અધુરી લાગે છે.....
જોઉ છું આ સુરજ ને આથમતો, પણ
તારા સાથ વગર આ સાંજ પણ અધુરી લાગે છે...
જોવા બેસુ ક્યારેક પ્રેમીપંખીડાઓ ને, પણ
તારા સાથ વગર એ દ્રશ્ય પણ અધુરુ લાગે છે...
ખબર નહી ક્યારે અને શું ભૂલ થઈ ચુકી છે
કે આ જગત ને મારી સાચી વાતો પણ જુઠી લાગે છે...
ભટકતા મનમાં વિચારો તો ઘણા આવે છે, પણ
તારી યાદ સામે એ વિચારો પણ અધુરા લાગે છે...
સવાર માં ઉડતા પંખી ઓ ને જોઇ ને આવેલ હાસ્ય, પણ
તારા સાથ વગર એ પણ અધુરુ લાગે છે...
હશે મારી કેટલીક ભૂલો , હશે તારી પણ કેટલીક ભૂલો,
હવે એક બીજા ને કરી માફ, ફરી કરીએ મેળાપ...
કેમકે "માહી" તારા સાથ વગર જીંદગી પણ અધુરી લાગે છે.....
ઊડી જાઉં...
આજ સવાર મદમસ્ત લાગે છે ..
ચાલ આજે આસમાન માં ઊડી જાઉ...
નથી કોઈ મારી સાથે તો શું....
એકલા જ આકાશ ને આંબી જાઉ...
ચાલ આજે આસમાન માં ઊડી જાઉ...
નથી પાંખો મારા પાસે તો શું...
ઊમંગ ની તરંગો જ કાફી છે આસમાન પહોંચવામાં....
ચાલ આજે આસમાન માં ઊડી જાઉ...
દરેક સવાર આમ હોય...
હું રોજ સવાર આસમાન ના ખોળા માં વિતાવુ..
ચાલ આજે આસમાન માં ઊડી જાઉ...
માં...
હે યુવાન, શું તુ ભૂલી ગયો એની પરવરીશ ને?
કે જેના બદલે તેને વૃદ્ધાશ્રમ મા મુકે છે...
યાદ કર એ પળ જ્યારે રમત માં ઘા વાગતો...
ત્યારે પ્રથમ મદદ તારી એ જ 'માઁ' કરતી...
યાદ કર એ પળ જ્યારે તારી ભૂલ પર સમજાવતી....
અને આજે એના પર જ હાથ ઊગામે છે...??
આટલો નિર્દય તુ કેમ થયો...
કે ન દેખાય તને એ આંખ માં દર્દ....
જેણે તને સાચી રાહ ચીંધી આજ સુધી...
કેમ તરછોડ એનેે અડધી રાહ પર...??
કેમ ભૂલે કે એ જ છે...
જેણે તને સ્વર્ગ જેવુ જીવન આપ્યુ...
અને આજે તુ જ...
નરક કરવા બેઠો છે એનું જીવન...??
ન ભૂલીશ કે આ એકજ સાગર છે...
જેમાં પ્રેમ રુપી મોતી કદી ઓછા નથી થતા...
ન ભૂલીશ કે સુખ નહિ મળે એના વગર...
એક જ છે જેણે માગ્યું સુખ તારા ખાતર...
અને હા એ એક જ વ્યક્તિ તારી 'માઁ' છે ....
- મહિપાલસિંહ પરમાર
શું કરું???
ના કરવો હતો પ્રેમ...
હવે થઈ ગયા પછી શું કરુ...??
ના કરવી હતી પ્રેમની એ વાતો...
હવે થઈ ગયા પછી શું કરુ...??
ના કરવો હતો ઈંતઝાર એમનો...
હવે ટેવ પડ્યા પછી શું કરુ...??
ના કરવા હતા કોઈ વાયદા...
પણ પુરા ના થયા તો શું કરુ...??
ના કરવી હતી આ ગઝલ "માહી"...
પણ લખાઈ ગયા પછી શું કરુ...??
ઘડી ઘડી...
અહીં ના મને કોઈએ પોતાની ગણી...
થાકી ગઈ છું હવે દુઃખ વણી વણી...
કહી શકું તો પણ કોને કહેવાની ...
સમજે તો પણ આ નથી સમજવાની...
આવી હતી ઘરે એના બનીને પરી...
છતાં એમણે ઠુકરાવી ફરી ફરી...
તકદીરે આ કેવી તકદીર છે ઘડી...
"માહી" જ્યાં મરવું પડે મારે ઘડી ઘડી...
કેવો સચવાયો હું...
વિચારો ના વમળો વચ્ચે એવો અથડાયો હું...
કે તારી યાદના અવકાશમાં ખોવાયો હું...
કોણ જાણે કેમ અને કેવી રીતે થઈ ગઈ આ પ્રીત...
કે તારા દરેક શ્વાસે શ્વાસમાં સમાયો હું...
પડખે રહેલા આ હ્રદયને પણ ક્યાં જાણ હતી આ રીત...
કે મારા દરેક ડગલે ને પગલે ઘવાયો હું...
જાણ થાય સાંભળી ક્યારેક તારા હોઠે એ વિરહ ના ગીત...
કે "માહી" તારા હ્રદય ના દરેક ખૂણામાં કેવો સચવાયો હું...
ગઝલ લખાય છે...
શબ્દે શબ્દે પણ તારા વખાણ થાય છે...
આ હ્રદયને પણ ક્યાં એની જાણ થાય છે...
મનમાં પણ હવે પ્રેમ રાગ ગવાય છે...
હવે સંસાર માં ક્યાં મન લગાવાય છે...
જગત થી દૂર પણ એક સ્વર્ગ તૈયાર થાય છે...
પ્રેમનું એ મધુર સંગીત જ્યાં સંભળાય છે...
કાગળ પર પણ એક છબી તૈયાર થાય છે...
"માહી" જ્યારે એના નામ ની ગઝલ લખાય છે...
ટ્રેન પ્રેમની...
કોશિશ કરું લાગણીઓને શબ્દો ના પાટે ચઢાવવાની...
પણ તારી યાદોનું સ્ટેશન રોકે વારંવાર આ ટ્રેનને...
કોશિશ કરું આ ટ્રેન ને આગળ વધારવાની...
પણ તારુ હૃદય લીલીઝંડી આપે જ ના આ ટ્રેનને...
આશ હતી કે ફરાવું શબ્દોને આખા વિશ્વમાં...
પણ એ પડ્યા રહ્યા ખાલી ડબ્બાની જેમ યાર્ડમાં...
આશ હતી કે આવીશ હું નવો અવતાર લઈને "માહી"...
પણ આ એન્જિન ભંગાર બની પડી રહ્યું યાર્ડમાં...
સ્વર્ગ ખરીદી રાખું..
હક આપે જો એક વાર...
ખાલી તને મારા નામ સાથે જોડી બતાવું ...
હાર આપે જો એક વાર...
ખાલી તારા માટે ખુદને હારી જાવ જીવનમાં ...
જીત આપે જો એક વાર...
ખાલી તારા માટે આખું જગ જીતી બતાવું...
મોત આપે જો એક વાર...
ખાલી તારા માટે "માહી" સ્વર્ગ આખું ખરીદી રાખું...
સાદ કરું...
મોટ આવે પહેલા એક કામ કરું...
જેને ભુલ્યો તારા માટે એને ફરી એકવાર યાદ કરું...
થાક્યો યાદ કરી કરી એક જ ફક્ત તને...
બસ હવે મને યાદ કરનારને એકવાર યાદ કરું...
છોડી ગઈ પળભરની ખુશીઓ આપીને...
એટલે જ શાયદ હાજી તને ઘણીવાર યાદ કરું...
જાણું છું મારી મોત પછી પણ નહિ પીગળે તારું હૃદય...
"માહી" એટલેજ હવે મોતને સાદ કરું...
થવા લાગ્યો છે...
ખુબ સાંભળીને જોડાતા શબ્દો ગઝલમાં...
હવે શબ્દોમાં પણ ટકરાવ થવા લાગ્યો છે...
જ્યારથી તમારા વર્તનમાં બદલાવ થવા લાગ્યો છે...
ખુબ સાચવી દોર સંબંધની આ તુફાનમાં...
હવે એ દોર પણ તૂટવા લાગી છે...
જ્યારથી નસીબ હાલક-ડોલક થવા લાગ્યું છે...
થઇ શકે તો સાંભળી લેજે તૂટતાં પહેલા...
હવે આ હૃદય પણ તૂટવા લાગ્યું છે...
જ્યારથી "માહી" વિશ્વાસ તૂટું-તૂટું થવા લાગ્યો છે...
તું માને ના માને...
તું માને ના માને... પણ છે તું હૃદયમાં...
એટલે યાદ તો તું રહેવાની જ...
તું કહે ના કહે... પણ છે પ્રેમ તને પણ...
એટલે આંસુ તને પણ આવવાના જ...
તું સમજે ના સમજે... પણ છે પ્રીત સાચી જ...
એટલે રાહ માં પથ્થરતો નડવાના જ...
તું મળે ના મળે... પણ છે પ્રીત જન્મોની...
એટલે તું મારી રાધા અને હું તારો કિશનતો રહેવાના જ...
કોને ગણું...
કોની કાબીલીયત ગણું આ...
મારી કે મારા નસીબ ની...
કોની ભેટ માનું...
તારી કે તારા પ્રેમની...
કોને યાદ કરું...
તને કે તારા સ્મિતને...
કોને પ્રેમ કરું...
તને કે તારા વિરહને...
નામ તમારું નથી મળતું...
એકલતામાં મળે તો છે સાથ ઘણાં...
પણ એમાં સાથ તમારો નથી મળતો...
સંબંધો રચાય તો છે નવા ઘણાં...
પણ એમાં ચેહરો તમારો નથી મળતો...
અંધારામાં મળે તો છે ઉજાસ ઘણાં...
પણ એમાં પડછાયો તમારો નથી મળતો...
લકીરમાં લખ્યા તો છે પ્રેમી ઘણાં "માહી"...
પણ એમાં નામ તમારું નથી મળતું...
અજવાશ હું થાવ...
તને હોય દુઃખ ને...
કેમ ખુશ હું થાવ...
તને જોવે જો તારલા ને...
તો અવકાશ હું થાવ...
તું માંગે એકવાર ને...
તો હજાર વાર તારો હું થાવ...
"માહી" જુએ તું એ આંખથી ને...
તો અજવાશ હું થાવ...
વધતાં જ જાય છે...
આટઆટલાં કાગળો લખાયા છતાં...
તારા માટે શબ્દો વધતાં જ જાય છે...
ઝરણાંઓ નદીને મળ્યા બાદ...
હવે દરિયા તરફ વધતાં જ જાય છે...
જયારે જયારે અટકાવી આ કલમ...
ત્યારે લાગણીઓની વર્ષા વધતી જ જાય છે...
ભૂલી ભૂલીને ભુલવી એ પ્રીત "માહી"...
પણ વિરહનો ભાર વધતો જ જાય છે...
જાણે સૌ...
તારા જ બનાવેલા છીએ... જાણે સૌ...
છતાં પ્રમાણ માંગતા છીએ...
પ્રેમમાં વિરહ લખ્યો જ હોય... જાણે સૌ...
છતાં વારંવાર કરતા છીએ...
ભૂલથી તો ક્યારેક ભૂલ થાયજ... જાણે સૌ...
છતાં સજા દરેક વાર આપતા છીએ...
મિત્રોમાં પણ મિત્ર એક તું... જાણે સૌ...
છતાં દરેકમાં તને શોધતા છીએ...
કેમકે તું જ છે "માહી" શાશ્વત... જાણે સૌ...
એટલે જ તને પૂજતાં છીએ...
છૂટ્યાં એ પણ પ્રેમથી...
વિરહના આ દરિયામાં... આવ્યું યાદો નું તોફાન...
યાદોના આ તોફાનમાં... ફંગોળાયું મારુ મન...
છુટાં પડ્યાં દરેક સંબંધોથી... જાણે એકલો જ હું...
તૂટી પડ્યો એવો તે... જાણે નાવ એકલી દરિયામાં...
થયાં દિલના ટુકડા હજાર... ખજાનો પ્રેમનો અપાર...
માછલી દરિયામાં...પણ એક માટે પાણી ના પાર...
આપ્યો સંદેશ તમારા મનને...પળ-પળ આવે યાદ...
કહે મન તમારું... એને પણ આવે રોજ મારી યાદ...
થઇ ખુશ જણાવ્યું મારા મનને... એ પણ પ્રેમ થી...
જોડી શબ્દોની આ કડી... છૂટ્યાં અમે પ્રેમથી...
પ્રેમનું શું!!!
લાખ મન્નત માગી છતાં તું વરસે નહિ...
તો આ વૃક્ષોની તપસ્યાનું શું!!!
જરૂર પડ્યે મિત્ર કોઈ કામ ના આવે...
તો એવી મિત્રતાનું શું!!!
દુઃખ માં કોઈ સાથ ના આપે...
તો સુખમાં સાથી બનવું શું!!!
તું આમજ તડપાવ્યા કરે...
તો પ્રેમની આ યાદોનું શું!!!
ચાહું છતાં ભૂલી ના શકું...
તો આ સનાતન પ્રેમનું શું!!!
જીવન હોય છે...
કોઈના માટે પ્રેમ એક વહેમ હોય છે...
તો કોઈ માટે એ વહેમ જ જીવન હોય છે...
કોઈના માટે પ્રેમ એક રમત હોય છે...
તો કોઈ માટે એ રમત જ જીવન હોય છે...
કોઈના માટે જિંદગી એક અમાનત હોય છે...
તો કોઈ માટે એ અમાનત જ શાપ હોય છે...
કોઈના માટે પ્રેમ એક દરિયા સમાન હોય છે...
તો કોઈ માટે એ દરિયો જ મોત સમાન હોય છે...
કોઈના માટે પ્રેમ જીવનની દોરી હોય છે...
તો "માહી" કોઈની એ દોર જ ટૂંકી હોય છે...
આજીજી દીકરીની...
સાચવીને રાખજે એ કોખમાં...
ખુશીઓ હું જ લાવીશ તુજ જીવનમાં...
કાળજી રાખજે આ શરીરની...
ભોજન હું જ લાવીશ તુજ બીમારીમાં...
માનજે મારી વાત તું પણ એ ભાઈ...
પપ્પાથી હું જ બચાવીશ તુજ ઝઘડામાં...
શક્ય હોય એટલું ભણાવજો હાં પપ્પા...
સમ્માનતો હું જ લાવીશ તુજ સમાજમાં...
પણ એ પહેલા ફરી એકજ વાત કહીશ હે માઁ...
"માહી" જનમ લેવા દેજો મને આ જગતમાં...
નસીબ...
જીવનની આ જાળ-માળમાંથી છુટકારો જોવે છે ઘડીક...
હવે પોતાના માટે જ સમય મળે છે ક્ષણિક...
કેવી રીતે જીવી શકાય મોજથી ઘડીક...
છે ખોટા છતાં બતાવે ઘણાં પોતાને શરીફ...
તને સમજવા જિંદગી સમજ છે થોડીક...
કેમ કરીએ રસ્તા પર મંજિલ નથી કરીબ...
તો પણ આપી જેણે જિંદગી કરવી છે એની તારીફ...
એની પણ મજા લઈશું આવશે એવા અમારા નસીબ...
સફર...
જીવનનાં સફરમાં ઘણાં રાહી અથડાયા...
પણ યાદ ચેહરા અમુક જ રહ્યા...
આવી મુસીબત જીવનમાં ઘણી...
સાથ એમાં અમુક જ રહ્યા...
અટવાયો સફરમાં ઘણોજ...
આપી અમુકે જન સાચી રાહ...
ઘણા ચહેરાને પોતાના માન્યા...
એમાં પોતાનો તો અમુક માટે જ રહ્યો...
ઘણા ના દિલમાં સ્થાન મળ્યું...તો કેટલાં ના વિશ્વાસ તોડ્યા...
ના માફી એમણે આપી ના સમયે...
વહેચું છું પ્રેમ હવે દરેક ને... મળે બદલે નફરત મને...
જાણું હજુ ઘણો સફર બાકી છે...
ક્યારેક...
આવી જાય છે લહેર યાદની ક્યારેક...
ભીંજવી જાય છે આ દિલને ક્યારેક...
તૂટી પડે છે સપનાઓ ક્યારેક...
સવાર થતાં છબી દેખાય તારી ક્યારેક...
નથી સમજાતો મતલબ એનો ક્યારેક...
આવું થાય પણ છે તો ક્યારેક...
તું આવીને આને સુધારે તો...
જીવન જીવવાની મજા આવે ક્યારેક...
સાચે જ તું હશે!!!
થાય ક્યારેક અનાથની આંખોમાં જોઈ પાણી...
આવા અશ્રુ આપનાર... સાચે જ તું હશે!!!
થાય ક્યારેક પથ્થર પર ચઢેલા જોઈ હાર...
આવી શ્રદ્ધા ફેલાવનાર... સાચે જ તું હશે!!!
આપે કષ્ટ તારા દ્વારે આવનાર ઘણાંને...
આવી મોત આપનાર... સાચે જ તું હશે!!!
પાંખો હોવા છતાં ઉડી ન શકે એ પંખી...
આવી ખોટ આપનાર... સાચે જ તું હશે!!!
માંગે અમીર મંદિરમાં ને ગરીબ માંગે બહાર...
આવી લાચારી આપનાર... સાચે જ તું હશે!!!
અરે આવ, ઘડીભર અહીં તું હે ભગવાન...
તું જ કહેશે...
આવી દુનિયા ઘડનાર... સાચે જ તું હશે!!!
જરૂર...
તારી જરૂર એવી કે...
જાણે ચામાં ખાંડ... પણ હવે એ પણ શુગર ફ્રી થઇ ગઈ...
તારી જરૂર એવી કે...
હોળી માં ગુલાલ... પણ હવે એ પણ કલરની થઇ ગઈ...
તારી જરૂર એવી કે...
શ્રાવણ માં ભોલે ની પૂજા...પણ હવે એ પણ સ્વાર્થ પૂરતી થઇ ગઈ...
તારી જરૂર એવી કે...
દિવાળી માં દીવડા... પણ "માહી" હવે એ પણ ફટાકડાની થઇ ગઈ...
નામ પણ અધૂરું...
એક સાથ તારો ને મારો... એક સફર તારો ને મારો...
એક જીવ તારો ને મારો...જે કહેવાતો સંગમ આપણો...
એક શ્વાસ તારો ને મારો... જે કહેવાતો પ્રણય આપણો...
એક પળ તારી ને મારી... જેમાં વસતી સુખ-ઘડી આપણી...
એક હૃદય તારું ને મારું... જેમાં વસતી ધડકન આપણી...
એક હથેળી તારી ને મારી... જેમાં વસતી તકદીર આપણી...
એક નામ તારું ને મારુ "માહી"... બંને વગર નામ પણ અધૂરું આપણું...
આખરી શ્વાસ...
આ વાદળ વિહોણી રાત...
જોઈ ચાંદ-તારાઓ સાથ...
આવી યાદ આપણી મુલાકાત...
આહ... શું હતો એ આપણો સાથ...
થઇ સવાર લાવી સુરજ ને આકાશ સાત...
તૂટ્યું સપનું ને છૂટ્યો આપણો સાથ...
વધ્યા હતાં ગણતરીના શ્વાસ...
હતાં ફક્ત તારી પાસે પ્રેમના આશ...
મળ્યો ના સાથ જોઈ "માહી" થઇ મનમાં ઉદાસ...
લઇ આંસુ આંકે છોડ્યા આખરી શ્વાસ...
હસી આપી જાય છે...
રોજ એક જ સપના સામે અથડાય છે...
રોજ કોઈ પોતાનું સાથ છોડી જાય છે...
રગે-રગ માં ભલે હોય લાગણીઓ...
છતાં એક કણ ભૂલું પડી જાય છે...
આવે તો છે હાસ્ય જોઈ દરેક મુખ પાર હસી...
છતાં એકાદ હાસ્ય રડાવી જાય છે...
ક્યાં સંબંધ છે ઝરણાં-નદી-સાગરને...
છતાં એકબીજામાં ભળી તો એ જાય છે...
ખુશ રહેવું ના રહેવું મનની વાત છે...
બાકી અહીં પોતાનું હૃદય પણ ક્યાં સમજાય છે...
સમજ પડ્યે સૌની વાતો થી પણ દિલ દુઃખી જાય છે...
બાકી બાળકને શું... એને મારો તો પણ એ મુખ પર હસી આપી જાય છે...
હજી આતો શરૂઆત છે...
નાનકડાં હતાં હાથ... નાનકડા એ મારા પગ...
ત્યાં રમતા વાગી ઠોકર પથ્થરની...
એક રાહી કહે... બેટા હજી આતો શરૂઆત છે...
આવી પાટી-પેન હાથમાં ને પગમાં ચઢ્યા બુટ...
ત્યાં નિશાળે આવી પરીક્ષા આખરી...
ત્યાં શિક્ષક કહે... બેટા હજી આતો શરૂઆત છે...
હતું ગુલાબ હાથમાં ને પગ ને નજર એક શેરી...
ત્યાં ખુશીમાં વાગી ઠોકર પ્રેમની...
આ હૃદય કહે... બેટા હજી આતો શરૂઆત છે...
આવી જિમ્મેદારી હાથમાં ને પગમાં રમતી જિંદગી...
ત્યાં જોયું મૌન એક બાળકનું...
એની આંખ કહે... બેટા હજી આતો શરુઆત છે...
આવી લાકડી હાથમાં ને પગમાં ચઢી ચંપલ...
ત્યાં ભેટ થઈ મૃત્યુની...
આખરી ક્ષણ કહે... બેટા હજી આતો શરૂઆત છે...
એટલે જ કહું છું...
આવે માળા હાથમાં ને પગ લેય આરામ...
એ પહેલા કરી લેજો કંઈક સારા એવા કામ...
બાકી ભગવાન કહેશે... બેટા હજી આતો શરૂઆત છે...
એટલું બસ છે...
નાનપણમાં રમકડાં સહુને પ્રિય હતા...
હવે પૈસા વધુ પ્રિય બન્યા...
નાનપણમાં માઁ વગર ના ફાવતું...
હવે ગર્લફ્રેંડ વગર નથી ચાલતું...
નાનપણમાં મમ્મીના હાથની ચા ની ટેવ હતી...
હવે સિગરેટ ના રવાડે ચઢ્યા...
નાનપણમાં મોટા માણસ થવું તું...
હવે નોકરી કરવી પડી...
હે પ્રભુ, નાનપણમાં બાળકને ભગવાન કહેવાતું...
હવે તો ખાલી માણસ થવાય એટલું જ બસ છે...
એક સમય હતો...
શબ્દો કરમાતાં થયા... એમના આ મૌન સ્વભાવથી...
એક સમય હતો...
જયારે મુખ શરમાતું... એમના એ હાસ્યના ખીલખીલાટથી...
રાતો કડવી થઇ... એમના આ વિરહના સ્વાદથી....
એક સમય હતો...
જયારે મુખ મીઠું રહેતું... એમના એ હોઠનાં સ્વાદથી...
લોકો ભૂલતા થયાં... મારા નામ ના અસ્તિત્વને...
એક સમય હતો...
જયારે અમે ઓળખાતા... એમના "માહી" પ્રિય નામથી...
કાશ!!!
કાશ! એક એવી દુનિયા હોત...
જ્યાં તારા અને મારા સિવાય કોઈ ના હોત...
કાશ! એક એવો હાથ હોત...
જેમાં આપણાં મિલનની રેખા હોત...
કાશ! એક એવો દિવસ હોત...
જેમાં આપણાં પ્રેમની સવાર હોત...
કાશ! એક એવી ઘડી હોત...
જેમાં આપણે જિંદગી જીવી હોત...
કાશ! એક એવું સંગીત હોત...
જેમાં આપણે સુર ઉમેર્યા હોત...
કાશ! એક એવો ભગવાન હોત...
જેને નસીબ આપણાં સાથ લખ્યો હોત...
કાશ! એક જાન આપણી હોત...
જેનાથી આપણાં બે શરીર જોડાયા હોત...
એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ ચાંદને સુરજનો પ્રકાશ છે... એમજ તું મારા માટે અજવાશ છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ આ વાદળોને સાથ વરસાદ છે... એમજ તું મારા માટે પ્રસાદ છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ શાયરને શાયરીની આદત છે... એમજ તું મારા માટે લત છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ સાગરને પણ નદીની જરૂર છે... એમજ તું મારા માટે ઝરણું છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ ફુલ ખીલવવા ભમરાની જરૂર છે... એમજ તું જીવન ખીલવે છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
જેમ પ્રેમ બોલવા બે હોઠની જરૂર છે... એમજ પ્રેમ કરવા તારા સાથની જરૂર છે...
બસ એજ મારા પ્રેમની સચ્ચાઈ છે...
કોઈ ન હતું...
જન્મતાં જ છોડી ગયેલ મંદિર માં એ બાળકને...
જેને સંભાળનાર કોઈ ન હતું...
સીંચવી સંસ્કાર જીવનમાં ઉછર્યું એ મંદિરમાં..
જેને સમજાવનાર કોઈ ન હતું...
માંડી પગલું સુખી જીવનમાં કર્યો પ્રેમ વિવાહ... એ પતિ...
જેના જીવનમાં હવે કોઈ ન હતું...
વાવ્યા બીજ ભવિષ્યમાં સારા વિચારોના... એ પિતાએ..
જેને પાળનાર કોઈ ન હતું...
પડ્યા ભાગલા મિલકતમાં સાથે વહેંચાયો બે માં...એ બાપ...
જેને સાચવવાવાળું કોઈ ન હતું...
થાકી હારીને જીવનમાં પડ્યો મોતની પથારીમાં...
જેને આગ આપવાવાળું કોઈ ન હતું...
એ બાપ...હવે એને સાચવવાવાળું કોઈ ન હતું...
માં-બાપને...
સંભળાવે કહાની એ માં-બાપની એના બાળને...
જેણે કર્યા ઘર-બહાર પોતાના માં-બાપને...
વચન માંગે એ સલામતીનું એના દીકરા પાસે...
જેણે હંમેશ અવગણ્યાં પોતાના માં- બાપને...
કહે છે તું જ અમારો જીવ છે દીકરા...
જેણે જીવતે-જીવતા માર્યા પોતાના માં-બાપને...
દીકરી સમજી એમની એ હાલતને...
હવે એને રાખ્યા જીવ બનાવી પોતાના માં-બાપને...
યાદ છે ને...
યાદ છે ને... સાક્ષી તું જ હતો કાન્હા...
અમારી એ પ્રથમ નજર નો...
નીકળતા હતાં જયારે ભીના વાળ લઈને...
સાથે ઊડતી એ ઝાકળ જાણે...
યાદ છે ને... સાક્ષી તું જ હતો કાન્હા...
અમારી એ પ્રથમ મુલાકાત નો...
ઇશારામાં થતી એ વાતોનો...
સ્વપ્નનું હતું એ આકાશ જાણે...
યાદ છે ને... સાક્ષી તું જ હતો કાન્હા...
અમારી એ પ્રથમ સફરનો...
હાથોમાં હાથ હતો એ એમનો...
લાગતું સુવાળું એ ગુલાબ જાણે...
યાદ છે ને... સાક્ષી તું જ હતો કાન્હા...
અમારી એ આખરી મુલાકાત નો...
આંખોમાં એક બુંદ આંસુ ન હતું...
લાગતો એ સૂકો દરિયો જાણે...
યાદ છે ને...સાક્ષી તું જ હતો કાન્હા...
અમારી એ આકરી રાતોનો...
ભીના એ મલમલના તકિયા રહ્યાં...
વરસાદમાં આવ્યું હોય તુફાન જાણે...