Ichchhashakti books and stories free download online pdf in Gujarati

ઈચ્છાશક્તિ

Power of Desire – ઈચ્છાશક્તિ

Bindiya Maniyar

દરેક વ્યક્તિ ને એની જિંદગી માં કઈ ને કઈ જોઈએ જ છે. કોઈ વ્યક્તિ એવી ના હોય ક જેને કોઈ ઈચ્છા જ ના હોય. હોય કોઈ ? કદાચ તમે કહેશો હા હોય જ ને – તપસ્વી, સાધુ... પણ શું ખરેખર તપસ્વી સાધુ એ લોકો ને કોઈ ઈચ્છા નથી જ હોતી ? હોય જ છે મોક્ષ ની ઈચ્છા અંતે એક ઈચ્છા તો હોય જ ....

પોતાની ઈચ્છાપૂર્તિ માટે દરેક વ્યક્તિ કોશિશ કરતી રહે જ છે કોઈ વધુ કોઈ ઓછી. શું બધા ની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે? શક્ય જ નથી? પણ શું આ માની બેસી જવાનું ક બધા ની ઈચ્છા પૂરી નથી થતી તો અપની પણ નહિ થાય?

પોતાની ઈચ્છા પૂરી કરી શકવા સમર્થ વ્યક્તિ અને અપની વચ્ચે શું ફેર?

દરેક વ્યક્તિ પાસે મન ની એક શક્તિ હોય છે – power of Desire – ઇચ્છાશક્તિ

મન ના બે ભાગ હોય છે જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન

જાગ્રત મન એ ત્યારે કામ કરે જયારે તમે સંપૂર્ણ જાગ્રત અવસ્થા માં હોય છો. જયારે અર્ધ જાગ્રત મન એ ચોવીસે કલાક કામ કરે છે તમે જાગ્રત હો કે સુતા હો જેને આંતરમન પણ કહેવા માં આવે છે.

પહેલા અપને જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચે નો ફર્ક સમજીએ પછી શીખે કે ઈચ્છાપૂર્તિ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

જાગ્રત મન અર્ધજાગ્રત મન

કાર્યશક્તિ૧૦ %૯૦%

માલિકનોકર

માંગ કરે જાગ્રત મન જે માંગે તે આપે

ધ્યેય નક્કી કરેધ્યેય મેળવે

વ્યક્તિ ની પોતાની શક્તિઅંતરાત્મા ની શક્તિ

વિચારી શકે વિચારી ના શકે

માર્યાદિત શક્તિઅમર્યાદિત શક્તિ

સમય સ્થળ ની મર્યાદા કોઈ બંધન નહિ

અર્ધ જાગ્રત મન પાસે કોઈ વિચાર શક્તિ નથી પણ શક્તિ અમાપ છે. જાગ્રત મન જે હુકમ કરે જે માંગે એ પૂર્ણ કરવા એ હરહમેશ કોશિશ કરે.

પરંતુ કઈ પણ વસ્તુ ઈચ્છા અર્ધજાગ્રત મન સુધી પહોચાડવા એક નિશ્ચિત રસ્તો હોય છે.

અપણે આપણી ઈચ્છાપૂર્તિ માટે અર્ધજાગ્રત મન પાસે કામ લેતા શીખવાનું છે. શરૂઆત નાની નાની વાતો થી કરવાની.

કઈ પણ માંગતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે અપને જોઈએ છે શું?

આપણે આપણી જિંદગી પાસે શું ઇચ્છીએ છે? અપનો ધ્યેય શું છે?

જો તમે તમારી જિંદગી ને design નહિ કરો તો એ આપ મેળે design થશે અને તમારે એ સ્વીકારવી પડશે.

ક્યારેક થાય મેં આવું તો નતું ઈચ્છયું? પરંતુ તમે વિચાર્યું હતું ક તમે શું ઇચ્છતા હતા?

જિંદગી પાસે થી ખરેખર શું જોઈએ છે?

મુખ્ય ધ્યેય શું? અંતે તો એ એક જ – ખુશી

જિંદગી નો હેતુ શું?

સારું બનવું કે ખુબજ સારું બનવું

સમાન્ય બની જીવવું ક અસામાન્ય બની

હવે સવાલ ખુશી શેમાંથી મળે ?

આપના હકારાત્મક ધ્યેય ને જાણી ને મેળવી ને

બરાબર ?

હવે ધ્યેય તો જોયું પણ હકારાત્મક ધ્યેય એ શું?

જે ધ્યેય નક્કી કરો છો જે મેળવવાની ઈચ્છા રાખો છે એ વ્યવહારુ હોવી જોઈએ. તમારી આવડત શક્તિ ને અનુકુળ હોવું જોઈએ. જેમ કે તમારી માસિક આવક ૧૫૦૦૦ છે આવતા વરસ કે આવતા છ મહિના માં તમારી આવક ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ થાય એ ધ્યેય વ્યવહારુ કહેવાય પણ જો તમે એમ વિચારો ક અચાનક મારી આવક ૧૫૦૦૦ માંથી ૧૫૦૦૦૦ થઇ જાય એ વ્યવહારુ ધ્યેય ના કહેવાય.

ધ્યેય હેતુ નક્કી કરો પછી તેમાં balence હોવું બહુ જરૂરી છે

ધ્યેય ચાર પ્રકાર ના હોય

  • ભોંતિક – Physical
  • માનસિક – Mental
  • સામાજિક – Social
  • અધ્યાત્મિક – Spiritual
  • ભોંતિક ધ્યેય એટલે શરીર સુખાકારી, આવક , સંપતિ , ઘર, ગાડી, ઓફીસ વગેરે

    માનસિક ધ્યેય એટલે નવું નવું શીખતા રહેવાની આવડત ઈચ્છા.

    કહેવાય છે “ જે માણસ ગઈ કાલે ભણી ને બહાર આવ્યો છે એ આજે શીખતો નથી તો આવતી કાલે અભણ થઇ જશે” રોજબરોજ ની જિંદગી માં કઈ ને કઈ શીખતા રહેવું બહુ જરૂરી છે.

    સામાજિક ધ્યેય એટલે આપનું કુટુંબ , સમાજ , સગસંબંધી

    અધ્યાત્મિક ધ્યેય એટલે બીજા ને ખુશી આપે એવા કાર્ય.

    બે કહેવેત છે “ ઝાડ ગયું ને જગ્યા થઇ”

    અને “ ફૂલ ગયું ને ફોરમ રહી “

    અપણે વિચારવાનું છે દુનિયા છોડી ને ગયા પછી અપને શું ઇચ્છીએ છે.

    દરેક પ્રકાર ના ધ્યેય પોતપોતાની જગ્યા એ જરૂરી છે અને આ બધા વચ્ચે એકરૂપતા જાળવવી પણ એટલી જ જરૂરી.

    સૌથી પહેલા તમારા નક્કી કરેલા ધ્યેય ને એક કાગળ પર લખી રાખો.

    સવારે ઉઠતા જ તમારે આ ધ્યેય વાંચી યાદ આપવાનું કે આ ધ્યેય ને મેળવવા કાર્ય કરવાનું છે.

    રાતે સુતા પહેલા આ ધ્યેય ને વાંચવાના જેથી તમારું અંતરમન આ ધ્યેય ને સ્વીકારતું થાય.

    થોડા નાના નાના ઉદાહરણ અંતરમન પાસે થી કામ લેવાના.

    જેમ કે,

    રાતે જયારે સુવા જાવ સુતા પહેલા તમારા તકિયા ને ૩ ટકોરા મારી સવારે ઉઠવાનો સમય કહો.

    જેમકે ત્રણ ટકોરા મારી કહો કે “મને સવારે ૫ વાગ્યે ઉઠાડી દેજે.”

    આવું ૫ વાર કહો અને સુઈ જાવ. આ પ્રમાણે કરી તમે આડકતરી રીતે તમારા અંતરમન ની હુકમ આપો છો. આ વસ્તુ જયારે તમે સુવા માટે જાવ છો ત્યારે જ કરવાની છે તેના પછી બીજી કોઈ ક્રિયા કરવી નહિ.

    સવારે ૫ વાગ્યે તમારી આંખ અપોઅપ ખુલી જ જશે.

    બીજું ઉદાહરણ

    ૭ દિવસ માં ચમત્કાર

    રાતે સુતા પહેલા બને તેટલા વિચાર રોકવાની કોશિશ કરો. અર્ધજાગ્રત મન પાસે થી સફળતા પૂર્વક કામ લેવા માટે માનસિક એકાગ્રતા કેળવવી બહુ જરૂરી છે. તમારા મન ને આદેશ આપો કે “આવતા સાત દિવસ માં કોઈ ચમત્કાર થશે”

    સાત દિવસ સુધી રોજ રાત્રે સુતા પહેલા તમારા મન ને આદેશ આપો. રોજ બોલવા માં એક દિવસ ઘટાડો જેમ કે બીજે દિવસે તમારા મન ને કહો કે “ આવતા છ દિવસ માં કોઈ ચમત્કાર થશે” પહેલા દિવસે સાત વખત આ વાક્ય બોલો બીજે દિવસે છ વખત એમ એક એક દિવસ સાથે સંખ્યા ઘટાડો. રાતે મન માં એકાગ્રતા લાવવી બહુ આસાન હોય છે. આ બોલ્યા પછી તરત જ સુઈ જવું.

    સાત દિવસ માં નાની તો નાની પરતું કોઈ એવી વાત તો થશે જે તમે ઘણા સમય થી ઈચ્છતા હશો .આ વસ્તુ મન ની એકાગ્રતા પર આધારિત છે. જેટલી એકાગ્રતા વધુ એટલો વધુ ક્લીઅર મેસેજ અર્ધજાગ્રત મન સુધી પહોચે એટલું જલ્દી પરિણામ મળે.

    ત્રીજું ઉદાહરણ

    સમસ્યા નિવારણ

    ઘણી વાર એવું બને તમે કોઈ કાર્ય ની પાછળ ઘણા સમય થી મહેનત કરતા હો પણ સફળ ના થતું હોય. કોઈ વસ્તુ તમારે જોઈતી હોય મળતી ના હોય. જયારે તમે તમારી બધી બનતી કોશિશ કરી છતાં પણ ના બને ત્યારે તમે એકાગ્રતા કેળવી તમારા અર્ધ જાગ્રત મન ને આદેશ આપો કે “ મેં મારી બનતી કોશિશ કરી છે હવે તારા પર છે તારે તે વસ્તુ મેળવી આપવાની છે કે કાર્ય કરી આપવાનું છે ”. થોડા દિવસ એ કાર્ય તરફ ના પ્રયત્ન છોડી દો. એ વસ્તુ કાર્ય તમારું અર્ધ જાગ્રત મન શોધી અપશે કે કરી આપશે.( ૧૦૦% તમારી જાત ને તમારા અર્ધજાગ્રત મન ને સમર્પિત કરી દો) જો તમે પ્રયત્ન કારશો તો એ નહિ કરે.

    એકાગ્રતા કેમ કેળવવી, અર્ધજાગ્રત મન સાથે ની વધુ ઓળખાણ પાસે થી કામ લેવાની વધુ ચાવી , ત્રાટક , બીજા નાના ઉદાહરણ વગેરે આવતા અંકે ...

    બીજા રસપ્રદ વિકલ્પો