love at first sight - 3 books and stories free download online pdf in Gujarati

લવ એટ ફર્સ્ટ સાઈટ - 3

Love at first sight part - 3

હેલો હુ શિવાની . તમે આગળ ના ભાગ જોયુ કે કેવી રીતે નિકિતા ,શિવ ની દૉસ્તી થાય છે . ત્યાર પછી હુ મારા મમ્મી પપ્પા ના કહેવા થી કોફી શોપ મા હુ તે છોકરા ને મળવા જાવ છુ.

હવે આગળ .

હું એ કોફી શોપ માં બેઠી હતી જ્યાં મારુ મન મને કહી રહ્યુ હતુ કે હું જિંદગી નો ફેંશલો કરી લવ . મારી સામે એ છોકરો બેઠો હતો જે મારા મમ્મી પપ્પા ચાહતા હતા કે હું તેમની સાથે લગ્ન કરી લવ અને થોડો દૂર બેઠો હતો શિવ , એ પાગલ છોકરો જે એક દિવસ મારો રસ્તો રોકી ને કહ્યું હતું કે હું તમારો મિત્ર બનવા માંગુ છું .જે મારી જિંદગી બદલી ને ચાલ્યો ગયો હતો .

હું ન હોતી જાણતી કે આ કોફી શોપ થી મારી જિંદગી નો રસ્તો કઈ દિશા માં જવાનો હતો . કાશ એ ક્ષણ એટલી મુશ્કેલ ના હોત , કાશ હું એમને મારા દિલ ની વાત કહેવામાં ના હીચકાતી , હું એમના હા ની પ્રાર્થના કરતી હતી પણ એમની ના થી ડરતી હતી . કાસ આ ટેબલ પર મારી સામે કૃણાલ નહીં , શિવ બેઠો હોત . એ કહેતો મને કે , કેવો રહ્યો તારો દિવસ . થાકી કી ગઈ હ્સ , લાવ તારા માટે એક ચા ઓર્ડર કરી દવ .

હુ કોફી ઓર્ડર કરુ છુ , તમે પણ લેશો : કૃણાલે કહ્યું

મેં કૃણાલ ની સામે જોયું અને થોડી વાર પછી , આખો ના ખૂણે થી શિવ ની સામે જોયું અને કહ્યું “ નહીં હું ચા પીવા માંગુ છું “ . જયારે કોઈની સાથે પ્યાર થાય છે ત્યારે એમની સાથે જોડાયેલી સેકડો નાની નાની વાતો થી પણ પ્યાર થઇ જાય છે . એક ચા નો કપ , કોઈ ફિલ્મ નું પોસ્ટર, કોઈ ચોરાહા , કોઈ ગીત નું મુખડું અને કૌઇ એક રૂમ નો ખૂણો .

કૃણાલ એમના વિષે કંઈક બતાવી રહ્યો હતો અને હું વિચારી રહી હતી કે કેટલું અજીબ હોય છે આપણું મન . જો શિવ મારી જિંદગીમાં ના હોત તો આ સામે બેઠેલો , આ છોકરો મને સારો લાગી રહ્યો હોત. અને અત્યારે હું કોઈ કારણ વગર પણ એમના માં કંઈક ખોટ કાઢવા ની કોશિશ કરી રહી હતી .

ભુલ કૃણાલ ની ન્હોતી , ભુલ મારા દિલ ની હતી જે હું એ ઢીઢ શિવ ને આપી બેઠી હતી .

ત્યાં એટલા માં કૃણાલે કહ્યું “ હું તમને કંઈક કહેવા માંગુ છું “.

મેં પણ કહ્યું “ હું પણ તમને કંઈક કહેવા માંગુ છું ” .

કૃણાલે કહ્યું : " મારા મમ્મી-પપ્પા ચાહે છે કે હું તારી સાથે લગ્ન કરી લવ , પણ હું કોઈક બીજા ને પ્રેમ કરું છું . તું ખુબ સુંદર છોકરી છો મને માફ કરી દેજે અને આ વાત આપણી વચ્ચે જ રાખજે અને મને રિજેક્ટ કરી દેજે .

મારા ચહેરા પર અચાનક મુશ્કુરાહટ આવી ગઈ . આ એક ક્ષણ માં એવુ લાગ્યું કે જાણે મહોબ્ત નો પણ એક ખુદા છે . આ ઠીક એજ શબ્દો હતા જે હું કૃણાલ ને કહેવાની હતી .

એક ક્ષણ માં કૃણાલે બધીજ મારી મુશ્કેલી દૂર કરી દીધી હતી ., એ ઉભો થયો , હસ્યો અને ચાલ્યો ગયો . મેં કહ્યું તમે જાવ હું મારા એક ફ્રેન્ડ ને મળીને આવીશ .

મારો એ કમબક્ત ફ્રેન્ડ . મારા થી થોડોજ દૂર બેઠો હતો જેને મારી ત્યાં હોવાની જાણ પણ નહોતી . હું થોડી ક્ષણો ત્યાં બેઠી રહી . વિચાર્યું શિવ હમણાં પાછળ ફરશે , સામે જોશે , વાતો કરશે પણ આવું કંઈજ ના થયું

. હું ચાલી નીકળી ત્યાં અચાનક શિવ પાછળ ફર્યો અને બોલ્યો બોયફ્રેન્ડ હમમમ , એટલા માટે તારી પાસે ફ્રેન્ડ બનાવાનો સમય ના હતો .

નખરાળો ક્યાર નો જાણતો હતો કે હું અહીંયા બેઠી હતી ને શું કરી રહી હતી જાણે એમના માથા ની પાછળ આખો લાગી હોય .

એણે કહ્યું : " તું તો મોટી ડ્રાંમેબાજ નીકળી , બોવ જૂનો યારાના લાગે છે એમ પણ જોવા મા તો ઘણો હીરો લાગતો હતો , ચા પીવરાવે છે કે પછી કહીદવ અંકલ ને" .

હું હંસ પડી , નહિ નહીં તું ગલત સમજે છે અને તારે ચા પીવા માટે મને બ્લેકમેલ કરવાની જરૂર નથી .

" લે અમે તો બ્લેક મેલર પણ બની ગયા " : હસી ને તે બોલ્યો

એણે , તેના ફ્રેન્ડ ને બાય કહ્યું અને મારી સાથે તેજ ટેબલ પર બેસી ગયો .

એમણે કહ્યું “ બીજું શુ ચાલી રહ્યું છે એ છોકરા ને શું લગ્ન માટે મળી હતી કે ? ”.

મેં કહ્યું “ લગ્ન માટે નહીં , પણ મારા મમ્મી પપ્પા ચાહતા હતા કે એક વાર એમને મળી લવ “ .

“ અચ્છા , કેવો લાગ્યો ? “ શિવે પુછ્યુ ,

મેં કહ્યું સારો ,

“ હું તો મારા મિસ્ટર રાઈટ નો ઇન્તજાર કરી રહી છું , તું કોનો કરી રહ્યો છે “

“ હું તો ફકીર ટાઇપ આદમી છું . જે પ્રેમ થી મળ્યું અમે તો એનાજ થઈ ગયા "

“ હું થોડી ખીજાય ગઈ અને કહ્યું તું તારા દિલ નો થેલો લઇ ને શેરી એ શેરી એ આંટા મારી રહ્યો છે , એમને . કોઈ એમની પરેશાની ની નોટ તારા હાથ માં પકડાવે એને તારું દિલ લઇ લેઈ એમજ ને . તમે છોકરાઓ પણ ને “ : મેં કહ્યું

“ યાર તમારી છોકરી ઓ નો પ્રોબ્લેમ શું છે . વાત વાત માં અમારા છોકરાઓ ની કોમ પર કેમ આવી જાવ છો આવી જાવ છો . કેમ અમે તમારી જેમ અમારી જિંદગી ને આટલી સિરિયસ લઈએ , કેમ તમે છોકરીઓ આવી હોવ છો યાર “ શિવ બોલ્યો

મેં કહ્યું : “ હવે કોણ વાત કરી રહ્યું છે છોકરીઓ ની કોમ ની , મારપીટ થઇ જતી એ પહેલા મેં વાત બદલી નાખી અને પૂછ્યું તું કે , કેમ છે તારો હાલ “ .

એમણે કહ્યું “ કઈ નહીં બસ જો ને હું અને મારો ફ્રેન્ડ આ જે હતો તે , કોલેજ ની કલચરલ કમિટી મા છીએ , તો એમજ તેની વાત કરી રહ્યા હતા , અને હા તને કહેતા તો ભૂલીજ ગયો ડાન્સ માં મેં પણ પાર્ટીસીપેટ કર્યું છે “

મેં મન મા કહ્યુ “ મને ડાન્સ પાર્ટનર બનવી લેજે ઉલ્લુ “.

શિવે કહ્યું “ તને ખબર છે મારી ડાન્સ પાર્ટનર કોણ છે . તારી બેસ્ટ ફ્રેન્ડ નિકિતા “

નિકિતા , શિવ ની ડાન્સ પાર્ટનર બનવાની હતી , મારી બેસ્ટ ફ્રેન્ડ નિકિતા . એ છોકરા સાથે જેને હું પ્રેમ કરતી હતી આને કહેવાય " ચાન્સ પે ડાન્સ " હુ મન મા ને મન મા બોલી

માન્યું કે એમને નથી ખબર કે હું શિવ ને પ્રેમ કરુ છું , માન્યું કે શિવ ને નથી ખબર કે હું તેને પ્રેમ કરું છું . પણ બંને એ થોડું તો ધ્યાન રાખવું જોઈતું હતું ને મારુ . આતો બત્તમીજી થઇ મારી , દોસ્ત મને બનવા માંગો અને ડાન્સ નિકિતા સાથે . નિકિતા થી લાખ વખત સારો ડાન્સ કરી લવ છું . હારશે હારશે , કરીલેવા દયો એમને નિકિતા સાથે ડાન્સ ખબર પડી જશે .

મારુ એવું લોહી ઉકણી રહ્યું હતું જાણે કોઈ સુતું લાવાદળ જાગી ગયું હોય . નિકિતા ને તો જુવો , એવી શિકાયત કરી ને દિનેશ અંકલ ને કે દરરોજ શોભા આંટી સાથે સતસંગ માં નજરે પડશે .

હું ગુસ્સા માં કોફી શોપ માંથી બહાર નીકળી . એ દિવસ જ ખરાબ હતો મારા માટે , ઓટો રીક્ષા વાળા ભાઈ ને એમ.જી રોડ ને બદલે જી.એમ રોડ કહી દીધું અને મારા ઘર ની દસ કિલોમીટર દૂર પહોંચી ગઈ અને જોયુતો પર્શ માં પૈસા પણ ઓછા હતા , પછી ધણી મુશ્કેલી થી એક એટીએમ ગોત્યુ . બે કલાક મોડી ઘરે પહોંચી .

પાપા જે ક્યારેય મારા પર ગુસ્સો નથી કરતા એ ગુસ્સા માં ડ્રોઇંગરૂમ માં ગુસ્સા મા બેઠા હતા . જેવી હું રૂમ માં ગઈ કે તરતજ પૂછ્યું ક્યાં હતી એટલા સમય થી . મેં આખી કહાની બતાવી કે કેવી રીતે મેં ઓટો વાળા ને એમ જી રોડ ને બદલે જી એમ રોડ કહી દીધું અને મેં એ પણ બતાવ્યું કે મને જે કોફી શોપ માં મળવા આવેલો કૃણાલ . જે મને પસન્દ નથી આવ્યો .

પાપા કઈ બોલ્યા વગર અંદર ચાલ્યા ગયા . હું પણ ભાગી ને મારા રૂમ માં ચાલી ગઈ એક તરફ બુટ ફેંક્યા , એક તરફ બેગ અને એક તકિયા સાથે બાથ ભરીને કલાકો સુધી રડી . થોડાજ મહિના માં હું શું થી શું થઇ ગઈ . પી એચ ડી નું સ્ટડી કરતી ઇન્ટેલિજ્ન્ટ , હોશિયાર , કોન્ફિડેન્ટ છોકરી આજ કેટલી કમજોર બની ગઈ હતી .

જાણે પ્રેમ એક ઉંચો પર્વત હોઈ અને સામે હું ખૂંટણો પર બેઠી હોવ . ચડવા ની ઈચ્છા પણ હતી , હિંમત પણ હતી . પણ ચડવાનો કોઈ રસ્તો ન હતો . મેં આજ સુધી મારી જિંદગી માં કોઈ પણ વસ્તુ થી મારી જિંદગી ને કમજોર નહોતી થવા દીધી . તો પછી \\ આ પ્યાર નામ ની બાલા ને આ મેડલ કેમ મળે . હું રૂમ માંથી બહાર નીકળી અને પાપા ના રૂમ ગઈ . પપ્પા મેં કહ્યું પપ્પા હું લમજોર પડી રહી છું અને હું કમજોર પડવા નથી માંગતી . હું યુએસ વાણી ફીલોસોંફી પર એપ્લાય કરવા માંગુ છું . બને ત્યાં સુધી મને આ શાદી ના જમેલા થી દૂર રાખજો .

મેં શિવ ને ભૂલવા નો ફેંશલો કરી લીધો હતો . ભાડ માં જાય એ . પ્રેમ ને મારી ફિકર નથી તો હું શું કામ કરું .

એ દિવસે હલકી હલકી વરસાદ ની બુંદે પડી રહી હતી . વરસાદ ની બુંદો આકાશ ચીરે ને જમીન સાથે અથડાઈ ને પોતાનો જીવ ગુમાવી રહી હતી .વકેટલા જોશ થી નીકળી હતી પોતાના વાદળ ના ઘરે થી , અને એક લમ્હા માં કેવી રીતે વિખેરાઈ ગઈ હતી .

હિમ્મત અને ના ઉમ્મીદ કેટલા જુના દોસ્તો છે . સાથે સાથે ચાલે છે સાથે સાથે ઉઠે બેશે છે . જાણે બે લંગોટિયા યાર હાથ થી કુશ્તી કરી રહ્યા હોઈ અને એક જીતે અને બોજો હારે .

મારા માટે આ વરસાદ ની બૂંદો ના હતી પણ કાચ ના મહીમ ટુકડા હતા જે ક્યાંક દૂર સજેલા આકાશ માંથી પડી રહ્યા હતા .

ખતમ થઇ ગયું હતું બધું ,મે ખતમ કરી દીધું હતું બધું .

જઈરહી હતી પોસ્ટ ઓફિસ પર , યુએસ માં લેક્ચરર પોસ્ટ માટે એપ્લાય કરવા અને પછી થોડીક બુકો ખરીદવા જે મેં ઘણા સમય થી બાકી રાખી હતી .

વરસાદ બંધ થયો તો ઘરે થી નીકળી , ત્યાં એટલા માં નિકિતા પણ તેમના ઘરે થી નીકળી , તેણે કહ્યું શું તું મને ઓટો સ્ટેન્ડ સુધી તારા રીક્ષા માં છોડી જઈશ .

મેં કહયું “ ક્યાં જઈ રહી છો આટલી તૈયાર થઇ ને ? “ .

“ એ બોલી કોલેજ . આ કલચરલ ફેસ્ટિવલ ચાલીં રહ્યો છે ને અને એક કલાક માં મારુ ડાન્સ કોમ્પિટેશન છે . તું નથી આવી રહી કે શું . પ્લીઝ ચાલ ને “ એમણે કહ્યું .

મેં જવાબ ના આપ્યો. હુ અમને ઓટો રીક્ષા સ્ટેન્ડ પર છોડી આગળ ચાલી ગઈ .

સાંજ ની હલચલ માં , ટ્રાફિક ના કોલાહલ માં મને મારી ચિચકિયાં પણ સાભ્ળાતી ન હતી . મને મારા આંસુ પણ મહેશુસ ના થયા . રીક્ષા ચાલતી રહી હું રડતી રહી ત્યાં એટલા માં પોસ્ટ ઓફીસ આવી ગઈ . હુ ખામોશ રીક્ષા માંથી ઉતારી અને ઓફિસ પર ગઈ તો ત્યાં બોહુજ લાંબી લાઈન હતી જાણે આજે કોઈ કોમ્પિટેશન ની છેલ્લી તારીખ હતી . અને આ દિવસે જાણે શહેર નો એક એક છોકરો બેંક નો પ્રોવિઝનલ ઓફિસર બનવા માંગતા હૉય તેમ મોટી લાઈન હતી . ઘણા સમય પછી નંબર આવ્યો . ચિઠ્ઠી પોસ્ટ કરી હું રીક્ષા માં બુક સ્ટોર તરફ આગળ રવાના થઇ .

થોડીક થોડીક ક્ષણો એ તસ્વીરો દિમાગ માં આવી રહી હતી . શહેર ના બીજા એક ખૂણા માં કોલેજ ના ડાન્સ કોમ્પિટેશન માં શું થઇ રહ્યું હશે .

મન મા ને મન મા મે પોતાની જાત ને કહ્યુ શિવાની તું પાછી ભટકી રહી છો વોટ રૉન્ગ વિથ યુ ? . ત્યાં એટલા માં સ્ટોર વાળા અંકલે કહ્યું “ આ નવું એડિશન આવ્યું છે દેઢશો રૂપિયા વધારે મોંઘું છે પણ એક ચેપ્ટર વધારે છે મારી છોકરી પણ આજ વાંચે છે “ .

મેં કહ્યું “ અંકલ માફ કરજો . હું આ બુક પછી ક્યારેક ખરીદીશ “ .

વીસ મીનીટ પછી હુ કોલેજ ના ઔડીટરીયમ ની સામે ઊભી હતી . થોડી ક્ષળો મા ઓડીટોરીયમ માથી તાણી ઓ નો ગડગડાટ સંભળાયો . અને અનાઉનસરે તેમના માઇક મા એનાઊંન્સ કર્યુ કે “ અને હવે ડાન્સ માટે સટેજ પર આવી રહ્યા છે શિવ અને નિકિતા ”.

શિવ અને નિકિતા આવુજ કહ્યુ હ્તુ ને તેણે , પણ મે તો કઈક અલગ જ બે નામ સાભળ્યા હતા , શિવ અને શિવાનિ .

એ શિવ અને હુ શિવાનિ. એ ઇત્ફાક ની જાદુઇ કડી જે , કોઇ તોડી રહ્યુ હતુ .

હુ ધીમે ધીમે ઓડીટોરીયમ મા દાખલ થઇ . ત્યા એટલા મા સામે ટમટમાતી રોશની મા શિવ અને નિકીતા એક સાથે ડાંન્સ ક્રરી રહ્યા હતા . હુ જ્લસ ગઈ .

જિદગી મા પહેલી વખત આટલી જલન મહેસુસ થાતી હતી .

હોલ ની બધી જ સીટો ભરાઇ ગઇ હતી . અને હુ પણ તેમા ક્યાક ખોવાય ગઇ . સ્ટેજ પર ગીત વાગી રહ્યુ હતુ , રાધા કેસે ના જલે . બને એક બીજા ના હાથ મા હાથ નાખી ને નાચી રહ્ય હતા .

ત્યા એટલા મા શિવે , નિકિતા ને કમર થી પકડી ને પોતની તરફ ખેચી . બ્ન્ને એક બિજા ની બાહો મા , આખ મા આખ નાખી , બસ થોડાક સેંન્ટીમીટર દૂર હતા .

છોકરી ઓ તો પાગલ થતી જાતી હતી ત્યા એટલા મા કોઇ એકે કહ્યુ શુ જોડી લાગે છે યાર , એકદમ પરફેક્ટ છે એક બીજા માટે . બસ આની આગળ હુ સહન ન્હોતી કરી શકતી . માટે હુ ઓડીટોરીયમ ની બહાર આવતી રહી . અને ત્યા સામે નાના ચબુતરા નીચે બેસીગઇ .

આટલી એકલી , આટલી નારાજ ક્યારેય મે મારી જાત ને મહેસુશ ન્હોતિ કરી . અને આ જ્લન પણ કેટલી અજીબ હોઇ છે , જિદ્દ્દી હોઇ છે નારદ મુની ની જેમ . કોઇ કારણ વગર ઉકસાવતી હોઇ છે . મજા આવતી હછે ને તેમને બીજા ને પરેશાન કરવાની . કાશ આ જલન ને કોઇ જલાવી શકતુ.

હુ ઘણો સમય ત્યા બહાર બેસી રહી . થોડા સમય પછી ગીત પણ પુરુ થઇ ગયુ . ડાન્સ કોમ્પીટેશન પણ પુરુ થઇ ગયુ હતુ . થોડા સમય પછી રીઝલ્ટ પણ જાહેર થઇ ગયુ . નિકિતા અને શિવ વિજેતા હતા . આ ડાન્સ કોમ્પીટેશન ના . હોલ મા તાળીઓ નો ગડગડાટ સંભળાવા લગ્યો . હોલ નો આ દરેક આવાજ મારા દિલ ના આવાજ ને ડુબાડી રહ્યો હતો .

થોડા સમય મા નિકિતા , દોડ્તી મારી તરફ આવી રહી હતી . આવીને મને જોર થી ગળે વળગી ગઇ અને કહ્યુ યાર આઇ એમ સો હેપ્પી . મને ખબર હતી કે તુ આવીશ . મારી બેસ્ટ ફેન્ડ વગર કેટલુ શુનુ લાગતુ હતુ તને ખબર છે .

મે શિવાનિ ને મો થી પગ સુધી જોઇ અને કહ્યુ હિરોઇન જેવી લાગી રહી છો . એક નાના એવા ડાંન્સ કોમ્પીટેસન માટે આખી દુલ્હન ની જેમ તૈયાર થઇ ને આવી છો . બ્લાઉજ ઘણુ નાનુ છે . શુ આવી રીતે જ શિવ ને ફસાવ્યો હ્તો .

નિકિતા તો પાગલ ની જેમ મારી સામે જોઇ રહી . હુ કાઇ સમજુ તે પહેલા તે રડતી રડતી ત્યા થી જતી રહી . શિવ આ બધુ એક ખુણા મા ગુસ્સા મા ઉભો ઉભો સાંભળી રહ્યો હતો .

થોડા સમય પછી મને ભાન થયુ તો , હુ તો આવી ના હતી. હુ તો મારા દુશ્મન સાથે પણ આવી રીતે વાત ન્હોતી કરી શકતી અને આતો મારી બેસ્ટ ફેર્ન્ડ હતી . પ્રેમ તો આપણ ને સારા ઇંન્સાન બનાવે છે મે તો આવુજ કાંઇક સાંભણયુ હતુ. તો પછી હુ કેમ આવુ કરી રહી હતી.

એક દિવસ સાંજે નિકિતા ના ઘરે પહોચી . મુશ્કેલ હતુ મળવુ પળ જે બેસ્ટ મિત્ર હોઇ છે તે એક બિજા ને સમજ્તા હોઇ છે . અડધી ક્લાક પછી ચા પીતા પીતા નિકિતા એ સીધો જ સવાલ પુછ્યો. તુ શિવ ને પ્રેમ કરતી હોઇ તો કહી કેમ નથી દેતી . લગભગ મારી આંખો થી જાણવુ મુશ્કેલ ના હતુ કે મારૂ દિલ શુ ચાહે છે .

મે કહ્યુ ના યાર એ દિવસે એમજ દિમાગ સટકી ગયુ હતુ . હુ પણ ડાંસ કરુ છુ ને તો એ દિવસે તારો ડાંસ જોઇને જ્લન થતી હતી . અને હા એક વાર ફરી સોરી .

નિકિતા એ મને માફ કરી દીધી અને મે પોતાને .

હજુ પણ એક સ્ખ્સ પાસે માફી માંગવ ની હતી . હુ એટલા દિવસ થી શિવ ને મળી ના હતી એટલે જાણતીના હતી કે એ સાંજ પછી એમના દિલ અને દિમાગ મા શુ ચાલી રહ્યુ હતુ . મળશે તો એ મને શુ કેછે . અને હુ તેમને ખોવા નોતી માંગતી . હુ આટલા સમય મા એક વાત સપસ્ટ જાણી ગઇ હતી કે , એ જે રિસ્તા થી , કોઇ પણ રીતે રહે બસ મારી આજુબાજુ રહે , ભલે ના મળે પણ મારી આજુબાજુ બન્યો રહે.

થોડા દિવસો પછી હુ કોલેજ ગઇ તો શિવ ખાલી ક્લાસ મા બેન્ચ પર બેઠો હતો . હુ એમની પાસે ગઇ તો મારી સામે એક નજરે જોઇ રહ્યો . ઘણા દિવસો ની નારાજગી એમની આંખો મા દેખાતી હતી .

મે કહ્યુ સોરી શિવ .

એણે કહ્યુ કે “ કાલે નિકિતા નો કોલ આવ્યો હતો “ .

“ ઓહ ગોડ , નિકિતા એ બધુ કહી દિધુ કે શુ ? “ મે મન મા વિચારયુ

ત્યા એટલા મા શિવ બોલ્યો “ નિકિતા એ કહ્યુ કે એ દિવસે તારુ ભેજુ સટકી ગયુ હતુ “

મારા જીવ મા જીવ આવ્યો. ઓહ થેક્સ ગોડ અને હસી પડી .

શિવે કહ્યુ “ દોન્ટ વરી એક દિવસ આપણો શુ વર્તાવ હોઇ છે એનાથી તેમની ની તરફ નો નજીરીઓ નથી બદલાતો . બધા ને થાય છે એક દિવસ નુ પાગલપન , મને પણ થા છે તૈયાર રહેજે “

મારુ તો મન થતુ હતુ કે તેમને બાહો મા લઇ લવ . અને થોડી વાર પછી મે કહ્યુ કે હુ તેને કઇક કહેવા માંગુ છુ .

દોસ્તો બસ આટલી હતી આ ભાગ ની કહાની . હવે આવતા ભાગ મા જોઇશુ શુ શિવાની , શિવ ને આઇ લવ યુ કહે છે કે પછી શિવ કહે છે . અને શુ શિવ હા પાડે છે ? .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED