લવ pratik patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ

એ દિવસ આવી પહોંચ્યો છે. આજ તારીખ ૨૭ માર્ચ ૨૦૧૬ ના રોજ હું મારી પહેલી નોવેલ ની શરૂઆત કરવા જઈરહ્યો છું. આમ તો કઈક લખવાનો શોખ મને ચેતન ભગતની નોવેલ વાંચ્યા બાદ આવ્યો હતો. પરંતુ સમયના અભાવ અને ચોક્કસ માર્ગદર્શન ના અભાવ ને કારણે આ વસ્તુ શક્ય બન્યું ન હતું. આજે પેહલી વેહલી વાર સમય મળ્યો હોવાથી વિચાર્યું ચાલો આજ થી જ શુભ શરૂઆત કેમ ના થવી જોઈએ?

જયારે કોઈ વસ્તુ સૌ પ્રથમ વાર કરતા હોઈએ તો એ વસ્તુ કરવા માટે તમને જે વ્યક્તિ દ્વારા પ્રોત્સાહન તથા માર્ગદર્શન પૂરું પડયું હોય એના નામ નો ઉલ્લેખ કરવામાં આવે તો તથા આભાર વ્યક્ત કરવામાં આવે તો જરા પણ અતિશયોક્તિ ગણાય નહિ . તેથી જ તો મારા પરમ મિત્ર એવા સુશીલ પટેલ અને મારી સહાધ્યાયી કરતા પણ વિશેષ મિત્ર એવી આયુષી પટેલ ના નામો નો ઉલ્લેખ ના કરું તો મારી આ નોવેલ નો કઈ મતલબ જ ના નીકળે.

આથી હું આ બંને જણ નો ખાસ મારા દિલ થી આભાર માનું છું.આપ લોકો એ જો સાથ સહકાર ના આપ્યો હોત તો મારું નોવેલ લખવાનું સપનું ક્યારેય પૂરું ના થયું હોત. ખાસ કરી ને આયુષી જે મારી નોવેલ માટે ખુબજ આતુરતા થી રાહ જોઈ રહી છે આશા રાખું છું કે તને મારી આ સ્ટોરી ખુબજ પસંદ આવશે.

.

“મમ્મી મારી પેલી નવી શર્ટ ક્યાં રાખી છે?ક્યારનો શોધુ છું પણ મળી નથી રહી . અને જલ્દી કર તને ખબર છે આજે મારો પહેલો દિવસ છે કોલેજ માં હું મોડો પાડવા નથી માંગતો.”

હા આજે મારી કોલેજ લાઈફ નો પહેલો દિવસ હતો. સામાન્યપણે બધાને પોતાની કોલેજના પહેલા દિવસ માટે જેટલી ઉત્સુકતા હોય કે ના હોય પરંતુ હું ખુબ જ ઉત્સાહી હતો.કદાચ બીજા બધા કરતા પણ વધારે. કદાચ મારી ઉત્સુકતા માટે કોલેજ નહિ પરંતુ મારે એને ઘરે પીક અપ કરવા જવાની હતી અને આજે એ મારી બાઈક પાછળ પહેલી વાર બેસવાની હતી એની હતી.

“બેટા બહાર જ તારા બેડ પર કાઢીને રાખી છે,જરા ધ્યાન થી જો.” મમ્મીનો રસોડા માંથી અવાજ આવ્યો. એ સ્વાભાવિક પણે રોજ ની દિનચર્યા મુજબ પપ્પા નું ટીફીન અને અમારી માટે નાસ્તો બનાવી રહી હતી.

હું તૈયાર થઈ ને ડાઈનીગ ટેબલ પર ગોઠવાઈ ગયો પપ્પા પણ ત્યાં જ હાજર હતા.મમ્મીએ અમને નાસ્તા માં પરોઠા પીરસ્યા આટલા સમયમાં હું એ તો જાણી ગયો હતો ક મારી મમ્મી કરતા સારા પરોઠા ભાગ્યે જ કોઈ બનાવતું હશે,પરંતુ આ એક સંતાન નો પોતાની માં પ્રત્યેનો સ્નેહ્જ બોલતો હતો

“પપ્પા તમારા સ્કુટર ની ચાવી આપશો? આજે મારો પહેલો .....”

“કેમ એવું તો શું આજે કામ છે કે તને સ્કુટર ની જરૂર પડે છે?” સ્વાભાવિક પણે માં એ મને વચ્ચે જ અટકાવતા કહ્યું.

“ અરે શું તું પણ ઉષા લઇ જવા દેને એક દિવસ ની તો વાત છે , અને એમ પણ એનો આજે પહેલો દિવસ છે કોલેજ મા...આ લે ચાવી બેટા તું લઇ જા, આજનો દિવસ હું રિક્ષા માં જતો રહીશ“ કહી પપ્પાએ ચાવી મારી તરફ લંબાવી.

“થેંક્યું પપ્પા, બાય લવ યુ..”

“તમે જ એને બગાડો છો.” પાછળથી મને મમ્મીનો અવાજ સંભળાયો,

પરંતુ મને હવે એ પરવા ન હતી મારે તો હવે જલ્દી થી જલ્દી એના ઘરે પહોંચવાનું હતું .બરાબર આઠ વાગ્યે હું એના ઘર પાસે પહોચ્યો

“”ચલને નિશા મોડું થાય છે” મે બને એટલી જોર થી ચીસ પાડી.

એ ઘર માંથી બહાર નીકળી,મધ્યમ કદ,જોતા જ આખોમાં ખોવાઈ જવાનું મન થાય એવી ભૂરી આંખો,કમર સુધી આવતા કાળા વાળ,અને સવારના કુણા સૂર્ય ના કિરણોથી સુંદરથી એ અતિ સુંદર થઈ ગયેલો એનો જોતા જ ચૂમી લેવાનું મન થાય એવો ચેહરો.આટલા વર્ષો માં એ રોજ આગળ ના દિવસ કરતા વધારે ને વધારે સુંદર દેખાતી. એને આજે આછા રતાળુ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

એના ડ્રેસ નો કલર મને અમારી પહેલી મુલાકાતની યાદ અપાવી ગયો.

અગિયાર માં ધોરણની વાત છે, મને યાદ છે સાંજ ના બરોબર છ વાગ્યા હતા,હું મારા મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઇને એક ટ્યુશન ક્લાસમાં એડમીશન લેવા ગયો હતો, એમનું એવું માનવું હતું કે કલાસીસ રાખવાથી મારા ભણતરમાં સારો એવો સુધારો આવશે, પરંતુ મને કોઈ ઈચ્છા નહોતી આમ કરવાની. મારા મતે ટ્યુશન કલાસીસ એક વિદ્યાર્થી જીવનનું સ્વાતંત્ર છીનવી લેછે, આથી હું મારે એ કલાસીસમાં એડમીશન કેમ નથી લેવું એ બહાનું મમ્મી-પપ્પાને બતાવવા માટે કઈક વિચારી રહ્યો હતો.

એટલામાં મે જોયું કે એક મારી ઉમરની છોકરી એક વૃદ્ધ દાદા રસ્તો પાર કરાવી રહી હતી.ત્યારે પણ એને આજ કલર નો ડ્રેસ પહેર્યો હતો એમાં અને આટલી જ સુંદર દેખાતી હતી. એને દાદા ને રસ્તો પાર કરાવ્યો ત્યારે દાદાએ એના કપાળ અને માથા પર ખુબજ સ્નેહથી હાથ ફેરવ્યો ,એને જરા નીચે નમીને આશીર્વાદ લીધા અને આમ કાર્યા પછી એના ચેહરા પર આવેલુ નાનું અમસ્તું સ્મિત અને ગાલ પર આવેલી એક નાની અમસ્તી લટ એની ખુબસુરતી માં ચાર ચાંદ લાગાવી આપતા હતા.

આ આખું દ્રશ્ય હું એક નાના બાળકની જેમ સ્તબ્ધ બનીને જોતો રહ્યો,મન થયું એની લટ ને જાતે હું મારી આંગળી વડે એની યોગ્ય જગ્યા એ મૂકી દઉં, પણ એ શક્ય નહોતું,આથી મારે મારી ઈચ્છાને દબાવી રાખવી જ યોગ્ય હતી. આટલી સુંદર છોકરી જોઈ ને વિજાતીય આકર્ષણ થાય એ સ્વાભાવિક છે,પરંતુ મને કઈક અલગજ અનુભવ થયું, એ શું હતું મને ખબર ના પડી પરંતુ હા તેની સાથે વાત કરવાની ઇચ્છા ને હું પણ ના દબાવી શક્યો,અને તેની સાથે વાત કઈ રીતે કરવી કે મિત્રતા કઈ રીતે કરવી એના બહાના શોધવા લાગ્યો.

અચાનક મારી નજર એની બેગ પર જઈ ને થોભી , અને મે એના પર વાંચ્યું “એસ કે સ્ટડી સેન્ટર”.બસ મને આજ વસ્તુ ની તો જરૂર હતી, મારે તેની જોડે વાત કરવા કોઈ બહાનું જોઈતું હતું અને એ મને મળી ગયું , આ એ જ સ્ટડી સેન્ટર હતું જ્યાં હું મારા મમ્મી-પપ્પાના આગ્રહને વશ થાય ને એડમીશન લેવા માટે ગયો હતો,અને રસ્તા માં ઘરે જતા જતા ત્યાં એડમીશન કેમ નથી લેવું એના બહાના શોધતો હતો.

તરતજ મે એ ટ્યુશન ક્લાસ માં એડમીશન લેવા માટેની તૈયારી નો પ્રારંભ કર્યો અને પપ્પા સાથે ઘરે પહોંચતા જ મારે એજ કલાસીસ માં એડમીશન લેવું છે એવો આગ્રહ કરવા લાગ્યો અને કાલે જ એડમીશન લેવા જવા માટે પપ્પા ને હાકલ કરી.થોડી વાર માટે તો પપ્પા પણ મૂંઝાઈ જ ગયા,કે જે છોકરો કલાસીસ માં એડમીશન લેવા માટે કાલ સુધી તૈય્યાર નહતો તે આજે કલાસીસ માં એડમીશન લેવા માટે આતુર થઇ રહ્યો હતો.

“કેમ બેટા કેટલા દિવસથી તો ના જ પાડ્યા કરતો હતો નથી જવું નથી જવું,અને આજે કેમ અચાનક આટલી ઉતાવળ કરે છે ? એવું તો શું જોઈ આવ્યો તું ત્યાં?” મમ્મી વચ્ચે તાપસી પડતા બોલી.

“ ઓકે, ફાઈન નથી જવું બસ, આ સારું છે પેલ પોતે જ જવા માટે આગ્રહ કરો અને હવે પાછા સામે સવાલ કરો..” હું ચિડાઈ ગયો.

પરંતુ મને ખબર હતી કે પપ્પા મારી તરફ થી બોલશે ફક્ત હું તેમના બોલવાની રાહ જોતે હતો, પણ હજુ એ કઈ બોલતા કેમ નહાતા?

“ અરે તમે બંને માં-બેટા નું લડવાનું પતિ ગયું ઓય તો હું કઈ બોલું? બેટા આપડે કાલે એ કલાસીસ માં એડમીશન માટે જઈશું, બસ ખુશ?” આખરે પપ્પા એ મૌન તોડ્યું.

મારે કેહવું હતું પપ્પા ખુશ શું મારા મન માં તો ખુશીના ફુવારા ઉડી રહ્યા હતા.પણ હજુ મારે ટ્યુશન ક્લાસમાં એડમીશન લેવાનું હતું એથી આવું ના બોલવામાં જ શાણપણ હતું. હવે હું આવતીકાલ ની રાહ જોતો હતો.

“ અગિયારમાં ધોરણની ફી છે ખાલી બાર હજાર.” સુરજ બોલ્યો.

હું અને પપ્પા એસ કે સ્ટડી સેન્ટરમાં મારું એડમીશન લેવા માટે આવ્યા હતા. સુરજ આ કલાસીસમાં એડમીશન પ્રક્રિયાને સાંભળવાનું કામ કરતો હતો.લગભગ છ ફૂટ ઉંચો અને દુબળું-પાતળું શરીર ફોર્મલ કપડામાં એવો લાગતો હતો જાણે બરજબરી થી કપડા પહેર્યા હોય,અને ખાલી બાર હજાર એટલે જાણે આ લોકો નાં મતે તો પૈસા ઝાડપર જ ઉગતા હોય.

“કઈક ફી માં ઓછુ ના થઈ શકે?” પપ્પા એ પણ જાણે કોઈ ચીજવસ્તુની ખરીદી કેમ ના કરતા હોય એમ ભાવ તાલ કરવાની કોશિસ કરી.

“નાં,આખા વિસ્તાર માં અમારી જેટલી ફી માં સારું શિક્ષણ કશે જ નહિ મળે,ઉપરથી અહિયાં દર અઠવાડિયે એક સરપ્રાઈઝ ટેસ્ટ રાખવામાં આવે છે જેથી વધુ માં વધુ પુનરાવર્તન થાય સકે અને વિદ્યાર્થી ઓ ને સાચા અર્થ માં પરીક્ષા માટે તૈયાર કરે છે,તમારે એડમીશન લેવું હોય તો બોલો નહિ તો મારે હજારો કામ પાડ્યા હોય છે.”

“ઠીક છે,એડમીશન ફોર્મ આપશો?” આખરે પપ્પાએ નમતું જોખ્યું.

“કલાસીસ શરૂ થઇ ચુક્યા છે, અને હા પચાસ ટકા ફી હમણાં જ જમા કરાવવી પડશે.” કહીને એણે થપ્પા માંથી ફોર્મ કાઢી અમારી તરફ સરકવતા બોલ્યો.

લગભગ ચાર પાનનાં એ ફોર્મ માં એક કોલમ હતી એમાં લખેલું હતું- “વિવાહિત/અવિવાહિત” સાલું આજ-કાલના કલાસીસ વાળા પણ કેવા ફોર્મ રાખે છે? અને હું વિવાહિત હોત તો અહી એડમીશન લેવા શું કામ આવત?

અમે ફોર્મ ભર્યું અને ફી ના પચાસ ટકા એટલે પુરા છ હજાર રૂપયા ત્યાં ના અકાઉન્ટ સેક્શનમાં જમા કરાવ્યા,અને જાણે કોઈ મોટી જંગ જીત્યો હોય એમ ઘરે પાછો ફર્યો.

આવતાની સાથે જ પપ્પા એમના અંગત કામ થી બહાર જતા રહ્યા અને હું મારી મિત્ર મંડળી પાસે પહોંચી ગયો અને એ લોકો ને બધી હકીકત જણાવી,પેલી છોકરીનું દેખાવું,એસ કે સ્ટડી સેન્ટરમાં એડમીશન લેવું? વિગેરે....

“અરે વાહ યાર,તું તો બહુ આશાવાદી નીકળ્યો. ફક્ત એક બેગ પર નામ વાંચી ને એડમીશન લઇ આવ્યો.” ચિરાગના મો માંથી નાની અમસ્તી સીટી નીકળી ગય.

“હાસ્તો,કેમ નહિ વળી,એમ પણ કોઈક ને કોઈક ઠેકાણે એડમીશન લેવાનું જ હતું તો અહિયાં લઇ લીધું” મે ઠાવકાઈ થી જવાબ આપ્યો.

“પણ ગમે તે હોય તે ત્યાં એડમીશન પેલી ચિબાવલી ને લીધે જ લીધું ને?” શુશીલ પણ વચ્ચે કુદ્યો.

“ના એવું કઈ નથી,આતો મમ્મી-પપ્પા જીદ કરતાં હતા એટલે.”

“ગમે તે હોય અમારા થી કઈ છુપાવાની જરૂર નથી,અને તે એના બેગ પર ભલે આ કલાસીસ નું નામ વાંચ્યું હોય પરંતુ હોઈ શકે એ ત્યાં પહેલા અભ્યાસ કરતી હોય? કે પછી એના કોઈ ભાઈ-બહેન નું હોય આ બેગ અને એ ફક્ત કામ માટે એ લઇ ને બહાર આવી હોય?” ચિરાગ ટીપ્પણી કરતા બોલ્યો

સુશીલ થી પણ હસી દેવાયું,અને થોડી વાર સુધી બંને જાણ નાના બાળક ની જેમ હસતા રહ્યા.પરંતુ એ લોકોની વાત પણ ખોટી નહોતી,એવું પણ બની જ શકે કે એ કલાસીસમાં અભ્યાસ જ ના કરતી હોય.ચિરાગની આ એક ટીપ્પણી મારી આજ ની આખી રાત ની ઊંઘ હરામ કરી નાખવાની હતી.

“કરણ,ચલ પહેલા જમી લે રશોઈ તૈયાર છે,તારા પપ્પા પણ આવતા જ હશે.”

મમ્મીએ બુમ પાડી અને મારા વિચારોનો અંત આવ્યો.

“સરખો જમી લે ને ક્યાં જાય છે આમ અધૂરું જમવાનું છોડી ને?” મમ્મી બોલી.

“મને વધારે ભૂખ નથી,મે જમી લીધું છે.” કહી હું હાથ ધોઈ ઉભો થઈ ગયો અને પોતાના રૂમ માં જતો રહ્યો.

કાલ વિશે ચિંતા મને ઘેરી વળી હતી.કોણ જાણે કેટલાય સવાલો મારા મન માં ગુંજી રહ્યા હતા.શું સાચે એ ત્યાં અભ્યાસ કરતી નઈ હોય?શું મે ત્યાં એડમીશન લઇ ને ભૂલ તો નથી કરી ને? કારણકે એ એક જ કારણ હતી મારું ત્યાં જવાની.

કાલે સવારે કલાસીસ નો પેલો દિવસ છે અને મને મારા બધા સવાલોના જવાબ પણ મળી જવાના હતા હવે મે લાઈટ બંદ કરી ને શાંતિ થી સુઈ જવા વિચાર્યું,પણ સાલી આજે રાતે શાંતિ થી ઊંઘ પણ થોડી આવાની હતી?