સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 2 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-3 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૩

રત્નનગરીનું રાજ્યતંત્ર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ-૨

મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ

મનહરપુરીમાંથી માનચતુર સવારોને લઇ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સૂવાને વેરાઇ ગયાં અને પોતપોતાની પથારીમાં સૂતાં પણ બરોબર ઊધ્યાં નહીં. ચંદ્રકાંત પાછલી રાત્રિના ત્રણ વાગતાં વિચાર કરતાં કરતાં ઊંધી ગયો અને સરસ્વતીચંદ્રનાં સ્વપ્નોમાં પડ્યો. સુંદરગૌરી રોતી રોતી નિદ્રાવશ થઇ. ગુણસુંદરી સૂતી ખરી પણ આંખો ઉઘાડી રાખી પીઢો સામું જોઇ રહી અને પ્રાતઃકાળમાં ઊઠી ત્યાં સુધી વિચાર અને ચિંતામાં કાળ ગાળ્યો. પ્રાતઃકાળ તથા સર્વ કંઇ કંઇ કામમાં વળગ્યાં અને ઊંચે જીવે કામ લાગ્યા. ચંદ્રકાંતનુંકાળ આતિથેય૧ કરવાનું કુસુમને માથે આવ્યું. ચંદ્રકાંતને ચા પાવાનું અને દૂધ પાવાનું કામ કુસુમે કર્યું એટલું જ નહીં, પણ એ નવરો પડે અને મિત્રશોકના વિચારમાં પડી ઉદ્ધેગમાં ન રહે તેને માટે વિનોદ કરવાનું કામ પણ કુસુમે સાધ્યું.

ઉતારાની ઓસરીમાં ચંદ્રકાંત બેઠો હતો ત્યાં એને સારુ કુસુમ એક-બે પુસ્તક લઇ આવી અને બોલી : ‘ચંદ્રકાંતભાઇ, ગુણિયલે આ પુસ્તક કુમુદબહેનને શીખવેલાં છે અને મને શીખવવાનાં છે. પણ મારા પિતાજી પણ એ પુસ્તકોના રસિયા છે માટે તમને પણ રસ પડશે ખરો.’

પુસ્તક જોતો જોતો ચંદ્રકાંત સુખી અને દુઃખી થયો. આ સુકુટુંબનો સદભ્યાસ અને સદાગ્રહ જોઇ સુખી થયો. પોતાના મિત્રનો અને એ કુટુંબનો સંબંધ કથાશેષ થયો સ્મરી દુઃખી થયો. કુસુમ તેના નિઃશ્વાસથી ચેતી ગઇ અને બોલી :

‘ચંદ્રકાંતભાઇ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ મને એમ લાગે છે કે ઘર છોડી રૉબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઇ મન હશે.’

દુઃખમાં પણ આ પ્રશ્ને ચંદ્રકાંતને હસાવ્યો. ‘બહેન, તમને રોબિન્સન ક્રૂઝો ક્યાંથી સાંભર્યો ?’

‘એને પણ ઘર છોડી આથડવાનું મન થયું હતું તેમ આપને પણ થયું હશે.’

‘પણ એ કાંઇ સારું કહેવાય ?’

‘મને તો એમ આથડવું બહુ ગમે. હું તો રોજ ગુણિયલને કહું છું કે ઘરમાં ને ઘરમાં શું ભરાઇ રહેવું ? ખરું પૂછો તો ભદ્રેશ્વર જવાનું મેં જ ઠરાવ્યું હતું. અને તો લાગે છે કે એમને બધે ફરવાનું મન થયું હશે અને ઘરમાં આવું થયું એટલે બધાંને માથે ઢોળી પાડવાનો લાગ ખોળી ભાઇસાહેબે મનમાનતું કર્યું !’

‘તે તો પરણીને પણ થાત.’

‘પણ એ બધી અણસરજી પીડા. આ જુઓને કુમુદબહેનને પરણ્યાનું જ ફળ છે કની ? મારે કાંઇ છે ? પરણ્યાં એટલે પડ્યાં !!’

‘બહેન ! એવું બોલાય નહીં, હોં !’

કુસુમ કંઇક શરમા ગઇ ને મનમાં બડબડી : ‘બળ્યું ! કોઇની સાથે ભળ ભાગે એટલે લૂલીબાઇ હાથમાં ન રહે.’ મોટેથી, વાત ફેરવી, બોલી :

‘હું તો સહેજ કહું છું. તે એટલા સારુ કે મને તો સરસ્વતીચંદ્રનો રજ વાંક વસતો નથી. અને જ્યારે બધું જાણી થઇને જોઇને નીકળ્યા છે ત્યારે તો એવા ચતુર પુરુષ કાંઇ વિચાર કરીને જ નીકળ્યા હશે. બહારવટિયાઓમાં હશે તોયે એમની પાસેથી શૂં લૂંટવાનું હતું ? મને તો લાગે છે કે એ પણ એમને મન જ થયું હશે.’

‘એમાં તે મન શું થવાનું હતું ?’

‘એ જ્યારે અમારે ઘેર આવ્યા હતા ત્યારે શેક્સપિયર વાંચતા હતા. તેમાંની એક વાત એમણે મને કહી હતી. તેમાં વેરોનાનગરીનો ગૃહસ્ત વેલેંટાઇન ચોરલોકમાં ગયો ત્યારે ચોરનો સરદાર થઇ રહ્યો હતો. સરસ્વતીચંદ્રે પણ એમ કરવાનું કેમ ન ધાર્યું હોય ? એમાં પણ એક ગમત છે.’

‘ચોરમાં બળવું એ કાંઇ સારું ?’

‘બહારવટિયા કાંઇ ચોર કહેવાય ?’

‘ત્યારે બીજું શું ?’

‘એ તો રાજાના સગા તે ન બને ત્યારે બહારવટુ લે. રાજાઓ લડે ત્યારે મારે તે કંઇ ખૂન થાય ?’ આ મુગ્ધ પણ બુદ્ધિશાળી વાર્તાથી ચંદ્રકાંતનું દુઃખ અર્ધું ઓછું થયું. વધારે બોલે છે, એટલામાં બારણે હોકારા થયા.

કુસુમે બારણે જોયું. મુખી ઘોડો દોડાવતો આવતો હતો અને જે મળે તેને વિજયસમાચાર કહેતો હતો એટલે એના દોડતા ઘોડા પાછળ લોકો દોડતા હતા એ આનંદના હોકારા થતા હતા. થોડી વારમાં તો ગુણસુંદરી, ચંદ્રકાંત, અને સર્વ મંડળે આ સમાચાર વીગતવાર મુખીના મુખથી સાંભળી લીધા. પા કલાકમાં આનંદ પ્રવર્તી ગયો અને સર્વ સમાચાર જૂના થઇ જતાં મુખી ચાલ્યો ગયો. હવે તો માત્ર માચતુર અને કુમુદસુંદરીની વાટ જોવાના ઉમંગમાં અને આનંદભરી આતુરતામાં એક પળ એક જુગ જેવી લાગવા માંડી. એમ લાંબો થતો કાળ કેવી રીતે ગાળવો તે ન સૂઝતાં ચંદ્રકાંત ઓસરીના ઓટલા ઉપર માર્ગમાં દૃષ્ટિ નાંખતો ઊભો અને સ્ત્રીમંડળ ઉતારામાં પોતાના શયનખંડમાં જઇ બેઠું. થોડી વારમાં ગુણસુંદરી બોલી : ‘કુસુમ, ચાલ, એકલાં છીએ એટલામાં ભમરો ગાઇએ એટલે વખથ જશે.’

સુંદર બોલી : ‘કુસુમ સારંગી વગાડે તો ગાઓ.’

કુસુમ એક પેટી ભણી દોડી અને ઉઘાડી તેમાંથી સારંગી કાઢી વગાડવા લાગી, અને તેમાં સ્વર બરોબર ઊતરવા માંડ્યો એટલે બોલી :

‘ગુણિયલ, હું કમલિનીવાળું પદ બોલીશ અને તું ભમરો બોલજે.’

સારંગીના સ્વરથી ચંદ્રકાંત ચમક્યો. આ ખંડ અને ઓસરી વચ્ચે વેંતની જાળી હતી તેમાંથી આ રમણીય દેખાવ એ જોવા લાગ્યો. ખાટલાની પાંગથ ઉપર સુંદર બેઠી હતી તેને ખભે હાથ મૂકી ગુણસુંદરી પણ બેઠી હતી અને બેની ગૌર સુંદર ક્રાંતિ એકબીજામાં એવી તો ભળી ગઇ દેખાતી કે બે નહિ પણ એક જ સ્ત્રી બેઠેલી લાગતી હતી. સામે એક પણ પેટી ઉપર વાંકો અને એક પગ જમીન ઉપર સ્વસ્થ રાખી કુસુમ કેળના છોડ જેવી ઊભી હતી અને નાજુક સારંગી કેળના પાંદડા જેવી લાગતી હતી. ધીમે ધીમે કુસુમનો સ્વર અને સારંગીનો સ્વર એકઠો મળી નીકળવા લાગ્યો :

‘દૂર દૂર દૂર દૂર જા, ભમરા, તું દૂર દૂર ! - (ધ્રુવ)

કમલિની હું કોમળ દળવાળી,

કાંટાવાળો તું ક્રૂર ક્રૂર ! જા, ભમરા !

ભોગી પરાગનો, અલ્યા, તું એકલા

સ્વાર્થ વિશે છે શૂર શૂર ! જા, ભમરા !’

કુસુમે છેલ્લું પદ વારંવાર ગાયું, સુંદર પણ ઝીણેથી ગાવામાં ભળી, અને સારંગીની ધૂમ મચી રહી. થોડી વારમાં ગુણસુંદરીનું ગાન કિન્નરકંઠમાંથી નીકળવા લાગ્યું; અને ખંડ બહાર ચાકરો પણ કામ કરતા અટકી પળવાર કાન માંડી ઊભા :

‘કમલિની ! ખોટું સમજવે તું શૂરી !

માનિની ! આમ ન ભૂલ ભૂલ ! માનિની. (ધ્રુવ)

રાત રાખીને કેદ કરે, બની

વજ્રસમું કૂળું ફૂલ ફૂલ કમળનો

તજી કુસુમવન, કામી કમળનો

શીરિ ઘાલે પરાગની ધૂળ ધૂળ !! માનિની !’

છેલ્લી કડી ગાવામાં ત્રણે જણ ભળ્યાં અને પા ઘડી તેમના સ્વરની અને સારંગીની રમઝટ ચાલી, એટલું જ નહિ પણ

‘શઇર ઘાલે પરાગની ધૂળ ધૂળ

ધૂળ ધૂળ.’

એટલું ગાતાં ગાતાં તો કુસુમસુંદરીના પગ, હાથ અને લલાટ વેગભર્યું નૃત્ય કરી રહેવા લાગ્યાં અને એ નૃત્યપ્રસંગે તે વર માગવા ગયેલી દેવકન્યા પાર્વતી સન્મુખ મહાદેવીને પ્રસન્ન કરવા દિવ્ય નૃત્ય કરતી હોય, અથવા કાકી અને માની આરસ જેવી પ્રતિમાઓ પાસે ફુવારા પેઠે ઊછળી રહી હોય, એવી દેખાવા લાગી. આખરે આ તાનમાં સુંદરે હસી પડી ભંગ પાડ્યો :

‘કુસુમ ! હવે તો બરાબર નાચી ! વાહ ! વાહ ! હવે તો ચંદ્રકાંતને બોલાવ તારી ફજેતી જોવા ! સુંદરગૌરી ઊઠી અને સામેથી કુસુમને વળગી પડી અને વહાલથી એને ગાલે ચુંબન કરી, નીચી વળી, એના મોં સામું જોઇ પૂછવા લાગી :

‘તને વળી આ કોણે શીખવ્યું અને ક્યાંથી આવડ્યું ? બોલ, બોલ !’

કુસુમ સુંદરી છાતીમાં મોં ઘાલી શરમાઇ થોડી વાર ઊભી રહી; પછી હળવે રહી આઘી ખસી ગુણસુંદરીની પાસે જઇ બેઠી અને નીચે જોઇ રહી. એના ગોરા ગાલે શરમના શેરડા પડી ગયા અને ગાલના મધ્ય બાગમાં નારંગીનો રંગ ચમકવા લાગ્યો. ગુણસુંદરી એને વાંસે ધીમેથી હાથ ફેરવવા લાગી અને મલકતે મોંએ બોલી :

‘કુસુમ, વારુ કહે જોઇએ, આ ક્યાં શીખી ?’

કંઇક હિંમત આણી, હજી નીચું જોતી કુસુમ બોલી,

‘આટલું બધું પૂછો છો તે શું કંઇ આમાં નીચું છે ?’

‘ના, ના, ઊંચું હશે !’ સુંદર હસતી હસતી બોલી.

‘જો નીચું હોય તો માલવિકા અને ઇરાવતી કેમ નૃત્યકળા શીખતાં હતાં ? પૂછો ગુણિયલને !’ વળી કંઇક વિચાર કરી સંભારી કાઢી બોલી : ‘વારુ જુઓ, આ આપણી ગુજરાતીમાંયે સામળભટ્ટની વિદ્યાવિલાસીની નૃત્યકળા શીખી હતીસ્તો !’

‘એ તો ઠીક. પણ તું ક્યાં શીખી ?’ ગુણસુંદરીએ પૂછ્યું.

‘મહારાજને આપણે ઘેર તેડ્યા હતા ત્યારે નૃત્ય કરાવ્યું હતું તે સૌએ ચકમાં રહી જોયું હતું તે ભૂલી ગયાં હશો !’ હવે કુસુમને ઊંચું જોવાની હિંમત આવી.

‘ઓ મારા બાપ રે ! તે, કુસુમ, તું એક વાર જોયાથી આટલું શીખી ગુઇ ! મારી કુમુદને તો આવો છંદ કંઇ વળગતો ન હતો !’ સુંદર બોલી. કુસુમ ખીજવાયા જેવી દેખાઇ.

સુંદરને આંખવડે ગુપ્ત અણસારો કરી ગુણસુદંરી બોલી : ‘એ તો જેમાં જેવી આવડ. પણ હું તો પૂછું છું એટલા માટે કે તને આ કળા ગમતી હોય તો તારા પિતાને કહી આમાં પણ કેળવણી આપનાર હતી ? તમે પણ, ગુણિયલ, ઠીક છો !’ રિસાઇને કુસુમ માનાથી પણ જરીક છેટે જઇ બેઠી.

પિતાનું નામ સાંભળી કુસુમ ગભરાઇ. કેળવણી આપનારનું નામ સાંભળી ચમકી : ‘તે કોણ રાંડ નાયકા મને કેળવણી આપનાર હતી ? તમે પણ, ગુણિયલ, ઠીક છો !’ રિસાઇને કુસુમ માનાથી પણ જરીક છેટે જઇ બેઠી.

‘ત્યારે તું કહે તે કરીએ.’

‘અમારે શીખવું હશે તો આટલું કોણ શીખવવા આવ્યું હતું ? તે વળી પિતાજીને જણાવવું છે !’

‘ત્યારે સાસરિયાને જણાવીશ ?’

‘હા, તે એવી વાતો નહિ હોય જે પિયરિયાંયે ન જાણે ને સાસરિયાંયે ન જાણે ?’

‘ત્યારે બીજું કોણ જાણે ? તારો વર ?’ સુંદરે વીજળીની ત્વરાથી પૂછ્યું.

કુસુમ ઊઠી, કાકીને બે ખબે બે હાથેલીઓ વડે જરીક ચાંપ્યાં, અને ખંડ બહાર દોડી ગઇ. એ દોડી બારણા બહાર નીકળતી હતી એટલામાં એની પાછળ હસતી સુંદર જરીક મોટેથી બોલી : ‘એ તો એ જ ! હા ! અમે સમજ્યાં તારા મનનો ઉત્તર.’ ગુણસુંદરી વિચારમાં પડી.

‘કેમ, ભાભીજી, વિચારમાં પડ્યાં !’ સુંદરે પૂછ્યું.

‘આ કુસુમ જુએ એટલું શીખે, સાંભળે એટલું સરત રાખે, ગમે એટલું બોલે અને ઝાલી ઝલાય નહીં. આપણા ઘરમાં તો ઠીક છે, પણ કોણ જાણે કોણ વર મળશે અને સાસરિયામાં એના આ ગુણ દોષરૂપ થશે અને એ દુઃખી થશે. સાસરે તે આ પૂતળું કેમ સપાશે ?’

‘વારુ, એવા એવા વિચાર તે આજથી શા કરવા ? સૌ સૌનું પ્રારબ્ધ સાથે બાંધી ફરે છે.’

‘હવે કાંઈ વિચાર કરવાની વાર છે ? હવે તે ક્યાં સુધી આમ કુમારી રખાઇ ? એનું કાઠું તો જુઓ. રાત્રે નહીં એટલી દહાડે અને દહાડે નહીં એટલી રાત્રે વધે છે ! મળસકું કેવું જોતાજોતામાં વધે !’

‘હારતો. મારે કુમુદનાથી આટલી નાની છે પણ એને તો ક્યાંયે ઢાંકી નાંખે એવી આ થઇ છે.’ સુંદરને પણ કાંઇ વિચાર સૂઝયા અને દેરાણીના પ્રવાહમાં ભળી ગઇ.

‘અને મોઇ - હજી તો એને મીરાંબાઇ જેવાં રહેવાનું મન થાય છે.’

‘હા ! બાઇ, આ તમારી દીકરી જેવી તો કોઇએ દીઠી નહીં.’

‘એને મીરાંબાઇ થવું છે, એને ઘરમાં બંધાઇ રહેવું નથી. એને વિલાયત મોકલીએ તો ત્યાંયે જવું છે, તળાવમાં તરતાં શીખી, અને અધૂરામાં પૂરું નાચતાંયે શીખી ! સાપનો ભારો સાચવવા જેવું વિકટ કામ છે.’

‘પણ એનામાં હજી કળિ આવ્યો નથી.’

‘હા, એટલું વળી ઠીક છે. પણ કુમુદના જેવી ગરીબડી નથી કે જ્યાં જાય ત્યાં સમાય. સિંહણ જેવી છેં તેને તો સિંહ જોઇએ તે કાંઇ ભરી રાખ્યા છે જગતમાં ?’

‘એ તો ખરું.’

‘જો સરસ્વતીચંદ્ર જડે અને કહ્યું માને તો એમને હાથ તો રહે ખરી. પણ જે ધણીને દશ લાખ રૂપિયાની ગાદી છોડતાં વાર ન લાગી તેને આપણે તે શું સમજાવનાર હતાં ?’

‘આ ચંદ્રકાન્તના હાથમાં કંઇ વાત હશે.’

‘હા, એટલા જ સારું હું કુસુમને એમની નજરે જરા પડવા દેઉં છું કની ?’

‘એ તો ઠીક કરો છો.’

ચંદ્રકાન્તે બારણે નિઃશ્વાસ મૂક્યો, અને આ વાતો સાંભળવી મૂકી દઇ, કપાળે હાથ મૂકી, અસ્ત થઇ જઇ ગાદી ઉપર પડ્યો.

થોડીક વારમાં કુસુમ એની પાસે દોડતી આવી : ‘ચંદ્રકાન્તભાઇ, ચંદ્રકાન્તભાઇ, ઊઠો જરી. મહારાજશ્રી આ રસ્તે થઇને પધારે છે તે અહીંયાં ચક નાંખી દેવડાવીએ છીએ કે ગુણિયલ અને અમે સૌ એમનાં દર્શનનો લાભ પામીએ ! તમે આણી પાસ બેઠા બેઠા સવારી જોજો.’

ઓસરીમાં ચાકરોએ ચક નાંખી દીધા, સ્ત્રીમંડળ પણ ગુપચુપ આવી મણિરાજની વાટ જોતું બેઠું, માર્ગ ઉપર ધામધૂમ થવા લાગી, લોક તરવરવા લાગ્યા અને આઘે થવા લાગી, લોક તરવરવા લાગ્યા અને આઘે બૂમ પડી : ‘પધાર્યા, પધાર્યા, મહારાજ પધાર્યા !’

કુસુમસુંદરી સ્ત્રીમંડળની એક પાસ ચકને એક છેડે લપાઇ જઇ બેઠી અને ચંદ્રકાન્ત દેખે નહીં એમ જમીન ઉપર ચક બે આગંળ ઊંચો કરી, જરીક સૂઇ ગયા જેવી થઇ, ચક અને ભોંયના વચાળામાંથી પોતાનું મોં દેખાય નહીં એમ જોવા લાગી.

સુંદરે કુસુમના વાંસામાં પાછળથી ધીમી લાપટ મારી. કાકીનો હાથ કાઢી નાંખી હસતી હસતી ભત્રીજી જોવા લાગી અને ધીમે રહી બોલી : ‘કાકી, એ તો આપણને કોઇ દેખે નહીં એટલી સંભાળ રાખવાની છે. આપણે ન જોવું એમ કાંઇ નથી.’

સુંદર છાનું બોલી : ‘હા, પણ ચક ઊંચો કરે છે તે ?’

‘સારુ ! સારુ ! એટલી ચોરી કરતાં આવડતી નહીં હોય ? બોલો જોઇએ મેં તમારી પાસેથી શું ચોર્યું ? ખબર છે કાંઇ ?’

‘મોઇ રાંડ, ચોરી કરતાં યે આવડી :’ સુંદર જરા ઊંચી થઇ શરીર સંભાળવા લાગી.

‘બેસો, બેસો, એ તો જરા માટે માગ કરાવવો હતો તે ઉઠાડ્યાં.’

‘આ ચંદ્રકાન્ત અહીં ન હત કેની તો તારા માથા પર બેસત. મને પણ ઠગે છે !’

‘હુંયે મારો વખત જોઇ ઠગું છું કે તમારાથી બોલાય નહીં. ચંદ્રકાન્તભાઇ ન હત તો બેસત નહીં તમારા ખોળામાં ?’

‘બેસ, બેસ, હવે. કાંઇ ઝાલતાં ઝલાય છે ?’

કુસુમ મોકળાશથી બેઠી. આ વાતો એટલી ચુપકીથી કરી હતી કે પાસે બેઠેલા ચંદ્રકાન્તને કાને સ્વર સરખો ગયો ન હતો.

બારણે મહારાજની સવારી પાસે આવી.

રત્નનગરીના જુવાન મહારાજ મણિરાજનું વય આજ વીસ એકવીસ વર્ષનું હશે. એના પિતા મલ્લરાજ ગુજરી ગયે બેત્રણ વર્ષ થતાં હતાં અને મણિરાજ ગાદી ઉપર બેઠા પહેલાં થોડા કાળ ઉપર વિદ્યાચતુરને પ્રધાનપદ મળેલું હતું. મણિરાજને નાનપણમાંથી મૃગયાનો સ્વાદ પડેલો હતો અને તે દિવસે દિવસે વધેલો હતો. સુંદરગિરિ અને મનહરપુરીની આસપાસનાં જંગલો આ વૃત્તિને ઘણાં અનુકૂળ હતાં. કારણ તેમાં મનુુષ્યની વસતિ આછી અને પશુની વસતિ ઘાડી હતી. એ જંગલનું લાકડ પોતાની જાતની આજ્ઞા વિના કપાય નહીં અને જંગલની નાશ થાય નહીં એ વાતની મણિરાજ જાતે વ્યવસ્થા રાખતો. જ્યાં જંગલ ઘાડું ત્યાં દુષ્કાળની ભીતિ ઓછી એ નવીન શાસ્ત્ર મણિરાજને ગમી ગયું હતું, કારણ જંગલના રક્ષણથી મૃગયાના સ્વાદસોગને અનુકૂલતા હતી, એટલું જ નહીં પણ જૂની વાતોના નાશના આ યુગમાં કાંઇ પણ પ્રાચીન પદાર્થનું રક્ષણ નવા શાસ્ત્રને બળે થતું હોય તો તે શાસ્ત્રનું ગ્રહણ કરવામાં મણિરાજને ઓર આનનંદ મળતો. એ શુદ્ધ રાજપુત્ર૧ ઉચ્ચાભિલાષનો ગર્ભશ્રીમંત હતો, અને એ અભિલાષ - લક્ષ્મીને વિદ્યાચતુરની બુદ્ધિએ ચોપાસ વિકસાવી વિસ્તારી હતી. વિદ્યાચતુર બ્રાહ્મણ હતો પણ એવું માનતો કે ક્ષાત્રઉદ્રેકનું૨ રક્ષણ કરે એવું જીવન આ સમયમાં મૃગયાથી રહે એમ છે અને તેથી નાનપણમાંથી એની સૂચનાને આધારે મલ્લરાજે મણિરાજની આસપાસ શૂરા રજપૂતોનો કિલ્લો બાંધી મૂક્યો હતો અને તેમના સંગમાં મણિરાજનું ક્ષાત્રતેજ દિવસે દિવસે પ્રદીપ્ત થવા પામ્યું હતું. વિદ્યાચતુરની આ સૂચના એને વિષે મલ્લરાજના મનમાં ઉચ્ચ અભિપ્રાય બંધાવનારી થઇ પડી હતી. કારણ ‘મારા પુત્રને બ્રાહ્મણવાણિયો ન કરશો’ એ આજ્ઞાનું આ સૂચનાથી પાલન થયું હતું. છતાં વિદ્યાચતુરે પોતાનું બ્રાહ્મણત્વ ઢાંક્યું પણ ન હતું. રજપૂતોના ગુણની સાથે તેમના દોષ પણ મણિરાજમાં આવી જાય નહીં તેને વાસ્તે પોતે અત્યંત ખંત રાખતો. એટલું જ નહીં, પણ એની બ્રાહ્મણતા બાળક રાજપુત્રને હાસ્યાસ્પદ લાગે નહીં અને તેથી એની બુદ્ધિ ઉપર બીજા વિષયમાં પણ અનાસ્થા થઇ જાય નહીં એટલા અને તેથી એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના માટે આટલા ક્ષાત્રવ્યસનનું મૂલ્ય એની બુદ્ધિ સમજે છે એવી આસ્થા કોમળ વયના રાજપુત્રના મનમાં વધારવામાં પણ આ સૂચના સહાયભૂત થઇ પડી હતી. આથી બીજા રજપૂતોને પણ આ બ્રાહ્મણમાં કાંઇ છિદ્ર કાઢવાની બારી રહેતી ન હતી, અને તેમનો અને રાજકુમારનો સંગ રાખનાર ઉપર પ્રીતિ રહેતી. મૃગયાથી રાજકુમાર પાછો ફરે ત્યારે તે તરત વિદ્યાચતુરને મળે, મૃગયાનું વર્ણન કરે અને પોતાના સહચારી રજપૂત બાળકોની વાર્તાઓ તથા ચર્ચાઓ પણ વિશ્રંભથી૩ કહી જાય એવો વ્યવહાર રાખ્યો હતો. તે પ્રસંગનો લાભ લઇ એ બાળકોથી તેમ એ બાળકોમાં કંઇ પણ અસદ્ધિચાર અથવા અસદાચારનું બીજી ઉત્પન્ન થતું હોય તે શોધી કાઢવાની, અને જડે તો તે બીજનો બીજદશામાં જ નાશ કરવાની, વિદ્યાચતુર ખંત રાખતો, અને એક રાજકુમારને ઠેકાણે અનેક રાજપુત્રોનાં બાળકોનો પોતે પ્રિય ગુરુ થઇ પડ્યો હતો. આ બાળકો ઘેર જઇ માબાપની પાસે રસથી વાતો કરે તેથી વર્તમાન રજપૂતમંડળનો વિદ્યાચતુર માનીતો થયો હતો. બ્રાહ્મણ-ક્ષત્રિયનો હ્ય્દયભેદ એની વાતમાં આથી દૂર થયો હતો. આ સર્વ સ્થિતિનો લાભ લઇ મૃગયાના વ્યસનમાં રહેલું અમૃત રાખી વિદ્યાચતુરે તેમાંનું વિષ ઉતાર્યું. રાજાનો ધર્મ અને રાજાનું પરાક્રમ એ છે કે નિર્દોષ અને નિર્બળનું રક્ષણ કરવું અને દુષ્ટનો શાસન કરવું આ જ ન્યાય મનુષ્યપ્રજામાં તેમ પશુવર્ગમાં પ્રવર્તાવવાનો અભિલાષ મણિરાજમાં વધાર્યો. મૃગયા કરવી પણ મૃગ અને સસલાં જેવાં નિર્દોષ પ્રાણીનો ઘાત કરવાનો તિરસ્કાર અને સિંહ વાઘ આદિ ક્રૂર પ્રાણીઓનો નાશ કરવામાં આગ્રહ એ બેને માળી વિદ્યાચતુરે ચતુરાઇથી મણિરાજના ઉચ્ચ મૃગયાભિલાષરૂપ વેલાને ચડવાના આધારવૃક્ષ કરી રાખ્યા હતા. આ અભિલાષ અમાંસાહારી વસતિનો પણ રક્ષક હતો અને રાજ્યનાં જંગલોનો પણ રક્ષક થઇ પડ્યો હતો. ગ્રીષ્મઋતુના અનુકૂળ સમયમાં આ અભિલાષનો ધારક મહારાજ મણિરાજ રાતના પાંચ વાગતાં આજ મૃગયા રમવા નીકળી પડેલો હતો, એક સિંહનો શિકાર જડી આવવાથી તેનું મન પ્રફુલ્લ થયું હતું, અને એટલામાં જ વસતિની ભાળ રાખવામાં જાગ્રત રાજાને બહારવટિયાના સમાચારર મળવાથી તે અચિંત્યો અત્યારે મનહરપુરીમાં આવી ચડ્યો હતો. વૃક્ષ, પશુ અને મનુષ્યોનો મહારાજ પોતાના નાનકડા ગામમાં પ્રાતઃકાળે પધારતો જોઇ ગરીબ વસતિ તેને સત્કાર દેવા અત્યારે તરવરવા લાગી.

ગુણસુંદરીએ તપાસ કરવા મોકલેલો એક સિપાઇ એટલામાં એની પાસે આવ્યો અને નીચો વળી બોલ્યો : ‘મહારાજ અને રાજપુત્રોની મંડળી મૃગયા કરવા ગયેલી તે આવે છે; ઘોડાઓ પાછળ ચાલે છે અને આગળ મહારાજ મંડળસહિત પાળા ચાલે છે.’

ગુણસુંદરીએ કુસુમ સામું જોયું : ‘કુસુમ, આપણે અહીંયા છીએ તે એમને ખબર પણ હોય.’ હરિણીનું બચ્ચું દોડે એક કુસુમ ઘરમાં દોડી ગઇ. ગુણસુંદરીએ ચંદ્રકાન્ત ભણી દૃષ્ટિ કરી. ચંદ્રકાન્ત યોગ્ય વસ્ત્રાદિ પહેરી બેઠો જોઇ એ દૃષ્ટિ પાછી ફરી. પ્રધાનપત્ની બોલી : ‘ચંદ્રકાન્તભાઇ, મહારાજ આપનો સાથ ઇચ્છે તો તેમને અનુકૂળ થવા તત્પર રહેજો.’ સુંદરે ગુણસુંદરી સામું જોયું. તેને ઉત્તર મળ્યો. ‘મહારાજ આ ગામડામાં આવે છે પણ મૃગયામાંથી થાકેલા તે બુદ્ધિવિનોદ શોધ્યા વિના રહેનાર નથી અને તમારા દિયરના વિદ્ધાન અતિથિ જેવું વિનોદસ્થાન એમને અહીં ક્યાં મળવાનું હતું ? ચંદ્રકાન્તભાઇ અત્રે છે તે કાંઇ એ જાણ્યા વિના રહેવાના હતા ?’ ઉત્તર દેવાતાં પહેલાં પોતાનાં ઉત્તમ કન્યાવસ્ત્ર પહેરી હાથમાં સોનારૂપાના ગંગાયમુનાની ભાતવાળા મોટા થાળમાં શોભા અને સુગંધવાળાં કુસુમનો કોણાકાર રાશિ લેઇ, કુસુમ આવી. ધોળી ભોંય ઉપર રાતાં અને લીલાં ફૂલની કોરવાળું સોનારૂપાના તારાથી ભરેલું ભૂરું રેશમી ઓઢણું પ્રાતઃકાળની ફૂલવાડી પેઠે એના ગૌર શરીર ઉપર પવનની શૂક્ષ્મ લહેરોમાં ફરકી રહ્યું. કસુંબલ ચણિયાની દેખાતી પેઠે, જોનારને નિર્દોષ આનંદ અને ઉત્સાહ આપવા લાગી. એને પગે નાનાં નૂપુર સૂક્ષ્મ રણત્કાર કરી એની ગતિ સૂચવતાં હતાં. એની કેડે વાંકી રહેલી મોતી અને રંગીન મણિની ભરેલી મેખલા૧ ઇન્દ્રધનુષ્ય જેવી લાગતી હતી, અને એ નવી જાતનો અલંકાર સંસ્કૃત પુસ્તકોમાં સ્ત્રીઓનું વર્ણન વાંચી એણે કાકી દ્ધારા મા પાસે માગી કરાવ્યો હતો. બાકી હાથે, કંઠે, કાને, અને ચિબુકે કેવળ સ્વચ્છ શ્વેત હીરાના અલંકાર પહેરી પ્રધાનકન્યા માતા પાસે આવી ઊભી ત્યાં બારણે કોલાહલ થવા લાગ્યો. સર્વ ઊભાં થયાં. ગુણસુંદરી ચંદ્રકાન્તને કહેવા લાગી :

‘ચંદ્રકાન્તભાઇ, તૈયાર થાઓ, મહારાજ પળવારમાં પધારશે. ગમે તો બારણે પગથિયાં ઉપર ઊભા રહો.’ ચંદ્રકાન્તને તેમ કરવું સકારણ લાગ્યું અને પ્રધાનપત્નીની સૂચનાને અનુસર્યો.

ગુણસુંદરીની ઓસરી બહાર લોકોની ઠઠ વધી. વધતી ગઇ. કોલાહલ વધ્યો અને અચિંત્યો શાંત થઇ ગયો. ‘પધારો ! પધારો !’ ‘અમર તપો !’ ઇત્યાદિ બૂમો આઘે સંભળાતી બંધ થઇ પાસે સંભળાવવા લાગી. લોકની ઠઠના બે ભાગ થઇ ગયા. રસ્તાની બે પાસ લોક ઊભા રહ્યા અને પર્વતો વચ્ચે ખીણ હોય તેમ લોકની વચ્ચે માર્ગ થઇ ગયો. થોડી વારમાં મણિરાજનો દેવાતા સ્વાગત-ધ્વનિ ઓસરી આગળ ઊઠી રહ્યા અને મહારાજ મણિરાજ પોતાના મંડળ સમેત આવતા દેખાયા.

સર્વ મંડળ પગે ચાલતું હતુ,ં અને ઘોડાવાળા ઘોડાઓને પાછળ દોરતા હતા, તેમની પાછળ બે ગાડાં ઢાકેલા ધીમે ધીમે ચાલતાં હતાં અને તેની આસપાસ કાળા પણ બળવાન ઉઘાડાં અંગવાળા ભીલો તીરકામઠાં લઇ ગુપચુપ ચાલતા હતા.

સૌથી આગળ મણિરાજની બંદૂક લઇ એક સિપાઇ ચાલતો હતો, અને મણિરાજની બે પાસ તથા પાછળ જુદા જુદા વયના રાજપુત્રો પોતપોતાનાં શસ્ત્રાસ્ત્ર લેઇ ધીમે ધીમે પરસ્પર વાતો કરતા ચાલતા હતા. સર્વને માથે નાના પણ રંગીન ફેંટા કસીને બાંધી દીધેલા હતા.પગે પાયજામા પહેર્યા હતા તેને છેક નીચે એકેક બોરિયાથી વ્યવસ્થિત રાખ્યા હતા. શરીરે ચૈત્ર હતા, અને તેના ઉપર કમરબંધમાં શસ્ત્રોના શિખરભાગ, વૃક્ષની શાખાઓ ઉપર પક્ષીઓની ચાંચો અને કંઠ દેખાય તેમ, દેખાતા હતા. સર્વનાં શરીર પ્રચંડ બાંધાનાં, કોઇનાં શ્યામ અને કોઇનાં ઘઉવર્ણાં હતાં. કપાળ મોટાં કે નાનાં પણ શૂરત્વની મુદ્રાથી મુદ્રાંકિત હતાં, કોઇની આંખ લાલ તો કોઇની વાઘના જેવી તીવ્ર હતી. નાસિકાઓ જોઇ ચંદ્રકાન્તને રોમન આંખ લાલ તો કોઇનો નીચલો ઓઠ જાડો હતો, તો કોઇને પોતાને એ ઓઠ દાંત વચ્ચે રાખવાની ટેવ હતી. વાઘના આગલા પગ પેઠે સર્વના પ્રબલ હાથ કાંઇક ગૂઢ ઉત્ક્રમના આતુર લાગતા હતા. હિમાલયની પેલી પારના - ચીન અને કાસ્પિયન સમુદ્ર વચ્ચેના - ઉગ્ર પ્રદેશમાંથી પ્રાચીન કાળમાં આ દેશ ઉપર ઊતરી પડેલા શકલોકોનું આર્ય ક્ષત્રિયોમાં મિશ્રણ થવાથી રાજપુત્રોમની કેટલીક શાખાઓ બંધાઇ છે એ ઐતિહાસિક કલ્પના આ વીરમંડળના દેખાવથી ચંદ્રકાન્તના મનમાં ખડી થઇ. આજ આપણે જિતાયેલા દેશીઓ છીએ અને અંગ્રેજો જીતનાર પરદેશી છે. થોડાંક આજ આપણે જિતાયેલા દેશીઓ છીએ અને અંગ્રેજો જીતનાર પરદેશી છે. થોડાંક વર્ષશતક ઉપર મુસલમાનો જીતનાર પરદેશી હતા; તેમાં પણ મોઘલના પહેલાંની બીજી જાતો હતી. મુસલમાન નામ ચૌદસો પંદરસો વર્ષથી પડ્યું છે, પણ તેમના પહેલાં પણ ગ્રીક અને શકલોક આ દેશ ઉપર ચડી આવ્યા હતા ત્યારે તેઓ જીતનાર પરદેશી હતા. અત્યંત પ્રાચીન કાળમાં આર્ય ઋષિઓ અને રાજાઓ પણ અત્યંત ઉત્તરમાંથી સિન્ધુ ઓળંગી આ દેશમાં આવ્યા હતા ત્યારે આ દેશના દસ્યુ આદિ કાળા લોકને જીતનાર એ ગોરાઓ હતા. આજ કાળા ગોરાનો, દેશી પરદેશીનો, જિતાયેલા અને જીતનારનો, ભેદ છે તે પરાપૂર્વથી ચાલતો આવ્યો છે; પણ એ ભેદ માનનાર વર્ગ, ચોપટતાં સોકઠાં પેઠે, ઘડી ઘડી ઘર બદલે છે અને એક વર્ષનાં સોકઠાં બીજામાં જાય છે. પરદેશી ગોરા ઋુષિઓ અને રાજાઓ, જૂના શકાદિ યવનો, મુસલમાનો, અને પારસીઓ, જૂના ભીલના દેશીઓ થઇ ગયા છે અને હાલ પરદેશી ગણાતા અંગ્રેજડો પણ દેશી થઇ જશે. કાળ દેશીપરદેશીના ભેદ આમ ભૂલાવે છે; અને એ ભેદ ભસ્મસાત્‌ થતાં સર્વ ભસ્મમાં જ વિભૂતિ હોય એમ એકદેશીય રંગનું જ ભાન ધરી આગળ નવો દેશી મુસલમાન સિપાઇ, પાછળ જૂના દેશી રજપૂતો, અને તેની પાછળ અત્યંત પ્રાચીન દેશી ભીલો - એમનું મંડળ, સૌથી જુદા પડતા પણ સૌની રાજભક્તિના અને પ્રિયતાના સુપાત્ર મણિરાજની આસપાસ અને એના ચિત્તમાં એક થઇ જતું, ચાલતું હતું.

મણિરાજના શરીરને તેની માતાએ રંગ અને કાન્તિ આપ્યાં હતાં, અને પિતાએ બાંધો અને બળ આપ્યાં હતાં. એનો વર્ણ શુદ્ધ કનકગૌર હતો, પણ ક્ષત્રિયશૌર્યના લોહીની તપાવેલા કનકના જેવી રતાશ એ ગૌરતામાં સ્પષ્ટ દેખાતી હતી. એના મુખની કાન્તિ કોમળ અને સુંદર હતી; છતાં, રાજપ્રતાપનો તાપ તે ઉપર એટલો બધો હતો કે એનું પદ ન જાણનાર માણસ પણ એની સાથે વાત કરતાં દબાઇ જતું અને એને માન આપતું. આજ રજવાડામાં કેટલેક સ્થાને પિતાપુત્રભાવનો સદેહ ગુપ્તપણે કે પ્રગટપણે હોય છે, પણ જે વૃદ્ધોએ યુવાન મલ્લરાજના ગુણ અને આકાર જોયા હતા તેઓ તો ઘરમાં અને મિત્રમંડળમાં એમ જ કહેતા કે મણિરાજ જેમ જેમ વયમાં વધે છે તેમ તેમ મલ્લરાજનું અપ્રતિહત ભાન કરાવે છે. સિંહગતિથી પગલાં ભરે, ગંભીર મેઘનાદનું બોલતા ભાન કરાવે, અને પરિચય પડે તેમ તેમ સ્વભાવવૃક્ષનું ઊગવું થાય, તે સર્વમાં મલ્લરાજની યુવાવસ્થાનું પ્રતિબિંબ પડતું. સુંદરગિરિનો એક યોગીરાજ મલ્લરાજના મૃત્યનું સમાચાર જાણતો ન હતો તેના દર્શનને વાસ્તે મણિરાજ પ્રથમ ગયા હતા ત્યારે પ્રથમ પ્રસંગે યોગીરાજે તો એને ‘મલ્લરાજ !’ કહીને સ્વાગત આપ્યું હતું. રાજગુરુ પ્રસન્નનાથ તો પ્રાતઃકાળે શય્યા ઉપરથી ઊઠતાં ઊઠતાં નિત્ય મલ્લરાજ ને મણિરાજનાં પવિત્ર નામ સંભારી કાલિદાસનો શ્લોક ભણતા કે :

મણિરાજ તેના પિતા પેઠે સાધારણ ઊંચા પુરુષો કરતાં પણ આધી વેંત ઊંચો હતો. અને તેની સાથે શરીર પણ સાધારણ પુષ્ટ હતું એટલે આજના કેટલાક રશિયન લોક આવે છે તેના જેવી ઊંચાઇ પહોળાઇ હતી. રામ, કૃષ્ણ, અને પાંડવ આદિ પ્રાચીન કાળના પુરુષો પણ ઓછામાં ઓછા આટલા ઊંચા હશે એમ વિદ્યાચતુર કહેતો. સ્વાભાવિક રીતે સ્ત્રરી નીચી અને પુરુષો ઊંચા હોય ત્યારે કેટલીક મડમોનાં શરીર આગળ આપણા પુરુષોને લજ્જાસ્પદ થવું પડે એમ હોય છે, તો સાધારણ રીતે સાહેબ લોકો આપણા કરતાં શરીરે પણ ઊંચા, પહોળા અને બળવાળા હોય એમાં કાંઇ નવાઇ નથી. પણ મણિરાજનું શરીર તો યુરોપિયનોનું પણ માન મુકાવતું, અને એના બીજા ગુણ તો તેઓ જાણે ત્યારે જાણે પણ પ્રથમ દૃષ્ટિપાતે જ એનું ક્ષાત્ર શરીર જોઇ એ લોક પ્રસન્ન થતા અને એને માન આપવા પ્રેરાતા.’ ‘વપુર્વ્યૂઢોરસ્કં નનુ ભુવનરક્ષાક્ષમમિદમ્‌’ એ કવિવાક્ય સત્ય પડતું હોય તેમ મણિરાજની વિશાળ છાતી દેખી તેની પ્રજાને પોતાના રાજાનું અભિમાન આવતું. ગુણસુંદરીના ઉતારા પાસે એ આવે છે ત્યાર પહેલાાં તો એને જોઇ, એનું અભિમાન આણી, કંઇ કંઇ લોક એનો રસ્તો રોકનાર મળ્યા. ચારણ અથવા૩ એવી જ કોઇ વર્ણની, કાળી પણ બળવાળી, કટૂપી પણ ઊંચી અને આંખમાં રાજભક્તિથી ભરેલી ચારેક મનહરપુરીની સ્ત્રીઓ, ભીડમાંથી આગળ નીકળી આવી, મણિરાજમના સામી ઊભી રહી, હાથ ઊંચા કરી, ઓવારણાં લેતી, મોટે પણ વીરસ્વરે ગાવા લાગી અને તેમાં સ્ત્રીકંઠનો લલકાર ભરવા લાગી :

‘પધારો ! પધારો રે ! મહારાજ મણિરાજ રે !

મહારાજ મણિરાજ ! (ધ્રુવ)

મોઢે મૂછ ઊગે હજી રે, પણ સાવજનું બાળ !

મૃગયા રમવા ચડતો ત્યારે જાણે જ એ જમરાજ રે !

મહારાજ૦ ૧

ધરતી બધી ધ્રૂજતી રે એવો ચરણનો ધબકાર

સાવજ પેઠે પગલું ભરે ત્યાં સાવજ ભાગી જાય રે !

મહારાજ૦ ૨

જાળવે મલ્લરાજની ગાદી મલ્લ મણિરાજ,

જીવજો ! જીવજો ! - એમ કરે વસ્તી બધી પુકાર રે !

મહારાજ૦ ૩ જીવજો ! જીવજો ! જીવજો ! જીવજો ! કરે પવન પુકાર રે !

મહારાજ૦ ૪

સ્ત્રીઓ ગાતી જાય, ઓવારણાં લેતી જાય, અને આંગળીના ટચાકા ફોડતી જાય. ગાઇ રહી કે આશીર્વાદ દઇ સ્ત્રીઓ રસ્તાની એક પાસ પાછી હઠી ખસી ગઇ અને મહારાજને માર્ગ આપ્યો.

‘ભૈરવી ! તારી આશિષ મને પહોંચી ગઇ. કહે, તારા છોકરા ખુશીમાં છે ?’ મહારાજના મુખમાંથી સ્વર નીકળતામાં સ્ત્રીના પુત્રોનું ટોળું પાછળથી આગળ આવ્યું, અને ભૈર્વીનો પુત્ર પૃથ્વી ઉપર નીચો પડી સલામો કરતો બોલ્યો :

‘મહારાજ, જેના રાજ્યમાં સસલાં અને હરણ સરખાં ખુશીમાં ફરે છે તેને ત્યાં ભૈરવીના દીકરા ખુશીમાં હોય એમાં તો પૂછવું શું ? આ મારા ભાઇઓ.’ સર્વ પ્રણામ કરવા લાગ્યા.

‘કેમ બાપુ, તમારો તલાટી કેવો છે ?’ મણિરાજે પૂછ્યું.

‘વાહ, મહારાજ, આપે અમારે સાસુ ચિંતા કરી ત્યાં શું કહેવું ? એ તલાટીને નિત્ય અહીંયા જ રાખજો.’

‘ભૈરવી આગળ આવી બોલી : ‘દીકરા, હજી તને બરોબર બોલતાં ન આવડ્યું. એમ કહે કે આવા તલાટી અમને નિત્ય આપજો એટલે તલાટીના ગુણ પણ ગવાય અને એનું આગળ ઉપર કલ્યાણ કરવાની ભલામણ પણ થાય. એ તલાટી આવો ભલો ને ચતુર છે તેને અહીંયાં જન્મારો રાખે તો એ નોકરીમાં વધે ક્યારે ?’ પુત્રને આવી રીતે ઠપકો દેતી ભૈરવીને સાંભળી મણિરાજને કાંઇક સ્મિત થયું તે જોઇ ભૈરવી અચકી : ‘મહારાજ, કૃપા કરો. અમો ગામડિયાનાં બાળક આવું ગાંડુંઘેલું જ બોલે, પણ આપના રાજ્યમાં અમારો બહુ સંભાળ રાખવી પડે છે. કોઇ અમલદારનું જરાક ઘસાતું અમારે મોંએથી બોલાય છે એટલે તરત આપ રોગ પરખવા પાકી તપાસ કરો છો અને અમારાં વચનમાં સત્ય જણાય તો આપના ગમે તેવા વહાલા અમલદારને પણ શિક્ષા કરતાં રજ વાર લગાડતા નથી. ત્યારે એવા રાજ્યમાં કોઇનું જરીક વાંકું બોલતાં વિચાર કરી, સો ગળણે ગાળી પાણી પીએ નહીં તો બોલતાં બોલતાં પાપ લાગે.’

‘ત્યારે ભૈરવી, કેવું રાાજ્ય હોત તો તને ગમે ?’ મણિરાજે હસીને પૂછ્યું.

ભૈરવી અકળાઇને બોલી, ‘મહારાજ, જુઓ વળી આ મારાથી બોલતાં ભૂલ થઇ. મહારાજ, રાજ્ય તો છે એવું ને એવું જ રાખજો, પણ અમારે લીધે કોઇને શિક્ષા કરો તો અમને તોએ નિસાસો લાાગે, અને તમારી પાસે બોલાઇ જતાં વધારે ઓછું બોલાતાં તમે ખરી વાત જાણી જાઓ છો !’

‘ભૈરવી, એ શું કહ્યું ?’ ‘

હા, સિંહને મારીને આપ રડો છો કે આને માર્યો તો આપના અમલદારોને શિક્ષા કરતાં તો દયા આણવી જ જોઇએ.’ છોકરાના સાામું જોઇ ભૈરવી બોલી : ‘બોલ, છોકરા બોલ, પેલું જોડ્યું છે તે બોલી લે.’

ભૈરવીનો પુત્ર પ્રીતિથી ને ઉલ્લાસથી બોલવા લાગ્યો :

‘તરવાડ કડે, હબન્ધૂક કરે, ધરતો ધરતીપતિ તાકી જ જ્યાં,

વનરાજ ઊભો પળ જોઇ રહે, વનમાં અહીં આ શૂર માનવ ક્યાં ?

માનવ ક્યાં ? અહીં માનવ ક્યાં ? કંઇ એમ વિચાર કર્યો ન કર્યો,

દીઠી - દીઠી ન - ગોળી ગઇ શિરમાં, વનરાજ, તિહાં જ કર્યો ન કર્યો.

જીવતો મરતો ન કળાય પશું, હલકારક દૂર ઊભા ડરતા,

મણિરાજ ભરે ડગ, ના જ ઘરે ડર, સિંહશિરે જ ધર્યા જ કર આ !

વનરાજ તણો જમરાજ મણિ વનરાજની પાસ ઊભો રડતાં,

વનરાજ ગયો ! શૂર, હાય, ગયો ! વન શૂન્ય હવે વનરાજ જતાં.’

પુત્ર બોલી રહ્યો કે ભૈરવી બોલી : ‘મહારાજ, વધારે બોલીએ તો કાંઇ ગાંડુઘેલું બોલાઇ જવાય. માટે હવે તો અમારા આ સુખશંકર શાસ્ત્રની બે વાત બોલે તે સાંભળો.’

સુખશંકર આગળ આવી બોલવા લાગ્યો : ‘મહારાજ સિંહણ પાસે એનાં બચ્ચાં ગેલ કરી રહ્યાં હોય તેમને સ્પર્શ કરનારની જે દશા થાય છે તે આપની નિર્દોષ પ્રજાને કનડનારની થાય છે એ યોગ્ય છે. રાજાપ્રજાની પરસ્પર પ્રીતિ એવી જ જોઇએ. પણ એ બીચારા તલાટીની હવે સૌને દયા આવે છે.’

‘બદલી થયા પછી તલાટી તમારી પાસે આવી ગયો હશે ?’

‘ના બાપજી. એમ કાંઇ એની છાતી ચાલે એવું આપનું રાજ્ય છે ? પણ આ બાઇનું જ કાળજું બળે છે.’

‘કેમ, ભૈરવી, ત્યારે તું એવી ઇચ્છા રાખે છે કે તલાટી ઉપર પાછી દયા કરવી જોઇએ ?’

‘હા, બાપજી.’ ભૈરવી મલકાઇને બોલી.

‘બહુ સારુ. એમ થશે.’

ભૈરવી મણિરાજને પગે પડી અને ઊઠી ખસી ગઇ. મણિરાજ ચાાલવાનું કરે છે ત્યાં આ સૌ જોઇ રહ્યો હતો એવો એક લંગોટિયો ગોસાંઇ હાથ ઊચો કરી વચ્ચે આવ્યો ને બોલ્યો :

‘દેખો, મહારાજ, રાજાકી પાસ રિક્તપાણિ નહીં જાના ઐસા શાસ્ત્રકા બચન હય, ઔર આપને તો હુકમ કિયા હૈ કે અમારી પાસ કિસીને નજરાણા કરતા નહી તો ફિર ક્યા કરે ? એક પાસસે શાસ્ત્રકા ઉલ્લંઘન હોનવે ઔર દૂસરી પાસે રાજાકા આજ્ઞાભંગ હો જાવે તો પીછે આપકી પાસ આનેમેં બડા સંકટ પ્રાપ્ત હો જાતા હૈ.’

‘અચ્છા, મહારાજ. લેકિન ઇતના ગોપીચંદનકા તો સ્વીકાર કરના ચઇએ શ્રીઠાકોરજીકી પ્રસાદી હૈ ઔર રિક્તપાણિ આના નહીં ઉસ લિયે હમને આશીર્વચન અબ ગુજરાતી કબીતમે તયાર કિયા હૈ સો લે લો.’

‘બોલો, સાધુદાસ.’

ઊંચો, લંગોટી વગર કાંઇ પણ વસ્ત્ર વગરનો, આખે શરીરે ગોપીચંદન ચોથી ઊભેલો, ગોસાંઇ તરતી નસોવાળા ઊંચા હાથ કરી બોલવા લાગ્યો :

‘શૂર ખરો ને ખરી દયા, મહારાજ મણિરાજ !

શરણ સંતના ! જોઇ તને થરથર દુષ્ટ-સમાજ !

પ્રીતિ ખરી ને ભય ખરું : મહારાજ મણિરાજ !

સજ્જનવત્સલ નામ સુણી, થરથર દુષ્ટસમાજ !

થરથર દુષ્ટસમાજ નામ સુણતાંમાં થાતા !

ધરી આશ દેઇ આશિષ સંત અંતર મલકાતા.

તે આશિષને આશરે મણિરાજ્ય જુગજુગ તપો !

ચતુર ચતુર તુજ સારથિ રથ તુજ લેઇ રસમાં ધપો.’

રામચંદ્ર આગળ સામળ કવિએ વાનર અંગદ પાસે કવિત બોલાવ્યાં છે એમ મણિરાજ પાસે ગોસાંઇ આ કવિત ગાઇ રહ્યો ત્યાં એની દૃષ્ટિમાં એમ લાગ્યું કે મારી પાછળ કોઇ ઊભું રહ્યું છે તેના ઉપર મહારાજ દૃષ્ટિ કરી રહ્યા છે. ગોસાંઇ પાછળ જુએ છે તો ફૂલનો થાળ હાથમાં લઇ બાળક કુસુમસુંદરી સિપાઇઓ સાથે ઊભી રહેલી અને જોડે ચંદ્રકાન્ત ઊભેલો. પ્રધાનકન્યા ક્યારની આમ ઊભી હતી તેનું ભાન થતાં ગોસાંઇ શરમાયો અને આઘો ખસી જઇ બોલ્યો : ‘કુસુમબહેન, આગળ આવો, મહારાજને પુષ્પે વધાવો.’

ઊંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા૧ આવવા લાગે તેમ કુસુમ થાળ લઇ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી.

નાની સરખી નદી આગળ નીચે નમી આકાશનો ઊંચો મેઘ ધારારૂપી હાથ નદી સુધી લાંબા કરે તેમ મણિરાજે કુસુમના હાથમાંનો થાળ નીચા નમી પોતાના હાથમાં લીધો, એક હાથમાં તે થાળ રાખી બીજે હાથે એક અંજલી ભરી પુષ્પ ચંદ્રકાન્તને આપ્યાં, બીજી અંજલિ ભરી કુસુમની અંજલિયાં આપ્યાં, ત્રીજી અંજલિ ભરી પોતે સ્વીકાર્યા, અને બાકીનાં પુષ્પસમતે થાળ જોડે ઊભેલા રાજપુત્રને આપી સહયાયીઓમાં અને વસ્તીમાં વહેંચવા આજ્ઞા આપી. આ સર્વ ક્રિયા તેના હાથ કરતા હતા તે જ સમયે જેમ હાથમાંથી પુષ્પ અપાતાં હતાં તેમ મુખમાંથી સ્મિત અને અક્ષર ચાલતા હતા : ‘ચંદ્રકાન્ત, તમે ક્યાંથી ? ક્ષમા કરજો, તમે પાછળ ઊભેલા એટલે મેં દીઠા નહીં. કુસુમબહેન, તમારાં માતુઃશ્રીએ બહારવટિયા પકડાયાના શુભ સમાચાર જાણ્યા હશે - કુસુમબહેન થોડી વારમાં આવશે.’

નીચું જોઇ લજ્જાભરી બાળા બોલી : ‘સર્વ મહાપુરુષો તો દર્શન આપી પછી કૃપા કરે છે પણ આપનાં પગલાંનો ચમત્કાર તો પગલાં થયાં પહેલાંથી જ જણાય છે. મહારાજ ! ગુણિયલે કહાવ્યું છે કે :

‘ઉદેતિ પૂર્વ કુસુમં તતઃ ફલં

ધનોદયઃ પ્રાક્તદનંતરં પયઃ ।

નિમિત્તનૈમિકગોરયં ક્રમ-

સ્તવ પ્રસાદસ્ય પુરસ્તુ સંપદઃ ।।’

‘મહારાજ, આ સંદેશો કહાવતાં કહાવતાં ગુણિયલે આનંદ કે ઉપકારનાં આંસુ પાડ્યાં છે તે હું મારા ભણીથી આપને વિદિત કરું છું.’

મણિરાજ અને ચંદ્રકાન્ત ઉભચયને આ સાંભળી પોતપોતાના નેત્રમાં નેત્રમાં કાંઇક જળ જણાયું. ‘કુસુબહેન, ગુણિયલબાને કહેજો કે એ તો તમારા ગુણનું પુણ્યફળ છે. ઇશ્વર સદ્‌ગુણોને કસે છે પણ અંતે ફળ આપતાં ઉદાર થાય છે.’ ‘ચંદ્રકાન્ત, માતાનો સ્નેહ અપૂર્વ છે.’

‘કુસુમસુંદરીનું અમંગળ ગયું જાણી ગુણસુંદરીબાને અતુલ આનંદ થયો હશે અને મારા ઉપર પણ હું નાનો હતો ત્યારથી મારાં માતુશ્રી જેટલી પ્રીતિ રાખે છે. કુસુમબહેન, ગુણસુંદરીબાને કહેજો કે પ્રધાનજી પણ થોડી વારમાં આવશે. કહો, પણ આટલી વાર સુધી છેક પાછળ કેમ ઊભાં રહ્યાં હતાં ?’

કુસુમ મોં મલકાવી બોલી : ‘મહારાજ, પિતાજીએ એક પ્રસંગે વાત કહી હતી કે આપને મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મપિતામહે કરેલા ઉપદેશ અતિ પ્રિય છે, અને તેમાંનું એક વાક્ય તો આપને પ્રિયતમ છે તે વાક્ય મને સાંભરી આવ્યું, અને તે વાક્યનો ઉપદેશ પાાળતા આપને જોવાનું મને મન થયું અને તેની સાથે એમ પણ વિચાર થયો કે એ આજ્ઞા મહારાજ પાળતા હોયચ તેવે પ્રસંગે વચ્ચે આવવાથી આપની આજ્ઞાના ભંગ જેવું થાય.’

‘એમ ? એ કિયું વાક્ય ? બોલો જોઇએ !’ મણિરાજે આતુરતાથી પૂછ્યું.

આ રમ્ય વિનોદ-નાટકનાં પાત્રો પર સર્વ મંડળ આતુરતાથી દૃષ્ટિિ કરી રહ્યું. સર્વલોક સ્તબ્ધ થઇ એકટશે જોઇ રહ્યા. ઓસરીના ઓટલા ઉપરના ચકમાંથી ગુણસુંદરી અને સુંદરગૌરી, અમૃતપાન કરવાનો પ્રસંગ હોય તેમ, પુત્રીના મુખ સામી પ્રિયદૃષ્ટિ ભરવા લાગ્યાં. ચંદ્રકાન્ત મનમાં અકળાયો : ‘ઓ સરસ્વતીચંદ્ર, તારું ભાગ્ય ક્યાં ફૂટ્યું છે ? કોણ જાણે ક્યાં અત્યારે જાતે આથડે છે અને મને અથડાવે છે ! - આ રત્ન જો તો ખરો ! - અરેરે ! પણ તારે બ્રહ્મચારી રહેવું છે ને આને મીરાંબાઇ થવું છે ! એ જોગ ક્યાં ખાશે ! મારી વકીલાત તમે બે જણે મળી વાંધામાં પાડી છે.

મહારાજ પાસે વધારે બોલવા પ્રયત્ન કરતાં મુગ્ધ કન્યાના ગાલ ઉપર ગુલાબી રંગના શેરડા પડી ગયા, નયનકળી પળવાર મીંચાયા જેવી લાગી, અને અંતે પાંદડાંના આચ્છાદનમાંથી અચિન્તી ફૂલની કળીો ફૂટવા માટે તેમ દંતકલિકાઓ દેખાઇ અને કુસમુ શ્લોક બોલી :

‘પુત્રા ઇવ પિતુર્ગેહે વિષયે યસ્ય માનવાઃ ।

‘નિર્ભયા વિચરિઋયન્તિ સ રાજા રાજસત્તમઃ ।।

મહારાજન ! આપ જેવા પિતાની પાસે આપની પ્રજા આવી ઊભી રહે અને આપ તેને લાડ લડાવો એ સુંદર દેખાવ જોવાનું તે મને મન કેમ ન થાય ?’

મણિરાજનો અંતરાત્મા પ્રસન્ન થયો. કુસુમને રજા આપી ચંદ્રકાન્તને સાથે લેઇ, તેની સાથે વાર્તાવિનોદ કરતો કરતો મહારાજ મણિરાજ ચાલ્યો અને માર્ગમાં ચંદ્રકાન્તની સાથે શાંતિપર્વની સ્તુતિ કરવા લાગ્યો.

‘ચંદ્રકાન્ત, સત્ય પૂછો તો આવા ગંભીર શબ્દમાં રાજાઓને ઉપદેશ કરેલો મેં બીજે સ્થળે વાંચ્યો નથી. તમે તો ઘણાં પુસ્તક વાંચ્યાં હશે. તો કહો, રાજધર્મ અને રાજકાર્યનું તત્ત્વ આ શ્લોક કહું છું તેના જેવું બીજે ક્યાં છે ?’

ભવિતવ્યં સદા રાજા ગર્ભણીસહધર્મિણા

કારણં ચ મહારાજ શૃણુ યેનેદમિષ્યતે ।।

યથા હિ ર્ગાર્ભણી હિત્વા સ્વં પ્રિયં મનસોડનુગમ્‌

ગર્ભસ્ય હિતમામઘત્તે તથા રાજાપ્યસંશયમ્‌ ।।

વર્તિતવ્યં કુરુશ્રેષ્ઠ સદા ધર્માનુવર્તિના

સ્વં પ્રિયં તુ પરિત્યજ્ય યદ્યલોકહિંત ભવેત્‌ ।

મારા શયનખંડનો અને વ્યવહારમાં સોનેરી અક્ષરે આ શ્લોક મેં કોતરાવી રાખ્યા છે.’

આ વાર્તાવિનોદ કરતાં કરતાં મણિરાજ અને ચંદ્રકાન્ત અદૃશ્ય થયા. તેમની પાછળ અનુયાયી વર્ગ પણ અદૃશ્ય થયો. ગામને બીજે છેડે તંબૂ તાણ્યા હતા ત્યાં સૌ ગયાં. આણી પાસ કુસુમસુંદરી લીલાભરી પાછી ગઇ અને મા અને કાકીની પાસે ઊભી. કાકીને શૃંગાર-અલંકાર-ભરી ભત્રીજી વહાલી લાગી, અને મણિરાજ પાસે મધુર અને ચતુર વાર્તા કરી આવી તે ચિત્રની મુદ્રાના આવેશમાં સુંદરગૌરીી કુસુમને બળથી છાતીસરસી ચાંપવા લાગી અને નીચી વળી એને એક ચુંબન પણ કરી લીધું. ગુણસુંદરી આ બેના યોગ ઉપર આનંદથી જોઇ રહી અને તેેમને એકટશે જોતાં જોતાં મનમાં બોલી : ‘ઘડી ઉપર અતિશય દુઃખ હતું, ઘડીમાં આનંદ થઇ ગયો; શો આ બે જણને આનંદ થઇ ગયો છે ? ઇશ્વરની ગતિ ન્યારી છે.’

ખરેખર ઉશ્વરની ગતિ ન્યારી જ નીવડી. દિુઃખ પછી સુખની ને સુખ પછી દુઃખની ઘડી ઊભી હોય, કુસુમરૂપ આનંદમૂર્તિને વિધવા કાકીરૂપ શોકમૂર્તિએ જ અલક્ષ્યસૂચક ચુંબન કર્યું હોય, તેમ માનચતુરની સાથેના બે સવારે સુભદ્રા આગળથી ઘોડાને મારી મૂક્યા હતા તે વીજળીની ત્વરાથી ગુણસુંદરીની ઓસરી ભણી ઘોડા દોડાવતા આવ્યા અને એકદમ ઊતરી, અંદર આવી, શ્વાસ અને દુઃખભર્યે મોંએ કુમુદસુંદરી નદીમાં તણાયાના સમાચાર કહેવા લાગ્યા. સમાચાર કહેવાઇ રહેતા સુધી સર્વ પ્રતિમાઓ પેઠે રહ્યાં અને તે પછી શોકની આગ આખા ઘરમાં ભભૂકવા લાગી. ગુણસુંદરી બેઠી હતી ત્યાંની ત્યાં લમણે હાથ દઇ જડ થઇ ગઇ અને બોલ્યાચાલ્યા વિના નેત્રમાંથી આંસુ ઉપર આંસુ સારવા લાગી. ગરીબ સુંદરગૌરી સામી બેસી મોં વાળવા લાગી : ‘ઓ મારી કુમુદસુંદરી રે ! બેટા, આ શો કેર કર્યો ? ઓ બહેન - મારી ઉછેરેલી - મારી લડાવેલી - હું દુખિયારીની દીકરી ? આ દોહ્યલું તે કેમ વેઠાશે !’ બાળક પણ સમજણમાં આવેલી કુસુમે હજી તો શૃંગાર ઉતાર્યા ન હતા તે પણ આ અચિંત્યા દુઃખના ભાર નીચે શૃંગારસમેત દબાઇ. માની પાસે - માની સામે - બેસી પડી માની હડપચી ઝાલી કુસુમ રોતી રોતી કહેવા લાગી : ‘ગુણિયલ, તું કેમ આમ ઢીલી થઇ ગઇ ? આપણે તો છત્રની છાયામાં છીએ તે કેમ ભૂલી ગઇ ? મહારાજને કહાવ તો ખરી. વડીલ બહેનને લીધા વગર નહિ આવે ! પિતાજી હમણાં આવેશ. -અરેરે તારું ધૈર્ય ગયું !’ ઘરમાં પરિવારમાં પૂછાપૂછ અને રડારોળ થઇ રહી. અંતે કુસુમ ઊઠી, ઓસરી બહાર જોવા લાગી, અને જુએ છે તો કુમુદસુંદરીના ગાડીવાને મોકલેલો સવાર હાથમાં પોટકું રાખી ઘોડો દોડાવતો આવતો દૂર દેખાયો, અને દેખાતામાં કુસુમ બૂમ પાડી ઘરમાં ગઇ : ‘ગુણિયલ, ઊઠ, ઊઠ, બીજો એક સવાર વેગભર્યો આવે છે.’ સવારની વાત સાંભળતાં સર્વ પોતપોતાના શોકપ્રકાર તજી વેગથી ઓસરીમાં ગયાં અને બાારણે જોવા લાગ્યાં. સવાર આવ્યો, ઊતર્યો, અને અંદર આવ્યો.

‘કુમુદબહેન ઊગરી ? કુસુમે આગળ દોડી પ્રથમ પૂછ્યું.’

સવાર દીન મુખે બોલ્યો : ‘ઇશ્વર કરે તે ખરું. ગુણસુંદરીબા, બહારવટિયાઓમાંથી બહેન ઊગર્યા ત્યારે નદીમાં તણાયાં. એમની ગાડીમાં આ એની પોટલી હતી તે ગાડીવાને મોકલી છે. વડીલ અને બીજું મંડળ બહેનની પાછળ દોડ્યું છે તેની વાટ જોતો ઊભો છે.’

ગુણસુંદરીને આંખમાં આંસુ માતાં ન હતાં. એણે પોટલી તો લીધી પણ રંક મુખ કરી સવારને પૂછવા લાગી : ‘ભાઇ, કાંઇ પત્તો લાગે એમ છે ? એનો કાગળ કાલ જ આવ્યો હતો ને એના પેટમાં મારી સાથે કાંઇ કાંઇ વાતો કરવાની હશે તે સૌ એમની એમ રહી !’

‘ગુણસુંદરીબા, હવે ગભરાવું નકામું છે. નદી કોઇના હાથમાં નથી, પણ તમારે પુણ્યે સારાં વાનાં થશે એમ આશા રાખજો. નીકર બહારવટિયાઓમાંથી ઊગરવું સહેલું ન હતું. પણ જેને રામ રાખે તેને ગામ શું કરે ? ઇશ્વરની દયા છે ને તમારું પુણ્ય છે. ગાડીવાન બિચારો રડતો હતો અને કહેતો હતો કે સાસરામાં બહેન લક્ષ્મીજી પેઢે પૂઝાતાં હતાં. પુણ્યશાળી જ હોય ! ઇશ્વર આવાં બે ઘરમાં તાળાં નહિ વાસે !’

‘ગુણસુંદરીનું હ્ય્દય આથી તૃપ્ત થયું નહિ. પોતાની ખરેખરી યુવાવસ્થાનું પ્રથમ ફળ, કુટુંબના અસહ્ય ભારને સમયે લોકાચારને વશ રહી જેને લાડ સરખું લડાવ્યું ન હતું અને જેની ખરી અનાથ બાલ્યાવસ્થામાં મા વગરની હોય એવી રીતે જેને સુંદરની પાસે નાંખી મૂકી જેની પોતે કાંઇ પણ સંભાળ લીધેલી ન હતી. એવી સુશીલ રંક સ્વભાવની બાળકી, જેને કોઇ દિવસ કોઇના સામો ઉચ્ચાર સરખો કાઢ્યો ન હતો, જેને હીનભાગ્યે સરસ્વતીચંદ્ર સરખા વરે ત્યાગ કર્યો અને પ્રારબ્ધે કરાવેલી ઉતાવળને બળે પ્રમાદધનની સત્તામાં ફેંકી દીધી : આવા પુત્રીના ગુણ અને દુર્ભાગ્ય સંભારી ગુણસુંદરી પળવારમાં દુખિયારી થઇ ગઇ અને જગતમાં કશાથી પણ હવે સુખ હવાનો સંભવ ન લાગ્યો. નદીમાંથી પાછી આવે એ આશા નિષ્ફળ લાગી. લમણે હાથ દઇઇ બારણાં વચ્ચે તે પેઢી, અને એને શી રીતે શાંત કરવી તે કોઇને સૂઝયું નહિ. બેઠી બેઠી તે માત્ર અંત્યત ધીમે સ્વરે રોવા લાગી અને મોં વાળી ભરાઇ આવેલું હ્ય્દય ખાલી કરવા લાગી.

‘ન મેં લડાવ્યાં લાડ, પુત્રી, દુઃખમાં દીધો ભાગ રે;

સુખ દેવા મને મળ્યું ન, પુત્રી, માગ, માગ, કંઇ માગ રે !

હાય ! હાય રે ! કુમુદ મારી મીંચાઇ ! ૧

નાનપણેથી કરી નમાઇ, નિર્દય મારી જાત રે !

દયા ન આણો મેં તો કાંઇ, મૂક્યો મુસળભાર રે !

હાય ! હાય રે ! કુમુદ મારી કચરાઇ ! ૨

દીકરી મારી ! તું બહુ ડાહી ! મનમાં મનની સમાવી રે !

વરાળ સરકી તેં નથી કાઢી, માને પણ તે વાહી રે !

હાય ! હાય રે ! કુમુદકળી કરમાઇ ! ૩

માથી વહાલી કરી નદીને, દીકરી ક્યાં ગઇ મારી રે

કાળજડે મુજ કડાર દઇને, નદી કરી તેં વહાલી રે ?

કાળજડે મુજ કટાર દઇને, નદી કરી તેં વહાલી રે !

હાય ! હાય રે ! કુમુદ મારી ક્યાં તું ગઇ !

ઘડીવાર દુઃખી માતાએ માથું નાંખી દીધું. અંતે હ્ય્દય ખાલી થથાં,ધૈર્ય આવવા લાગ્યું, અને આંસુ લોહીં નાંખી બોલી : ‘કુસુમ, ગાંસડી છોડ, જોઇએ.’ કુસુમે ગાંસડી છોડી તો ઉપર જ વનલીલાનો કાગળ. તેમાં પ્રમાદધન, કૃષ્ણકલિકા, અને બીજા ક્ષુદ્ર માણસોની ખટપટના સર્વ વર્તમાન વનલીલાએ સાંભરેલા તે એણે લખ્યા હતા. એ પત્ર વાંચતાં જ ગુણસુંદરીનાં નેત્ર ફરી ગયાં અને મનમાં પત્ર વાંચતાં વાંચતાં વચ્ચે મોટે સ્વરે બોલી : ‘સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડૂબી હોય તો કસાઇને ઘેરથી ગાય છૂટી સમજજો ! અરેરે ! અરેરે ! આ દુઃખ મને તે શી રીતે જણાવે ?’ વળી વનલીલાએ પત્રના છેલ્લા ભાગમાં કવિતા જોડી કાઢી લખી હતી તે મનમાં એક વાર વાંચી બે વાર વાંચી.

‘મારાં કુમુદ સલક્ષણાં બહેન, હરભડશો મા અધઘડી રે,

તમને જાળવશે પરમેશ, ફરતી એની છાંયડી રે. ૧

દુર્જન મૂકે ન જાત - સ્વભાવ જાણે સહુ આંધળાં !

એની આંખે આવે અંધારાં, પગે થાય પાંગળાં. ૨

કાળી કાળકાની ફૂટી આંખ, દીઠી ને એણે મને,

પૂંઠ એની હવે મૂંકું નહીં જ, ઘણું વહાલાં છો તમે. ૩

વાંકો વાળ તમારો ન થાય, હૈયે ધૈર્યં ધારજો.

એને કરીશ ફજેત ફજેત, શા છે એના ભાર જો ? ૪

જશે વાત પ્રધાનને કાન, દેવી બધું જાણશે,

બોર બોર જેવાં આંસુ, રાંડ વંઠેલી એ પાડશે, ૫

બહેન અલક ખલકની પેઠે એનો, પગ ટાળશે,

ભોળ ભાઇનું છોડવી ભૂત તમોને બોલાવશે. ૬

મારા સમ જો રજ ગભરાઓ; ચતુર વિદ્ધાન છો;

પ્રભુ ઉપર છે તમ જોર, પ્રભુનાં દાસ છો. ૭

સત્ય આખર છે તરનાર, જૂઠાં જખ મારશે,

વહાલી વનલીલાને સંભારી કુમુદ સમ પાળશે. ૮

પ્રભુ ઉપર છે તમ જોર, પ્રભુનાં દાસ છો.

સત્ય આખર છે તરનાર, જૂઠાં જખ મારશે,

વહાલી વનલીલાને સંભારી કુમુદ સમ પાળશે.

વાંચી, વિચાર કરી ગુણસુંદરી બોલી ઊઠી : ‘સુંદરભાભી, ગજબ થયો છે. ચંડિકાભાભીના જેવું દુઃખ કુમુદને જોઇ લો.’ દીકરીના દુઃખથી માતાની આંખમાં ફરી આંસુ ઊભરાયાં.

‘હેં ! એ ફૂલથી તે એ કેમ વેઠાયું હશે ? ભાભી, એ દુઃખનું માર્યું માણસ જીવ કાઢી નાંખે હોં ! આ નદીમાં અમસ્તી પડી નથી, લ્યો ! નક્કી, જાણી જોઇને એ દુઃખમાંથી છૂટવા પડેલી ! ઓ મારરી બહેન ! અમારે મોંએ વાત કવા જેટલી વાટ તો જોવી’તી ?’ સુંદર પીઢો જોતી જોતી દુઃખભરી બોલી અને બોલતાં બોલતાં એની આંખમાં વધારે આંસુ ભરાયાં, અને આંસુભરી આંખે વળી બોલી : ‘દુઃખ ખમવાને તો મારી પેઠે દુઃખમાં ઘડાયેલાનું જ ગજું હોય - પણ, ઓ મારા ફૂલ, તેં તે આ વજનો માર કેમ સહ્યો હશે ? બહેન ! મ્હેં તો તને કદી રોતી જોવાઇ નથી તે તને આ શું થયું હશે ?’ કુસુમે પણ આંસુમં આંસુ ભેળવ્યાં, અને અંતે આંસુમાં બનેવી ઉપરનો ક્રોધ ભેળવી ભમર ચડાવી.

કાગળમાં બીજી વાતો લખી હતી તેના ઉપર તર્ક કરવામાં ગુણસુંદરી ગૂંથાઇ. કુમુદ ઉપર આરોપ મૂકવા પ્રમાદધનને સંકેત કરેલો જાણી મનમાં ડામ દેવાયો. નવીનચંદ્રનું નામ વાંચી તે કોણ હશે એવો સહજ પ્રશ્ન ઊઠી શાંત થઇ ગયો. કુમુદ આવે તો એનાં સુખદુઃખ જાણવાની અને એનું સાંત્વન કરવાની પોતાની ઇચ્છા તૃપ્ત થાય એ વિચારથી માતા પુત્રીને મળવા આતુર બની ગઇ. હ્ય્દયમાં મરણની પેઠે શૈત્ય આણવા લાગી. આ દ્ધૈધીભાવ આજ સુધી વેઠેલાં સર્વ દુઃખ કરતાં વધારે અસહ્ય લાગ્યો.

કુમુદનું અમંગળ નિશ્ચિત થાય તો વનલીલાને રત્નનગરી બોલાવી, એની પાસેથી સર્વ જાણી, મરનારના મરણનો શોક સોગણો વધે અને હ્ય્દયમાં કાંટા વાગે તો જ ગાય જેવી રંક અને નિર્મલ પુત્રીને કસાઇવાડે બાંધ્યાના મહાપાપનું પ્રાયશ્ચિત્ત થાય અને તે પ્રાયશ્ચિત્ત શોધવું જ એવો નિશ્ચિય કર્યો. વર વિના સર્વ સાસરિયાં કુમુદ ઉપર પ્રીતિ રાખતાં હતાં તેનો પણ વિચાર થયો અને તે વિચાર થતાં તેમના કુટુંબને કસાઇવાડાની ઉપમા આપ્યાથી મહાદોષ થયો એમ લાગ્યું. સૌભાગ્યદેવી, અલકકિશોરી, અને બુદ્ધિધન એ ત્રણ નામ સ્મરણવશ થતાં પવિત્ર નામોએ પવિત્ર હ્ય્દયમાં પવિત્ર પ્રીતિસંસ્કાર જગાડ્યા અને તેની સાથે મનનું દુઃખ ઓછું થઇ ગયું. તોપણ પુત્રીનું દુઃખ પાછું કાળા વાદળા પેઠે દૃષ્ટિ આગળ એટલું એક ખડું થયેલું હતું તે સ્પષ્ટ દેખાયું. એ દુઃખમાંથી છેડાવવા વિદ્ધતા અશક્ત નીવડી. હવે તો સર્વ દુઃખનો સાથી, હ્ય્દયનો મંત્રી, મારી ક્રિયામાત્રનો તંત્રી, આ દુઃખમાં સમાન અનુભવનો ભોગી, મારો ચતુર આવે તો જ આ વિષય દશામાંથી છોડાવે એવો વિચાર ગુણસુંદરીને થયો, અને આ સંસારકોટિને પ્રસંગે એ પતિને દુઃખી સ્ત્રીનું હ્ય્દય શોદવા લાગ્યું તેની સાથે દ્ધારા આઘળથી એક દાસી આવી ધીમે રહી કહી ગઇ કે પ્રધાનજી આવે છે. આ સાંભળ્યું કે સર્વ ઊઠ્યાં અને ગુણસુંદરીની દુઃખદશાની રાત્રિમાં ઊગતાં ચંદ્રનાં કિરણ દેખાયાં. પતિનો સ્વર પણ બહાર સંભળાયો, અને અમૃતપવનની અચિંતી લહેર દુઃખી શરીરિણી ઉપર આવી.

ન ખતુ દૂરગતોડપ્યતિવર્તતે

ક્ષણમસવિતિ બંધુતયોદિતૈઃ ।

પ્રણયિનો નિશમય્ય બધૂર્વહિઃ

સ્વમૃતૈરમૃતૈરિવ નિર્વવૌ ।।