મૃત્યુ નો કોલ - 3 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ નો કોલ - 3

મૃત્યુ નો કોલ.(
ભાગ-૩)

રોશની નો જોબ પર ટ્રેઈનીંગ પછીનો આ પેહલો દિવસ છે ઓફીસમાં અને એટલે આજે એ થોડી નર્વસ છે. પોતાને માર્કેટિંગ કોલ માટે ફોન નંબરોનું લીસ્ટ મળી ગયું છે. અને તેમાં થી અમુક નંબરનું લીસ્ટ એ અલગ કરી રહી છે. અને ફોન પર ફોન કરી રહી છે અને કોઈ સારા અને કોઈ ખરાબ જવાબ મેળવી રહી છે. હજુ એને ગણ બધા કોલ કરવાના છે એટલે એ ઉદાસ થયા વગર અને રીઝલ્ટની પરવાહ કર્યા વગર બસ આજનું આ કોલ લીસ્ટ પૂરું કરવામાં લાગી પડી છે.રોશની: હેલ્લો, સર હું રોશની બોલું. રામ ભરોસે ફાઈનાન્સ કુ. માંથી આમારી પાસે તમારા માતેસરમાં સારી ફાઈનાન્સ ની ઓફર છે. હું તમારી બે મિનીટ લઇ શકું.

ફોન માંથી: ના હું અત્યારે બીઝી છું પછી ફોન કરો.
બીજો ફોન કરે છે. એ પણ નિરાશા જનક રીતે પૂરો થયો. અને હવે ધીરે ધીરે રોશની ડીપ્રેશ થઇ રહી છે.પોતાની જાતને એ મજબુત બનાવીને આજુ બાજુ વાળા ની પરવાહ કર્યા વગર બસ કામ માં ચોટી પડી છે.

અને એકને કે દિવસ તો એનું આ કામ એને ફાવી જશે અને એ આ ઓફીસની નંબર -૧ એમ્પ્લોઇ બની જશે એવું વિચારી મનમાં આશોના મેહેલ ખડકી રહી છે.

સુરજ આજે ગણી બધી આશાઓ લઈને ઘરે થી નોકરીની શોધ માટે નીકળયો છે. અને અચાનક એને એક સારો અને આશાવાદી વિચાર આવે છે કે જો મને એક નાની અમથી પણ લોન મળી જાય તો હું આ ભાડા નું મકાન છોડી એક પોતાનું મકાન વસાવી લઉં એટલે ઘર ખાલી કરવા નો દર જતો રહે. અને જાને કુદરત એના આ દીવા સ્વપ્નને હકીકત માં ફેરવવાની હોય તેમ સામે થી એક ફોન આવે છે. અને સુરજ ને એ ફોન થોડો ઈન્ટરેસ્ટીંગ લાગે છે એટલે બાઈક ને ઉભું રાખી ફોન પર વાત કરી રહ્યો છે. સામે મોહિની પોતાની કંપની વિશે કંઇક સમજાવી રહી છે.
સુરજ: હા, બોલો મેડમ. હું સુરજ બોલું.
મોહિની (ફોન પરથી): યેસ મી. સુરજ. હું મોહિની તમારા માટે અમારી કંપનીમાં સારી ફાઈનાન્સ સ્કીમ છે.
સુરજ: હા બોલો. રોશની: તમે જોબ કરો છો.

સુરજ : વાત ફેરવી નાખે છે અને આગળ વાત ચાલુ રાખે છે.
બંને થોડીવાર માટે વાતો કરે છે અને સુરજ ને આ ફાઈનાન્સ કંપની માંથી ઘર માટે લોન મળી જાય એવું લાગી રહ્યું છે. અને વાત પૂરી કરતા કરતા બધા પેપર અને ડોક્યુમેન્ટ્સ રેડી કરવા તૈયાર થાય છે.સુરજ: ઓકે મિસ રોશની. હું મારા બધા ડોક્યુમેન્ટ્સ અને પેપર ભેગા કરી રાખું છું તમે બે દિવસ પછી ફોન કરજો ઓકે.

ફોન પર વાત પૂરી કરી સુરજ ખુશ થઇને પોતાની જોબ માટેની શોધ માટે ત્યાંથી નીકળે છે. એક ઈન્ટરવ્યું માટે એ જઈ રહ્યો છે. અને આજે સુરજ પણ પોતાની ભાવનાઓમાં બેહ્કી ગયો હોય તેમ પોતાના આંશુ ને વેહતા રોકી ના સક્યો અને હેલ્મેટ પહેરતા પેહલા પોતાનું મો અને આંખો રૂમાલ થી લુછી રહ્યો છે.

મોહિની, ભૂમિ અને એક બીજી ફ્રેન્ડ કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા છે. રોશની તરફ થી આજે પાર્ટી છે એની જોબ મળી ગયા ની ખુશીમાં. અને આજે એ ખુબ ખુશ છે કેમ કે એનો પેહલો એવો કોલ જે પોસિટીવ રીઝલ્ટ લાવી શકે એમ છે.ભૂમિ: અરે, વાહ મોહિની તું તો બહુ ખુશ છે આજે.

મોહીની: યેસ. યાર આજે બહુ સરસ દિવસ રહ્યો ઓફીશમાં. પેહલોજ કોલ કર્યો અને એ પોસિટીવ રહ્યો.
બીજી ફ્રેન્ડ: બહુ સરસ.
મોહિની: અને હા, જો આ લોન પાસ થઇ જશે તો બોસ તરફ થી પેહલી ડીલ નું એક્સ્ટ્રા બોનસ પણ મળવાનું છે.
ભૂમિ: વાહ વાહ તો તો બીજી પાર્ટી પણ બનશે હો..!
મોહીની: ઓકે કંઈ વાંધો નહિ. હવે તો પાર્ટી જ પાર્ટી છે..!
મોહિની, ભૂમિ અને એની બીજી ફ્રેન્ડ કુદરત ની આ જીંદગીરૂપી સતરંજબાજી થી બેખબર છે અને કાલે ઉઠીને જીંદગી કેવી કરવટ લેવાની છે એના થી સૌ અનજાણ છે..!

આ બાજુ સુરજ પણ જીવનની સાપસીડી વાળી રમતમાં પોતાના કોશિસો ના પ્યાદા હિમ્મતથી ફેકી રહ્યો છે. સુરજ એક કંપનીમાં ઈન્ટરવ્યું આપવા આવ્યો છે. રીસેપ્સનમાંથી એને બાજુના એક રૂમમાં બેસવા કેહવાયું છે જ્યાં એની સાથે બીજા લોકો પણ ઈન્ટરવ્યું માટે આવ્યા છે. બધા પોત પોતાના વારો આવે એની રાહ જોઈ રહ્યા છે. આજે કેમ જાણે કોણ સુરજ ને વારંવાર ફોન આવ્યા કરે છે એટલે એ થોડો ચિડાઈ ગયો છે.
સુરજ: ના યાર મે કહ્યું ને કે મારે કોઈ ડીમેટ એકાઉન્ટ નથી ખોલાવવું. મુકો ફોન. (પેહલા ફોન ને પતાવીને એ પોતાની જગ્યે બેસે છે એવામાં થોડીવાર પછી વળી બીજો ફોન આવે છે.
સુરજ: અરે યાર કહ્યું ને મારે કોઈ ગાડી-બાડી નથી લેવી તમે મુકો ફોન.
આજુબાજુ જુવે છે બીજા એક ભાઈ સામે જોઇને થોડો હશે છે. થોડીવાર થઇ એમની સાથે વાત કરવા જાય છે એટલા માં ત્રીજો ફોન આવ્યો. એટલે એ ભાઈ એ સામે થી સુરજ ને ફોન ઉપાડવા ઇસારો કર્યો.
સુરજ: અરે, યાર..કહું છું કે મારે કંઇ જ નથી જોઈતું અને કંઇજ નથી કરવું..!! સામે થી સુરજના સાસુ નો જવાબ આવે છે ‘સુરજ બેટા હું મમ્મીજી બોલું, તમે જલ્દી થી તમે જ્યાં હોવ ત્યાંથી સરકારી હોસ્પિટલ આવી જાવ રોશની ની તબિયત જરા વધારે બગડી છે અને એને દાખલ કરી છે.’

સુરજ નો નંબર આવીજ ગયો હતો અને તોય એ અંદર જવાને બદલે તરત બહાર ભાગ્યો એ જોઈ કોઈએ એને જણાવ્યું કે તમારો નંબર આવી ગયો છે પણ એ આકુળ વ્યાકુળ થઈને નીકળી ગયો.
છેક પાંચમાં માળથી નીચે પાર્કિંગ સુધી એ દાદરા કેવી રીતે ઉતરી ગાયો એ પણ એને ખબર ના પડી પણ જયારે બાઈક પર બેસવા ગયો ત્યારે ફરી ફોન વાગ્યો એટલે એને ભાન થયું કે એ નીચે આવી ગયો છે. અને ફોન તરફ જોયું. અને બેહોશી જેવી હાલતમાંજ ફોન ઉપાડ્યો.સુરજ: (ઉતાવળ માં બાઈક પર બેસતા બેસતા ફોન ઉપાડીને ) હેલ્લો...!!!

ફોન પરથી: હેલ્લો મી. સુરજ હું મોહિની....બોલું.
સુરજ કંઇજ બોલ્યા વગર ફોન કટ કરી બાઈક પર નીકળી જાય છે.
ફુલ્લ ટ્રાફિક માં પણ ફટાફટ નીકળવા જતા રીક્સા વાળા સાથે અથડાઈ જાય છે. પણ સદનસીબે કોઈને કંઈ પણ થતું નથી અને બધા નીકળી જાય છે.
સુરજ ને એક બાજુ પોતાની નોકરી નહિ મળવાનું ટેન્શન છે અને બીજી બાજુ એની પત્ની રોશની ની લાઈલાજ બીમારી નો ખર્ચો જે દિવસે દિવસે વધી રહ્યા છે એનું ટેન્શન છે. અને એમાય વળી અચાનક આવતું હોસ્પીટલ નું બીલ તો કમરતોડ માર થી પણ વધારે દુ:ખ આપનારું હોય છે.

હાઈવે પર બાઈક સડસડાટ ચાલી રહ્યું છે. એક બાજુ વિચારોના વમળો મનમાં ઉથલ પાથલ મચાવી રહ્યા છે અને બીજી બાજુ ફોન પર ફોન આવી રહયા છે. સુરજ ને એમ કે હોસ્પિટલ માંથી ફોન હશે એટલે ચાલુ બાઈકે ફોન ઉપાડવા માટે હેલ્મેટ ઉતારીને બાઈક ની ટાંકી ઉપર રાખીને ફોન રીસીવ કરે છે. ફોન ખભા સાથે ભરાવીને સરખો કરીને ‘હેલ્લો, મમ્મીજી, બસ આવુજ છું.’ કેહવા જાય છે ત્યાં હેલ્મેટ ટાંકી પર થી સરકીને નીચે પડી જાય છે અને તેને સંભાળવા જતા બાઈક કંટ્રોલ ગુમાવી બેઠું. અને બાઈક ની સાથે સાથે સુરજ પણ ગુલાટી મારતો મારતો રોડ ની એક સાઈડ અને બાઈક તેના થી થોડે દુર પડ્યું. સુરજના દિલની ધડકનો અને પોતાના બાઈક ની સ્પીડ એટલી ફૂલ હતી કે કોઈ એને રોકી ના શક્યું. બાઈકના બંને પૈડાઓ હજુ પોતાની ગતિ થી ફરી રહ્યા છે જાણે એમને પણ મંજિલ પર બસ હમણાજ પોહચી જવું હોય તેમ..! અને સાઈડ ઈન્ડીકેટરો પણ પોતાની જાતે ચાલુ બંધ થઇ રહ્યા છે જાણે ભૂખ્યો બંદર કોઈ વ્યક્તિના હાથમાં ખાવાનું જોઇને એકબાજુ થી બીજીબાજુ કુદાકુદ કરે તેમ લાઈટો પણ એકબાજુ બંધ અને એકબાજુ ચાલુ થઇ રહી છે. અને સુરજ ના માંથા માંથી નીકળતા લોહીના ખાબોચિયા માં દુરથી પોતાનું પ્રતિબિંબ જોઈ રહી છે. આજુબાજુ વાળાઓને ખબર પડે એ પેહલા તો યમરાજ ને જાણે ફોન થઇ ગયો હોય તેમ એ પોતાની સવારી લઈને આવી પોહ્ચ્યા છે. અને ટાયરો ઘસાઇને જે કાળો ડીબાંગ ધુમાડો ઉડ્યો છે એમાં યમરાજના આચ્છા આચ્છા દર્શન થઇ રહ્યા છે સુરજને.
પણ પોતાનો છેલ્લો શ્વાસ એ ફોન ને આપીને જાણે એટલું કેહવા તડપી રહ્યો છે કે ‘હું બસ આવીજ ગયો છું.’ એમ મોબાઈલ હજુ પોતાના લોહી લુહાણ હાથમાં જ છે અને ફોન માંથી કઇંક અવાજ આવી રહ્યો છે. એને સાંભળવા એ કોશિશ કરી રહ્યો છે પણ સામે દુર પડેલું પોતાનું હેલ્મેટ ડરાવણી ચીસો પાડી રહ્યું છે, જે ગોળ ગોળ ફરતું ફરતું એક જગ્યા એ ઉભૂ રહી ગયું છે અને જાણે સુરજ ની આ હાલત પર અટ્ટહાસ્ય કરી રહ્યું છે અને પોતાના તૂટેલા કાંચ માંથી જાણે તીક્ષ્ણ નજરો થી એની તરફ જોઈ રહ્યું છે અને ચીસો પાડી રહ્યું છે એટલે સુરજ ને ફોન માંથી આવતો અવાજ પણ સંભળાતો બંધ થઇ ગયો હવે..!! અને એનો લહું લોહાણ મોબાઈલ પણ જાણે આંશુઓ થી ભરાયેલો હોય તેવા ઊંડા ઊંડા ડૂમા ભરતો અજુગતા અવાજ થી રણકી રહ્યો છે.!
ફોન માંથી: ‘હેલ્લો, મી.સુરજ ..! હેલ્લો તમે સાંભળો છો. હું મોહિની “રામ ભરોસે ફાઈનાન્સ કુ. માંથી તમારા ડોક્યુમેન્ટ તૈયાર થઇ ગયા..? હું અમારા એક્સીક્યુટીવ ને મોકલું ..? ‘હેલ્લો.. મી. સુરજ...!’
ફોન નો અવાજ ધીરેધીરે ગૂંગળાઈ રહ્યો છે અને સુરજ પણ ધીરેધીરે શાંત થઇ રહ્યો છે. હવે એના એકેય અંગ હલનચલન નથી કરતા. અને ધીરે ધીરે બાઈકના પૈડાઓ પણ ધીમાં પડી રહ્યા છે.આ બાજુ મોહિનીને એમ કે મારો આજ નો આ કોલ મારી જિંદગીનો ખાશ કોલ બની રહશે પણ એને ક્યાં ખબર હતી કે એનો આ ખાશ કોલ સુરજ માટે ‘મૃત્યુ નો કોલ’ સાબિત થશે.

મોહિની પોતાના ફોન પર હેલ્લો મી.સુરજ મી. સુરજ કરતી રહી..!આ બાજુ સુરજ ના સાસુજી મોડું થઇ ગયું હોવાથી સુરજ ને ફોન કરી રહ્યા છે પણ
સુરજ નો ફોન ઓઉટ ઓફ કવરેજ બતાવી રહ્યો છે..!!
બીજી તરફ જાણે સુરજ નો મોબાઈલ પોતાની જાત ને લોહીના ખાબોચિયામાં ડૂબતા બચાવી રહ્યો છે..!!અને બધાને જાણે અંધકાર નો એકજ અવાજ સંભળાઈ રહ્યો છે કે

‘ઇસ રૂટ કી સભી ખ્વાહિશે અધૂરી હે...! કૃપયા અગલે જન્મ ટ્રાય કરીએગા..!!’

------------THE END------------------

Story By: Suresh M Patel (Mob. 9879256446 / skumar_1068@yahoo.com)