Mrutyu No call books and stories free download online pdf in Gujarati

મૃત્યુ નો કોલ

મૃત્યુ નો કોલ.(
ભાગ-૧)
આ નવલિકા મુખ્ય બે પાત્રો ની છે જે પોતાની જિંદગીને પોતાના નિયમો અને હિમ્મત થી જીવવા માટે મથી રહ્યા છે. બંને પાત્રો પોતાના અને પોતાના પરિવાર માટે ઘણું બધું કરવા માંગે છે. અને પોતાના પરિવાર ને દુનિયા ની બધીજ ખુશીઓ આપવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. બંનેની જીંદગી એકબીજા થી ખુબ અલગ છે અને એકબીજા થી જુદી છે, પણ જીંદગી બંનેને એક દિવસ એવા મુકામ પર મિલાવી દે છે કે એ દિવસ પછી બંને ની આખી દુનિયા બદલાઈ જાય છે. અને એ પણ સામસામે નહિ પણ માત્ર એક ફોન પર થી. એક ના માટે આ ફોન કોલ માત્ર એની નોકરી કે એની આજીવિકા માટે ની કોશિશ હોય છે પણ, બીજા ના માટે એ કોલ મુત્યુ નો કોલ સાબિત થાય છે...!તો આવો આ બંને પાત્રોની જીંદગી જીવવાની એમની ખુમારી અને હિંમ્મ
તની આપણે પણ સફર માણીએ.
આ બે પાત્રો છે. સુરજ અને મોહિની.
સુરજ
એક મેહનતું, ઈમાનદાર, અને મિડલ ક્લાસના નીચામાં નીચા ક્લાસમાં આવે એવા ક્લાસ નો માણસ.
ખુબ મેહનત કરીને, સેવિંગ કરીને, નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાના પરિવારને કરોડપતિ પરિવાર બનાવવાનું સપનું લઈને જીવતો માણસ.
જેમતેમ કરીને એક નોકરી મેળવવામાં એને સફળતા મળી ગયી. અને એ કંપનીમાં જોબ ચાલુ કરી ત્યાર થીજ ખુબ મેહનત કરતો રહ્યો પણ આ બધી મેહનત અને ગમે એટલી વફાદારી હોય તોય આ સેલ્ફીશ દુનિયામાં ક્યાં સુધી ચાલે છે..! એ તો બધા જાણેજ છે. સુરજની નાની આંખોમાં સપનાઓ બહુ મોટા છે. પોતાની દીકરીને શહેર ની સારામાં સારી સ્કુલમાં ભણાવવી છે અને મોટી કરીને એને આશમાન ની ઉંચાઈઓ સર કરાવવી છે એટલે કે એને પાયલોટ બનાવવી છે. અને પોતાની પત્ની રોશની જેને એ લગ્ન ના બીજાજ દિવસ થી બસ બધી વસ્તુઓના ફક્ત સપના જ બતાવી શક્યો છે એને સાચેજ એ બધા સપનાઓ સાકાર કરીને બતાવવા છે. બસ જીવનમાં એક વખત એની પત્ની ને એને પોતાના તરફ થી આપેલા વાયદાઓ અને વચનો પુરા કરીને બતાવવા છે. પણ જીંદગી બધા માટે ક્યાં પોતાની નરમાઇ બતાવે છે..!! જીંદગી તો જે માણસ દુખી હોય તેને વધુ દુખી કરવા મથતી હોય છે.!
નાનો પરિવાર. મોટી આશાઓ.
જેટલું કમાતા એટલું તો જીંદગી જીવવામાં ખર્ચાઈ જતું...!
મહિનાના એન્ડમાં જયારે ખાતામાં પગારના પૈસા આવે એના પેહલા તો ઘરનું ભાડું, રાશન-પાણી, લાઈટ બીલ અને ખર્ચાઓના બીલ આવી જતા...!!
પણ, તોય સુરજ એના પરિવાર ને કોઈ દિવસ માયુશ કે નિરાશ થઈને પોતાની મજબુરીઓ દેખાડતો નહિ. પણ પૂરી મેહનત થી આગળ વધતો.

મોહિની
એક ખુબસુરત, નટખટ, ચંચળ, અને સંસ્કારી છોકરી.
પોતાના પરિવારની બધી આશાઓ એના કરિયર પર ટકેલી છે એ બખૂબી જાણતી હતી. અને એટલેજ કોલેજની શરુઆત થીજ જોબ માટેની તૈયારીઓ કરી લીધી હતી.
અને કોલેજ માં જઈને કોઈ પ્રેમી પંખીડાની જેમ સપનાઓની દુનિયામાં ઉડવાનો સમય એની પાસે નથી એ એને ખબરજ હતી એટલે પ્રેમ કે આજના જમાનાના ટાઇમ પાસ લવ ગેમ માટે સમય છે જ નહિ....! અને કોઈ રોમિયો એની સામે આવી ગયો તો સમજી લ્યો કે એ ગયો કામ થી..!! કેમકે એની ગરીબી અને મજબૂરી નો ગુસ્સો એ બીજા કોઈ પર કાઢી ના સકતી એટલે કોઈ આવો મુરતિયો જયારે એની કે એની બેહનપણીઓ ની મસ્તી કરે તો આવીજ બન્યું..!!
પોતે લગ્ન કરીને ઠરીઠામ થાય એવું એ અત્યારે તો વિચારી પણ ના શકે કેમકે એના પર એના અપંગ માં-બાપની જવાબદારી છે. એટલેજ તો પોતાના સપનાના રાજકુમારને સપનામાં જ રાખ્યો છે.!
અને મમ્મી પપ્પાની મુરતિયો જોઈ લેવાની ધમકીઓ પણ એને નજર અંદાજ કરી નાખી છે.!
ગણા બધા ઈન્ટરવ્યું પછી એક ફાઈનાન્સ કંપનીમાં ટેલી માર્કેટિંગમાં જોબ મળી.
કોલેજ, ઘર અને જોબ બધું એકી સાથે સંભાળતી. તોય કોઈ પણ કામ પ્રત્યે એ કોઈને પણ ફરિયાદ કરતી નહિ..!! અને જિંદગીને બસ પોતાની ખુમારી થી જીવતી..!! અને એની સખીઓ ને કેહતી કે જીંદગી માં જો ઠોકરો ના લાગે તો જીંદગી જીવવાની શું મજા..!! ક્યારેક એની ફ્રેન્ડસ ખીજાતી કેમકે કોલેજમાં કાયમ થોડી મોડી પડતી. પણ એની સખીઓ ને મોહિનીના મન ની દુવિધા થોડી ખબર હતી કે એના મસ્તી મજાક ના સમય ને એ પોતાની મજબૂરી ના સમય માં વટાવતી હતી..!! એટલે મોડી પડતી દરેક જગ્યાએ..!!
આવી આ નોખી અને પોતાના વહેણમાં વેહતી નદીઓ જેવી જિંદગીઓ ને કુદરત કેવી રીતે પોતાના પ્રવાહમાં ભેળવીને આ દુનિયાદારી ની ઘંટીમાં પીશી નાખે છે.


શહેર થી થોડે દુર રોડ ની એક સાઈડ બાઈકની પાસે સુરજ, રોશની એમની દીકરી પરી (એના પ્રિય રમકડા પ્લેન સાથે) વાતો કરી રહ્યા છે.
પરી: પપ્પા હું મોટી થઈને આવુજ પ્લેન ઉડાડીસ અને તમને પણ એમાં લઇ જઈશ હોને..!સુરજ: ચોક્કસ, ચોક્કસ હો બેટા તું એક’દી જરૂર પ્લેન ઉડાડીશ.

રોશની: તમે પણ શું એને ખોટા સપનાઓ બતાવો છો.?સુરજ: કેમ
? તને એવું કેમ લાગે છે.? તને મારા પર ભરોસો નથી કે ?રોશની: ના એવું નથી..! પણ.
આ ગરીબી પર હવે તમારાથી વધારે ભરોસો અને ડર લાગી રહ્યો છે.
સુરજ: અરે ગાંડી. હવે શું ડરવાનું મને જોબ તો મળી ગઈ છે..!રોશની: પણ, એમાં તો ફક્ત આપણા
ઘર ભાડા, રાશન, અને બધા બીલ માંડ ભરાય છે. ત્યાં હવે આ પ્રાઇવેટ મોંગી સ્કુલની ફી ક્યાંથી ..?સુરજ: એ બધું મારા પર છોડી દે. હું પાર્ટટાઇમ માં બીજી જોબ જોઈ રહ્યો છું.

રોશની: અરે સુરજ તમે હજુ કેટલા દોડસો.?સુરજ: અરે ત
ારા માટે થોડું દોડું છું, આપણા સપનાઓ માટે દોડું છું તો આપણી પરી માટે પણ થોડું વધારે દોડીશ એટલે બધું સેટ થઇ જશે.
દીકરી: પપ્પા જુઓ મારું પ્લેન ઉડયુ. જુઓ એ જાય.
સુરજ, રોશની અને પરી બધા ઉડતા પ્લેન ને જોઈ રહ્યા છે. કુદરત પણ પોતાના સુરજને જાણે પોતાની પાસે બોલાવી રહી છે એમ અંધકાર નું આગમન થઇ રહ્યું છે. અને સુરજ, રોશની અને પરી પણ પોતાના ઘર તરફ મંડાણ કરી રહ્યા છે.

સવાર સવાર માં રોજ ની જેમ આજે પણ મોહિનીને મોડું થયી ગયું છે અને પોતાની ફ્રેન્ડસ ની કમ્પ્લેઇન ને સોલ્વ કરવા મથી રહી છે. મોહિની મોબાઈલ પર પોતાની ફ્રેન્ડ સાથે વાત કરતા કરતા પોતાની સ્કુટી પાર્ક કરી પાર્કિંગમાંથી ફટાફટ કોલેજ કેમ્પસ ની અંદર જઈ રહી છે.
મોહિની: હા..હા... ભૂમિ બસ આવીજ ગઈ છું. પાર્કિંગ માં છું.
ભૂમિ (મોબાઈલ પર): અરે યાર કેટલી વાર થી તું પાર્કિંગ માં છું, અને આવું છું, આવું છું કરે છે જલ્દી આવ.
મોહિની : તારી પાછળ જો બસ આવી જ ગઈ.
ભૂમિ (મોબાઈલ પર): શું યાર આતો તારું રોજ નું થયું. લાગે છે હું આજે પણ તારા લીધે શરત હારી જઈશ.
મોહિની પોતાના વાળ સરખા કરી મોબાઈલ બેગ માં મૂકી જલ્દી દોડી. અને બધાની માફી માંગી અને રોજની પોતાની ‘મસ્તીવાળી’ ક્લાસ માં જોઈન થઇ ગયી.
ભૂમિ અને મોહિની કોલેજ પતાવીને નાસ્તો કરવા પોતાની ફેવેરીટ કેન્ટીનમાં બેઠા છે અને આજે મોહિની એક સરપ્રાઈઝ આપવાની છે. કદાચ એ ભૂમિ માટે સરપ્રાઈઝ ઓછું અને શોક વધુ હોઈ શકે..!
મોહિની: આજે તારા માટે એક ગુડ ન્યુશ અને એક બેડ ન્યૂશ છે. બોલ તારે પેહલા શું સાંભળવું છે.
ભૂમિ: તું મને જે સંભળાવે એ મારે મંજુર છે પણ તારું આ રોજ રોજ મોડું આવવું અને મારા થી આટલું અલગ રેહવું મંજુર નથી યાર તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તુજ મારા થી દુર દુર રહે છે.
મોહિની: હું તો બસ મારા કામ માં ફસાયેલી રહું છું એટલે બાકી તારા માટે તો મારી પાસે ૨૪ કલાક છે.
ભૂમિ: હા હવે બોલ શું છે તારું સરપ્રાઈઝ..?મોહિની: અરે યાર મેં તને કહ્યું તું ને આજે મારે એક ઇન્ટરવ્યુમાં જવાનું હતું.
ભૂમિ: હા, તો..?
મોહિની: તો હું એમાં પાસ થઇ ગઈ. એટલે જ તો સવાર માં મોડું થયું હતું.

ભૂમિ: ઓહ કોન્ગ્રેટ્સ. તો હવે ઘર, મમ્મી પપ્પા અને આ જોબ. તને મારા થી વધુ દુર કરી નાખશે એમને..!મોહિની: અરે, ભૂમિ કેમ હું કોલેજ તો આવીશ જ. આપણે મળીશું ને રોજ અને મસ્તી કરીશું.

ભૂમિ: અને બેડ ન્યુશ..?
મોહિની (થોડી ધીરેથી) : હું કાલ થી ટ્યુશન ક્લાસમાં નહિ આવી શકું ..?
ભૂમિ: શું ક્લાસ પણ નહિ આવે..?! અરે, યાર મોહિની તું તો ગ્રેટ છે યાર મહાગ્રેટ..!મોહિની: અરે બસ હવે મને મસ્કા મારવા નું રેહવા દે..!

ભૂમિ: ના યાર, તું આ બધું આટલું સરળતા થી કેવી રીતે કરી લે છે. તારા પપ્પા નું પેન્સન તો હવે ફક્ત તારી મમ્મીની દવાઓમાં વપરાઈ જાય છે અને વળી આંટી ની આ બીમારી પણ એવી પર્માનેન્ટ થઇ ગયી છે કે જાણે એને તારા ઘરે કાયમ માટે ફાવી ગયું છે.
મોહિની: છોડ ને હવે એ તો બધું ચાલ્યા કરવા નું. તું બોલ તારો એ વોટ્સઅપ વાળો જાનું શું કરે છે.?
ભૂમિ(સરમાઈને): કંઈ નહિ એ તો મઝા માં હોય ને ..! પણ મને તારી..!ભૂમિ
આગળ કંઇક કહે એ પેહલા એના મોબાઈલમાં વોટ્સઅપ મેસેજ આવી ગયો.મોહિની:
કોણ..? જાનું આવ્યો લાગે છે નહિ..!!ભૂમ
િ: હસી ને હા.. સાંજે મુવીનો પ્લાન છે. તું આવીશ?
મોહિની: ના મારા થી નહિ અવાય.
ભૂમિ: અરે યાર ક્યારેક તો ટાઇમ કાઢ. અને હા હું એ કેહતી’તી કે તું પેલા આશિષની ફેસબુક રીક્વેસ્ટ કેમ ઘડી ઘડી રીજેક્ટ કરે છે. તારા FB પર તારો કોઈ મેલ ફ્રેન્ડ જ નથી હદ છે યાર.!મોહિની
(થોડી ઇરીટેટ થઈને): યાર મને આ ફેસબુક, વોટ્સઅપ,આ બોયફ્રેન્ડ અને લવ-બવ માટે ટાઈમ નથી. મારે તો જીંદગી માં બહુ આગળ વધવું છે. મારા માટે, મારા મમ્મી–પપ્પા માટે અને તમારા માટે પણ..!
ભૂમિ: ઓહો...સોરી સોરી માં દુર્ગા મારી ભૂલ થઇ ગઈ. તું તારા રસ્તે હું મારા રસ્તે ઓકે.
મોહિની: યેસ હવે તું સમજી ગઈ. ચલ હવે મારે મમ્મી ની વીહલચેર લેવા જવી છે રીપેર કરવા મૂકી હતી.
ભૂમિ: ઓકે ચાલો.
મોહિની અને ભૂમિ પોતાની મસ્તીમાં ને મસ્તીમાં જિંદગીની કથીણાઈઓને પણ ક્યારે અને કેવી રીતે માત આપી ગઈ છે એ એમને પણ ખબર નથી.
વધુ આવતા અંકે...!
Story By: Suresh M Patel (Mob. 9879256446 / skumar_1068@yahoo.com)

#######################

બીજા રસપ્રદ વિકલ્પો