સંઘર્ષ Vibhuti Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ

સંઘર્ષ

Vibhuti Desai

સવારથી છાપાની રાહ જોતી હતી. છાપુ આવે તો જ ચા પીવાય. ટેવ એવી પડેલી કે છાપુ વાંચતા વાંચતા ચા ની ચૂસકી લેવાની મજા જ કંઇક અલગ છે. છાપા વિના ચાની મજા ન આવે તેમાં પણ આજે તો “મધર્સ ડે” ને યોગાનું યોગ શનિવાર એટલે આજના મહિલા પૂર્તિ વાંચવા મન તલ પાપડ. અંતે છાપુ આવ્યું. મહિલા પૂર્તિમાં માતાઓએ કરેલા સંઘર્ષ વિશેના લેખાથી પૂર્તિ ભરેલી. સંપાદકે સારી મહેનત કરી હોય એવું પૂર્તિ વાંચતા જણાયું. જાણીતી માનીતી હસ્તિઓ જ નહીં પણ કેટલાંક ઊંડાણના ગામડાની માતાઓ વિષે પણ લખેલું. વાંચતા જ મગજમાં ઝબકારો થયો ને ઉલ્કાની યાદ આવી ગઈ. આ પણ એક “મા” છે. દિકરીને માટે કેટલો સંઘર્ષ કર્યો અને હજુ પણ કરી રહી છે તો લાવને હું એને મળીને એની સંઘર્ષ કથા લખું અને હું તો ઉપડી ઉલ્કાને મળવા.ગણદેવી તાલુકાનું નદીને કિનારે આવેલું ધમછાડા ગામનાં ઈન્દુબેન અને એ જ ગણદેવી તાલુકાના વેગામ ગામ્ના દોલતભાઇ નાં લગ્નના જીવનબાગનું પ્રથમ પુષ્પ એટલે ઉલ્કા. ઉલ્કાને એક નાની બેન અને એક નાનો ભાઈ એમ પાંચ જણાનું હર્યુંભર્યું કુટુંબ.

દોલતભાઈ ગુજરાત હાઉસીંગ બોર્ડ અમદાવાદમાં આર્કીટેકટ એન્જીનીયર એટલે રહેવાનું અમદાવાદમાં. નાનકડી ઉલ્કાની કાલી ઘેલી બોલીથી માવતર ખુશ. જીવન ઘડતરનું પ્રથમ પગલું એટલે એકડો ઘુંટવાની શરૂઆત. પંકજ સોસાયટી પાલડીમાં રહેવાનું એટલે ત્યાંજ નજીકમાં શિશુવિહાર બાલમંદિરથી શૈક્ષણિક યાત્રાની શરૂઆત થઈ. ઉલ્કાને તો મઝા પડવા માંડી. માવતરને પ્રથમ દિવસે મુંઝવણનો પાર નહિ. પ્રથમ વખત જ છુટી પડે છે, રડશે તો ક[મ મોકલીશું એવી મુંઝવણ. ઉલ્કા તો નવા કપડાં પહેરવા મળ્યાં એટલે હસતી હસતી ગઈ. આનંદથી માવતરને આવજો કરી તે બાલમંદિરમાં ટીચરને નમસ્તે કરીને બેસી ગઈ. માતાએ શીખવાડેલું ટીચરને નમસ્તે કરવાં. ઉલ્કા નાં આવા વર્તંથી ટીચરને પણ નવાઈ લાગી અને ખુશ પણ થયાં. રમત રમતમાં બાલમંદિરના બે વર્ષ પૂરાં થયા.ઉલ્કાના જન્મ બાદ પિતાને પણ નોકરીમાં પ્રમોશન મળતું ગયું અને ભાડેના ફ્લેટમાંથી પોતાનો સોનીયા ફ્લેટ પાલડીમાં જ ખરીદયો. શાંતિવન બસ સ્ટેન્ડની નજીકમાં જ અને ત્યાં જ નવચેતન વિદ્યાલયમાં પ્રાથમિક શાળામાં દાખલ કરી. શૈક્ષણિક યાત્રાના બીજા તબક્કાની શરૂઆત. બાલમંદિરની સખી પુષ્પા અને ઉમા પણ આ જ શાળામાં આવ્યા. બાલમંદિરથી વાતાવરણ અલગ. અહીં તો ભણવાનું પણ ચાલું થયું. માત્ર છોકરીઓની જ શાળા. એટલે શિશુવિહારમાં આવતાં મયંક, વિપુલ જેવાં બાલદોસ્તો નો સંગાથ ચૂતી ગયો. રૂપલ-મિતલ જેવી બીજી નવી બહેનપણીઓ મળી.

ઉલ્કાને રમત ગમતનો ખૂબ જ શોખ. દોડસ્પર્ધામાં તો એકદમ પાકી. તરૂણ મહોત્સવમાં પ્રથમ ક્રમે આવી તરૂણ મહોત્સવનો આગલો રેકોર્ડ તોડયો અને પી.ટી. ઉષાનાં નામથી ઓળખાવા લાગી. ગરબા પણ ખૂબ જ ગમે. નવરાત્રિમાં રોજ મોડે સુધી ગરબા રમ્યા પછી પણ સવારમાં વહેલી ઉભ ૭.૩૦ વાગ્યે તો સ્કૂલ પહોંચી જાય. ગજબની શક્તિ. આમ જ પ્રગતનાં સોપાન સર કરતાં મેટ્રીકમાં પાસ થતાં જ અમદાવાદની ખ્યાતનામ એચ.કે.આર્ટસ કોલેજમાં એડ્મીશન લીધું. કોલેજ્માં ઇતર પ્રવૃતિ છોડી દીધી. ઘરમાં નાના ભાઇ-બેનને ભણાવવાનાં,માં ને રસોઇમાં મદદ કરવાની. આમ, ગૃહસ્થીનાં પાઠ ભણતાં કોલેજનો અભ્યાસ કર્યો અને ઇકોનોમીકસ સાથે બી.એ. કર્યુ.માવતરને હવે ઉલ્કાને પરણાવવાની ચિંતા થવા માંડી. લાયક મૂરતીયાની શોધ ચાલુ થિ અ[ દરમ્યાન ઉલ્કાએ છ મહિનાનો લાયબ્રેરી સાયન્સનો કોર્ષ ઉષા ઇન્સ્ટીટ્યુટમાંથી કર્યો.સાથે અંગ્રેજી ટાઈપ 40 W.P.M. ની પરીક્ષા પણ પાસ કરી. માવતરની શોધને અંતે ઉલ્કાને લાયક એક મૂરતીયો મળ્યો. બધી તપાસને અંતે દિકરી પરણાવવા યોગ્ય લાગતાં બંનેની મુલાકાત ગોથવી અને એકબીજા પર પસંદગીની મ્હોર મારી.ગણદેવી તાલુકાનાં બીલીમોરા શહેરમાં મનોજ નામના યુવક સાથે ૧૧-૫-૮૧ નાં રોજ બીલીમોરા જ લગ્ન લેવાયાં. જ્ઞાતિ અનાવિલ એટલે દહેજ, લાડવા પૂરી વડા, શાલ-સાડી, પહેરામણી જેવાં તમામ રીતરિવાજો સાથે ધામધૂમથી ઉલ્કાનાં લગ્ન કરી સાસરે વળાવી અને ત્યારથી ઉલ્કાનાં જીવનનો બીજો તબક્કો શરૂ થયો.ઉલ્કા મનોજની જીવનસંગીની બનીને નવજીવનને પલ્લવીત કરવા કંઈ કેટલાં સોણલાં લઈને ગ્રુહે પધારી.ક્યાં અમદાવાદનું ધમધમતું જીવન અને ક્યાં બીલીમોરાનું શાંત જીવન ?બન્ને નણંદો અને સાસુ સસરાનું દિલ જીતવાનાં સતત પ્રયત્નો કરતાં નવજીવનમાં ધીમેધીમે ગોથવાઈ ગઈ.

પતિની ગાર્ડન મીલમાં નોકરી, સવારમાં વહેલાં ઉઠી ટીફીન તૈયાર કરવું. નાઈટ ડ્યુટી હોય ત્યારે રાત્રે સૂઈ રહેવું. જેવી પરિસ્થિતિથી ટેવાતી ગઈ. મિલનસાર સ્વાભાવને કારણે આજુબાજુમાં તેમજ મહોલ્લામાં પણ બધાં સાથે ભળી ગઈ. બપોરનાં ફુરસદાના સમયે લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતી. લાયબ્રેરીનો કોર્ષ કરેલો એટલે બીલીમોરાની ખ્યાતનામ જે.બી. પીટીટ લાયબ્રેરીમાં લાયબ્રેરીયનની ખાલી પડેલી જગ્યા માટે અરજી કરવાનો થનગનાટ પરંતુ સાસુજીની સ્પષ્ટ ના સાંભળી એ વિચાર પડતો મૂકયો. કોઈ ફરિયાદ નહિં.આનંદથી જીવન વ્યતિત થતું હતું. દિકરાની કાલીઘેલી બોલી. પા-પ પગલી માં સમય પાણીનાં રેલાની જેમ વહેવા માંડયો. કાર્તિક ત્રણ વર્ષનો થયો ત્યાં જ દિકરીનો જન્મ. સુંદર રૂપાળી દિકરીનો જન્મ થતાં જ લક્ષ્મીજી પધાર્યા. કરી હરખભેર દિકરી જન્મનાં વધામણાં લીધા. નામ રાખ્યુ. પૂજા.

હસમુખી પૂજા જોતાં જ રમડવાનું માન થાય એવી. પ્રથમ વર્ષગાંઠ પછી થોડું ચાલતી થઈ. એમ કરતાં બીજી વર્ષગાંઠ આવી એટલે તો એ ઘણું બોલતી અને સમજતી હતી. થોડું ચાલતી પણ થઈ ગયેલી. આમ, ઉલ્કાનો જીવનબાગ આનંદથી ભર્યો ભર્યો.

પરંતુ આ હસતાં રમતાં બાળકોના કિલ્લોલથી હર્યાભર્યા કુટુંબને ભાવિની ક્યાં ખબર હતી કે કુદરત આફતની ચડી લઈને ઉભેલી છે.

એક-દિવસ ઓચિંતાનો પૂજાનો તાવ આવ્યો એટલે લોકલ ડૉ. ને બતાવ્યું. દવા આપી. પોતા મૂકવાં કહ્યાં. આખી રાત જાગીને ઉલ્કા પોતાં મૂકતી રહી. સવાર પડી, તાવ તો ઉતરવાને બદલે વધ્યો. એટલે સૂરત લઈ ગયાં. ઉલ્કાની નણંદ કિર્તી પટેલ ગાયનેક એટલે એમનાં કહેવાથી સૂરત ગયાં. માતા ને ક્યાં ખબર હતી કે કુદરત આફતની છડી ઉગામી ચૂકી છે. અને તાવમાં ઘખતી પૂજાને નણંદની સલાહ મુજબ સીવીલ હોઅપિટલમાં લઈ ગયા. તાવ ઉતરતાં જ બીલીમોરા આવ્યાં.

રમતી દિકરીને જોઈ માંડ હાશકારો અનુભવ્યો ત્યાં તો ફરી તાવે ઉથલો માર્યો. ડૉકટરે ઈંજેકશન આપ્યું ત્યાં જ એકદમ ખેંચ આવી. તરત જ બાળરોગ નિષ્ણાંત રસિક ગાંધીને બતાવ્યું. હોસ્પિટલમાં બાટલો ચઢાવ્યો. પળી પાછી ખેંચ આવી એટલે સૂરત લઈ જવાનું સૂચન કર્યું. આમ ઉપરાઉપરી ખેંચ આવીને પૂજાનું ચાલવાનું બંધ થઈ ગયું. જેની કોઈને જાણ ન થઈ.હસતી-રમતી પૂજા એકાએક કેવી માંદગીમાં સપડાઈ ગઈ. એ અબૂધ બાળાને અને માવતરને ક્યાં ખબર હતી કે આ માંદગીની શરૂ થયેલી યાત્રા જક્યાં જઈને અટકશે. અને જીંદગીમાં કેવી આફત સર્જશે. માતા તો બસ પૂજાની સ્સરવાર ને પ્રભુને પ્રાર્થનામાં બધું જ ભુલી ગઈ. બસ યાદ આવતો દિકરો કર્તિક જે પાંચ-છ વર્ષનો સાસુ-સસરા પાસે મૂકીને આવેલી.

સૂરત સીવીલ હોસ્પિટલમાં પૂજાની પીથમાંથી પાલી કાઢી બાયોપ્સીનાં રીપોર્ટમાં સ્પાઈનલ કોર્ડમાં બ્લોકેજ બતાવ્યું. સૂરતના ડૉકટરે તાત્કાલિક મુંબઈ જવા કહ્યું. તરત જ જમ્મુતાવીમાં બેસીને ફોંચી ગયા મુંબઈ.નાનકડી દિકરી કેટલું દુ:ખ સહન કરી રહી એટલું પણ નહોતી શીખી કે પોતાનું દુ:ખ વ્યક્ત કરી શકે. બોમ્બે હોસ્પિટલમાં દાખલ થ્યાં અને પાછું ઓપ્રેશન. ૩,૪,૫ મણકા તોડીને આખું સ્પાઈનલ ફેરવીને અંદરથી ખેંચી ટેસ્ટ માટે મોક્લ્યું. ૧૦ દિવસમાં પાછા સૂરત ત્યાં આવ્યા બાદ ઈન્ફેકશન થયું. અટલે કેથેટર મૂક્યું.

નન્હી સી જાન કેટકેટલું સહન કરે. અપાર વેદના થાય. એટલે શું સાથે સાથે બાળકીનું દુ:ખ જોઈને માતાનું હૈયું વલોવાય, કરે તો પણ શું કરે ? ઉપરવાળાને પ્રાર્થના કરવા સિવાય. સારૂં થતાં જ બીલીમોરા પરત આવ્યા.

આ બાળકીની માંદગીને યાત્રા તો જાણે અટકવાનું નામ જ ન લેતી હોય તેમ. સૂરતની મહાવીર હોસ્પિટલમાં એડમીટ કરી. ડૉ. પ્રદીપ પેઠેની સલાહ મુજબ સીટીસ્કેન કરાવ્યું. મગજની બહાર અંદર પાણી. પાછી ઓપ્રેશન. આમ, એક મહીનો મહાવીર હોસ્પિટલમાં રહી ઘરે પરત આવ્યાં.

માતાની મનોસ્થિતિની તો કલ્પના પણ ન થઈ શકે. નહજર સામે નાનકડી દિકરી માંદગીથી પીડાતા અને નજરથી દૂર મા વિના હિજરાતો દિકરો. શું કરે મક્કમ મનોબળ. કઠણ કાળજું કરી આ નબંને સંતાન વચ્ચે મનોમન દુ:ખ અનુભવતી પોતાનું કર્તવ્ય બજાવતી રહી.

ઘરે આવ્યા બાદ દિકરીને રોજ કસરત કરાવતી. દિકરો પણ માતા સાથે રહીને ખુશ. કસરત કરાવતાં માલૂમ થયું કે શરીર પહેલાં જેવું સ્ટીફ નથી લૂઝ લાગે છે. ફરી પાછા સૂરત પ્રયાણ. MRI કરાવ્ય્યું. તેમાં સૌપ્રથમ જે ટ્યુમર દેખાયેલું તેવું ટ્યુમર જણાયું. ઓપરેશન કરવું પડશે. એટ્લે ત્યાંથી જ સીધા અમદાવાદ ગયાં. માતાનો જીવ દિકરા કાર્તિમાં. એ તો સ્કૂલે હતો ને જ સૂરત આવેલાં. દિકરાને મળવા પણ ન જવાયું. દિકરો કેટલો મુંઝાશે એ વિચારીને વલોવાતાં અંતરે દિકરીને લઈને માવતર અમદાવાદ પ્રયાન કર્યું. તાત્કાલિક ઓપરેશનની જરૂર ન હોવાથી દિકરા કાર્તિકની પરીક્ષા પતે પછી ઓપરેશન કરાવવાનું નક્કી કરી ઘરે આવ્યા.

પરીક્ષા પછી દિકરા કાર્તિકને પણ સાથે લઈ અમદાવાદ ગયાં અને ડૉ. પ્રદયુત થાકોર પાસે ઓપરેશન કરાવ્યું. દસ દિવસ પછી રજા આપતાં ઘરે આવ્યાં તો રાતભર ઓપરેટ કરેલું ત્યાંથી પાણી નિકળ્યા કરે. ચિંતામાં વધારો. ક્યારે સવાર પડે ? સવાર ઠતાં જ ડૉકટરને ફોન કર્યો તો જવાબ શું ? ખબર છે ? ઉધ્ધ્ત. ૧૧ વાગ્યે આવું ત્યારે જ જોઈશ. તપાસ કર્યા પછી પણ પોતાની બેદરકારી સ્વીકારવા તૈયાર નહીં. પાણી સફ કરી નાંખ્યું ને સામે સવાલ ક્યાં છે પાણી ? અંતે પૂજાના નાના એ ધીરજ ગુમાવીને અનાવિલ ટોનમાં વાત કરી ત્યારે એડ્મીટ કરી ને જોયું. ભૂલ ડૉક્ટરની. ઓપરેટ કરેલું ત્યાં ટાંકા લેવામાં ખામી. ટાંકો લઈને મોકલી આપ્યાં. બે દિવસ પછી એ જ રામાયણ. પાણી નીકળવાનું ચાલું થયું. ફરી પાછા ડૉકટર પાસે લઈ ગયાં. ઉપર-નીચે ટાંકો લીધો ત્યારે ઘા પૂરાતાં બન્ધ પાણી બંધ થયું. જોયું આટલા મોટા ડોકટરની કેવી બેદરકારી.

સેવામાં ખામી. ગ્રાહક સુરક્ષાનો કેસ બને. ઉપરથી ઉઘ્ઘત વર્તન. એટલે માનસિક ત્રાસની કલમ પણ ઉમેરાય. પરંતુ દર્દીનાં સગાં એટલા દુ:ખમાં ડુબોલ હોય આઅવાં કોઇ કાયદાકીય પગલાં ભરતા નથી. એમને તો પોતાનું સ્વજન ક્યારે સારૂ થાય એ જ ચિંતા સતાવતી હોય. થોડા દિવસ બાદ ફરી તાવ આવ્યો. એપાર્ટમેન્ટમાં જ ક્લીનીક ધરાવતાં ઓળખીતાં જી.પી.ને બતાવું. એમણે ડોકટર બદલવાની સલાહ આપતાં ડો. પ્રદૂયુત ઠાકોરને પડ્તો મૂકી ડો. ચંદ્ર્હાસ પડંયા પાસે લઇ ગયાં . પોતે ખૂબ જ વ્યસ્ત એવું બતાવવાની ટેવ એટલે કેસ લેવાની ના પાડી. આજીજી ને અંતે ઉપકાર કરતાં હોય તેમ કેસ લેવાં તૈયાર થયાં.અમદાવાદની પ્રખ્યાત વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મગજનું ઓપરેશન કરવું. સ્પાઇનલમાં જે ફયુડ ભરાય તે મગજમાં પાણી ભરાવાને કારણે. આથી મગજનું ઓપરેશન કરી મગજમાં ટયૂબ મૂકી સીધી પેટમાં થઇને યુરીન વાટે નીકળી જાય. આ છેલ્લુ ઓપરેશન હવે પાણી નીકળવાનું , તાવ આવવાનું બંધ. આટલી લાંબી માંદગી યાત્રા બે જ વર્ષની બાળાએ કરી ને હવે માવતરે હાશકારો અનુભવ્યો, માંદગીયાત્રાનાં અંતનો.બે વર્ષને જીવનયાત્રા સંઘર્ષ અને યાતનાથી ભરપૂર એવી માંદગીયાત્રાનાં અંતની ખૂશી અનુભવે ત્યાં જ સામે એક મોટા પડકારની ક્યાં ખબર છે? એ તો રાબેતા મુજબની જીંદગી શરુ થઇ અને દિકરા પૂજા કે જે માંદગીયાત્રાની શરુઆતમાં ચાલતી હતી તે ચાલવાને બદલે બેસી જ રહે છે. ધડકતાં દિલે કે શું હશે એવું વિચારતાં ડોકટરને બતાવવા લઇ ગયાં. ત્યાં ડોકટરે નિદાન કરીને જણાવ્યું કે તમારી જીંદગીમાં ક્યારેય ન ચાલી શકે. શું થયું હશે આ સાંભળતાં માવતરને. અત્યાર સુધી દિકરી જીંદગીમાં હિંમતભેર પૂજાને સાચવનારી માતા ભાંગી પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, દિકરી પૂજા તો બિચારી આ બાબતથી સાવ અજાણ. માતાને રડતી જોઇ એ પણ રડવા માંડી. પરંતુ પિતાએ મન મજબૂત કરી ઉલ્કા ને સંભાળી અને પૂજાને પણ શાંત કરી.ડોક્ટરે રોજ કસરત કરાવવાનું શાખવાડયું તે મુજબ કસરત ચાલુ થઇ . પૂજા બરાબર બોલતી થઇ ગયેલી. બધાને ચાલતાં જોઇ ચાલવા પ્રયાસ કરે. પણ રે..... કુદરત બિચારી એક ડગલું પણ ન ચાલી શકે એ જોઇ માતાનું હૈયું વલોવાય.ગજબની હિંમત માતામાં . ત્રણ વર્ષની થઇ એટલે નજીકનાં બાલમંદિરમાં મૂકી. ઊંચકીને લઇ જઇ બેસાવી આવે અને સમય પૂરો થતાં લઇ આવે. ત્યાં બધાને દોડદોડી કરતાં જોઇ ચાલીને આવતાં જોઇ પૂજા સવાલ કરે કે હું કેમ નથી ચાલતી? હું ક્યારે ચાલીસ? આંખમાં ધસી આવતાં આંસુ ને રોકીને હસતાં હસતાં માં એને સમજાવી દે કે તું પણ ચાલશે. બાલમંદિરમાંથી સ્કુલમાં દાખલ કરી ત્યાં પણ આજ રીતે લેવા મૂકવા જવાનું. થોડી મોટી થઇ એટલે એને સમજાવી કે કંઇક ચમત્કાર થાય તો જ ચાલશે. રડી પડી દિકરી. મા એ હિંમત આપી. પગ સિવાયનાં બધાં અંગો કામ આવે છે એટલે પ્રભુનો આભાર માનવો એમ સમજાવી.

કુદરતી ખામીવાળાં બાળકો શું શું કરી શકે એવી માહિતીવાળા પુસ્તકો વંચાવતી. બાલવાર્તાનાં પુસ્તકો લાયબ્રેરીમાંથી લાવીને વંચાવતી. આમ, વાંચનનો શોખ કેળવ્યો. સ્કુલનાં સ્ટાફનો ખૂબ જ સાથ. સ્કુલ ની બેંચ પર બેસવાનું ફાવે નહિં. પિતાએ સ્પેશિયલ બેંચ કરાવી શાળાની પરમીશનથી. માતા ઉલ્કા ઘરે થી સ્કૂટર પર લઇ જાય. ઊંચકીને બેંચ પર બેસાડી આવે અને સ્કુલ પૂરી થતાં જ લઇ આવે.પૂજાએ પણ પોતાની પરિસ્થિતિને સ્વીકારી. તેણે હસતાં હસતાં જીવવાનું શીખી લીધું. આટ આટલાં ઓપરેશનો શરીર પર થઇ ચૂકેલાં મગજનાં બે ઓપરેશન થયેલાં, મગજમાં ટ્યુબ મૂકેલી, આવી છોકરી શું ભણતી હશે? થોભો..... પૂજા ભણવામાં ખૂબ જ હોંશિયાર. બીજી બધી પ્રવૃત્તિ જે બેઠાં બેઠાં થઇ શકે તેમાં પણ હોંશિયાર. મગજ બધાં કરતાં તેજ. આવી આ પૂજાને ધોરણ સાત સુધીનો અભ્યાસ કરાવ્યો પછી ભારે હૈયે સ્કુલ છોડવી પડી. ઊંચકવું શકય ન હતું .ધન્ય છે દિકરીની મા ને . ઘરે બેસીને કંટાળી ન જાય એટલે પોતે દિવાળીનાં ગ્રીટીંગ્સ કાર્ડ , કોડિયાં, ફોટોફ્રેમ વગેરે શીખી લાવી પૂજાને શીખવાડે અને પૂજા આજે પણ આ બનાવીને વેચે છે. પૂજાની આ પ્રવૃતિ “પૂર્તિ એમ્બ્રોડરી ફ્રેમ’’ નામ હેઠળ કરે છે. એણે આ નામ આપેલું છે. સાત ધોરણ્ સુધી ભણેલી પૂજા હવે આ કોમ્પ્યુટર યુગમાં જાત જાતનાં ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ પણ કરે છે. ધ્યાન ખેંચે તેવી વાત તો એ છે કે, એને ગેઝેટનો ઉપયોગ કરતાં કોઇએ શીખવ્યું નથી. પિતાએ વાઇફાઇ નું કનેક્શન અપાવેલું . એટલે જાતે જાતે બધું શીખી છે. વ્હીલચેરમાં છે પણ ખુશખુશાલ. ચાલવું કોને કહેવાય એ તો એને ખબર જ નથી. પણ એનો એને જરાય રંજ નથી. આજે ૨૮ વર્ષથી વ્હીલચેરમાં છે પણ કુદરત સામે કોઇ ફરિયાદ નથી. સંગીતનો શોખ. મોબાઇલમાં ગાયન સાંભળે ટીવી પર પીકચર જોઇ લે. આમ, પોતે જે કંઇ થઇ શકે તે કરે છે. જીંદગી એક બોજ છે એવું નથી માનતી.પૂજાનો ભાઇ કાર્તિક બી.એસ.સી. કરીને ઓસ્ટ્રેલિયા ભણવા ગયો. આજે નવ વર્ષથી ત્યાં છે. ત્યાંથી આવ્યો ત્યારે ગાડી કરીને હીલ સ્ટેશન પરને અમૂક જોવા લાયક સ્થળે ફેરવી પણ લાવ્યો. કુટુંબયાત્રા.ઉલ્કાનાં લગ્નજીવનની તો વાત જ શું કરવી? શરુઆતમાં ચાર-પાંચ વર્ષમાં બે સંતાન અને પછી પૂજાની માંદગીયાત્રા, પતિની નોકરી એટલો બધી જ જવાબદારી બન્ને બાળકોની ઉલ્કા જ નિભાવે. ઉલ્કાની હિંમત તો જુઓ. દિકરીને તૈયાર કરી વ્હીલ્ચેરમાં બેસાડી મહોલ્લામાં આંટો મરાવે. પોતે નજીકનાં મંદિરે દેવદર્શને જઇ આવે.ધીમેધીમે ઉલ્કાએ મહિલા મંડળમાં જવાનું શરુ કર્યુ. બધી મહિલાઓ સાથે વાતચીતમાં નવું શીખવા મળે તો શીખીને તરત પૂજાને શીખવે. પૂજા ખૂબ જ ઉત્સાહી. કંઇ પણ નવું શીખવા મળે તો હોંશે હોંશે શીખે. એમ કરતાં મહિલા મંડળની પ્રમુખ થઇ ત્યારે દિકરી પૂજા પણ મમ્મીને સન્માન વ્હીલચેર પર આવી. આમ , બધાં પોતાની જીંદગીમાં ગોઠવાઇ ગયાઅં અને રાબેતા મુજબ જીંદગી જીવવા માંડયાં.દિકરા કાર્તિકને ત્યાં દિકરીનો જન્મો થયો. ઓસ્ટ્રેલિયામાં, પૂજા ફોઇ બની હૈયે હરખની હેલી ઉછળે અને એવી ઇચ્છા પૂજાની કે દિકરી જન્મનાં વધામણાં લઇને આપણે ઘરે પારણું ગવડાવીએ, ભજન કરાવીએ. માવતર તો દિકરીની શક્ય એટલી ઇચ્છા પૂરી કરી જ. બીલીમોરાનાં મૈત્રી મંડળ કે જેમાં ઉલ્કા પણ કાર્યરત એને બોલાવી ભજન અને પારણું ગવડાવ્યું. પૂજા ખુશખુશાલ. વ્હીલચેરમાઅં બેસી વીડીયો ઉતાર્યો ને મોકલી આપ્યો વીરા- ભાભીને.

કાર્તિકને માવતર તેમજ વ્હાલસોયી બેન ને ઓસ્ટ્રેલિયા દેશ બતાવવાની ખૂબ જ હોંશ . બધાને પાસપોર્ટ તૈયાર કરાવવાનું કહી દીધું. પોતે જાતે આવશે દિકરીને પણ બધાં એ જોઇ જ નથી તો એને પણ રમાડી શકાય. એવું નક્કી કરી કાર્તિક પત્ની અને દિકરીને લઇને નવરાત્રિ અને દિવાળી પણ કુટુંબ સાથે થાય એવું પ્લાનીંગ કરી બીલીમોરા આવ્યો. હ્શીખુશીનો માહોલ કેટલે વર્ષે કુટુંબ ભેગા મળીને નવરાત્રિ દિવાળી ઉજવવાનાં. નવરાત્રિ તો ખૂબ જ આનંદથી ઉજવી. આ કિલ્લોલ કરતાં કુટુંબને કુદરતે લીધેલા નિર્ણય ની ક્યાં ખબર હતી? દિવાળી શરુ થઇ કુદરતે નિર્ણયનો અમલ કર્યો.વાઘબારસની રાત્રે પિતા મનોજભાઇને છાતીમાં દુખ્યું. એસીડીટી થઇ છે એમ સમજી એસીડીટી ની દવા લીધી. બીજે દિવસે – ધનતેરસના દિવસે સવારે સ્કુટર પર ડોકટરને બતાવવા ગયાં. પુત્રએ સાથે જવ કહ્યું તો પિતાએ સામાન્ય દુ:ખાવો છે તારી મમ્મી સાથે જઇ આવું, કરી ડોક્ટરને ત્યાં ગયાં. પત્ની ઉલ્કા સાથે વાત કરતાં કરતાં અચાનક પત્નીન ખભા પર માથું મૂકી દીધું હંમેશના માટે.દિકરા સાથે ઓસ્ટ્રેલિયા જવાને બદલે કુદરતે દિકરાને મૂકીને પોતાની પાસે બોલાવી દીધા. પત્ની તો હતભ્રત થઇ ગઇ. હિંમત રાખી મૃત પતિને ઘરે લાવી. ગજબની હિંમત કુદરતે આપી છે. આજે પણ પતિ ગુમાવ્યાના રંજને મનમાં ધરબી દઇ પુત્રીને સંભાળે છે. સાસુની સેવા કરે છે. ધીમે ધીમે બાહ્ય પ્રવૃતિમાં પણ રસ લેતી થઇ છે.ધન્ય હો આ માતાને અને ૨૮ વર્ષથી વ્હીલચેરમાં જીંદગી ગુજારતી દિકરી ને.........