ધનાની માળાના મણકા - 2 Dhanjibhai Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધનાની માળાના મણકા - 2

ધનાની માળાના મણકા

ભાગ-૨

લેખક
ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—


વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.
ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

કક્કા ઉપરના દરેક અક્ષરના મણકાની રચનાઓ આજથી શરૂ થાય છે.

મણકો ૧૦ ક૧

કર કરમ મન સારા જોને વાગી રહ્યા ભણકારા,

કરીલે કરમ મન સારા તું બાંધમા પાપના ભારા.....

કિરતાર બેઠો બધું જુએ છે ન આવે તારો આરો,

ભજન કરને ભાવથી નીકળને મન અજ્ઞાનથી બારો.....

બાળપણ રમતમાં ગુમાવ્યું યુવાનીમાં હાલ્યો આડો,

ગઢપણ આવ્યું ગર્વ છોડને આડો મન ઊંડો ખાડો.....

વૃધ્ધપણામાં બહુ વકર્યા મોહમાયાના ઝાડો,

સત્ સંગની કરવત લેને વિવેકથી એને મન વાઢો.....

રામ કૃષ્ણ હરિને ભજીલે મન એ છે સાચો કેડો,

ધના ધામ જવું હોય તો પ્રભુ ભજ આવ્યો છેડો.....

મણકો ૧૧ ક૨

કર મન સદ્ વિચાર શા માટે કરે છે વારજી,

પાપના પંથે તું ચડયો છે મન પાછો વારજી.....

પાપના પંથે જતા તું પામીશ પારાવાર દુઃખજી,

સદ્ ગુરૂના શરણેજા મન પામીસ પારાવાર સુખજી.....

સદ્ ગુરૂ એવા શોધજે જે ઉતારે ભવપારજી,

સદ્ ગુરૂ સેવા મન એવી કરજે દેખાડે હરિ દ્વારજી.....

કર મન સદ્ વિચાર તો તું પામીશ હરિનો પારજી,

ધનો કહે તું હરિ ભજીલે મન ઉતરીસ ભવપારજી.....

મણકો ૧૨ ખ૧

ખમીજા તું ખુટલ મન હે કરને તું ધારણ ધીર રે,

તારાં કરેલા તને નડશે હાલવા ન દે લગીર રે.....

પાપતણાં તે પોટલા બાંધ્યા ધરમમાં ન ધ્યાન રે,

આટલે થી મન અટકી જાને કર તલવાર તું મ્યાન રે.....

માટે ખમીજા ખુંટલ મન તું વાળમાં આડો આંક રે,

ત્યાં જતાં તને પુછશે તું ત્યાં કે નો દેશે વાંક રે.....

કરી લે મન હરિ ભજન હે તે થઇ ને તું રાંક રે,

ધનો કહે હે ખુટલ મન તું જાગીને જરા ઝાંક રે.....

મણકો ૧૩ ખ૨

ખબર નથી તને સુખની સેજમાં સુતો છો આનંદ ભેર રે,

જાગ મનવા જાગ તારા દુશ્મન આવ્યા તારે ઘેર રે.....

શું સુતો છો પછેડી ઓઢી ઘેરાઇ ગઇ તારી દોઢી રે,

જાગ મનવા ઉભોથા તું લડાઇ કર સામે છાતી ઠોકી રે.....

આ જનમમાં જીતવા નું ભલે જનમ ગુમાવ્યા લક્ષકોટી રે,

મનવા સદ્ ગુરૂ શોધીલે તારૂ જીવન છે સાવ કોરી પાટી રે.....

હરિ ભજનને ભક્તિ કરીલે સીધી લીટી છે નથી આંટી રે,

શા માટે તું સુઇ રહ્યો છે મન બે ઘડી છે જોને બાકી રે.....

જાગ મનવા જાગ હવે તું હું ગયો છુ તારા થી થાકી રે,

આ અવશર ધના જતો રહેશે તો લક્ષચોર્યાશી પાકી રે.....

મણકો ૧૪ ગ૧

ગરવ મન શાનો કરે છે તું એવું શું છે તારામાં નૂર રે,

ગરવ તારો ગળી જશે જેમ આંકડા નું મન તૂર રે.....

ગરવ છોડીને આવ ગુરૂ પાસે શાને ઉભો છે દૂર રે,

સદ્ ગુરૂ સેવીલે પ્રેમથી તને રાખશે હરિ ની હજૂર રે.....

કામ ક્રોધ મદ લોભ છોડીને આવને જરી પાસ રે,

હરિ ભજનને ભક્તિ કરીલે હજી છે બાકી શ્વાસ રે.....

અહંતા મમતા માયા છોડીને જે ગયા હરિની પાસ રે,

ધનો કહે તેને હરિ એ સ્વીકાર્યા રહ્યા થઇ ને દાસ રે.....

મણકો ૧૫ ગ૨

ગર્ભમાં હતો ત્યારે મન શોધતો કયાં છે વનમાળી રે,

ગર્ભમાં તને મન દર્શન આપ્યા પણ મારી કળાન જાણી રે,

કાકલુદી ખુબ કરીને પ્રભુને વચનો આપ્યા મન તે ભારી રે,

ભજન ભક્તિ ભાવથી કરીશ ને સ્તુતિ કરીશ હું તારી રે,

ગરજ ટાણે ગોવિંદની બનાવટ કરી મન તે સારી રે,

બહાર આવ્યો મન બદલાણો ને માયાથી કરી યારી રે,

સંસારમાં આવી મન તું સામો થયો બોલ્યો ઉંવા ઉંવા રે,

પ્રભુ કહે ભલેરે મનવા હું કરીશ તને દુઆ દુઆ રે,

બચપણ જવાનીમાં મન ભુલ્યો બુઢાપામાં યાદ આવી રે,

બૈરા છોકરાં સગાં સબંધી સર્વેએ સબંધો નાખ્યા કાપી રે,

હવે વચનો યાદ આવે પણ માયા પાસે ચાલે નહીં પાલી રે,

ધનો કહે દોડ સદ્ ગુરૂ શરણે મન હાથ તારો લેશે ઝાલી રે,

મણકો ૧૬ ઘ૧

ઘણા કર્યા અપરાધ જગતમાં ઘણા કરર્યા અપરાધ રે,

ઘણા કર્યા મન આ જનમમાં ન કરવા ના કામ રે,

ઘણા જનમ તારા ચાલ્યા ગયા છે ભજન વીના આમ રે,

ઘણાને તેં દુઃખ આપ્યા ભજ્યા નહીં મન શ્રી રામ રે,

ઘણા જોરથી નગારાં વાગે જાગ મન તું હવે જાગ રે,

ઘણા જોરાવર જમડા દેખી મન કરમાં ભાગમ ભાગ રે,

ઘણા એ ધના તને સમજાવ્યો હજી ભજીલે ભગવાન રે,

ઘણા જમન નાં ગયા અંધારા જોને મન ઉગ્યો ભાણ રે,

મણકો ૧૭ ઘ૨

ઘટમાં રાખને રામને કાઢીનાખ મન કામ રે,

રામ વીના તને કોઇન રાખે સમંર સુંદર શ્યામ રે,

મોહ માયામાં ફસાયો શાને જાને મન હરિ ધામ રે,

ક્રોધ અહંકાર મુંકીદે ને મન લે રામનું નામ રે,

ઘટ ભીતરમાં રાખને તું છબી સુંદર મન શ્યામની,

આ સંસારમાં હરિ વગર નથી કોઈ ચીજ મન કામની,

ધનો કહે ચરણ ધ્રુજવા માંડયા ન આવ્યા યાત્રા ધામમાં,

આ જગતમાં બહુ આથડયો ન આવ્યો કોઈના કામમાં,

મણકો ૧૮ ઘ૩

ઘનઘોર ઘટા છાઈ અબ કયા કરેગા પછતાઈ,

કરની કુછ કી નહીં જબ થા મન ઉજીયારા,

આંખ તેરી અંધી હુંઈ ને કાન હુઆ મન બહીરા,

દેખન સમય દેખા નહીંને રામ ન સુના કાના,

પાંવ તેરા ડગમગીયા અબ હાથ ન ઝાલે માલા,

આલસી હોકર યાત્રા નકી ન ફેરલી તુને મન માલા,

જીહવા તેરી ગુંગી હુઈને રામ બોલનકા બંધીયારા,

મન તેરા બહુત ગભરાયા અબ ક્યા કરે નહે કોઈ ચારા,

કરના હે તો ભજન કરલે મન વોહીતો હે તારન હારા,

દાસ ધના કે દેખ મન હરિકો ભજ્યા વો ન રહા અકેલા,

મણકો ૧૯ ચ૧

ચરણ ગ્રહીલે ચારના મન માતા પિતા ગુરૂને ભગવાન રે,

ચરણ સેવી લે ભાવથી મનજો ઈચ્છે કલ્યાણ રે.....

માતાએ મન નવ માસ તારો ઉપાડ્યો છે ભાર રે,

જન્મ દઈ મન જમતાં શીખવ્યું એ છે એનો ઉધાર રે.....

પિતાના મન તારા ઉપર નથી થોડા ઉપકાર રે,

શરીર તોડીને મન તને શીખવ્યું દીધુ જગ જ્ઞાન રે.....

ગુરૂ તાર એ જ્ઞાનજ આપ્યું ઉઘાડી તારી આંખ રે,

ચરણ ગુરૂના પૂજીલે મન તને ઓળખાવ્યા ભગવાન રે.....

ધનો કહે મન ભજીલે ભક્તિ કરીલે ભગવાનની,

આ સંસારથી પાર ઉતરવાના આ ચાર છે સ્થાન રે.....

મણકો ૨૦ ચ૨

ચબુતરામાં બેઠું મન પંખી જાણે ચબુતરો મારો રે,

ચબુતરામાં માયા લાગી મહીં બનાવ્યો માળો રે,

ચકવો ચકવી ભેળા મળીને રચાવ્યો સંસાર સારો રે.....

બાળ બચ્ચાનો મોહ લાગ્યો સંસાર ન લાગ્યો ખારો રે,

હરિ ભજીલે ભવસાગરમાં નથી ઉગરવાનો આરો રે.....

ચબુતરો તારો છે ચલાયમાન જ્યાં ચણતો તું દાણો રે,

જાગ મન પંખી અજ્ઞાન અંધારેથી જોને ઉગ્યો ભાણો રે.....

માળો છોડી હરિ શરણે જાને ત્યાં વળશે તારો દાળો રે,

ભજન વગર આ ચબુતરામાંથી નથી કોઈ છોડવ નારો રે.....

ધનો કહે મન ધ્યાન હરિનું ન કર્યું તે ક્યારેય રે,

ભજન કરીને હરિ ભગતથા તો આવશે તારે દ્વારે રે.....

મણકો ૨૧ છ૧

છળ કપટ તું છોડ રે માનવા કરને સાદ્વ્યવહાર રે,

આ કાયા તારી પડી જવાની જરા ન લાગે વાર રે.....

ભગવત ભક્તિ કર્યા વગર ન થાય બેડોપાર રે,

હરિ ભજીલે બાજી તારા હાથમાં શાને કરે વાર રે.....

જમડા આવશે જોર જ કરશે રોકાશે નહીં લગાર રે,

છળ મૂકી હરિ સમરીલે મન શું વિચારે ગમાર રે.....

ધનો કહે મૂક ધમાધમ જમ આગળ જોર ન ચાલે રે,

હરિ સમરીલે છળ છોડીને મન સદ્દબુદ્ધિ આલે રે.....

મણકો ૨૨ છ૨

છત્તર પલંગ પર પોઢનારા અંતે આવે કાષ્ટ ને છાણા રે,

રંગ મહેલમાં રહેનારા તારા માયાના મહેલ વિખાણા રે.....

ધન સંપતીમાં આળોટનારા તારી સાથે ન આવે પાણા રે,

દાન ધરમમાં ધન વાપરને નહીં તો પડ્યા રહેશે નાણાં રે.....

સત્ સંગ કરીલે સદ્ ગુરૂ નો મન તું ગાને ભક્તિના ગણાં રે,

હરિ ભજીલે હેતથી તું મનવા સાચવીલે ને સદ્ ટાણાં રે.....

છત જોઇને છકી ગયો મન દુઃખી કર્યા જીવ ધણા રે,

જાગવું હોય તો જાગ ધના હવે કાળ ભમે ફેલાવી ફણા રે.....

મણકો ૨૩ જ૧

જપલે જપલે હરિનું નામ મન તું જપ હરિનું નામ રે,

હરિ જપવાથી તારી હામ વધશે ને પહોંચીશ હરિના ધામ રે.....

જપને જુગદાધાર તારો એ છે આધાર જ્પ તપ નોકર નીરધાર રે,

હરિ જેણે જેણે ભજ્યાં તે નથી રહ્યા જગતમાં નીરાધાર રે.....

ધ્રુવ પ્રહલાદ સુધન્વાએ જપ્યા પામી ગયા ભવપાર રે,

નરસિંહ મીરાંને સગાળશાએ જપ્યા એજ હતો આધાર રે.....

પ્રભુ ભક્તોની આરદા સાંભળી ને દોડી આવે તતકાળ રે,

ધનો કહે મન છોડ આળસને તારા હાથમાં લે કરતાલ રે.....

પ્રભુ અર્પણ તન મન કરીને મન તું હવે ભજીલે ભગવાન રે,

થોડી ધડી છે જીવતરની ધના જાગને મન કરીલે કલ્યાણ રે.....

મણકો ૨૪ જ૨

જનમ મરણની આ જેલમાં શું પડ્યો છો પાપી રે,

ઉઠ ઉભોથા મોહ માયાના બંધન નાખને કાપી રે.....

જાગ મનવા જાગી જો ને સર્વે અંધકાર રહ્યો વ્યાપી રે,

ઉઠને મન અજ્ઞાની જીવડા માથે કાળ રહ્યો છે ટાંપી રે.....

માનવ જન્મ રૂપ અમૂલખ કાયા મન તને આપી રે,

માનવ જન્મ સાર્થક કરીલે હરિ રહ્યા સર્વત્ર વ્યાપી રે.....

ધનો કહે મન ધ્યાન જ આપને કેટલો છે તું પાપી રે,

ભગવત ભજન અને ભક્તિ કરીલે રૂડી કાયા તને આપી રે.....

મણકો ૨૫ ઝ૧

ઝલક માણીલે ને મન રામની એ છે તારા કામની,

આ સંસારમાં મન આવ્યો તો ભક્તિ કરીલે રામની.....

ઘણો રખડ્યો ઘણો ભટક્યો મન યાત્રા કરી ચાર ધામની,

આ બધામાં ધુળ પડી મન કથા ના સુણી તેં રામની.....

ઝલક માણીલે ધના રામની ગ્રહીલે મન ગુરૂ વાણી,

નાહક શાનો નશો ચડ્યો તને હતું એ ખારૂં પાણી.....

મણકો ૨૬ ઝ૨

ઝડપ કરે કાળ ઝડપ કરે મન પકડીલે પલવારમાં,

ઝટ ઉઠી મન હરિ ભજીલે છોડાવે તે ક્ષણ વારમાં.....

ઝાંઝવાનાં જળ જીવ તને લાગે છે બહુ મીઠાં રે,

હરિ રસ ને તું હોઠે ન લગાડે લાગે તને બહુ ખારો રે.....

ભજીલે ભગવાન ને તું છોડ મન આ જગ જંજાળો રે.

આ અવશર જો ચુકી ગયો તો મન નથી કોઈ આરો રે.....

ઉઠ ઉભોથા અહમ મેલીને મન મૂકને કામ અને ક્રોધને,

મોહ માયા મમતા મેલી મન સદ્ ગુરૂ શરણ શોધને.....

ઝડપ કરી ધના ઝાલીલે તું સત્ય રામનું નામ રે,

એ વગર તારા જવાના નથી મોહ માયા ને કામ રે.....

મણકો ૨૭ ટ૧

ટકોર કરે મન કાળ તને બનાવ્યા ધોળા વાળ રે,

શાને માટે મન ન સમજે બહુ રહ્યો તું લબાળ રે.....

આંખે આવ્યો મોતીયો ને તારા કાન ન કરે કામ રે,

હરિ ભજ મન હામ ધરીને તારા માથે ભમે કાળ રે.....

દાંતે તારા મન દગો દીધો બત્રીસે નીકળ્યા બહાર રે,

ટાંગા તારા મન ધ્રુજવા માંડ્યા તને કોણ કરે વહાર રે.....

લુલીના મન લાડ ગયા ને કાયા તારી કરમાણી રે,

ધના મન હજી સાબૂત છે તું ભજીલે વનમાળી રે.....

મણકો ૨૮ ટ૨

ટલે શાને ચડ્યો છે મન તને આધાર છે રામનો,

ટાળને તારા કામ ક્રોધને મન કરને તું સામનો.....

મોહ માયા મન મૂકી દેને નથી એ તારા કામની,

સત્ સંગ કરી મન હરિ સમરને સીડી છે અમર ધામની.....

જપ તપ તીરથ ખૂબ કર્યા ને માળા તે ફેરવી ઘણી,

કરવા જેવું એકે કામ ન કર્યુ ગયોના મન ગુરૂ ભણી.....

ટાળ અહંકાર ટલે ચડ્યો તું પંચાત છોડ આખા ગામની,

ટાળને તું ટંટો તકરાર મન ટીકીટ લઇલે તું ધામની.....

ટીકીટ લઇને ધોળ ધના વેળા થઇ તારા વિમાનની,

સગા સબંધી સૌ છોડી જાશે મન સાથે નાવે કામીની.....

મણકો ૨૯ ઠ૧

ઠગત જગતના શા ભરોસા કોણ કરે વિશ્વાસ રે,

જેણે જેણે તેની આશ કરી તે નર થયા નીરાશ રે.....

માટે મનતું મુક મમતા કર હરિની એક આશ રે,

આ જગતમાં ન રહેવાના કોઇ નામ તેનો નાશ રે.....

ભાવે ભજ્યા જેણે ભુદરને તે નર થયા ધન્ય રે,

માટે મન તું ક્રુષ્ણ ભજીલે મેળવી લેને તું પૂન્ય રે.....

ઠગત ભગત થઇ ફરતો ધના ન જાણ્યા જગદીશ રે,

સદ્ ગ્રંથ રૂપી ગુરૂ મળ્યા તને જાણીલે તારા ઈશ ને.....

મણકો ૩૦ ઠ૨

ઠરેલ મનતું બેસ ઠેકાણે હરિ ભજ આ ટાણે રે,

ઠબકો દે ઠાકોર તને મન માયામાં શું માણે રે.....

ઠકરાતું ને ઠોકર મારીને મન ઠોસ વસ્તુ ઝાલ રે,

ઠાકર ધણીનું શરણું લેતું શાને કુટે મન ભાલ રે.....

ઠસક મેલી મન ગુરૂ શરણજા પામીજા જ્ઞાન રે,

ઠગ વિદ્યા મન બહુ ભણ્યો મેલી દે અજ્ઞાન રે.....

ઠરી ઠેકાણે હવે આવ ધના હરિ રસને માણ રે,

ઠરવું હોય આ જનમમાં તો રામ નામ ને જાણ રે.....

મણકો ૩૧ ડ૧

ડગુમગુ થયું ડોસા તારૂ ડીલ નથી તારા હાથમાં,

ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ એ આવે મન સાથમાં.....

ડસવા આવ્યો કાળ તને જાને મન તું શુક્ શરણમાં,

ભાગવત ભણાવે તને મન છોડાવે સાત દિનમાં.....

ડગલાં દે મોક્ષને મારગે રહેને ભક્તિમાં ભરપુર,

અહંકાર મૂકી આવ ગુરૂને શરણે અજ્ઞાનથી કરે દૂર.....

રામ ક્રિષ્ણ હરિની હારે મન હવે નાતો જોડ રે,

ડખા મેલીદે ધના કર હરિ ભજવાના કોડ રે.....

મણકો ૩૨ ડ૨

ડર મુકને દુનિયાનો છોડી દે મન લોહી ઉકાળો,

પાપના પંથે પરબારો જતાં મન કરને તું વિચારો.....

ડગલો તને મળ્યો બહુ સારો તેનો દરજી છે ન્યારો,

એ દરજીનો ડર જરા રાખી મન ન કરતો બહુ પ્યારો.....

એ દરજીની લીલા છે ન્યારી મન તું બાપડો બીચારો,

ડગલો તારો જીર્ણ થયો મન હવે તો કઈ વિચારો.....

થીગડાં દીધે ઠીક ન થાયે મન એ નથી કાંઈ તારો,

સત્ સંગ કરી સનમુખ આવો આવ્યો બદલવાનો વારો.....

ધનો કહે ધ્યાન ધરીને ભક્તિ કરીલે પ્રેમથી પરવારો,

નહીંતો જોર કરીને ઝુંટવી લેશે મન તું કોણ કહેનારો.....

મણકો ૩૩ ઢ૧

ઢળતી આ જીદગીની મુક ધના માયા રે,

કાયા તારી કરમાણી તું હાથમાં લે મન માળા રે.....

જુવાનીના જોશમાં હરિની લીધીન મન ભાળ રે,

ગઢપણ આવ્યું ધના હવે દુનિયા દે ગાળ રે.....

ઢાળ આવ્યો ધોળ ધના પકડ સદ્ ગુરૂ પાય રે,

લાળ શાને પાળે માયામાં મન જગ જોને જાય રે.....

કામ ક્રોધ મન મૂક જપીલે તું જુગદાધાર રે,

ઢળતી આ જીદગીમાં નથી બીજો આધાર રે.....

ધરણ લીધો ધના તને ઉપાડવાની વેળા ગણે રે,

ધ્યાન ન દીધું ધરમમાં હવે શાને ગળચા ગળે.....

મણકો ૩૪ ઢ૨

“સત્ ગુરૂ પાસે સત્ સંગ કરી મેળવીલે જ્ઞાન

ઓ અભાગી જીવડા તને થાયે કાંઈ ભાન

આખી જીદગી બરબાદ કરી કોઈનું તું માન

જાગ મન જરા ન તો જોડાસે તારી જાન”

મણકો ૩૫ ણ૧

ણ થી છૂટવું છે ભારી હણને તું હુંપણા ને (ણ – મરણ)

ણ હારે ભળે ન કોઈને ધના સમજી ને ગાયા ગાણા રે…

ણ એ હોબાળો એવો મચાવ્યો ડરે મન મોટા રાણા રે,

ણ ને મથી મર કાઢ ઉલટાવી વચ્ચે મૂક કાનો કાળો રે…

ણ હવે ન કરે હેરાન સાથે થયા મન રામ રાણા રે,

ણ હળવો લાગશે મન ભજ સીતારામ થઈ શાણા રે…

ણ ને હૈયે લગાવ મન એ છે છેલ્લે થી પહેલો રે,

ણ ને માણ મોજથી ધના અવશર તારે પેલો રે…

મણકો ૩૬ ણ૨

ણ આગળ હાલે ન કોઈનું રાજા રંકની એક લેનું, (ણ – મરણ)

ણ સાંભળી હિંમત ન હાર મન નથી આપણાં બેનું...

ણ હારે હેત કરીલે મન મોજુ લેને તું માણી,

ણ ભૂલી પ્રભુ ભજીલે મન પીવા ન દે ચા પાણી...

ણ તને મન છોડાવનારૂં જનમ જંજાળ ની ઘાણી,

ણ આગળ મન હિંમન રાખને એક દીન જવાનું જાણી...

ણ આવ્યું ઉત્સવ કર મન શું બેઠો સોગ પાળી,

મરણ ને ધના માણી લેને આ તન ભલે નાખે બાળી...

મણકો ૩૭ ત૧

તરવાને તરાપો તારે મન ભવસાગર માટે,

રામનાંમ નાવ રૂપી ઉતારે તને મન કાંઠે...

રામ ભજીલે મન રૂડો પ્રભુમાં પ્રેમ રાખી,

તજ માયા મમતા મન પ્રભુની કર ઝાંખી...

આ અવશર મન છેલ્લો નથી જગમાં બાકી,

રામ નામ રૂપ નાવડું મન મૂકને તું હાંકી...

અહંમ આળસ વજન વધારે ધના દેને ત્યાગી,

તરપો મન તરતો મેલને હવે તો જા જાગી...

મણકો ૩૮ ત૨

તર્ક છોડ મન તોડી નાખને તારી લઘુતા ગ્રંથી,

સદ્ ગ્રંથ સુવાંચન કરને મન એ સાચા તારા પંખી...

તલાશ કર સદ્ ગુરૂની મન છોડાવે અજ્ઞાન બંધી,

તરસ છોડાવે હરિની તૃપ્ત કરી છોડાવે આદત ખંધી...

તમીજ રાખ તન તુરી જવાનું હરિ ભજન કર ભાઈ,

તલાક દે તન તને હરિ જીવ જાતાં આગે ઉંડી ખાઈ...

તકરાર તજ ભજ હરિ ધના તીર તાકી ઉભો કાળ તારો,

તરવો તારે ભવસાગર પણ હરિ ભજ્યા વણના આરો.....

મણકો ૩૯ થ૧

થડકાર મૂક થીરકવા લાગ આવ્યો તું થડે,

થડકો શાને રાખેતું રામ રસાયન તું કને.....

થપાટ માર કામ ક્રોધને મન હરિ ભજઆ સમે,

થોભીજા મૂક મદ લોભ લાલસા તે પ્રભુને ગમે.....

થાકમાં થા તૈયાર મન તું મૂક આશવિશ્વાસ,

થડ ઝાલ મન થાંભલા માં દર્શન દે દિનાનાથ.....

થાપણ ધના મૂક હુંડી હરિ દે તેના હાથે,

થીગડાં શાને મારે ધના તાલેવંત તારે સાથે.....

મણકો ૪૦ થ૨

થઇજા તદાકાર હરીમાં મનવા શાને કરે હુંકાર રે,

તપાટ લાગશે કાળની તું મન ગર્વ કરે બેકાર રે.....

થોભીજા મન પાપના પંથેથી ભજને ભગવાન રે,

થાકતો નહીં ભજન કરતા મન જપને શ્રીરામ રે.....

થંભમાંથી પ્રગટ થયા પ્રહલાદને દર્શન થાય રે,

અણુ અણુમાં વ્યાપ્યા પ્રભુએ વિશ્વાસ રાખ રે...

ધના તું થડકાર છોદીડે હરિથી રાખ મન આશ રે,

થીજીજા તું હરિ ભજનમાં બોલાવે તને પાસ રે.....

મણકો ૪૧ દ૧

દરવાજે ઉભો તારો બાળ પ્રભુતું લેને સંભાળજી,

દયા કરી પ્રભુ પાર ઉતારો જનમની આ જંજાળથી…..

દ્વારકા આવ્યો તારે દર્શને પ્રભુ તારા શરણે રાખને,

દુવા કરજે એટલી પ્રભુ હું ન રાખું કોઈ ની આશ રે.....

દંડ ભરવા તૈયાર છું પ્રભુ કરને મારો તું ન્યાય રે,

દરકાર ન રાખી તારી પ્રભુ મેં કર્યો મોટો અન્યાય રે…..

દવા દેખાડ ભવરોગની ધનો પડે પ્રભુ તારે પાયરે,

દંગલ મચાવવામાં હરિ મારી આખી જીદગી જાય રે…..

મણકો ૪૨ દ૨

દરાર પડી હરિ મારા તારા વચ્ચે પૂરને તું ખાઈ રે,

દર્શન કરવા આવ્યો હું આવને સામે તું ધાઈ રે.....

તારા વગર પ્રભુ આ જગતમાં નથી બીજુ કાઈ રે,

તારૂં મારૂં ખુબ કર્યું અને દરાર વધતી જાય રે.....

આટલે થી અટકાવ પ્રભુ મને ઝાલને મારી બાય રે,

છોરૂ ક છોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય રે.....

દરવાજે તારા આવ્યો ધનો કરને તારો દાસ રે,

દર્શન દે હરિ હેત કરીને બોલાવી લે તારી પાસ રે.....

મણકો ૪૩ ધ૧

ધના શાને કરે ધમાધમ તારી વાતમાં નથી કાઈ દમ રે,

ધરમ કરમમાં ધ્યાન ન આપ્યું તારી વાટું જોવે જમ રે.....

ધન સંચયમાં સમય ગુમાવ્યો ધક્કો દે તને કાળ રે,

ધન જોબન તારા ચાલ્યા ગયા જોને ધોળા થયા વાળ રે.....

જોબન તાંરૂ જાતુ રહ્યું ને ગઢપણ આવ્યું વિકરાળ રે,

ધનુષ તાણી ઉભો છે કાળ ધના મારે એટલી વાર રે.....

ધના શરણજા સારંગ પાણીની બચવાનું એ બાણ રે,

ધરતીકંપ આવ્યો સમજ હરિ ભજતા કરીશ વાર રે.....

મણકો ૪૪ ધ૨

ધરમ કરમ સંભાળ તારા મનવા શાને સૂતો ગમાર રે,

આ જગતમાં જોઈ લેને મન માયાની બધી ભરમાર રે.....

સત્ય અહિંસા ને અપનાવ અને પ્રેમ કર મન ભરપૂર રે,

માનવ દેહ તને મળ્યો મજાનો હરિમાં રે મન હજૂર રે.....

દાન ધરમને દયા અપનાવ ને શાને કરે છે મન વાર રે,

કરમ પ્રમાણે મળશે તને મન શાંતિ સુખ સંપત રે.....

ધના કરમ સારા કરને તારો સમય આવ્યો રૂડો રે,

ભજન ભક્તિ હરિની કરતો ભવસાગર ન બૂડો રે.....

મણકો ૪૫ ન૧

નગુણો નથા મન તું ગુણ સંભાળ ને ગીરધરના રે,

ન ભૂલતો તું તારી ઉધારી મન છે કોઈ ભરનાર રે.....

નજર કર મન જોઈલે આ જગતની બજારૂં રે,

ન રહેતો મન ભ્રમમાં કે ફુંકીસ હું દીવારૂં રે.....

બાકી રહેલા મન ભરવા પડશે વગાડશે નગારૂં રે,

હશે તે તો હરાજ થશે નીકળવું પડશે બારૂં રે.....

માટે કમાણી કરીલે મન કાંઈ ચાલેન તારૂં રે,

નાક ધના તારૂં જવા બેઠું સાચવીલે ને ટાણું રે.....

મણકો ૪૬ ન૨

નજર કરને મન નાથ સામે ઉભો સર્વ ઠેકાણે રે,

નાના બાપને નથી થવાનો મન મૂકને મોકાણો રે.....

નાજુક તારી કાયાનો મન ગર્વ કરે છે તું સાનો રે,

નામ તેનો નાશ જ છે નથી મળ્યો તને પરવાનો રે.....

નજીક તારા કાળ ઉભો છે મન રામને ના વિસારો રે,

નનામીમાં ઘાલસે મન બાંધસે તારો ભારો રે.....

રોતા બધા રહી જશે ધના તને દેસે બાળી રે,

ભજન ભક્તિ તે કર્યા નહીં ને ફોગટ જીંદગી ગાળી રે.....

મણકો ૪૭ પ૧

પરથમ પહેલા છોડી દેને પાપની આદત પૂરાણી રે,

છોડ છળ કપટ મનવા ભજીલે સ્વામી તું રૂપાળા રે.....

પ્રથમ છોડીએ બૂરી આદત વ્યસન ભાગે રોગ પોબારા રે,

શુભ શરૂઆત કરીએ આજથી સમરી લે ગોવિંદ ગુણવારા રે.....

સંકટ માંથી છોડાવનારા ને ભવસાગર પાર કરાવનારા રે,

દુઃખ માંથી મુક્ત કરાવો પ્રભુ સદ્ બુદ્ધિ આપનારા રે.....

કળીના જાય તેવી ગતિ તમારી સદ્ ગુરૂ સરજન હારા રે,

શરણે આવ્યો દો સફળતા પ્રભુ ત્રિવિધ તાપ હરનારા રે.....

જગતના સર્વેશ્વર હરિ હરો દુઃખ દરદ અમારા રે,

દાસ ધનો સમરે તમને મારા અંતરમાં કરો અજવાળા રે.....

મણકો ૪૮ પ૨

પંડિત પણુ તારૂં છોડ ધનાતુ કરને કરમ સારા રે,

તારી અવધી પૂરી થાય મન ભજ હરિ રૂપાળા રે.....

પગ ઉપાડ તુ પ્રભુની બાજુ કરમાં ખોટી બડાઈ રે,

પતંગ નો રંગ ઉડી જવાનો મન શાને કરે લડાઈ રે.....

પંચાત મુક તુ જગ આખાની સદ્ ગુરૂને સેવ રે,

પરાયું તારે કોઈ કામ ન આવે મન મૂક ખોટી ખેવ રે.....

પંગુતા તને ક્યા નડે છે મન પગ પાપમાં કા જાય રે,

પૂજા પ્રાર્થના કરીલે ધના એ તારા પાપને ખાય રે.....

મણકો ૪૯ ફ૧

ફના થયો ધના ખોટી મોટાઇમાં મૂકને અવળચંડાઈ રે,

ફજેત તને કરશે મન જગમાં ફટકારશે જમરાય રે.....

ફરજ તારી છે મન સાચા દિલથી પાપકર પોકાર રે,

ફુલ નહીં પણ ફુલની પાંખડી મન મેળવી લે આધાર રે.....

ફોરમ રહેશે જ્યાં સુધી તને પજવેના જંજાળ રે,

ફના થા ધના પ્રભુ સેવામાં એ લે તારી સંભાળ રે.....

ફરક ના હવે તારા મારામાં થઈજા એકાકાર રે,

ફટકાર વરસાવે જગત ધના તને હવે ન જાતો બાર રે.....

મણકો ૫૦ ફ૨

ફરજ તારી શું છે તું ભૂલ્યો મન તાંરા કરમ રે,

મોહ માયા મમતાની આટીમાં ભૂલ્યો તું ધરમ રે.....

કામ ક્રોધ મદ લોભમાં તે ગુમાવ્યો બહુ કાળ રે,

ફરક હજુ બહુ નથી પડ્યો તું મેળવી લે સાચા દામ રે.....

ભવસાગર ની ભૂલવણીમાં ભોળવાય આખી ભામ રે,

ફરવું પાછુ ભૂલમાંથી તો હરિ ભજન એ તારૂં કામ રે.....

ફરકે નિશાન ઘણા ધના તારા પડ્યાં રહે ત્યાંના ત્યાંય રે,

પ્રભુ પદ પામી ગરૂડગામી ભજ સાથે રહે જ્યા જાપ રે.....

મણકો ૫૧ બ૧

બહુ કર્યો બકવાટ ધના તે બહુ કર્યો બકવાટ રે,

મુંગો મર તું બે ઘડી તો તને સંભળાયે સાદ રે.....

સાદ કરે છે સદગુરૂ તું આવને જરી પાસ રે,

આવાગમન થી છોડાવું તને ન કરૂં મન નિરાશ રે.....

ખોટી બડાઈ છોડી દે ને મન તું મોટાઈ ને મેલ રે,

હરિ કહે તું શરણે આવ તને છોડાવવો છે ખેલ રે.....

બાળક બની ધના શરણે આવ ને રાખને વિશ્વાસ રે,

શરણે આવેલાને સુધારૂં નાખવા નદે નિશ્વાસ રે.....

મણકો ૫૨ બ૨

બગલો થઈને બેઠો મન ડોકમાં માળા ઘાલી રે,

જગતમાં ભગત થઈ ફરતો મોહમાયામાં રહ્યો માલી રે.....

બનાવટી બાવો થયો ને મન સંસારને ભરમાવે રે,

બદદુવા પછી એવી લાગે મન તે પછી પછતાવે રે.....

બેકાર બનીને કંટાળે પછી બજારમાં બહુ જાવે રે,

પાઈ પાઈ માટે આથડે અંધારે હરામનું તે ખાવે રે.....

બાળક જેવો નિર્દોષ બની ધના આવને તું આરે રે,

જવાબદારી લે સીતાપતિ મને ન પડે એ ભારે રે.....

મણકો ૫૩ ભ૧

ભજીલે મન રામ કૃષ્ણ હરિ તારો સમય જાય છે ઢળી રે,

ભજીલે મન રામ કૃષ્ણ હરિ તારા પાપો મન જાયે બળી રે.....

મનખા દેહ તને મળ્યો મહામૂલો વેડફમાં તું મન વળી રે,

આ અવશર જવાદે તો તારા જીવતરમાં ધુળ પડી રે.....

અમુલખ ખજાનો મળ્યો તને જતન કર મન જોર કરી રે,

મોહ માયા કામ ક્રોધ રૂપી ચોર ન કરી જાયે મન ચોરી રે.....

ભજન કરી થા ખબરદાર ભક્તિમાં ન પડે મન ભેરી રે,

સજાગ થઈને શરણેજા હરિ ને ન થાયે મન કોઈ વેરી રે.....

ધના ધુન મચાવ હરિ થી એ છે તારા માટે કલ્યાણકારી રે,

અહંતા મમતાથી બચવા માટે હરિ રૂપી મન છે બારી રે.....

મણકો ૫૪ ભ૨

ભવન નથી આ તારૂં મન એ પડી રહેવાનું ઠાલું રે,

ભૂલ કરમાં મન ભજન કરીલે આવ્યું જવાનું ટાણું રે.....

ભૂત ભવિષ્યનાં લેખાં ન માંડ મન જોને વાયું વાણું રે,

વર્તમાન ને મન વરતી જાને હરિ ભજવા નું આ ટાણું રે.....

ભૂંડ વૃતિ છોડ મન તારે હવે નીકળવાનું નથી બારૂં રે,

ભામ બધી ભેળી કરીને કા મન ગાય સંસાર નું ગાણું રે.....

ભવસાગર તરવા માટે રામ નાવનું ન બેસે મન નાણું રે,

મદ મમતા મોહ મૂકીને ગાને મન હરિ નું તું ગાણું રે.....

ભય પામે શાને ધના ચીર પૂર્યા નવસો ને નવાણું રે,

ભગત જ્યારે પોકાર કરે ત્યારે આવવું પડે અડવાણું રે.....

મણકો ૫૫ મ૧

મમતા ને માર તારી મન સૂરતા સંભાળ રે,

મુંઢ બની મન શાને સૂતો છો ઉઠ તું ગમાર રે.....

તારૂં મારૂં મેલી દે મન બધી છે ભરમાળ રે,

મહેમાન છો મન થોડા દિન નો જવાને ન વાર રે.....

મહિમા જાણ સદ્ ગુરૂ નો ઉતારે તને ભવપાર રે,

માનવ દેહ મન મળ્યો મજાનો ભજીલે ભગવાન રે.....

ધના ધક્કો થયો તારે હરિ ભજ્યા વીણ હાણ રે,

કરમ કરેલા દે કનૈયા ને પછી મોજું માણ રે.....

મણકો ૫૬ મ૨

મહિમા તારો માધવા જો ન જાણ્યો કોકાળે રે,

લક્ષ ચોરાશીમાં અટવાણો મન ફેરે ફેરે બાળે રે.....

દયા કરી દો સદ્ ગુરૂ અજ્ઞાન કાપોને અજવાળો રે,

મહારાજ નો મહિમા સમજાવો ને આવન જાવન ટાળો રે.....

હું અજ્ઞાની આંધળો છું પ્રભુ નથી પેટવાતો દીવો રે,

અભાગી હું આવ્યો શરણે મારા જ્ઞાન જ્યોત જલાવો રે.....

ગુરૂજી તારા ગમ પડે ના ધનો થયો રઘવાયો રે,

દાસ ઉપર દયા કરો હરિ હું કાં હજી ના બદલાયો રે.....

મણકો ૫૭ ય૧

યશ મારે નથી જોયતો અપાવ ને યાદ તારી રે,

સ્મૃતિ તારી કાયમ રહેને પ્રભુ ભક્તિ કરૂં ભારી રે.....

ગર્ભમાં હતો ત્યારે યાદ હતી પ્રભુ તારી મીઠી વાણી રે,

માયામાં મે પગ મુક્યો અને પ્રભુ તારી યાદ ભુલાણી રે.....

બચપણ મેં રમતમાં ખોયું યુવાનીમાં અડકાયો રે,

બુઢાપો આવ્યો ને મોહ માયાની જંજીરમાં જકડાયો રે.....

યશ માંટે મારૂં વલખા પ્રભુ યાદ આવેના તારી રે,

ધનો કહે હરિ જમડા દેખ્યા ને ફાટી રહી આંખ મારી રે.....

મણકો ૫૮ ય૨

યદુનંદન કરૂં વંદન છોડાવને ભવબંધન રે,

યાદાસ્ત પાછી અપાવને જોડાવને ગઠુબંધન રે.....

સર્જન તારૂં ઘણું રૂપાળુ મે ન કર્યા તે દર્શન રે,

યાચક બનીને હું ઉભો તારે દ્વારે થાને પરસન રે.....

યમુનાજી યાત્રાએ આવ્યો ને અંજલી પી પાણીની રે,

યમપાશથી છોડાવ માં તું છે એની ભગીની રે.....

ધનો ભનો આયો શરણે દાસ જાણીને રાખને,

નંદલાલના ચરણ પખાળી તું ચરણા મૃતને ચાખને.....

મણકો ૫૯ ર૧

રખડપટ્ટી ખૂબ કરી મન સાંઈઠ થયાજો જરી,

એકસઠમાં કેમ અટવાણો ભજન કર મન ભારી.....

મોહ માયા મમતામાં સાંઈઠની ઉંમર પૂરી કરી,

એકસઠમાં આવ્યો આળસ થઈ તારાથી દૂર કરી.....

એકસઠ વરસે અચાનક જાગ્યો માળા પર મેર કરી,

સાંઈઠ વરસ કામ ક્રોધને પાળ્યા ઝાલી રાખે જાર કરી.....

એકસઠ થયા તારી યાદ આવી ચરણ તોડ્યા યાત્રા કરી,

સાંઈઠ સુધી તારી સામું ન જોયું જેવી તેવી ના ભક્તિ કરી.....

એકસઠમાં આવ્યો શઠ ધના હરિ ભજીલે ભાવ કરી,

સાંઈઠ વરસના તારા વિચારો મૂકી દે મન જાર કરી.....

મણકો ૬૦ ર૨

રણછોડ તારે દ્વારકા કે આવ્યો કરને દયાનું દાન રે,

ગોમતીમાં ગલોટીયાં ખાધા મુમવન તું માન રે.....

દરિયો નાયા ગોપીતળાવ નાયા ગયો ન મન મેલ રે,

બેટમાં આવ્યો રણછોડ તને પેટ છૂટી કરૂં વાત રે.....

તારો મારો વિયોગ ઘણા જનમનો આવ મળીએ નાથ રે,

તારા વગર પ્રભુ નથી આરો કોણ પકડે મારો હાથ રે.....

દ્વારકાના દેવળે આવ્યો નજર કર દ્વારકાનાથ રે,

ધનો આશા લઈને આવ્યો હાથ પકડ શ્રીનાથ રે.....

મણકો ૬૧ લ૧

લક્ષ્મી તારી લુટાઈ જવાની લોભમાં પડમાં લૂચ્ચા રે,

લીલા છે આ લક્ષ્મીકાંત ની મન તું છે નાનો બચ્ચો રે.....

લાભ લાતે ખોટા લાજન આવે ખર્ચીન પાઈ રે,

લાલચ છોડ લક્ષ્મીની તું મન ખાલી હાથે જાઈ રે......

લવ લીનથા લક્ષ્મીવરમાં મન ઉતારે ભવપાર રે,

લગામ દે લાલચમાં તારે મન જવું હરિ દરબાર રે.....

ધના લાંછન લાગશે લક્ષ્મીપતિ ને ભજીલે ને તાનમાં રે,

લાકડી લઈને મારશે જમ શું સુતો આવ ભાનમાં રે.....

મણકો ૬૨ લ૨

લજા રાખને મજા મૂકી દે શાહુકારી દેખાડે શાની,

લાલચ છોડ હરિ ભજ મન જમ યાદ કરાવે નાની.....


લાગણી છોડ રામ વગરની લીલા છે લક્ષ્મી નાથ ની,

લય થવા જઈ રહ્યો તારો રટ લગાવને રામની.....


લાભ લઈલે હરિ ભજવાનો આભે ચમકે દામિની,

લાખ વાતે સર્વે મૂકી જવાનું સાથે ન આવે કામિની.....


લગાવ કર ધના લાલા હારે કરને તું લીલા લહેર,

લાગ આવ્યો કૃષ્ણ ભજીલે શાને કરે તું દેર.....

મણકો ૬૩ વ૧

વગડો વેઠવો પડશેને વાયરા લાગશે ઉના,

સત્ સંગ કરીને શાંતિ પામો વેર મૂકીદો જુના.....


યમપુરી માં જતા મન વરસાદ આવશે ઘણા,

હરિ ભજ હેત કરીને ખોટી મૂક મન વિટંબણા.....


વસમુ લાગશે વાટે જતાં ત્યાં ન હોય સાથી ઘણા,

વિશ્વ ભરને કર વિનંતી મૂકાવે મન હું પણા.....


વસમું ધના લાગશે તને પણ ભજનમાં આવે મજા,

વિરહના દિન પૂરા થયા તારા મન પૂરી થઈ સજા.....

મણકો ૬૪ વ૨

વખત આવ્યો વસમો ધના ધરમમાં કરમાં ઢીલ,

વિરહ પછી વેળશે તને મન રામ ને રૂદીયામા ઝીલ.....


વિચારો મૂક મોહ માયાના નાશવંત આ ડીલ,

વિનાસના આરે આવી ઉંભો તું બંધાણો ન ખીલ.....


વિશ્રામ છોડી ને વંદી લેતું મન વરાહ વિશ્વાધાર,

વસુંધરાને તારનારો મન તારે તને નીરાધાર.....


વિશ્વાસ રાખ ધના વાસુદેવનો ન છોડે મજધાર,

વરણાગી વેડા મૂકને તું ખેલીલે મન ખાંડા ધાર.....

મણકો ૬૫ શ૧

શરારત કરી ઘણી જીદગીમાં શાંતિ મન રાખ ઘડી,

શિક્ષણલે આતમ જ્ઞાનનું મન સદગુરૂ પાસે જાને રડી.....


શુકદેવ જેવાને શરણેજા ભણાવે ભાગવતની કડી,

શિષ્યથા શુક્રદેવ હરિનો છોડાવે મન અબ ઘડી.....


શઠ છોડને અહંતા મમતા મોહ માયાની બેડી પડી,

શત શત વંદન કર શિવજીને જાવાની છે બે ઘડી.....


શુભારંભ કર ધનાતું નગારે જોને મન દાંડી પડી,

શીધ્ર નમન કર નારાયણને જીવતરમાં તારા ધુળ પડી.....

મણકો ૬૬ શ૨

શરણજા મન શિવજીને સ્મશાનના છે એ ધણી,

દાન ધરમ મન કરીલે ને અંતે જવાનું છે એ ભણી.....


વાદવિવાદ છોડ મન ભજીલે ને રામ કૃષ્ણ હરિ,

સત્ સંગ કર ભગવાન ભજ મન આવવું ન પડે ફરી.....


કામ ક્રોધ મદ માયા રૂપે મન શત્રુ તારે છે ઘણા,

શયતાનો ને શિક્ષા કરને હરિ ભજ ન રાખ મણા.....


શરણજા ધના શિવજી ને તારા માટે છે લાયક જગા,

શિવ શંભુ છે ભોળિયો નાલાયક મન ન કર દગા.....

મણકો ૬૭ ષ૧

ષડાનન ને શરણજા મન મિલાપ કરાવે બાપનો,

ભોળાનાથ ને ભજીલે ને મન તાપ મીટાવે તનનો.....


તારા મન તારકાસુર ને મારવા સાથ લે ષડાનનનો,

સ્મશાનના દેવ તારે શરણે આવ્યો હું દાસ આપનો.....


ષડેશ્વર્ય પૂર્ણ આપ શંભુનાથ એશ્વર્ય દો અમને,

પાર્વતી ના પ્યારા નાથ દુઃખ અમારા તું દમને.....


દાસ ધનો થયો ઉદાસ શંકર છોડાવ મારા ગમને,

ષડાનન સુબ્રમણ્ય સ્વામી ભગવાનને તું યમને.....

મણકો ૬૭ ષ૨

ષહવિકારથી છોડાવતું ગજાનનના ભાઈ રે,

કામ ક્રોધ મદ માયા મોહ ઈર્ષા ને તું તોડ રે.....


સ્મરણ તારૂં પ્રથમ કરૂં વિનાયક વાણી આપ રે,

ગર્વ મુકાવી ગાયન કરાવને મનથી કરાવને જાય રે.....


માતા તારા પાર્વતી ગણેશ પિતા ભોળાનાથ રે,

ષડાનન ના સગાભાઈ ઝાલ ને મારો હાથ રે.....


ધના હજુના ધરાયો સંસારના આ ખોટા ખેલ રે,

ષટ્ રિપુથી છોડાવનારા જનમ ની છોડવ જેલ રે.....

મણકો ૬૮ સ૧

સંસ્કાર છોડ્યા સ્વાર્થ માટે ચેત મન જરા ચેત રે,

જમડા ઝાલવા ને આવશે મનવા ન રહેવા દે વેંત રે.....


સર્વેશ્વર શ્રી હરિ સમરીલે છોડાવે તને મન એહ રે,

સગા સબંધી કાકા કુટુંબ મન મળીને બાળી દે દેહ રે.....


વહેવાર વધાર વિશ્વંભરથી મન જાગ વહેવાર જુઠ રે,

કપટ તારું કામ ન આવે મન ભજીલે ભગવાનનું ઉઠ રે.....


સ્વાર્થમાં છેતરાનો ધના તું હરિ વહેવારમાં થયો તુટ રે,

હદ હવે થાય છે મન પ્રભુ ભજનનો લાવો તું લુંટ રે.....

મણકો ૬૯ સ૨

સંસારમાં છેતરાયો મન તું હારવા આવ્યો બાજી રે,

હુકમ પાનું હજી હાથ તારા હરિ સ્મરણ મન તું પાજી રે.....


સંસાર સાગર પાર કરવાનો પ્રભુ ભજ મોત રહ્યું ગાજી રે,

સવેળા જાગ મદ મોહમાયા ત્યાગ નોબત રહી છે વાગી રે.....


સુખ તને બહુ સદે છે શું સુતો આળસમાં ઉઠ અભાગી રે,

સારંગ પાણી ને શરણે જા મન શરીરની મૂન વરણાગી રે.....


સ્વપ્નમાં શું રાચી રહ્યો ધના ખોટા આડંબર દે ત્યાગી રે,

શામળા શું પ્રિત કરીલે મન તું શરણાગત લે માગી રે.....

મણકો ૭૦ હ૧

હરણ કરને હરિ હરણ કરને મારા રે મનને હરિ હરણ કરને,

હરિ હર મારા જુના મળને મારા રે મનને હરિ હરણ કરને.....


હરણ કર મારા કામ ક્રોધ મોહને મારા રે મનને હરિ હરણ કરને,

હરિ હર મારા અહંમ ઈર્ષાને મારા રે મનને હરિ હરણ કરને.....


હરણ કર મારા ષટ્વિકારને મારા રે મનને હરિ હરણ કરને,

હરિ હર મારા ખોટા સંસ્કારો મારા રે મનને હરિ હરણ કરને.....


હરણ કર ધનાના ઘમંડને મારા રે મનને હરિ હરણ કરને,

હરિ હર મારા મોટા પાપને મારા રે મનને હરિ હરણ કરને.....

મણકો ૭૧ હ૨

હમણાં તારી હકુમત ચાલે છે હુંકાર કરે મન ઝાઝા રે,

હકુમત તારી હમણાં હડપ થાશે ને વાગી જશે વાજા રે.....


હડકવા મૂક મન હાલ્યા ગયા જોને ઘણાએ રાજા રે,

હરામના હલવા છોડી દે મન હક્કના ખાને તું ખાજા રે.....


હુનર ખોટા હજાર કરે ને હરિ ભજે ન મન તું પાજી રે,

હવે મન સાંઈઠ થયાં પુરા હરિ ને ભજી કરતું રાજી રે.....


હરખમાં મન તું એકસઠ મી ખેલમાં ખોટી તું બાજી રે,

હજુ સુધી મન તું એક ન જીત્યો માથે કાળ રહ્યો ગાજી રે.....


હવે ધના હરિ ભજીલે મૂકી દે મન તું દગલ બાજી રે,

હજી સમય છે હાથમાં તારા નહીં ચાલે ચાલબાજી રે.....

મણકો ૭૨ ળ૧

ળ અક્ષર છે અવળચંડો શબ્દ ન બને સીધો રે,

ળ જેવી મૂક ઉંચાઈ મન તે હરિ રસકા ન પીધો રે.....


સળ સૂઝે નહિં સંસારમાં ળ જેવી ઘણી ગુંચો રે,

સળ સમજાવે સદ્ ગુરૂ હરિ શરણે મન તમે પહુંચો રે.....


કળ તારી કાંઈ કામ ન આવે કાળ કરશે તને સીધો રે,

કામ ક્રોધ મદ માયા છોડી ને હરિ મારગ કાંન લીધો રે.....


કાળની પળ ધના બાકી છે જોને ટાંપી રહ્યાં ગીધો રે,

કાળે તને સમય આપ્યો છે તો હરિ ભજીને રીઝો રે.....

મણકો ૭૩ ળ૨

(કાળ)

ળ હારે અણ બનાવ ન રાખ રામ રામ ભજ કા બીઘો રે,

સંભાળલે સીતારામ તારી શરણેજા મન તું સીધો રે.....


રામ રૂપી નાવડું મન મૂક હાંકી અવર પંથ કાં તે લીધો રે,

દયા દાનને ધરમ આચર તરવાની મન ત્રણે રીતો રે.....


આળસ અહંમ ને અજ્ઞાનતા મૂક મન માંથે પડે જુતા રે,

પ્રભુ ભજીલે પ્રાણિયા તું હરખે હરિ રસ ને તમે લૂટો રે.....


અણ બનાવ ધના મૂક કાળ હારે ઉઠ હજી કાં મન સુતો રે,

હરિ ભજન કર ભાવથી મન માથે ઉભા કાળ દુતો રે.....

મણકો ૭૪ ક્ષ૧

ક્ષય થવા બેઠો મન તારો તું કરને પ્રભુને પ્યારો રે,

ક્ષત્રિય પણું મન મુકને ભાવે ભજન કર નાવે આરો રે.....


સંસાર તારે છોડવો પડશે કરવો પડે મન તારો ખારો રે,

જ્ઞાન મેળવીલે ગુરૂ પાસેથી આજ્ઞાનથી નીકળ બારો રે.....


સાધુ સંત સદ્ ગુરૂ સેવીલે એ ઉધાર કરે મન તારો રે,

કાવા દાવા કુળકપટ મેલીદે પાપના કાં ઉપાડે મન ભારા રે.....


ક્ષૌણી સૈન્ય તારું કામન આવે ધના ચાવે તું હજી ગારો રે,

રાજા મહારાજા ઘણા ગયા મન વારા ફરતી સૌનો વારો રે.....

મણકો ૭૫ ક્ષ૨

ક્ષણને સાચવીલે મન કર આત્માનું કલ્યાણ રે,

ક્ષયના દેવ શંકર ભાજીલે ખોટા કરમાં પર્યાણ રે.....


ક્ષણ જીવી આ સંસારનાં ભરોસા ના કરાય રે,

જમડા આવશે ઝાલી જાશે જોર ન ચાલે જરાય રે.....


માટે મનવા પ્રભુ ભજીલે ભવસાગર તરાય રે,

હરિ ભજતુ હેત કરીને આશા રાખે શાને પરાય રે.....


ધના ધણી સાચો શંભુ મુકને મન તું ચિંતાય રે,

ભક્તિનું ભાતું કરીલે ને તારે થાવું પડશે વિદાય રે.....

મણકો ૭૬ જ્ઞ૧

જ્ઞ કક્કાનો અક્ષર છેલ્લો મન અવસ્થા તારી છેલ્લી રે,

જ્ઞ થી તું જ્ઞાન મેળવીલે ઉડાવ હરિ રસની હેલ્લી રે.....


જ્ઞ એ તને ક્ષય બતાવ્યો ળ જેવી મૂંક અવળાઈ રે,

હમણાં તારો હુકમ હાલે છે સંસારમાં નથી સવળાઈ રે.....


ષડ્ વિકાર છોડી દે મન શરારત કરી જિંદગીમાં ઘણી રે,

વખત આવશે વસમો તારો લક્ષ્મી જાય વિષ્ણુ ભણી રે.....


રખડપટ્ટી ખૂબ કરી મન યદુનંદન ભજ સાચો ધણી રે,

મમતા માયા મોહ મુક ને મન જા ભગવાન ભણી રે.....


બગલો થઈ ને બેઠો મન ફરજ તારી ન તે જાણી રે,

પંડીત પણું છોડી દે મન નજર કર વાડી તારી ભેળી રે.....


ધરમ કરમમાં ધ્યાન દે ધના દરવાજે ઉભા કાળ વેરી રે,

થડકો શાને રાખે મન રામ ઔષધી તું રાખ ભેરી રે.....

મણકો ૭૭ જ્ઞ૨

જ્ઞ થી જ્ઞાનની ગંગા વહાવીલો કર્મ કરોને રૂડા રે,

જીંદગી આખી અજ્ઞાનમાં કાઢી કામ કર્યા ઘણાં કુડા રે.....


લક્ષ્મી તારી લુંટાઈ જવાની જોને ઉભા ચોર ને ગુંડા રે,

જ્ઞાન વાઘરી કર કમાણી ભક્તિ રૂપી ભાઈ ભૂંડા રે.....


માન અપમાન મેલી દે મન ખાવા પડશે તારે દંડા રે,

જમડા જીવ તને જાળવશે જો સાથે હશે હરિ બંદા રે.....


ધના ધણી છે તારી સાથે તું વિચારો મૂક ગંદા રે,

ગુરૂ પાસે જા જ્ઞાન મેળવીલે મૂક મન ખોટા ફંદા રે.....

મણકો ૭૮

"કક્કો કક્કો શું કરો કક્કો છે જીંદગાની

ક થી શરુઆત કરેને જ્ઞ થી થાય પૂરી"


એ રીતે જિંદગી કર્મથી શરૂ થાય ને છેલ્લે જ્ઞ જ્ઞાન અથવા અજ્ઞાનથી પૂર્ણ થાય છે પરંતુ ક થી જ્ઞ ની વચ્ચે આખી જીંદગી આવી જાય છે.

===== ઉલટો કક્કો જીંદગીનો =====

જ્ઞ થી ઉલટી ગિનતી કરૂં છું હરિ ભૂલચૂક માફ કરજો રે,

ક્ષય ના દેવ શંભુ ભજુ તને આળસે ઘણો અકળાવ્યો રે.....


હરામનાં હાડકા થયા મન સંસાર સુખ ઘણા મેં માણ્યા રે,

ષટ્ રિપુથી ઘેરાયો હું પ્રભુ શરણાગત મરમ મે ન જાણ્યો રે.....


વખત હાથથી વહી ગયો હરિ લજા ઘણી હું હવે પામુ રે,

રણછોડ મારી લાજ રાખજે યમના દુઃખ હું ન પામુ રે.....


મમતા મદ છોડી ન શક્યો ભજ્યા નહીં મે ભગવાન રે,

બનાવટી બાવો થયો ને ફરજ નું હું ભૂલ્યો ભાન રે.....


પગ ઉપાડતા પ્રભુને રસ્તે નાનપ બહું મને હવે લાગે રે,

ધના ધતિંગ હવે મેલીદે દરકાર રાખ તું હવે દ્વારકા નાથની રે.....


થપાટ માર મોહ માયા ને તનની તુમાખી હવે તું મેલ ને,

મરણ ને તું ભૂલમાં મન ઢળવા આવી તારી જીંદગી.....


ડર મૂકીદે દુનિયાનો ઠાવકો થઈને મન તું હરિ ભજને,

ટકોર વાગ્યા તારા બારણે ઝાંઝવાના જળ હવે છોડીને.....


જનમ ગુમાવ્યો મનુષ્ય જાતનો છળ વિઘા હવે છોડને,

ચરણ સેવીલે સદ્ ગુરૂના ઘણા જનમ તે મન ગુમાવ્યા રે.....


ગરવ મૂક ધના નાશવંત શરીરનો ખાખમા તું ખપી જાવાનો,

કરીલે મન બંદગી તું તો તારૂં આવા ગમન મટી જાવાનું.....


=====

ક થી જ્ઞ નો કક્કો મારા દેવ ગુરૂ તારા ચરણે રે

તારી પ્રેરણાથી લખી નાખ્યા અજ્ઞાનીએ અધ્યાપ રે

સાહેબ દેવા ગુરૂજી મારા ક્ષતી સુધારી ક્ષમા આપજો

ભૂલચૂક થાય ધનાની તો તમે સાહેબ મનમાંન રાખજો

રાગ ઢાળ નથી આવડતા ન આવડે છંદોજો

મારી મતી અનુસાર રચ્યા છે મેં પદોજો

દાસ ધનો દેવ ગુરૂંના શરણે લખાણમાં હું ગંદોજો

આશિષ આપજો એટલી હું ગુરૂ હરિનો થાઉ બંદોજો


===== ૐ શાંતિ શાંતિ શાંતિ =====