કિસ્મત Mahipalsinh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત

  • કિસ્મત~માહી
  • હું માહિપાલસિંહ પરમાર. આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. મારી પ્રથમ લેખિત કહાની.
  • પ્રેમની કહાનીઓ ઘણી રીતે લખવામાં આવી છે.અહીં હું બતાવીશ કે પ્રેમ જયારે કિસ્મતની સાથે રમત કરી જાય છે ત્યારે કહાની સાચા પ્રેમની પણ ક્યાં ફરી જાય છે. કહાની કાલ્પનિક છે. બતાવેલ નામ કે જગ્યા સાથે કોઈનો પણ સંબંધ નથી.
  • ધન્યવાદ.
  • ત્રણ મિત્રો શ્વેતા-આકાશ-સ્મૃતિ. કોલેજ સમય ના બધા કરતા ઓળખાતી તો આમની મિત્રતા. એક ખાસ વાત એ કે શ્વેતા અને સ્મૃતિ ના દેખાવ માં ફક્ત થોડા રંગનો ફરક બાકી બન્ને દેખાવ માં સરખા.
  • બે વરસ પહેલાની વાત છે.સ્મૃતિ અને આકાશ બન્ને એકબીજાને ખુબ દિલથી ચાહતા હતા. સાથે સાથે શ્વેતા પણ આકાશને ચાહતી હતી. પણ તેમની મિત્રતા ના કારણે તેણે પોતાની લાગણીઓ દર્શાવી ન હતી.
  • એક તરફ સ્મૃતિ અને આકાશ બન્નેએ લગ્ન કરવાનું વિચાર્યું પણ એમની જાતિ અલગ હતી જે હજી મુખ્ય મુદ્દો રહ્યો છે ઘણી જગ્યાએ.
  • એક તરફ શ્વેતા પણ એમના સંબંધોથી ખુશ હતી સાથો-સાથ આકાશથી અલગ થવાનું દર્દ પણ સતાવતું હતું. અને તે ધીરે ધીરે એકલી રહેવાનું પસંદ કરવા લાગી.
  • આ તરફ સ્મૃતિ ના પરિવાર તરફ થી આકાશને લગ્ન માટે મંજૂરી મળી ન હતી. અને બન્ને એક બીજા સાથે ભવોભવ સાથ નિભાવવાના વચન સાથે બંધાયા હતા. એ રીતે એમણે ભાગીને લગ્ન કરવાનું પસંદ કર્યું.
  • અને આવા સમયે એમણે ફક્ત તેમની ખાસ મિત્ર શ્વેતા પર જ ભરોસો કરવો વ્યાજબી ગણ્યું. તેમણે આ વાત શ્વેતાને કરી. એ બિચારી કરે પણ શું એમને મદદ કર્યા વગર તો કંઈ થઇ શકે એમ તો હતું નહિ. આકાશ પાસે પૈસાની કંઈ કમી હતી નહિ જેના કારણે તેઓ એ લગ્ન કરી ને વિલાયત વસવાનું નક્કી કર્યું.
  • આ તરફ સ્મૃતિને ઘર બહાર જવાની પરવાનગી આપવામાં આવી ના હતી. એટલા માટે સ્મૃતિને તેના ઘરથી બહાર લાવવા માટે શ્વેતાની મદદ લેવામાં આવી. કારણકે એ એકજ હતી જેના પર સ્મૃતિના પરિવાર વાળા ભરોસો રાખતા હતા. આજે શ્વેતાએ મિત્રતા માટે એ ભરોસો તોડ્યો હતો. એક તરફ મદદ કરીને મિત્રતા સાબિત કરી રહી હતી અને બીજી બાજુ દિલ માં આગ લઇ ને બેઠી હતી.
  • સાંજની ટિકિટ નક્કી હતી. એટલે મુંબઈ જવા માટે તેઓ કારમાં જવાની તૈયારી કરતા હતા. શ્વેતા સ્મૃતિને પોતાના ઘરે લઇ આવી અને બન્ને હવે આકાશની રાહ જોતા હતા.
  • આકાશ આવ્યો ગાડી નો હોર્ન વાગ્યો. તેની પ્રેમિકા મોઢા પર સ્કાફ બાંધીને નીકળી હતી જેથી કોઈ ઓળખે નહિ.
  • પણ આકાશ એક વાતથી અજાણ હતો કે એ સ્કાફમાં સ્મૃતિ નહિ પણ શ્વેતા હતી.
  • બંને કારમાં નીકળ્યા. આ રીતે ભાગીને જવાથી તેમના બંનેના દિલ ડરતા હતા જેના પગલે તેમણે રસ્તામાં વાત કરવાનું પણ ટાળ્યું હતું.
  • નસીબને કંઈક ઔર જ મંજુર હતું. હાઇવે પર કારની સ્પીડ ફુલ હતી અને સામે તેમનું કોઈ રાહ જોઈ રહ્યું હોય એમ અચાનક એક ટ્રકની પાછળથી ટક્કર વાગી. જેને પગલે એક અસહ્ય એવી વેદના સાથે બંનેને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા.
  • આકાશને ૧૦ દિવસમાં હોશ આવ્યો અને સાથે જ સ્મૃતિને યાદ કરી. પણ સ્મૃતિ(શ્વેતા)ને વધારે વાગ્યું હોવાના કારણે તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. સાથે તે પોતાની યાદશક્તિ ગુમાવી ચુકી છે એમ નાટક કરવા લાગી.
  • પૂછપરછ કરવામાં આવી ત્યારે સ્મૃતિ પોતાની પત્ની છે એ રીતે ઓળખાણ આપી. અને તેમનું કોઈ નથી એમ જણાવવામાં આવ્યું. જેથી તેમને વધારે પોલીસની પૂછપરછ થઇ નહિ.
  • હવે સ્મૃતિને નવો ચહેરો મળ્યો હતો. જેને પગલે આકાશ હવે સ્મૃતિ ની જગ્યા પર શ્વેતા આવી હતી એ જાણી શક્યો ન હતો. અને તેઓએ મુંબઈ માં જ વસવું પડ્યું. છતાં તેમણે ઘરે કોઈ જ કોન્ટેક્ટ કર્યો ન હતો.
  • આ તરફ સ્મૃતિ આકાશને ફોન પર ફોન કરીને થાકી ચુકી હતી. અને પછી તેને ફરજીયાત પોતાના પરિવારે જ્યાં નક્કી કર્યા હતા ત્યાં લગ્ન કરવા પડ્યા.
  • જોતજોતાંમાં બે વરસ વીતી ગયા. આકાશ શ્વેતા ને સ્મૃતિ સમજીને એને અનહદ પ્રેમ કરતો રહ્યો.
  • તેને ફક્ત સ્મૃતિ પોતાની થઇ ચુકી હતી એની ખુશી હતી. અને તેમણે ધીરે ધીરે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચાર્યુ.અને પછી ઘરે જવાનું નક્કી કર્યું જેથી વધારે મગજમારી ઘરે થાય નહિ.
  • પણ શ્વેતાની સચ્ચાઈથી અજાણ આકાશ તેના પર જાણ ન્યોછાવર કરતો હતો. તેમના લગ્નને આજે 2 વરસ થવા આવ્યા હતા. અને હવે શ્વેતા પ્રેગનેન્ટ હતી. તેથી આકાશે હવે ઘરે જવાનું નક્કી કર્યું કારણ કે એમને પણ ઘરની યાદ આવતી હતી ખાસ તો શ્વેતાની. પણ આકાશને એની જાણ ન હતી. શ્વેતા ગભરાઈ ગઈ હતી ક આકાશ હકીકત જાણશે તો શું થશે. પણ હવે લગ્ન થઇ જ ગયા છે તો પછી જાણ થાય તો પણ શું?
  • આકાશ અને શ્વેતા મતલબ આકાશ માટે સ્મૃતિ બંને પોતાના ઘરે આવે છે. અને તેના ઘરવાળાઓ તેમને કબૂલ કરે છે.
  • અને હવે શ્વેતા જે આકાશ માટે સ્મૃતિ એને એક નામી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ડિલિવરી માટે. ડૉક્ટર. સમીરની એ હોસ્પિટલ હતી. ત્યાં આકાશની પત્ની ની સરસ સારવાર ચાલી રહી હતી એવામાં જ એક ઘટના બની.
  • આકાશ શ્વેતાના વોર્ડની બહાર બેઠો હતો અને પાછળથી અવાજ આવ્યો.
  • "આકાશ તું!!!!!!"
  • આ શબ્દો સાંભળતા આકાશના પગ નીચે થી જમીન ખસી ગઈ. આ એજ અવાજ ફરી વાર એના કાન માં અથડાયો હતો. એણે ફરીને જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો.
  • તેણે જોયું સ્મૃતિ તેના અસલ સ્વરૂપ માં સામે ઉભી હતી. તેના મોઢા માંથી બે શબ્દ પણ ના નીકળી શક્યા. તે વિચારોમાં ખોવાઈ ગયો.
  • "આકાશ!!.. આકાશ!!.... "
  • "સ્મૃતિ!!! તું અહીં તો અંદર જે મારી પત્ની છે એ કોણ છે?"
  • "આકાશ એ હકીકત હું કહીશ પણ તારે પ્રોમિસ કરવું પડશે તું તારી પત્નીને કંઈ નહિ કહે."
  • આકાશે થોડું મન શાંત કરી ને હા કરી.
  • અને સ્મૃતિએ કહ્યું કે આ હોસ્પિટલ એના પતિ સમીરની છે. આકાશના ગયા પછી એણે ખુબ જ કોશિશ કરી હતી એનો સંપર્ક કરવાની.પણ નાકામ રહી હતી.
  • આકાશ અને સ્મૃતિ જયારે ભાગવાના હતાં ત્યારે શ્વેતા ના ઘરે સ્મૃતિ હતી. શ્વેતા આકાશથી દૂર જવા માંગતી ન હતી એના લીધે એણે જ સ્મૃતિ ને જ્યુસ માં દવા પીવડાવી ને તે તેનો બધો સામાન લઇ ને આકાશ સાથે ભાગી ગઈ હતી. સાથોસાથ એક્સિડન્ટ થતા શ્વેતાનો રસ્તો મોકળો બની ગયો હતો અને આકાશ પર તેનો પૂરો હક થઇ ચુક્યો હતો.
  • અને સ્મૃતિએ પણ હવે પરિવારની મરજીથી ડૉક્ટર સમીર સાથે લગ્ન કરી લીધા અને એમના પ્રેમમાં એ આકાશને ભુલાવી ચુકી હતી. છતાં પહેલો પ્રેમ એ પહેલો પ્રેમ.
  • ડૉક્ટર સમીર પણ સ્મૃતિને સાથ આપીને તેની સાથે સંસાર માંડ્યો.
  • આકાશ આ બધું સ્મૃતિ ના મોઢે સાંભળી રહ્યો.એક તરફ એની પત્ની સગર્ભા હતી. ડૉક્ટર સમીર ત્યાં આવી પહોંચ્યા અને તેમને બાળક થયાની ખુશખબરી આપી.
  • પણ આકાશ પોતે કંઇક મોટો ગુન્હો કરી નાખ્યો હોય એમ ભોંઠો પડી ગયો. અને તે કિસ્મતને દોષ આપવા સિવાય કંઈ કરી શકે એમ ન હતો. બસ આમજ એના આંસુ સ્મૃતિની આંખ માં રમી રહ્યા હોય એમ બંને હવે નવી જિંદગી જીવવાનું નક્કી કર્યું.
  • -:સમાપ્ત:-