સન્સાર Mamta Tejas Naik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્સાર

સન્સાર

ઓફિસમા આ વર્ષે પણ “બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ યર” નુ સતત ત્રીજીવાર નામ સન્દીપ મારુના નામે જ ઘોષિત થયુ. બધાએ તાળીઓના ગડગડાટ સાથે એને વધાવી લીધો.

સન્દીપ આકર્ષક અને ખુબ જ પ્રમાણિક યુવક હતો. એની ચાલ, એના અવાજ અને પર્સનાલીટીની છોકરીઓ દીવાની હતી. સન્દીપને કેટલીય છોકરીઓએ સામેથી પ્રપોઝ કર્યુ હતુ. પણ એ માત્ર ફ્રેંડશીપ રાખતો . ઓફિસની કલીગ ઝરણાએ સન્દીપને બેવાર લગ્ન માટે કહ્યુ . સાથે એમ પણ કહ્યુ કે એ એની રાહ જોશે.

સન્દીપની બહેન અર્ચનાએ પણ ભાઈ માટે સુંદર સપના જોયા હતા. એના લગ્નને બે વર્ષ થવા આવ્યા હતા. હવે અર્ચના ભાભી ક્યારે આવે એની રાહ જોતી હતી. જયાબેન અને મયુરભાઈએ જુનુ ઘર વેચી નવો મોટો ફ્લેટ લીધો જેથી જગાની છુટ રહે. એમાય જયાબેનતો સન્દીપની વહુ માટેના વોર્ડરોબ તેમજ બેડરૂમમા સારુ ઈંટીરીયર કરાવે છે. એ માતા-પિતાને સન્દીપ કોઈપણ સાથે લગ્ન કરે એનો વાંધો નહતો ફક્ત એને મનગમતી હોવી જોઈએએવો એમનો મત હતો.

સન્દીપ માટે એક એમની જ જાતની વૈભવીનુ માગુ આવ્યુ. બધાએ એના માટે ખુબ ભણેલી, ડાહી, તેમજ સારી નોકરી ધરાવતી નો ઓપીનીયન આપે છે એટલે સન્દીપભાઈ તો ગોઠવાઈ ગયા. અર્ચના પણ પહેલી નજરે ભાભીને જોઈ ખુશ થઈ ગઈ. દેખાવે સુંદર અને શાંત. પણ અર્ચનાએ નોંધ્યુ કે ભાભી ઘણુ ઓછુ બોલે છે.

લગ્ન ધામધુમથી થયા. ઝરણાએ પણ શુભકામના આપી. હનીમુન પરથી આવ્યા પછી બન્ને પતિ-પત્નીએ નોકરી બીજા દિવસથી જ જવાનુ હતુ. પહેલા દિવસે જયાબેને વૈભવીને ઉઠાડી કારણ સાડા સાત થઈ ગયા હતા અને સાડા આઠે તો નીકળવાનુ હતુ. જયાબેને તો મોડુ થઈ જાય એમ કરીને બન્નેનુ ટિફિન પણ રેડી કરી રાખ્યુ અને બન્નેને આવતીકાલથી જલ્દી ઉઠી જવા કહ્યુ. વૈભવીને જરાયે ગિલ્ટી ફીલ ન થયુ અને એણે સાસુનો આભાર પણ ન માન્યો.

રાત્રે સાડા આઠે વૈભવી ઓફિસેથી આવી ખુબ થાકી ગઈ હોવાના હાવભાવ સાથે. સન્દીપ તો રોજ સાડા સાતે આવી જતો. જયાબેને તો બધી રસોઈ રેડી રાખી હતી. એ બોલ્યા કે “તારી તો બાર કલાકની ડ્યુટી થઈ”

વૈભવીને ફ્રેશ થતા નવ વાગી ગયા. બધા જમવા બેઠા ત્યારે વૈભવીએ કહ્યુ “તમે જમવાનુ શરુ કરો, મને હજુ વાર લાગશે.” જયાબેન અને મયુરભાઈએ રાહ ન જોઈ કારણ એલોકોને ખુબ ભુખ લાગી હતી. કામવાળીબાઈ રાત્રે વાસણ ઘસવા આવતી. એને બે વાર પાછી મોકલી પછીથી આવવા કહ્યુ. વૈભવીને જયાબેને કહ્યુ કે, “તારે પણ અમારી સાથે જ જમી લેવાનુ જેથી પરવારી જવાય. નહિ તો કામવાળીબાઈના ભરોસા નહિ.” વૈભવીએ સામ્ભળ્યુ ન સામ્ભળ્યુ કર્યુ.

જયાબેન, મયુરભાઈ અને અર્ચનાને પણ વૈભવીનો વ્યવહાર અલગ લાગ્યો. શરૂઆતમા તો નવુ છે એટલે ઓછુ બોલતી હશે એમ લાગ્યુ. અર્ચના સાથે પણ વ્યવહાર વધારે ન રાખતી કે ક્યારેય સામેથી એને ફોન પણ ન કરતી. એકવાર જયાબેને એની મમ્મીને ફોન કરી કહ્યુ “વૈભવી તો ઘરમા પડેલી પણ નથી જણાતી. એની આગળ પડીને કામ કરવાની અપેક્ષા તો હુ નથી રાખતી પણ રોજિંદા કામમા પણ એ કોઈ મદદ નથી કરતી”. ત્યારે વૈભવીની મમ્મીએ કહ્યુ, “ તમે જરાયે ચિંતા ન કરતા. બધુ વ્યવસ્થિત થઈ જશે.”

જયાબેનને તો વહુ આવી ગયા પછી કામનો બોજ ઘટવાને બદલે વધી ગયો. એમા પણ વૈભવીના ઓફિસનો ટાઈમ પણ સવારે વહેલો અને રાત્રે પણ ઘરે આવતા સાડા આઠ થઈ જતા. તેથી જયાબેન જ બધુ શાક લાવવુ, સામાન લાવવો, ફળ લાવવા, દળાવવા જવુ, કામવાળી પાસે કામ લેવુ, સફાઈ કરાવવી વગેરે વગેરે અને એમાય કામવાળી છેલ્લી ઘડીએ ન આવે ત્યારે તો એમને ખુબ ત્રાસ પડતો. મયુરભાઈ એમને લાવવા મુકવાના તેમજ અન્ય કામમા ઘણી મદદ કરાવતા. એ સિવાય સામાજિક વ્યવહાર પણ સાચવતા. સોસાયટીની બીજી બધી સાસુઓ એમના મુકાબલે ઘણી ખુશ હતી. આમ મયુરભાઈ અને જયાબેન હસતે મોઢે બધી જવાબદારી નિભાવતા. અર્ચનાને પોતાના મા-બાપની ઘણી ચિંતા રહેતી.

જયાબેને એ નોંધ્યુ કે એલોકો આગળ પડી આટલુ કામ કરી લે છે પણ વૈભવીને એ વાતની જરાય કદર નથી. એમણે કેટલાય સપના જોયા હતા કે પોતાની વહુને એ દિકરી જેવી રાખશે અને એની સાથે કદમ મિલાવી ચાલશે. એમણે વૈભવીને નોકરી છોડી પાર્ટ ટાઈમ જોબ શોધી લેવા પણ કહ્યુ જેથી ઘરમા પણ ધ્યાન રહે અને એનો નોકરીનો શોખ પણ પૂરો થાય. પણ વૈભવીએ એમને કહ્યુ કે આટલી સારી નોકરી એ છોડી ન શકે. જયાબેને એકવાર સન્દીપને કહ્યુ કે, “ હવે અમારી ઉમર થઈ અને હવે બધી જવાબદારીઓમા પહોચી વળાતુ નથી માટે તુ વૈભવીને સમજાવ.” જયાબેન વૈભવીને બે શબ્દ કહેતા તે વૈભવીને કટકટ અને ટોર્ચરિંગ લાગતુ.

સન્દીપ પણ ઘણા દિવસથી આ બધુ જોઈ રહ્યો હતો. એ દિવસે એણે વૈભવીને બધાની વચ્ચે ખખડાવી નાખી કે, “ આ ઘરની વહુ તરીકે તારી શુ જવાબદારી છે?” ત્યારે વૈભવીની જબાન તો છરીથી પણ વધારે તેજ ચાલી અને બીજે દિવસે ઓફિસ થી રોજના સમયે ઘરે ન આવી. સન્દીપે એને 4-5 વાર ફોન કર્યો પણ એણે ઉપાડ્યો નહિ. એકાદ કલાક પછી વૈભવીની મમ્મીનો ફોન અવ્યો કે, “ હવે સન્દીપકુમાર વૈભવી તમે માફી માગશો પછી જ ઘરે આવશે. તમે એના સ્ત્રીત્વનુ અપમાન કર્યુ છે. એ આટલી ભણેલી-ગણેલી અને સારુ કમાય છે. આનાથી વધારે મોટી કઈ જવાબદારી છે? એવુ જ હોય તો તમે આખા દિવસની કામવાળી અને રસોઈ માટે રાખી લો. સન્દીપને તો સાસુના આવા ફોનની અપેક્ષા નહતી. એને મા-દિકરી પર ઘણી ચીડ ચઢી. જયાબેન અને મયુરભાઈએ બધી વાત સામ્ભળ્યા પછી સન્દીપને સમજાવી વૈભવીને લેવા મોકલ્યો અને સમજવ્યો કે જરા ધીરજથી કામ લે. એમને પણ વહુના આ પગલાનુ ઘણુ દુ:ખ થયુ અને પોતાના કર્મને દોષ આપ્યો. વૈભવી પાછી ફર્યા બાદ વધારે રોફ મારતી.

અર્ચનાને પણ આ બાબત જાણ્યા પછી ખુબ દુ:ખ થયુ કે આ તે કેવો સ્વભાવ? અને શેના માટે આટલો રુઆબ? સ્ત્રી જ્યારે પરણીને સાસરે આવે ત્યારે એના મા-બાપને ઘણી ચિંતા હોય છે પણ એથીય વધારે ફિકર વરના મા-બાપને પણ હોય છે કે આવનાર વહુ કેવી હશે? પતિના કુટુમ્બમા જ્યારે એને હોશથી વધાવી લે ત્યારે વહુની પણ બધી જ જવાબદારી ઉપાડવાની ફરજ બને છે. અર્ચનાએ એપણ જોયુકે વૈભવી કોઈ પ્રસન્ગ હોય તો સાસર પક્ષ કરતા પિયરીયાઓને વધારે મહત્વ આપતી જાણે કે સાસરિયા તો પારકા જ છે.

લગ્નને એક વર્ષ થવા છતાયે વૈભવીની જીદના કારણે પારણુ ન બન્ધાયુ. કારણ એનુ પ્રમોશન ડ્યુ હતુ. હવેથી સન્દીપ અને વૈભવીના રોજ ઝઘડા થવા લાગ્યા. સન્દીપ એને કહેતો કે, “ એ શેના માટે આટલી કેરિયરમાઈંડેડ છે.?” અને બાળક યોગ્ય સમયે થઈ જાય પછી પણ પ્રમોશન તો મળી શકે છે.” ત્યારે વૈભવી કે કહ્યુ કે એ પોતાના મનની મરજીની માલિક છે. અને એને જે ઠીક લાગશે એ જ કરશે. સન્દીપે આ વાત સામ્ભળી એના પપ્પાને ફોન લગાવા જતો હતો ત્યારે વૈભવી એ ધમકી આપી કે જો વાતનુ વતેસર કરશે તો એ આ ઘર છોડી ચાલી જશે અને પોલીસમા પણ ખોટી ફરિયાદ કરી દરેકને જેલની હવા ખવડાવશે. ત્યારે સન્દીપે એને પૂછ્યુ કે, “તુ કેમ આમ વર્તે છે ? તો પછી તારે લગ્ન જ નહતા કરવા. તને આખા ઘરના સભ્યો દિકરીની જેમ રાખે છે તો પણ તારુ આવુ વર્તન યોગ્ય નથી.”

બેડરૂમમાથી આવતો બોલાચાલીના અવાજથી મયુરભાઈ અને જયાબેન જાગી ગયા પણ બિચારા ચુપચાપ બેસી રહ્યા. એમને સન્દીપના આવા હાલ થતા જોઈ દુ:ખ થયુ. બીજા દિવસે મયુરભાઈએ વૈભવીના પપ્પાને ફોન કરી બધી વાત જણાવી. ત્યારે એમણે માફી માંગી અને વૈભવીને સમજાવશે એમ કહ્યુ. વૈભવીએ એ દિવસે આ બાબત માટે જયાબેન અને સન્દીપ સાથે ફરી ઝઘડો કર્યો અને સન્દીપને કહ્યુ કે એ હવે આખા ફેમીલીમા રહેવા નથી માગતી અને જુદુ રહેવુ છે. ત્યારે સન્દીપે કહ્યુ કે એ પોતાના મા-બાપથી અલગ નહિ થાય. ત્યારે વૈભવીએ બીજા દિવસે સામાન ભરી ફરી પોતે આ ઘર છોડીને જાય છે એમ કહ્યુ. મયુરભાઈ અને જયાબેને તો એની માફી માંગી અને એમને અલગ રહેવાની વ્યવસ્થા માટે પણ કહ્યુ. પણ સન્દીપે એને જરાયે ન વતાવી અને કહ્યુ કે ભલે એ જતી.એને આટલુ સુખ નસીબમા છે પણ ભોગવતા નથી આવડતુ.

સન્દીપે એને ન તો મનાવવાનો ફોન કર્યો કે ન તો મયુરભાઈએ અને જયાબેનને કરવા દીધો. અર્ચના અને એના પતિએ સન્દીપને સમજાવ્યો પણ એ એકનો બે ન થયો. બીજી તરફ વૈભવીના પપ્પાએ પણ એને ફરી સાસરે જવા સમજાવી પણ મા-દિકરી આગળ એમનુ કઈ ન ચાલતુ. તેઓ મયુરભાઈને ફોન કરી કહે છે કે વૈભવી ને એ સમજાવશે. એક મહિનો થયો આ વાતને. વૈભવી છુટાછેડાની નોટીસ મોકલાવે છે. મયુરભાઈ અને જયાબેનને તો આઘાત જ લાગ્યો. એમને વૈભવી આટલુ મોટુ પગલુ લેશે એમ સપનામા પણ ખ્યાલ નહતો. એણે 20લાખ રુપિયા પણ ભરણ-પોષણ તેમજ માનહાનિના માગ્યા હતા.

ઓફિસમા સન્દીપ આબધી બાબતોની ચર્ચા ન કરતો પણ થોડો ઉદાસ જરુર રહેતો. એની કલીગ ઝરણા જે સન્દીપને ખુબ પ્રેમ કરતી એણે એક દિવસ સન્દીપને પૂછ્યુ કે એને ખબર છે કે સન્દીપ કોઈ ટેંશનમા છે માટે આજે લન્ચ સાથે કરીએ. સન્દીપ ઝરણાને બધી વાત કરતા ઝરણા કહે છે કે પોતે એની સાથે લગ્ન કરવા તૈયાર છે. તેમજ એની પાસે 10 લાખ જમા છે એઆપી વહેલી તકે છુટાછેડા લે.

બન્ને પક્ષને કાયદાકીય કાઉંસેલીંગ કરવા છતા છુટાછેડા જોઈતા જ હતા માટે વૈભવી સારુ કમાતી હોવાથી સન્દીપને ફક્ત 5લાખ રુપિયા ભરણપોષણના આપતા એલોકો છુટા પડે છે. આબાજુ જયાબેન અને મયુરભાઈને કોઈ મોટી બલા ટળી હોય એવી લાગણી થઈ કારણ વૈભવીને જુદા રહેવુ હતુ અને વારમ્વારની એની ધમકીનો એમનો ડર પણ દુર થયો.

સન્દીપે ઝરણાની 10લાખ રુપિયાની મદદ કરવાની વાત તેમજ એને ખુબ પ્રેમ કરતી હોવાની વાત મયુરભાઈ અને જયાબેન તેમજ અર્ચનાને કીધી જ હતી. છુટછેડાકેસ નો નિકાલ ધારવા કરતા જલ્દી આવતા સન્દીપ અને ઝરણાના લગ્ન પણ જલ્દી થયા. અને જયાબેને વિચાર્યુ “ આ જ સન્સાર છે.”