શું પ્રેમ હજુ જીવે છે pratik patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું પ્રેમ હજુ જીવે છે

“શું પ્રેમ હજુ જીવે છે..?

“પ્રેમ” .... શું છે આ પ્રેમ?? દુનિયાના કેટ-કેટલાય મહાન વિચારકો,લેખકો,કવિઓ પ્રેમ વિશે પોતાની અભિવ્યક્તિ રજુ કરી ચુક્યા છે, પ્રેમ વિશે સમજણ તથા સાચો પ્રેમ શું છે તેના વિશે પોતાના મંતવ્યો રજુ કરી ચુક્યા છે. પ્રેમ અઢી અક્ષરનો એક શબ્દ.....પ્રેમ ઘણા પ્રકારના હોય છે પછી એ એક સંતાનનો પોતાની માતા પ્રત્યે હોય કે પછી એક ભાઈ નો પોતાની બહેન પ્રત્યે...પરંતુ આજના યુગ માં પ્રેમ શબ્દનો મતલબ બદલાઈ ચુક્યો છે...ઘણા ખરા લોકો ફક્ત એને ફક્ત પોતાની હવસ સંતોષવા ખાતર યુઝ કરે છે.જયારે અમુક લોકો સાચા પ્રેમની શોધ માં પોતાનું આખું જીવન રેડી દે છે. જે લોકો પ્રેમ માં પડ્યા હોય છે એ એવું માને છે કે અમને દુનિયાની બધી જ ખુશી મળી ગઈ છે. પરંતુ કેટલીક વાર આ આંધળા પ્રેમની કેટલી હદ સુધી અને કેટલી મોટી સજા મળી સકે છે એ વિચારતા નથી. અને આ સમયે એક સવાલ ઉદ્ભવે છે....શું પ્રેમ હજુ જીવે છે?......આવું જ કંઈક બને છે પૂજા સાથે....

પૂજા... સૂર્ય પુત્રી કહેવાતી તાપી નદીની આસપાસ વસેલા સુરત શહેરમાં એના મામા-મામી સાથે રહેતી હતી અને શહેરની એક સારી કોલેજ માં એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરતી હતી. નાનપણથી આ ફિલ્ડ માં જોડાવાની ઈચ્છા એને અહીં દોરી લાવી હતી..કારણકે સામાન્ય કુટુંબ માંથી આવતી પિતા એક સામાન્ય બસ ડ્રાઈવર અને માતા ગૃહિણી...સુરત થી થોડે દૂર ગામડાં માં રહેતા હતા...માતા પિતા એ પોતાની એકની એક લાડક્વાઈ દીકરીની ઇચ્છા ને લીધે કમને એના મામા ને ત્યાં રહી ને આગળ અભ્યાસ કરવા દેવા સંમત થયા હતા..

શહેર માં આવતાં વેંત જ પૂજા અહીંની રહેણી ક્હેણીથી ટેવાઈ ગઇ હતી.રોજિંદા જીવનમાં કોલેજથી ઘર અને ઘર થી કોલેજ આજ એની દિનચર્યા હતી.આડોશ પાડોશ ના લોકો પણ એના વખાણ કરતા થાકતા નહતા આથી મામા મામી પણ ખુશ હતા.પરંતુ પૂજા જેવી સારી તથા સંસ્કારી છોકરી પણ પોતાને પ્રેમ ના વંટોળ માં ઉડી જતા ના રોકી શકી. કોલેજના સમય ગાળા દરમિયાન પૂજા ની મુલાકાત એક સૂરજ નામના છોકરા સાથે થઇ.

પૂજાની કોલેજના એક ફંકશનમાં બંને ડાન્સના એકજ ગ્રુપમાં હતા.આથી બંનેની મુલાકાત થઇ. દેખાવ માં હેન્ડસમ અને પ્રમાણ માં ઉંચા પૈસાદાર ઘરનો લાગતો હતો.એકબીજા સાથે પેહલા રોજ કોલેજ આવા-જવાનું..લેક્ચર્સ બંક કરી ને હરવા-ફરવા જવું, મુવી જોવી અને ગાર્ડનમાં હરવા-ફરવા જવું વિગેરે.....

પૂજા ના જન્મ દિવસ પર સૂરજ એ મોટી પાર્ટી એરેંજ કરી હતી બધા ફ્રેન્ડઝ ને ઇન્વિટેશન આપવામાં આવેલું હતું.સૂરજના ઘરે બધા પાર્ટી ની મિજબાની માણી રહ્યા હતા એટલામાં સુરજે રિંગ કાઢી ને પૂજાને પ્રપોઝ કરી અને પૂજાએ થોડી હિચકીચાહટ સાથે હા પાડી અને સુરજ પૂજા ને પોતાના રૂમ માં લઇ ગયો..અને મોટી બર્થડે ગિફ્ટ આપી...

પૂજા ખુબ જ ખુશ હતી. સૂરજ બેડ પર બેઠો હતો અને પૂજા એની સામે ખુરશી પર.. સુરજ એની નજીક આવ્યો અને કિસ કરવા માટે થોડો આગળ નમ્યો પૂજા ને પહેલા થોડું અજીબ લાગ્યું સુરજ એ એના હોઠ પૂજા ના હોઠ પર મુક્યા પૂજાને વિરોધ પણ ના કર્યો પરંતુ સાથ પણ ના આપ્યો..સુરજે બીજી વાર પ્રયત્ન કર્યો આ વખતે પૂજાએ પ્રતિભાવ આપ્યો અને સુરજ પૂજાનો ડ્રેસ કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ પૂજા ત્યાંથી ચાલી નીકળી કદાચ એને પોતાની મર્યાદાનું ભાન થયું હતું પરંતુ કહેવાની જરૂર નથી કે એ પછી એ બંને વચ્ચે તમામ પ્રકારના શારીરિક સંબંધો બંધાઈ ચુક્યા હતા. પૂજાએ પોતાની તમામ સીમાઓ સૂરજ પર વિશ્વાસ મૂકીને વટાવી દીધી હતી. એને વિશ્વાસ હતો કે સુરજ એની સાથે વિશ્વાસ ઘાત નઇ કરે અને તેની સાથેજ ભવિષ્ય માં મેરેજ કરશે.

આ વિશ્વાસને લીધે હવે શારીરિક સંબંધ વારંવાર બંધાઈ ચુક્યો હતો .કેટલીક વાર એ હવે તેના મામા મામી જે એની પર આંધળો વિશ્વાસ કરતા હતા એમને પણ જૂઠું બોલી ને કોલેજ ના બહાને સુરજ ને મળવા પહોંચી જતી હતી. મામા મામી ને એના પર એટલો વિશ્વાસ હતો કે એ મોડી ઘરે આવતી તો પણ કોઈ જાત ના શંકાની નજરે એની તરફ કોઈ જોતું નહિ.

પૂજા ખુબજ ખુશ હતી કારણકે તેને ખુબજ પ્રેમાળ સાથી મળી ચુક્યો હતો અને એની સાથે ખુશ પણ હતી તેથી એણે કરેલી ભૂલોનું પણ એને ભાન નહોતું.બધું શાંતિથી પસાર થઇ રહ્યું હતું.જોતજોતામાં કોલેજના બે વર્ષ ક્યાં પતિ ગયા એની પણ ખબર ના પડી.

એક દિવસ સવારની વાત હતી. પૂજા તૈયાર થઇ ને કોલેજ જાવા માટે નીકળી રહી રહી તો એના સેલફોન પર એક મેસેજની બીપ સંભળાઈ એણે ચેક કરવા માટે સેલ ફોન હાથ માં લીધો, સૂરજ નો મેસેજ હતો.. “જલ્દી થી પાર્ક માં આવી જા એક ગુડ ન્યુઝ આપવી છે.” પૂજા ખુબજ ઉતાવળી-ઉતાવળી પાર્ક માં પહોંચી ગઈ.સુરજ પેહેલેથી જ એની ત્યાં રાહ જોઈ રહ્યો હતો.પિંક શર્ટ અને બ્લેક પેન્ટમાં એ ડેશીગ લાગી રહ્યો હતો.

“હાય, કેમ આટલી ઉતાવળ માં બોલાવી?” પૂજે જતા વેન્તજ સવાલ પૂછી નાખ્યો.

“કહું છું બાબા. શાંતિ તો રાખ.”

“ના તું હમણાં જ કે મને” પૂજા હવે અધીરી બની રહી હતી.

“ઓકે,ગેસ વોટ? મને અમેરિકાની એક પ્રતિષ્ઠિત કોલેજ માં એડમિશન મળી ગયું છે, આઈ એમ ગોઇંગ ટુ યુ.એસ.એ. પૂજા..” સુરજે ઉત્સાહ ભર્યા અવાજમાં કહ્યું.

પરંતુ આ સાંભળતાજ પુજા ના ચહેરાનું તેજ ઝાંખું પડી ગયું. ઉત્સાહ પૂરો વિસરી ગયો.

“શું થયું?”સુરજે પૂછ્યું.

“કાઈ નહિ, તું મને આમ અહિયાં એકલી મૂકી ને જાય તો મારું શું થશે?”

“અરે પૂજા,હું કઈ હમેશા માટે થોડી જઈ રહ્યો છું,બે વર્ષ તો જોતજોતામાં નીકળી જશે.”

હવે સુરજ એને માનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.પૂજએ થોડો અણગમો દાખવ્યો પરંતુ આખરે એ માની ગઈ.

સુરજ હવે કેનેડા જતો રહ્યો હતો.પૂજાએ એને એરપોર્ટ પર મુકવા જવા માટે ખુબજ આગ્રહ કર્યો પરંતુ સુરજ એ એને પરાણે એવું શક્ય નથી એવું કહીને મનાવી લીધી.

હવે સુરજ જઈ ચુક્યો હતો,પૂજા અહી એકલી અટૂલી કંટાળી રહી હતી. પરંતુ હવે એને સત્ય સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો.

પહેલા જેવી દિનચર્યા બની ચુકી હતી. કોલેજ જવું ક્લાસ ભરવા અને તરત ઘરે આવી જવું. બાકીનો સમય ઘરના લોકો સાથે પસાર કરવો.

કોઈક-કોઈક દિવસ સુરજ સાથે જી-મેઈલ પર વાત થઇ જતી હતી પરંતુ મોબાઇલ પર વાત નહોતી થતી. દરેક વખતે સુરજ કૈક ને કૈક બહાનું બનાવી લેતો હતો. પૂરે પૂરું એક વર્ષ વીતી ચુક્યું હતું.

ધીરે ધીરે સમય વીતતો ગયો એમ સુરજ સાથે ના કોન્ટેક્ટ તૂટતા ગયા.હવે સુરજ સાથે વાત થતી સદંતર બંધ થઇ ચુકી હતી.એનું જી-મેઈલ અકાઉન્ટ પણ ડીલીટ બતાવતું હતું.પૂજા માટે એક એક સેકંડ કાઢવી અઘરી બની રહી હતી.ઉદાસી અને ચિંતા એને ઘેરી વળી હતી.ખાવા-પીવાના સમયનું ભાન રહેતું નહતું અને સાથે સાથે શરીર પણ કમજોર બની રહ્યું હતું,

અચાનક પૂજા ટાઇફોઇડ નામની ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ.સાજી કરવી ડોક્ટર માટે અઘરું બની રહ્યું હતું.માંડ માંડ સાજી થઇ .ઘરમાં બધી વાત ની જાણ થઇ ચુકી હતી એના માતા પિતા હવે એને અહિયાં રેહવા દેવા રાજી નહોતા.એને લઇ એ લોકો અમદાવાદ જતા રહ્યા.

પરંતુ પૂજા ને વિશ્વાસ હતો કે સુરજ પાછો આવશે.અહિયાં એ ધીરે વાતાવરણમાં સેટ થઇ રહી હતી. એક વાર પૂજા એની ફેમિલી સાથે ફંકશનમાં જવા નીકળી.એની માતા એ માંડ માંડ મનાવી હતી એને આવા માટે મનાવી હતી.

રસ્તામાં નાસ્તો કરવા એના પપ્પા એ ગાડી ઉભી રાખી.એટલામાં પૂજાએ કૈક જોયું એને એ ત્યાં જ ઢાળી પડી .આંખો બંધ થઇ ગઈ,આંખે અંધારા આવી ગયા. આંખ ખુલી તો એ હોસ્પિટલ માં હતી.આજુબાજુ સગા વહાલાની ભીડ જામી હતી.અલગ-અલગ પ્રકારના ડોકટરના મશીનોથી ઘેરાયેલી હતી.આખે જોયા પર એને વિશ્વાસ નહોતો આવતો હતો.એણે એવું તો શું જોયું હતું??

એ પોતે જોયેલા દ્રશ્યનું પુનરાવર્તન કરી રહી હતી.એના માનસ-પટ પરથી એ દ્રશ્યની અસર દૂર થતી નહતી.એણે સુરજને જોયો હતો.એ પણ એક છોકરી સાથે બાઈક પર જતા.જોઇને તો એવું લાગી રહ્યું હતું કે એ બંને એક કપલ હોય,પરંતુ શું આ સાચું હતું?? એને જે જોયું એ સત્ય હતું?? સાચે એ સુરજ જ હતો?? ઘણા બધા સવાલ એના મન ને ઘેરી વળ્યા હતા.હવે તો ક્લીયર કર્યે જ છુટકો હતો.

હોસ્પિટલ માંથી રાજા મળ્યા બાદ હવે પૂજા ને આ ચિતા એ ઘેરી વળી હતી.રોજ સવારે એ ગાર્ડનમાં ચાલવા જતી..ચાલવા કરતા તો કુદરતના સૌન્દર્યને નિહાળીને એ પોતાનું મન હલકું કરીલેવા માંગતી હતી.

નિત્યક્રમ મુજબ એ આજે સવારે પણ નીકળી ગઈ.ત્યાં શાંતિ થી બેઠા બેઠા ફૂલોને નિહાળી રહી હતી ત્યાં એની નજર એક કપલ પર પડી એનાથી દૂર બેઠું હતું.અને અંગત પળો માની રહ્યું હતું.પરંતુ આ શું ચેહરો જાણીતો લાગ્યો......હા એજ હતો સુરજ..પૂજા ને અચાનક ધ્રાશ્કો પડ્યો.એને શક્ય હોય એટલી નજીક જઈ પાક્કું કર્યું હા હવે તો નક્કી એ જ હતો..શું સુરજ એની સાથે દગો કરી રહ્યો હતો?? હા......એ સુરજ પાસે ગઈ અને જોર થી તમાચો ઝીંકી દીધો. પોતાના સવાલના જવાબો સુરજ પાસે શોધવાનો પરતના કર્યો પરંતુ કૈંજ ના મળ્યું. સુરજના વાતો પરથી પ્રતીત થતું હતું કે પૂજાને એને ફક્ત પોતાની હવસ સંતોષવા માટેજ રાખી હતી..અને પછી છોડી દીધી..

પૂજાએ એને મનાવવા અથાક પ્રયત્નો કર્યા પરંતુ એ બધા હવે વ્યર્થ હતા.સુરજે રીતસરની એને હાથ પકડી ને હડસેલી દીધી.જાણે કીજ બન્યું નાં હોય..એ પૂજાને કડી ઓળખતો જ ના હોય..પુજાના મન પ્રમાણે હવે એનું સર્વસ્વ હણાઈ ચુક્યું હતું.એને ઘરે જવા ઓટોરીક્ષા પકડી લીધી.અને ખુબજ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.પરંતુ એને સંભાળવા વાળું હમણાં કોઈ જ નહોતું.આજુ બાજુ ના ટ્રાફિક ના આવાજ માં રડવાનો અવાજ દબાઈ રહ્યો હતો.

એક ઓવરબ્રિજ ઉપર રિક્ષા માંથી એ ઉતારી પડી અને પછી શું થયું એ મારે વર્ણવાની જરૂર નથી...

પાછી એકવાર એની આંખ ખુલી તો એ હોસ્પીટલના બેડ પર હતી.આજુબાજુ પહેલાની જેમજ વાતાવરણ હતું.માતા હૈયા ફાટ રુદન કરી રહી હતી.એના પિતા માતા ને સાંત્વના આપી રહ્યા હતા.

“સોરી પપ્પા...સોરી મમ્મી....”

આટલું જ બોલી શકી..પાછી આંખ મીચાઈ ગઈ...પરંતુ હવે હમેશા માટે..હવે એ કોમળ આંખો કદી પછી ખુલવાની નહોતી...એ એકલી મૂકી ગઈ એની રડતી માં ને...દિવસ રાત એક કરી ને એની તમામ જરૂરિયાતો પૂરી કરતા અને માતાને સાંત્વના આપતા પિતાને...અને એક સૌથી મોટા સવાલ ને.....

“શું પ્રેમ હજુ જીવે છે?”