ગુસ્સો - ક્ષણીક ગાંડપણ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુસ્સો - ક્ષણીક ગાંડપણ

ગુસ્સો –ક્ષણીક ગાંડપણ

માણસ એટલે અનેક લાગણીઓ માં તણાતું જતું તણખલુ. દરેક વ્યક્તિ હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના ભાવ જગાડતી લાગણીઓ ને કારણે જ સુખ અને દુખ પોતાના જિવનમાં ભોગવે છે. ઘણી નકારાત્મક લાગણીઓમાં ગુસ્સો પણ કુદરતી જ છે જે ઓછે વત્તે અંશે હોય જ છે. પરંતુ અમુક વ્યક્તિઓ નાની નાની બાબતોમાં પણ વધુ આક્રોશ વ્યક્ત કરતી હોય ત્યારે તેનો સ્વભાવ બની જાય છે.

સામાન્ય રીતે કોઇ ટીકા, નિંદા, ડર કે frustration ને કારણે ગુસ્સો આવે છે. પોતે કરેલા કાર્યમા અસફળ થવાથી, અન્યાય કે દગા - વિશ્વાસઘાત નો ભોગ બનવાથી કે પછી કોઇ સ્વજન ગુમાવ્યાનું દુખ, પ્રેમમાં નિષ્ફળતા, આર્થિક અગવદ ને કારણે પણ આક્રોશ વધતો જાય એવું બને. ક્યારેક માનસક બીમારી કે આલ્કોહોલ લેવાથી તો ક્યારેક ટ્રાફિક જામ, ભૂખ, થાક, બસ કે ટ્રેન ની રાહ જોવા જેવા ક્ષુલ્લ્ક કારણોમા ગુસ્સે થનારા પણ હોય છે. કોઇ અણગમતી ઘટ્ના બને કે કોઇ મુશ્કેલી નડે ત્યારે ટેન્શનમા આવી જવાથી પ્રતિક્રિયારુપે ક્રોધ પ્રવેશે. હકીકતમા ગુસ્સો કરવો એ અન્ય એ કરેલ ભૂલ કે ગુનાનો બદલો પોતાની જાત પર લઇ સ્વાસ્થ્યને નુકસાન પહોચાડવાનો છે. આપણે માણસ છીએ કોઇ કેમિકલ નથી માટે વાતવાતમાં ગુસ્સે થવું એ વ્યાજબી નથી. આવા લોકોના ગુસ્સાને કોઇ ગણકારતું નથી અને તેનું મુલ્ય ઘટતું જાય છે. તેની સાચી વાત પણ માનવામા આવતી નથી.

ગરમ થવુ એટલે પહેલા પોતે સળગવુ અને પછી સામાને બાળી નાખવુ. સમજ્ણના દુશ્મન એવા આ ગુસ્સાને ટેમ્પરરી ગાંડપણ કહેવાય. જો કે ટેમ્પરરી હોવા છતા તેના પરિણામો પર્મેનેન્ટ દુખ પીડા આપનારા હોય છે. એટલે જ કહેવાયુ છે કે ક્રોધનુ કારણ બહુ મોટુ નથી હોતુ અને તેનુ પરિણામ નાનુ નથી હોતુ. ગુસ્સો આવે તો એકલો પણ વ્યક્તિની તમામ સારી બાબતો લઈ જાય છે. વળી, ગુસ્સાને કારણે તમે કોઇના દિલ માં પ્રેમ પ્રગટાવી શક્તા નથી. તમારું કામ પણ કરાવી શક્તા નથી. તમે સાચા હોવા છતા ગુસ્સાને કારણે અળખામણા થાઓ છો. ઘણીવાર તો હરિફ કે વિઘ્નસંતોષી અથવા અમુક સંબંધી પોતે સારા છે એવું જતાવવા ગુસ્સો આવે તેવુ વર્તન કે વાત કરે અને તમે ગુસ્સે થાવ. અન્ય ની ન ગમતી બાબતે આપણે ગુસ્સે થઈ જઈએ એવુ બને.

ગુસ્સાને કારણે એડાર્નાલીન અને નોન-એડાર્નાલીન સ્ત્રાવનુ પ્રમાણ વધી જઈ માથાનો દુ:ખાવો, હ્રદયના ધબકારા વધી જઇ હાઇ બ્લડ પ્રેશરની બીમારી થઈ શકે છે. રોગ પ્રતિકારકશક્તિ ઘટે છે, પેરાલિસીસનો હુમલો આવવાની શક્યતા વધી જાય. ત્રાક કણો ગંથાય જાય છે. પેટનુ અલ્સર થાય અને સમય જતા હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક ના હુમલા પણ આવી શકે. આવી બધી શારીરિક બીમારીઓની સાથે સામાજિક સમસ્યા પણ ઉભી થાય. ગુસ્સામા વ્યક્તિ શુ બોલે છે, કેવુ વર્તન કરે છે તેનુ ભાન રહેતુ નથી. અન્ય વ્યક્તિ સાથે લડાઇ થતા તેની સાથેના સંબંધમા તિરાડ પડે છે. કુટુમ્બીજન, મિત્ર ,ભાઇ બહેન સાથે કાયમી અણબનાવ થઈ શકે છે. મન વિકારોથી વિક્રુત બની તોફાને ચડે ત્યારે આ આક્રોશ લગ્ન સંબંધમાં વિચ્છેદ કરે.

ગુસ્સાવાળા પાત્રથી ત્રાસી જઈ છુટાછેડા સુધી નુ ગંભીર પરિણામ પણ આવી શકે છે. લાંબા સમયે ગુમવેલા સમ્બંધો એકલતા આપેછે. નોકરી ધંધાકે વ્યવસાય પર પણ વિપરિત અસર પડેછે. અકગ્રતા ના અભાવે અનેક તક ગુમાવ્યા બદલ પસ્તાવો થાયછે. ધાર્યા કાર્યો કાબેલિયત થી મહેનત કરવા છાતા પાર પાડી શકાતા નથી. ગુસ્સો કરનાર વ્યક્તિ મોટે ભાગે સાચી હોય છે પરંતુ તેની રજુઆત કરવાની રિત ખોટી હોવાને કારણે તેના ખરાબ પરિણામો પોતે જ ભોગવવા પડે છે. આમ તો ગુસ્સો ક્યારેય ન કરવો જોઈએ. પરંતુ ખાસ કરીને જમતી વખતે, સૂતી વખતે અને જેણે આપણા પર ઉપકાર કર્યો હોય તે વ્યક્તિ પર ગુસ્સો ન કરવો જોઇએ. ગુસ્સો અતિ વધે ત્યારે તે ક્રોધ માં પરિણમે છે. અન્યની ન ગમતી બાબત ને સ્વીકારી ન શકીએ તો ગુસ્સે થવાને બદલે શાંતિથી તે બાબતે વાત કરી ઉકેલ મેળવો.

ગુસ્સા માં જ્યારે અહંકાર ભળે ત્યારે તે ક્રોધ માં ફેરવાય છે. ક્રોધ મુર્ખતામા શરુ થાય છે અને પશ્યાતાપ મા પરિણમે છે. પછી પોતે ગુમાવેલા સમ્બંધો, તકોને કારણે પસ્તાવો થતા પોતાના પર વધુ ગુસ્સો આવે છે. આપણે જાણીએ છીએ કે ગુસ્સો કરવાથી પરિસ્થિતિ બદ્લાતી નથી દરેક મુશ્કેલી નામના તાળાની ચાવી હોય્ જ છે. ઈચ્છાશક્તિ હોય તો આપણે જ અનુકુલન સાધી વર્તન વલણ બદલાવવા નુ શીખવુ પડે. ગુસ્સો ન કરવો એમ કહેવું સહેલું છે અને એમ કહેવાથી ગુસ્સો ન આવે એવું બને નહીં. અમુક સંજોગોમા ગુસ્સો ન કરવાનુ વ્યક્તિ માત્ર માટે અતિ અઘરુ છે પણ અશ્ક્ય તો નથીજ. વળી તાત્કાલિક તો તેમા ફેર નહીં પડે. પરંતુ દરેક બાબત મા ‘સ્વ’ ને કેળવણી આપતા રહેવાથી ‘કાયા કલ્પ‘ ચોક્ક્સ થઇ શકે છે. ‘મે કીધુ તેમ તેણે કેમ ન કર્યુ?’ જેવા અહમ કેંન્દ્રિ વિચારો ગુસ્સા ને જન્મ આપે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કઇ જાતના વિચારો આવેછે તેની પર ધ્યાન આપી મન મા નોંધવા, તે સમયે તમે કેવુ વર્તન કરો છો, તમારી લાગણી કેવા પ્રકાર ની હોય છે તે નોંધી લો. ક્યા કારણે ગુસ્સો આવે છે તે જાણવુ. તે કઈ બાબત હોય છે કે જ્યારે તરત જ ગુસ્સે થઈ જવાય છે તે તપાસો. પછી તેના વિશે વિચારી ને કઈ રીતે ઉકેલ લાવી શકાય એ પણ જાતે જ નક્કી કરો. ધીરે ધીરે પોતાના પર ક્ન્ટ્રોલ કરતા જવું.

એ સમયે ઉંડા શ્વાસ લઇ એક ગ્લાસ સાદુ પાણી પી આખ બંધ કરી દો. હકારાત્મક અભિગમ કેળવો. શક્ય બને તો તે સ્થાન છોડી દઇ મંત્ર જાપ શરુ કરી દો. ત્યા જ રહેવાનું હોય તો મૌન ધારણ કરી મનમાં ઉંધા દસ થી એક ગણો. દરરોજ પ્રાણાયામ કરવાની આદત પાડો. 7 થી 8 કલાક ની ઊંઘ કરો. સંગીત, વાંચન, ક્રાફ્ટ જેવ શોખને અપનાવી મનને સતત પ્રવ્રુત રાખવું. ગુસ્સાને ટેલેંટ માં ફેરવવ ફુટ્બોલ – હૉકી જેવી રમતો પણ ઉપયોગી નીવડે છે. સમાજસેવા તરફ વળો. અનાથાશ્રમ અને વ્રુધ્ધાશ્રમ કે મહિલા આશ્રમ માં જઈ તેઓને મળવાથી જીંદગી પ્રત્યે સકારાત્મક બની શ્કાશે. દરેક બાબતને સમજીને હળવાશ થી લેતા શીખવું પડશે.

સમસ્યાનું સમાધાન કાઢવા સમજણની જરૂર હોય છે. તેથી સ્વજન- કુટુંબીજન કે મિત્ર સાથે તેની નિખાલસતાપુર્વક ચર્ચા કરો. તમારા ગુસ્સાનુ કારણ જણાવો. ન ગમતી વસ્તુ કે વાત દર્શાવો જેથી અંગત વ્યક્તિ તે બાબત કરતા અટકે. દરેક પ્રત્યે કરુણા અને પ્રેમ રાખવાથી ગુસ્સાનું પ્રમાણ ઘટતું જશે. ગુસ્સો આવે ત્યારે કઈ પણ બોલવાને બદલે થોડીવાર શાંતિથી – દૃઢતાપુર્વક રજૂઆત કરવી. જે વધુ અસરકારક બને. સામી વ્યક્તિ ને પોતાની ભૂલ સમજાશે. ટ્રાફિક જામ વખતે ગુસ્સો આવતો હોય તો મનગમતું ગીત ગણગણવુ. આજુ બાજુ ની જગ્યાઓ જુઓ. લોકોની આવનજાવન નિહાળો. પર્સ કે ખિસ્સામા પ્રેરણાદાયી કે મંત્ર ની નાની પુસ્તિકા રાખો. જ્યારે કોઇ પણ સ્થળે બસ, ટ્રેન કે ક્લિનિક માં રાહ જોવાની હોય ત્યારે આ પુસ્તિકા વાંચો. ટૂંકમા મનને અન્ય દિશા મા વાળવાની આદત પાડવાથી ધીરે ધીરે સતત પ્રવ્રુત રહેવાથી ગુસ્સા જેવી વિપરિત લાગણી ઉદભવશે જ નહિ. માનસિક સ્થિરતા આવવાથી બધા જ કાર્યો સફળ બનશે.

મન હોય તો માળવે જવાય. પ્રયત્નો કરવાથી કઈ જ અશ્ક્ય નથી. તો ગુસ્સો ગુમ કરવા આટલી બાબતો તો ધ્યાન મા રાખી જ શકાશે.