સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 9 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૯

મલ્લરાજની ચિન્તાઓ

અંગ્રેજની સામે વાપરવાનું બળ દેશી રજવાડાઓમાં ખપાવી ન દેવું અને જે રજવાડાઓમાંથી આશ્રય ન મળે તેની સાથે વિરોધ ન શોધવો એવી ઉપરીઓની સૂચના હોવાથી સુભાજીરાવની સેનાએ સામંતને ઘણો શ્રમ ન આપ્યો. સુભાજીરાવ અને કેશવશાસ્ત્રીને જ દરબારમાં આમંત્રણ થયેલું તે ગયા એટલે તેમના રત્નનગરી આવેલા સાથીઓ રાત્રે નગરચર્ચા જોવા નીકળી પડ્યા અને સામંતની સેનાની બાતમી મળતાં સુભાજીને શો ઉત્તર મળશે તેની કલ્પના થઇ. બેમાંથી એક જણ ઉતારે પાછો આવ્યો અને એક જણ પોતાની સેનાના સ્થાન ભણી દોડ્યો અને સમાચાર કહ્યા. સામંતની સેના રાત્રિએ ઘસારો કરી ચાલી તેનાં ચિહ્‌નથી જ સુભાજીરાવની સેના પરહદમાં નીકળી ગઇ. નીકળતાં નીકળતાં સામંતના દારૂગોળાનો કાંઇક માર પડ્યો તે ખમી ગઇ, અને પાછળ પડેલાં થોડાંક માણસ સામંતના હાથમાં આવ્યાં તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો. સુભાજી વગેરે ત્રણે જણને રત્નનગરીના માણસોની ચોકીએ બીજે માર્ગે થઇ પરહદમાં મૂક્યા, અને ત્યાંથી મલ્લરાજ અને જરાશંકરને અનેક ગાળો દેતા દેતા પ્રાતઃકાળે પોતાની સેનાને મળ્યા અને બીજે માર્ગે ચાલી ગયા. તે સૌ ગયાની અને તે પાછા નહિ આવે તેની ખાતરી થતાં સામંત પાછો ફર્યો, અને વગર યુદ્ધ હાથમાં આવેલા માણસ સ્ત્રીતુલ્ય ગણી મલ્લરાજે કેદ પકડાયેલાં માણસોને પોતાની હદ બહાર કાઢી મૂક્યાં.

દિલ્હી અંગ્રેજને હાથ પાછું આવ્યું. ભરતીની દિશા બદલાઇ, અંગ્રેજ જયવંત થયા, મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય થયું, અને ભરતખંડમાં નવા રાજ્યની રાજ્યઘોષણા એ રાણીના સ્વહસ્તે લખેલા કોમળ ઉદાર શબ્દોમાં થઇ. મલ્લરાજનો કરેલો વર્તારો ખડો પડ્યો, સર્વ વાતે ખરો પડ્યો. બ્રેવસાહેબ ઉપરની ચિઠ્ઠી, અને સુભાજીરાવ સામેનું પ્રયાણ એ બે પ્રસંગોથી રત્નનગરી અને અંગ્રેજ વચ્ચેનો સંબંધ ઘાડો કર્યો અને રોપેલા કાર્યવૃક્ષને ઇષ્ટ ફળસિદ્ધિ થઇ.

આ ફળસિદ્ધિની વાત ઘણા ઘણા દિવસ સુધી રાજાએ અને પ્રધાને સંભારી રાખી, અને તેથી એકલો આનંદ ન પામતાં એ વાત જ્યારે નીકળતી ત્યારે મલ્લરાજનું મુખ ગંભીર થઇ જતું. એક વાર પ્રસંગ નીકળતાં તે બોલ્યો : ‘જરાશંકર, ઇશ્વરે સારી વાતો પણ ધારેલી સિદ્ધ કરી તેમ ખોટી વાતો પણ જે જે ધારી હતી તે સિદ્ધ થતી હોય એમ લાગે છે. મારા પિતાએ અંગ્રેજ સાથે પ્રથમ સંધિ કર્યો ત્યારે જ મેં નિર્ણય કર્યો હતો કે રજપૂતાઇ રંડાવાનો કાળ આપ્યો. નાનાસાહેબના બંડ પ્રસંગે જમે અને ઉધાર વિચારી મેં જાતે જ એ સંધિ દૃઢ કર્યો તેમાંની જમે અને ઉધાર બાજુ ખરી પડતી જાય છે અને પડશે. અંગ્રેજોનામાં સુગ્રીવજીની સેનાના સારા અને નઠારા સર્વ ગુણ-દૈવી અંશ અને વાનર અંશ સર્વ પ્રકટ થાય છે અને થશે, અને તેને યોગ્ય આપણે વિચાર અને આચાર રાખવા પડશે. બ્રેવસાહેબ ગુજરી ગયા અને હું રહ્યો. બ્રેવસાહેબના જેવા અંગ્રેજો હવે આ દેશમાં થોડા આવશે. હવે અંગ્રેજોને પણ આ દેશમાં શુદ્ધ રાજાઓની સાથે યુદ્ધ નહિ કરવાં પડે પણ ધાડપાડુઓ, બાયલાઓ, વ્યસનીઓ, અને એવા એવાઓની સામે શિક્ષાની તરવાર ઉગામવાને નિમિત્તે યુદ્ધ કરવું પડશે, તેને યુદ્ધ સમજીશ મા. એ તો છોકરાંની રમત-પોલીસની દોડધામ જેવી વાત સમજજે. અંગ્રેજોનું તેમ આપણા લોકનું ક્ષત્રિયત્વ આ દેશમાંથી જતું રહેવાનું - તેમના મહાન રાજ્યમાં અન્યત્ર યુદ્ધ થશે તેથી તેમની સેનાને અનુભવનાં દ્ધાર મળવાનાં. પણ આપણને તે દ્ધાર નહિ મળે - આપણે તરવાર આપી નથી, પણ આપી દીધી જ સમજવી. આપણે હવે વૈશ્ય જેવા થઇશું અને પૃથ્વીનું ઉત્પન્ન વધારવામાં આપણું ભાગ્ય સમાપ્ત થશે. તેની સાથે અંગ્રેજો બહાર ગમે તે હશે પણ આ દેશમાં આવી વૈશ્યવૃત્તિવાળા થઇ જવાના જેવા કરવાના એ સિદ્ધ. સર્વથા ભાવિ આગળ કોઇ બળવાન નથી, પણ હવે દેશકાળ બદલાયાં અને નવા યુગનો પવન ઝપાટાબંધ ચોપાસથી વાવા લાગ્યો છે તેમાં શું કરવું, કેવી રીતે વર્તવું, કેવાં બીજ નાંખવાં, ક્યાં નાખવાં, શું રાખવું, શું પડતું મૂકવું, વગેરે સર્વ વાતોનો ગંભીર વિચાર કરવો એ હવે મારું ને તારું કામ.’

જરાશંકર - ‘મહારાજ, કેવળ સત્ય વાત બોલો છો. આ નવો યુગ પ્રવર્તે છે તેના ઉન્માદમાં એકદમ દાખલ થઇ જવું જેમ ઠીક નથી, તેમ પાછલો યુગ હજી વિદ્યમાન હોય તેમ નવા યુગનો પ્રસાદ કરવો પણ યોગ્ય નથી. નવો યુગ નહીં સમજે ને પ્રમાદ ધરશે તે અર્જુન પેઠે કાબાઓથી લૂંટાશે; નવા યુગના ઉન્માદમાં લીન થશે તે પરીક્ષિતની પેઠે બ્રાહ્મણને ગલે સર્પ વીંટી પાછળથી પસ્તાશે. ક્ષત્રિયોનાં લોખંડનાં શસ્ત્ર ગયાં સમજવાં એ નક્કી, પણ શસ્ત્ર ન ધરવાની પ્રતિજ્ઞા સ્વીકારી શ્રીકૃષ્ણ પરમાત્માએ વગર શસ્ત્રે પાંડવોનાં ધર્મયુદ્ધમાં ધર્મવિજય પ્રવર્તાવ્યો એ કથામાં આપણા પુરાણ મુનિએ મહાન ઉપદેશનું રહસ્ય મૂક્યું છું છે તે આપના જેવાઓને જ માટે. સોક પ્રબીન કછુ ન કરો એ વાક્ય શૂરવીરોને પણ કામ લાગે છે. મહારાજ, મનને અસ્ત કરી ન નાંખો.’

મલ્લરાજ વિચારમાં લીન હતો. તેનાં ક્ષાત્ર નેત્રોમાંથી અપ્રતિહત જળધારા ચાલતી હતી. તેના દાંત નીચલા ઓઠને અત્યંત બળથી કરડતા હતા ને એ ઓઠામાંથી રુધિર નીકળે એટલું જ બાકી હતું. વામ હસ્તની તર્જની મૂછ ઉપર ભાર દઇ આળોટતી હતી. કપાળે કરચલીઓ વળી હતી ને તેની વચ્ચે થઇને પરસેવો ઊભરાતો હતો. જરાશંકરે આ અવસ્થામાંથી તેને જગાડવા ફરી પ્રયત્ન કર્યો :

‘મહારાજ !’

આકાશ ભણી નેત્ર કરી, કેડે તલવારની મૂઠ ઉપર હાથ દાબી, વિકરાળ સ્વરૂપ ધારણ કરી, મલ્લરાજ અચિંત્યો ઊભો થયો. ‘બ્રાહ્મણ ! તું સત્ય કહે છે, પણ હાલ તો સર્વ ક્ષત્રિયોની સુહાગણ રાણી રણભૂમિ ગુજરી ગઇ છે તેનો અસહ્ય શોક થઇ રહેશે ત્યાં સુધી જીવને શાંતિ વળવાની નથી. જા, મારી રજપૂતાણીને જઇને કહે કે હવે તારો રણશૂરો રજપૂત મટી ગયો ! - એ વટલાયો.’ રાજાનું નેત્ર હજી શૂન્ય આકાશ ભણી હતું.

જરાશંકરે રાણીને તેડવા મોકલ્યું. મેનારાણી, પ્રધાનની લાજ છોડી ઉઘાડે મુખે, ગભરાતી હાંફતી આવી. રાણીનું આ સ્વરૂપ પ્રધાને પ્રથમ જ જોયું. તેની આંખમાં આંસુ આવ્યાં, અને હાથ જોડી, ‘માતાજી’ સંબોધન ઉચ્ચારી, રાણીને રાજાની સર્વ અવસ્થા વિદિત કરી. રાણી રાજની સ્થિતિ જોતી થોડીક વાર ઊભી - રાજાએ તેના સામી દૃષ્ટિ સરખી ન કરી અંતે રાણીએ શાંત મનથી કંઇક વિચાર કર્યો. જરાશંકરને દ્ધાર વાસી બહાર બેસવા આજ્ઞા કરી, અને પોતે રાજાના સામી જઇ ઊભી. તોયે એને રાજાએ જોઇ નહીં. રાણીએ રાજાના ખભાઓ પર પોતાના હાથ મૂક્યા,તોયે રાજા ચમક્યો નહીં - તો બોલે તો શાનું ? રાણીએ રાજને કપાળે અને મુખે પોતાનો હાથ ફેરવ્યો અને ફેરવતાં બોલી : ‘મહારાજ ! સ્વામીનાથ !’

રાજાએ રાણીના ભણી જોયું; તેને ખભે પોતે હાથ મૂક્યા : ‘કેમ, રાણી ! શું જોઇએ ?’

‘મહારાજ પ્રસન્ન હોય તો રાણીને શું જોઇએ ? આપને ખેદ એ રાણીનું સર્વસ્થ ગયા જેવો પ્રસંગ.’

‘જરાશંકર ક્યાં ?’

‘આપના મનની અવસ્થાનો ખેદ કરતા પ્રધાનજી બહાર બેઠા છે.’

‘તમે ક્યારનાં આવ્યાં ?’

‘હું ક્યારનીયે આવી હોઉ પણ મહારાજે મારા ઉપર દૃષ્ટિ કરી ત્યારે પહેલાંનું આવ્યું નકામું. મહારાજ, આપ જેવાને શાનો ખેદ થયો.’

‘તે પૂછવાનો તમારો અધિકાર ?’

‘આપના આનંદમાં અધિકાર મને આપો ત્યારે મળે, પણ આપના દુઃખમાં તો વગર આપ્યો અધિકાર ભોગવું છું. મહારાણ, આપના દુઃખમાં ભાગ લેવાનો અધિકાર એ તો મારો પલ્લાનો લેખ. તે રદ કરવા આપણે અધિકાર નથી.’

આ ઉત્તરથી રાજા પ્રસન્ન થયો, અને પ્રસન્ન મુખે આસન ઉપર બેઠો અને રાણીને અંક ઉપર આસન આપી તેને કહેવા લાગ્યો :

‘લે હવે મારો ખેદ ગયો એટલે તારો અધિકાર પણ ગયો કે નહીં ?’

‘આપની પ્રીતિ એવી છે કે આટલાથી છેતરાઇ અધિકાર ખોઉં એમ નથી.’

‘સાંભળ ત્યારે. મને કંઇ કારણથી અત્યંત ખેદ થયો હતો. તેનો ઉપાય જડ્યો એટલે ખેદ ગયો. જરાશંકર અને સામંતને બોલાવી તેમની સાથે મંત્ર કરીશ ત્યારે હું પૂરો સ્વસ્થ થઇશ. સ્વસ્થ થયા પછી રાત્રિએ મેનારાણીના રાજ્યમાં હું બંધનને પ્રાપ્ત થઇશ ત્યારે અથથી ઇતિ સર્વ વાત કહીશ. અત્યારે અધૂરી કહેવી પડશે. બોલ, બેમાંથી તને રુચે તે માર્ગ લઉં.’

‘મહારાજ, અમારો અધિકાર તે તો ધર્મની ગાય લેવાનો, અને એવી ગાયને દાંત હોય નહિ. આપે સ્ત્રીનો કાળ રાત્રિ કરી આપ્યો તો તે કાળે હું અધિકાર વાપરીશ. મહારાજ, તે પ્રસંગે વચન પાળવામાં ન્યૂનતા ન રાખશો.’

‘બહુ સારું.’ રાણી ગઇ. રાજા તેની પાછળ એક દૃષ્ટે જોઇ રહ્યો. તે અદૃષ્ટ થઇ એટલે જરાશંકરને બોલાવ્યો. બારણે સામંત હતો તેને પણ અંદર બોલાવ્યો.

‘સામંત, તને જોઇતો હતો તેવે તું આવ્યો.’

‘મહારાજના મનની કાંઇક અવકળા જાણી આવ્યો.’

‘ઠીક કર્યું - જરાશંકર, તું બારણે કેમ જતો રહ્યો ? રાણીએ કાઢી મૂક્યો ?’

‘ક્ષમા કરો, મહારાજ, એ બોલ ન કહેશો.’ - જરાશંકર કાને હાથ દઇ બોલ્યો : ‘મહારાજના મનનું ઔષધ કરવા હું અસમર્થ નીવડ્યો, ત્યારે રાણીજીને મેં જ બોલાવ્યાં.’

‘તે તારા કરતાં એની શક્તિ વધારે છે ?’ મલ્લરાજે હસીને પૂછ્યું.

‘મહારાજ, કહ્યું વધારે કે નીવડ્યું વધારે ? હું હાર્યો અને રાણીજીએ પ્રસન્ન કરી પાછા અમારી પાસે અપને મોકલ્યા તે આપની પ્રસન્નતા અને ભોગવીએ છીએ તે રાણીજીની જ અમારા ઉપર કૃપા.’

‘ત્યારે રાણીનો પ્રતાપ તારા કરતાં વધારે ?’

‘મહારાજ, સ્વસ્થાને સર્વનો પ્રતાપ વધારે - દિવસે સૂર્યનો, શુકલપક્ષની રાત્રે ચંદ્રનો, ને કૃષ્ણપક્ષની રાત્રે તારાઓનો. દશરથનો અધિકાર એ કે તેના૩ શબ્દ સાચવવા રામ વન ગયા. પણ દશરથ, કૌશલ્યા, લક્ષ્મણ, ને સીતા : તે સર્વેએ ઇચ્છ્યું કે અમને તમારી સાથે વનમાં લઇ જાવ. પણ સર્વ ધર્મ જાણનાર શ્રી રામચંદ્રજી - તેમણે કેવો વિવેક કર્યો તે જુઓ. કૌશલ્યાજીને સાફ ના કહી કે તારો અધિકાર પિતા પાસે રહેવાનો છે આજ્ઞા કરી કૌશલ્યતાને દશરથ પાસે રાખ્યાં - ધર્મકાર્યે પુત્ર માતાને આજ્ઞા કરી શકે. માતાની સ્ત્રીબુદ્ધિ થાય ત્યારે પુરુષબુદ્ધિવાળો પુત્ર ધર્મ સાચવવા માને આજ્ઞા કરે - તેવા સમયો અર્થે જ શાસ્ત્રવચન છે કે ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતિ ।। દશરથ પિતા તેમણે પોતાની પાછળ આવવા માંડ્યું : પિતાને આજ્ઞા કરીી નિષેધ કરવાનો પુત્રને અધિકાર નહીં તે ન વાપર્યો : પિતાની યોગ્ય આજ્ઞા જાણતાં પોતે વન જવા નીકળ્યા, પણ પોતાની પાછળ પિતાની ઇચ્છાને પોતે અનુસર્યા નહીં; પણ રતોવાઇ ગુપ્તપણે પિતા નિદ્રાવશ હતા તે કાળે પોતે ચાલી ગયા. ગુરુજનોની આજ્ઞા પાળવા ન પાળવાનો આ વિવેક. લક્ષ્મણજી ભક્ત હતા, તેમને સાાથે ન આવવા સમજાવ્યા, પણ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તમે આવવા સ્વતંત્ર છો. સીતાજીને ઘેર રહેવાનો લાભ બતાવ્યો ને વનવાસનાં દુ-ખ બતાવ્યાં. પણ સ્ત્રીને પતિનાં દુઃખમાં બળ કરી, ક્રોધ કરી, ગમે તેમ કરી, ભાગ લેવા અધિકાર છે ને પતિનો ધર્મ છે કે તે અધિકારમાં વચ્ચે ન પડવું. વનમાં જવા સીતાએ રામ ઉપર ક્રોધ કરી રામની રરજા મેળવી છે, શ્રીરામચંદ્રે નથી પૂછ્યું દશરથને કે નથી પૂછ્યું કૌશલ્યાને, અને કોઇને પૂછ્યા વગર સીતાની આ ઇચ્છાને પોતે વશ થયા. આવી વાતોમાં સ્ત્રીનું સ્વાતંત્ર્ય અને સ્ત્રીનો અધિકાર બલિષ્ઢ છે અને તે અધિકારમાં ન્યૂનતા કરવા પોતાની ઇચ્છાથી કે પોતાનાં માતાપિતાની ઇચ્છાથી પણ પતિને અધિકાર મળતો નથી તેનું આ દૃષ્ટાંત. પતિનું દુઃખ તે પત્નીના દુઃખની પરાકાષ્ઢા છે ને તેમાંથી પતિને મુક્ત કરનારી ધર્મપત્નીનો અધિકાર અપ્રતિહત છે; તો મહારાજ, મહાપતિવ્રતા એવાં જે રાણીજી તે આપને પ્રસન્ન કરે તેમના તે અધિકાર કે પ્રભાવમાં હું ન્યૂનતા ઇચ્છું તો નરકનો અધિકાર થાઉં. મહારાજ, એમનો એ અધિકાર અને પ્રભાવ અખંડ અને અચલ રહો ને એમની પાસેથી નિત્ય અમારી પાસે આમના આમ પ્રસન્ન થઇ આવતા આપને જોવાનું અમારું સદ્‌ભાગ્ય એવું જ અચલ રહો.

મલ્લરાજ પુષ્કળ હસ્યો અને સામંતને કહેવા લાગ્યો : ‘સામંત, જોઇ આ પ્રધાનની કુશળતા ? મને પ્રસન્ન કરવાનું કામ પ્રધાનનું પોતાનું, તે એણે આમ રાણીને માથે નાંખી દીધું. ભલે એ એમ પ્રસન્ન થાઓ; હું હવે મારા મનની વાત કહેવા ઇચ્છું છું તેમાં પ્રધાનનું કામ છે અને તે કરતાં વિશેષ - સામંત ! - તારું કામ છે.’

સામંત - ‘સેવક સાંભળવા તૈયાર છે.’

‘જરાશંકર, બે મોટા કાગળ લાવ, તેમાં એક પર લખશે સામંત અને એક પર લખ તું.’ મલ્લરાજે કહ્યું. બે જણે કાગળ લીધા, ને રાજાએ લખાવવા માંડ્યું.

‘લખો. મારા રાજ્યનાં બે અંક-એક કારભારી ને બીજું ભાઇઓનું.’ લખાયું.

‘લખો. રાજા અને ભાઇઓ તે એક, અને કારભારીઓએ સરત રાખવી કે ભાઇઓમાંથી કોઇ ગમે ત્યારે રાજા થાય પણ કોણ થશે તેની ખબર પડે નહિ, માટે બધાા ભાઇઓને રાજા થવા જેવા કરી રાખવા કે અભિષેકકાળે આંધળાને આંખવાળો ન ગણવો પડે. લખો.’

જરાશંકર - ‘લખ્યું. મહારાજ. અતિ ઉત્તમ લેખ લખાવ્યો.’

મલ્લ૦ - ‘વચ્ચે બોલશો નહિ. છાનામાના લખો. આ ભાઇઓએ એમ ગણવું કે રાજ્ય ગાદીવાળાનું છે તે માંહ્યમાંહ્ય તેની સાથે લડશું તો ત્રીજો અંગ્રેજ આંગળી ખૂંપાવશે, ને આજ રાજાનો વારો આવશે તો કાલ રાજાા બન્યે કે ન બન્યે ઓછું ન કરવું, ને રાજ્ય બહારના વાઘના પેટમાં જશે તો તે કોઇને ભાગ્યે નહિ આવે.’ રાજા સામંત સામું જોઇ રહ્યો.

‘મહારાજ. યથાર્થ કહો છો.’ સામંત બોલ્યો.

મલ્લરાજ - ‘હા, કહું છું તો ખરું. પણ એ ખરું કહેલું ભાઇઓના પેટમાં ખરું નહીં વસે અને રાજાઓને અને ભાયાતોને લડવાનો વારો બીજાં રાજ્યમાં આવે છે તેમ આપણામાં યે આવશે એમ મને શંકા રહે છે. આજ સુધીના રજવાડાઓ જુદા હતા, હવે જુદા થશે. જો, રાજ્ય એકનું એક રહેવાનું ને તે રાજાએ જાળવવાનું અને ભાયાતો અનેક ને દિવસે દિવસે વધવાના. આજ સુધી વધારે ગ્રાસ આપવો પડે તો રાજાઓ અને ભાયાતોનાં શસ્ત્ર નવી ભૂમિ પેદા કરતાં ને તેમાંથી ભાયાતોને ગ્રાસ જતો - તમે બે જણ આ બધા બોલ લખતા જાઓ - હવે ભૂમિ હશે તેટલી ને તેટલી ને ભાઇ વદશે એટલે રાજ્યને ઘેર ખોટ પડશે ને રાજ્ય નાનાં જઇ જશે : આ રાજા અને ભાઇઓના વિરોધનું પ્રથમ મૂળ. ભાઇઓને શસ્ત્ર વડે લડવાનું ગયું એટલે જીભે કે લેખણે લડશે, એ લડતાં જાતે નહીં આવડે એટલે કાયસ્થો અને મુત્સદ્દીઓ કમાશે અને આખરે અંગ્રેજો ન્યાયાધીશ થશે. તેની ખુશામત, તેને લાંચ, તે ગાળો દે તે વેઢવાની, તે લડાવે તે પ્રમાણે લડવાનું, વગેરે હલકટ વૈશ્યકળાઓ અને વૈશ્યયુદ્ધોમાં સર્વ ક્ષત્રિયો - કાં રાજાઓ અને કાં ભાઇઓ - ખુવાર થશે અને ખુવાર કરશે અને પરાયાંનાં પેટ ભરી તેમનાં ગુલામ થશે. લખો બે જણા કે મારા રાજ્યમાં એ ન જોઇએ.

‘ક્ષત્રિયો વૈશ્ય જેવા કેમ થશે તે કહ્યું. હવે લખો કે રજવાડાઓના રાજાઓ બ્રાહ્મણો જેવા થઇ જશે. તેમને ઘરઢોર વહાલાં થશે, તેમને જીવવું વહાલવું થશે, તેમને મરવું અળખામણું થશે, તેઓ જરાજરામાં ડરશે, તેમને વ્યવહાર નહીં આવડે, ને બ્રાહ્મણ ભાંગ પીએ તેમ રજપૂતો બીજાં વ્યસન કરશે. લખો - એ મારા રાજ્યમાં ન જોઇએ. શસ્ત્રની પ્રીતિ મટી એટલે આ થવું નક્કી. એ પણ લખો.

‘ક્ષત્રિય પુરુષો સ્ત્રીઓ જેવા થશે. તે લખો. “હાય ! હાય ! પુત્ર કેમ ન થશે ?” તેની તેમને ચિન્તા પેસશે. બહાર યુદ્ધ કરવાનાં મટ્યાં અને જોવા સાંભળવાનાં મટ્યાં એટલે ઘરમાં પોતાની સ્ત્રીઓનાં યુદ્ધ જોશે, ઝાઝી સ્ત્રી ઓ પરણી તેમાં એકને વહાલી ને બીજીને અળખામણી કરશે. વહાલી સ્ત્રીઓનો પક્ષ કરી તેની સખી જેવા થઇ બીજી સ્ત્રીઓ સાથે તેની સાસુ જેવા થઇ લડશે, માજી રાજાઓની અને ભાઇઓની સ્ત્રીઓ પેઠે કનડશે, સ્ત્રીઓમાં મગ્ન થઇ પોતે સ્ત્રીરૂપ થશે, અને ઘરમાં, ઘરબહાર, અને અનેકધા રાજાઓ સુદ્ધાંત રજપૂતો સ્ત્રીની કળાઓ આચરશે અને પુરુષો બીજા થશે બહારનાં માણસો અને હલકા નોકરો તેમના પુરુષો થશે. લખો.’

સામંતની કલમ અટકી, તેની આંખમાંથી આંસુધારા ચાલી. ‘મહારાજ, હવે મારો જીવ ગભરાયો - મને તમારો વર્તારો ખરો લાગે છે - ચારે પાસના રાજ્યમાં આ થતું જોઇએ છીએ - મહારાજ, હવે તો-’

મલ્લરાજ - ‘હે મૂર્ખ, એટલામાં સ્ત્રી જેવો થઇ ગયો !’

જરાશંકર - ‘સામંતસિંહ, જાદવાસ્થળી જાતે જોઇને પછી કૃષ્ણ સ્વધામ ગયા છે - ક્ષત્રિયોને લડવાનું તો ગયું - પણ આવો સમય જોઇ, ધૈર્ય રાખી, બને તે ઉપાય યોજવા એ ધર્મ સર્વ પુરૂષોનો છે તે ક્ષત્રિયોનો હોય એમાં શી નવાઇ ? શિવશક્તિનો રચેલો પ્રલયકાળ પૂરો થયો તે જોઇ પછી નારાયણ પોઢ્યા છે.’

મલ્લરાજે જરાશંકરનો ખભો થાબડ્યો : ‘શાબાશ, મારા પ્રધાન. સામંત આ તેં અને જરાશંકરે કહ્યું તે પણ ભેગાભેગું લખ અને રોવું છોડી પુરુષાતન બતાવી હું લખાવું તે પણ લખ.’

સામંત - ‘જેવી આજ્ઞા.’ લખવા માંડ્યું.

મલ્લરાજ - ‘ક્ષત્રિયો શૂદ્ધ જેવા થશે - તેમને લખતાંવાંચતા નહીં આવડે ને હલકાં ધંધા કરશે, હલકાં કર્મ વ્યભિચાર આદિ સર્વ કરશે, પરજાતિની ખુશામત કરશે, હલકાં કપટ કરવાં શીખશે, ને છાનાં ખૂન કરતાં શીખશે.’

‘હવે લખ કે ક્ષત્રિયો મ્લેચ્છ જેવા થશે - મ્લેચ્છના સર્વ દુષ્ટ વ્યવહાર - દિલ્હી વગેરેમાં જોઇએ છીએ ને સાંભળીએ છીએ તે પશુદોષ, દુષ્ટતાં, ક્રૂરતા આદિ તેમનામાં આવશે - પણ તેમના ગુણ તેમનામાં નહીં આવે. લખ, કે બ્રાહ્મણ, વૈશ્ય, સ્ત્રી કે શૂદ્ર સર્વેના દોષ તેમનામાં આવશે

-ગુણ એકેનો નહીં આવે.’ ‘હવે શું લખ્યું, તે સામંત વાંચી બતાવ.’ સામંતે વાંચ્યું. જરાશંકર - ‘મહારાજ, આવો પ્રલયકાળ તો નહીં આવે.’ મલ્લરાજ - ‘તું શું સમજે ? આ પ્રલયકાળનો યુગ બીજાં રાજ્યોમાં બેસી ચૂક્યો છે - એક રત્નનગરીમાં સત્યયુગ પ્રવર્તે છે.’

જરાશંકર - ‘ને હજી પ્રવર્તશે.’

મલ્લરાજ - ‘સામંત, પ્રવર્તશે - જો તમે સૌ આશ્રય આપશો ને સૌ પુરુષ પ્રયત્ન કરીશું તો તે છેલ્લે સુધી પ્રવર્તશે. તેના ઉપાય બતાવું ?’ સામંતે નિઃશ્વાસ મૂક્યો : ‘મહારાજ, સમુદ્રે મર્યાદા મૂકવા માંડી ત્યાં માણસ શું કરશે ?’ મલ્લરાજ - ‘અરે જા ! મારા ભા ! લખ, લખ, હવે લખાવું તે.’ સામંત - ‘બોલો, મહારાજ !’ મલ્લરાજ - ‘હવે સૌના ઉપાય કહું છું.’ ‘પ્રથમ. લખ કે યુદ્ધ કરવાનો પ્રસંગ તો નહિ આવે, પણ યુદ્ધકાળ પૃથ્વી નીચે ઊડી. ખાણમાં રાખી મૂકી હશે તો આજ નહીં ને બસેં વર્ષે કામ લાગશે. જરાશંકર રામાયણ ને મહાભારતનાં બુદ્ધિરત્ન આજ કામે લગાડે છે; બ્રાહ્મણોએ હજારો વર્ષ ગોખણિયાં ગોખી ગોખી આજ તેમાંથી કામે લગાડે છે. આપણા ક્ષત્રિયોએ પણ હવે એ જ માર્ગ લેવો. માણસ સાથે લડવાનું બંધ થાય તો આપણા જંગલમાં સિંહ વાઘ લડવાને બહુ પડ્યા છે -તેની સાથે લડવું, જીવવું વહાલું થઇ ન જાય માટે તેની સાથે લડીને મરવાની ટેવ રાખવી, ને હથિયાર અવનવાં જે થાય તે સચોટ વાપરવાની આવડ રાખવી. આ કામ સારુ મારાં જંગલોનો ભોગવટો મારા ભાઇને સોંપું છું. ભીલ કોળીને કે પરદેશીઓને તેમની અને રાજાની રજા વગર એ જંગલમાં શિકાર કરવાનો નહિ. અંગ્રેજ અતિથિ થઇ આવે ને બે આંખની શરમ પડે તો શિકાર કરે, પણ મારા ભાઇઓ કે છોકરાઓ વગર એકલો ન કરે. મારી ગાદીના વારસો આ કામમાં અગ્રેસર રહે ને માથું વહાલું ન કરે. એક રાજા મરે તો બીજો તૈયાર રાખવા જેવા મારા ભાઇઓને રાખવા. મારા ભાઇઓનાં શસ્ત્ર સારાં રાખવાં અને એમને આ કળામં ભોમિયા રાખવા એ મારા વારસોનું કામ, ને હવે માણસોની લડાઇમાં પડી મારી નોકરી કરવાનું મટ્યું તેને સાટે મારા ભાયતો આ નોકરી કરે. પરદેશમાં યુદ્ધકળા શીખવા, યુદ્ધ કરવા, અથવા જ્યાં માથું કોરે મૂકી રજપૂતનું કામ કરવું પડે ત્યાં મારા વારસે ભાયાતોને મોકલવા ને તેમણે જવું - આ શિકારના ઉપરાંત.’

સામંત પ્રસન્ન થયો : ‘વાહ, મહારાજ, વાહ !’

જરાશંકરે મુખ બગાડ્યું : ‘મહારાજ ! રાજાને વારસો સાથે શિકારમાં મોકલવા, અને નકામું મૃગયાવ્યસન પાડવું એ માર્ગનાં મને બહુ અધર્મ અને વિપરીત પરિણામ ભાસે છે-’ મલ્લરાજે ધૈર્ય ખોઇ અટકાવ્યો : ‘બસ, બસ, બ્રાહ્મણ, એ તું ન સમજે - લખાવું તે લખ. મારી આજ્ઞા બરોબર પળાય તે. જોવું તને મારી આણ છે. આપણે તકરારો કરવા નથી બેઠા. માત્ર કહું તે લખો ને તે પ્રમાણે કરો.’

જરાશંકર - ‘જેવી આજ્ઞા.’

મલ્લરાજ - ‘બીજું. લખ. ભાયાતો અરસપરસ લડે ત્યારે મારા ધર્માધિકારીઓ છે જ. પણ તેમને રાજ્ય સાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા. પંચમાં એક મારો પ્રધાન, બીજો પંચ રાજાના કુંવરો મૂકીને પછીથી જે રાજાના વારસ થતાં હોય તેમાંથી ઠાવકી ઉમરનો ભાયાત, ત્રીજો પંચ વાદી કે પ્રતિવાદી ભાયાત જેને નીમે તે ભાયાત-મુત્સદ્દી નહીં, - એ ત્રણ પંચ એકમતે થઇને જે ચૂકવે તે છેવટેનો ન્યાય; ત્યાં તકરારી ભાયાત જાતે કે પોતાના જૂના કારભારી સાથે આવે ને સંસ્થાનમાંથી દફતરી આવે. પંચનો એકમત થાય નહીં તો ફરી પંચ નીમવા, તેમાં પ્રધાન જાતે બેસે કે બીજાને નીમે, અને બીજા દશ વૃદ્ધ ભાયાતોનાં નામ ભાયાતસમસ્ત વધારે મતથી દે તેમાંથી બે જણને રાજ્ય તરફથી કબૂલ કરવા ને એ ત્રણ પંચ એકમત થાય કે ન થાય પણ વધારે મતે જે ચૂકવે તે ન્યાય. મારા ભાયાતોમાંથી વૈશ્યયુદ્ધ દૂર રાખવાનો આ સિવાય બીજો માર્ગ નથી.

‘ત્રીજું. લખો. ભાયાતો રાજ સિવાય કોઇને ત્યાં ગરાસની જમીન વેચે કે ગીરવે નહીં, અને ધણીધણિયાણી અને દીકરો એમ ત્રણ જણ જેટલી વસ્તીને ખાવા પૂરતો ગરાસ રહે નહીં ત્યારે તે જમીન દરબાર વેચાતી લે.

‘ચોથું. હવેથી નવા ગરાસ આપતી વખત ગરાસ લેનારને રાજાની મરજી પડે તેટલી જમીનને ઠેકાણે જમીનની કિંમતથી બેવડા પૈસા આપવા ને તે જમીન રાજ્યમાં રાખી બાકીની જમીન આપવી.’

‘જે ગરાસિયો રજપૂતની કળાઓ ન શીખે અથવા રજપૂતાઇ મૂકી બીજી વર્ણનો કે સ્ત્રીનો આચાર પકડે અથવા ઉપરની શરતો તોડે તેને ભાયાતસમસ્ત પાસે ન્યાય ચુકવાવી તેઓ ઠરાવે તેટલો તેના ગરાસના ભાગ ઉપર દરબારી મહેસૂલ મૂકવો - આ ન્યાય ભાયાતો પાસે ચુકવાવવો -રાજા ન ચૂકવે. જે ગરાસિયા રાજવિદ્યા નહીં શીખે તેને પણ આ જ શિક્ષા. બાકી જે અપરાધો સાટે ગરાસ જપ્ત કરવાનો દરબારને અધિકાર છે તે તો રહેશે જ.’

‘છેલ્લું લખ. આ મરણપરણના દાવાને કર દરબાર ભાયાતોના લે છે તે હવેથી માફ. પણ સાટે જ્યારે ગાદી પર નવા રાજાનો અભિષેક થાય ત્યારથી દરેક ભાયાતના ગરાસનો પચાસમો ભાગ રાજાને વર્ષોવર્ષ રૈયત પેઠે મહેસૂલ આપવા માંડે. દરેક અભિષેકનો આ નજરાણો. ભાયાતો રાજાઓનાં આયુષ્ય વધારો રાખશે તો તેમનાં નજરાણાં વધશે નહીં. રાજાઓ વહેલા ને વધારે મરશે તો નજરાણાં આવી રીતે વહેલાં વધશે. આ સિવાય બીજો દરબારનો લાગો નહીં.’

‘બસ સંપૂર્ણ. જરાશંકર, આ લખેલું મારા દફતરમાં રાખ. એક નકલ તારા દફતરમાં રાખ. અને મારા પછીના રાજા અને તારા પછીના પ્રધાનને બુદ્ધિમાં તે ઠસાવજે. સામંત, હાલ તો મારે પુત્ર નથી એટલે મારો વારસ તું છે અને તારે પણ પુત્ર નથી તે જે થાય તે ખરું. આ મેં કહ્યું તેમાં બધાનો લાભ છે - માટે સર્વ ગરાસિયાઓ પાસે તે કબૂલ કરાવ, અને તેમને સૌને કહેજે કે મલ્લરાજને આ વાતમાં બહુ ચિંતા છે ને યુગ બદલાયો તે પ્રમાણે રાજ્ય અને રજપૂતાઇ જાળવવાં હોય તો આ ઉપર સૌ સહી કરો. સૌને કહેજે કે પુત્ર વિનાના મલ્લરાજની જાતને રાજ્યના અને ભાઇઓના લાભ વિના બીજો લાભ આમાં નથી. વળી કહેજે કે મલ્લરાજના નિઃશ્વાર્થપણા ઉપર તમને કંઇક પણ અવિશ્વાસ આવતો હોય તો આ પત્ર ઉપર તમારી સહી લેવાની શરતે મલ્લરાજ પોકતાનું રાજ્ય છોડવા અને તે છોડી તમે કહો તેને રાજ્ય આપવા તૈયાર છે. મલ્લરાજ રાજા મટી ભાયાત થઇ આ શરતોએ ભાયાતપણું કબૂલ કરશે ને રજા આપશો તો રાજ્યનો ભાયાત મલ્લરાજ જે કોઇ રાજા થાય તેના રાજ્યનાં હિત સારુ હજી પણ બીજી શરતો સ્વીકારી પોતાને પુણ્યવાન માનશે. પણ તે ભાયાત થયો નથી ત્યાં સુધી એ શરતોની વાત સરખી કરવી એને છાજતી નથી. જા, સામંત જા. એવો કાળ આવશે કે જ્યારે આ કે કોઇ રાજ્યનો રાજા કહેશે કે હું રાજ્ય છોડું ને બીજાને આપું ત્યારે અંગ્રેજ બચ્ચાને નિમિત્ત મળશે ને કહેશે કે તમે રાજ્ય છોડ્યું તો સ્વતંત્ર છો, પણ છોડીને બીજાને આખી બધી પ્રજાની પ્રજા સોંપવા તમને અધિકાર નથી - માટે એ અધિકાર તો અમારો છે તે તમે જાો ને બીજાને નહીં આવવા દેતા અમે જ તમારે ઠેકાણે બેસીશું. રાજ્યનું દાન કરરી દેવાનો કાળ છે ત્યાં સુધી તેમ કરી રાજ્યનું કલ્યાણ મને કરી દેવા દે.’

જરાશંકર - ‘મહારાજ, છે તેમનું તેમ ચાલવા દો-’

મલ્લરાજ - ‘બસ, જરાશંકર, બસ. જે વચન મારા મુખમાંથી નીકળ્યું છે તે મારા અધિકારીઓએ આજ્ઞા સમજવી. એમાં મને અત્યંત હાનિ હોય તો તે મેં સ્વીકારી છે ને મારા ભાઇઓને વાસ્તે હું તે ખમીશ. ભાયાતો એથી ઊલટું સમજે તો તેમને વિશ્વાસ આણવા સામા ત્રાજવામાં હું મારું રાજ્ય આપવા તત્પર થાઉં છું. રાજ્યના હિત વાસ્તે રાજ્યનો ત્યાગ કરતાં મને અટકાવવા કોઇનો અધિકાર નથી. મારી રાણીને અધિકાર હોય તો તેને તો તે જોઇતું જ નથી. સામંત, જા-અને સર્વ ભાઇઓ જેનું નામ દે તેને પ્રાતઃકાળે મારી કહેલી શરતે આપી દેવા તત્પર છું.’

સામંત - ‘મહારાજ, છે તેમનું તેમ ચાલવા દો-’

મલ્લરાજ - ‘બસ, આ આનંદના અવસરમાં એક પળનું વિઘ્ન ન જોઇએ. જા.’

સામંત - ‘મહારાજ-’

મલ્લરાજ - ‘બસ. જા આજ્ઞા છે.’

સામંત - ‘મારું સાંભળો નહીં ત્યાં સુધી આ આજ્ઞા પાળવી મુલતવી રાખવી એ આપના ભાયાતોનો અધિકાર છે.’

મલ્લરાજને હસવું આવ્યું. ‘ચાલ, બોલી જા - પણ ટૂંકું બોલજે ભાષણ ન કરીશ.’

સામંત - ‘મહારાજ, આપના ભાઇ વગર શરતે આપની આજ્ઞા પાળે છે અને આપના વાક્યમાં અધર્મ હોય નહીં એવી શ્રદ્ધા રાખે છે. છતાં આજ્ઞાથી પળાવવું મૂકી દઇ તેમની સંમતિ માગવી, અને રાજ્ય છોડવાની શરત કરી તેમનો આપના વચન ઉપર અવિશ્વાસ થશે એમ જણાવવું - આ સર્વ આપના ભાઇઓની રાજભક્તિ ઉપર આરોપ મૂકવા જેવું છે. આ આરોપને પાત્ર થવા જેવું તેમણે કંઇ કર્યું નથી. રત્નનગરીના ભાયાતો પોતાના રાજાઓ આપે તે લેતા આવ્યા છે, રાજાઓ માગે તે આપતા આવ્યા છે, અને પરાપૂર્વનો આ આપણો કુળાચાર તોડવાનો આરંભ કરવો અને તે મારે હાથે તોડાવવો તે યોગ્ય નથી. ભાઇઓ મને જ દુષ્ટ ગણશે. મહારાજ, આપની આજ્ઞામાં અમને આનંદ છે, સંમત્તિ અને શરતો કાઢી નાંખો.’

મલ્લરાજ - ‘સામંત, મારા ભાઇઓ ગઇ કાલે મારા શબ્દ ઉપરથી માથું આપવા તૈયાર થયા હતા છતાં હું તેમના ઉપર આવો મૂકું તો મારા જેવો કૃતઘ્ન કોઇ નહીં કહેવાય. પણ ઘણો વિચાર કરી આ કામ કરું છું તે સાંભળ - લખવાની જરૂર નથી - મનમાં સમજજે. રાજ્ય બદલાય ત્યારે સર્વે પ્રજાએ સાવધાન રહેવું પડે છે, તેમ યુગ યુગાચાર. સામંત, ચાતુર્માસમાં વાદળાંના અંધકારથી સૂર્ય છવાયેલો હોય એવા દિવસ તને લક્ષમાં હશે. તે દિવસ, ન સમજાય બપોર અને ન સમજાય સાંજ, અને અરણ્ય કે રણમાં કોઇએ ત્યારે ન સમજાય પૂર્વ કે પશ્ચિમ ! આવે પ્રસંગે ડાહ્યા માણસે પળવાર ઊભાં રહી ચારપાસ આંખે ફેરવવી ને જોવં, કે પૃથ્વીના કિયા છેડા પર જુદી જાતનો અંધકાર ઉધય પામે છે ને વધે છે. તે ઉપરથી પૂર્વ દિશા અને સંધ્યાકાળ ઉભય સમજવા. તે કાળે નિત્યનો સૂર્ય દૃષ્ટિને જ્ઞાન આપતો નથી. તેમ જ આવા રાજપરિવર્ત અને યુગપરિવર્તને પ્રસંગે કુળાચાર અને યુગાચારથી દૃષ્ટિને જ્ઞાન મળતું નથી. આવે કાળે તો નવા યુગનો અંધકાાર અથવા તેજ જે હોય તે કેણી પાસથી આવશે તે સત્વર જાણી લઇ તે પ્રમાણે માર્ગ લેવાનો વિચાર કરવો, કારણ જો શંકાઓ અને સમાધાન કરવા ઊભો રહ્યો તો એ અંધકારની રેલ જોતજોતામાં જગતને અને તને છાઇ દેશે અને પછી કોઇ માર્ગ દેખાડવા નહી આવે. ઘડીઘડીમાં જોતજોતામાં જેમામં ભાગ્ચયચક્રો બદલાઇ જાય છે તેવાં યુદ્ધોના પ્રસંગોના અનુભવવાળા આપણા રાજાઓ અને ક્ષત્રિયોની દૃષ્ટિ આવે સમે તીવ્ર થાય છે અને તેવે કાળે જૂના આચારો શોધવા જવું એ તો ઘરમાં ને ગામમાં સર્વત્ર લાય લાગી રહી હોય ત્યારે ઘરમાં પડી રહેલા પણ ચારે પાસ સળગવા માંડેલા બાપદાદાના જૂના પેટીપટારા શોધવા જવા જેવું છે. હવે બોલ.’

સામંત - ‘ભલે મહારાજ, કુળાચારને પડતો મૂકો પણ આ આરોપ અને અવિશ્વાસનું કારણ શું ?’

મલ્લરાજ - ‘સામંત, સાંભળ. જે વૈશ્યયુદ્ધની રેલ ચારેપાસ આવી રહી છે તે આ ભૂમિમાં ન કરે નારાયણ ને આવે તો તે રેલમાં બૂડતાં આપણાં માણસોૅ અને તે નહીં તો તેમનાં સંતાન - પેલા દૃષ્ટિ કર્ણ વાઘેલાનાંદીવાના દીવાન પેઠે - આ નવી બાદશાહીનું વાદળ આ નગરી ઉપર ઉતારવાનો પ્રયત્ન કરશે, અને જો એવો પ્રયત્ન કરે એવા તેઓ અધમ થશે તો મલ્લરાજની આજ્ઞાને એકપક્ષી અને અન્યાયમય શાસનની ઉપમા આપતાં તેમને ડરાવનાર વસ્તુ કઇ રહી ? આજ નહીં તો કાલ કે કાલ નહીં તો પરમ આ નિમિત્તે અંગ્રેજને હાથે આપણું ઘર ઉઘાડું પડવાનો પ્રસંગ આવશે. અને કરેલાં કામ ન સમજાતાં રાજા અને તેના ભાયાતની પ્રીતિની કલ્પના કેમ થશે ? એ પ્રીતિ ઉઘાડી રહે અને નવા યુગમાં જૂના યુગનાં સંગ્રહ કામ લાગે એવુંં આજથી કરી મૂક.‘સામંત, હું અપુત્ર છું ત્યાં સુધી તું મારો વારસ છે - દેહનો વિશ્વાસ નથી - માટે આ મારા મંત્ર હું તને બતાવું છું. આજ તું ભાયાત છે - કાલ રાજા થાય. રાજાનું રાજ્ય અને ભાયાતોના ગરાસ બેની વચ્ચેનો -બેને જોડનારો - તું મારો બળવાન પુલ છે, તારે ઉભયપક્ષનું સગપણ છે, ઉભયપક્ષનાં લાભહાનિમાં તારે લાભહાનિની આશા છે - માટે આ કામે હું તને જ યોજું છું - બુદ્ધિમાં અને ભક્તિમાં પણ તારા જેવું પાત્ર મને ક્યાં મળશે ? - માટે જા, અને પ્રાતઃકાળમાં આવીને કહે કે આજ્ઞા પ્રમાણે સર્વ વાત થઇ ગઇ.’

સામંત વિચારમાં પડી આજ્ઞા માગી ગયો.

‘જરાશંકર, તું ભારે ચિંતામાં પડેલો દેખાય છે.’

‘હા, મહારાજ ! આપે મોટું સાહસ કર્યું.’

મલ્લરાજે હસવા માંડ્યું : ‘રાજ્ય છોડવાનું કહ્યું તે કે દરજીની પેઠે આ બધો મારા ભાયાતોનો જામો સીવ્યો તે ?’

‘બે વાનાં.’

‘હું રાજ્ય છોડું તેની તને શાની ચિંતા ? રજપૂતો જોતજોતામાં યુદ્ધાકાળે મરવા તૈયાર થાય, તેમ મહાકાર્યને અર્થે રાજ્ય છોડે; માણસને લક્ષ્મી વહાલી કે જીવ ? સૌને જીવ લક્ષ્મી કરતાં વધારે વહાલો હોય છે તે જીવને અમે ગણતા નથી તો લક્ષ્મી તો પગનો જોડો છે.’

જરાશંકર - ‘શાસ્ત્રમાં કહ્યું છે કે મોટી અને ગુણવાળી વસ્તુનો વિચાર માણસ કરે તેમાં તો શી નવાઇ, પણ નાની અને ગુણ વગરની વસ્તુનોયે વિચાર પૂર્ણ કરવો, યત્ન કરીને પરિણામ વિચારવો, તે વિચાર પંડિત થઇને કરવો, કારણ ઉતાવળથી કરેલાં દેખીતાં નકામાં કામનો વિપાક એવો થાય છે કે મરણ સુધી શલ્ય પેઠે સાલે છે અને હ્ય્દયને નિત્ય બાળી નાંખે છે.’

મલ્લરાજ - ‘શ્લોક બોલ શ્લોક એનો.’

જરાશંકર

મલ્લરાજ - ‘ફરી શ્લોક બોલ.’

જરાશંકર નિઃશ્વાસ મૂકી ફરી શ્લોક બોલ્યો.

‘મહારાજ, આપે મહાન કુટુંબકલેશ ઊભો કીધો. મારી સાથે પ્રથમથી જરાક તો મંત્રવિચાર કરવો હતો ?’

મલ્લરાજ નરમ પડી બોલ્યો : ‘જરાશંકર, ખરી વાત છે. તારી સાથે મંત્ર કર્યો હતો તો સારું હતું - એ કરવું એ મારો ધર્મ હતો, એમાં ના નહીં. આ કોનો શ્લોક છે ?’

જરાશંકર - ‘મહા અનુભવી મહારાજ ભર્તૂહરિનો.’

મલ્લરાજ - ‘રાજાનું કહ્યું રાજાએ કબૂલ રાખ્યું. થયું તે થયું. થઇ વસ્તુઓ મલ્લરાજ શોક કરતો નથી. પણ એ સિવાય બીજું ખોટું મેં શું કર્યું તે કહે.’

જરાશંકર - ‘આ કામ સીધેસીધું પાર ઊતરે તો એમાં રાજ્યનું કલ્યાણ છે તેની હું ના નથી કહેતો. પણ શત્રુના કિલ્લાનો દરવાજો તોડી પાડવો હોય ત્યારે દરવાજાની અને તેને તોડનાર હસ્તીના કુંભસ્થળની વચ્ચે ઊટ રાખવું જોઇએ કે અતુલ બળ અને અનેક લક્ષમીના સ્થળ રૂપ કુંભસ્થળમાં દરવાજામાં ધારવાળા ખીલા પેસી ન જાય અને ઊટતાં નાશથી જે કામ થાય તેમાં હસ્તીનું બલિદાન આપવું ન પડે.’

મલ્લરાજ - ‘એ દૃષ્ટાંત કાંઇ લાગતું નથી.’

જરાશંકર - ‘હસ્તી તે આપ અને ઊટ તે આપનો પ્રધાન, મહારાજ, પારકા રાજાઓ સાથે તેમ પોતાના રાજ્યમાં અનેક પ્રસંગો એવા આવે છે કે તેમાં કાર્યસિદ્ધિને અર્થે શત્રુના તેમ પ્રજાના શાપ અને પ્રહાર કોઇએ તો ખમવા જ જોઇએ. રાજહસ્તીનો દેહ આ શાપ અને પ્રહાર ખમવા જ્યાં ત્યાં આગળ ધરવો એ અનર્થ નીતિવિરુદ્ધ છે. એ દેહ તો અત્યંત ગૌરવના કોઇ વિરલ પ્રસંગને વાસ્તે રત્ન પેઠે રક્ષણ કરી રાખી મૂકવો જોઇએ અને આવા ઘડીઘડી આવતા પ્રસંગોમાં તો આ પ્રહારો અને શાપોની વૃષ્ટિ વચ્ચે મારા જેવા ઊટને જ ધકેલી દેવા જોઇઆએ કે એક ગયું તો બીજું સંપડાય. પ્રધાન એ રાજાની ઢાલ છે, ક્વચ છે, અને રાજાના અને રાજ્યનો અધર્મી શત્રુ છે. આપ જ કહેતા હતા કે વિલાયતમાં પણ ‘રાજા પાપ કરતો નથી’ એવો સંપ્રદાય બ્રેવસાહેબે આપને સમજાયેલો હતો. રાજાને હાથે તો યશનાં કાર્ય જ સોંપવાં - તે સર્વને માન આપે, કીર્તિ આપે, દ્રવ્ય આપે, અને તેના બદલામાં, સર્વની પ્રીતિ લે. વિલાયતમાં શિક્ષા કરે ન્યાયાધીશ, પણ રાણીને કોઇનો વાંકો વાળ કરવા અધિકાર નથી. તે તો માત્ર ક્ષમા કરે : અપરાધીને ન્યાયાધીશ શિક્ષા કરે તે શિક્ષા રાણી સ્વીકારે - રદ ન કરે - પણ પોતાની કૃપાના સાગરની લહેર વડે શાંત કરે. રાજાને જે કાંઇ વિપરીત કહેવુંં હોય તે પ્રધાનના કાનમાં કહે તે જગત જાણે નહીં ને જગત દે તે ગાળો ખાવાને સમર્થ હોય તે પ્રધાન. આમ કાનમાં આવે તે મંત્ર અને તે મંત્રનો મંત્રી રાજાની જ આપેલી શક્તિ રાજાની જ ઇચ્છા પ્રમાણે જગતમાં વાપરતાં સામા પ્રહાર સહે; અને રાજા આવા કામમાં શું કરે છે, શું ધારે છે, અને એનું બિચારાનું કાંઇ ચાલે છે કે નહીં, એ સર્વ વાતમાં સામાવાળાઓ તેમ પ્રજા કાંઇ કલ્પના જ ન કરી શકે ત્યારે સર્વની રાજા ઉપરની પ્રીતિની ધારા નિત્ય નિરંતર વહ્યાં કરે તો જ રાજ્યનું રાજઅંગ અખંડિત રહે. મહારાજ, આપનું જ મને કહેલું વચન હતું કે રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્ધારા એકભાવે રહેનારા રાજા રાખે છથે. આ સત્યવાક્ય મારા અંતરમાં જડેલું છે. મહારાજ, આમ અખંડ રાખવા જેવું રાજવૃક્ષ તેને નિરંતર લોકપ્રીતિના પાન સિવાય બીજો પદાર્થ કુપથ્ય છે, અને તે વૃક્ષ ઉપર અકાળે નાનામોટા કુહાડાના પ્રવાહો થવા દઇ વૃક્ષને કુત્સિત કરવું અયોગ્ય છે, માટે જ રાજાઓની જોડે પ્રધાનનો ખપ અને તેથી જ જે રાજાઓ જાતે પ્રધાન થાય છે તે રાજઅંગનું અંગત્વ હીન કરે છે. અનેક પ્રાણીઓના આશ્રયરૂપ રાજવૃક્ષને તો મહાન પવનના ઝપાટા સિવાય બીજાની સાથે યુદ્ધ જોઇએ જ નહીં. મહારાજ, આ ભાયાતોની સાથે આથડી મરવાના કામમાં આ મારા ક્ષુદ્ર શરીરનો ઉપયોગ આપને કેમ ન સૂઝ્‌યો ? અને કાર્યમાં રત્નનગરીના રાજઅંગને કેમ ધકેલ્યું ?’

મલ્લરાજ આ સર્વ ભાષણ ઉત્સાહ, પ્રીતિ અને આનંદથી સાંભળ્યાં કરતો હતો - એની પ્રીતિ આજ જરાશંકર ઉપર સોગણી વધી.

‘મારી રત્નનગરીના પ્રધાનરત્ન ! તારું બોલવું ઉત્તમ છે - સત્ય છે - અને તે સર્વનો વિચાક કરી આ કામ મેં આરંભેલું છે. ભાયાતોનો ન્યાય ચૂકવવામાં નિત્ય આથડી મરવાનું કામ કરવાના પંચમાં મેં તને આ જ વિચારથી મૂક્યો છે ને ઘણી સંસભાર રાખી એવી યોજના કરી છે કે રાજાઓને માથે ન્યાયઅન્યાય કંઇએ આવે નહીં. રાજાએ ન્યાયનું કામ પ્રધાનો પાસે કરાવવું ને જાતે તેમાં પડવું નહીં એનું કારણ આવું જ છે. જો ભાયાતોનું કામ રાજાઓના હાથમાં જરી પણ રાખ્યું હોત તો મારા વારસો અને મારા ભાઇઓ વચ્ચે ઘડીઘડી કુટુંબફલેશ થાત અને વશપરંપરા સર્વ રાજાઓના અપયશનું મૂળ રોપાત તે કામ મેં કર્યું નથી. અને હાલ આરંભેલા કામમાં એકલો ભાર છે કે મારા સૌ પ્રધાનોથી તે થાય એમ નથી અને તારા હાથીની સૂંઢ જરીક હલાવવાથી એ કામ સિદ્ધ થશે, અને એ હાથીનો મલ્લરાજરૂપ એક દંતશૂર ભાંગશે તો કાલ વહાણે બીજો ઊગશે - પણ એથી એ તારા હાથીના દૌર્ધ આયુષ્યમાં બીજાં સો વર્ષ ઉમેરાયાં સમજ્જો.

‘હવે મારે પ્રશ્ન કરવા જેવો આપે રાખ્યો નથી.’ જરાશંકરે કહ્યું.

‘તો હવે આજ જા - અને થાય છે તે જોયાં કર - આજે ઘણું કામ કર્યું.

જરાશંકર ગયો. સામંતને સોપેલું કામ સિદ્ધ થતાં હરકતો પડી, શ્રમ પડ્યો, પણ મલ્લરાજના ઉપરનો મૂળ વિશ્વાસ અને પ્રેમ, અર્વાચીન વૈશ્યબુદ્ધિની નદીનો ઉદય થયા પહેલાનું રાજભક્ત ક્ષત્રિયત્વ, આ યુગના બુદ્ધિવિરોધ અથવા બુદ્ધિવિભ્રમના અનેક રંગો વગરનાં - એક વાત જાણી સંતોષ માનનાર અને એકરંગી - જૂનાં માણસોનાં સરલ હ્ય્દય, એ સરલ હ્ય્દયો ઉપર સામંતનું પ્રેમાળ તંત્રિત્ય, તે સર્વને અંતે તે સર્વના પ્રેમ અને વિશ્વાસના સુપાત્ર મલ્લરાજે રાજત્યાગ કરવા કહેલું વચન, તે વચન એ પાળશે એવી નિશ્ચયબુદ્ધિ, એ બુદ્ધિને લીધે આ કાર્યમાં રહેલાં રાજ્યકલ્યાણ અને ગૌરવનું ભાન, અને એ વચનથી અનેકધા વધેલી રાજપ્રીતિ અને એ ભાનથી અને આ વચનના દૃષ્ટાંતથી વધેલી સ્વાર્થત્યાગની સ્પર્ધા : આ સર્વ કારણોનું પરિણામ એ થયું કે મલ્લરાજનો મનોરથ તેના રાજભક્ત અને સદ્‌ગુણી ભાઇઓએ એક અક્ષર બોલ્યા વિના અને એક અક્ષર ફેરવ્યા વિના સિદ્ધ મેનારાણીએ સામંતે બહારથી કહાવેલા આ શુભ સમાચાર રાજાને કહ્યા અને પતિને પ્રસન્ન કરવાનો પોતાનો અધિકાર સંસિદ્ધ કર્યો.

રાજા સામંતને મળ્યો અને ઉપકારમાં તેને ભેટતાં ભેટતાં બોલ્યો, ‘સામંત આવી ભેટ છેલ્લી જ સમજજે. આવું મોટું કામ હવે મારે કે તારે કરવાનું રહ્યું નથી, અને જો કરવાનું આવશે તો નવા યુગના રાજાને તેના ભાયાતો આટલો સત્કાર આપવાના નથી. હું હવે ભરદરબાર ભરી મારા ભાઇઓનો ઉપકાર માનીશ - રત્નનગરીનું રાજ્ય અને તેનો રાજા એમના પાડનો બદલો વાળી શકે એમ નથી.’ સામંતને વિદાય કરી રાણી પાસે ગયો, ને યાદ આવતાં બોલ્યો :

‘રાણી, મારા પ્રધાનને આખી રાત નિદ્રા નહીં આવી હોય. આપણા વિશ્વાસું ભલજી સાથે તેને સત્વર કહાવ કે ઊંટને હાથી બે કુશળ રહ્યાં ને દરવાજો એની મેળે ઊઘડ્યો.’ રાણી તે પ્રમાણે કરવા ગઇ એટલામાં રાજા મનમાં બોલ્યો : ‘યશનું અંગ રાજા ને અપયશનું અંગ પ્રધાન - એ વાત નવી જાણી. ગાળો અને શિક્ષા પ્રધાન ઊંટની પેઠે ખમે - એનો એને બદલો શો ? રાજાએ પોતાની સ્વતંત્રતા ઓછી કરી, પોતાની ઇચ્છા અને શક્તિ પ્રધાનને વશ રાખી, આ પરગૃહથી આણેલા પ્રધાનરત્નના શિષ્ય બનવું એ સંપ્રદાય હવે સમજાયો. જ્યાં એ સંપ્રદાય પળાય નહીં ત્યાં પ્રધાનને ઊંટને સ્થળે વાપરવો અશક્ય છે; આએ સંપ્રદાયની ક્રિયા વડે જ રાજા પ્રધાનનું મૂલ્ય જાણે છે, કૃતજ્ઞતા બતાવે છે, અને પ્રધાનની પ્રધાનતાના દુઃખનો બપદલો જે જાતના સુખથી વળે તે સુખ આપે છે - ખરી વાત છે. પ્રધાન રાજ્યકાર્યનું ઊંટ - આ મારા ગૃહકાર્યની સાંદ્રણી આવી. એ ઉભય રત્નને તેમના કાર્યમાં સરખી રીતે વશ રહેવું એ જ મને ઘટે છે.’

મેનારાણી આવી. રાત્રે રાજાએ તેને પોતાની ચિંતાનું કારણ અને તેવા ઉપાયની સાધના કહી દીધાં હતાં. અત્યારે હાથી ને ઊંટની વાત સમજાવી. સમજાવતાં સમજાવતાં કહ્યું : ‘રાણી આ ઊંટ રાજ્યનું મહામૂલ્યવાન રત્ન છે - તે જો આજ આ કામમાં યોજ્યું હોત તો તારે નક્કી જાણવું કે અત્યારે આ દરવાજો ઊઘડ્યાના સમાચારને ઠેકાણે ઊંટ મરી ગયાના સમાચાર આવ્યા હોત. ખરે, પ્રધાનોની રાજાએ બહુ રીતે જાતે ચિંતા કરી કાળજી અને રક્ષા કરવા જેવું છે - જે રાજા પોતાના પ્રધાનની દયા આણતો નથી તે દુષ્ટ છે. જો પ્રધાનમાં ન પરવડે એવો અવગુણ હોય તો તેને તરત કાઢવો, પણ રાખવો તો એને સર્વથા રક્ષવો અને એના ચિંતાભારમાં રાજા અને તેનાં કુટુંબીઓ તરફથી નવો ભાર ન ઉમેરવો. પ્રધાનનું કામ રાજા ઉપર અંકુશ રાખવાનું છે તો તેનાં કુટુંબીઓને નિયમમાં રાખવાનું હોય તેમાં શી નવાઇ ? આથી ઘણે સ્થળે રાજકુટુંબ અને પ્રધાન બે વચ્ચે વિરોધ હોય છે ને પ્રધા પોતાની ચિંતામાં રાજ્યનું કલ્યાણ યોગ્ય રીતે કરી શકતો નથી. રાણી, માટે સરત રાખવી કે આપણા કુટુંબમાંથી કે સેવકવર્ગમાંથી કોઇ પણ પ્રધાનની બળ આપજો.’ રાણી બોલી.

‘મહારાજ, રાજ્યકાર્યમાં પ્રધાન આપનું અંગ છે - તેને અમારા દોષ જાણવા અને સુધારવા પૂર્ણ અધિકાર છે તે વાપવામાં તેને ઉદાર આશ્રય આપજો અને આ રંક દાસીની કાંઇ ભૂલો થઇ હોય તે અઆપને મુખે એ કહી દે એટલું એના મનને બળ આપજો.’ રાણી બોલી.

મલ્લરાજ - ‘પ્રધાનજીના રાજ્યકાર્યમાં તું તેને પ્રતિકૂળ ન થતાં જાતે હરકત વેઢી આશ્રય આપે છે તે વિશે તે ઘણી ઘણી વાર મારી પાસે તારો ઉપકાર માને છે અને બીજાં રાજ્યની પેટે આ રાજ્યમાં અંતઃપુરનો તેને વિરોધ નથી - તેના સામે ખટપટ નથી, એટલું જ નહીં પણ રાજ્યનું હિત ધારી તેણે કરેલી આજ્ઞાઓ પાળતાં રાણીજીને દ્રવ્ય સંબંધી હાનિ પહોંચે છે તે છતાં તેમની અનુકૂળતા છે માટે પ્રધાન પોતાને ધન્યભાગ્ય માને છે.’

રાણી - ‘આપના છત્ર નીચે બેસી એટલો ગુણ ન લઇએ તો અમારા કુળને લાંછન લાગે.’

મલ્લરાજ - ‘ઇશ્વરની કૃપા હોય છે ત્યારે સર્વ વાનાં યથેષ્ટ હોય છે અને સર્વની બુદ્ધિઓ ઉત્તમ થાય છે. એ કૃપાના પ્રવાહને સાધારણ રીતે માણસો ભાગ્યનો પ્રવાહ કહે છે. રાણી, તારી અને મારા ભાઇઓની બુદ્ધિ મારા ઉપર ઇશ્વરની કૃપા સૂચવે છે.’

રાણી - ‘મહારાજ, એ ભાઇઓની સદ્‌બુદ્ધિનો આપે બદલો વાળવો જોઇએ. રાજાનો કોપ અને રાજાઓના પ્રસાદ નિષ્ફળ જવા ન જોઇએ.’

મલ્લરાજ - ‘ભાઇઓનો બદલો તો વળાય એમ જ નથી. એમણે મારું એવું મહાભારત કામ કર્યું છે.’

રાણી - ‘તેમના મનમાં કંઇ વાસના છે તે પૂર્ણ કરો તો તેઓ પ્રસન્ન થશે મારો આત્મા પણ પ્રસન્ન થશે.’

મલ્લરાજ - ‘એવું શું છે ?’

રાણી - ‘આપ વચન ઉચ્ચારો કે માગ્યું મળશે તો કહું.’

મલ્લરાજ - ‘રાણી માગનારની ઇચ્છા જાણ્યા વિના જ - માંગીશ તે આપીશ - એવા બદ્ધુમુષ્ટ ભાવી વરનું પ્રથમથી દાન કરવું એ વ્યવહાર સત્યયુગના દેવતા પાળતા, બ્રહ્મા એવાં વરદાન ક્વચિત્‌ કરતા અને શિવજી ઘણણી વાર કરતા; પણ તે જગતના કર્તા અને સંહર્તા હતા એટલે તેમને તેવો અધિકાર નીભતો. પણ જગતનું રક્ષણ કરનાર વિષ્ણુ એવું વરદાન કરી કરતા ન હતા, અને અમે રાજાઓના ધર્મમાં રક્ષણ કરવું એ વિષ્ણુનો અંશ છે. વળી જો, દૈત્યોને વામનસ્વરૂપ ધરી વિષ્ણુએ શીખવ્યું કે આવાં વરદાન તમારે ન કરવાં. માનવીઓને શ્રી રામચંદ્રજીએ વગર બોલ્યો શીખવ્યું કે દશરથજીએ કૈકેયીને વરદાન ક કર્યું એવું તમે કરશો તો દશરથજીના જેવાં દુઃખ પામશો. રાણી, સૂર્યવંશના શિરોમણિ રામચંદ્રજીને ઉપદેશ તેમના સૂર્યવંશી છોરું ન પાળે એમ થાય ?

રાણી હસી પડી - ‘મહારાજ, પ્રીતિના બંધનમાં બંધનમાાં આ પુરાણોના આધાર ન ચાલે.’

મલ્લરાજ - ‘તારે પ્રીતિનો આધાર જોઇતો હોય તો કહે કે મારી પટરાણીનો અધિકાર વધારે કે તારો ? - પટરાણીને પૂછ્યા વિના તને વરદાન અપાય ખરું ?’

રાણી - ‘હું તો એમ જાણતી હતી કે આપને હું એક જ રાણી છું.’

મલ્લરાજ - ‘તમે પરસ્પર લડો નહિ, માટે મેં આજ સુધી મારી પટરાણીનું નામ તારી પાસ દીધું નથી.’

રાણી - ‘ત્યારે હવે તો અમારાં એ બહેનનું નામ જાણવા જેટલાં અમને ભાગ્યશાળી કરો, ને અમે તે ભેગાં રહ્યું જાણીએ છીએ કે નહિ તેની કસોટી કરી જુઓ તો ખરા.’

મલ્લરાજ - ‘એ તો બેત્રણ નામ દેવાં પડે એમ છે.’

રાણી - ‘ત્યારે તો જાણ્યા વગર રહું તો અન્ન ગળે ન ઊતરે.’

મલ્લરાજ - ‘તમે તે સર્વનને ઓળખો છો.’

રાણી - ‘મહારાજ, બોલી દ્યો હવે.’

મલ્લરાજ - ‘પહેલી મારી બુદ્ધિ - એ મારાં નાનપણમાં પટરાણી. એને પૂછ્યા વિના તો કાંઇ થાય જ નહીં. બીજી રાણી આ રત્નનગરી એમના મંત્રની બાંધછોડ કરવાનો ધર્મ ચૂકું ને તમને વધારે વહાલાં ગણું એમ ન થાય એવો તેને વશ છું. ત્રીજી રાણી મારી રણભૂમિ - તે બોલાવે ત્યારે તમને, ઊંઘતાં હો તો ઊંઘતાં ને રોતાં હો તો રોતાં મૂકી જવું પડે. પછી તમે - તે ત્રણે તમારી વડીલ બહેનોને પૂછ્યા વગર તમને કંઇ પારિજાતક આપું તો આ ત્રણે રાણીઓ સત્યભામાના કરતાં મોટું રૂસણું માંડે ને અમો સૂર્યવંશીઓમાં શ્રીકૃષ્ણ જેવી કળા મળે નહિ કે બધાનાં મન મનાવી શકીએ.’

રાણી - ‘મહારાજ, હુંયે ત્યારે આ વાત ઉઘાડી કરી માંગું છું શું કરરવા મોઘમ વરદાન માગું ? કે -’

મલ્લરાજ - ‘કે-શું ? બોલી દો.’

રાણી - ‘તમારાં આ ત્રણ માનીતાં પછી એક ચોથાં વસાવો ને મને પાંચમી રાખો.’

મલ્લરાજ - ‘તે કોણ ?’

રાણીએ વિનોદરૂપ બદલી ગંભીર વાર્તા કરી :

‘મહારાજ, સામંતસિંહે એમનાં ઠકરાળાં જાડોે મારી મારફત આપને વિનંતી કરાવી છે કે રાજ્યને રાજગુણોવાળા પુત્રો આપવા - અને એવા પુત્રો વિનાની ગાદી રહે નહીં માટે - અનેક અને ઉચ્ચ કુળની રાણીઓ સાથે ધર્મયુક્ત રાજાઓએ વિવાહ કરવો એવો શાસ્ત્ર પ્રમાણે અને વ્યવહાર પ્રમાણે સંપ્રદાય છે માટે મહારાજે પણ એ સંપ્રદાયનો લાભ રત્નનગરીને આપવો ઘટે છે.’

મલ્લરાજ - ‘તમારા ભણીથી આ સંદેશામાં કાંઇ ઉમેરવું છે ?’

રાણી - ‘મહારાજ, જે સ્ત્રી જાતે સફળ ક્ષેત્ર નીવડી નથી તેવી સ્ત્રી સ્વાભાવિક રીતે સ્વામીની વંશવૃદ્ધિ અને રાજ્યનની સંપત્તિ ઇચ્છી આપ જેવાના સંસારનું જગતને ફળ મળેલું જોવાનો પ્રયત્ન કરે-’

મલ્લરાજ - ‘અને જે સ્ત્રી... પોતાનું... ગળું... કાપવાનો... માર્ગ... મોકળો... કરે-’

રાણી - ‘હું હાસ્ય નથી કરતી. જે વાત સામંતસિંહે કહાવી છે તે મારા મનમાં પણ ઘણા દિવસની ભરી રાખેલી હતી.’

મલ્લરાજ - ‘હું... હાસ્ય... નથી... કરતો. પણ તમારા... મનમાં... ભરી..રા-ખેલી... એ... વાત... હજીયે... તેમાં... જ... રાખી... મૂકો. અને સળી જઇ ત્યાં નાશ પામે એમ થવા દો.’

રાણી - ‘મહારાજ, હું રંકના ચાળા શા માટે પાડો છો ?’

મલ્લરાજ - ‘ચાલ, ચાળા નહિ પાડું. મારી ત્રણે પટરાણીઓ આ વાતમાં ત્હારું કહ્યું માનવાની ચોખ્ખી ના કહે છે, માટે તેમનું વચન હું લોપવાનો નથી. એ ઉત્તર તમે જ સામંતને કહાવજો કે અમો તો અમારા વંશના વડીલ શ્રીમરાજીનું એકપત્નીવ્રત પાળીઆએ છીએ તે મૂકી તમારાં શાસ્ત્ર અને સંપ્રદાયને મોટા ભા કરી મલ્લરાજ ઘરમાં અનેક સ્ત્રીઓ ભેગી કરવાનું સ્ત્રીપણું નહીં સ્વીકારે. મલ્લરાજ પછી તમારે જાતે ગાદીએ બેસવાનો પ્રસંગ ઇશ્વર આપે તો તમે રાજા થાવ ત્યારે તમે જાતે ઘરમાં અનેક રાણીઓ સંપાડવાને સ્વતંત્ર છો. પણ કાલનો જ લેખ સંભારજો અનેક સ્ત્રીઓનનો ઘણી તેમના જેવી સ્ત્રી - સાસુ કે નણંદ જેવો - થાય છે તે રત્નનગરીના પુરુષોને કરવાની મનાઇનો મુચરકો સામંતની પાસે છે તે સામંતે જોવો. સામંતનાં ઠકરાળાંને કહેજો કે ઘેલાા રજપૂતની ડાહી રજપૂતાણી બની એ ઘેલાને ડાહ્યો કરજો ને તમે એના જેવાં ઊલટાં ઘેલાં ન થશો. કહો, મેનારાણીી, હવે કાંઇ તમારે કહેવાનું છે ?’

રાણી - ‘કહ્યું માનો તો ઘણુંયે છે.’

મલ્લરાજ - ‘એ... તો... તમારો... પાસો... અવળો... પડી... ચૂક્યો. એ સિવાય કાંઇ બીજું છે ?’

રાણી - ‘એ ને એ.’

મલ્લરાજ - ‘અમારે યે એની ના - એની ના !’

રાણી - ‘મહારાજના ઉપર કોઇનું બળ નથી.’

મલ્લરાજ - ‘બરોબર, ત્યારે હું જાઉં છું - મારી પટરાણીઓને મહોલ.’

રાણી - ‘મહારાજ, કૃપાકાળે પાછા પધારજો.’

રાણીને કપોલદેશે કૃપાદાન કરી રાજા ગયો. મલ્લરાજની ચિંતાઓના નાટકનો અંક પૂરો થયો.