તારા વિના નહિ રહેવાય...!! - 2 Dietitian Snehal Malaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા વિના નહિ રહેવાય...!! - 2

વાંચકમિત્રો ને આગળ નો ભાગ વાંચી જવા વિનંતી......

વિનય સાથે નો અર્જૂન.. અને અર્જૂન ‘પોતે’- એક જ માણસ હોવા છતાં બન્ને એક બીજા થી એકદમ ભિન્ન વ્યક્તિત્વ હતા....

અર્જૂન અને વિનય પહેલે થી ડૉકટર બનવા માગતા હતા...અને વિનય ના ગયા પછી ડૉકટર બનવાનુ સપનુ અર્જૂન ના મન માં વધારે મક્કમ બની ગયેલુ કારણ કે જ્યારે પોતાનુ કોઇ જ્યારે છોડી ને ચાલ્યુ જાય ત્યારે જે દુ:ખ થાય તે અર્જૂન જેટલુ સારી રીતે કોણ સમજી શકે તેમ હતુ ? તેથી અર્જૂન એ વિચારી લીધેલુ કે તે ડૉકટર બની ને લોકો ની સેવા કરશે અને કોઇ ને પણ પોતાના લોકો થી થતો આવો વિરહ સહન ના કરવો પડે તેના માટે પોતાની બનતી કોશિશ કરશે...

***

12 સાયન્સ પછી મેડિકલ કૉલેજ માં એડમિશન લેવાઇ ગયેલું.

કૉલેજ ચાલુ થયા ને થોડા જ દિવસો માં આખી કૉલેજ ના વિદ્યાર્થી ઓ માં એક નામ ચર્ચાવા લાગેલુ...ખાસ કરી ને છોકરી ઓ માં....! જે હતુ ‘અર્જુન’ નુ....

હોય પણ કેમ નહિ..! કોઇપણ ના મન ને જીતી લે તેવો મજાકિયો અંદાજ અને બોલીવુડ ના હીરો જેવો લુભાવનો દેખાવ....કસાયેલ શરીર અને પળે – પળે બદલતાં ચહેરા ના એ નટખટ અને એટીટ્યૂડ વાળા અંદાજ તેના બંને ગાલ મા પડતા ડીંપલ ને વધુ મનમોહક બનાવતા અને આ બધુ સાથે મળી ને જાણે સામે ની વ્યક્તિ ને વશીકરણ કરતી હોય તેવુ લાગતુ....!!

કોઇ એવી વસ્તુ નહોતી જેમાં અર્જૂન ને રસ નહોતો.....દરેક જગ્યા એ પોતાનો હાથ અજમાવવો એ જ તેનો શોખ હતો.....ડાન્સ હોય, સ્પોર્ટસ હોય કે ડ્રામા...દરેક માં તે આગળ રહેતો...છતા ભણવામા ક્યારેય પાછળ નહોતો પડ્યો.....

પરંતુ જેમ ભગવાન ક્રૃષ્ણ ને ગોપી ઓ ઘણી હતી પણ મન ની રાણી ‘રાધા’ એક જ હતી તેમ જ અર્જૂન ના મન નુ મુખ્ય સપનુ એક જ હતુ.......તે હંમેશા થી એક સિંગર(ગાયક) બનવા માગતો હતો...અને તેની આ ઇચ્છા તો કદાચ તે આગલા જન્મ ની જ લઇ આવેલો હશે તેવુ લાગતુ..!! તેણે સાત વર્ષ ની ઉંમર થી જ શાસ્ત્રીય સંગીત શીખવાની તાલિમ લેવાનુ ચાલુ કરી દીધેલુ.....અને કૉલેજ માં સિંગીંગ ની વાત આવે તો બધા ના મોઢા માંથી અર્જૂન નુ જ નામ નીકળતુ.

જો કે તેણે ક્યારેય પોતે એક સ્ટાર હોય અને લોકો તેના ફેન હોય તેવુ ઇચ્છયુ નહોતુ....તે ફક્ત પોતાના માટે સંગીત શીખવા ઇચ્છતો હતો.... પણ કોલેજ માં મિત્રો ની ઇચ્છા પૂરી કરવા માટે કરેલા પર્ફોમન્સ એ તેને કોલેજ નો રોકસ્ટાર બનાવી દીધેલો...

એક જ માણસ માં આટલુ બધુ એક સાથે જોઇ ને લોકો નવાઇ પામી જતા..!

આજ સુધી માં કોઇ છોકરી અર્જૂન સાથે પોતાનુ નામ જોડી શકવામાં સફળ થઇ શકી નહોતી....એવુ નહોતુ કે અર્જૂન ને છોકરી ઓ માં રસ નહોતો...ઘણી ફીમેલ ફ્રેન્ડસ હતી તેની પણ કોઇ એવી નહોતી કે જે તેના મન ની મિત્રતા ની રેખા ઓળંગી ને આગળ પહોંચી શકી હોય..! અથવા તો પોતાના વ્યક્તિત્વ અને વિચારો ને હ્દ થી વધુ વિકસાવવાના જનૂન એ ક્યારેય તેને આ બાબત મા વિચારવાનો મોકો જ નહોતો આપ્યો એ કહેવુ યથાર્થ રહેશે..!

***

ઓહહ માય ગોડ..!!!! આ એ જ ‘અર્જૂન શાહ’ છે...!!...મને મારી આંખ પર વિશ્વાસ નથી આવતો....!

(મોબાઇલ ફોન ની સ્ક્રિન પર ખૂલેલા અર્જૂન શાહ ના ફેસબુક એકાઉન્ટ ને જોઇ ને સૂર્વી લગભગ ખૂશી થી ઊછળી પડી હતી સોફા પર....)

શુ થયુ બેટા, બધુ બરાબર છે ને?? સૂર્વી ના અચાનક બદલેલા ચહેરા ના હાવ-ભાવ જોઇને તેના નાની શાંતા બહેન એ પૂછ્યુ.

સૂર્વી : હા નાની, બધુ બરાબર છે....એ તો એક જોક વાંચ્યો એટલે..!....સૂર્વી એ માથુ ખંજવાળતા બહાનુ બનાવીને કહ્યૂ.

શાંતા બહેન : હવે ફોન ને આરામ આપી ને સૂઇ જા ચાલ, રાત ઘણી થઇ ગઇ છે.

સૂર્વી : ઓકે નાની...ગુડ નાઇટ..!

આટલુ કહી ને સૂર્વી પોતાના રૂમ તરફ ચાલવા લાગી.

આજ શાંતાબહેન પણ અચંબા મા મૂકાઇ ગયેલા કે આજે સૂર્વી આટલી જલ્દી સૂવા માટે માની કેમ ગઇ!.. કારણકે છેલ્લા પંદર વરસ માં એવુ પહેલી વાર બનેલૂ કે સૂર્વી નાની ના મોઢે થી વાર્તા સાંભળવાની જિદ કર્યા વગર સૂવા તૈયાર થઇ ગઇ હોય..!

સૂર્વી એક ઇમોશનલ અને સ્વીટ છોકરી હતી...પોતે ફક્ત પાંચ વર્ષ ની હતી જ્યારે તેની માતા હાર્ટઅટેક ને કારણે મૃત્યુ પામી હતી....એ પછી થોડા જ સમય માં પિતા એ બીજા લગ્ન કર્યા અને પોતાના કામ ની જરૂરિયાત એ તેમને ફેમિલી સાથે મુંબઇ શહેર માં શિફ્ટ થવા મજબુર કર્યા.....નાનકડી સૂર્વી આમ જીવન માં અચાનક આવનારા બદલાવો ને બિલકુલ સહન ના કરી શકી અને સતત ઉદાસ રહેવા લાગી...

સૂર્વી માટે ચિંતીત તેના પિતા અને સાવકી માં એ તેને ખુશ રાખવા બનતી કોશીશો કરી પરંતુ સૂર્વી સાવકી માતા ને સ્વીકારી શકી નહિ અને બધી કોશીશો નિષ્ફળ સાબિત થઇ......આ બધુ જોઇ ને સૂર્વી ના નાના-નાની એ તેને હમેંશા પોતાની સાથે રાખવાનો નિર્ણય કર્યો.

સૂર્વી ને હમેશા થી નાના-નાની પ્રત્યે વિશેષ લગાવ હતો...અને નાના-નાની પણ સૂર્વી ને ખૂબ જ લાડકી રાખતા...સૂર્વી હવે ખૂબ જ ખૂશ રહેવા લાગેલી....

સૂર્વી ની માતા જ ફક્ત શાંતાબહેન અને હરિભાઇ નુ એક માત્ર સંતાન હતુ....અને તેના મૃત્યુ પછી જાણે આ દંપતિ ના જીવન માં અંધકાર છવાઇ ગયેલો પરંતુ સૂર્વી ના આવવાથી અંધકાર માં કોઇ એ દીપ જલાવ્યુ હોય તેવુ રહેવા લાગેલુ ઘર નુ વાતાવરણ..!!..અને દંપતિ ને સૂર્વી ની માતા ના બાળપણ ને ફરી એક વાર જીવવાનો મોકો મળી ગયેલો....બસ, ત્યાર થી જ રોજ સાંજે નાની પાસે કોઇ વાર્તા સાંભળી ને સૂવા ની આદત લાગી ગયેલી સૂર્વી ને જે આટલી મોટી થયા બાદ પણ એમ ની એમ હતી..! સૂર્વી તો હમેશા મજાક માં નાની ને બાળ વાર્તા ઓ ના લેખક બનવાની સલાહ આપ્યા કરતી....!

સૂર્વી બહૂ ઓછુ બોલતી...એવુ નહોતુ કે તેને બોલવુ પસંદ નહોતુ પણ પોતાની વાત કહેવા માટે તે હમેંશા શબ્દો ના શોધી શકતી હોય તેવુ અનૂભવવા થી તેણે ઓછુ જ બોલવાનુ પસંદ કરેલુ....અને છેવટે એ બધી મન માં દબાય જતી ફીલીંગ્સ રાત્રે ડાયરી મા શબ્દશઃ છપાઇ જતી..!...નવરાશ ની પળો માં ભજન ,ફિલ્મી ગીતો સાંભળવા અને ગણગણ્યા કરવા તેનુ મનપસંદ કામ હતુ.....અને તેના હાથ મા હમેશા એક પુસ્તક તો રહેતુ જ...તે બાળપણ થી જ ખૂબ જ પુસ્તકો વાંચતી...જેમા આધ્યાત્મિક અને નવલકથા જેવા વિષયો વધુ રહેતા.....વેદો હોય કે આયૂર્વેદ કોઇ પણ પુસ્તકો તેની નજર થી ચુકતા નહિ.....પોતે ’મોર્ડન’ જમાના ની હોવા છતા તેને પહેલા ના જમાના ની અમુક વસ્તુ ઓ જીવવાની ખૂબ ઇચ્છા રહેતી.

સૂર્વી નો દેખાવ અને તેનુ વ્યક્તિત્વ એક બીજા થી તદ્દન અલગ હતુ .... માસૂમ ગોરો ચહેરો અને તેના પર સદાય રહેતુ નિર્મળ સ્મિત....અને એ કાયમ ને માટે કાજલ કરેલી મોટી કાળી આંખો સામે વાળા ને આકર્ષવા પૂરતી હતી...તેનુ ઉંચુ સપ્રમાણ શરીર અને કમર સુધી પહોચતા સિલ્કી વાળ જેનુ એકદમ ફેન્સી હેયર કટ થયેલુ...આ બધુ સાથે મળી ને તેને એક પરફેક્ટ ‘મોડેલ લૂક’ આપતુ.....કોઇ તેને ફક્ત જોઇ ને તેના વ્યક્તિત્વ નો સાચો અંદાજો લગાવી શકે તેમ જ નહોતુ...!!

***

નાની ના કહેવાથી સૂર્વી રૂમ માં સૂવા તો ચાલી ગઇ પણ આજ ઊંઘ અને તેની આંખો ને દૂર-દૂર સુધી કોઈ સબંધ દેખાતો નહોતો...

ખૂબ વિચાર્યા પછી આખરે હિંમત કરી ને સૂર્વી એ અર્જૂન ને ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ મોકલી જ દીધી..!! અને આંખો મીચી ને બેઠી ત્યાં જ એની આંખો સામે અર્જૂન નો બાળપણ નો ચહેરો, મસ્તી,ખીંચાઇ બધૂ દેખાવા લાગ્યુ...

તે મનોમન વિચારવા લાગી..કેટલો મસ્તીખોર હતો અર્જૂન સ્કૂલ માં..એક તેના બેસ્ટ ફ્રેન્ડ વિનય સિવાય ક્લાસ ના બીજા બધા બાળકો ને હેરાન કરી મૂકતો....!!

(સ્કૂલ માં અર્જૂન અને વિનય આગળ ની બેન્ચ મા અને સૂર્વી અર્જૂન ની પાછળ ની બેન્ચ માં બેસતી ....આગળ-પાછળ બેસતા હોવા છતા સામાન્ય ઓળખાણ સિવાય કોઇ ખાસ મિત્રતા નહોતી બન્ને ની એક બીજા સાથે.....હા બસ, ક્લાસ ટેસ્ટ માં સૂર્વી ના હાઇએસ્ટ માર્કસ જોઇને જલન ને લીધે અર્જૂન તેની સાથે દરેક શૂક્રવારે માર્કસ આવે ત્યારે ઝઘડતો ત્યારે થોડી વાત-ચીત થતી બન્ને વચ્ચે..આમ તો ત્યારે પણ 80% જેટલુ અર્જૂન જ બોલતો....!

સૂર્વી આખો દિવસ પાછળ બેસી ને અર્જૂન ને જોયા કરતી....તેને અર્જૂન ખૂબ જ ગમતો...નાની મા એ કહેલી વાર્તા ઓ નો રાજકુમાર જેવો જ લાગતો તેને અર્જૂન..!! ...જે દિવસે તે અર્જૂન ને દૂઃખી જોતી તે દિવસ તેનો પણ ખરાબ જતો..અને અર્જૂન ને ખૂશ જોઇ ને પોતે પણ ખૂશ થઇ જતી....આ બધુ કેમ થતુ તેનુ કારણ ક્યારેય શોધી શકી નહિ સૂર્વી પણ જે થતુ હતુ તે ખૂબ જ ગમતુ હતુ સૂર્વી ને....

એક દિવસ અર્જૂન સ્કૂલ નહોતો આવ્યો ત્યારે સૂર્વી નુ મન આખો દિવસ કયાંય લાગ્યુ નહિ.

બીજા દિવસે સૂર્વી અર્જૂન ને જોવા ની ઉતાવળ ને લીધે સ્કૂલ ના સમય કરતા વહેલા જ આવી ગઇ...ધીમે ધીમે બધા વિદ્યાર્થી ઓ આવવા લાગ્યા પણ સૂર્વી ની નજર તો તેમાં અર્જૂન ને જ શોધતી હતી.....આવુ સતત વીસ દિવસ થયુ.

આજ સૂર્વી રહી ના શકી અને પોતાના ક્લાસ માં ભણતી ‘જૂલી’ કે જે સૂર્વી ની એક માત્ર મિત્ર અને વિનય ની બહેન હતી તેને આજ શાળા એ આવેલી જોઇ ને તેને પૂછતા જાણવા મળ્યૂ કે વિનય નુ અકસ્માત માં મૃત્યુ થયુ છે અને તેના વગર અર્જન હવે આ સ્કૂલ મા ભણવા માગતો નથી તેથી અર્જૂન એ હમેંશા માટે સ્કૂલ છોડી દીધી છે....

જૂલી ને રડતી જોઇ ને અને હવે પોતાને અર્જૂન ક્યારેય જોવા મળશે નહિ અ જાણી ને સૂર્વી ને એ ક્ષણે આંસૂ રોકવા મૂશ્કેલ બની ગયેલા....!!