ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 2 Abhishek Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

ડૂબતા સૂરજે લાવ્યું પ્રભાત ! - 2

સંધ્યાની આરતી પુરી થઇ હતી માં શુંભાંગીની સૌ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યાંજે એક સ્ત્રી રોકકળ કરતી માં શુંભાંગીનીના પગમાંપડી ગઈ! અને તેનું રૂદન સંધ્યાને વધુ કરુણ અને ભયાનક બનાવી રહ્યું હતુ. બધા ગામવાસીઓની નજર આ સ્ત્રી પર ચોંટી. માં શુંભાંગીનીએ તેને ઊભી કરી અને તેને રડવાનું કારણ પૂછ્યું. બધાંના કાન એની વાત સાંભળવા સરવા હતા. એ સ્ત્રી દેખાવ પરથી આધેડ વયની, સુઘડ અને સંસ્કારી જણાતી હતી. એણે પોતાની વાત કહેવાની શરુ કરી, "મારું નામ નયના છે, મારા પતિ પરમ દિવસે ખેતરમાં ગયાને હજી પાછા નથી આવ્યા! માં મારું મન બહુ ગભરાય છે. એ જીવતા તો..! માં હવે તમે જ એક સહારો છો! " "તમે શાંત થઈ જાઓ નયના બેન, માં શકામ્બરી પર વિશ્વાસ રાખો! કઈ નઈ થાય" બોલી માં શુંભાંગીની સહેજ આગળ ગઇ એક સિંહાસન પર બેઠા અમે બોલ્યા, "હું હમણાંજ ધ્યાન ધરીને તમારા પતિ માટે માં શકામ્બરી સાથે વાત કરું છું, મા જરૂર કોઈ સંકેત આપશે, પણ એક વાતનું ધ્યાન રહે કે, મારા ધ્યાનમાં વિઘ્નના આવે!" કહીં માં શુંભાંગીનીએ આંખો બંધ કરી દીધી. બધા ગામવાસીઓ મંદીરમાં જ હતાં. ક્યાં ગયા હશે મહેશભાઈ! જેટલા મોઢા એટલી વાતો! માં શુંભાંગીની અડધો કલાકથી ધ્યાનમાં જ હતા. વચ્ચે વચ્ચે હોઠ હલાવતા હતા. નયના બેન અધીરા બન્યા હતા! અને હોયજ ને જ્યારે અર્ધશરીર ના મળી રહ્યું હોય તો કોનો જીવ રેહ! નયના બેન માં શુંભાંગીનીની ચેતવણી અને મહત્તા બંને ભૂલી એમને ઝકઝોરવા લાગ્યા! "માં શું થયું! ક્યાં છે મારા પતિ! ક્યાં છે! કઈ બોલો માં બોલો." અરે નયના બેન આ શું કરી રહ્યા છો, મા શુંભાંગીનીએ કિધું હતુંને એમના ધ્યાનમાં ભંગ ના પાડતા! "હા શૈલજા તું સાચું બોલી, વાત મળી મને એમના પતિની , પણ અધૂરી જ! માં શકામ્બરીના સંકેત મુજબ તમારા પતિ આસપાસમાં જ છે. લગભગ બે ગાઉ દુર મહાગિની પર્વતની આસપાસ લાગે છે. પણ તેમના શ્વાસ છે કે નહીં તે હું ના જાણી શકી. તમે જલ્દી તપાસ કરો. અને મા શકામ્બરીના આશીર્વાદ તમારી જોડે રહેશે તો કાંઈ અજુગતું નઈ બને.." માં શુંભાંગીની ના શબ્દો સાંભળીને શૈલજા તેમને તાકી રહી,પણ મૌન જ રહી. નયના બેન માં શુંભાંગીનિની જય, મા શકામ્બરીની જાય કહેતા ઉભા થયા માં શુંભાંગીનીને પગે લાગી,પોતાની સોનાની ચેન સિંહમુખમાં નાખી, દોડતા ઘર તરફ ગયા. ગામલોકો મહેશભાઈ માટે પ્રાર્થના કરવા લાગ્યા.
"સ્વર્ણિમ બેટા, સ્વર્ણિમ.. ક્યાં છે?" નયના બેને બૂમ પાડી.. "આવ્યો કાકી.." કહેતા સ્વર્ણિમ ઊભો થઈ બહાર આવ્યો. "બેટા તારાં કાકાની ખબર લાવી છું." "શું? અરે આતો બહુ સારા સમાચાર છે! કોને ક્હ્યું તમને? "સ્વર્ણિમએ ઉત્સાહમાં પૂછ્યું. " બેટા માં શુંભાંગીનીએ કહ્યું કે તારા કાકા મહાગિની પર્વત પાસે જ ક્યાંક છે.. " " કોણ માં શુંભાગીની? અને તેમને કોણે ક્હ્યું!? " " એ આપણા ગામના દેવી છે. લોકો તેમને સાક્ષાત શકામ્બરીનો અવતાર માને છે. " " કાકી તમને ખબર છે ને કે હું આ બધામાં...! " " બેટા હમણાં તારી દલીલો રહેવા દે.. હમણાં એક તરણું મળ્યું છે માં શુંભાગીની દ્વારા, તારા કાકા માટે આટલું નહીં કરે!.. " " બસ કાકી. તમે આમ રડો નહીં! હું જઈશ, જરૂર જઈશ. કાકાને પાછા લાવા.. "કહી સ્વર્ણિમ નીકળી ગયો બહાર. સ્વર્ણિમ સાથે રાવજીભાઈ પણ જાય છે. સ્વર્ણિમ પર્વતની ખીણમાં ઊતરે છે. થોડેક નીચે જતાં એને કોઈ પડેલું દેખાય છે!...
નયનાબેનના હૈયાફાટ રુદનથી આખું ગામ શોકમાં ડૂબી જાય છે. કેમકે પર્વતની ખીણમાં મહેશભાઈ નહીં પણ એમનો મૃતદેહ મળ્યો હતો. સ્વર્ણિમ કાકીને સંભાળી રહ્યો હતો. " શાંત થઈ જાઓ કાકી. શાંત થઈ જાઓ." જેમતેમ મન મારી કાકાની અંતિમવિધિ કરી. પછી તે અચાનક કોઈને દેખાય નહીં એમ પાછળ વાડામાં જતો રહ્યો. હવે તેની આંખોમાં આંસુ હતાં. તેને કાકા સૌથી વધુ વહાલા હતા. તેને બધું યાદ આવતું હતું કે તેના મા બાપ બંને એ જ્યારે છઠ્ઠામાં હતો ત્યારે ક્ષયના રોગથી મૃત્યું પામ્યાં હતાં. અને કાકાએ જ એને મોટો કર્યો એના પપ્પા બનીને! એને આટલો કાબેલ બનાવ્યો. પણ હવે એ નથી રહ્યા..સ્વર્ણિમ રડી રહ્યો હતો કે ત્યાંજ અચાનક એક હાથ તેના માથા પર આવ્યો ત્યા શૈલજા ઉભી હતી. તે કાંઈક કહેવા આવી હતી પણ સ્વર્ણિમની આ હાલત જોઈ ચૂપ રહી. તેણે સ્વર્ણિમનાં માથાં પર હાથ ફેરવ્યો. સ્વર્ણિમ તેને ઓળખી ગયો કે બે ત્રણ દિવસ પહેલા મળ્યો હતો તે શૈલજાને. તે પોતાના આંસુ છુપાવી રહ્યો હતો. શૈલજાએ તેનો હાથ પોતાનાં હાથમાં લઈ તેને સાંત્વના આપી. "બેટા તુજ હવે તારા કાકીનો સહારો છે. તારા કાકાને કેટલું દુખ થશે જ્યારે એમણે ખબર પડશે કે તું આંસુ સારે છે. હું તારું દુખ સમજુ છું પણ તું પણ તારી જવાબદારી સમજ. હવે તારે જ તારા કાકીનું ધ્યાન રાખવું પડશે, બધી જવાબદારી ઉપાડવી પડશે. તું મજબૂત છે એ હું જાણું છું. એટલે હવે રડ નહીં અને મક્કમ થઈ જા." કહીં શૈલજા જવા માંડી. એ કહેવા કઈ બીજું આવી હતી અને કહી કશું બીજું ગઇ! "થેંક યૂ, આંટી મને વાસ્તવિકતાનું ભાન કરાવા. તમારી વાત સાંભળી મને ખૂબ હિંમત મળી છે." સ્વર્ણિમે કહ્યું. શૈલજા પાછળ ફરી સહેજ હસી ચાલી ગઈ...

થોડા દિવસો પછી....

"નિત્યા.. નિત્યા..કેટલી વાર, પછી તું મને કેછે કે તારા લીધે મોડું થાય છે દર વખતે.. ચાલ કેટલી વાર બજાર બંધ થઈ જાય પછી જવાનો ઇરાદો છે મૅડમ!.." "બસ આવી,'નિષ્ઠા' બસ ચંપલ પેહરું એટલીજ વાર.." નિષ્ઠા માં શુંભાંગીનીની એકની એક દીકરી હતી. અને મા શકામ્બરીની નિત્યા જેટલી જ ભક્ત હતી. દેખાવે નિત્યા જેટલી જ સુંદર પણ સહેજ ઘઉંવરણી હતી. પણ સુંદર હતી. નિત્યા અને નિષ્ઠા એકબીજાનો જીવ હતી. એકબીજા વગર પાંચ મિનિટ પણ રહેતી નહીં. કાતો નિત્યા નિષ્ઠાને ઘેર કાતો નિષ્ઠા નિત્યાને ઘેર જ મળે. " સંધ્યા પહેલા આવી જજો બંને માતાઓ.." અંદરથી શૈલજા બોલી. અને હા કહી બંને સહેલીઓ બજારે ઉપડી. બજારમાં બંને ફરતા હતા અને નિષ્ઠા સામેની દુકાનમાં ગઈ હતી અને નિત્યાને બીજું કામ હોવાથી તે સ્કૂટી ચાલુ કરી નીકળી રહી હતી અને પછી નિષ્ઠાને લઇ લેવાની હતી. તે ચાલુ કરી સહેજ જ આગળ ગઇ ત્યાંતો એક યુવાને તેનો દુપટ્ટો ખેંચ્યો.. "તમારામાં કોઈ શરમ નામની વસ્તુ છે કે નઈ! આ રીતે કોઈ છોકરીનો દુપટ્ટો ખેંચતા. છોકરી જોઈ નથીને શરૂ થઈ જવાનું...કહી નિત્યા લાફો મારવાં હાથ ઉગામવા જતી હતી. ત્યાજ પેલા યુવાને હાથ પકડી લીધો." તમે સમજો છો શું મને! મને કોઈ શોખ નથી તમારા દુપટ્ટા ખેંચવાનો.. જો હમણાં ખેંચીને ઉપર ના લેત તો હમણાં ઉંધે માથે નીચે પડત તમે.." પેલા યુવાને સહેજ ગુસ્સાથી કહ્યું. "જુઠ્ઠું ના બોલશો, પકડાઈ ગયા એટલે ફરી રહ્યા છો!" નિત્યા અકળાઈને બોલી. " નિત્યા.. નિત્યા તું ઠીક તો છેને! તારો દુપટ્ટો સ્કૂટીમાં ફસાઈ ગયો હતો દૂર થી જોયું તો ભાગતી આવી છું." નિષ્ઠા હાફતી હાફતી બોલી. " નિત્યા પેલા છોકરાં સામે જોઈ રહી, પેલા છોકરાએ કાંઈ બોલવું જરૂરી ના સમજ્યું. " થેંક યૂ. "કહીં નિત્યા અત્યંત ઝડપથી નીકળી ગઈ.. અને સ્વર્ણિમ જોતો જ રહ્યો.
બીજી તરફ શૈલજા ખૂબ મુંઝવણમાં હતી. અત્યાર સુધીતો કાંઈ ના કિધું મેં સ્વર્ણિમને કેમ કે એ એના કાકાની પાછળની ક્રિયાઓમાં વ્યસ્ત હતો. પણ હવે બધું થાળે પડયું હતું. હવે મારે જણાવવું જ પડશે, અને એને જાણવાનો પૂરેપૂરો હક પણ તો છે! હવે હું આ ભાર મનમાં નઈ રાખી શકું. એ યોગ્ય પણ નથી. મારે વાત કરવી જ પડશે.

-by હર્ષિલ શાહ & અભિષેક ત્રિવેદી