smbhavna books and stories free download online pdf in Gujarati

smbhavna

અંક : બીજો, નવેમ્બર-૨૦૧૬ પ્રેમ...એટલે પ્રેમ...

તંત્રી : માતૃભારતી ઈ-બુક

ટાઈપ સેટીંગ : કીર્તિ ત્રાંબડીયા

અર્પણ : વાંચકોને

નમસ્કાર...,

ખુબ ખુબ ધન્યવાદ... વાંચક મિત્રોના...

“સંભાવના” નો બીજો અંક મંથલી ઈ-સામાયિક રૂપે પ્રગટ કરવા જઈ રહ્યા છીએ. પરંતું અમારા સારથી રૂપે અમારી સાથે છે “માતૃભારતી ઈ-બુક”.

તમે જ વિચારો જોઈએ જેના સારથી જ સાહિત્યનું વટવૃક્ષ છે. જેમના મુળમાં જ લેખકોરૂપી બીનું વાવેતર થતું હોય. વાંચકરૂપી કોમેન્ટોનો સહકાર મળતો હોય તો પછી આશમાન ક્યાં દુર છે.

દર મહીને તમને કંઈક નવું અને રોચક માહિતીથી ભરપુર આપવાની કોશિષ રહેશે. અમારી કોશિષને તમારો સાથ તેમજ આપણા સૌના સારથી રૂપે “માતૃભારતી ઈ-બુક એપ્સનાં” સૌજ્ન્યથી પ્રકાશિત થતું “સંભાવના”ને આપો તમારો સાથ અને સહકાર અને વધારો જ્ઞાનનો ભંડાર...

આભાર.....

-:: અનુક્રમણિકા ::-

૧.પ્રેમ એટલે શું ?કીર્તિ ત્રાંબડીયા

૨.હું હીરા ને ખોઈ બેઠીપ્રફુલ પટેલ

૩.પ્રેમના પ્રતિભાવોઆરતી ઉકાણી

૪.લવ ઈન લેટર લાઈફહીના કણસાગરા

૫.પ્રેમનો બાદશાહ એટલે.....રાનુ પટેલ

પ્રેમ એટલે શું ?

પ્રેમ શબ્દ જ એટલો મીઠો છે કે, દરેકના ચહેરા પર લાલી છવાય જાય. શરમાશો નહીં. તમારા જ નહીં દરેકના આ શબ્દ જ એટલો પ્રેમભર્યો છે કે બાલ્યકાળથી તે લઈ વૃધ્ધાવસ્થા સુધી દરેકને લાગુ પડે છે.

અરે યાદ આવ્યું, પંદર દિવસ પહેલાંની જ વાત છે. અચાનક જ મંદિરમાં જવાની ઈચ્છા થઈ. મંદિરમાં ચારેબાજુ વૃધ્ધો જ વૃધ્ધો અચાનક મોટી ઉંમરના વૃધ્ધ બા પડતાં પડતાં રહી ગયાં. તેમને ટેકો આપતાં સમયે મોઢે જયશ્રી કૃષ્ણ બોલતાં તેમના ચહેરા ચમક આવી ગઈ. મારા માથા પર પ્રેમથી હાથ મુકતા વળતો જવાબ આપ્યો જયશ્રી કૃષ્ણ....

મારાથી તેમને પુછાય ગયું આ ઉંમરે આટલા રૂપાળા છો તો તમારી યુવાનીમાં તો તમારો ઠસ્સો.. મારું વાક્ય પુરા થતાં પહેલાં જ તે બોલી ઉઠ્યા. અરે મારી યુવાનીમાં તો મારું રૂપ- સાક્ષાત ભગવાનને પણ મારા રૂપની ઈર્ષા આટલું બોલતાં તે તેમનાં યુવાનીના દિવસોમાં ખોવાય ગયાં.....

મારું કહેવાનો મતલબ એટલો જ છે કે, ૮૦ વર્ષના વૃધ્ધાના ચહેરા પર પ્રેમ શબ્દની ચમક મને આજ પણ યાદ છે. છોડો આ બધી વાત આપણે મૂળ વાત પર આવીએ...

પ્રેમ એટલે

‘ગાલિબ ’ નાં શબ્દોમાં કહીએ તો.....

હૈ ઇશ્ક નહીં આસાન ઈતના સમઝ લીજીયે

યે આગકા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ !

એક બહુ જુનો છતાં પણ પ્રેમીઓ માટે જાણીતો લાજવાબ શેર છે તે પણ એક નામી ના.. ના.. નામી નહી પરંતુ ખ્યાતનામ શાયર ખુશરોનો પણ એક શેર છે -

ખુશરો દરિયા પ્રેમકા ઉલ્ટી ઉસકી ધાર

જો ઉતરા સો ડૂબ ગયા જો ડૂબા સો પાર !

માણસના જીવનને રંગીન બનાવનાર રંગોની સાથે સુંગધથી તરબતર કરતું તાજગીભર્યો કોઈ અહેસાસ હોય તો તે છે પ્રેમ. પૃથ્વી પર રહીને ઈશ્વરની રૂબરૂ કરાવનાર, આ પૃથ્વી પર સ્વર્ગ છે કે નહી એ તો પોત પોતાના વિચારની વાત છે પરંતુ જો સ્વર્ગની ઝાંખી કરવી હોય તો પ્રેમ જેવી બીજી કોઈ જાદુઈ છડી છે નહીં. મારી વાત સાચી છે ને ?

પ્રેમની શરૂઆત જ મધ મીઠી એટલે કે મધ જેવી મીઠી હોય છે શરૂઆતમાં માણસને એકબીજામાં એટલી સારી સારી ખુબીઓ દેખાય છે કે, એકબીજા માટે બંન્ને સર્વગુણસપંન્ન હોય એ રીતે એકબીજાની ખામીઓ પણ બહુ પ્રેમથી સ્વીકારી લે છે. અરે ખામીઓ પણ ખુબીઓમાં બદલાય જાય છે.

પરંતુ સમય જતાં ધીમે ધીમે એકબીજામાં ખામીઓની ભરમાર દેખાય છે. ખરેખર તો જે શરૂઆત હોય છે તે જ તેમનો અંત હોવો જોઈએ. એટલે કે, શરૂઆતમાં માણસને એકબીજામાં એટલી સારી સારી ખુબીઓ દેખાય છે. એકબીજાની ખામીઓ પણ બહુ પ્રેમથી સ્વીકારી લે છે. એજ રીતે આજીવન જીવન જીવી ગયાં તે જ પ્રેમ.

પ્રેમ વિશે તો જેટલું લખીએ એટલું ઓછું પડવાનું છે મારા મતે તો પ્રેમ એટલે એક એવો અહેસાસ કે જેને શબ્દમાં વર્ણન કરવા માટે શબ્દ જ ના મળે, એક એવું જીવન જે હંમેશા તમે બીજાના માટે જીવી જાવ તે પણ કોઈ ફરીયાદ વગર, બસ ફક્ત આપવાની ભાવના સાથે કોઈ લાલચ નહી, કોઈ દંભ નહી, કોઈ સ્વાર્થ નહી, કોઈ માંગણી નહી એક “માં” જેવું નિસ્વાર્થ વહેતી હવા જેવું બિન્દાસ્ત, ધુધવતા દરિયા જેવું અને પ્રકૃતી જેવું કોમળ- પ્રેમાળ, નિર્મળ, તેમજ હંમેશા વહાલની ચાદરથી આપણને પ્રેમભરી હુંફ આપતું.

KIRTI TRAMBADIYA

હું હીરા ને ખોઈ બેઠી

તમે વાંચવા જઈ રહ્યા છો તે (વાર્તા મને મારા ઈ-મેઈલમાં મોકલવામાં આવેલ છે. તમે પણ મોકલી શકો છો આ રીતે સત્ય કહાની..) મારી લખેલી નથી. તે મારા શબ્દો નથી. પરંતુ હા એક સત્ય હક્કિત છે જેના દ્વ્રારા મોકલવામાં આવેલ છે તેનું નામ તો આપી શકીશ નહીં. માફ કરશો. આ વાર્તા પણ કહી શકાય નહીં..... કારણકે આ વાર્તા નહીં પરંતુ જીવનની એક કહાની છે. એક એવી કહાની છે કે, વાંચ્યા પછી પણ માનવું અશક્ય લાગી શકે, ૫રંતુ આ એક શક્ય હકીકત છે. આજ કાલ લાગણીઓ સાથે માણસ બહુ આરામથી લાગણીઓ રમત તમી જાય છે. તો જાણીએ તેમની કહાની તેમની જ ઝુબાની..

એક સુંદર નદીના કિનારે આવેલું ગામ એટલે અત્રાપુર. આ નાનકડાં ગામમાં કજરી નામની એક સુંદર કન્યા રહેતી હતી. રૂપના વખાણ એટલે સુધી હતાં કે લોકો કહેતા કે આ કન્યાનું રૂપ કોઈ રાજ કુમારથી ઓછું ઉતરતું નથી, એનું રૂપ ચંદ્રના રૂપ ને પાછું પાડે તેવું હતું. ચંદ્ર જેવું મુખ, અણીયારી આંખો, ગુલાબના ફૂલ જેવા હોઠ, તેની કમર જાણે નદીના ગોળાઈનો એવો વળાંકદાર મરોળ તેના વખાણ માટે મારી પાસે શબ્દો નથી.

હવે મહત્વની વાત આટલું સુંદર રૂપ હોવાં છતાં ના હોવાં બરાબર હતું કારણકે, તેની આંખોમાં રોશની ન હતી. બાળપણથી જ અંધ હતી. અત્રાપુરની નજીકના ગામમાં એક બદસુરત, દેખાવે કાળો,સ્વભાવે મહેનતુ, અને મનનો બહુ રૂપાળો છોકરો રહેતો હતો, તેનું નામ કલ્પત હતું.

એક સમયની વાત છે કજરી ચાલીને નજીકના ગામમાં જતી હતી એ સમયે સામેથી વાહન આવતું હતું. પરંતુ કજરી અંધ હોવાથી રસ્તા પર ચાલી રહી હતી આ બધું સામેથી આવતો કલ્પત જોઈ રહ્યો હતો. જેવું વાહન કજરી પાસે પહોચ્યું કે કલ્પતે દોડીને ક્જરીને બચાવી લીધી. આ તેમની પહેલી મુલાકાત. આ મુલાકાતે જ ઓળખનું સ્થાન લીધું, અને ઓળખાણે તો બંને તરફ પ્રેમના કુંપળોના ફણગા ફૂટ્યા.

ધીરે ધીરે બંને એકબીજા મળવા લાગ્યા. દિવસે દિવસે એકબીજા વચ્ચે પ્રેમ વધતો ગયો. વાતમાં ને વાતમાં એક વાર ક્જરીએ કલ્પતને કહ્યું કે, જો મારી પાસે આંખો આવે તો સૌ પ્રથમ તને જોવાનું પસંદ કરૂ. પરતું મારી કમનસીબી કે હું તને જોઈ શકતી નથી." આ શબ્દ કલ્પતને લાગી આવ્યાં, અને તેમનાં હૈયામાં કેદ કરી દીધા.

થોડા સમય પછી કલ્પત કજરીને પોતાનો ફોટો આપીને બહાર જવાનું બહાનું કરીને પોતાને ગામ જતો રહ્યો, ત્યારબાદ ક્જરીને હોસ્પીલમાંથી ફોન આવ્યો કે તેમના માટે કોઈએ આંખનું દાન કર્યું છે કજરી ખુશ થઈ ને હોસ્પિટલમાં ભરતી થઈ અને ઓપરેશન કરાવ્યું હવે તે જોઈ શકતી હતી.

હોસ્પિટલમાંથી આવ્યાં પછી ક્જરીને કલ્પતની યાદ આવી તેને દોડીને છુપાવેલ કલ્પતનો ફોટો જોયો. એ જોતાં જ ક્જ્રીનું દિલ તૂટી ગયું તે વિચારવા લાગી કે હું જે છોકરાને પ્રેમ કરું છું તે આટલો બદસુરત છે ? તેને કલ્પતને સંદેશો મોકલ્યો કે, “કલ્પત હું માફી માંગુ છું પરંતુ મારી અને તારી જોડી બરાબર નથી. હું સુંદર સુશીલ અને દેખાવડી છું ત્યારે તું બહુ જ બદસુરત અને કાળો છે. “માટે મને ભૂલી જજે.

થોડા દિવસ પછી તેના સંદેશાનો જવાબ આવ્યો કે, “ભલે કજરી હવે તને આંખો મળી ગઈ માટે મને ભૂલી ગઈ પરંતુ મારી આંખોને સાચવજે,” આ વાંચવાતા સાથે જ કજરી ઉપર માનો કે આભ તૂટી પડ્યું અને તેને એફ્સાસ થયો કે પથ્થર ભેગા કરતાં કરતાં હું હીરાને ખોઈ બેઠી.........

પ્રફુલ પટેલ

પ્રેમના પ્રતિભાવો

પ્રેમની લાગણી જ એવી છેકે વાંચનાર પણ પ્રેમમય બની જાય છે. આ રોગ જ એવો છે જેનો ચેપ વાંચનારને પણ જરૂર લાગે છે. પછી તે કોઈપણ ઉંમરનો વ્યક્તિ કેમ ના હોય. આ શબ્દ જ તેમના ચહેરા પર એક અનોખી રોનક – ચમક – અને અજીબ નજાકતની રંગબેરંગી ભાત ઉપસાવે છે. તમે પણ વાંચો એક જ શબ્દના અનેક રંગ અને બનો પ્રેમમય....

પ્રેમ એ સ્વાર્થ વિનાની દોસ્તી છે, પ્રેમ એ સમર્પણ અને ત્યાગ નો ભંડાર છે, પ્રેમ એ ઘાયલ ને લગાડી શકાય એવો મલમ છે, પ્રેમ એક છાંયડો છે, પ્રેમ એ જીવનમા મળેલુ અમુલ્ય ધન છે, પ્રેમ એ જીવન છે.

  • જતીન પારેખ
  • પ્રેમ !! એનો સાચો અને નિર્દોશ અહેશાસ જેને પન થાય એને જિવન મા બિજા કોઇ ના સમર્થન નિ જરુર્રત રહે ખરિ !!? રદય મા જ્યારે પ્રેમ નુ જરનુ વહેવા લાગે ત્યારે રદય મા એક સર્વ જિવ પ્રત્યે મમ્તા ભર્યો લાગનિ નો અહેશાસ !! જેના પ્રત્યે પ્રેમ ,એના પ્રત્યે સમર્પન નિ ભાવ્ના કોઇ ભિ દમ્ભ કે ઇર્શ્યા વિના નો અહેશાસ એજ સાચો પ્રેમ !! પ્રેમ ના વિશે તો લખ્વા નુ બહુજ હશે દરેક નિ પાસે !! કોઇ કહેવા જેવિ નહિ પન અહેશાસ કર્વાનિ લાગનિ અમ્રત જેવુ જરનુ પેર્મ પ્રેમ પ્રેમ શબ્દો મા નહિ કહેવાય એવુ જિવન નુ સુમધુર અહેશાસ !!

  • ભરત
  • પ્રેમ શું છે ?

    સવાર માં ઉઠો ને આંખો ખોલતા પહેલા કોઈ નો ચહેરો જોવાની ઈચ્છા થાય એ પ્રેમ, મંદિર માં દર્શન કરતી વખતે પાસે કોઈ ઉભું છે આવો આભાસ થાય એ પ્રેમ, અખા દિવસ નો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્ર થી દુર થઇ જાય એ પ્રેમ, માથું જેના ખોલા માં મૂકી ને લાગે કે મન હળવું થઇ ગયું એ પ્રેમ, લાખ પ્રયત્ન છતાં જેને નફરત ના કરી શકો એ પ્રેમ, આ વાત વિચારતી વખતે જેનો ચહેરો નજર સામે તરવરે એ આપડો સાચો પ્રેમ છે.

  • પરેશ
  • પ્રેમ , લાગણી , સ્નેહ ,આત્મીયતા , માન ,કદર અને યશ મેળવવાની વાત હોય ત્યારે આપણી અપેક્ષાઓ હંમેશાં ઉંચી હોય છે.અપેક્ષા વધુ હોય તેમા કઇ ખોટું નથી.અપેક્ષા રાખનારા વ્યક્તીએ માત્ર એટલુ જ સમજવાની જરૂર છે કે જેમ તમને કોઇની પાસે અપેક્ષા હોય છે તેમ બીજા લોકોને પણ તમારી પાસે અપેક્ષાઓ હોય છે. જો તમે તેની અપેક્ષા પુરી નહીં કરી શકો તો તમારી અપેક્ષાઓ ક્યારેય પુરી નહીં થાય .પ્રેમ અને કદરના કિસ્સાઓમાં વન – વે ટ્રાફિક ન ચાલે. આગ બન્ને તરફ હોવી જોઇયે.

    દિલના મામલામાં માત્ર સંવેદનાની ચાવીજ લાગુ પડે છે.માણસ પોતાના પ્રેમને પણ લિમીટેડ રાખે છે.કોને કેટલો પ્રેમ કરવો તેનું માપ નક્કી કરી નાંખે છે.તેના કારણેજ સંબંધોમાં અસમતુલા સર્જાય છે.કોઇ ખુબ નજીક હોય છે અને કોઇ ખુબજ દૂર થઇ જાય છે.બધા સાથે સમાન અંતર રાખનારજ બધાનો પ્રેમ મેળવી શકે છે. માણસ ૧ સમયે એક જ વ્યક્તિને ગળે વળગી શકે છે પણ પોતાના વર્તન દ્વારા એક સાથે અનેક વ્યક્તિને હુફ આપી શકે છે.

  • નરેશ ડોડીયા
  • પ્રેમ એ શાક્ષાત ઈશ્વર ની દેણ છે.. જેમાં કોઈ સ્વાર્થ નથી,કોઈ ઝંખના નથી,કોઈ કબુલાત નથી, કોઇ જબર્દસ્તિ નથી..પ્રેમ ઈ પ્રભુ નું એક સ્વરૂપ છે..આંખે દેખાય નહિ,શબ્દો થી વર્ણવી શકાય નહિ,વાણી થી વાચા આપી શકાય નહિ એવું એક અનોખું બંધન છે.. જીવન ને અવનવા રંગ માં રંગી નાખે,કોઈક અલગ દુનિયા માં મૂકી દે, કોઈ ની યાદ નો સથવારો આપી દે, એવી નિર્મળ નિખાલસ લાગણી એટલે “પ્રેમ”….પ્રેમ ની કોઈ વ્યાખ્યા નથી.. પ્રેમ ની એજ અનુભૂતિ કરી શકે જે ફક્ત સમર્પણ ની ભાવના રાખી શકે..એક મેક માં લીન થઇ જવાની એક અનોખી અનુભૂતિ એટલે “પ્રેમ”…

  • પ્રકાશ સોની
  • અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” વાસ્તવમાં શું છે?એ કદાચ જ કોઈ સમજી શક્યું છે.પ્રેમ એ એક આહલાદક ભાવના..,માનવ જીવન દરમ્યાન અનુભવાતો એક મધુર આવેગ..,સમાજને આપણા જીવન ને ધબકતુ રાખનાર એક રસાયણ..,એક જાતનુ અમૃત..ને ઘણું કે જે શબ્દોમાં ઢાળવું મુશ્કેલ છે.એમ તો પ્રેમ કહેવા માટે બોલવા માટે કેટલો સરળ શબ્દ..પણ એને સમજાવવો કે વ્યાખ્યા આપવી એ આ જગત માંનુ સૌથી અઘરુ કાર્ય.

    પ્રેમ આપવા માટે છે?
    માંગવા માટે છે?
    પોતાના લોકો વચ્ચે વહેચવા માટે છે?
    કે માત્ર અનુભવવા માટે છે?


    આ જાણવુ પણ અઘરું છે..પ્રેમ એટલે માત્ર શારીરીક આકર્ષણ નહી પણ ” પરસ્પરની હૂંફ ભરેલી લાગણી”.જે સાહજીક હોય છે.કાળજી,જવાબદારી,આદર,માન, પરસ્પર કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના ઉત્કર્ષની ઝંખના એ જ પ્રેમનો સંકેત છે.

    પ્રેમને દુનીયા ભરના સાહિત્યકારો,કવિઓ,લેખકો,સંગીતકારો અને ચિત્રકારો એ પોતાનિ રચનાઓ દ્વારા સર્વોચ્ચ સ્થાને મુક્યો છે. છતા પ્રેમ તો પ્રેમ જ છે..જેને જેટલો સમજાય એટલો એનો દાયરો રહે છે.

    પ્રેમ જ્યાં જેની વચ્ચે ઉદભવે એ માત્ર હાથ માં હાથ પરોવી ચાલતા પ્રેમીઓ જ હોય એ જરુરી નથી..જ્યાં બે માનવી વચ્ચે અડગ શ્રધ્ધા હોય,લાગણીની સમજ હોય,મન ના વિચારો ને વાંચવાની શક્તિ હોય,આંખનો પલકાર પણ અનુભવવાની ચાહત હોય,કંઇક ચમત્કારીક ભાવનાઓ નો ઉદભવ હોય ત્યાં એ સમજૂતી ને પ્રેમ કહી શકાય..જે સમાજનાં ઘણા બધા સબંધો વચ્ચે રહેલો છે.

    પ્રેમ એ એક સ્નેહ રૂપી આકાશ છે,જેમા ઘણા રંગ ઉદભવે છે,એકબીજા માં ભળે છે અને નવા રંગો સર્જાય છે.પ્રેમ એ સમભાવ માથી ઉદભવે છે અને એમા હ્રદયનો વિનીમય જરૂરી રહે છે.

    પ્રભુ એ જ્યારે હ્રદય આપ્યું છે તો એમા પ્રેમ નો રસ પણ એ ભરી જ આપે છ આપણે માત્ર અને માત્ર એ રસ ને બહાર કાઢી બને એટલી જગ્યા એ ભેળવવો જરુરી છે.

  • પુષ્ટિ માર્ગ
  • આરતી ઉકાણી

    લવ ઈન લેટર લાઈફ

    કોઈએ મને ગીફ્ટમાં આપેલ પુસ્તક મેં કોઈને વાંચવા આપેલ. આમ તો પુસ્તકમાં મોરો શ્વાસ સમાયેલો હોય છે. તમે તેને મારો પહેલો પ્રેમ પણ કહી શકો છો. પુસ્તક પ્રત્યે પાગલપનની દીવાનગી ખરી.

    આ પ્રેમને જોઈને જ કોઈએ મને એક પુસ્તક ગીફ્ટમાં આપેલ તો ના જ કહેવાય, હા ભગવાને ગીફ્ટમાં આપ્યું જરૂર કહેવાય હા વાત એમ છે કે જે પુસ્તકની વાત થઈ રહી છે તે મને બિનવારસદાર તરીકે મળેલ હતું. તેનું કોઈ વારસદાર ન હતું. ન પુસ્તકમાં માલિકનું નામ કોને આપવું તેથી ભગવાને આપેલ ગીફ્ટ સમજીને રાખી લીધેલ. આ ખુશીમાં દુઃખ તો એ વાતનું છે કે, એ પુસ્તક મેં બીજા કોઈને વાંચવા માટે આપ્યું અને હાથથી ગયું. આજ એ પુસ્તક તો મારી પાસે નથી પરંતુ તેમાંની વાંચેલી એક વાત યાદ આવી જે તમને જણાવવા માગું છું. જે ગિફ્ટનું નામ છે ‘લવ ઈન લેટર લાઈફ’. તેના લેખક છે ડો. એચ. બી. ગિબ્સન.

    આમ તો તે પુસ્તક એટલે પ્રેમ કહાની ખજાનો છે. પ્રેમ કહાનીનો પ્રેમ પણ કેવો પવીત્ર, સક્ષાત ઈશ્વર સ્વરૂપ તેમાં કોઈ છળ કે કપ્ત નહી. ના કોઈપણ જાતની વાસના કે ના કોઈ આડંબર ફક્ત પ્રેમ કહાની તે પણ સત્ય પ્રેમ કહાની. પરંતુ પ્રેમ પણ કઈ ઉમર નો જીવનના ઉતરતાં કાળનો. એટલે કે જીવનના પાછલાં પડાવની વાત કરવામાં આવેલ છે. એટલે કે બાલ્યાવસ્થામાં બાળકને અનેક પ્રકારની માંગણી હોય અને તેમની સાથે જ પ્રેમણી લાગણી હોય છે. એજ રીતે યુવાવસ્થામાં એક પ્રકારનું આકર્ષણને પ્રેમ માનવામાં આવે છે. પરંતુ ચાલીસ વટાવ્યા પછીનો પ્રેમ ? શું તમે આને પ્રેમ કહેશો... હા તમે પણ જરૂર તેને પ્રેમ કહેશો. એક એવો પ્રેમ કે, જેમાં ઉંમરના ત્રીજા પડાવમાં થયેલા પ્રેમની વાત છે. આવી એક નહીં પૂરી દસ ઉંમરના ત્રીજા પડાવમાં પ્રેમની સત્ય કથાનો ખજાનો છે.

    જે સમયને આપણા ગુજરાતીઓ ઉંમરની આડસ અને સમાજનો ડર રાખીને પસાર કરી નાંખે છે. જે ઉંમરને તેઓ જાત્રાએ જવામાં પ્રભુની પ્રાપ્તીમાં શરીરમાં થતાં દુઃખાવાના લખલખામાં પસાર કરે છે. તે સમયમાં પ્રેમ માણસને જીવનમાં નવા દ્વાર ખોલી આપે છે. ઉડવા માટે નવું આકાશ આપે છે. આ પાછલી જિંદગીનો પ્રેમ એ માનવીને જીવનમાં પ્રેમનાં નવા રંગો ભરવાનો મોકો આપે છે. તેમને ભવિષ્યની કોઈ ચિતા હોતી નથી. સામે આવેલી તકને મનભરીને જીવવાની વાત છે. જે પ્રેમમાં સમજદારીની સાથે અનહદ ધીરજથી ભરેલુ મન પણ ઉમળકા લેતું હોય છે, તેમજ ઉમરનાં ઓછાયામાં એકબીજાના સહારારૂપી પ્રેમની ઝંખના પણ એકબીજાને સમજદારીથી મહેકાવતી હોય છે. આવી જ દસ કથાઓથી મહેકતી ડો. એચ. બી. ગિબ્સનની ‘લવ ઈન લેટર લાઈફ’ એકવાર જરૂર વાંચવા જેવી ખરી.

    હીના કણસાગરા

    પ્રેમનો બાદશાહ એટલે.....

    વ્યક્તિ અમીર હોય કે ગરીબ પ્રેમ તો દરેક વ્યક્તિમાં આપેલી કુદરતની મહાન ભેટ છે. પ્રેમ એટલે કે તમારા મનમાં છે તેને તમે વ્યક્ત કરો. પછી તમારી સામે કોઈપણ સ્ત્રી કેમ ના હોય ? મારો કહેવાનો મતલબ છે કે માતા – બહેન – પત્ની કોઈપણ પ્રેમના પણ પ્રકાર હોય છે અને તમે પ્રેમ કરો છો તેની જાણ ના કરો તો પછી પ્રેમ કોને કહેવો.. આજ આપણે એક એવા વ્યક્તિની વાત કરીએ જેને આપણમાંથી દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે છે.

    તે વ્યક્તિ પોતાની પત્નીને જાહેરમાં હું તને પ્રેમ કરું છું તે કહેવામાં જરાય નાનપ અનુભવતો નથી. તે જાહેરમાં પોતાની પત્નીનું પર્સને હાથમાં લઈને ફરવામાં જરાય શરમ રાખતો નથી. તે પણ આપણી જેમ સામાન્ય માણસ છે. આપણા કરતાં વધારે વ્યસ્ત માણસ છે. છતાં પણ પોતાની પત્નીને રેસ્ટેરન્ટમાં લઈ જઈને તેમને ભાવતું ખાવાનું તેમની સાથે બેસીને ખાવાનું કે ખવડાવાનું ક્યારેય ભૂલતો નથી. ખરેખર તેમનું જીવન રોમાન્ટિક છે. પ્રેમથી ભરપુર મહેકતું છે. તેની પાસે તમારા મારા કરતાં વધારે કામનો બોજ છે. તેમજ જવાબદારી પણ બમણી છે. કારણકે તે દુનિયાનો સૌથી તાકાતવર માણસ... હા તમે બરાબર વાંચી રહ્યા છો. દુનિયાનો સોથી તાકાતવર દેશનો સર્વોચ્ચ નાગરિક..... હા તમે જેના વિશે વાંચી રહ્યા છો તે છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા.

    આજ એવી વાતો જાણીએ કે, તમે બોલી ઉઠશો કે ઓબામાં ઈઝ બેસ્ટ હંસબન્ડ...

    મિશેલે ડેમોકેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે બરાક નિસ્વાર્થ પ્રેમ કરવાનું જાણે છે પ્રેમ માટે ત્યાગ કરવામાં પાછળ નથી હટતાં. તેમનાં માટે ભોતિક વસ્તુ મહત્વની નથી.

    મિશેલે વધુમાં કહ્યું હતું કે બરાક ભલે રાષ્ટ્રીય બનીને વ્હાઈટ હાઉસ પહોંચી ગયાં હોય પરંતુ આજે પણ તેઓ એવા જ છે જેવા ૨૩ વર્ષ પહેલાં હતાં. મિશેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તે એજ છે જેને તેમણે વર્ષો પહેલાં પ્રેમ કર્યો હતો.

    ઓબામાં ભલે દુનિયાના સૌથી તાકાતવર માણસ હોય તેમને પત્ની સાથે રોમાન્સ કરતાં સુંદર રીતે આવડે છે. એક ટીવીના ઈન્ટરવ્ચુ દરમિયાન મિશેલે જાતે જ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેના પતિ ફક્ત તેના માટે જ ગાવાનું ગાય છે અને તેમનો અવાજ સારો છે.

    દરેક પત્નીને એવું હોય છે કે તેમના પતિ તેમની સુંદરતાનાં વખાણ કરે અને તેમને આકર્ષક કહે તેઓ માને છે કે મિશેલ ઘણી આકર્ષક છે. પરંતુ બરાક ઓબામાં બિલકુલ પણ એવા નથી.

    બરાક ઓબામાંએ એક ઈન્ટરવ્ચુમાં કહ્યું હતું કે મીશેલના કહેવાથી જ તેમને સ્મોકિગ છોડ્યું છે. સાર્વજનિક મંચ પર તેમના પ્રેમનો એકરાર કરવામાં પાછળ ઓબામાં પાછળ રહેતાં નથી. Ellen DeGeneresના શો પર તેમને આખી દુનિયાની સામે મિશેલને એક સારી મહિલા કહી હતી અને તેમના પ્રેમનો એકરાર કર્યો હતો.

    એક સારો પતિ એ જ હોય છે કે પોતે તો આગળ વધે જ પરંતુ તેમની પાર્ટનરને પણ આગળ વધારવા મદદ કરે તેનો સાથે આપે. મિશેલ ભલે અમેરિકાની પ્રથમ મહિલા કેમ ના હોય પરંતુ તેમની પોતાની પણ એક ઓળખ હોય અને લોકો તેમને તેમના વિચારોથી જાણે છે. પત્નીને આટલું સન્માન આપવું એક સારા પતિની નિશાની છે.

    રાનુ પટેલ

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED