હીટ એન્ડ રન shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હીટ એન્ડ રન

“બે વર્ષ થઈ ગયા, હવે શું કામ યાદ કરે છે ?”-દિવ્યાબેને શુભમ ને કહી રહ્યા હતા.

ત્યાં એમની વાત કાપતા જ દુષ્યંતભાઈ છાપા માંથી મોં કાઢતા બોલ્યા –“હજી વધુ લાડ કરો તમારા આ લાડલા ને, હજી બગાડો એને. એને ક્યાં ભાન છે કે અનો બાપો શું કરે છે? બસ! ભાઈ ને રખડી ખાવું છે અને પાછા તમે અને ભૂલવા નું કહો છો, બસ! તમારા લીધે જ, હા! તમાર લીધે જ આ પરિણામ આવ્યું છે પેહલે થી એના વાંક તમે ઢાંકતા રહ્યા છો જોયું ને શું થયું ? અને હજુ પણ એને એમ કહો કે આ ભૂલ યાદ રાખી ફરી ભૂલ ના કરે!”

એકી શ્વાસે બોલ્યા પછી પાછું એમને છાપામાં મો નાખી દીધું.

“હા હા તમને ક્યાં કઈ પડી જ છે, બસ! તમે ને તમારા પૈસા, પૈસા જ પૈસા કમાવ-કમાવ કરો કોઈ દિવસ એમ થાય કે છોકરાઓ ને પૈસા સિવાય પણ કઈ બીજું આપી એ- ‘સમય’ ? ના, આવું ક્યાં થી થાય અને આવ્યા! મને કેહવા તમે છોકરાઓ ને બગડો છો..”

દિવ્યાબેન વધુ કઈક બોલવા જતા હતા ત્યાં અટકી ગયા. તેમને થયું. અહી કઈ બોલી ને મતલબ નથી અને દરરોજ ની માફક ફરી ઝગડા થશે એના કરતા ના બોલવું સારું.

ત્યાં મોબઈલમાં થી મોઢું બહાર કાઢી સિમી એ જોયું તેને વાતવરણ ગરમ લાગ્યું તે પણ પગ પછાડતી પછાડતી અંદર જતી રહી બે વર્ષ થી આ ઘર ની શાંતિ છીનવાઈ ગઈ હતી અને એ પણ શુભમ ની નાની ભૂલ ના લીધે હવે જયારે જયારે આ વાત ખુલતી તો સિમી જતી રેહતી તે થાકી ગઈ આ વાત સાંભળી સાંભળી ને.

દુષ્યંતભાઈ કાપડ ના બહુ મોટા વેપારી છે. તેમનો અમદાવાદ માં સેટેલાઈટ માં પોતા નો બંગલો છે એ ઉપરાંત ન્યુ ક્લોથ માર્કેટ માં પોતા ની ત્રણ-ત્રણ દુકાનો છે. બહુ મોટો કારોબાર ચાલે, દિવસ રાત કામ, કામ ને બસ કામ. તેમને ન’તો ઘર માં બહુ રૂચી રેહતી અને નહતો સામાજિક પ્રવૃત્તિ માં રસ લેતા.

આ બધા થી તદન વિરુદ્દ્ધ તેમના ધર્મ પત્ની દિવ્યાબેન, જે ધર્મે વૈષ્ણવ અને એમના મને કૃષ્ણ ભગવાન સર્વસ્વ હતા. હમેશા મારો કાનુડો મારો કાનુડો કરતા. તેમના ૨૫ વર્ષના લગ્ન જીવન દરિમયાન ૨૪ વર્ષ નો શુભમ ને ૨૨ વર્ષ ની સીમી છે. તેમનું કામ ફક્ત ઘર નું ધ્યાન રાખવાનું, છોકરાઓ નું ધ્યાન રાખવા નું ને કિટી પાર્ટી કરવા નું. તેમને વાર તેહવાર અને સગા સબંધી બને પેહલા આવતા. તેઓ એક પણ વ્યવહાર ચુકતા નહી પણ ગરીબ ઘર માં મોટા થયેલા દિવ્યાબેન ને અહિયાં પૈસા ની બિલકુલ તકલીફ નહતી એટલે તેમના દીકરા દીકરી ની બધી જિદ્દ પૂરી કરતા હતા જે તેમના માટે જ શ્રાપરૂપ સાબિત થયું હતું.

એમ.બી.એ થયેલો શુભમ રખડપટ્ટી માં હોશિયાર છે. ભણવું તો એને બિલકુલ પસંદ નહતું પરાણે બાપા ના પૈસે લેહર કરી ભણ્યો. નાની નાની હરકતો કરવી, તોફાન મસ્તી કરવી., આખો દિવસ મિત્રો સાથે રખડવું, આ બધા તેના લક્ષણો હતા. પિતા ના લાખ કેહવા છતાં પણ તે તેમના ધંધા માં જતો નહતો.

બસ! આખો દિવસ મિત્રો ની સાથે રાખડી ખાવું, મન ફાવે તેમ હરવું ફરવું. એમાય જો બાપુ ને મિત્રો મળી જાય તો તો પતી ગયું પછી દુનિયા નું અંતિમ બિંદુ. ન આગળ કશું દેખાય ન પાછળ કશું દેખાય. તેની માટે તો પપ્પા પાસે થી જુઠું બોલી બોલી પૈસા લઇ જવાના ને પછી કાફે માં બેસી બેસી ઉડાડી મારવા ના. એટલે એવું કહી શકાય બડે બાપ કી બિગડી ઓલાદ.

સીમી ઘર માં સૌથી નાની હતી. ઘર માં બધા ના લાડ પ્રેમ તેને મળેલા એટલે તે સૌથી વધારે જીદ્દી થઇ ગઈ હતી. તેને આ વસ્તુ જોઈએ એટલે જોઈએ અને જો ના મળે તો તેના ધામપછડા ચાલુ થઇ જાય. અને તેનું મૂળ વ્યસન મોબઈલ હતું. તેને ખાવા-પીવા નું ના મળે તે ચાલે પણ જો મોબઈલ બે ઘડી દુર થયો તો આખુ ઘર માથે લઇ લેતી. સિમી બી.સી.એ. કરે છે પણ એ કોલેજ રૂમ કરતા એ કેન્ટીન માં વધુ જોવા મળતી. તેના બધા ફ્રેન્ડ તેને સેલ્ફી ક્વીન કહી ને ચીડવે કારણકે તે આખો દિવસ ફોટા પડી પડી ને સોશિયલ મીડિયા પર મુક્યા કરે. તેની આ જ આદત દિવ્યાબેન ને બિલકુલ પસંદ નહતી. પણ સિમી આગળ કોઈ નું કઈ ચાલતું નહિ.

છાપા ની હેડલાઈન વાંચી ને શુભમ નું મન ખરાબ થઇ ગયું. ફરી એક વાર ગભરાઈ ગયો. તે જાણતો હતો તેના પપ્પા તેમની બધી તાકાત લગાવી દેશે તેને બચાવવા, પણ તેમનું વર્તન અજીબ થઇ ગયું હતું એટલે તેને હવે ડર લાગવા લાગ્યો હતો કે કયાંક તેના પપ્પા તેને બચાવશે નહિ તો?

ત્યાં જ તેના ફોન માં રીંગ વાગી, દિવ્યેશ કેમ ફોન કરે છે મને? તેને સમજાયું નહિ. બને જણે નક્કી કરેલું કે તે લોકો ક્યારેય હવે વાત નહિ કરે. અને અચાનક આજે દિવ્યેશ નો ફોન કેમ આવ્યો ?

તેને ફોને ઉપાડ્યો.

“કેમ આટલી વાર કરી ફોન ઉપાડવા માં? જો સમજી લેજે હું તને કહી દઉં છું, ક્યાય કોઈ જગ્યા એ મારુ નામ ના આવું જોઈએ નહિતર તને યાદ છે ને હું તારી પોલ ખોલી દઈશ. હું બધા ને કહી દઈશ કે તું શું કરે છે?”

અને પછી તરત ફોન કાપી દીધો.

ફરી શુભમ સમસમી ગયો. કાલે શું થશે શું નહિ થાય તે તેના દિમાગ માં ચાલવા લાગ્યું. વાસ્તવિકતા કરતા ડર બહુ વધારે માણસ ને ખોખલા કરી દે છે. કાલે શું થશે શું નહી થાય એની ચિંતા માણસ ને અંદર અંદર થી ખાઈ જાય છે. દિલ મુંજાઈ જાય ને દિમાગ અટકળો કર્યા કરે. એક નાની અમથી ભૂલ માણસ ને મજબુર કરી દે, લાચાર બનાવી દે.

સિમી શુભમ ના રૂમ આગળ થી પસાર થતી હતી ને તે શુભમ ને આ રીતે વાત કરતા ને થરથરી જતા જોઈ ગઈ. તે આવું માનતી હતી કે કઈક એવી વાત છે જે શુભમ છુપાવે છે. નહીતર શુભમ ડરે એમાં નો તો નથી. પણ એ દિવસે આવું કઈક તો થયું હોવું જોઈએ કે શુભમ ડરતો થઇ ગયો છે.

“કોનો ફોન હતો ?” સિમી એ શુભમ ને પૂછ્યું.

“દી..દિવ્યેશ ....”

“કોનો?” ફરી સિમી એ સવાલ કાર્યો.

“કોઈનો નહિ.” મો નીચે કરી શુભમ મેં જવાબ આપ્યો.

“હું તને પૂછું છું કોનો ફોને હતો કે તું આટલો બધો ગભરાઈ ગયો?”

“કીધું ને કોઈ નો નહતો તું તારું કામ કર ને બીજા ની પંચાત ના કર.” શુભમ એ ગુસ્સા માં જવાબ આપ્યો. અને નીચું જોઈ મોબઈલ માં જોવા લાગ્યો.

સિમી ત્યાં થી જતી રહી.

તેને જઈ ને તેના પપ્પા ને વાત કહી.

“પપ્પા તમે ભલે શુભમ ને કઈ પણ કેહતા હોવ પણ કોઈ એવી વાત તો છે જે શુભમ આપણા થી છુપાવે છે, હું નથી માનતી કે તેને એ અકસ્માત કર્યો હોય!”

“હું જાણું છું બેટા “ ગળગળા અવાજે તેમને જવાબ આપ્યો.

“પણ! શું કરું? કાલે શુભમ ના એ ‘હિટ એન્ડ રન’ કેસ ની સુનાવણી છે અને આપણી પાસે તેને નિર્દોષ સાબિત કરવા ના કોઈ પુરાવા નથી.