર નીકળ્યો. સૂરત ના એ બસ સ્ટેશન પર ખૂબ જ કોલાહલ અને ભીડ હતી બહાર...

રામૂકાકા સાથે લાંબી વાત કર્યા વગર જ અર્જૂન પોતાનો સામાન લઇ ને પોતાની બસ શોધવા આગળ ચાલવા લાગ્યો...

(બસ ની મૂસાફરી અને બારી વાળી સીટ અર્જૂન નુ મનપસંદ હતુ કારણકે આવી મૂસાફરી તેને હંમેશા તેની અને વિનય ની બાળપણ ની સાથે માણેલી સોનેરી યાદો તાજી કરાવતી.....બારી વળી સીટ પર કોણ બેસશે એ માટે ના ઝઘડા ઓ...હવે આ બધુ યાદ કરી ને મન માં જ ખૂશ થઇ જતો અર્જૂન.....

વિનય કે જે હવે ફ્કત અર્જુન ની યાદો માં જ જીવંત હતો. ...હવે એ સીટ માટે ઝઘડનારો અર્જૂન ના દિલ ના એક ખૂણા માં જ રહી ગયેલો.

આજ પણ અર્જુન નુ હ્રદય ધડકારો ચૂકી જતુ જ્યારે તેને એ દિવસ યાદ આવતો જ્યારે તેણે પોતાની આંખે ખુદ ના લંગોટીયા યાર ના શરીર ના એક ભયાનક એક્સિડેન્ટ માં ટૂકડે ટૂકડા થતા જોયેલા..!!)

અર્જૂન શહેર ના ટોપ 10 માં આવતા રીચ પર્સન માં ના મિ.શાહ નો એક માત્ર પુત્ર હતો..અને તેની માતા પ્રસિધ્ધ વકીલ હતી.... અર્જૂન બાળપણ થી જ માતા-પિતા પાસે સમય ના અભાવ ને કારણે તેમની સાથે કોઇ ખાસ ભાવનાત્મક લાગણી ઓ જોડી શક્યો નહોતો. અને તે બાબતે અર્જૂન ને કોઇ ફરિયાદ નહોતી... કારણ કે વિનય સાથે હરવા-ફરવા માં બાળપણ કેમ વીતી ગયુ તે પોતે પણ જાણી નહોતો શક્યો.....વિનય એક સામાન્ય પરિવાર થી હતો....અને તેની સાથે રહેતો અર્જૂન પણ આટલા પૈસાવાળા માતા-પિતા નો એક નો એક પુત્ર હોવા છતા એક સામાન્ય બાળક ની જેમ જ ઉછર્યો હતો...

અર્જૂન ના માતા-પિતા ને પણ આ મૈત્રી થી કોઇ ફરિયાદ નહોતી કારણકે એ વિનય જ હતો જેને કારણે તેઓ પોતાના પુત્ર ને એટલો ખુશ જોઇ શકતા..... વિનય અને અર્જૂન બન્ને ના માતા-પિતા પોતાના બે પુત્રો હોવા નો દાવો કરતા એટલા સારા સબંધો હતા બન્ને પરિવાર વચ્ચે ...

વિનય અને અર્જૂન હતા તો પાડોશી પણ બન્ને ગમે તે એક જ ઘર માં આખો દિવસ સાથે રહેતા,ખૂબ જ મસ્તી કરતા, સ્કુલ માં એક બેન્ચ માં બેસવુ,એક થાળી માં ખાવુ, આખો દિવસ સાથે રહેવુ અને સાથે જ સૂઇ જવુ એ નિત્યક્રમ હતો બન્ને નો.

થોડા મોટા થયા બાદ દરેક ઊનાળા ની રજા ઓ માં બન્ને બસ માં બેસી ને વિનય ના દાદા-દાદી પાસે ગામ પહોંચી જતા.ત્યાર થી જ બસ ની મૂસાફરી તેની મનપસંદ બની ગયેલી...

વિનય ના એક્સિડેન્ટ પછી જાણે અર્જુન થોડા મહિના એક પથ્થર જ બની ગયેલો....અર્જૂન ના માતા-પિતા એ તો હવે પુત્ર ને જીવન માં ખૂશ જોવાની આશા ઓ પણ ધીમે-ધીમે છોડી દીધેલી.....

પરંતુ જ્યારે બંને પરિવાર એ થોડા જ સમય માં અર્જૂન ને નોર્મલ થતો જોયો ત્યારે તેમની નવાઇ નો પાર નહોતો રહ્યો.....

દિવસે ને દિવસે અર્જૂન એક અલગ જ વ્યક્તિ બનતો જતો હતો....અર્જૂન ના માતાપિતા એ પણ પુત્ર ની આટલી સકારાત્મક્તા પહેલી વાર જોયેલી.અને આ બદલાવ જોઇને બધા ખૂબ ખૂશ હતા....વિનય ના પરિવાર નુ કોઇપણ કામ હોય....તેમાં અર્જૂન હંમેશા આગળ રહેતો અને તેના માતા-પિતા ને ક્યારેય પુત્ર ની કમી મહેસૂસ થવા દેતો નહિ...... સમય જતા સત્ય સાથે અર્જૂન એ પોતાને સંભાળી લીધો હતો....અને જીવન માં આગળ વધી ગયેલો......કારણકે અર્જૂન દ્રઢ પણે માનવા લાગેલો કે વિનય હમેંશા પોતાની સાથે જ છે....પોતાના દિલ માં....તો એના માટે રડવુ શા માટે...!?

પોતાની બસ શોધી ને અર્જૂન સીટ માં બેસી ગયેલો અને શૂન્યાવકાશ માં હોય તેમ બારી ની બાર જોતો હતો.....અને આજ તે કોઇ જૂની યાદો સંભારવા માટે મૂસાફરી નહોતો કરી રહ્યો પરંતુ આજ તે હમેંશા માટે સૂરત છોડી ને જઇ રહ્યો હતો......કારણકે સૂરવી ની યાદો હવે તેને આ શહેર માં જીવવા દે તેમ નહોતી.....શહેર ની એક-એક ગલી તેને સૂર્વી ને યાદ કરાવતી હોય તેવુ લાગતુ હતુ .... ખુદ અર્જૂન પણ નવાઇ માં હતો કે કઇ રીતે એક છોકરી તેના દિલ અને દિમાગ માં આટલી છવાઇ ગયેલી કે એના વગર હવે જીવવુ તે ના જીવવા જેવુ લાગવા લાગેલુ પોતાને...! વિનય ની મોત જેવા મોટા સદમા ને પણ ઢાલ જેવો મજબુત બની ને સહન કરી જનારો છોકરો આજ આટલો નિર્બળ કેવી રીતે બની ગયેલો..!!??

ક્રમશ: