બાળપણ Ravina દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ

બાળપણ

બાળપણ એટલે સપના નું ઘર. કાગળ ની હોળી બનાવી સ્વપન જોવાનો હક. ના સમાજ રેવાનો હક. ક્યારેક કોક વઢે તો મોઢું ફુલાવાનો હક. પોતાના મન નું કરવાનો હક. લાડ કરવાનો હક. ઠાવકા બની બધા ના પ્યારા બનવાનો હક. કાલુ કાલુ બોલી કોક ને ખુશ કરવાનો હક. જીવવાનું મન થઇ જાય એવું જીવન એટલે બાળક નું જીવન. નિર્દોષતા નો સમાનાર્થી એટલે બાળક. અનેક આશા ઓ ભરેલી આંખો એટલે બાળક ની આંખો. શ્રદ્ધા નો જીવતો જાગતો નમૂનો એટલે બાળક. ગમે તેટલા ભણેલા ને ઉલઝાવી દે તેવા સવાલો એટલે બાળક ના સવાલો. હજારો સમસ્યા સુલજાવી દે એવા બાળક ના જવાબો.ભગવાન ને પણ ફરીથી એક વાર કઈ બનવાની ઈચ્છા થાય તો એ બાલકૃષ્ણ જ બને.

બધા જ દુઃખો થી પર, હાસ્ય અને અશ્રુ એક જ આંખ માં વસે એ બાળક ની આંખો. જોતાવેંત ઈશ્વર ના પ્રત્યક્ષ હોવાની અનુભૂતિ થઇ જાય, પ્રમાણ શોધવા ના જવા પડે. જાણે કે સાક્ષત ઈશ્વર એજ બાળક. જો કંઈક કરવું હોય તો બાળક ના વિકાષ માટે કરજો સાર્થક થશે.

એક નાની પેન્સિલ માટે દુનિયા થી લડી લેવું, પાણી ની બોટલ ને ગાળા માં હાર ની જેમ લટકાવી રોફ થી ફરવું. નવું ફ્રોક તો જાણે લોકો ને બતાવા જ લીધું હોય. દફતર ને કોઈ પહાડ ની જેમ ઉંચકવું. મનપસંદ નાસ્તો હોય તો મલકાતાં મલકાતાં ડબ્બો ખોલવો. રીક્ષા માં પહેલું બેસવા બીમાર હોવા ના નાટક કરવા. લેસન ના કર્યું હોય તો નોટ ઘરે ભૂલી ગયા નું બહાનું. નોટબૂક ના કવર થી માંડી ને સ્ટીકર સુધી ની બધી પસંદગી માં ભેગું ભેગું જવું. બર્થડે ની તો ૩ મહિના અગાઉ થી તૈયારી ઓ કરવી, ગિફ્ટ માટે જાત જાત ના વિચારો કરવા. ચોકલૅટ આપવા ક્યાં મિત્ર ને જોડે લઇ જવો એની પસંદગી કરવી..

આ ઉંમરે જીવન માં ઘણી વાર એક જ વિચાર આવે, કાશ.. આપણે ફરી બાળક બની ગયા હોત તો! બાળક ને જલ્દી થી મોટા થવું હોય અને આપણને ફરી થી બાળક. કારણ કે આપણને આ ઉંમરે એક વાત સમજાઈ ગઈ છે કે જીવન નો શ્રેષ્ઠ ભાગ એટલે બાળપણ. બાળપણ ની આ વાતો યાદ કરતા જ જાણે ફરી બાળક બની જવાય. ફરી જુના બધા મિત્રો યાદ આવી જાય. કેવા મજા ના દિવસો હતા નઈ એ! મોબાઈલ વગર ની આ જિંદગી પણ કેવી રંગીન હતી ને!

હવે આપણે મોટા થઇ ગયા, જરૂરિયાતો બદલાઈ ગઈ, વિચારો બદલાઈ ગયા. ડગલે ને પગલે બધા પ્રેક્ટિકલ થઇ ગયા. જરૂરિયાત પ્રમાણે જુઠ્ઠું બોલતા થયા, આમ જોઈ આ તો જીવન માં ઘણા અવગુણો ભરી દીધા. આપણ ને જુઠ્ઠું બોલતા, કામચોરી કરતા, કોક ની લાગણી ઓ જોડે રમતા, કોક નો વિશ્વાશ તોડતા આવડે છે. અને હા, આપણા નિર્દોષ બાળકો આપણને આ બધું કરતા જોવે છે હવે તમે જ વિચારો એ મોટા થઇ ને શું કરશે? આ આ બધું જોઈ ને શું વિચારશે? તમે ભલે એને કેતા હોવ કે બેટા જુઠ્ઠું ના બોલાય, પાપ લાગે. પણ એતો જુએ છે કે તમે તો રોજ જુઠ્ઠું બોલો છો. બસ માં આખી ટિકિટ ના લેવી પડે એટલે આપણે જ આપણા બાળક ને શીખવાડી એ છીએ કે કંડકટર પૂછે તો એમ કેવાનું કે હજુ હું નાનો છું. તોય બાળક ભૂલ માં પોતાની સાચી ઉમર કહી દે તો આંખો કાઢી એને ડરાવીયા છીએ. આ જોઈ ને એ નક્કી કરશે કે જુઠ્ઠું બોલાય. આજે તમે બોલ્યા એ કાલે તમારી સામે જુઠ્ઠું બોલશે. આજે તમે તમારા સાસુ સસરા સામે જાણતા અજાણતા ખરાબ વ્યવહાર કરો છો, એમની આગળ એમના દાદા દાદી વિશે બોલો છો. તમને શું લાગે છે જયારે એ તમારી ઉમર નું થશે ત્યારે એ શું કરશે? એ આજ કરશે જે તમે આજે કરી રહ્યા છો. ઘણી મમ્મી ઓ ને એવું બોલતા સાંભળીએ છીએ કે જયારે એમનું બાળક ઘર માં હોય ત્યારે અમે ઇંગલિશ માં જ વાત કરીયે છીએ એટલે શું એને પહેલે થી એની પ્રેક્ટિસ રહે ને! બસ તો વાત કંઈક આમ જ છે, “એ જે જોશે એજ શીખશે.” બસ આજ તમારો ગુરુમંત્ર છે.

દરેક માં બાપ પોતાના બાળક ને ક્યારેય ખોટી કે ખરાબ વ્યક્તિ બનાવા ના જ માંગતા હોય, પણ અજાણતા એ એવી ભૂલો કરતા હોય છે કે જેના લીધે એમના બાળક ના નિર્દોષ માનસ પર ખોટી અસર પડે છે. તમે મોટા છો તમારા માટે સહજ છે નાનું મોટું જુઠ્ઠું બોલવું પણ તમારા નાના બાળક માટે તો કોક ની પેન્સિલ ને પણ પોતાની કેવી એ પણ ગુનો છે.

માં બાપ ની ફરજ ફક્ત બાળક ને સાચું શિક્ષણ આપવાની નથી, ભણતર સાથે ગણતર પણ મહત્વ નો ભાગ ભજવે છે. એ માત્ર તમારી જ નહિ તમારા વર્તન ની પણ નકલ કરે છે. આ તમારા બાળકો છે તમારા થી પણ બે ડગલાં આગળ છે. ક્યારેક મન માં પ્રશ્ન થાય કે હું કેવો/કેવી છું? તો તમારા બાળક ને જોઈ લેજો તમે લગભગ આવા જ છો. તમારું બાળક એજ તમારું સાચું પ્રતિબીંબ છે.

તમારા જીવન માં તમારું બાળક જીવન ના અમુક વર્ષો થી હશે. પરંતુ તમારા બાળક ના જીવન માં તમે એના જન્મ ના નવ મહિના પહેલા થી છો. તમારે અનેક મિત્રો અને સગા સબંધી ઓ હશે, પણ તમારા બાળક ના જીવન માં માત્ર તમે જ છો. એ શરૂઆત ના અમુક વર્ષો માં તમારા સિવાય કોઈ ને નથી ઓળખતું. એના તો મિત્ર અને સગા બધું તમે જ છો. એ તમને જ જોઈ ને ઉઠે છે અને તમને જ જોતા જોતા મોટું થાય છે.

આપણું જીવન તો આવું જ રેવાનું છે પણ આપણે આપણા બાળક જીવન ને તો સુંદર બનાવી શકીયે ને! આપણે બાળક ને મહાપુરુષો ની વાર્તા કહી એ એ છીએ એમ વિચારી ને કે એ મોટી થઇ ને આવું બનશે, પણ બાળક માટે એ વાર્તા નું કોઈ મહત્વ નથી, એ નથી ઓળખતો ગાંધી જી કે શિવાજી કે રામ ને, એના સુપર હીરો તો તમે જ છો. એતો મોટો થઇ ને તમારા જેવો જ બનવા માંગે છે. કેમ કે એનું વિશ્વ બહુ નાનું છે. એની નાની દુનિયા માં અમુક જ સભ્યો રહે છે જે એના માટે બહુ ખાસ છે. અને એ ખાસ સભ્યઓ કોઈ નહિ પણ તમે જ છો. એના જીવન માં તમારું સ્થાન બહુ અગત્ય નું છે, અને હા, તમારે પણ એ સ્થાન ટકાવી રાખવા થોડા જાગૃત થઇ ને પ્રયત્નો તો કરવા જ પડશે. એની સામે એજ કરો જે એ કરશે તો પણ તમને ગમશે. એની સામે એકબીજા ને માન આપો એ પણ તમને માન આપતા શીખશે. જો તમે ચાહતા હોય કે તમારું બાળક દુનિયા નું શ્રેષ્ઠ બાળક બને તો એના માટે તમારે પણ દુનિયા ના શ્રેષ્ઠ માતા પિતા બનવું પડશે.

તો ચાલો, બાળપણ તો આપણને ફરી નહિ મળે પણ આપણા બાળક ના બાળપણ માં આપણું બાળપણ જીવી લઇએ.

***