Life lession from movie books and stories free download online pdf in Gujarati

લાઈફ લેસન ફ્રોમ મુવી

Life Lessons

From the movie

The Martian

Bindiya Maniyar

“The Martian” એક અંગ્રેજી ફિલ્મ ૨૦૧૫ માં આવેલી. જે Andy Weir ૨૦૧૧ માં પ્રકાશિત થયેલ બૂક “ The Martian” પર થી બનાવામાં આવી .કોઈ એક ફિલ્મ બને કેટલા જુદા જુદા પાસા જોવા મળે. આ જ રીતે “ The Martian” પર થી અપને ઘણા life lesson શીખી શકીએ એમ છે.

“The Martian” એક એવી ફિલ્મ જે તમને માણસ ની ઈચ્છા શક્તિ માં માનતા કરી દે. માણસ ઈચ્છે તો પોતાના will power – ઈચ્છા શક્તિ ના બળ પર ધારે તે મેળવી શકે.જો ના જોઈ હોય તો એક વાર જોવા જેવી. ત્યાં સુધી અહી થોડું એ ફિલ્મ વિષે ...

Matt Damon કે જેને ફિલ્મ માં માર્ક વોટ્ટની નું પાત્ર ભજવ્યું છે એક અકસ્માતે અચાનક આવી ચડેલા તોફાન માં ફસાઈ તેની ટુકડી થી અલગ પડી ૩જા માનવ સહીત ના મંગલ મિશન માં મંગલ ગ્રહ પર જ ફસાઈ જાય છે. તેનું કોમમ્યુંનીકેશન એન્ટેના તૂટી જાય છે. એની પાસે કોઈ રસ્તો રહેતો નથી ક નાસા નો સંપર્ક કરે ને કહી સકે કે એ ત્યાં જીવિત છે. એ પછી નું મંગલ મિશન ૪ વર્ષ પછી અને એ પણ ૩૨૦૦ km દુર નક્કી થયેલ છે.એની પાસે જીવન આવશ્યક અનાજ માત્ર એ સમય ના ત્રીજા ભાગ જેટલું જ છે.એક એવી જગ્યા જ્યાં અનાજ તો દુર પાણી તથા ઓક્ષિજન પણ નથી. અને એ એક માત્ર મનુષ્ય પુરા ગ્રહ પર. અને જો એ પોતાના માટે કઈ ના કરી શકે તો બીજી કોઈ મદદ મળી શકવાની કોઈ જ શક્યતા નથી.

  • મુશ્કેલી ગમે ત્યારે ગમે ત્યાં થી આવી શકે. તૈયાર રહો.
  • માર્ક નું ગ્રહ પર ફસાઈ જવું નથી એની ટુકડી નો દોષ કે નથી માર્ક નો દોષ. સમય સંજોગ અને પરિસ્થિતિ જે ક્યારેક કોઈ માણસ ના કાબુ માં નથી હોતી. ગમે તેટલું મેળવો ગમે તેટલા દુર જાઓ જિંદગી ક્યારે ક્યાં સંજોગો સામે લાવી ઉભા રાખી દે એ ક્યારેય કોઈ સમજી ના શકે.જિંદગી એક પલ માં બદલી શકે છે. બદલાવ માટે તૈયાર રહો. બદલાવ સ્વીકારતા શીખવું એ જ જિંદગી જીવવાની ચાવી છે.

    2કામ કરતા રહો કઈ પણ હોય.

    માર્ક માટે પરિસ્થિતિ કેટલી હદે નિરાશા જનક હતી પણ એને આશા ક્યારેય ના છોડી.ગમે તેવી પરિસ્થિતિ નો સામનો કરવા હમેશ તૈયાર રહેવું એ ત્યારે જ શક્ય બને જયારે તમેં તમારી જાત ને કામ કરવા તૈયાર રાખો. ઘણી વાર પરિસ્થિતિ અને ખરાબ નસીબ ને દોષ આપી અપને જ અપની જાત માટે દિલગીરી દર્શાવતા બેસી રહીએ છે જે પોતાની જાત ને ખરાબ નસીબ ને સામેથી સોપી દેવા જેટલી જ ખરાબ છે.

    એકધારી રીતે ખરાબ પરિસ્થિતિ નો વિચાર કરવાની બદલે પોતાની જાત ને એવા કાર્ય માં વ્યસ્ત રાખો જે તમારા મન ને પ્રફુલ્લિત કરે. નવા વિચારો માટે ની જગ્યા બનાવે. સમસ્યા થી મન ને દુર લઇ જાય.

    એક વાર જો મન એકધારી રીતે સમસ્યા થી દુર રહેશે હકારાત્મક પરિસ્થિતિ આપોઆપ જ બનતી જશે દરેક સમસ્યા એની સાથે એનો હલ લઇ ને જ આવે છે બસ હકારાત્મક વિચારો સાથે એને જોવા ની વાર હોય છે

    ૩.ખરાબ પરિસ્થિતિ જેટલી અચાનક આવે એમ જ અચાનક ચાલી પણ જાય

    ફિલ્મ માં માર્ક ના મંગળ ગ્રહ પર ફસાઈ જવાથી શરુ કરી ત્યાં તેનો અસ્તિત્વ ટકાવી રાખવા ના સંઘર્ષ થી લઇ તેના તેની ટુકડી સાથે ના મિલન સુધી ની વાત વણી લીધી છે. બે વર્ષ ના સંઘર્ષ પછી પોતાની ટુકડી ને મળવું એ કેટલું સુખદ હોઈ શકે.

    જીદગી હર પલ એક નવા ચહેરા સાથે સામે મળે. હર પલ એક નવો અહેસાસ લઇ આવે. દરેક પલ માં જિંદગી જીવવી એ જરૂરી છે જન્મ થી લઇ મૃત્યુ સુધી માં જિંદગી હર ક્ષણે બદલાઈ છે અને એ બદલાવ સાથે જો અપને જિંદગી જીવતા શીખી જઈએ તો ખરેખર જિંદગી ને જીવી ગણાય

    ૪ ઘણી વાર સફળતા દેખાય નજીક જાવ ને ફરી એ જ પરીસ્થિતી આવી જાય.

    ફિલ્મ માં માર્ક એક બોટની વિશેષજ્ઞ છે જેને ત્યાં પોતાની પાસે રહેલ સાધનો નો ઉપયોગ કરી બટેકા ની ખેતી કરી જે એક ક્ષણ માં નાની ભૂલ ને કરને નષ્ટ થઇ ગઈ. એ સમયે માર્ક ની નિરાશા એ પલ માં એની એ નિરાશાને એની સાથે તમે અનુભવી શકો. વિચારો કે અશક્ય માંથી શક્ય બનાવેલું કેટલા દિવસ ની મહેનત અને બધું એક ક્ષણ માં નેસ્તોનાબૂદ થઇ જાય. ફિલ્મ નું એ દ્રશ્ય જયારે માર્ક એ નષ્ટ થયેલી ખેતી વચ્ચે જાય છે .કોઈ પણ ના આંખો માં પાણી લાવી દે.

    આવી ક્ષણ માંથી બહાર આવી ફરીથી કામ પર લાગવું ફરી થી ઉભા થવું એ જ જિંદગી એ જ અસ્તિત્વ.

    ૫. એક સમયે એક પગલું.

    દરેક પરિસ્થિતિ ને મૂલવો. તેના નાના ભાગ કરો. જે વસ્તુ તમારા થી સરળતા થી શક્ય છે તેના થી શરુઆત કરો. થોડા આગળ જાશો રસ્તા અપોઅપ ખુલતા જશે. સૌથી નજીક ની સમસ્યા ને પહેલા હલ કરો.જો કઈ નહિ કરો તો કઈ થશે પણ નહિ. શરૂઆત બહુ જરૂરી છે. એકવાર શરૂઆત થશે તમે ચાલવાનું શરુ કરશો પરિસ્થિતિ અપોઅપ અનુકુળ થતી જશે. પણ ચાલવું જરૂરી છે.

    બંધિયાર પાણી પણ ગંદકી બની જાય છે. વહેવું પાણી નો સ્વભાવ છે સમય ની સાથે વહેતા રહેશો તો જ એક પ્રફુલ્લિત જિંદગી જીવવી શક્ય બનશે.

    માર્ક ના અસ્તિત્વ ટકાવી રાખવાની અને તેમાંથી જિંદગી ના ઘણા પાઠ શીખવાની વધુ વાત આવતા અંકે...

    બીજા રસપ્રદ વિકલ્પો