બાળકોના ભવિષ્ય માટે શું આપણે આટલું કરી શકીએ Krunal jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળકોના ભવિષ્ય માટે શું આપણે આટલું કરી શકીએ

◆ પ્રસ્તાવના ◆

તેર થી ઓગણીસ વર્ષની ઉંમર, જીવનનો સૌથી નાજુક તબક્કો એટલે કિશોરાવસ્થા, જે આપણે સૌ જાણીએ છીએ. આ અવસ્થાને જીવનની લાઈફ લાઈન ગણાવી શકાય. કેમકે બુદ્ધિ અને સમજણ આ સમયમાં જ સૌથી વધારે વિકસે છે. અને તેથીજ આ સમયને કિશોરો અને કિશોરીઓ માટે ભાવિ સમય માટેનો પાયો ગણાવી શકાય. જે રીતે ઇમારતનો પાયો મજબૂત હોય તો એનું આયુષ્ય, ટકાઉપણું અને મજબૂતી વધે છે એ જ રીતે આ સમયમાં તેમના વિચારો અને બુદ્ધિનો વિકાસ જેમ વધારે થાય તેમ ભવિષ્યમાં તેઓને ઓછી તકલીફોનો સામનો કરવો પડે છે. તેઓનેે બને એટલું વધારે કેળવવાની જરૂર આ તબક્કામાં જ પડે છે. જેથી એને જીવનમાં ક્યારેય હતાશ-નિરાશ કે દુઃખી થવાનો વારો નહિ આવે, મુશ્કેલીના સમયમાં એ મુસીબત માંથી કેવી રીતે બહાર આવવું એના રસ્તા શોધવામાં તે વધારે મહેનત કરશે. "તેઓને હરતા નહિ પણ વિકટ પરિસ્થિતિમાં લડતા શીખવવું જોઈએ, આવનારી પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવવું જોઈએ". અને એના માટેજ તેને યોગ્ય માર્ગદર્શન અને સલાહ સુચન મળી રહે એ જરૂરી છે.

◆ લક્ષણો ◆

બીજા પ્રત્યે લાગણી, હાવભાવ (ગુસ્સો, ક્રોધ, આપેક્ષા, હસી, રુદન, હતાશા-નિરાશા) સેક્સની ઈચ્છા, જોખમો ઉપાડવાની ક્ષમતા, ઉતાવળિયો અને ત્વરિત નિર્ણય લેવા વાળો સ્વભાવ તેમજ તેની શારીરિક અને માનસિક પ્રકૃતિઓમાં ફેરફાર આ સમયમાં સહજ છે. કોઈ સુંદર ચહેરા પ્રત્યે આકર્ષણ, અને એને પમવાની તીવ્ર ઈચ્છા, એના માટે આમ કરી દઉં, તેમ કરી દઉં ની જીદ એ એની કિશોરાવસ્થા ના લક્ષણો છે. આવા સમયે બાળક શું ઇચ્છે છે, એના મનમાં શું છે, એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યવહારમાં અને સંબંધમાં ખરું શું અને ખોટું શું એ શીખવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની સંગતનું અવલોકન કરવું એ પણ માં-બાપની ફરજ છે.

આ ઉંમરે તેઓ લગભગ મધ્યમ કક્ષા (૭ થી ૧૦ મું ધોરણ) કે ઉચ્ચ કક્ષામાં પ્રવેશ્યા હોવા જોઈએ. આ સમયે એની શારીરિક પ્રકૃતિમાં ફેરફારની સાથે સાથે એની વિચાર શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે. આવું કેમ?, કેવી રીતે થાય?, આનાથી શું થાય?, આમ કરું તો શું?, તેમ કરું તો શું? વગેરે તેના મનમાં દોડવા લાગે છે, મતલબ તેની પ્રશ્નોત્તરીમાં વધારો થવા લાગે છે અને એ સમયે એના પ્રશ્નોના સચોટ જવાબ તેને મળવા જ જોઈએ. શિક્ષક પછી માં-બાપ કે મોટા ભાઈ-બહેન તેમના સાચા સલાહકાર ગણી સકાય. એ સમયે આપણા બાળકો સાથે મિત્રતા ભર્યું વલણ રાખવું જોઈએ. તેઓના પ્રશ્નોને સરમ કે સંકોચને લીધે અવગણવું અને ખોટા કે ઊંધા જવાબ આપવાને બદલે તેને સત્યતા અને હકીકતથી પરિચિત કરાવવા જોઈએ. ખોટા જવાબ તેનામાં ઘણા પરિવર્તન સર્જી શકે છે. કહેવાનો મતલબ એ છે કે જે સવાલ એ તમને પૂછે છે બની સકે એ સવાલ એ બીજાને પણ પૂછે અને જયારે બંને ના જવાબોમાં તફાવત મળે ત્યારે તમારા ખોટા જવાબને કારણે એનો તમારા પરનો વિશ્વાસ ખૂટવા લાગે છે. એ સમય જાણે એમ હોય છે કે એને પુખ્તવયના લોકોની હુંફની, મદદની જરૂર હોય છે. "તેઓના વિચારોને સાચી દિશા આપી તેના ભવિષ્યની દિશા બદલવી એ તેઓેના માબાપ ના હાથમાં છે".

◆ અવલોકન અને વ્યવહાર ◆

અહીં બાળક સાથે પ્રેમ ભર્યું વર્તન રાખવું અતિ આવશ્યક છે, એની સાથે એક મિત્રની જેમ રહેવું જોઈએ, એની સાથે એની રોજે રોજ ની દિનચર્યા ની વાતચીત કરો, એના માટે પૂરતો સમય ફાળવવો જોઈએ. એણે દિવસ દરમિયાન "શું કર્યું?", "કોની સાથે ફર્યો/રમ્યો?", "શિક્ષકો એ શું ભણાવ્યું?" અને એમાંથી એ શું શીખ્યો, એ બધી બાબતો નું અવલોકન કરવું જોઈએ અને એ વાતચીતનો નિત્યક્રમ જાળવી રાખવો જોઈએ. એને કરેલા સારા કાર્ય બદલ એને સાબસી આપવી જોઈએ અને એ કાર્યમાં આગળ વધવા પ્રોત્સાહન પણ આપવું જોઈએ. એના ખરાબ કાર્ય બદલ એને માર મારવા, ધમકાવવા કે એના પર દબાણ કરવાને બદલે એને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા એનું ધ્યાન બીજા કાર્યમાં તબદીલ કરવું જોઈએ, એની ખરાબ સંગતના સમયને અન્ય સત્કાર્યમાં તબદીલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એને સદગુણ આપો અને દરેક તબક્કે તમે એની સાથે જ છો એવું આશ્વાશન આપવાનું ના ભૂલો. કોની સાથે કેવી રીતે વર્તવું, કેવી રીતે વાતચીત કરવી એ સીખવાડવું જોઈએ. એનામાં જોવા મળતી એની દુર્ગુણતા વિષે એને અવગત કરો. આપણાથી શું થવાનું?, આપણે શું કરી શકવાના?, એનું ભવિષ્ય તો એના હાથમાં જ છે, એમાં આપણાથી કઈ નઈ થાય એવા નિરાશાવાદી ધ્રષ્ટિકોણ ને જાકારો આપી એને એની દુર્ગુણતા દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈએ. એને આળસી નહિ પણ કાર્યશીલ બનાવવાના પ્રયત્ન કરો. એનામાં જરૂરીયાતમંદ ને મદદ કરવાના ગુણ વિકસાવવા જોઈએ. એની કોઈ વાતને અવગણો નહિ પણ ધ્યાનથી સાંભળો અને યોગ્ય વિચાર કર્યાં બાદ નિર્ણય લો.

◆ કિસ્સો-૧ ◆

વિમલને નોકરી કરતા કરતા આજે ૧૦ વર્ષ વીતી ચુક્યા છે. દસમું ધોરણ પાસ કર્યા પછી ધંધોજ કરવાનું તેને વિચારેલું. પોતાની મન મરજી અને આમ તેમથી સુની સાંભળેલી વાતો પરથી ઉતાવાળીયા નિર્ણયો લઇને આ ધંધો કરું તે ધંધો કરું એમ ચાર પાંચ ધંધા કરી તે વારંવાર પટકાયો, પછડાયો. છતાં તેને ધંધાનું ભૂત ઉતર્યું નહિ. તેના પરિવારે તેને વારંવાર ભણીને સારી ફિક્સ આવક મળી રહે એવી નોકરી મળી જાય તો એનો બેડો પાર થઇ જાય, એમ કહી કહી ભણાવ્યો અને છેવટે સાયન્સ વિભાગમાં માસ્ટર ડિગ્રી સુધીનું ભણતર પૂરું કર્યું. ઇન્ટરવ્યુ આપતા આપતા એક સારી કંપનીમાં મહિને પચ્ચીસ હજારની નોકરી પણ મળી ગઈ. અને એ નોકરી કરતા કરતા આજે એને ૧૦ વર્ષ પુરા કર્યા.

નોકરીના આ દસ વર્ષ તો એણે જેમતેમ કાઢ્યા. એનું કારણ એ હતું કે એ કોઈ બંધન કે ગુલામી ભર્યા વાતાવરણમાં પહેલેથી નહોતો રહ્યો કે ન રહેવા માંગતો હતો, પણ પરિવારની જીદ એને ભણવા અને નોકરી કરવા મજબુર બનાવી ગઈ. ધંધામાં વારંવાર નિષ્ફળ થવા છતાં એને એમાં સફળ થવાની પુરેપુરી આશા આજે પણ જીવંત છે. એ દસ વર્ષમાં પણ તેને ધંધો કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ એક ફિક્સ પગાર એને પરેશાન કરતો ગયો. ધંધામાં વારંવાર નિષ્ફળતા અને નોકરીમાં મળતાં ફિક્સ પગાર વચ્ચે એ સદાયે મૂંઝવણમાં રહેતો હતો. એના મનમાં એક ડર પ્રવેશી ગયો છે કે નોકરી દ્વારા ફિક્સ પગાર મળતો રહે છે એમ ધંધાની આકાશી રોજીમાં ક્યારેક પૈસા ન મળ્યા તો!, ઘર કેમ ચાલશે?, ઘરના ખર્ચા?, લોન ની ભરપાઈ, બાળકોની સ્કૂલ ટયુશન ફી તથા અન્ય વ્યવહારોથી તે ડરવા લાગ્યો. અને એજ ડર તેને ના તો વ્યવસ્થિત રીતે નોકરી કરવા દેતો કે નાં ધંધા માં ધ્યાન આપવા દેતો. પરિણામે નોકરીએ કામ માં ધ્યાન ન આપવાને બદલે હંમેશા મેનેજર તરફ થી ઠપકો ખાવાનો વારો આવતો. આ સમયે વિમલ મજબૂરી અને ડરના માર્યો નોકરી કરે છે, એની આઝાદી પાછલા દસ વર્ષો થી છીનવાઈ ગઈ છે. પોતાની આઝાદીના સમયમાં એણે ઉજ્વેલા તહેવારો, પ્રસંગો જે હવે એક બંધિયાર નોકરીને કારણે ન ઉજવી સકવાનો એને પારાવાર પછતાવો છે. રજા લેવા મેનેજર અને શેઠને વારંવાર વિનંતી કરે છે છતાં એ મેળવી સકતો નથી. એનો એક દિવસ પણ એવો નથી ગયો જયારે એને મનમાં ને મનમાં રુદન નાં કર્યું હોય.

સાર: ઉપરોકત કિસ્સા મુજબ એવું સાબિત થાય છે કે "પરિવાર તરફથી એને ભણીઘણીને સારી નોકરી મળે એવી આપવામાં આવેલી સલાહ ઉત્તમ ગણાવી સકાય, પરંતુ વિમલ શું ઇચ્છે છે?, તેને ભવિષ્યમાં શું કરવું છે?, એેની ઘેલછા શું છે?, એના પ્રત્યે પરિવારે કોઈ ધ્યાન નહિ આપ્યું. ધંધામાં મળેલી ઘણીબધી નિષ્ફળતા ને અવગણી પરિવારે ફરી એને ધંધો કરવાનું પ્રોત્સાહન આપ્યું હોત તો આજે પરિસ્થિતી કંઈક જુદી હોઇ સકતે. એને જોઈતી આઝાદી એ મેળવી સકતે. કહેવાનો મતલબ એ જ છે કે દરેક માં બાપ પોતાના બાળક નું ભલું જ ઇચ્છે છે પણ એ બાળક શું ઇચ્છે છે એ પણ દરેક માં બાપે જાણવાની ફરજ છે."

◆ કિસ્સો-૨ ◆

કિશોરાવસ્થાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કેટલાકો કામ કે જે મા-બાપ કે મોટા ભાઈ-બહેનની અનઉપસ્થિતમાં કે તેઓથી છુપાઈ ને કરવામાં આવતા હોય છે. આવા કામોમાં નશીલા પદાર્થો નું સેવન (દારૂ, સિગારેટ, હુક્કાબાજી), કોઈક પ્રત્યે આકર્ષણ અને સેક્સ મુખ્ય છે. એ નાસમજ અવસ્થામાં દેખાદેખીને કારણે, મિત્રોના ફોર્સથી કે ઉકસાવવાને કારણે, મોજમસ્તી-મજાકને લીધે અથવા નવા નવા અખતરા કરવાની લ્હાયમાં ન કરવાનું થઇ જાય છે, પલભરની ભૂલ જીવનભરની આદત બની જાય છે અને આવનારી જિંદગી માટે શાપરૂપ લાગવા લાગે છે. આ બધું થાય એ પહેલા તેઓને એ કુટેવો કે ખરાબ બાબત/સંગતથી સચેત કરવા એ તેઓના ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે જ. એવીજ એક બાબત ભાર્ગવ નામના એક વ્યક્તિની કહું. ખરાબ અને લુખ્ખા તત્વ સમાન કમિત્રો ની સંગત ભાર્ગવનું જીવન હરામ કરી ગયા. ભાર્ગવ ૭માં ધોરણ માં હતો ત્યારથી સ્કૂલની બારી માંથી બહાર કેટલાક લુખ્ખા તત્વોને ભાળતો. તેઓ ની પ્રવૃત્તિઓ જેવીકે સિગારેટ ફૂંકવાની તરકીબો, વિમલ પાન મસાલા ખાઈ થૂંકવું, એ બીજાની મસ્કરી કરવી અને ઉશ્કેરી ને અયોગ્ય સરત લગાવવી (જેમાં છોકરીઓની છેડતી, કોઈક સીધા કે નબળા સામાન્ય વ્યક્તિ ને મારમારવો, એના માથે ટપલી મારવી) વગેરે એ નિહારતો. સાથી મિત્રો સામે બડાઈ મારવાની અને પોતાના તાબા હેઠળ રાખવાની એની નાસમજી ઘેલછાએ તેને એ કુમિત્રો ની રંગતનો સંગી બનાવ્યો. ધીરે ધીરે તેઓ સાથે એની ગાઢ મિત્રતા થઇ ગઈ અને ભાર્ગવ પણ એ લુખ્ખા તત્વોની માફક સિગારેટ, પાન મસાલાનું સેવન અને છોકરીઓની છેડતી કરતો થઇ ગયો, આમ કરતા કરતા તે દસમાં ધોરણમાં પ્રવેશ્યો. ભાર્ગવની સોસાયટીમાં રહેતા સાર્મિલા આન્ટી ભાર્ગવ ની ખરાબ સંગત અને એની હરકતો થી અવગત હતા કેમકે તેઓ પોતાની બીજા ધોરણમાં ભણતી દીકરી શોભાને સ્કૂલે લેવા-મુકવા જતા ત્યારે ઘણીવાર ભાર્ગવને એ લુખ્ખા તત્વો સાથે જોતા. સાર્મિલા આન્ટી એ ભાર્ગવના મમ્મી પપ્પા સાથે એ વિષય અંગે વાતચીત કરી, પણ એના મમ્મી પપ્પા સાર્મિલા આન્ટીને "અમારો દીકરો તો સાવ સીધોસાદો છે એ આવું કરે જ નહીં, તમે બીજાને જોયો હશે" એમ કહી અવગણી દેતા. સમય વીતતો ગયો, ૧૦માં ધોરણમાં બે વાર નાપાસ થઇ ત્રીજા પ્રયત્ને પાસ થયો, બારમું ધોરણ જેમતેમ પાસ કર્યું. એ કમિત્રો સાથે રહી તે હવે સેક્સવર્કર પાસે જવા લાગ્યો, પૈસા ની ઉલટ સુલટ કરવા લાગ્યો, જુગાડ રમવા લાગ્યો. દિનબદિન એની સંગત વધારે બગડવા લાગી, એની કુટેવ વધવા લાગી. રાતે પી ને આવવું, ગાળાગાળી કરવી, મનફાવે તેમ બોલવું, પરિવારજનો સાથે ખરાબ વર્તન કરવું વગેરે નિત્યક્રમ થવા લાગ્યા. કોઈ કામ કરવામાં કે ભણવામાં હવે દૂર સુધી એની રુચિ નજર નથી આવતી. એક સમયે ભણવામાં અને શિસ્તપાલનમાં પોતાનો નિત્યક્રમ જાળવતા ભાર્ગવની જિંદગી પોતાના માટે જ શાપરૂપ બની ગઈ. ગણતરીના દિવસોમાં જ એઇડ્સના રોગમાં સપડાઈ ને તે મૃત્યુ પામ્યો.

માંબાપ ની ફરજ બને છે કે તે પોતાના બાળકો ને સાચી દિશા આપે, માર્ગદર્શન આપે, અને ખોટું કરતા હોય ત્યાં હળવો ઠપકો આપી કે સમજાવી એને સાચા રસ્તે વાળે. એ તો નાસમજ હોય છે, ખરા ખોટાની તેને ખબર નથી હોતી, શું કરવું, શું ના કરવું, કેવી વ્યક્તિઓ સાથે રહેવું, ફરવું તેનાથી તેઓ તદ્દન અજાણ હોય છે, તેઓતો ફક્ત હુંફ જંખતા હોય છે સારું મળે કે ખરાબ તેઓને ફક્ત સંગત જોઈતી હોય છે, તેઓ પર નજર રાખી તેઓને સમયસર સચેત કરવા એજ તેઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠ સાબિત થશે. ઉપરોક્ત કિસ્સામાં સાર્મિલા આન્ટીની વાત પર ધ્યાન આપી ભાર્ગવને યોગ્ય દિશા માં વાળ્યો હોત તો ભાર્ગવની પરિસ્થિતિ આજે કંઈક અલગ હોત.