Sambhavna books and stories free download online pdf in Gujarati

સંભાવના (શોધ-સંશોધન)

અંક : ત્રીજો, ડીસેમ્બર-૨૦૧૬ શોધ-સંશોધન

તંત્રી : માતૃભારતી ઈ-બુક

ટાઈપ સેટીંગ : કીર્તિ ત્રાંબડીયા

અર્પણ : વાંચકોને

નમસ્કાર...,

ખુબ ખુબ ધન્યવાદ... વાંચક મિત્રોના...

“સંભાવના” નો બીજો અંક મંથલી ઈ-સામાયિક રૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. પરંતું અમારા સારથી રૂપે અમારી સાથે છે “માતૃભારતી ઈ-બુક”.

તમે જ વિચારો જોઈએ જેના સારથી જ સાહિત્યનું વટવૃક્ષ છે. જેમના મુળમાં જ લેખકોરૂપી બીનું વાવેતર થતું હોય. વાંચકરૂપી કોમેન્ટોનો સહકાર મળતો હોય તો પછી આશમાન ક્યાં દુર છે.

દર મહીને તમને કંઈક નવું અને રોચક માહિતીથી ભરપુર આપવાની કોશિષ રહેશે. અમારી કોશિષને તમારો સાથ તેમજ આપણા સૌના સારથી રૂપે “માતૃભારતી ઈ-બુક એપ્સનાં” સૌજ્ન્યથી પ્રકાશિત થતું “સંભાવના”ને આપો તમારો સાથ અને સહકાર અને વધારો જ્ઞાનનો ભંડાર...

આભાર.....

ચાર્લ્સ ગુડયર

ચાર્લ્સ ગુડયર જેની બ્રાન્ડના ટાયર આખું જગત વાપરે છે તેણે ૧૮૩૪માં જયારે પ્રથમ વૃક્ષાના ગુંદરમાંથી રબર બનાવ્યુંત્યારે એક જ ખામી હતી. આ રબર શિયાળામાં સીધું ચાલતું પણ ઉનાળામાં લબદો થઈને ગંધ મારતું. નવ-નવ વર્ષ સુધી તેની શોધને પરફેકટ કરવા તેણે તેની પાસેની તમામ ચીજો ગીરવે મૂકીને શોધ માટેના ડોલર મેેળવ્યા, અને બીમાર પત્નીના દવાદારૂનો ખર્ચ વધી ગયો હતો. દેવાદાર બની ચાલ્ર્સ ગુડયરે તેના સાંકડા ઘરના રસોડાને તેની લેબોરેટરી બનાવી. તેને કેમિસ્ટ્રીરીનું સાધારણ જ્ઞાન હતું. તેના પ્રયોગોને કારણે બળેલા રબરની દુર્ગધ અને ગેસ આખા ઘરમાં ફેલાઈ જતો.

સૌથી પ્રેરણાદાયી વાત એ હતી કે બીમાર પત્ની તેના કામમાં સતત ભૂખી રહીને સહકાર આપતી. મિત્રોએ પણ પોતાની તમામ બચતો વાપરવા આપી, તેના એક બનેવીએ ૪૬૦૦૦ ડોલર ઉછીના આપ્યા, જે કદી પાછા મળવાના નહોતા. ચાર્લ્સ ગુડયર દેવામાં ડૂબી ગયો અને જેલમાં ગયો, પત્નીએ ઘરેણાં વેચીને છોડાવ્યો ત્યારે ૧૮૪૩માં અકસ્માતે તેણે 'ઈન્ડિય રબર'નું પ્રવાહી અને સલ્ફર તેણે સ્ટવ ઉપર ઢોળ્યું અને આખરે તેમાંથી જે રબર મળ્યું તે વોટરપ્રૂફ રબર અકસ્માતે મળ્યું.

તે ટાયર આખી દુનિયા વાપરે છે. આ ટાયરની પેટન્ટ તેણે ગુડયરના નામે લીધી પણ પછી તેણે પેટન્ટ સસ્તામાં વેચી દીધી. દેવાદાર થતા ફરી જેલમાં ગયો. ૧૮૬૦માં ચાર્લ્સ ગુડયર મર્યો ત્યારે તે કુટુંબ માટે દેવું છોડી ગયા. હાલ ગુડયર ટાયર એન્ડ રબર કંપની તેની શોધ થકી માલામાલ છે.

કેન્ડલ

દીવાને જો આપણે પ્રાચીન યુગની શોધ માનતા હોઈએ તો કેન્ડલ એટલે કે મીણબત્તી પણ એટલું જ જૂનું સંશોધન છે. આમ તો મીણના ઉપયોગથી બનતી મીણબત્તી ઉત્પત્તિમાં ઘણા દેશોનો ફાળો છે, પણ મીણબત્તીએ મૂળ ચીનની શોધ મનાય છે. ઉત્પત્તિ ચીનની જેને વિકસાવવાનું કામ કર્યું જાપાને.

જાપાનમાં ઈ.સ. પૂર્વે રર૧- ર૦૬માં લાંબા સમય સુધી પ્રજવલિત રહી શકે એવી કેન્ડલ બન્યા પછી ફસ્ર્ટ સેન્ચુરમાં બીબાં પધ્ધતિ વિકસી. ચીન અને જાપાનની જોડીની જેમ ઈજિપ્તમાં ત્રણ હજાર વર્ષ પહેલાં મીણ પીગાળીને દિવેટ મુકાતી હતી. એમાં વધુ પરિવર્તનો લાવવાનું શ્રેય રોમનને જાય છે. મોટી લાંબી મીણબત્તીઓ રોમનો તૈયાર કરવા લાગ્યા. હવે તો વિશ્વના ખૂણે ખૂણે આ મીણબત્તીનો ઉજાસ ફેલાય છે અને આપણે ત્યાં દિવાળીમાં પણ આ અડોપ્ટેડ દીપ મીણબત્તીને દીવાનું સ્થાન અપાય છે.

બજારમાં હાલમાં રંગબેરંગી અલગ અલગ આકારમાં ઉપલબ્ધ મીણબત્તીઓ વત્તા કાચના અલગ અલગ અલગ પાત્રમાં સજાવેલી જેલ કેન્ડલ, કે્રકર કેન્ડલનો પણ ક્રેઝ છે, તેમજ ક્રીસમસમાં પણ મીણબત્તીઓ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ચર્ચમાં તો પોતાની મનની ઈચ્છાને જીજસ પાસે મીણબત્તી પ્રગટાવીને પ્રગટ કરવામાં આવે છે. જન્મ દિવસમાં તેમજ શોક દર્શાવવા માટે પણ મીણબત્તીનો ઉપયોગ થાય છે. પ્રકાશ સ્થાન મીણબત્તીએ લીધું તે સાથે દુ:ખદ પરીસ્થિતિમાં દુ:ખને દુર કરીને ઉજાસનું સ્થાન પણ મીણબત્તીએ લીધેલ છે.

KIRTI TRAMBADIYA

'ઓટોમેટિક કેસ ડિસ્પેનિસંગ'

મૂળ સ્કોટલેન્ડનો રહેવાસી પરંતુ ભારતમાં જન્મેલા જહોન શેફર્ડ બેરોનના મગજમાંએક વિચાર આવ્યો. એક વાર બેરોન બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ગયા. કોઈ કારણસર તેમને બેંક પહોંચવામાં મોડું થયું, બેંક બંધ થઈ ગઈ, એ સમયે બેરોનને ચોકલેટ વેનિડંગ મશીનની જેમ એટીએમ મશીનનો વિચાર આવ્યો. એટીએમ મશીન કે જે 'ઓટોમેટિક કેસ ડિસ્પેનિસંગ' મશીન તરીકે ઓળખાય છે. વિશ્વનું સૌપ્રથમ એટીએમ ૧૯૬૭માં લંડનમાં શરૂ થયું હતું. ભારતમાં આશરે અઢારેક વર્ષ પહેલાં હોંગકોંગ સાંઘાઈ બેંક કોર્પોરેશને સૌપ્રથમ એટીએમ મશીન મૂકયું હતું.

એટીએમ મશીનમાં પાસવર્ડ નાખવાથી પૈસા ઉપાડી શકાય એ તો આપણે સૌજાણીએ છીએ. આ પાસવર્ડની સંખ્યા પહેલાં છ આંકડાની હતી. એક દિવસ બેરોને તેમની પત્નીની જ કસોટી લીધી, ત્યારે તેમની પત્નીને ફકત ચાર અંક જ યાદ હતા. એ વખતથી એટીએમનો પાસવર્ડ ચાર આંકડાનો કરવામાં આવ્યો.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડયાએ કેરળમાં પાણી પર તરતી બોટમાં એટી એમ શરૂ કર્યું. તો મોબાઈલ એટીએમ સેન્ટર શરૂ કરવાનો રેકોર્ડ પણ ભારતનો જ છે. કાશ્મીરના શ્રીનગરમાં વાહનમાં મોબાઈલ એટીએમ કાઉન્ટર મૂકવામાં આવ્યું છે. આ એટીએમ તેના નક્કી કરેલા સમયે ચોક્કસ સ્થળોએ ફરે છે. આમ, દેશ-વિદેશના સૌલોકો એટીએમનો લાભ લે છે.

નુડલ્સ

નુડલ્સ નામ વાંચતા જ વાંચનાર વ્યકિતના મોઢામાં નુડલ્સના સ્વાદનો અહેસાસ થતો હશે. નુડલ્સ તો આપણે સૌખાઈએ છીએ, પરંતુ કયારેય એ વિચાર નથી કર્યો કે, આ નુડલ્સની શોધ કરનાર છે કોણ ? ઈ.સ. ૧૯પ૮માંઈન્સ્ટન્ટ નુડલ્સની શોધ થઈ હતી. નુડલ જર્મન શબ્દ છે.

ચીનમાં લગભગ ચાર હજાર વર્ષે પર્વે પણ નુડલ્સ બનાવવામાં આવતી હતી. ઈન્સ્ટન્ટ નુડલ્સના હાલના બજારમાં સૌથી મોટો હિસ્સો નેસ્લે કંપનીની મેગી નુડલ્સનો છે. બજારમાં આ સિવાય પણ ઘણી કંપનીના નામની નુડલ્સનું વેચાણ થાય છે, તેમાંની ટોપરેમન, ચીન્ગાસિકે્રટ, સ્મથ એન્ડ જોન્સ વિશ્વમાં ઘણા બધા દેશોમાં નુડલ્સ અલગ અલગ નામ છે. દરેક દેશમાં સ્વાદ અનુસાર મળે છે.

વિશ્વમાં ભારત, ચીન, નેપાળ, જાપાન, જર્મન, શ્રીલંકા, કોરિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા, બ્રીટન વગેરે દેશમાં નુડલ્સનું મોટુ મારકેટ છે. હાલ તો નુડલ્સ નાના બાળકો જ નહિ પરંતુ મોટા હોય કે વૃધ્ધ બધાં માટે પ્રિય વાનગી બની ગઈ છે. નુડલ્સ જેટલી ખાવામાં સ્વાદવાળી એટલી જ બનાવવા માટેની રેસીપી સીધી અને સરળ છે. નુડલ્સને લીધે ગૃહણીઓને પણ ઘણી બધી શાંતી થઈ ગઈ છે કે, શાક ન જમતાં બાળકોને વેજીટેબલ નુડલ્સ બનાવીને નુડલ્સને સાથે બધાંલીલા શાકભાજી સરળતાથી જમાડી દે છે.

PRAFUL PATEL

'હેપી બર્થ ડે ટુ યુ'

પેટ્ટી હિલ અને મિલ્ડ્રેડ હિલ કેન્ટુકીની એક બાલવાડીમાં શિક્ષાકની નોકરી કરી રહ્યાં હતાં. ત્યારે બાળકો માટે તેમણે એક ગીત લખ્યું હતું. 'ગુડ મોર્નિગ ટુ યુ' મિલ્ડે્રડ હિલ સંગીતની શોખીન હતી અને તેણે આ ચાર લીટીના ગીતને સંગીતબદ્ઘ પણ કર્યું. આ બંને બહેનો સવારે શાળામાં જાય ત્યારે ભૂલકાંને આ હૂંફાળું ગૂડ મોર્નિગ ગીત ગાઈ સંભળાવે. શાળામાં અને શહેરમાં આ ગીત ખૂબ લોકપ્રિય બની ગયું, ત્યાર પછી એવું જ એક બીજું ગીત લખ્યું.

'હેપી બર્થ ડે ટુ યુ' ચાર લીટીનું ગીત બંને બહેનોએ પછી પોતાની ગીત બુક 'સોંગ સ્ટોરીઝ ફોર ધ કિન્ડરગાર્ટન'માં સમાવ્યું હતું. બર્થ ડે સોંગની લોકપ્રિયતાની શરૂઆત ૧૯ર૦ આસપાસ થઈ. કાર્ટૂન શ્રેણીઓથી લઈને રેડિયો સુધી આ સોંગ લોકપ્રિય બન્યું. આ દરમિયાન પેલી સર્જક બહેનોમાંથી એકનું નિધન થઈ ગયું. આ દરમિયાન આ બંનેની બહેન જેસિકા હિલે પોતાની બહેનો વતી કોર્ટમાં ઘા નાખી અને પૂરતા પુરાવાઓ રજૂ કરીને લડત ચલાવી, અને ૧૯૩૪માંતેમને ગીતના તમામ હક્કો મળ્યા.

હિલ સિસ્ટસરે જેમને આ ગીતના રાઈટસ આપ્યા હતા તે કંપની બીર્ચ ટ્રી લિમિટેડને ૧૯૯૮માં અમેરિકાની જાણીતી મ્યુઝિક કંપની વાર્નર-ચેપલે ખરીદી લીધી. ખરેખર તો બીર્ચને ખરીદવા પાછળ વાર્નર-ચેપલની ગણતરી આ ગીતની લોકપ્રિયયાની રોકડી કરવાની જ હતી. આ કંપની હેપી બર્થ ડે ગીત દ્વારા વર્ષ દહાડે બે મિલિયન ડોલર એટલે કે આશરે ૧ર કરોડ રૂપિયાની આવક કરે છે.

સેલ્ફી

સેલ્ફી લેવાનું શ્રેય મૂળ નેધરલેન્ડના અમેરિકન રસાયણશાસ્ત્રી રોબર્ટ કોર્નેલિયસને જાય છે. કોર્નેલિયસે વર્ષ ૧૮૩૯માં ડેગરોટાઈપ પધ્ધતિથી પોતાનો સેલ્ફ-પોટે્રટ લીધો હતો. આધુનિક ફોટોગ્રાફીની સૌથી પહેલી સફળ પ્રકિયા પણ ડેગરોટાઈપ જ ગણાય છે. લુઈસ જેકસ મેન્ડેડેગર અને જોસેફ નાઈસફોર નીપ્સે સિલ્વર આયોડાઈના આવરણથી તૈયાર તાંબાની પ્લેટ પર પહેલા પ્રકાશ અને બાદમાં મર્કયુરી અને મીઠાના સોલ્યુશનનો ધુમાડો ફેકીને કાયમી ફોટોગ્રાફ લેવાની પધ્ધતિ વિકસાવી હતી.

આ પધ્ધતિથી સેલ્ફી લેવા માટે કોર્નેલિયસ ઘણી મિનિટો સુધી કેમેરા સામે બેસી રહ્યા હશે. આ દરમિયાન વર્ષ ૧૮૮૦ સુધીમાં કોડાક જેવી કંપનીઓએ આધુનિક કેમેરા વિકસાવી લીધો હતો અને ૩પ એમ.એમ.ની ફિલ્મ પર સંખ્યાબંધ ફોટોગ્રાફસ લેવા શકય બન્યા હતા. વર્ષ ૧૮૯૮માં બેલ્જિયન પેઈન્ટર હેનરી ઈવનપોલે આવા જ કેમેરાની મદદથી અરીસામાં જોઈને સેલ્ફી કિલક કર્યો હતો.

૧૩મી સપ્ટેમ્બર, ર૦૦રના રોજ એબીસી ઓનલાઈન પર એક યુવકે ર૧માં જન્મદિવસે દારૂ પીને પોતાના ફાટેલા હોઠનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો. આ ફોટોગ્રાફ સાથે લખેાલ લાંબા મેસેજમાં છેલ્લે તેણે લખ્યું હતું કે, ''સોરી અબાઉટ ધ ફોકસ, ઈટ વોઝ અ સેલ્ફી.'' જોકે, આ યુવકની ઓળખ હજુ સુધી જાહેર થઈ શકી નથી. આમ સૌથી પહેલો સેલ્ફી લેવાનું શ્રેય રોબર્ટ કોર્નેલિયસને અપાય છે, તો સેલ્ફી શબ્દનો શોધક આ અજાણ્યા યુવકને અપાય છે.

VIJAY TRAMBADIYA

ફેકસ મશીન

ફેકસ મશીનો ૧૯૭૦ના દાયકાના મધ્યમાં જ ઉપલબ્ધ થઈ શકયા છે. ડિજિટલ ફેકસ મશીનો સૌથી પહેલા જાપાનમાં લોકપ્રિય થયાં, ત્યાં તે ટેલીપપ્રિન્ટર કરતાં વધારે સારા વિકલ્પ તરીકે ઉપયોગી થયા. કારણ કે તે વખતે શબ્દોને ટાઈપ કરવા કરતાં લખવાનું વધારે સહેલું હતું. ધીરે-ધીરે ફેકસની સુવિધા વધારે સારી થતી ગઈ અને ૧૯૮૦ સુધીમાં તે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઈ ગયું.

આજે એવાં ફેકસ મશીનો ઉપલબ્ધ છે. જે ૩૩૦૦ બાઈટ્સ પ્રતિ સેકન્ડની ગતિથી ડેટા મોકલી શકે છે. ફેકસ પ્રિન્ટીંગ માટે જે પેપરનો ઉપયોગ કરવામાં આવે છે તેને થર્મલ ફેકસ પેપર કહે છે. આ પેપરનું લખાણ દૂર કરી શકાય છે. લાંબા સમય સુધી ફેકસ પેપર પરનું લખાણ સાચવી શકાતું નથી.

ફેકસ મશીનમાં સામાન્ય રીતે એક ઈમેજ સ્કેનર, એક મોડેમ અને એક પ્રિન્ટર હોય છે. ઉપરાંત તેના સાથે એક ફોન પણ જોડાયેલો હોય છે. સ્કેનર કોઈ દસ્તાવેજની મુદ્રિત સામગ્રીને ડિજિટલ ઈમેજમાં બદલી નાંખે છે. મોડેમ ફોન લાઈન દ્વારા ડેટાને બીજા મશીન સુધી મોકલે છે અને બીજા મશીનમાં રહેલું પ્રિન્ટર મોકલેલા ડેટાની કોપી કરે છે. કેટલાક ફેકસ મશીનોને કોમ્પ્યુટરથી પણ જોડવામાં આવે છે. તે ઉપરાંત સ્કેનર, પ્રિન્ટર અને કયારેક તો મોડેમનો પણ સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે. આવા મશીનોને મલ્િટફંકશનલ પ્રિન્ટર્સ કહેવામાં આવે છે.

જિલેટ

પ જાન્યુઆરી, ૧૮પપના દિવસે અમેરિકાના શિકાગો શહેરના થયો. જેનું નામ કિંગ પાડવામાં આવ્યું. કિંગ પ્રાથિમક શાળામાં અભ્યાસ કરતા હતા તે સમયે કિંગના મકાનને આગ લાગતા ભસ્મીભૂત થઈ ગયુંઅને તેનું કુટુંબ ફૂટપાથ પર આવી ગયા. કિંગે નાની ઉંમરે જ ફેરિયા તરીકે કામ શરૂ કરી દીધું. પરંતુ તેમાં પણ બહુ આવક થતી નહોતી. છેવટે હાર્ડવેરની એક દુકાનમાં બહુ નહિવત પગારની નોકરી સ્વીકારી, કેમકે દર મહિને નક્કી કરેલ પગાર તો મળવાનો જ હતો.

પરંતુ તે આવક પણ ખુબ ઓછી પડી. છેવટે તેણે સંઘષ્ર્ા કરતાં કરતાં ૧૯૦રમાં, ૪૭ વર્ષ ની ઉંમરે વિલિયમ નિકસન નામના શોધકની મદદથી રેઝર અને સ્ટીલની બ્લેડ શોધી કાઢયાં. ૧૯૦૩માં તેણે રેઝર અને બ્લેડ માર્કેટટમાં મૂકયાં. એ વર્ષ પ૧ રેઝર અને ૧૬૮ બ્લેડ વેચ્યાં. જો કે બીજા વર્ષે કિંગના સેફટી રેઝર અને સેફટી બ્લેડના વેચાણમાં અકલ્પ વધારો નોંધાયા. કિંગે ૧૯૦૪માં સેફટી રેઝરની પેટન્ટ લીધી.

એ પછી એક જ વર્ષમાં તેણે સવા કરોડ રેઝર વેચ્યાં. સેફટી રેઝર અને સેફટી બ્લેડને કારણે કિંગ જગવિખ્યાત બની ગયો અને વિશ્વના ટોચના શ્રીમંત ઉદ્યોગપતિઓમાં તેની ગણના થવા લાગી. તેણે પોતાની કંપની દ્વારા બનતા સેફટી રેઝર અને બ્લેડની બ્રાન્ડનું નામ પોતાની અટક પરથી જિલેટ રાખ્યું. જે કિંગ જિલેટને બાળપણમાં ખાવાનાં પણ ફાંફાં હતાં તેને અમેરિકન પ્રમુખો નામથી ઓળખતા થઈ ગયા. એટલું જ નહીં, જુદા જુદા અમેરિકન પ્રમુખો સાથે બેસીને ડિનર લેવાનો મોકો પણ તેને મળવા લાગ્યા.

ARTI UKANI

કાર્ટૂન ચિત્ર

અમુક ચીજોની શોધક કોઈ એક વ્યકિત નથી હોતો. અમુક શોધો તો બસ એમ જ થઈ ગઈ હોય છે અને પછી તેને કોઈ એક નામ આપીને એક નવી શોધ તરીકે જાહેર કરવામાં આવે છે. ચાલો આવી જ એક શોધ વિશે જાણીએ... કાર્ટૂન ચિત્ર એટલે પ્રાચીન સમયના કટાક્ષા ચિત્ર કે ઠઠ્ઠાચિત્ર તરીકે ઓળખાતા, તે સમયમાં ચિત્રકારો મોટે ભાગે વ્યકિતનાં રમૂજી ચિત્રો બનાવતા. યુરોપમાં દેવળોની ભીંતો ઉપર કટક્ષ ચિત્રો આલેખવાની પ્રથા ૧પમી સદીથી ચાલી.

જર્મનીમાં ૧૬મી સદીમાં નવજાગૃતિ સમયે રાજા, મંત્રી, સેનાપતિ, પાદરી વગેરેના કુરૂપ ચિત્રો દોરવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ૧૮મી સદીમાં અંગેજી વર્તમાનપત્રો તથા સામાયિકોમાં કટાક્ષ ચિત્રો નિયમિત છપાતાંથયાં. તેમજ ૧૯મી સદીમાં ફ્રાન્સમાં શાસનના ભ્રષ્ટાચાર સામે પ્રજાનો આક્રોશ કટાક્ષ ચિત્રો રૂપે વ્યકત થયો હતો. અમેરિકામાં ૧૮૭૦ના દસકામાં હાપર્સ વીકલીના કટાક્ષા ચિત્રોએ વિલિયમ ટ્વીડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને કારાગૃહ ભેગો કર્યો.

બ્રિટનમાં કટાક્ષા ચિત્રોના સામાયિકો 'પંચે' કાર્ટૂન શબ્દ પ્રચલિત કર્યો. પહેલી કટાક્ષા ચિત્ર-પટી યલોકિડ' 'ન્યૂયોર્ક જનરલ'માં ૧૮-૧૦-૧૮૯૬ ના દિવસે પ્રગટ થઈ. ગુજરાતીમાં મુંબઈના પારસી 'ગપસપ' માસિકમાં૧૯૩૦ આસપાસ કટાક્ષા ચિત્ર દેખાયાં. આ જ સમયે ગુજરાતમાં પ્રથમ કટાક્ષા ચિત્રો રવિશંકર રાવળે 'અફલાતૂન' ઉપનામે તેમના કુમાર માસિકમાં છાપ્યાં.

એક ડિનર પાર્ટીમાં ચેડ હેલરી સ્ટીવ ચેન અને જાવેદ કરીમ ત્રણે મિત્રો ભેગા થયા, તે સમયે ચર્ચા ચાલતી હતી કે વીડિયો શેરિંગમાં તકલીફ પડે છે. એ વખતે ત્રણેય ભાઈબંધોને વિચાર આવ્યો કે વીડિયો શેરિંગ માટે એકાદ સાઈટ હોય તો સારું. આ એક વિચારના ઉદ્દભવથી જન્મ થયો યુ ટયૂબનો, ત્રણે મિત્રોએ ૧.૧પ કરોડ ડોલર ભેગા કરી કંપની સ્થાપી નાખી.

પહેલી ઓફિસ બનાવી કેલિફોનરિયાની એક રેસ્ટોરાંના ઉપરના માળે કામ શરૂ થયું. આજે તે વિશ્વમાં ચોથા નંબરની સૌથી વધુ જોવાતી સાઈટ છે. ફે્રબ્રઆરી ૧પ,ર૦૦માં યુ-ટયૂબનું ડોમેઈનનું બુકિંગ થયું. એપ્રિલ ર૦૦પમાં પ્રથમ વીડિયો મુકાયું ત્યાર બાદ સાઈટનું મે ર૦૦પ માં બીટા વર્ઝન મૂકવામાં આવ્યું અને સતાવાર રીતે નવેમ્ર ર૦૦પમાં તેને પબ્િલક સમક્ષા જાહેર કરાયું. ઓકટોબર ર૦૦૬માં ઓનલાઈન નંબર ૧ કંપની ગૂગલે તેને ૧.૬પ અબજ ડોલરમાં હસ્તગત કરી લીધી.

જુલાઈ, ર૦૦૬ સુધીમાં તેના પર રોજના ૬પ હજાર વીડિયો અપલોડ થવા લાગ્યા. સાઈટ પર અત્યાર સુધી ૭,૦૦,૦૦,૦૦૦ વીડિયોનો ઢગલો થયો છે. સાઈટ પર અપલોડ થયેલા વીડિયોની લંબાઈ ૪૧ર.૩ વર્ષ જેટલી છે. યુ ટયૂબ એક વટવૃક્ષ બની ગયું છે.

PATEL RANU

બીજા રસપ્રદ વિકલ્પો