મૃત્યુ નો કોલ.(
ભાગ-૨)
આજ સવાર થીજ સુરજ ની ઓફીસમાં કંઇક ગડબડ થઇ હોય તેમ લાગી રહ્યું છે. બોસ અને ઓફીસ નો પૂરો સ્ટાફ ટેન્સનમાં છે. સુરજ ને આ બધું પેહલા તો કંઇજ નહતું સમજાતું પણ ધીરેધીરે પાણી નો રેલો પોતાના તરફ આવી રહ્યો છે એવું ફિલ થવા લાગ્યું. અને એ ગભરાવા લાગ્યો.
બોસ: અરે યાર આટલી ઈમ્પોર્ટન્ટ ફાઈલ કેવી રીતે ગુમ થઇ શકે..?સ્ટાફ-૧: અરે બોસ અમને પણ નથી ખબર પડતી. એ ફાઈલ તો આપના સ્ટાફ સિવાય કોઈ લોગ ઇન પણ નથી કરી શકતું તો એ કોણે ખોલી હશે..? અને કેમ ગુમ કરી હશે.?
બોસ: જેને પણ એ ફાઈલ ગુમ કરી છે એને તો બહુ મોટી ભૂલ કરી છે. અને એનું પરિણામ તો હવે
H.O. માંન્થીજ લેવાશે. પણ હું H.O. માં શું જવાબ આપીશ..?સુરજ પોતાની જગ્યાએ બેસી ને બધું સાંભળી રહ્યો છે. બોસ ગુસ્સા માં ત્યાંથી નીકળી જાય છે.
સુરજ અને એનો મિત્ર જયેશ બ્રેક લેવા માટે ઓફીસ કેન્ટીનમાં આવ્યા છે અને સુરજ પોતાની ભૂલ વિશે જણાવી રહ્યો છે.
સુરજ: યાર મને બહુ બીક લાગે છે..!જયેશ: કેમ..?
સુરજ: યાર એ ફાઈલ મારા થી ડીલીટ થઇ ગઈ છે.
જયેશ (થોડા જોર થી): શું..? શું વાત કરે છે..?સુરજ: અરે, ધીરે બોલ યાર કોઈ સાંભળી જશે તો મારી નોકરી ગઈ. હા, યાર એ દિવસે હું ઉતાવળ માં એ મીસ્ટેક કરી બેઠો. મને પણ ખબર ના પડી પણ કાલે મેં જયારે એ ફાઈલ ચેક કરી તો ના મળી. હું બહુ ગભરાઈ ગયો હતો એટલે મેં બોસ ને વાત ના કરી. પણ મને ખબર નોહતી કે એ ફાઈલ આટલી મહત્વ ની હશે.
જયેશ: ડોન્ટ વરી કોઈને ખબર નહિ પડે. જવા દે જે થયું તે..!આ બંને મિત્રોની જાણ વગર પાછળ થી ઓફીસ નો પટાવાળો બધું સાંભળી રહ્યો હતો. અને જેવી સુરજ ની નજર એની પર પડી કે તરત ત્યાંથી ભાગી ગયો. સુરજ અને જયેશ તરત ઓફીસ માં આવી ગયા પણ ત્યાં સુધી પટાવાળો બોસ ની કેબીન માં પોહચી ગયો હતો.
પટાવાળો બોસ ની સાથે કેબીનમાં કંઇક કહી રહ્યો છે અને સુરજ અને જયેશ તરફ ઇસારા પણ કરી રહ્યો છે.
સુરજ એકદમ ગભરાઈ ગયો છે અને પોતાના માથા પર થી પશીનો સાફ કરી રહ્યો છે. થોડીવાર પછી પટાવાળો બહાર નીકળે છે અને સુરજ ને બોસ ની કેબીન માં જવા ઈસારો કરે છે. બોસ અને સુરજ વચ્ચે થોડીવાર ગરમા ગરમી ભરી વાતો ચાલી અને સુરજે પોતાની ભૂલ સ્વીકારી લીધી પણ તોય, થોડીવાર પછી જયારે બહાર નીકળ્યો ત્યારે ઉદાસ ચેહરા સાથે બહાર આવ્યો. અને પોતનું બેગ અને પોતાનો સમાન પેક કરવા લાગ્યો..! આખો સ્ટાફ એના તરફ રહેમ નજરે જોઈ રહયો પણ કોઈ કંઈ કરી શકે એમ ન હતું. ઓફીસ ની બારી માંથી બહાર આથમતો સુરજ દેખાઈ રહ્યો હતો અને બીજી તરફ ઓફીશ માંથી સુરજ પોતાનો સામાન લઈને નીકળી રહ્યો હતો. કુદરત જાણે બેય જગ્યાએ એકજ સીન ચલાવી રહી હતી. થોડીવાર માં બધા પોતપોતાના કામ માં લાગી ગયા. બારી બહાર નો સુરજ ડૂબી ગયો હતો અને ઓફીસ માંથી સુરજ નીકળી ગયો હતો.
સુરજ ગુસ્સામાં ઘરે આવ્યો છે અને ઓફિસનો ગુસ્સો ઘરે ઉતારવા જઈ રહ્યો છે. ઘરમાં ગુસતાંજ પોતાની બેગ અને ટાઈ આમતેમ ફેકે છે. અને બુમા બુમ કરે છે.સુરજ: ક્યાં ગઈ...? રોશની ક્યાં છે..?
પરી હજુ બાજુ વાળા ના ઘરે થી રમી ને આવી નથી અને રોશની પોતાના બેડરૂમમાં સુતેલી છે
સુરજ: આટલું મોડું થઇ ગયું તોય તું હજુ મહારાણીની જેમ આરામ કરી રહી છે જમવાનું કોણ બનાવશે?રોશની (ધીમાં અને દુખી અવાજે): જમવાનું બની ગયું છે પણ..!!
સુરજને જેવી જાણ થઇ કે રોશની આરામ નહિ પણ પીડા થી પરેશાન થઇ ને પડી છે કે તરત રોશની તરફ દોડ્યો.
સુરજ: રોશની શું થયું ?રોશની: કંઈ નહિ આતો..!
બસ આટલું બોલીને બેહોસ થઇ ગઈ. સુરજ તરત રસોડામાંથી પાણી નો ગ્લાસ લાવી તેના ચેહરા પર છાંટે છે. થોડીવાર પછી રોશની જાગે છે અને બધું નોર્મલ થઇ જાય છે.
સુરજ: વળી પાછી તે દવા બંધ કરી નાખી ને..?
રોશની: અરે, હું ગઈકાલે લઈજ આવવાની હતી પણ રહી ગઈ. રોશની પોતાની જાત ને સ્વસ્થ કરતા બોલી.
સુરજ: દવા હજુ નથી લાવી..?! મેં તને બે દિવસ પેહલા પૈસા આપ્યા’તા ને દવા માટે તો લઇ લેવી જોઈયેને.
રોશની: એ તો હું લેવા ગઈ હતી પણ, સામે થી પરી ના રીક્સવાલા ભાઈ મળી ગયા અને એને જરૂર હતી અને આમેય આપણું ત્રણ મહિના નું ભાડું બાકી હતું એટલે મેં એને આપી દીધા. અને મને એમ કે હું બે દિવસ ગોળી નહિ ખાવું તો ચાલશે. પણ આતો ફક્ત ચક્કર જેવું હતું એટલે થોડો આરામ કરવા..!!સુરજ: બસ હવે તારે કંઇજ બોલવા ની જરૂર નથી. તું રેહવા દે..! અને આગળ કંઇજ બોલ્યા વગર સુરજ બસ રોશની ને પોતાની બાહો માં લઈને બેસી રહ્યો. થોડીવાર સુરજ અને રોશની એક બીજા સામે જોઈ રહ્યા અને પોતાની બધી સમસ્યાઓ ને જાણે કઈ બોલ્યા વગર સમજી ગયા અને એક બીજા ને કંઈ પણ સમજાવ્યા વગર બસ જમવા તરફ વળ્યા. અને સમય અને પરિસ્થિતિ એવી હતી કે સુરજ પોતાની નોકરી છૂટી ગયા ની વાત પણ ના કરી શક્યો. અને કાલે ઉઠીને પોતાના નોકરીના અનુભવ અને પોતાના પોર્ટફોલીઓ ના દમ પર બીજી નોકરી શોધી લેવા મક્કમ બન્યો.
આજ નો દિવસ મોહિની માટે ખાશ છે. પોતાના મોબાઈલમાં વાત કરી રહી છે. અને પોતે આજે ઓફિસમાં પોતાનો પેહલો દિવસ છે એટલે કોલેજ નહિ આવી શકે એમ જણાવી રહી છે.
રોશની: અરે, યાર ના હું આજે નહિ આવી શકું મારે જોબ પર પેહલો દિવસ છે. તું નોટ્સ લખી લેજે હું તારી પાસે થી લઇ લઈશ. ઓકે.
ભૂમિ(ફોન પર): અરે યાર તો તું ઓફીસ અહિયાં આવીને પણ જઈ સાકી હોત આટલી વેહલી તારી ઓફિશ ખુલી ગઈ છે કે ..?મોહિની: આરે યાર, તું સમજ ને આજે મારો પેહલો દિવસ છે અને મારે મોડા નહોતું પોહ્ચવું એટલે જરા ઉતાવળ માં કોલેજ આવવાને બદલે ડાયરેક્ટ ઓફીસ આવી ગઈ. તું બધું લખી લેજે હું કોપી કરી લઈશ ઓકે.
ભૂમિ(ફોન પર): ઓકે ઓકે મારી માં બધું લખી લઈશ બસ. તું ટેન્સન ના લેતી. બસ.
મોહિની: ઓકે બાય.મોહિની ફોન મૂકી પોતાના કામમાં લાગી ગઈ.
સુરજ પોતાની જોબ છૂટી ગયા ના ગમ માં ઉદાસ થઇને પોતાનું બાઈક સાઈડમાં પાર્ક કરીને બસ સ્ટેન્ડ પાસે એક બેંચ પર બેઠો છે અને ન્યૂસ પેપર માં નવી જોબ શોધી રહ્યો છે. અને અમુક એડ્રેસ ટીક પણ કરી રહ્યો છે. અને ફોન પર ફોન કરી રહ્યો છે.
સુરજ: હેલ્લો ‘અબક કુ.’ હેલ્લો સર, મેં જોબ માટે ફોને કર્યો છે તમારી એડ છે ન્યુશ પેપરમાં તો તમારે ત્યાં વેકેન્સી છે. મેં એમબીએ કર્યું છે. અને જોબ એક્ષ્પિરિયન્શ પણ...!!
સામે થી આખી વાત સાંભળ્યા વગર જ ‘ના’ નો જવાબ આવે છે.
બીજો ફોને કરે છે
સુરજ: હેલ્લો. મેમ હું સુરજ. મેં ફોન કર્યો હતોને કાલે જોબ માટે તો તમે બોસ ને વાત કરી છે. કોઈ વેકેન્સી છે મારા લાયક..?.
આ વખતે પણ સામે થી કોઈ સારો પોસિટીવ જવાબ મળતો નથી. સુરજ કંટાળીને ઉભો થાય છે અને પેપર નો ડૂચો કરી ગુસ્સાથી ફેકે છે. અને પોતે જે ઘરે થી તાઈ-બાઈ, ઇન્સર્ટ કરી ને તૈયાર થઈને આવ્યો છે એ સુંદર દ્રશ્ય એને બાજુ માં પાર્ક કરેલી ગાડીના કાંચ માં દેખાય છે અને આ બધું જોઇને એને જીંદગી પોતાના પર ચિડાય ખાતી હોય તેમ લાગી રહ્યું છે. પણ તોય હિમ્મત હાર્યા વગર પોતાની તાઈ ઉતારી પોતાની બેગ ખભે નાખે છે અને ત્યાંથી નીકળી જાય છે. અને મન માં પોતાની જાતને સમજાવે છે ‘એક વખત ક્ષિતિજે ડૂબેલો સુરજ પણ જો બીજા દિવસે ઉગી નીકળે છે તો હું પણ એક સુરજ જ છું હું પણ એક દિવસ મારી ભરપુર રોશની સાથે ઉગી નીકળીશ અને આ દુનિયા ને દેખાડી દઈશ કે હું પણ એક ચમકતો ‘સુરજ’ છું’.
વધુ આવતા અંકે...!
Story By: Suresh M Patel (Mob. 9879256446 / skumar_1068@yahoo.com)
########## ######################### ############################