love at first sight books and stories free download online pdf in Gujarati

લવ એટ ફર્સ્ટ સાઈટ

Love at first sight

આજે 21 ફેબ્રુઆરી છે ને મને બરાબર યાદ છે. આજ ના જ દિવસે હું એને પહેલી વખત મળી હતી . લોકો કહેતા હોય છે કે પહેલો પ્રેમ કયારેય ભુલાતો નથી. હું જાણુ છુ કે આ વાત સાચી છે . કેટલાંય વષૌ પસાર થઈ ગયા . આજે પણ મને બરાબર યાદ છે. મે શું પહેર્યું હતું , અેણે શું પહેર્યું હતું . ત્યારે આજના સમય જેવું ના હતું . ત્યારે કોન્ઝર્વેટીવ પરિવાર ની છોકરીઓ ને બોયફ્રેન્ડ નો તા હોતાં.

ઘરમાં મા મમ્મી,પપ્પા,ભાઈ અને સ્કુલ મા ટીચર. બસ આજ અમારી જીંદગી ના મેન પાત્ર હતા. અેમા પણ જો ભાઈ,મારા ભાઈ ની જેમ ઓવર પ્રોટેકટીવ હોય તો બસ પતી ગયું. સારુ હતુ તે દિવસે ભાઈ કાકા ને ત્યાં ગયો હતો . પપ્પા એ કઇંક કામ થી મોકલ્યા હતા .

બઘું જ યાદ છે મને અેક અેક વસ્તુ . શિયાળા નૌ અે દિવસ , બપોર નો સમય હતો જ્યારે મે અની સાથે પહેલી વાર વાત કરી હતી. ત્યારે જે અ્વાજો કે જેમાં અમારો વિસ્તાર વીંટળાયેલો હતો. કોઈ સાંભળે કે ના સાંભળે પણ કવિ ઓ ની જેમ આખુ ગીત સંભળાવી ને જ માનશે . દુઘ વાળો દુઘ ના ખાલી કેન લઈ ને ચરરરર ચરરરરર કરતો પોતાની સાઈકલ મા પાસે થી પસાર થઈ રહ્યો હતો , કોઈક દુર ઘર માં નારાજ થયેલી મમ્મી નૌ અવાજ , સ્કુલ થી ઘરે જતા છોકરઔ ની પહેલ , અને આ બઘા ની વચ્ચે એ અવાજ કે જે મારી જીંદગી બદલવા વાળી હતી " હું તમારો મિત્ર બનવા માગુ છું"

કોલેજ મા ઘણા આશીક મીજાજ છોકરાઓ હતા પણ મારા ભાઈ ના ડર અને મારા ભડાકાવ સ્વભાવ ના લીધે કોઈ એ મને કયાંરેય આડા-અવળું કહેવાની ની હિમ્મત જ નો તી કરી. બઘી સહેલીઓ જાણે કોઈ વાતુ પર અંદરો અંદર હસતી રહેતી અને હું જઈને પુછતી તો કહે કે તારા લાયક વાત નથી. કયારેક તો બહુજ ખરાબ લાગતુ , પણ હું મારી સાદી પણ સુખી દુનિયા મા અેકદમ મસ્ત ખુશ રેહતી.

અેક દિવસ અચાનક સાઈકલ પર આવતા અેક છોકરા અે રસ્તો રોકી ને કહ્યું " હાઇ , હું શીવ આજ વિસ્તાર મા રહુ છુ . થોડા સમય યી આ વિસ્તાર મા રહેવા આવ્યો છું . મારા કોઈ મિત્ર નથી, હું તમારો મિત્ર બનવા માગુ છું"

ઉતાવળ , આતુરતા , શરારત , ઇમાનદારી , હવે તમે જ કહો શું કરુ હવે , જાણે એ મને જોવા માટે , વાત કરવા માટે , રસ્તા ની મઘવચ્ચે , રસ્તો રોકવા માટે , એમને મારી ઈજાજત ની જાણે જરૂર જ ના હોય. એમ અેક અનજાન છોકરો અેક સેકન્ડ મા મારા પર અેટલો અઘિકાર જમાવી રહ્યો હતો.

" અેમનુ નામ શીવ , મારુ શિવાની " કેટલો અજીબ ઈંતફાક હતો. મારા થી ઉંમર મા બે વર્ષ જેટલો નાનો લાગતો હતો.

" તમે તમારા ઉંમર ની કોઈ છોકરીઓ સાથે દોસ્તી કરીલ્યો ને " : હળવા સ્મીથ સાથે મે કહ્યુ.

"પાછળ ફરીને કહ્યું અચ્છા મને ખબર નહોતી કે તમારે છોકરા અો પણ છે " : તે બોલ્યો.

" જરૂર હું તમારી સરખામણી મા દાદી જ છું. કોલેજ મા ભણુ છું, હમણાંજ માસ્ટર જોઈન કર્યુ છે " : મે કહ્યુ

અે કાંઈ ના બોલ્યો મે કહ્યું કે પેલી સામે નિકીતા રહે છે અેની જોડે ફ્રેડ શીપ કરી લ્યો ને હું તેને વાત કરીદશ.

શીવ : જો તમારે ફેડશિપ ના કરવી હોય તો સીધી જ ના પાડી દયો . આમ આ ઉંમર ના અને બીજા બધા સાથે મારી મેચમેકિગ ના આઈડિયા રહેવાજ દયો. હું ઓળખું છું નિકીતા ને , મને ઇન્ટેલીજન્ટ છોકરીઓ પસંદ છે. જરૂરી નથી હમેશા " ખુબ સુરતી ઇજઇકવલ ટુ કાબેલિયત " લાગે છે તમારા મા આ બંને છે.

વખાણ મારા પર હંમેશા કામ કરતા , પણ મે દિલ કડક કર્યુ અને થોડા નરમ અવાજ સાથે કહ્યું હુ તમારી સાથે મિત્રતા નહી કરી શકું કેમ કે મારા ભાઈ છોકરા છોકરીઓ ની મિત્રતા મા વિશ્વાસ નથી કરતા અને મારી પાસે આ બધા માટે સમય પણ નથી , મને માફ કરજે : મે કહ્યુ

ઢીઢ હતો એ , જેન્ટલમેન ઢીઢ મે એને મિત્રતા કરવા ની ના પાડી દીધી હતી. તે થોડો સમય ઉભો રહ્યો. જાણે જાણતો હોય આ છેલ્લી ના નહતી . એ જાણતો હતો હું હંમેશા ની જેમ મારા ભાઈ ને શિકાયત કરી શકું તેમ હતી પણ ના જાણે એમાં અેવુ શું હતું કે મે ભાઈ ને નહીં , પણ મારી નાની બહેન ને કહી. ના જાણે અે મને કેમ અેવી રીતે જોઈ રહ્યો હતો , લગભગ મે કપાળ મા બિંદી લગાવી હતી ને. અેટલે હું સુંદર લાગી રહી હશે. પહેલીવાર કોઈકે મને મારી સુંદર હોવાનો નો અહેસાસ કરાવ્યો હતો.

પસીના દિવસે , અે ફરી ચોક માં દેખાયો . હાથ મા બુકો હતી એ મને જોવે એ પહેલાં હું પણ કંઈક બહાનું કરી ને આગળ માર્કેટમાં શાકભાજી ખરીદવા લાગી. થોડા સમય પછી પાછળ ફરી ને આંખો ના ખૂણે થી તેને જોયો. કમબખ્ત અે છોકરા મા કંઈક હતું અેની અે શરારત અને સાદગી ની હું દિવસે ને દિવસે કાયલ થતી જતી હતી.

કમબખ્ત પછી ના દિવસે ફરી એ ચોપાટી ની સામે મળી ગયો. અેણે કહ્યું " હેલ્લો , શિવાની " , મારા મન ના શોટ લીસ્ટ મા અેક ગીત સંભળાય રહ્યુ હતુ . "દિયા પુકારો મુઝે નામ લેકે પુકારો મુઝે, તુમસે અપની ખબર મીલ રહી હે " પછી સાઉન્ડ ટે્ક બંઘ આગળ વધે એ પહેલા જ , અચાનક મને મારો મુસકંડો ભાઈ યાદ આવી ગયો. અે સમય મા ફેસબુક તો ના હતી અેટલે ફેન રિકવેસ્ટ ફેસ ટુ ફેસ આવી હતી અને મે તેમા નોટ નાવ નુ બટન દબાવી દિઘુ હતુ. અમારા ખાનદાન મા છોકરા છોકરીઓ ની મિત્રતા કરવા ની મનાઈ હતી.

મે કહ્યુ " હેલ્લો "

અેણે કહ્યું " તો પછી"

મે કહ્યું " તો ફુર "

પણ, અે કમબખ્ત દિમાગ માંથી નિકળવા નુ નામ જ નહતો લેતૌ. અેક દિવસે ફરી અે મને શાક માર્કેટમાં મળ્યો અને એ સબ્જી લેવા ના બહાને મારી પાસે આવી ને ઉભો રહી ગયો. એ ની ચતુરાઈ તો જુવો સબ્જી ના ભાવ પુસ્વા લાગ્યો જાણે જીંદગી મા એક પણ સબ્જી ના ખરીદી હોય તેમ દુકાન દાર સાથે મોલ ભાવ કરવા લાગ્યો અેટલા મા દુકાન વાળો બીજા પાસે પૈસા ની લેવડ દેવડ કરી રહ્યો હતો ત્યા તેટલા મા મારી પાસે આવી ને પુછ્યુ " તો પછી ".

પપ્પા સાથે મારી ખુબ જ સારી બનતી અેટલે જ ઐ બાળપણથી જ મારા સારા મિત્ર હતા. કેટલા કમાલ ના માણસ હતા એ .આટલા ખાનદાની પરિવાર મા મોટા થયેલા પણ મે કયારેય કલ્પના પણ નહોતી કરી કે આટલા ખુલ્લા દિમાગ ના હશે. અને લગભગ એ જાણતા પડ હશે કે જયારે મા બાપ પોતાના છોકરા છોકરીઓ ઓ પર વિશ્વાસ કરવા લાગે ત્યારે તે દિવસે થી તે તેમના બાળકો ના બેસ્ટ મિત્ર બની જતા હોય છે.

પપ્પા એટલા જ માટે મારા નાનપણથી જ સારા મિત્ર હતા . મતલબ ના હોવા છતાં પણ હું તમને કોલેજ મા પ્રેમ ની એપ્લીકેશન લઇ ને આગળ પાછળ ચોતરફ ફરતા છોકરાઓ ના કિસ્સા સંભળાવતી. મજા ની વાત તો એ હતી કે મે હજી સુઘી મે શીવ ના વિષે કાંઈ કહ્યું ના હતું. અેવુ પણ , ના હતું કે હું કહેવા નહોતી માંગતી. કહેવું તો ઘણું બધું હતું પણ સમઝ જ નહોતી પડતી શરૂઆત કયાંથી કરવી. કહ્યું કે કોઈ મળ્યો અેણે પ્રપોઝ કર્યો અને મે રિજેક્ટ કરી નાખ્યો અને ફાઈલ ક્લોઝ , પણ આ ફાઈલ ક્લોઝ જ નહોતી થઇ રહી . સમજણ જ ન્હોતી પડતી કે આના ક્વર પેજ પર શું લખવું.

એક દિવસ પપ્પા ચા ના બે કપ લઈને આવ્યા. અેક કપ મને આપતા શરારતી અંદાજ મા કહ્યું "બેટા મિત્રો થી રાજ છુપાવવા ના હોય , શીવ સાહેબ વાળો શું મામલો છે હે ? "

આજે તો આ મારી આ ચાપલી બહેન બહુ જ માર ખાવાની હતી. પછી મેં બધીજ વાત કરી પાપા ને , કેવી રીતે એક છોકરો માણ્યો અને મને કહ્યું "હું તમારી સાથે મિત્રત્રા કરવા માંગુ શું ". પાપા હસવા લાગ્યા અને કહ્યું તને તો ખબર હતી ને આ બધા થી મને કઈ વાંધો નથી તો પશી કેમ જૂઠું કહ્યું . પણ હું પાપા ને કહીજ નહોતી સકતી કે મિત્રતા તો કરવા એ માંગતો હતો , મને તો પ્રેમ થઇ ગયો હતો "પહેલી નજર નો પ્રેમ "

હું રસ્તા ની મધ્ય વચ્ચે થયેલા એ નાના ખુબ સુંદર પળ માં જાણી ગઈ હતી કે મિત્રતા તો તે એકલા ને જોઈતી હતી અને મને તો પ્રેમ. એ તો મિત્ર પણ ન હતો અને હું પ્રેમ ના સપના જોવા લાગી હતી .

પ્રેમ તો શું , મિત્ર પણ બનાવ નહોતી માંગતી ને શિવાની. એ હરામખોર ખાલી મિત્ર બનવા માંગતો હતો ના જાણે કેમ અચાનક હું ડાયરી લખવા લાગી , સેડ ગીતો સાંભણવા નું શરુ કરી નાખ્યું અને જયારે અચાનક બધા ના કહેવા થી નિકિતા ના લગન માં ડાન્સ કરવા ઉભી થઇ ત્યારે ના જાણે કેમ એનાજ વિચાર આવતા હતા.

પાપા એ જલ્દી થી ભાડા નું નવું મકાન ગોતી લીધું હતું . મોટી ઓચરી અને બહાર આગળ બગીચો અને પ્રથમ વખત મને મારો પોતાનો રૂમ મળવાનો હતો . ખુલ્લા ખુલ્લા વિસ્તાર માં બધીજ રીતે અમારા જુના ઘર થી આ ઘર ઘણું સુંદર હતું. તો પણ ન જાણે હું ખુશ કેમ નહોતી એક બે વાર મળેલો એ મારા માટે આટલો ઈમ્પોર્ટન્ટ કેમ થઇ ગયો , કાઈ સમજાતું જ નહોતું .

હું એક સમજદાર પક્ષી શું આવી બેવકૂફ જેવી વાતો કરું છું . મારે તો હજુ પી.એચ.ડી કરવું હતું , નોકરી ગોતવી હતી , લેક્ચરર બનવું હતું પણ કેવી રીતે હું નાના છોકરાવો ની જેમ, ટીનેજ શૉ માં ગુંચવાય રહી હતી અને એની પણ શું ગેરંટી હતી કે પેલો ઢીઢ છોકરો સારો જ છે

ઘર ખાલી કરતા સમયે હું બહુજ રડી જાણે વહુ બનીને પોતાની દેહલીજ છોડી રહી હોય. પાપા ની આંખો પણ ભીની હતી, પણ આંખ માં કચરું પડ્યું છે તેમ કહી ને વાત દબાવી નાખી.

આમારા બંને ના આશું ના કારણ અલગ હતા. એના માટે આ ઘર અમારા પરિવાર નું સભ્ય હતું. પચીસ વર્ષ પહેલા તેમને પોતાની નાની નોકરી માં મોટુ થી સપનું જોયું હતું. આ ઘર મોટું ના હતું પણ આ ઘર માં અમારા બધાં નો જન્મ થયો હતો. પાપાએ તે સમયે પોતાની રેશવંતી કરતા વધારે પગ ફેલાવી ને આ ઘર ભાડે લીધું હતું. પપ્પા ની આશા કે મારી મમ્મી ને તફ્લીક ના પડે . મારા ઘર માં મોટું આંગળ હોય જ્યાં અમે શિયાળા ની સવાર માં ક્યારેક બધા સાથે બેસી ને એ મીઠા તડકા માં એક કપ ચા સાથે પી શકીયે. જ્યારે મમ્મી ઘર નું કામ કરી ને થાકી જાય તો બહાર આગળ માં બેસી ને ફાટી ગયેલી પગી ની એડી પર માલિશ કરી શકે . પાપા આ બધું પૈંકી એ પણ ચાહતા હતા કે મમ્મી તેમની સહેલીઓ સાથે બહાર બગીચા માં બેસી ને ગપ્પા મારી શકે , આંગણ માં અમારા માટે શવેટર ગુંથી શકે. આજ નાની નાની વાતો અમારા માટે પ્યાર હતો .

છોકરીઓ સૌથી વધારે એ છોકરા ને પસંદ કરતી હોય છે જેમાં તે પોતાના પિતા ના ગુણ જોય શકે અને લગભગ આ એજ છોકરો હતો કે જેણે મધ્ય રસ્તા વચ્ચે મારી સાથે વાત કરી હતી પણ હવે મોડું થઈ ગયું હતું હું એનાથી દૂર જઈ રહી હતી અને એ પણ ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો. એ પણ પછી ક્યાંક ખોવાય ગયો હતો અને અમે પણ એ કોલોની છોડી દીધી હતી. ક્યારેક તે વિસ્તાર માંથી પસાર થવાનું થાય તો આંખો અે જ છોકરા ને ગોત્યા કરતી હતી. હું એનું નામ થોડી થોડી વારે પોતાને યાદ અપાવતી હતી. એમનું નામ શિવ અને મારુ શિવાની . આ એક સહજ ઇસતફાક હતો , ફિલ્મી ઈસતફાક .

આ નવું ઘર હવે ધીમે ધીમે ગમવા લાગ્યું હતું. મારો કમરો મેં ઘણી સારી રીતે સજાવ્યો હતો. ઘર ની અંદર એક બીજું પણ મારુ ઘર હતું. જેમાં હું છૂટિયાં ના સમય માં કલાકો ટાઇમ પસાર કરતી હતી. ક્યારેક ક્યારેક પપ્પા ઓફીશ થી આવતા સમયે મગફળી લઇ ને સીધા મારા રૂમ માં આવતા એને અમે ત્યાં ચા ની ચુસ્કી લેતા લેતા કલાકો ગપ્પા મારતા.

કોલેજ માં મને પ્રેમ પત્ર મળવાના હજુ પણ શરુ જ હતા. હવે તો મારી નાની બહેન ને પણ મોહબ્બત ના પ્રપોઝલ આવવા લાગ્યા હતા.કુટુંબ વાળા તો પપ્પાને ઘણા સમય થી કહેવા લાગ્યા હતા કે છોકરીઓ હવે ઘણી મોટી થઇ ગઈ છે કયા સુધી ઘરે બેસાડી ને રાખીશ, પણ મારા પપ્પા બીજાના પપ્પા ઓની જેમ નહોતા તેને ક્યારેય મને લગ્ન માટે કે છોકરાઓ જોવા માટે જીદ નહોતી કરી . તે ચાહતા હતા કે હું મારા સપનાઓ ને જીવીલવ . જયારે મન કરે ત્યારે લગ્ન કરું.

એ પણ અસલી દુનિયા માં રહેતા હતા એટલે એક દિવસ જયારે અમે બધા સાથે બેસી ને લુડો રમતા હતા ત્યારે મમ્મી પાપા એ એક બીજા સામું જોયું. જાણે રીહર્સલ કરી ને આવ્યા હોય તેમ પાપા એ કહ્યું તારા મમ્મી કંઈક કહેવા માંગે છે. મમ્મી એ ગણું સાફ કર્યું. મમ્મી કઈ કહે એ પહેલા જ મેં કહ્યું " મમ્મી-પાપા મારી સાથે જબરજસ્તી ના કરતા, મને ખબર છે તમે નહીં કરો, તમે જે છોકરા સાથે ક્હેછો તેને હું મળી લઈશ પણ પ્લીઝ મને લગ્ન માટે માર્કેટ માં ઉભી નહિ કરી દેતા . મમ્મી પાપા બંને ખુશ થઇ ગયા અને પાપા એ ખુશ થઇને માથા પર ચુંબન આપ્યું

અેટલા મા બે-ચાર સેકન્ડ માં લાઈટ જતી રહી એને ડોરબેલ ની ઘંટી વાગી. હું આળસ મરડીને બેડ પરથી ઉભી થઇ બહાર બાલ્કની માં ગઈ. નીચે જોયું તો બહાર પોતાની સાઇકલ ઉભી રાખીને શિવ ઉમ્મીદ ભરી નજર સાથે દરવાજા સામે જોઈ રહ્યો હતો.

બસ આટલી જ હતી આ ભાગ ની કહાની . કઈ આ શીવ સાહેબ અને શિવાની ની કહાની કઇ અહીંયા તો પુરી નથી થવાની તમે જાતે આગળ વઘારો આ કહાની ને . મને કહો કઈ રીતે મળશે શિવાની અને શીવ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED