ડ્રીમવર્લ્ડ : ૧ - પ્રકરણ : ૩ Dream World દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમવર્લ્ડ : ૧ - પ્રકરણ : ૩

“ડ્રીમવર્લ્ડ” : ૧

પ્રકરણ : ૩

પ્રસ્તાવના

“ડ્રીમવર્લ્ડ” સંપૂર્ણપણે એક વૈજ્ઞાનિક તથ્યને લગતી કહાની છે. વાર્તામાં બનતી નવી નવી ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો વિચારમંત્ર ચિત્રણ છે.

આ કહાનીમાં અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતાં મિત્રો દર્શાવામાં આવ્યાં છે, જેમાં અલગ વ્યક્તિત્વ સાથે જ સ્વભાવ પણ વિપરીત હોય છે. દરેક મિત્રો પોતપોતાની ખામીઓને ઓળખવા લાગે છે. આ ખામીઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા “સપના” માં જઈ, આ ખામીઓને દૂર કરવા માટે પડકારો ઝીલે છે.

આ કહાનીમાં “સપના” આવવાનું વૈજ્ઞાનિક કારણ શું છે ? સપનું દરમિયાન આપણા મગજ અને શરીરમાં કયા ફેરફાર થવા લાગે છે? આ સપના દ્વારા જ આપણે શું શું કરી શકીએ છીએ ? એ આ “ડ્રીમવર્લ્ડ” ની કહાનીનાં માધ્યમ દ્વારા આપણાને જાણવા મળશે.

વાચક મિત્રો, “ડ્રીમવર્લ્ડ” ની કહાની જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ તમને પણ અહેસાસ થશે કે આ “ડ્રીમવર્લ્ડ” ની કહાની તો અમારા જીવન માટે પણ ઉપયોગી બની રહેશે.

“ડ્રીમવર્લ્ડ” ની કહાની અનોખી સાબિત થવાની છે જેમાં સાહસ, નિર્ણય, આચકો અને જ્ઞાન એમ બધાનો જ અનુભવ મળી રહેશે, કારણકે ડ્રીમવર્લ્ડ: ૧, ડ્રીમવર્લ્ડ: ૨, ડ્રીમવર્લ્ડ: ૩ એમ ત્રણ ભાગોમાં આ કહાની ચાલવાની છે.

જેમાં ડ્રીમવર્લ્ડ : ૧ નું, પ્રકરણ: ૩ આજે આપણે વાંચીશું. વાચક મિત્રો, આ અનોખી કહાની વાંચવા માટે તૈયાર થઈ જાઓ. આશા છે, અમારા વાચક મિત્રોને, આ રહસ્યમય કહાની પસંદ આવશે.

ખૂબ આભાર,

“પ્રજ્ઞેશ ઠુંમર” – “પ્રવિણા માહ્યાવંશી”

“ડ્રીમવર્લ્ડ” : ૧

પ્રકરણ: ૩

“ડ્રીમવર્લ્ડ” પ્રકરણ:૧ અને પ્રકરણ :૨ માં આપણે વાંચ્યું કે અર્પણ નામના દોસ્તે અચાનક દસ માળની બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો, એ પણ હસતાં મુખે, જેણે કોઈ પણ વાતનો રંજ ન હતો....

ગ્રુપના બધા જ મિત્રો મિતેશના ઘરે મળ્યા હતાં. ત્યાં જ અચાનક શરદ ઉબકા કરતો, ઉલટી કરતો ઘરમાં પ્રવેશે છે, શરદને લોહીથી ઘણો ડર લાગતો હતો તેથી તેની હમેશાં એવી હાલત થઈ જતી...એવી જ રીતે ગ્રુપના બીજા અમુક દોસ્તોને પણ અમુક ચીજોનો ડર સતાવતો હોય છે....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે દોસ્તો એ ડર કયા કયા હશે? એ વિસ્તૃતમાં વાંચવા માટે “ડ્રીમવર્લ્ડ” નાં પ્રકરણ:૧ અને પ્રકરણ:૨ જરૂર વાંચજો....

હવે આગળ.....

ત્યાં જ મિતેશ વચ્ચે જ બોલી પડ્યો, “રાહુલ પણ તો લડાઈથી ભાગે છે !!”

ગ્રૂપમાંના દરેક ફ્રેન્ડને એકમેકની કમજોરી તથા કોણે શેનાથી ડરવાની સમસ્યા નડે છે એ વાતથી પણ દરેકજણ સારી રીતે વાકેફ હતાં.

ત્યાં જ રાહુલ ઘણો ગંભીર થતાં કહ્યું, “ યાર આ ડરનું કંઈક કરવું પડશે !!”

બધા મિત્રોનું ધ્યાન રાહુલનાં ગંભીર ચેહરા પર થંભી જાય છે.

શરદ પોતાનાં વિચારોમાંથી બહાર નીકળે છે અને તે સાથે જ કહેવાં લાગે છે, “ હા આ ડરનું સાચ્ચે જ કંઈક કરવું પડશે. હું મારી જ વાત કરું તો હજુ તો મારી ઉંમર ઘણી નાની છે. મારા પર હજુ સુધી એવી ઘરની કોઈ જવાબદારી નથી આવી. પરંતુ મોટા થતાં વાર ક્યાં લાગે અને જિમ્મેદારી આજે નથી પણ કાલે તો આવાની છે જ. અને જો આવનાર સમયે મારા પરિવાર પર કોઈ દુઃખનો પહાડ તૂડી પડ્યો હોય ત્યારે હું પણ મારા આ ડરને લઈને હાથ ઉંચો કરી લઉં તો આવા ડરપોકતાના માટે, જિંદગીમાં હું પોતાને જ માફ નહિ કરી શકું.”

શરદનો આવો જવાબ સાંભળી બધા જ મિત્રોમાં ચુપકીદી છવાઈ ગઈ. બધા જ મિત્રો ફરી પોતપોતાનાં વિચારોમાં સરી પડયા. આ બધા ફ્રેન્ડોમાં પ્રજ્ઞેશ જ ડર થી ફ્રી રહેતો, કારણકે તેને ડર નું વૈજ્ઞાનિક કારણ ખબર હતું. કિશન શાંત પ્રકૃતિ ધરાવતો હતો. કિશન અને મોહિતને ડર ઓછો લાગતો હતો, બાકી ગ્રૂપનાં બીજા છ ફ્રેન્ડોને ડર કોઈ ને કોઈ કારણસર સતાવતો જ રહેતો હતો.

“બસ, હવે કંઈ રસ્તો દેખાડ પ્રજ્ઞેશ, તું ફક્ત આ ડર નું કારણ બતાવ?” રાહુલે જોશથી કહેવા માંડ્યું.

પ્રજ્ઞેશ સમજી ગયો, “કે જો આજે નહિ કહું તો મારા મિત્રો આખી જિંદગી નહીં સમજી શકે કે ડર છે શું? મગજમાં ડર શું કામ ઉદ્દભવે છે? આખા શરીરમાં કંઈ ક્રિયા ચાલતી હોય છે? મગજમાં કેવા પ્રકારના કેમિકલો દ્વારા ફેરફારો થતાં રહે છે ?”

બે મિનીટ સુધી તો પ્રજ્ઞેશ આ બધી વાતો શાંતિથી વિચારી રહ્યો હતો. પછી ઊભો થઈને માર્કર પેન ઉઠાવી અને સામે દિવાલ પર સફેદ કલરના ચોરસ લાગતા બોર્ડ પર બ્લુ માર્કર વડે લખવા લાગ્યો. બધા જ ખુરશી પર બેઠેલા ફ્રેન્ડોનું ધ્યાન પ્રજ્ઞેશ તરફ થઈ ગયું, અને ગંભીર થઈને શાંતિથી જોવા લાગ્યાં.

પ્રજ્ઞેશ લખતા અટક્યો. અને બધા ફ્રેન્ડોની સામે જોતા કહ્યું, “ Inception , મુવી જોઈ છે કે નહીં ??”

આ ગ્રુપના બધા જ દોસ્તો આજની પેઢીના હતાં, અને આજની પેઢીને તો હોલીવુડ મુવીનો પણ ગજબનો ક્રેઝ લાગેલો હતો. અને એમાં પણ “Christopher Nolan” નામના ફિલ્મમેકરની તો બધી જ મુવી જોવા જ રહી ! પ્રજ્ઞેશનો પ્રશ્ન સાંભળતા જ બધા જ દોસ્તો એકસાથે પોકારી ઉઠ્યા, “ હા..આઆઆઆઆ.. જોઈ.”

પ્રજ્ઞેશ જવાબ આપે છે, “ તો એ મુવીમાં એમ હતું કે માણસ સપનામાં જાય છે. એમાં એ લોકો, એક માણસના મગજનાં સપનામાં જઈને આઈડિયા ફીટ કરે છે, કારણકે સપનામાં માણસનું મગજ દસ ગણું કામ કરે છે.”

આટલું કહીને પ્રજ્ઞેશ, બોર્ડ પર એક મગજનું ચિત્ર પાડે છે. બધા જ મિત્રોને સારો એવો રસ આવી ગયો હતો, પ્રજ્ઞેશની વાત સાંભળવા તથા પ્રજ્ઞેશ જેવી રીતે મગજને ડ્રો કરી રહ્યો હતો એ જોવામાં...

પ્રજ્ઞેશે કહેવાં માંડ્યું, “ મિત્રો આ આપણું મગજ છે, અને મગજ એક કેમિકલ ફેક્ટરી હોય છે.” પ્રજ્ઞેશે માર્કર પેન નાં ઈશારા દ્વારા સમજાવા માંડ્યું.

એટલું બોલતાની સાથે જ બધા જ મિત્રો પોતપોતાનાં ખુલ્લી આંખો વડે વિચારોમાં પડી ગયા, અને પોતાનાં મગજમાં ઈમેજીનેશન કરવા લાગ્યાં, તેઓ પણ જાણે એનિમેશનની જેમ ચિત્રો દોરતા હોય એમ વિચારોના ચિત્રો પોતાનાં મગજના કોમ્પ્યૂટરમાં દોરવા લાગ્યા.

પ્રજ્ઞેશ શબ્દો ઉચ્ચારવા લાગે છે ત્યાં તો પ્રજ્ઞેશને અટકાવતા મિતેશ બોલ્યો, “ પ્રજ્ઞેશ તે જે સિકકા વાળી રીત અને થીયરી કહી હતી, તે પહેલા સમજાવને..”

મિતેશના વચ્ચે ટપકવાથી બધા જ મિત્રોનો રસ ભંગ થઈ ગયો, બધા જ મિત્રો એકસાથે જ મિતેશના ભણી જોવા લાગ્યાં. મિતેશની આ ખરાબ આદતથી બધા જ વાકેફ હતાં, જયારે પણ કોઈ અગત્યની વાત ચાલી રહી હોય ત્યારે તે પહેલા ડોકિયું કરતો. બધા મિત્રો મળીને મિતેશ પર ખિજાયા. અને બે ચાર ટપલી પણ ટપારે છે, સાથે લાત અને ઢીકા બીજા ચાર પાંચ આપ્યા તે અલગ થી....પણ મિતેશ ભાઈ સુધરે એવાં ન હતાં, તે પોતાનું જ ધારેલું કરતો. પણ આટલો મેથીપાક ખાધો એટલે તે હમણાં ચૂપ જ રહ્યો.

પ્રજ્ઞેશે મિતેશ બાજું જોઈને કહ્યું, “ તું જરા શાંત રહેશે, તો એનો પણ જવાબ મળી રહેશે.”

પ્રજ્ઞેશ ફરી બોર્ડ પર બધા મિત્રોનું ધ્યાન દોરાવ્યું. બધા મિત્રો ફરી ગંભીર થઈને પ્રજ્ઞેશ જે સમજાવા લાગે છે એના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગી ગયા, જાણે આજે આ બધા જ મિત્રો ડરને ઓળખીને ખાતમો કરવા માગતા હોય...!! કારણકે બધા મિત્રોનો પ્રોબ્લેમ પણ એક જ હતો, અને તે હતો “ ડર ”.

પ્રજ્ઞેશ સમજાવા લાગ્યો, “ આપણા મગજમાં કોઈપણ પ્રકારના વિચાર આવે કે કોઈપણ પ્રકારની સંવેદના જાગે ત્યારે મગજમાં એક પ્રકારનું કેમિકલ બંધાય છે. જેવા પ્રકારનું કેમિકલ બને છે તેવા જ પ્રકારના વિચારો પણ આવે છે. પરંતુ ડરનું કેમિકલ થોડું લાંબુ ચાલે છે. કારણકે બીજા કેમિકલ જયારે બને છે ત્યારે તે વાયુ કરતા પણ ઝડપી બનીને નાશ પણ તરત જ પામે છે. અને એવી જ રીતે આપણા મગજમાં પણ વિચારો ઝડપથી આવતા જાય છે અને બદલાતા પણ જાય છે.

પ્રજ્ઞેશ જેવી રીતે વાતોને સમજાવતો હતો એવી જ રીતે બધા જ દોસ્તોએ પોતાની આંખોની સામે પોતાના મગજમાં પણ વિચારો દ્વારા કાલ્પનિક ચિત્રણ દોરતા જતા હતાં.

પ્રજ્ઞેશ વાતને આગળ સમજાવે છે, “ આ કેમિકલનાં નાશ પામવા માટે ઓક્સીજન, પ્રોટીન, ગ્લુકોઝની પૂરતી માત્રા માં જરૂર પડે છે. તેનાથી જ વિચારો પણ બદલાતા રહે છે. ડર નાં કેમિકલને હાઈ ઓકિસજન ની ડીમાંડ હોય છે. એટલે કે જયારે ડરના કેમિકલને નાશ કરવો હોય ત્યારે ઓકિસજન ની અધિક માં અધિક માત્રાની જરૂર પડે છે. એટલે કે ડર લાગે ત્યારે શ્વાસ પણ વધી જાય છે. કેમ કે જેટલો શ્વાસ વધે તેટલો ઓકિસજન(પ્રાણવાયુ) લોહીમાં ભળે છે અને એટલો ઓકિસજન મગજને મળે છે.”

બધા જ શાંત થઈને સાંભળી રહ્યાં હતાં. પ્રજ્ઞેશે ફરી કહેવાં માંડ્યું, “ પરંતુ આ ડરનું કેમિકલ જયારે પણ બને છે ત્યારે સ્ટ્રોંગ જ બને છે. આ વધુ પડતા શ્વાસોશ્વાસમાં, શરીરના બીજા અંગો પર, મગજ પોતાનું કંટ્રોલ ઓછું કરી દે છે. એટલે કે ત્યારે ઉલટી, ચક્કર, કે ક્યારેક માણસ બેભાન પણ થઈ જાય છે અથવા તો ક્યારેક તાવ પણ આવી જાય છે.”

સાયન્સ બધાનો તો મનગમતો વિષય નથી જ રહેતો, પરંતુ અહિયાં એવી સિમ્પલમાં જાણકારી પ્રજ્ઞેશ દ્વારા મળી રહી હતી, થોડુંક હમણાં તો સમજવા માટે અઘરું લાગતું હતું પરંતુ સવાલ ડર નો હતો, તેથી પ્રજ્ઞેશ પણ સરળ રીતે સમજાવી રહ્યો હતો, અને બધા જ દોસ્તો તેને સારી રીતે ઈમેજીનેશન કરી સમજવાનો ધ્યાનથી પ્રયત્ન કરી રહ્યાં હતાં.

ફરીથી સમજાવતાં પ્રજ્ઞેશે કહ્યું, “ જેવી રીતે હ્રદય રોગના દર્દીનું મૃત્યુ ગભરામણનાં કારણે થાય છે. પરંતુ આમાં મગજ અને હ્રદયને એકમેક સાથે કોઈ સંબંધ રહેતો નથી, પરંતુ જયારે મગજમાં ડર આવે ત્યારે હ્રદય વધુ ધબકવા લાગે છે, તેથી તેને ઓકિસજનની વધુ જરૂર પડે છે. હવે હ્રદય રોગના દર્દીનું જો થોડું પણ હ્રદય વધુ ધબકવા લાગે તો તેને વધુ ડર લાગી જાય છે કે, “કંઈ મને થઈ ના જાય !!” અને આવા જ વિચારો દ્વારા મગજ માં બનતું ડરનું કેમિકલ વધુ સ્ટ્રોંગ બનતું જાય છે. જેમ ડરનું કેમિકલ વધુ સ્ટ્રોંગ તેમ ધબકારા પણ વધતા જાય છે અને એમ ઓકિસજનની પણ જરૂરત હ્રદયને વધી જાય છે, એક તો પહેલાથી જ હૃદય રોગ હોય એમાં પણ ડરના કારણે મન વધુ ડરતું જાય અને તેથી જ હૃદય રોગના દર્દીને ડરના લીધે હુમલો, હૃદય સ્ટ્રોક, હેમરેજ, બ્રેઈનસ્ટ્રોક અને છેવટે મૃત્યુ પણ થઈ શકે છે.”

“હ્રદય રોગના દર્દીને હોરર મુવી જોવાની મનાઈ છે અને આવી સૂચના ઘણી જગ્યા પર જોવા મળે છે.” મિતેશે ફરી વચ્ચે જ ટાપસી પૂરી.

રસભંગ થતાં દોસ્તોએ ફરી મળીને મિતેશ પર હાથ સાફ કર્યો, અને સાથે જ મોઢા પર પટ્ટી મારવાની પણ ધમકી અપાઈ ગઈ.

“હા પણ આ બધી વાત તો તારી બરાબર પ્રજ્ઞેશ, પણ મુદ્દો તો એ છે કે, અમે અમારા આ ડર નું શું કરીએ?? આ ડરને દૂર કંઈ રીતે કરવાનું ? આ ડરની સામે અમે કેવી રીતે લડીએ ??” અર્પણે ગંભીર થઈને એક પછી એક પ્રશ્નો પુછ્યા.

“હા એ જ તો કહું છું હવે, ફ્રેન્ડ્સ, સાંભળો હવે ધ્યાનથી...” પ્રજ્ઞેશે ગંભીર થતાં કહ્યું.

(ક્રમશઃ ...)