લડત અંધશ્રધ્ધા વિરુધ Mamta Tejas Naik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લડત અંધશ્રધ્ધા વિરુધ

લડત અંધશ્રધ્ધા વિરુધ્ધ

મૂળ ગુજરાતની પણ મુમ્બઈમા વસવાટ અને ઉછેર, નામ એનુ નિધિ. નાનપણથી જ ડિટેક્ટીવ વાર્તા, રહસ્ય કથાનો શોખ અને ઘણી હિમ્મતવાળી.

નિધિને ભગવાનમા શ્રધ્ધા પણ અંધશ્રધ્ધા પ્રત્યે એને સખત નફરત. અન્ધશ્રધ્ધા નિર્મુલન વિશેના બધા લેખ વાંચતી. સોસાયટીમા કોઈ પણ કાર્યક્રમ હોય નિધિ બધામા ભાગ લે અને એક દશ મિનિટનુ એનુ ભાષણ અંધશ્રધ્ધા વિશે હોય જ.

ઘણા ભણેલા ગણેલા લોકો દરવાજા પર અને પોતાના વાહન પર લીમ્બુમરચા લગાવે કે બુરી નજર લાગે ત્યારે એને આશ્ચર્ય થતુ પણ રાજી એટલા માટે થતી કે એ બહાને વેચનારને તો રોજગારી મળે. એના એરિયામા રહેતા કેટલાય બાળકોના ગળામા, પગમા કાળો દોરો પેહેરેલો હોય ત્યારે એમને ગમ્મત ખાતર પૂછતી કે આ કેમ પહેર્યુ છે અને નિર્દોષ બાળકો કેહતા કે આંટી નજર ન લાગે એટલા માટે. નિધિ વિચારતી કે કુમળા માનસપટલ પર એને પહેલેથી જ આવા બીજ વાવી દે તો મોટા થતા પોતાની નિષ્ફળતા નો ટોપલો નજર લાગી ગઈ એમ માની બીજા પર ઢોળશે. કેટલીય મમ્મીઓને એણે નાનુ બાળકને માલીશ થઈ ગયા પછી તવા પર રાયના દાણા ગરમ કરી એને બાળકના શરીર પરથી ઓવારતા જોઈ છે. એ એમને સમજાવતી કે બાળકને અસ્વચ્છ પરિસર હોવાથી બિમાર પડે છે માટે આ બધી માન્યતાઓથી દૂર રહેવુ જોઈએ.

નિધિના મમ્મી-પપ્પા એને પ્રોત્સાહન આપતા સાથે સાથે સલાહ પણ આપતા કે વધારે લામ્બા પાણીમા ઉતરવુ નહિ કારણ ઘણીવાર બધાને એની વાતો ન પણ ગમે.

નિધિ પારલાની મીઠીબાઈ કોલેજમા ભણતી. ટ્રેનમા ફ્રેન્ડસ સાથે રોજ અલક મલકની વાતો કરી આવ-જા કરતી.

નિધિ રોજ ટ્રેનમા, પ્લેટફોર્મ પર બન્ગાળીબાબાની જાહેરાતો વાંચતી. એને એમ થતુ કે કદાચ આના પૈસા આપીને કોઈ ચિટકાડી જતુ હશે કે કોઈ રેલ્વે કર્મચારી આમા શામિલ તો નહિ હોય. એ પોસ્ટર પણ પાછા ખાસ્સા મોટા અને સખત ગુન્દરથી ચિટકાવેલા હોય જેના પર લખેલુ હોય,”બાબા રઝાબન્ગાલી. તમારી દરેક સમસ્યાનો હલ ચોવીસ કલાકમા”. એમા ફક્ત મોબાઈલ નમ્બર જ લખેલો હોય. એ કેટલીયવાર એ પોસ્ટર ઉખેડવાનો પ્રયત્ન કરતી પણ એમા સફળ નથતી.

એણે કશેક વાંચેલુ કે આ બન્ગાળીબાબાઓ તો સાવ ખોટાળા હોય. ભલાભોળા લોકો ખાસ કરીને જેઓ નિષ્ફળ હોય, અન્ધશ્રધ્ધાળુ હોય એલોકો સહેલાઈથી સપડાઈ જતા. એલોકોનુ મોટુ રેકેટ હોય અને બધાને ફસાવી ઘણાબધા રૂપિયા પડાવી પછી છુમન્તર થઈ જતા હોય. સ્ત્રીઓને પણ ફસાવી એમનો ગેરલાભ ઉઠાવી એમના પર બળાત્કાર થવાના સમાચાર પણ એણે વાંચ્યા છે.

એના મગજમા કેટલાય દિવસ થી આલોકોને સીધા કરવા જોઈએ અને લોકઅપમા પૂરાવી દેવા જોઈએ એ વિચાર ચાલતા પણ મમ્મી-પપ્પાની સલાહ યાદ આવી જતી કે વધારે મગજમારી કરવી નહિ. એટલે એણે સૌથી પહેલા સ્ટેશન માસ્તરને મળી કે આ બધા પોસ્ટર્સ વિરુધ્ધ એણે રેલવેમા ફરિયાદ કરવી છે. ત્યારે સ્ટેશન માસ્તરે એને કહ્યુ કે એ ફરિયાદ જરૂરથી કરી શકે છે અને સાથે સાથે એ જણાવે છે કે એલોકોએ પણ હમણાથી એક અભિયાન હાથ ધર્યુ છે જેમા આ પોસ્ટર લગાવનાર વગેરે ને પકડ્યા છે. ટ્રેન જ્યારે યાર્ડમા ઉભી હોય ત્યારે અને મધ્યરાત્રિએ આલોકો આવુ કામ કરે છે. તેમજ મોબાઈલ નમ્બર જે પોસ્ટરમા હોય એ ડાયરેક્ટ બાબાઓનો નથી હોતો. પ્રથમ એલોકો મળવા આવનાર માણસનો કોંટેક્ટ નમ્બર માંગે અને જો સેફ લાગે તો જ બીજા દિવસે બીજો નમ્બર આપી અમુક જગ્યાએ મળવા બોલાવે.આવા તો બે-ત્રણ બાબાઓ અત્યારે જેલની હવા ખાય છે. બાકીના ધુતારા થોડા સમય પછી પાછા બેઠા થાય છે.

નિધિ રેલ્વે પોલીસમા પણ આના વિરુધ્ધ ફરિયાદ નોંધાવે છે. એ પોતે બનાવેલી યોજના પણ એક લેડી ઈંસ્પેક્ટરને કહે છે. અને પોતે એલોકોને મદદ કરશે એમ કહે છે, પણ ઈંસ્પેક્ટર શોભના એને કહે છે કે આ ખુબ રીસ્કી છે. છતા પણ એ નિધિ સાથેની યોજનામા એને સહકાર આપે છે અને એ દિવસે નિધિ અને શોભા મેડમની ટીમ પબ્લીક બુથમાથી પોસ્ટરમા આપેલ જાહેરખબર નો નમ્બર ડાયલ કરે છે. નિધિ એ સ્થળ અને સમય નક્કી કરે છે.

નિધિ પોતાના ઘરે આ વાત કરે છે પપ્પા એને ના પાડે છે પણ પછી એમને ગમે એમ કરી મનાવી લે છે.

બુધવારે નિધિને અમુક જગ્યાએ આવવા કીધેલુ ત્યા નિધિ અને બે લેડી પોલીસો એની સાથે સાદાવેશમા એ જગ્યાએ પહોચે છે . એક નાનકડી સાંકડી ગલીમા ઘણી બધી ચાલીઓ હતી.ત્યા એક ઘર પાસે કાળા ડ્રેસની નિશાની આપેલી એ માણસ દેખાતા નિધિ એને પૂછે છે કે બાબા કેટલા પૈસા લે? એ જવાબ આપે છે કે પ્રશ્ન પૂછવાના 100 રુપિયા, પ્રોબ્લેમ સોલ્વ કરવાના 1000 અને બાકીના 1000 કામ થઈ જાય પછી. થોડે દુર એલોકોને ચલાવી ભુલભુલૈયા જેવી ગલીઓમાથી એક ચાલીમા લઈ ગયો. નિધિને પોલીસોએ એક નાનકડુ મશીન જેમા સમ્પૂર્ણ વાતચીત સમ્ભળાય અને બીજા પોલીસોની ટીમ પણ હિલચાલ પર નજર રાખતા રહેશે અને તક મળતા છાપો મારશે એમ નક્કી કરેલુ.

એ ઘરમા જ્યા ચાર માણસો બહાર બેઠેલા હતા. એલોકોનુ કામ પણ કદાચ બાબા પતાવવાના હતા અને બે સ્ત્રીઓ પણ દેખાઈ. એક રુમમા ખુબ અંધારુ હતુ. સામે લગભગ 55ની આસપાસનો બાબાના વેશમા એક માણસ બેઠો હતો અને મન્ત્રોચ્ચાર કરી રહ્યો હતો. એની પાછળ બે માણસો બાબાના જ લાગતા હતા. એણે નિધિને અને સાથે આવેલી બે સ્ત્રીઓને પૂછ્યુ “ ક્યા સમસ્યા હૈ?”. ત્યારે નિધિએ કહ્યુ કે “બાબા,મેરી શાદી નહિ હો રહી હૈ ઔર મેરે સાથ મેરી ભાભી ઔર પડોસન હૈ જિનકો બચ્ચા નહિ હો રહા હૈ.” બાબાએ ત્યારે થોડી ભસ્મ આપી અને ત્રણેના કામ થઈ જશે એમ કહેતા બધા પાસે 500 રુપિયા માંગ્યા. નિધિને અને સાથે આવેલી બન્ને સ્ત્રીઓને અલગ અલગ સમયે એકલા જ આવવા કહ્યુ. એમ પણ કહ્યુ કે આ વાત ગુપ્ત રાખશે એટલી કામમા સફળતા જલ્દી મળશે.

નિધિ લોકો બહાર આવ્યા. એલોકો સાથે પેલા ચાર માણસો પણ ચાલી રહ્યા હતા. નિધિ હવે પોલીસ ટીમની રાહ જોઈ રહી હતી. પાંચ મિનિટમા તો શોભામેડમ અને બીજા પાંચ પોલીસો આવી પહોચ્યા અને આ ચાર માણસોને પકડી લીધા. અને બાકીનાને પોલીસ ટ્ર્કમા લઈ ગયા અને એક જણને બન્ગાળીબાબા પાસે લઈ જવા કહ્યુ. બાબા બન્ગાળીને પકડી લીધા અને એના રુમમા બધે તપાસતા કેટલાય રુપિયા તેમજ અમુક વિધિનો સામાન મળ્યો. આમ બધા ધુતારાઓને જેલમા પૂર્યા.

નિધિ જેવી જાગૃત નાગરિકની હિમ્મ્તને એલોકોએ દાદ દીધી અને પેપરમા આ કિસ્સો છપાયો. નિધિને 10000 રુપિયાનુ ઈનામ તેમજ સર્ટિફિકેટ આપ્યુ. એને શોભા મેડમે કહ્યુ” તારા જેવા નીડર લોકોની બધે ઘણી જરુર છે, આવુ સારુ કામ કરતી રહેજે.” નિધિના મમ્મી-પપ્પા પણ પોતાની દિકરીને મળેલા સન્માનનો આનન્દ માણી રહ્યા.