ધનાની માળાના મણકા ભાગ-૧ Dhanjibhai Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધનાની માળાના મણકા ભાગ-૧

ધનાની માળાના મણકા

લેખક
ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી
મો. +૯૧ ૯૮૨૫૮૨૬૦૩૪
ઈમેલ:

—: નમ્ર નિવેદન :—


વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.
ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી

મણકો ૧

કહ્યું માને ના મન મારૂ પ્રભુ એમાં શું કરૂ હું કામ તારૂ,
કરે છે તારૂ મારૂ હું તો વાજ આવ્યો અને વારૂ…..કહ્યું માને…..

આ મન છે માંકડા જેવું ઠેકડા મારે થઈ થઈને,
મન મતંગા માને નહીં હું વિનવું વારી વારી…..કહ્યું માને…..

મનને મનાવા ખૂબ મથ્યો મે રાખ્યું ખાળી ખાળી,
ધનો કહે જાગી જો જીવડા મન રહ્યું છે બાળી બાળી…..કહ્યું માને…..

મણકો ૨

મનતું કરીલે વિચાર જોતું નીકળીશ ઘરની બહાર ત્યાં નથી કોઈ તારો યારજો,

બહાર નીકળ્યો તો બાવા વળગશે ફરવા નહીદે લગાર માટે હજી કરીલે વિચારજો.....

અંદર રહ્યા તે મહા સુખ પામ્યા બહાર મળેના કોઈ દ્વાર માટે હજી કરીલે વિચારજો,

દ્રાર મળેતો દર્શન કરીલે ભજીલે ભગવાન મનતું હજી કરીલે વિચારજો.....

ધનો કહે પ્રભુને સમરતાં મન પામ્યા ઘણાં હરિદ્રાર માટે હજી કરીલે વિચાર,

મન તું હજી મારૂં માન તને નથી દુનિયાનું કાંઈ ભાન માટે હજી કરીલે વિચાર.....

મનની ઢચુપચુમાં જ જોજો મનની મનમાં ન રહી જાય માટે હજી કરીલે વિચાર,

આદર્શોની આહલેક જગાવ્યા પહેલાં જ આયુષ્ય દોરી ટૂટી ન જાય જો.....

મણકો ૩

મન કહે હું મોટો મહારાજા મારાથી મોટું ન કોઈ,

કાળની ઝાપટ એક લાગે ત્યાં ઉભો ઉભો મન રોય.....

મન કહે હું મોટો લડવૈયો મારાથી ડરે સૌ કોઈ,

સંસારની એવી અડી આવે તો ડગાવી શકેના સોય.....

મન કહે હું મોટો જ્ઞાની આપુ હું સૌને બોધ,

જીવનમાં એવી આવે વીટંબણાં ચાલેના શોધ.....

મન કહે હું મોટો દાની દાન આપું અનેક,

દાન દેતાં હામ હાલે નહી મન થઈ જાયે ફજેત.....

ધનો કહે મન મૂક માથાકૂટ છોડી દે સર્વ જુઠ,

અંતિમ યાત્રાનો સમય થયો હવેતો ભાઈ ઉઠ.....

મણકો ૪

છોડ ધનીયા છોડ મોહ માયા મૂકને,

છોડી દે આ ખોટા કર્મો પ્રભુ પાસે ઝૂકને.....

છોડ ધનીયા છોડ બીડી સીગારેટ મૂકને,

છોડી દે આ પાન તમાકુ આયુષ્યને રોકને.....

છોડ ધનીયા છોડ ક્રોધ અહંકાર મૂકને,

છોડી દે આ મોટપ મનની જીવન સુધારને.....

છોડ ધનીયા છોડ સારા વસ્ત્રાલંકાર મૂકને,

છોદી દે આ વરણાગી વેડા સાદાય રાખને.....

છોડ ધનીયા છોડ જીભના રસાસ્વાદ મૂકને,

છોડી દે આ ખાણી પીણી આરોગ્ય સંભાળને.....

છોડ ધનીયા છોડ તારૂ મારૂ મૂકને,

છોડી દે આ વાદ વિવાદો પ્રભુ ભજનમાં લાગને.....

છોડ ધનીયા છોડ આ સંસારની માયા મૂકને,

છોડી દે આ ખોટી આશાઓ પ્રભુ શરણે ભાગને.....

પ્રભુ શરણે ભાગ જો તને આવે સારો લાગ,

તો પ્રભુ પાસે માગ કે મને તારો બનાવી રાખને.....

મણકો ૫

મનતું મૂકને સનેપાત તારો કોઈ ઝાલેના હાથજી,

કોઈ ઝાલેના હાથ તારો સર્વે મૂકશે મન સાથજી.....

પરમ તત્વને પામવા મન તું ભજીલે ગુરૂ નાથજી,

વલખાં મારે તને કાઈ ન મળે નથી મળતું હારજી.....

સદ્ ગુરૂ ને શરણે જા મન અને માથું નમાવજી,

મસ્તક નમાવતાં મળશે તને સદ જ્ઞાનજી.....

મન મનોરથ પૂર્ણ થશે જો ગુરૂ હશે સંગાથજી,

માટે મનતું સમજીને ચાલતો થઈ જઈશ ન્યાલજી.....

ધનો કહે મન મૂકી દે ખોટી જગતની પંચાતજી,

મૂકી દે પંચાત તો મન મળશે તને સારો સંગાથજી.....

મણકો ૬

મનને મનાવ ઘોઘા તારા મનને મનાવજી,

જાણતો નથી કાઈ અને મન બની બેઠો બાપજી.....

મન ન માને તેનું તન ન માને તું થઈ ગયો આઝાદજી,

માટે તારા મનને મનાવ નહીં તો થઈશ બરબાદજી.....

મન ને મનાવ તો તું થઈ જઈશ બહુ ન્યાલજી,

મનને મનાવ તો નીકળશે સાચા ખોટા ખ્યાલજી.....

મનની ઢચુપચુમાં મનની મનમાં રહી ન જાયજી,

મન મક્કમ કરતો તારાં સર્વે કર્મ સારા થાયજી.....

મનને મનાવીને મેળવીલે સાચું હરિ જ્ઞાનજી,

ધનો કહે મન આજ કાલ કરતાં પહોંશે સ્મશાનજી.....

મણકો ૭

મનને મારને ધના શાને કરે આટલી વાર રે,

મનને મારી મેળવ શાંતિ શાને તું ટળવળે રે.....

મન માકડું મનાવવું આકરું સમજાવતા જો કષ્ટ પડે રે,

ધીરે ધીરે તેને સમજાવો તો અંતે એ ખીલે અડે રે.....

મનનો તમે મોહ મૂકીદો તન ને એ તાપે બાળે રે,

સત્ સંગ કરાવો મનને તો આયખું તમારૂં ઉજાળે રે.....

ધનો કહે મન મારવું અઘરૂં મારો અનુભવ આલુ રે,

છતા પ્રભુ પાર ઉતારશે એ વિશ્વાસે હવે ચાલો રે.....

મણકો ૮

એ જાગને મનડા ખળભળ્યા તારા તનડા,

એ તનડા વગર મનડા ક્યાંથી મરશે.....

એ હરિ ભજીલે આવ્યો જો અવશર,

એ હરિ ભજ્યા વણ તારો પાર ન આવશે.....

એ ભવસાગર તરવા જરૂર મન દમવા,

એ સંત સમાગમ જો મન લાગે ગમવા.....

એ અસો નથી કાઈ આ સોદામાં કર કલ્યાણ,

એ ફાયદો થાશે તારી જીવન નૈયા હંકાર.....

એ ધનો કહે જાગી જા મન થાને તૈયાર,

એ અંતિમ યાત્રાના સમયમાં શું સૂતો શૈયાય.....

મણકો ૯

મનડું મારૂ કહ્યું ન માને શું રે કરૂ હું કંચના,

આ સંસારની માયાની નથી મૂકાતી વંચના.....

પાન તમાકુ બીડી સીગારેટની મન ન મૂકે કલ્પના,

આવી કુટેવો છોડાતી નથી શું રે કરૂ કંચના.....

લૂલીને મન લાડ લડાવે મન ન છોડે રસ રસના,

મનભાવન ભોજન રોજ માગે શું રે કરૂ કંચના.....

જપ તપ તીરથ સર્વે ર્ક્યા ન ભાંગી મનની વાસના,

ઉપાસના કરતાં તૃષ્ણા ન તુટી શું રે કરૂ કંચના.....

કામક્રોધ મોહમાયા નવ છોડે મારા મનડા,

આ સંસારની મોહજાળથી મુકાવ ને તું કંચના.....

ધનો આવ્યો શરણે તારે છોડાવને તું ઝંખના,

દુઃખ દરિયા માંથી છોડવને મને તું કંચના.....