કળિયુગ Ravina દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગ

કળિયુગ

સમય બદલાઇ રહ્યો છે, સંસ્કારો ધોવાઇ રહ્યા છે. ઘરડા ના મોઢે જો કોઇ શબ્દ સંભળાતો હોય તો એ આજ છે કળિયુગ આવી ગયો છે.

સાચુ કવ! આ શબ્દ નો મતલબ મને તો હજુ સુધી ખબર નથી પડી કે ખરેખર કળિયુગ છે શુ!? હા, મતલબ પહેલા જેવુ નથી રહ્યુ, એ વાત સાચી પણ એનો મતલબ કળિયુગ આવી ગયો એવો તો નથી થતો.

આજે પણ ઘરના છોકરા/છોકરી ઓ કે બાળકો કોઇ પણ હોય, સ્કૂલે જતા, કોલેજ જતા કે પછી નોકરી એ જતા પહેલા ઘર ના બઘા ને જય શ્રી કૃષ્ણ કહિ ને નીકળે છે.. તો શુ આને કળિયુગ કહેવાય!

પરિક્ષા ના દિવસે કે નોકરી ના ઇન્ટરવ્યુ વખતે મમ્મી કહેતી હોય કે બેટા દાદા ના ફોટા ને પગે લાગી ને જજે, ને છોકરા/છોકરી કહે, હા મમ્મી, શુ આને કળિયુગ કહેવાય!

સમય ની મારામારી વચ્ચે ઓફિસ સમયસર પહોચવાની દોડ મા, તમે રસ્તા પર થી ફુલ સ્પીડે બાઇક પર જતા હોય અને આગળ કોઇક નાની છોકરી સાઇકલ પરથી પડી જાય અને તમે બાઈક સાઈડ મા ઊભી રાખી,એને ઊભી કરો,આને કળિયુગ તો નહી કહેવાતો હોય!

ટ્રેનની ધકકામુકકી મા કોઈ મહિલા,જો જોડે નાના અમથા બાળક ને લઈને ચઢે,આખી ટ્ર્રેન ભરેલી હોય,નાનુ છોકરુ આ બધુ જોઈને રડતુ હોય,ત્યારે આજુબાજુ ઊભેલા માણસો જાણે એના કોઈ સગા હોય એમ જાતજાત ના ઉપાયો કરી એને ચુપ કરાવા પ્રયત્ન કરતા હોય ,પેલી મહિલા ને બેસાડવાની વ્યવસ્થા કરતા હોય ને કહેતા હોય કે ના,બેન તમે બેસી જાવ અમને તો આદત છે ઊભા રેવાની.શુ આને કળિયુગ કહેવાય?

કોલેજ કરતા, યુવાન વયે હજુ પગ જ મુકયો હોય,એ રજા ના દિવસે શુ કરવુ? નો વિચાર કરતા હોય ત્યારે અચાનાક વિચાર આવે કે ચાલો ને બધા મિત્રો મળીને કોઈ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લઈએ,ત્યાના વડિલો સાથે વાતો કરીેએ, કંઇક થોડો સમય એમની સાથે પસાર કરી એમની આંખો માં ચમક લાવીએ,આને તો કળિયુગ નહી કહેવાતો હોય!

જ્યારે આજ ના યુવાનો પણ ગાંધીજી,સરદાર પટેલ,વિવેકાનંદ ને પોતાના આદર્શ તરીકે ગણાવે છે,જ્યારે ,“ગાંધીજી ની આત્મકથા” ના પુસ્તક નુ આજે પણ એટલુ જ વેચાણ થાય છે ત્યારે મને એમ થાય છે કે આ યુગ માટે “કળિયુગ” શબ્દ કેમ વાપરે છે!

હજુ આજે પણ શિવરાત્રી, રામનવમી, હનુમાન જયંતિ જેવા દિવસો એ મંદિર મા એટલી જ ભીડ હોય છે,જેટલી કોઈ સારા થિયેટર મા, તો શુ આપણે “કળિયુગ” કહીશુ!

સમય,પરિસ્થિતિ,સંજોગો ની માંગ છે કે હવે આપણે ભગવાન ભગવાન કરતા બેસી રહીશુ તો નહી ચાલે,હવે આપણુ કામ જ આપણી પૂજા છે.આવા સમય મા, રસાકસી ભર્યા વિશ્વ માં,૨૪×૭ ની આપની વ્યસ્ત જીંદગી મા,જો આપણે ભગવાન ને ક્યાંક આપણા દિલ ના ખુણા મા,શ્રધ્ધા રૂપે સ્થાપિત કર્યા હોય, જે આપણને નિરંતર કાંઇક ખોટુ કરતા રોકતા હોય, જો હજુ પણ આપણા મોઢા માંથી “ના આવુ ના કરાય,પાપ લાગે” એવા શબ્દો નિકળતા હોય,જો કોઈ ની શોક સભા મા હજુ આપણી આંખમા સહેજ નમી આવી જતી હોય.તો મારા દોસ્તો,તમે હજુ આ યુગ ને “કળિયુગ” નથી બનાવ્યો.

હજુ દુનિયા એટલી પણ ખરાબ નથી,જેટલી આપણે સમજીએ છીએ.હજુ પણ આ દુનિયા મા એવુ કાંઇક છે જેનાથી આપણે જીવીએ છીએ.અને કાલે પણ જીવવુ જ છે,એવી આશા રાખીએ છીએ.

હજુ પણ એ સંસ્કારો સાવ ધોવાઈ નથી ગયા,કયાંક મનુષ્યના દિલ મા એ સંસ્કારો હજુ જીવે છે,જે આપણને આ દુનિયા મા જીવવાની અને કાંઇક ખોટુ કરતા રોકવાની તાકાત ધરાવે છે.

નકારાત્મક લખીને હુ તમને વધુ નકારાત્મક વિશ્વ મા જીવવાની એક કિરણ બતાવા માંગુ છુ...બધા કહે છે કે દુનિયા બવ ખરાબ થઈ ગઈ છે,સવાર પડતા ની વેંત સમાચારપત્ર મા કેટલા ગુના થયા ની ખબર આવે છે.પણ હુ કવ છુ ના,દુનિયા એટલી પણ ખરાબ નથી. કેમકે હજુ આ દુનિયા મા તમારા ને મારા જેવા સારા માણસો જીવે છે .જે હજુ પણ “કળિયુગ” શબ્દ ને આ યુગ સાથે જોડવાની સહમતિ નથી આપતા.

મને ખબર છે કે વિશ્વ ના દરેક દિલ મા હવે “રામ” અને “કૃષ્ણ”નથી રહ્યા, પણ મને એય ખબર છે કે “રામ” અને “કૃષ્ણ” એક જ કાફી છે. આખી અસુરો ની સેના માટે, કયાક તો કોઇક દિલ મા તો રામ વસતા હશે કે નહી!

તમે માનો કે ના માનો, આ વિશ્વ એ જ વિશ્વપતિ એ બનાવેલુ છે, જે “સતયુગ” મા પણ હતા અને આજે પણ છે જ. કયાક મને એવુ લાગે છે કે આપણી નજર નો વાંક છે કે આપણે એમને જોઇ નથી શકતા.

તો ચાલો “ખુદ ને બદલીએ” ને પોતાની જાત ને નવી દ્બષ્ટિ આપી. આજ વિશ્વ મા “રામ” અને “કૃષ્ણ” ને શોધવાનો પ્રયત્ન કરીએ. કોને ખબર તમને “કળિયુગ” મા પણ “કૃષ્ણ” મળી જાય!

Ravina Vaghela