First Rain... books and stories free download online pdf in Gujarati

પહેલો વરસાદ ... યાદ ...અને તું...

ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ

એક અમે પોતે ને બીજો તારો વટ...

-રમેશ પારેખ

અચાનક થી આવેલી માટી ની સુગંધ અને પહેલા વરસાદ ની આહટ ...

કેટ કેટલી યાદો દરવાજે દસ્તક આપતી ઉભી રહી ગઈ .....

શ્રેયા દોડી ને રૂમ ની ગૅલરી માં પહોંચી ગઈ પહેલા વરસાદ ની વાછટ એ એને એની જિંદગી ના દશ વર્ષ પાછળ મોકલી દીધી ... એક સાથે બધી યાદો વંટોળ બની વીટળાઈ ગઈ ...


"please please વિરાજ ફૉન ઉપાડ ...ઉપાડ ફોન વિરાજ ... ક્યાં છો યાર ...."


જેવો ફોન ઉપાડ્યો શ્રેયા એ બસ ચાલુ જ કરી દીધું બોલવાનું " આજ પહેલો વરસાદ આવે ને તું આમ નિરસ થઇ રૂમ માં બેસી શું વાંચે રાખે છે? જલ્દી બહાર આવ હું તારી હોસ્ટેલ ની બહાર જ ઉભી છું...."

વિરાજ ની હા ના છતાંય શ્રેયા ની જીદ સામે એનું કઈ ના ચાલ્યું અંતે ગુસ્સે થતા બહાર આવું જ પડ્યું

શું છે શ્રેયા ??? ખબર છે ને વાંચવા ના સમય એ મને નહી હેરાન કરવાનો ..પણ આ તો શ્રેયા .. માને તો ને

અરે એક ચા પીવા તો બોલાવ્યો .. ચાલ હવે ગુસ્સો છોડ ....

શ્રેયા માટે પહેલો વરસાદ વિરાજ નો સાથ અને સાથે ચા ની ટાપરી એ ચા બસ આજ એક પરફેક્ટ ક્ષણ ...

અને વિરાજ બસ આ બધા થી અલિપ્ત ... એ ભલો અને એની બૂક્સ ભલી ....

ભણવા ના સમય એ એને કઈ ના દેખાય ...ના શ્રેયા ના વરસાદ ના કઈ

શ્રેયા સતત વહેતી ધબકતી જીવન થી ભરી .... શ્રેયા માટે જિંદગી એટલે એક એક પલ ને જીવી લેવા ની અને જાણે એક એક યાદ સંજૉવી ની રાખવાની ....

આજ ફરી એ જ પહેલો વરસાદ બસ નથી શ્રેયા અને વિરાજ નો સાથ ....

રહી છે તો બસ આ યાદો ...

સમય બંન્ને ને આ રીતે અલગ કરી દેશે એ તો કદાચ કોઈ નહિ જાણતું હોય ..


આજ ક્લાસ માંથી નીકળતા વિરાજ ને શ્રેયા કઈ અલગ જ લાગી.. આમ તો થોડા દિવાસ થી વિરાજ ને શ્રેયા ની લાગણી માં પ્રેમ ની સુગંધ દેખાતી હતી .. શ્રેયા અને વિરાજ બેસ્ટ ફ્રેન્ડ ...એક પળ પણ ના ચાલે એક બીજા વગર ... દિવસ આખા માં મળી ના શકાય તો ૧૦ કલાક વાતો કોલ પર ચેટ પર ... એક એક વાત એકબીજા ને કહેવા જોઈએ ...

.. અને બંને ના સંબંધ એટલા તો પારદર્શક કે જાણે એક બીજા ની સાથે એવી રીતે વાત કરી શકે કે જાણે પોતાની જાત સાથે વાત કરી શકે એટલે વિરાજ એ સીધું જ શ્રેયા ને પૂછ્યું " શ્રેયા કેમ મને લાગે છે કે તારા તરફ થી આ ખાલી મિત્રતા નહિ પણ કઈ વધુ છે ..."

" હા વિરાજ હું ઘણા સમય થી તને કહેવા ઇચ્છતી હતી પણ મને જ નતું સમજાતું કે શું છે ?.. તારી અચાનક ની બીમારી એ મારી તારા તરફ ની વ્યાકુળતા જે ક્ષણે વધારી દીધી ત્યારે જ સમજાઈ ગયું કે ...."

મને નથી ખબર કે આ પ્રેમ જ છે કે ..હું હજુ કોઈ નામ આપવા પણ નથી ઇચ્છતી ..

વિરાજ કઈ ના બોલ્યો બસ ચાલ્યો ગયો ... એ પછી અચાનક વિરાજ ના કોલ ઓછા .. મળવાનું ઓછું ..

શ્રેયા એ ઘણું પૂછ્યું કે શું ભૂલ થઈ મારી... લાગણી હોવી અને પારદર્શક બની કહેવું એ ગુનો ??

પરંતુ વિરાજ એ એક ચુપ્પી જ ધારણ કરી લીધી ...

ધીમે ધીમે વિરાજ શ્રેયા થી દૂર થતો ગયો ... શ્રેયા એ બધી કોશિશ કરી કે સમજે કે થયું શું??

એક દિવસ વિરાજ બોલ્યો કે "શ્રેયા હું તને નથી ગુમાવા ઈચ્છતો ... બસ મારા દૂર થવા નું કારણ આ જ...

શ્રેયા કઈ સમજી નહિ ...

વિરાજ ને ક્યારેક ભવિષ્ય ના કોઈ ફ્લેશ આવતા .. કોઈ અંદેશા ભવિષ્ય ના ... એને ઘણી વાર શ્રેયા ને કીધેલું કે આજ એવું થશે અને થાય પણ ... એક વાર વિરાજ એ સવારે શ્રેયા ને કહેલુ કે ખબર નહિ કે આજ મારી સાથે કઈ ખરાબ થશે .. ક્યાંય એક્સિડન્ડ ન થાય તો સારું ... શ્રેયા કહે પાગલ છો એવું નહિ સોચવાનું .. કઈ ના થાય .આખો દિવસ કઈ ના થયું સાંજે ખાલી રસ્તા પાર વિરાજ નું બાઈક સ્લીપ થયું ..

"શ્રેયા જે દિવસે તે મન તારી લાગણી ઓ કીધી મેં બહુ વિચાર્યું પણ ખબર નહિ મગજ માં એક જ વાત કે જો આપણા લગ્ન થશે તો બે માંથી એક ને કઈ થઇ જશે ..."

શ્રેયા બહુ રડી કે "આ શું? આ પાગલપન છે વિરાજ આવું કઈ ના થાય ...હું કાંઈ નહિ થવા દવ તને "

પણ આ તો વિરાજ એક વાર જે નક્કી કરી લીધું ...

બહુ કોશીશ કરી શ્રેયા એ કે વિરાજ ને સમજાવે ...પરંતુ એક વાત શ્રેયા બહુ સારી રીતે સમજતી કે પ્રેમ માં કોઈ ફોર્સ ના હોય એ તો બસ હોય ...

એને મન ને તો માનાવી લીધું કે એનો અને વિરાજ નો સાથ બસ આટલો જ ..

આજ વિરાજ કદાચ એની જિંદગી માં ખુશ છે ...શ્રેયા હમેશા વિચારે છે કે કાશ આ પહેલો વરસાદ વિરાજ ને પણ ભીંજવતો હશે મારી યાદો થી??

અને શ્રેયા માટે આજ પણ પહેલો વરસાદ કેટકેટલી યાદો સાથે સવાલો લઇ ને આવે છે કે નસીબ કોને કહેવાય ...

શું ખરેખર બંને ના લગ્ન થયા હોત તો બંને માંથી એક ને કઈ થઇ ગયું હોત ??? નથી થયા તો પણ શ્રેયા એ તો ખરેખર વિરાજ ને ગુમાવી જ દીધો ને ...

શ્રેયા જીવે છે અને આજ પણ વિરાજ ની યાદો ની વાંછટ એને ભીંજવી જાય છે ... પહેલો વરસાદ .. ચા નો કપ .. બધું છે નથી તો બસ વિરાજ નો સાથ ...

બીજા રસપ્રદ વિકલ્પો