તારા વિના નહિ રહેવાય...!! - 7 Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વિના નહિ રહેવાય...!! - 7

વાંચકમિત્રો ને આગળ ના ભાગ વાંચી જવા વિનંતી...!

શું થયુ સાહેબ? મારી દીકરી પાછી પહેલા જેવી થઇ તો જશે ને?? સૂર્વી ના પપ્પા એ અર્જૂન ના હાથ ને અડી ને ચિંતાતુર અવાજ માં પુછ્યુ.

એમનો હાથ અડવાથી અર્જૂન અચાનક આજૂ-બાજૂ ની દૂનિયા થી સભાન થયો.

અર્જૂન :- તમે બહાર બેસો, પેશંટ ની આ હાલત કેવી રીતે થઇ એ જાણકારી લેવા હુ થોડી વાર માં તમારી પાસે આવુ છુ, પહેલા પેશંટ ને હોશ માં લાવવુ જરૂરી છે... એક પ્રોફેશનલ ડૉકટર તરીકે અર્જૂન એ પોતાની જાત ને સંભાળી ને સૂર્વી ના પિતા ને જવાબ આપ્યો.

સૂર્વી ના પિતા ઉદાસ ચહેરે બહાર નીકળી ગયા અને અર્જૂન એ સૂર્વી ને ગ્લુકોઝ ની બોટલ ચડાવી અને તેની બાજૂ માં જ તેનો હાથ પકડી તેની સામે જોઇ ને બેઠો રહ્યો જાણે સૂર્વી ને હવે હંમેશા પોતાની પાસે જ રાખી લેવા માગતો હોય એમ..!!

થોડી વાર પછી તે બહાર સૂર્વી ના પિતા પાસે ગયો અને સૂર્વી ની આ હાલત વિશે જાણકારી મેળવવા ના પ્રયત્નો કરવા લાગ્યો.

સૂર્વી ના પિતા એ અર્જૂન ને ધીમે-ધીમે બધુ કહેવાનુ ચાલુ કર્યુ.

મારી દીકરી પર કોણ જાણે શુ કરમ ની કઠણાય છે બેટા, ઉપર વાળા ને હજૂ એની કેટલી પરીક્ષા ઓ કરવાની બાકી હશે..!! બાળપણ માં પણ માં નો પ્રેમ ક્યારેય મેળવી શકી નથી એ, એકલા એકલા રહેવુ તો બાળપણ થી જ તેની આદત બની ગયેલી. એના નાના-નાની સાથે ખુશ જોઇ ને મે એને એમની સાથે રહેવાની પરવાનગી પણ આપી દીધી. અને એ દિવસો જ એના સોનેરી દિવસો હતા. ત્યારે એ જેટલી ખુશ રહેતી એટલી ખુશ હુ એને એ પછી ક્યારેય જોઇ શક્યો નથી. પણ, મારી દીકરી ના ભાગ્ય માં સુખ હશે જ નહિ એટલે જ એ રાત્રે સૂર્વી ના નાના-નાની એ એક કાર અકસ્માત ને કારણે દૂનિયા માંથી વિદાય લીધી. ( સૂર્વી ના પિતા ભૂતકાળ માં ખોવાઇ ગયા હોય એમ એક નજરે કશુંક જોઇ ને બોલી રહ્યા હતા.)

આ બધુ થયા પછી તો સૂર્વી ખૂબ જ એકલી થઇ જશે અને નાના-નાની વિશે વિચાર્યા કરશે એમ વિચારી ને હું એને એ જ રાત્રે અમારી સાથે રહેવા મુંબઇ લઇ આવ્યો,ના જાણે કેમ પહેલા તો સૂર્વી નાના-નાની નુ ઘર છોડવા બિલકુલ તૈયાર નહોતી જાણે કે ત્યાં કોઇ ની રાહ જોતી હોય પણ થોડી જ વાર માં એ જાતે જ મારી સાથે આવવા તૈયાર થઇ ગયેલી.

ત્યાં પણ તે એકદમ ઉદાસ જ રહેતી, એક રૂમ માં જ બારણુ બંધ કરી ને બેસી રહેતી અને રડ્યા કરતી, મને થયુ નાના-નાની ના મૃત્યુ ને લઇ ને તે દુઃખી હશે એટલે થોડા દિવસ આમ રહેશે પણ પછી બધુ બરાબર થઇ જશે પણ ઘણા દિવસો વીતી ગયા પણ સૂર્વી ની હાલત માં કોઇ ફેર પડ્યો નહિ.

તે આગળ ભણવા માગતી હતી પરંતુ એડમીશન થવા માં હજૂ ઘણો સમય લાગી જાય તેમ હતો અને મારા થી સૂર્વી ની એકલતા જોવાતી નહોતી એટલે મે વિચાર્યૂ જો એના લગ્ન કરાવી દઉં તો સંસાર માં ખોવાયેલી રહેશે અને પાછી પહેલા જેવી થઇ જશે.

પરી જેવી મારી દીકરી ને પરણવા કેટ-કેટલાય યુવકો તૈયાર થયેલા પણ સૂર્વી કોઇ ને “હા” કે “ના” કોઇ જવાબ આપતી નહિ. આખરે મેં જ મને જે યોગ્ય લાગ્યો એ યુવક ને એના માટે પસંદ કર્યો. સૂર્વી ને એ એને સ્વીકારવા માં કોઇ પણ વિરોધ કર્યો નહોતો , પણ તેના જીવન ની એકલતા દૂર કરવાની ઇચ્છા તો પણ હું પુરી ના જ કરી શક્યો.

મે એના માટે જે યુવક ને પસંદ કરેલો એનુ નામ વિવેક હતુ. સૂર્વી ને પહેલી વાર જોયેલી ત્યાર થી જ એ તેના મન માં વસી ગયેલી, પોતે સૂર્વી ને જ પરણશે એવી હઠ લઇ ને બેઠેલો એ. એક દેખાવડો અને સફળ બિઝનેસમેન હતો એ..સાથે સૂર્વી ના બોલ જીલવા તત્પર રહેતો એટલો પ્રેમ કરતો હતો એ સૂર્વી ને, આના થી સારો હું સૂર્વી માટે લાયક પતિ શોધી શકવાનો નથી એમ વિચારી ને જ મેં એને જમાઇ બનાવવાનુ નક્કી કર્યુ..( આ બધુ સાંભળી ને અર્જૂન ની અંદર કંઇક બળી રહ્યુ હોય એવો જ એને આભાસ થઇ આવ્યો)

ધામ ધૂમ થી સૂર્વી ના લગ્ન થયા. હુ ચિંતામુક્ત થઇ ગયો. પરંતુ લગ્ન થયા ને થોડા જ સમય માં વિવેક તરફ થી સૂર્વી વિશે જાત જાત ની ફરિયાદો સાંભળી ને મારી ચિંતા માં વધારો થવા લાગ્યો.

સૂર્વી એક પત્ની તરીકે આદર્શ હતી પોતાની બધી જવાબદારી ઓ સમજદારી પૂર્વક નીભાવતી પરંતુ વિવેક ને પોતાની સાથે શારીરિક કે માનસિક રીતે હંમેશા પોતાના થી દૂર રાખતી. શરૂઆત ના દિવસો માં વિવેક એ સૂર્વી ને ખૂબ જ પ્રેમ થી સમજાવી જોઇ પરંતુ સૂર્વી ના એ પ્રકાર ના વર્તન માં કોઇ જ ફેર પડ્યો નહિ. પછી થી બન્ને વચ્ચે નાના ઝઘડા ઓ એ સ્થાન લીધુ અને જેને મોટા ઝઘડા ઓ માં પરિણમતા વાર ન લાગી. ત્યરપછી થી વિવેક રોજ મોડી રાત્રે બીજી સ્ત્રી ઓ સાથે ઐયાશી કરી ને શરાબ ના નશા માં ઘરે આવી ને સૂર્વી સાથે માર-પીટ કરવા લાગ્યો.

સૂર્વી ની પહેલે થી જ ખરાબ માનસિક હાલત વધારે ને વધારે ખરાબ બનતી ગઇ. મેં વિવેક ને આ વિશે સમજાવવા ની ઘણી કોશિશ કરી કે તે સૂર્વી ને થોડો સમય આપે અને એના મન ની મુંઝવણ જાણી ને એને સમજે પણ એ કંઇ જ સાંભળવા તૈયાર નહોતો.

હવે સૂર્વી આખો દિવસ એક રૂમ માં ભરાઇ રહેતી અને રડ્યા કરતી અને ભૂખી જ સૂઇ જતી. અને છેવટે એ લગ્ન છૂટા છેડા માં પરિણમ્યા.

લોકો ની સલાહ ધ્યાન માં લઇ ને ઘણા માનસિક રોગ ના દાક્તરો પાસે મેં સૂર્વી નો ઇલાજ કરાવ્યો પણ કોઇ ખાસ ફેર પડ્યો નહિ. એમના કહેવા મુજબ સૂર્વી ને “સ્કિઝોફ્રેનિયા’ નામ નો માનસિક રોગ થયો હતો જેને કારણે સૂર્વી થી અનાયસે હસાઇ જતુ, રડાઇ જતુ..તેને હંમેશા એવુ લાગ્યા કરતુ કે તેની આસ પાસ ના લોકો પોતાની વિરૂધ્ધ ષડયંત્રો રચી રહ્યા છે અને પોતાને હાનિ પહોંચાડવા માગે છે. જેથી કોઇપણ કારણ વગર તેને કોઇ માણસ પર નફરત થઇ આવતી અને તેની સાથે ઝઘડતી હોય એમ કંઇક ને કંઇક બોલ્યા કરતી.

ડોક્ટરે એ કહેલુ કે આ એક બીજા રોગો ની જેમ જ સામાન્ય રોગ છે. આ રોગ ના દર્દી ઓ પણ સામાન્ય માણસ ની જેમ સમાજ માં આરામ થી જિંદગી જીવી શકે છે, આ રોગ ના લક્ષણો ફક્ત જ્યારે સ્કિઝોફ્રેનિયા નો એટેક આવે ત્યારે જ જોવા મળે છે જે થોડા સમય માટે જ હોય છે. પણ હા, આવા દર્દી ઓ ને બીજા લોકો ની સરખામણી માં વધુ હૂંફ અને પ્રેમ ની જરૂર હોય છે. લોકો સાથે હળવા મળવા જેવી પ્રવૃતિ ઓ લાભદાયક નીવડશે અને ડરામણી ધમકી ઓ કે દર્દી ને રોકવાના પ્રયાસો રોગ માં વધારો કરી શકે છે.

આ વસ્તુ ઓ ધ્યાન માં લઇ ને અમે સૂર્વી ની ખૂબ જ સાર સંભાળ લેવાની ચાલુ કરી પણ કોણ જાણે કેમ સૂર્વી ની તબિયત માં કોઇ સુધારો જોવા મળ્યો નહિ અને એક તરસ્યા ને પાણી ની તલાશ હોય એમ જ એ હવે તો ઘર ની બહાર નીકળી ને કોઇક ને શોધવા લાગે છે. અને છેવટે કંઇ ન મળતા નિરાશ થઇ ને ભૂખી જ સૂઇ જાય છે...છેલ્લા કેટલાક દિવસ થી તેના આવા વર્તન ને કારણે તે આજ આવી અવસ્થા માં છે...તમારૂ બહુ નામ સાંભળેલુ માનસિક રોગો નો તમે સચોટ ઇલાજ કરી આપો છો એ જ આશા થી હું મારી દીકરી ને અહી લાવ્યો છુ..હવે તમારા પર જ મારી છેલ્લી આશા છે.

સૂર્વી ના પિતા ની વાત પૂરી થતા થતા અર્જૂન ની આંખ માં અનાયસે આંસૂ આવી ગયેલા. તેણે ક્યારેય એવુ નહોતુ વિચાર્યુ કે પોતાનો પ્રેમ સૂર્વી ને આટલી હદે નિર્બળ બનાવી દેશે. સૂર્વી ની આ હાલત માટે પોતાને જવાબદાર માનતો અર્જૂન વિનય ની મોત ને તો કઠણ મને સહન કરી શક્યો હતો પણ સૂર્વી ને આ હાલત માં જોઇ ને અંદર થી સાવ ભાંગી પડ્યો અને મન નાં ખૂણા માં ઊંડે ઊંડે એક પ્રશ્ન તેને થયા કરતો હતો કે, “ સૂર્વી શા માટે પોતાને આટલો પ્રેમ કરતી હોવા છતા પોતાના થી દૂર થઇ ગઇ અને પોતાની આવી હાલત કરી બેઠી??”

ક્રમશઃ