ધનાની માળાના મણકા - ૩ Dhanjibhai Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધનાની માળાના મણકા - ૩

ધનાની માળાના મણકા

ભાગ-૩

લેખક
ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી

—: નમ્ર નિવેદન :—


વ્હાલા બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા” રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.
ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી

મણકો ૭૯

કંચન કરીલે વિચાર જાવું તારે હરિ કેરે દ્વાર, (કંચન = કાયા)

આ સંસાર છે અક્ષાર હરિ ભજ શાને કરે છે વાર.....

આવો ને કંચનનાર આપણ પ્રેમ થકી હરિ ભજીએ,

ભાગ્યમાં હોય તેટલી તીરથ યાત્રા સાથે કરીએ.....

મોંઘા મુલો મલ્યો છે અવતાર તેને સાર્થક કરી જાણ,

જાવુ આપણ મોટા ધણીને દ્વાર પ્રભુ ઉતારે ભવપાર.....

તારા ગુણનો નહી પાર પણ ભક્તિ ખાંડા કેરી દ્વાર,

થાવુ આપણ મોટા ધણીના મહેમાન તેની ગતી જાણ.....

ધનો કરાવે તને ધ્યાન આપણે આદરીએ અભિયાન,

આવો ને કંચનનાર આપણ બનતી હરિ સેવા કરીએ.....

મણકો ૮૦

કંચન ભજીલે ને કિરતાર જોને ઊગ્યો રવિ ભાણ, (કંચન = કાયા, શરીર)

મોહમાયા તારૂં મારૂં સર્વે સંસાર જુઠો જાણ ને.....

અળગી થા અજ્ઞાન અંધારેથી માથે ભમે છે કાળ,

જ્ઞાન રૂપિ જ્યોત જગાવી તારા કામ ક્રોધ ને બાળ.....

અંતકાળે તારે જવું એકલુ હરિ કરીલે ને તું હાથ,

તારા કરેલાં ભોગવવા તારે જોને કોઈન આવે સાથ.....

ધનો કહે હવે જાગ કંચન ભજીલે તું કિરતાર,

ખોટા આ મોહમાયા ના કરમાં તું વિસ્તાર.....

મણકો ૮૧

જાગ કંચન જાગ તને ધનો જગાડે કામ ક્રોધ મૂકી દે એ જીદગી બગાડે,

જીદગી બગાડે તારી બંદગી બગાડે છોડ અહંતા મમતા ધનો જગાડે.....

જાગ કંચન જાગ હવે તું મોહમાયા ત્યાગને હરિ ભજવા તું લાગને,

લક્ષચૌર્યાસીમાં કાં અટવાણી સદ્ ગુરૂ મળ્યા પાપને તું ત્યાગ ને.....

જાગ કંચન જાગ હવે તું મેળવીલે જ્ઞાન ગુરૂને પાયે તું લાગને,

નાશવંત છે આ શરીર પ્રભુ ભજ મુકી દે ને તું ખોટા રાગ ને.....

સંસાર સાગર પાર કરવો અઘરો પકડને તું મારા હાથને,

ધનો કહે સાગર પાર કરાવું તું છોડ મોહ માયાની બાથરે.....

મણકો ૮૨

કંચન કરીલે વિચાર જોને દિકરા તારે ચાર,

તું ધણીને દશરથ જાણતો ઉતરીશ ભવપાર.....

કંચન બે શોક્ય તણુ ન સાલ તું થઈ ન્યાલ,

તું છે કૌશલ્યાનો અવતાર એ તને નથી ખ્યાલ.....

પ્રથમ દિકરો ભરત કહેવાણો તું એને રામ જાણ,

જેના પ્રતાપે જય અને શ્રી મળ્યા તું સીતા સમજાણ.....

સીતા રામ પ્રતાપે તું દિવ્ય જ્યોતની ચાંદની માણ,

પૌત્ર રૂપે જીતેન્દ્ર મળ્યો થા ઈન્દ્રીયોને જીતનાર.....

બીજો દિકરો કનૈયો કહેવાયે સાક્ષાત લક્ષ્મણમાન,

ઉર્મિલા રૂપે ઉર્મિઓ શાંત કરીએ તૃપ્તિને યશ જાય.....

તારી સર્વે ઈચ્છાઓ તૃપ્ત કરી વિરૂ-મહેન્દ્ર રૂપે ફળથાય,

ઉર્મિલા ની જેમ સહન કરીને રાખે તારી સંભાળ.....

ત્રીજો દિકરો ગુણનો ભંડાર ગુણવંતને ભરત જાણ,

માતા પિતા ને ભાઈઓ માટે સદાય ન્યોછાવર થાય.....

માંડવી માનતું જીજ્ઞાસાને તારી મહેચ્છા પૂર્ણ કરનાર,

જીગ્યાસા તારી શાંત કરીને દે કિષ્ના કૃપણ ન થાય.....

ચોથો દિકરો મોહમાયાનો શત્રુ શત્રુઘ્ન જગદીશ જાણ,

હૈયામાં સદા હેત રાખેને કદી કરેના એ અભિમાન.....

હેત (પ્રેમ) પ્રતાપે હેતલ રૂપે તને મળી શ્રુતિ કિર્તિ જાણ,

શ્રુતિ ની સુવાસ અને તું કિર્તિની કેવિન માણ.....

ધનો કહે સાંભળ કંચન ધન ભગ્ય તારા જાણ,

પૂર્વના પૂન્યના પ્રતાપે પામી તું પુરણ પ્રેમાનંદ.....

મણકો ૮૩

માત પિતા તારા બેઠાં હોયતો કરીલેને તું સેવાજો,

અડસઠ તીરથ તેના ચરણોમાં મેળવી લેને તું મેવાજો.....

ઘરમાં જ સૌ તીરથ છે કાશી મથુરા ગોકુળગામ,

સદા સવારે વંદન કરીને કરને તું સર્વે કામ.....

માતા પિતાના દિલડા દુઃખાવી કરેજે તિરથ ધામ,

સંસાર યાત્રા સફળના થાયે જોઈ લેજો અંજામ.....

લાખો દેતા મળે નહીં માવતર જોને જાય,

અનુભવ લે ધના માતાપિતાનો સુખ શાંતિ થાય.....

મણકો ૮૪

હાલ કડિયા હાલ તને સારૂં કામ દેખાડું,

કામ દેખાડું હરિનું ધામ દેખાડું......

એ કામ કરતા કામ મરશે ને,

મરશે મન તારૂ ને જાશે અંધારૂં........

કડિયા હાથમાં લે હથોડી રાખ ટાંકણુ હાથ,

હથોડે ટાંકણે તારૂં જીવન ઘડને કર પાયો તૈયાર.......

પાયા ઉપર પ્લીંથ કરીને ભરીદે ભરતી ચોપાસ,

ભરતી ભરી રણથર કરજે કાચુન રે લગાર.......

રણથર ઉપર ચણતર કરીલે તગારૂ પાવડો લે હાથ,

થાપી થામ હાથમાં ઓળંભો હરિનો હાથ રાખ......

ઈંટો એવી મુકજે પુરણી પુરજે સંગાથ,

સંસાર ના વાવાઝોડામાં ડગેના લગાર......

મથાળા કરી ઢાંકણ ઢાંકને ચૂવેના જરાય,

માલો રંધો પટ્ટી લે કરવું પડશે સપાટ.....

ધ્યાન ધણીનું કરી ધોળાવી લે મુક ગુમાન,

શાંતિ સદન નામ આપી તલવાર કર મ્યાન.....

ધનો કહે આ ઘરમાંથી (મોક્ષરૂપી) ન કાઢે કોઈબાર,

તન મન સર્વે હરિને આપી કરીલે પાકો કરાર......

મણકો ૮૫

જીવા તારી નીકળી જોને જાન તારે પહોચવું સ્મસાન,

શણગાર તને સારા સજાવ્યા અબિલ ગુલાલને ફુલહાર.....

સગા સબંધી સાથે નીકળ્યાપત્નિ પુત્ર ને પરીવાર,

પ્રથમ વિસામો ઘર આંગણે ઝાંપા શુધી વળાવે ઘરનાર.....

ત્રીજો વિસામો જીવા ગામને ગોંદરે ચોથો થાયે સ્મશાન,

ચિતા સાથે તને પરણાવી દેશે પછી માંડે મોકાણ.....

ધનો કહે છોડ કાયાનો ગર્વ મુકવું પડે સર્વ કાંય,

સંસાર સાગર તરવો હોયતો રામની પકડ બાંય.....

મણકો ૮૬

તારી કળા ન જાણી કાનુડા ન સમજ્યો અવળવાણી,

માતપિતાની સેવા કરવાતું બન્યો કાના અલગારી.....

ક્રોધ કરીને તુચ્છ કારે કાના અંદરથી હેત ભારી,

તને કાનુડા સમજી શક્યોના અક્કલ મારી ગઈ મારી.....

માતપિતા માટે દાળિયો બની કાના દયા હીન કહેવાણો,

નાના બાળક જેમ જીદ કરતો કાના લાગે લાડકવાયો.....

ધનો કહે ધરણો તારાથી કાના અવળ જ્ઞાનથી અજાણો,

કાનુડા તારી કરામત હું ન સમજ્યોને બહું મુંઝાણો.....

મણકો ૮૭

મન માનતું મારૂં તન તારૂં રોગથી ઘેરાણુ,

સગા વાલાના સઘળા ઉપાય જ્યારે અફળ જાશે..... ત્યારે તું શું કરીશ

છેલ્લા ઉપાય કરી હાર્યા ડોક્ટરો ખંખેરે જ્યારે હાથ,

આશા છોડશે સર્વે સગાં બની ઉભા હશે ગમગીન..... ત્યારે તું શું કરીશ

ધબકારા ધીમા પડશે નાડીના છૂટશે જ્યારે શ્વાસ,

ઘણા અમંગળ ભણકારા વાગે કોઈના આવે પાસ..... ત્યારે તું શું કરીશ

પ્રિય પત્નિને વ્હાલા બાળકોનો મૂકવો પડે સહેવાસ,

જુદા પડવાનો આવે અવશર અણધાર્યો તારી પાસ..... ત્યારે તું શું કરીશ


ધનો કહે ભક્તિ કરીલે ભાવથી ધર હરિનું ધ્યાન,

છેલ્લા સમયે હરિ યાદ ના આવે બનીશ તું બેભાન..... ત્યારે તું શું કરીશ

મણકો ૮૮

કંચન વાત કહું તને કામની તું ધુન લગાવને રામની, (કંચન = કાયા, શરીર)

આ સંસારની મોહમાયા નથી કંચન તારા કામની.....

સર્વે સંસાર સગો સ્વાર્થનો તું મુક પંચાત ગામની,

આ કાયાના શા ભરોસા તું લેહ લગાવ રામ નામની.....

રામ નામની માળા પરોવીલે આભે ચમકે દામીની,

પલભરમાં થશે અંધારૂં કંચન તું ન રહે કામની.....

ધનો કહે ભજીલે ભગવાન તું માન મારૂં માનુની,

જમડા આવી ઝાલી જાશે પછી સજા કરશે કાનુની.....

મણકો ૮૯

ગુણને સંભારૂ ગુણા તારા ગુણને સંભારૂં,

ગુણવંત નામ પ્રમાણે ગુણ તારાં એ ભાગ્ય અમારૂં.....

નાના મોટાની રાખે અમાન્યા સૌનું ઈચ્છે સારૂ,

સૌની સાથે સરળતા રાખે ન કરે તું તારૂં મારૂં.....

કુટુંબ સમાજની રાખે ખેવના ન ભરે પોતાનું ભાણું,

માતાપિતાના શમણા સંવારે નજીવું ગણે નાણું.....

પ્રેમીના પતિએ કરૂણાં કરી જીજ્ઞાસા દીધી જાણી,

માંડવીના ભરતે મેર કરી ધના મોજુ લેને માણી.....

મણકો ૯૦

તારી તિથિ એ યાદ આવે માવલડી મારી, (૨ )

બહુ દુઃખ દીધા તને માળી હેરાન કરી ભારી.....

બાળપણામાં બહું કનડ્યો યુવાનીમાં વાળ્યો આંક,

બુઢાપામાં બહુ નડ્યો માળી તને બનાવી રાંક.....

છતાં માળીના છેડાણી સદાય દે આશિર્વાદ,

ગુણ તારાં ગણ્યા ન જાય દેવી તું છે નીર્વિવાદ.....

ધનો કહે ધરાયો સંસારથી ઉતરી ગયો ઉન્માદ,

માળી તીરી બહુ યાદ આવે હવે કરૂં કયાં ફરિયાદ.....

મણકો ૯૧

ઓ સ્નેહ અને કરૂણા મૂર્તિ માળી તને નમસ્કાર હો,

બીજી પુણ્ય તિથિ એ તને અમારા સૌના પ્રણામ હો.....

તારી ઉદારતા તારી શ્રધ્ધા ભક્તિ ને નમન હો,

અમે તારા બાળકો નમીએ તને સૌનું કલ્યાણ હો.....

સદા સ્મરણ રહે તારૂ યાદ તારી અમારી સાથ હો,

હે માળી પાપનાશક નામ તારૂ અમ જબાન પર હો.....

માળી ધનાના ધામમાં સદાય તારો વાસ હો,

આનંદથી ઉજવીએ તિથિ તારી માળી તારો મોક્ષ હો.....

મણકો ૯૨

મોજુ લેને ધના માણી એક દિન જવાનું જાણી,

છોડ ને ખોટી કમાણી તારે એક દિન જવાનું જાણી.....

ઓચિંતા તારા તેડાં આવશેને પીવા ન દે પાણી,

મોહમાયા મૂકને તું એક દિન જવાનું જાણી.....

હરિ ભજીલે હેતથી તું કરમા ખોટી ઘાણી,

આ અવશર ઉજવીલે તું એક દિન જવાનું જાણી.....

ધના આ પળ સુધારી લેને સુધારને તારી વાણી,

હરિ હારે સબંધ સુધારને એક દિન જવાનું જાણી.....

મણકો ૯૩

સમજ કંચન શાનમાં આપણ જાવું હરિના ધામમાં, (કંચન = કાયા, શરીર)

હરિ ભજીલે કંચન હેત કરીને આવે એ કામમાં.....

સાજ શણગાર છોડી દેને નથી જાવું ત્યાં જાનમાં,

માયા, મમતા, મદ, મુકીને આવને તું જરી ભાનમાં.....


સત્-સંગ કરી શરણે આવને ભજન કરીલે તું તાનમાં,

સંસારની એવી આંરીધુંરી છે રખડવું પડે રાનમાં.....

કહેવું માન તું કામિની તને ધનો બેસાડે વાનમાં,

હાથ પકડીલે તું ધણી (હરી)નો લઇ જાય ધામમાં.....

મણકો ૯૪

જુઓ ધનો ચડ્યો ધીંગાણે હરિથી હેત ને માટે,

સંગ્રામ જોને છોડી દીધો છ શત્રુઓની સામે.....

પ્રથમ તલવાર તાણી જોને માન, મદ, લોભ સામે,

કામ, ક્રોધ, હર્સને મારવા સંગ્રામ જોને ખરો જામે.....

માનગઢ પર કરી ચડાઈ મદ, લોભગઢ તોપ સામે,

કામ, ક્રોધ સામે ઝઝુમવા હર્સ સાથે નહીં જામે.....

ધના હળવેથી માન મૂકી મદ,લોભની થા સામે,

કામનાથી થા અળગો ક્રોધ, હર્સ તો ભય પામે.....

મણકો ૯૫

આવો ને હરિ ઉરમાં આનંદ આનંદ થાય,

અક્ષત કુમકુમ ફુલ થકી કરૂ તારી સેવાય.....

મન મારૂં બહુ થનગને કરવા તારી પૂજાય,

તન, મન, ધન, ફુલ રૂપી તારા ગળામાં રોપું માળાય.....

હરિજન સર્વે ભેળા મળીને કરીએ જોને કાલાય,

શુભ દિન આજે આવ્યો અમારી ટળી બલાય.....

ધનો હેત કરીને વિનવે હરિ આવોને મારે દ્રાર,

સર્વે બાળ તારા ટોળે મળ્યા ગેખાડને દીદાર.....

મણકો ૯૬

હાલો જઈએ અમરનાથને કેડે કે ડમરૂ વાગે છે,

ભોળો તેડાવે પોતાના દાસને કે ડમરૂ વાગે છે.....ડમરૂ.....

પૂણ્ય ભૂમિ ભારતની ને શંભુનું અમરધામ,

જમ્મુ પાસે બાલતાલમાં મહાદેવનો મુકામ.....ડમરૂ.....

પૂર્વના પૂન્યથી સૌ ભેગા મળ્યા હરીને દ્રાર,

ક્રુપા થઈ છે ભોળાનાથની અમરધામ જવાય.....ડમરૂ.....

ભોળાના દરબારમાં ભર્યા અજાના ભંડાર,

ખાધે પીધે ખૂટે નહી ભોળા પાર્વતી જેની નાર.....ડમરૂ.....


શંભુ સરકારની સેવા ઘણી કહેતા ન આવે પાર,

નિત્ય નિત્ય ત્યાં સંતને ભક્તજનો ઊભરાય.....ડમરૂ.....

ધનાને શંભુ શરણે તારા રાખને કરીને દાસ,

બર્ફિલા બાબા આવ્યો શરણે તારા દર્શન ની આશ.....ડમરૂ.....

મણકો ૯૭

ભોલા તારે દ્વારે આવ્યો એક ભીખારી,

મનના ઓરતા પૂરા કરને તારી ગતી છે ન્યારી.....

શંભુ શરણે રાખને હું છું શંભુ દાસી તમારી,

દ્રારે આવી ઉભો હું રાખને શંભુ લાજ હમારી.....

બર્ફિલાબાબા અમરનાથ દર્શન દે ત્રિપુરારી,

ખીણ ડુંગરા ખૂંદીને સામે આવ્યો સંસારી.....

દર્શન દે બર્ફિલાબાબા ન તો પત જાશે તારી,

તન મન સર્વે અર્પણ કર્યા તને આગે મરજી તમારી.....

ધનો કહે દર્શન કર્યા વણ પાછી ભરૂ ના પાની,

તારા દર્શન વગર જીવન મારૂં છે ધુળ ધાણી.....

મણકો ૯૮

મનમાં કર્યો મનસૂબો અમરનાથ મનમાં કર્યો મનસૂબો,

ભલેને આઘો ઉભો મહાદેવા બનાવીને તું કુબો (ગુફા).....

આગ વરસે પાણી વરસે ભલેને વરસે બરફનો ભુકો,

ડુંગરો કંદરા શીખર ઘણા કારીગરી ન તું ભોલા ચૂક્યો.....

વાદળ સાથે વાતો કરીને ખીણમાં જઈ તું સૂતો,

મનના મનોરથ કામના આવે ભમી બનીને ભૂતો.....

બરફમાં જઈ સંતાણો શું છે તારો મનસૂબો,

શાને કાજે ભોળા તું બર્ફિલાબાબા થઈને ઊભો.....

ધનો આવ્યો શરણે તારા શંભુ કરને તું સીધો,

ક્યા અપરાધ અમારા કે આટલો અમથી બીઘો.....

મણકો ૯૯

હારે હાર ભાળી થયો તું શાણો બાવલીયા હાર, (૨)

દશમાં તે દર્શન ન આપ્યા દ્વારેથી કાઢ્યો બારો.....

અગીયારમાં તું અડકાયો બહુ મનમાં ધણો મુંઝાયો,

બારમાં બહુ યાદ આવી પણ બાળ ન દેખાયો.....

તેરમાં તારી તંદ્રા તૂટીને થયો બહુ રઘવાયો,

ચૌદમાં તને ભાર લાગ્યો ચૌદ બ્રહ્માંડ થી સવાયો.....

પંદરમાં તે ધના સાથે સીધા કર્યા રે કરારો,

આવને દિકરા દ્રારે મારે પહોંચાડું તને પરબારો.....

મણકો ૧૦૦

દયા કરીને ભોલા દર્શન આપ્યા ધનાને કર્યો ધન્ય,
પરમાનંદ એટલો થયો ઉરમાં બીજુ યાદ આવે ન અન્ય.....

અમરનાથ તારે ઓટલે શ્રધ્ધામાં નો તી નૂન્ય,
બર્ફિલાબાબા તે દીધા દર્શન એ સર્વે વડીલો નું પૂન્ય.....

પાંચ વરસ તારી કરી તપશ્ચર્યા ફળી આ વરસ,
દશમાં તારે દ્રારે આવ્યો પણ બૂઝીન મારી તરસ.....

અગીયાર,બાર,તેર,ચૌદ,પંદરમાં ભોલા દર્શન દીધા સરસ,
અમરધામમાં મને એન્ટ્રી કરાવી હેત વધાર્યું અરસપરસ.....

મેર કરી ભોળા મારા માથે બુઝાવી મારી તરસ,
ધનો વિનવે બર્ફિલાબાબા રાખજે તારા શરણ.....

વ્હાલા બંધુઓ તથા સર્વે માનવ સમાજ

આપને જણાવતાં મને હર્ષ થાય છે, કે ગુરૂ ગોવિંદની પ્રેરણાથી મેં જે આપની સમક્ષ આ

‘ધનાની માળા મણકા’ રૂપે જે મારામાં જે સમજણ અનુભવ હતો તે આપની સમક્ષ એકસો (૧૦૦) મણકા તૈયાર કરીને મૂક્યા છે, તેમા મને જે સમજાણું તે આપની સમક્ષ રજુ કર્યું છે. આમા મારૂં જ્ઞાન-અજ્ઞાન સમજણ-અસમજણ જે ગણો તે મેં મારી અંગત જવાબદારી થી આપની સામે રજુ કર્યાં છે. તો આમાથી આપને જે કાઈ સારૂં સુપાચ્ય લાગે તે આપનું અને જે પસંદ ન પડે તે મારી ક્ષતિ સમજશો.

આ મણકા આપને પસંદ પડ્યા હોય અથવાના પસંદ હોય તો આપ સર્વે વડિલો, મિત્રો, માતા, બહેનોની સમક્ષ હું દિલગીરી વ્યક્ત કરૂં છું. છતાં આપની પાસે એવી અપેક્ષા રાખુ છું કે આપને ગમ્યા હોય અથવા ન ગમ્યા હોય પરંતું મને આપ સર્વે આપના અભિપ્રાય મોકલશો તો હું આપનો આભારી થઈશ. આપને જે ક્ષતિ ભૂલ જાણવામાં આવે તે મને વિના સંકોચે જણાવશો તો મને અતિશય આનંદ થશે તો જે વાંચક મિત્રો વડિલો માતા બહેનો આ મારા મણકા નો અભ્યાસ કર્યો હોય તો મને જરૂર ને જરૂંર મારી ભુલોથી માહિત ગાર કરશો બસ એજ

તા. આ સાથે મારા મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી આપેલ છે તો સંપર્ક કરી ધન્ય બનાવશો.

લી.

ધનજીભાઈ છગનભાઈ પરમાર - મોરબી

મો. +૯૧ ૯૮૨૫૮૨૬૦૩૪

ઈમેલ: dhanjibhai7255@gmail.com

મણકો ૧૦૧

કાનુડા તું કોપ બંધ કરને તને વઢસે જશોદા માળી,

બાળ તારા બહુ બીવે છે નાદાની મુક અનાડી.....

વાવાઝોડાં ને વરસાદ તારા કાના મુક ને ઉડાડી,

ભોળા પારેવા તને શું કરીયે તું નથા અનાડી.....

અમે અપરાધી હશું પણ તું થા માં ખેલાડી,

અમારા ગુના માફ કરને તું દુઃખીયા ના બેલાડી.....

ધનો તને વિનવે કાના મારી વાતના દે ઉડાડી,

સંતાનો તાર શરણે આવ્યા શરણે રાખ ચક્રધારી.....

મણકો ૧૦૨

કાનુડા તને શું કહું વનમાળી કાનુડા તને શું કહું વનમાળી,

તું કરમાં અમારી ઘાણી કાનુડા તને શું કહું વનમાળી.....

અપરાધ મારા એક નો છે બીજાને શાને રંજાડી,

કાનુડા તારી કળા ન જાણી હું રહ્યો અનાડી.....

સારા ખરાબ કર્મો મારા કાનુડા તું દે મીટાવી,

મારા ગુનાની સજાઓ નિર્દોષો ને નદે ભીડાવી.....

કાનુડા તને કરગરે ધનો શરણે માથું નમાવી,

કાનુડા તારા કોપને હવે તું લેને સમાવી.....

મણકો ૧૦૩

માનને તું મોરારી મોહનીયા માનને મારૂં મોરારી,

કરને માયા બંધ તારી વા વરસાદની ધારાવાળી.....

માન તું મારૂં મોરારી નહિં તો આપીશ તને ગારી,

શા માટે તું શામળા અવળો હાલે અલગારી.....

બે કલાક થયા વિનવું તને તું દાદ ન દે અનાડી,

માન નહિં તો માં ને કહું છું બાંધશે તને ખાંડણી.....

કાનુડા કાલાય બંધ કરને પછી નયણે ભરશે પાણી,

ધનો વિનવે હરિ તને માન નહિંતો જાશે વાણી.....

કાલાવાલા કરી હક્ક જમાવે ધનો તને પોતાનો જાણી,

માન મારૂં મોરારી ધનો થાક્યો નયણે ભરીને પાણી.....

મણકો ૧૦૪

તું તો સાંભળને કંચન રાણી કરમની ગતિ ઘણી અજાણી, (કાયા - શરીર)

ભલભલાને ભોળવે એતો કરમની છે જોને કહાણી.....

પૂર્વના કર્મે કંચન રાણી આપણી જોડી બંધાણી,

મિથ્યા સુખમાં રાચમાં આ ધનો છે બહું અનાડી.....

કરેલા કર્મો ભોગવવા પડશે સાથે ચાલેના નારી,

છોડી તારે જાવું એકલું ત્યા વારા ફરતી વારી.....

સાંભળ ભામિની સાથન આવે ધનો દે હાથ તાળી,

હરિ ભજીલે ભાતું બાંધીલે કરમનું એક દીન જવાનું જાણી.....

તું સાંભળને કંચન રાણી તને ધનો સંભળાવે વાણી,

જમડા આવી ઝાલશે તને ધનો ન પાય તને પાણી.....

મણકો ૧૦૫

તું તો સાંભળ જશોદા માળી રે તારો કાનો છે અનાડી,

માધવો મેરે ઘેરે આવેને છીકે થી માટ નાખે પછાડી.....

મોઢે ચડાવ્યો બહું માળી તે મોહનાને બહું ભારી,

ગૌ ને જ્યારે બાંધીએ માંડ માંડ તરત કાઢે છે બારી.....

મધુસુદનની માયામાંથી મારીન ફાવે જોને કારી,

મન મક્કમ જ્યાં કરૂં માળી ત્યાં વગાડે મોરલી સારી.....

ધનો ઘાય સામો ત્યાં તરત નાશી જાય વનમાળી,

જશોદા તારા કાનને કેને અજ્ઞાન નાખે મારાં બાળી.....

મણકો ૧૦૬

બુઢિયા બુરીવલે થાય તારી રે તું હરિને લેને સંભાળી,

યુવાનીમાં બહું અકડાતો ને પગેથી ઠેલતો તું પાલી.....

ઘરમાં તને કોઈ ગણે નહિં ને થાય જોને તાણા તાણી,

હરિ ભજીલે હેત કરીને મોજું લેને તું બહું માણી.....

દેવ દર્શન નો સમય કાઢને ઘરમાં ન કરતું ઘાણી,

હુકમ તારો હવે હાલશે નહિં તું ખોટી વદમાં વાણી.....

દયા પ્રેમના દ્રાર ખોલને મુક અભિમાન અભિમાની,

સૌની સાથે મમતા રાખને કરમાં તું મનમાની.....

ધનો કહે ધ્યાન ધર હરિનું તું તેમાં ન બેસે આની,

મંદિરે જઈને મારી તારી મૂકને આ દુનીયા છે ફાની.....

મણકો ૧૦૭

હરિ ઝાલને હાથ મારો પ્રભુ પાસ બોલાવ ને,

હું અજાણ્યો અને આંધળો પ્રભુ પંથ દેખાડ ને.....

હું અજ્ઞાની આથડ્યો બહુ ઝાલને તું હાથ ને,

અજ્ઞાન અંધારેથી બાર લાવને પાથરને પ્રકાશ ને.....

હરિ ભજવામાં હામ વધારને દે ભક્તિનું દાન રે,

કામ ક્રોધ મોહને નાથી ઉતારને તું અભિમાન રે.....

હરિ ભજ્યા વણ પલ ન જાયે તું કરને ઉપાય રે,

હરિ કૃષ્ણ રામને ભજું એવી કરને તું કૃૃપાય રે.....

ધના હારે કર ધરોબો ન રાખ તું જુદાય રે,

શરણે આવ્યો દાસ તમારો દયા કર જદુરાય રે.....

મણકો ૧૦૮

હેજી હું તો ઉભોરે ગંગાને કિનારે રે,

હરિ આવ્યો હું તારી શોધમાં રે હોજી.....

ગોકુળ જોયું મથુરા જોયું ગયો યમુના તીરે,

ગોવિંદ તું ન મળ્યો આવ્યો હરિદ્રારે.....

ઋષિકેશ આવ્યો યમનોત્રી નાહ્યો,

ગંગોત્રીમાં મળ્યોના યશોદાનો જાયો.....

ધનો કહે કેદારમાં મને થશે તારો દીદાર,

બ્રદ્ધિ બહું આશાએ આવ્યો દર્શન દે કિરતાર.....

મણકો ૧૦૯

ગાંડો રે થયો રે હું તો ઘેલો રે થયો,

શંભુ તારા શરણે આવ્યો ગાંડો રે થયો.....

લાગી તારી લગની ભોળા આવ્યો તારે દ્રારે,

ઠાર રે ઠુકરાવ ભોળા તારા અધિકારે.....

મારો જાણીને ભોળા મળવાને આવ્યો,

આશા ઘણી મનમાં ન રહ્યો કોઈનો વાર્યો.....

દર્શન દે ભોળા તને બહું મેં સંભાર્યો,

ગાંડા ને દેખી ને ભોળા ક્યાં તું સંતાયો.....

ભૂતનાથ તને વિનવે ધનો થયો દિવાનો,

ભૂતાવળ દેખી ધનો નથી હવે બીવાનો.....

મણકો ૧૧૦

હારે હું તો હરિ હરિ કરતો હાલ્યો, મનમાં બહું મલકાયો રે, (૨)

મને આશા છે તમારી હરિલ્યો ને મને ઉગારી રે.....

હારે મને રસ્તો સુજેના દુજો આવી ઉભો તારે દ્રારે રે, (૨)

મને રાખ જાણીને દાસ હરિના કરતો તું મને ઉદાશ.....

હારે હું તો કામી, ક્રોધીને, પાપી, માયામાં મતી વ્યાપી, (૨)

મને ભવસાગરમાં થી તાર આવ્યો શરણે તારે રે.....

હારે હું તો થાક્યો જપીને માળા, દર્શન દે છોગાળા રે, (૨ )

મારો તારામાં તાર મિલાવ કામણ કરને કાનુડા રે.....

હા રે ધનો આંગણે તારે શરણે લે શામળીયા રે, (૨)

મને માયામાં થી મુકાવ મોહન તારે પાયે લાગું રે.....

મણકો ૧૧૧

તું છોડ દુઃખમાં થી મોરારી આ છે જગદીશ ની નારી,

સવારનો સંતાપે બહું તું શું ઈચ્છા છે હરિ તારી.....

છ વાગ્યાનો શરૂ થયો છે ઉપદ્રવ તારો ભારી,

ત્રણ વાગ્યામાં તું મેળે કરીદે તને વઢસે તારી માળી.....

પાંચે તે પ્રેરણા કરીથી સવારનો સમય જાણી,

બારે તેં નવ કલાક સુધી શાને કરી તે ઘાણી.....

ઓધવજી તું આ રીતે મને શાને બોલાવે કટુ વાણી,

હેત કરીને હેતલને તું દે દિકરો તારી ભાણી જાણી.....

ધનો વિનવે દયાના સાગર દયા કરને મોરારી,

આજ પછી તને હેરાન ન કરૂં બોલ લેને સંભારી.....

મણકો ૧૧૨

હેજી હું તો સઘળો શોધી વળ્યો ભગવાન રે,

હે હરિ નાવ્યો મારા હાથમાં રે જી.....

ગોકુળ મથુરા વ્રુંદાવન મેં શોધ કરી શ્યામની,

હે મને મળ્યોના નંદજશોદાનો જાયો.....

હેજી હું તો શોધતો હરિદ્રાર ગંગાને ઘાટે રે,

હે મને મળ્યોના રૂષિકેશ ની વાટે રે.....


હેજી હું તો ડુંગરાને કંદરા બહું ભમ્યો રે,

હે મને મળ્યો ના હેમાળા માથે રે.....


હેજી હું તો ભમિયો ભારત સારાય રે,

હે હરિ બેઠો છે ધનાના ઉરમાં રે જી.....

મણકો ૧૧૩

ધીરજ ધરને ધના તને મળશે મોરારી,

આજુ બાજુ નજર નાખને સર્વે જગે ખરારી.....ધીરજ.....

અહંતા મમતા અળગી કરીને ભજ ત્રિપૂરારી,

હર હર શંભુનો મંત્ર જપ ને એ લાભકારી.....ધીરજ.....

માનવ દેહ તને મળ્યો મજાનો દેવો દુર્લભ માને,

જીવન તારૂ સાર્થક કરને શંભુના ગુણ ગાને.....ધીરજ.....

ભોળાનો ભગવાન છે ભોળો શરણે તું જાને,

બહું ભટક્યો ભુતળમાં તું થોડો ગમ ખાને.....ધીરજ.....

ધના ભવસાગર તરવો હોય તો આગળ જા આને,

રામ કૃષ્ણ હરને ભજ રખડે છે શાને શાને.....ધીરજ.....

મણકો ૧૧૪

(રાગ - હેજી તારા આંગણીયા પૂછીને)

હેજી તને મનમાં વિચાર સારો જે દિ આવે રે,

શુભ દિન તેને માન જે હો જી.....

હેજી તને બીજાના દુઃખ જોઈ દુઃખ થાયે રે,

માનજે તું સુખ સાંપડ્યું હો જી.....

હેજી તારા સુખને દેખીને દુઃખી બીજા થાયે રે,

માનજે તું તુટવાના એંધાણ આવ્યાં હો જી.....

હેજી તારા સુખના સીમાડા સીમીત રાખ રે,

દુઃખ દે માં તારા ભાઈ ને હો જી.....

હેજી આ જગત પરીવાર જાણ રે,

ધના ધુળ પડી ન તો તારા ધામમાં હોજી.....

મણકો ૧૧૫

ભાઈની ભેરે રહે નહીં તે ભાઈ ને ધિક્કાર છે,
માં જણ્યાને માન ન આપે તે પુત્ર ને ફિટકાર છે.....

ભાઈથી ભાઈબંધ અધિક હોય તે મિત્ર ને ધિક્કાર છે,
બેનના બાંધવ ને બોલાવે નહિં તે બંધુને ફિટકાર છે.....

સાળાને સારોગણે ભાઈ છોડીને તે ધણી ને ધિક્કાર છે,
મોટો થઈ અનુજ ને ગણકારે નહીં તે મોટા ને ફિટકાર છે.....

ધનો કહે ભાઈ ભાઈ માં કરે લડાઈ તે ભાઈ ને ધિક્કાર છે,
પડોશી માં પંકા તો ફરે ઘરે ઘરે તે ભાઈ ને ફિટકાર છે.....

મણકો ૧૧૬

બેની તું તો ન થતી બેની રે તું રહેજે મારા એકની હોજી,

બેની તને ભાઈ પ્રેમથી થોડું આપે રે કુબેર ભંડાર માનજે હોજી.....

બેની તું ન થતી લોભી લાલચૂડી રે તું રહેજે મારા એકની હોજી,

બેની તેં તો દુધ રે છોડ્યું ભાઈને માટે રે મીઠું મહી ન નાખજે હોજી.....

બેની તું તો ભાઈ ને રક્ષા બાંધનારી રે, તું રહેજે મારા એકની હોજી,

બેની તું તો માતૃ ધનમાં ન મોહાતી રે ન તોડતી તારા પીયરવાટ હોજી.....

બેની તું તો તોડમાં ઠરવાનું ઠામરે, તું રહેજે મારા એકની હોજી,

બેની ધનો દોરે તારૂં ધ્યાન રે તારા ભાઈ ને મોટો માનજે હોજી,

બેની તું ન રાખ ભેદભાવ રે તું રહેજે મારા એકની હોજી.....


મણકો ૧૧૭

હે તારી આંખો ઉઘાડી રાખરે ઉઘાડ ઉરના કમાડીયા રે જી,

હે હરિ આવ્યો આંગણ તારા મન ભરીને માણ રે જી.....

હે તું તો હાથ રે પસારી ને ભેટરે હરિ આવે તારા હાથ રે જી,

હે તું તો ભાગ્યશાળી છો ભારે રે હરિ નથી મળતો વાટમાં રે જી.....

હારે તું પૂરણ ભાગ્યશાળી રે ભેટ્યા તને ભગવાન રે જી,

હારે ધના જોને આંખ ઉઘાડી રે તારી સામે ઉભા વનમાળી રે જી.....

મણકો ૧૧૮

સમજી લેજો જે દિવસે સંસય (સંદેહ) મનમાં થાય,

પતન કેરા પગરણ તત્કાળ ચાલુ થાય.....

સંદેહ દેહનો નાશ કરનારો તરત ભડકો થાય,

અંતર પોતાના અગ્નિ ઉપજે જ્ઞાન ને તે ખાય.....

જે હાથે કરીને પતન ને નોતરે નથી સારૂં પરિણામ,

આવુ મુર્ખાઈનું કામ ન કરવું રામ ન કરે સહાય.....

હાથે કરીને મારે કુહાડા બેસવાની ડાળી કપાય,

સમજુને શાન ઘણી થાયે ડફોળને મળે ડફણાય.....

સંસય છોડી ધના શરણે જાને ભાંગે તારી ભ્રમણાય,

ઉમાને જેદી સંસય થયો તો જાણી લેજો કથાય.....

મણકો૧૧૯

એ તારા ફુલને ફોરૂં કર રે, મારી અંબાજી માં,

હે મને લાગે એનો ભાર રે, મારી અંબાજી માં.....

એ તારા ફળને પાચક કર રે, મારી અંબાજી માં,

હે મને બાઈ બહું થાય રે, મારી અંબાજી માં.....

એ તારી મોરલી મધૂરના રાખરે, મારી અંબાજી માં,

હે એને કડવી કરી નાખરે, મારી અંબાજી માં.....

એ તારા સુખને છેટું રાખરે, મારી અંબાજી માં,

હે મને લાગે બહું એની બીકરે, મારી અંબાજી માં.....

એ ધનો વિનવે પડી પાયરે, મારી અંબાજી માં,

હે મારી હિંમત ભાંગી નાખરે, મારી અંબાજી માં.....

સમાપ્ત