દિ શા shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિ શા

દિશા

"કામિની આન્ટી નો ફોન હતો" -સંજય પ્રિયા ને કહી રહ્યો હતો.

તને મળવા બોલાવી છે.

જવા ની છે ?

મને નથી લાગતું તારે જવું જોઈએ.

હું અને તું બને જાણી એ છે કે કેમ બોલાવી હશે તને, ખાલી ખોટું ઘર ની વાત ઘર માં રહે તો સારું. પછી તારી મરજી.

સંજય એટલું બોલી ચાલ્યો ગયો.

એને ઓફિસે જવાનું મોડું થતું હતું. પ્રિયા એ કામ માં મન પરોવા નો પ્રયતન કર્યો પણ ક્યાં થી મન પરોવાય.

શું કરું શું ના કરું કઈ સમજાતું જ નહતું, જવું કે ના જવું કામિની આન્ટી ને મળવા ?

જો જઈશ તો સવાલ પૂછશે અને પછી ગામ માં પંચાત કરશે એ અલગ. અને હવે અમને કોણ સમજવે કે બધું અઘરું થતું જતું જાય છે.

પાછા એમના ઉપકાર। ..નહિ જાઉં તો ખોટું લાગશે.

સંજય અને પ્રિયા ના લગ્ન ને 5 વર્ષ થઇ ગયા હતા. શરૂઆત ના 3 વર્ષ તો ખુબ સરસ ગયા પણ ધીમે ધીમે ઝગડા થવા લાગ્યા, અને ઝગડા અબોલા માં પરિણામવા લાગ્યા અને છેલ્લા 1 વર્ષ થી તો બે જણા કામ પૂરતું જ બોલતા થઇ ગયા.

અને હવે બને જણા અને એક બીજા ની હાજરી પણ ખંટાતી નહતી. સંજય અને પ્રિયા બને નાની વાત પર બસ ઝગડ્યા કરે.

તે દાળ માં મીઠું કેમ ઓછું નાખ્યું ?

તું વાળ ખુલા કેમ રાખે છે ?

તને ખબર નથી મને ચા થોડી પણ ઠંડી નથી ભાવતી.

અને આ બાજુ પ્રિયા ની ફરિયાદો ,

મને બાર કેમ નથી લઇ જતો?

મને ઓફિસે થી ફોન કેમ નથી કરતો એવું તો કેટલું કામ હોય.

અરે પલંગ પર ટુવાલ કેમ મુક્યો ?

આવી કઈ કેટલી નાની નાની રોજિંદી ફરિયાદ હતી.

એ ઉપર બને ને બાળક પણ નહતું એટલે બને ના મન માં એવો વસવસો પણ હતો.

ગયા મહિને સંજય એ હિંમત કરી વાત કરી ને કીધું કે -"જો પ્રિયા તું પણ જાણે ને છે ને હું પણ જાનુ છું કે આપણે કેટલાય સમય થી ઝગડા ચાલે છે આપણે વાતો પણ નથી કરતા,નથી આપણે કોઈ સંબંધ રહ્યા.ખાલી એક છત નીચે જીવીએ છે તો એના કરતા તને નથી લાગતું કે આપણે છુટા પડી જવું જોઈએ."

થોડી વાર માટે તો પ્રિયા છૂટાછેડા ના નામ થી ગભરાઈ ગઈ. પણ એને બી આ વાત સાચી લાગી.

જ્યાં એક બીજા ને જોઈ ને ગૂંગણામ થાય એના કરતા તો અલગ થઇ જવું સારું.

બને જણા અમદાવાદ રહેતા હતા ને તેમના માતા- પિતા બરોડા રહેતા . સંજય ની નોકરી અમદાવાદ માં છે તો લગન પછી બને અમદાવાદ જ રહેતા હતા અને બહુ બરોડા જવાનું પણ નહતું થતું. પ્રિયા ક્યારેક તેના પિયર જઈ આવતી હતી. બસ! બાકી સાસરે બહુ જતી નહિ એને સાસુ બહું જબરા લગતા. આમ બને નું એક સરખું જીવન જતું હતું ક્યારેય કોઈ પરિસ્થિતિ બદલાતી નહિ.

પણ જયારે ખબર પડી તો બધા ડઘાઈ ગયા. કોઈએ વિચાર્યું નહતું કે એવું પણ પરિણામ આવશે ,આમ! તો પરફેક્ટ લાગતું કપલ આવું કરશે.

બને ના માતા- પિતા એ સમજવાનો પ્રયત્ન પણ કર્યો પણ પરિણામ શુન્ય આવ્યું.

****

હિમ્મત કરી, પ્રિયા કામિની આન્ટી ના ઘરે ગઈ.

મન તો માનતું નહતું જવા માટે કારણકે હવે જે કોઈ મળતું હતું એ બધા છૂટાછેડા ના જ સવાલ પૂછતાં હતા અને પ્રિયા કંટાળી ગઈ હતી જવાબ આપી આપી ને.

તે જાણતી હતી કે બધા ને તે કારણ નહી સમજાવી શકે.

હવે વારો હતો કામિની આન્ટી નો....

****

પ્રિયા એ કામિની આન્ટી ના ઘર ની ડોરબેલ વગાડી.

દરવાજો ખુલતા 5 મિનિટ લાગી.

પ્રિયા નું મન ઘભરાયેલું હતું તે જાણતી હતી કે કામિની આન્ટી તને લડશે એવું કેમ કર્યું હાજર સવાલ પૂછશે. બધા ની જેમ અને જવાબ આપવા પડશે.

સંજય તો છટકી ગયો,ના જઈશ એમ કહી ને પણ ગ્યા વગર ચાલે એમ નહતું. હવે બધા જવાબ મારે એકલી ને આપવા પડશે, આવા કઈ કેટલાય વિચારો મન માં ચાલુ હતા.

ત્યાં દરવાજો ખુલ્યો.

સામે કામિની આન્ટી હતા.

એમના મોઢા પર ગુસ્સો ન હતો બલ્કિ સ્માઈલ હતી.

પ્રિયા ને આશ્ચર્ય થયું।

કામિની આન્ટી કહ્યં-" આવ, બેસ અંદર ."

"હું પાણી લઇ આવું તારી માટે."

પ્રિયા કઈ ના બોલી શકી તેનું ગાળુંએમ પણ સુકાતું 'તું. કામિની આન્ટી સમજી ગયા તેની પરિસ્થિતિ. તે પણ જમાના ખાધેલા હતા તે પણ જાણતા હતા કે તે શું કરી શકે અમે છે. તેમને પ્રિયા ની માં ને વચન આપેલું કે તે ગમે તેમ કરી પ્રિયા - સંજય ના છૂટાછેડા નહિ થવા દે.

શરૂઆત તેમને આડી-અવળી વાતો થી કરી.

પ્રિયા ને વધુ ને વધુ નવાઈ લાગવા-લાગવા લાગી. કેમ ,કામિની આન્ટી છૂટાછેડા ની વાત નહિ કરતા? જાણે હું ખાલી એમને મળવા જ આવી હોઈ એવું જ લાગે છે.

એટલું બધું શાંત કેમ છે ???

ત્યાં કામિનીઆન્ટીકીધું કે-"તેમનો દીકરા ની દીકરી નાવ્યા અહીંયા થોડા દિવસ માટે રહેવા આવાની છે પણ એક સમસ્યા છે કે તેમને એ જ વખત હરિદ્વાર જવું પડે આમ છે,તો નાવ્યા ને 4-5 દિવસ માટે અને ઘરે રાખીશ ?"

આ સાંભળતા જ પ્રિયા એ વખતે રાહત નો શ્વાસ લીધો અને તરત જ હા પડી દીધી

પ્રિયા ને માનવ માં જ નહતું આવતું કે કામિનીઆન્ટી એક પણ વાર અને વિષે કઈ કેમ ના પૂછ્યું.

પછી શાંતિ થી ઘરે જતી રહી।.

રાત્રે સંજયએ પૂછ્યું-" કામિનીઆન્ટીને ત્યાં શું વાત થઇ ?"

પ્રિયા એ લાંબા સમય પછી ચિડાયા વગર હસતા જવાબ આપ્યો કે-" કઈ નહિ બેંગ્લોરે થી તેજનસુ ની દીકરી નાવ્યા અવાની છે ત્યારે કામિનીઆન્ટી નથી તો આપણા ઘરે રહેશે."

આ વાત સંભાળી સંજય એ પણ રાહત નો શ્વાસ લીધો. પણ નવાઈ તો લાગી જ .

"નાવ્યા કેટલી ક્યુટ છે નહિ?"- સંજય એ પ્રિયા ને પૂછયું.

"હા ! "-પ્રિયા એ હસતા જવાબ આવ્યો.

"કદાચ આપણું સંતાન હોત તો એવું જ હોત નહિ"- સંજયે ફરી વાત કરી.

"હા !" આ વખત જવાબ માં પ્રિયા નો નિસાસો પણ હતો.

કેટલા સમય પછી બને જણા વચ્ચે શાંતિ થી લડાઈ ઝગડા વગર વાત થઇ.

લગભગ બને જણા એ 1 કલાક સુધી વાતો કરી.

અને બને ના મન માં એક જ સવાલ હતો કાશ એવું હમેશા હોત તો !!

પણ બને ને એવું લાગતું હતું કે હવે બધું પૂરું થઇ ગયું છે ગયેલો સમય પાછો નહિ આવે અને ક્યારે પેહલા જેવું નહિ થાય.

પણ કામિનીઆન્ટી ને વિશ્વાસ હતો બધું પેહલા જેવું થઇ જશે, કદાચ પેહલા કરતા પણ વધારે સારું..!!

****

2 દિવસ પછી નાવ્યા આવી ગઈ રહેવા.

4વર્ષ ની નાવ્યા ખુબ સુંદર હતી તેની મમ્મી ની જેમ.

એટલી નાજુક પણ હતી .

સંજય અને પ્રિયા બેન ખુશ થઇ ગયા નાવ્યા ને જોઈએને।

બને નાવ્યા ની આગળ પછળ ફરતા, બધું જ ધ્યાન રાખતા. ખાવા- પીવા નું સુવા નું. નાવ્યા ને કોઈ પણ વાત ની કમી ના આવી જોઈ એનું બને જન ધ્યાન રાખતા.

સંજય દિવસ માં એક વાર ઓફિસે થી પ્રિયા ને ફોને કરી નાવ્યા વિષે પૂછી લેતો.

4 દિવસ દરિમયાન સંજય ને પ્રિયા બને એક પણ વાર ઝગ્યા નહતા.

એની બદલે બને જણા હસી હસી ને વાત કરતા નાવ્યા ના સુઈ ગયા પછી.

આજે નાવ્યા ને પાછી મુકવા જવા નું હતું.

સંજય ને પણ જવું હતું નાવ્યા ને મુકવા એટલે પ્રિયા અને સંજય બને સાથે કામિનીઆન્ટી ના ઘરે ગયા.

બને ચેહરા ઉપર ની મુસ્કાન જોઈએ કામિનીઆન્ટી સમજી ગયા કે તેમનો પ્લાન કામ કરી ગયો છે.

અને આજ સમય છે સમજવા નો પ્રિયા ને સંજય ને.

નાવ્યા નેં અંદર લીધા પછી તેને રમવા મોકલી દીધી.

ચા - નાસ્તો પતાવ્યા પછી કામિનીઆન્ટી વાત ચાલુ કરી.

"જિંદગી એક મનોરંજન છે જેમાં દર વખતે કાંઈક નવું નવું કાર્ય કરવું પડે. તો જ એમાં રસ રહે છે નહીંતર એ રસહીન થઇ જાય છે

બગીચો કેટલોય સુંદર હોય છતાંય માળી કામ કરવું પડે છે કાંટા ને ખરી પડેલા પાન
પણ કાઢવા પડે છે સુંદર મઝા નો આકાર આપવો પડે છે ત્યારે એ બગીચો બને છે સુંદર. "

પ્રિયા ને સંજય બેન વિચાર માં પડી ગયા કે કામિની આન્ટી આ શું કહી રહ્યા છે ??

કામિની આન્ટી વાત ચાલુ જ રાખી બને ની સામું જોયા વગર

"લગ્ન જીવન પણ કૈક એવું જ છે જેમાં દરરોજ પડે કૈક નવું ને નવું કરૂકરવું પડે છે તો જ એમાં રસ રહે છે નહીંતર ફિક્કું લાગે છે અને નોબત છૂટાછેડા ની આવે છે."

હવે બને જણા સમજી ગયા વાત કઈ ચાલી રહી.

સંજય થોડો અકળાઈ ગયો. હરીફરી ને આ જ વાત આવી.

ત્યાંજ કામિની આન્ટી કીધું કે-" બાળક એક વસ્તુ છે જે ભાર નહિ પણ જરૂરત છે લગ્ન જીવન ને જીવીત રાખવા.

હા! શું થઇ ગયું અગર પોતાનું બાળક ના હોય તો દત્તક પણ લઇ જ શકાય ને

તમે બને જણા કેટલા ખુશ લાગો છો નાવ્યા જોડે તો તમારું બાળક હોય તો બને ને છુટા પાડવા ની જરૂર પડે.

હું બધાં ની જેમ સવાલ નહિ કરું કે અલગ કેમ થાવ છો? શું સમસ્યા છે ?છૂટાછેડા પછી શું?

બસ એટલું જ કહીશ કે આ બાગ ને પાણી પાવા ની જરુરુ છે."

****

આખી રાત ન સંજય સુઈ શક્યો કે ન પ્રિયા સુઈ શકી.

બને જણા આજ વિચારતા રહ્યા કે કામિની આન્ટી ની વાત સાચી છે.

બીજા દિવસ સવારે નાસ્તા વખતે સંજય એ વાત કરી

કામિની આન્ટી ની વાત સાચી છે મને એમ લાગે છે કે આપણે એક બાળક દત્તક લઇ લેવું જોઈએ.પ્રિયા એ કઈ બોલ્યા વગર ડોકું હલાવી હસતા મંજૂરી આપી દીધી.

****

મહિના પછી બને ને ના ઘરે 3 મહિના ની દીકરી દિશા હતી અને દિશા નામ પણ એટલે જ રાખ્યું કારણકે એમની નવી જિંદગી ને એક નવી દિશા મળી. ખરેખર બને ની વચ્ચે ફરી પ્રેમ ની બહાર આવી

હજી પણ નાની નાની વાતો માં ઝગડા થતા પણ દિશા ને જોતા બને બધું ભૂલી જતા.

****