અંતિમ ઈચ્છા Hardik G Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ ઈચ્છા

પ્રસ્તાવના

આ મારો લઘુ નવલકથા લખવાનો એક નાનકડો પ્રયાસ છે, હું કોઈ પ્રોફેશનલ લેખક નથી પણ ઘણીવાર મગજ માં ઉદભવતી કાલ્પનિક વાર્તાઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન હમેશા કરતો હોઉં છુ. મારી આ વાર્તા પણ આ પ્રયત્નો નો એક ભાગ છે, મને મારી વાર્તાઓ ના કાલ્પનિક પાત્રો સાથે હમેશા લગાવ રહ્યો છે, મારી આ વાર્તા એક નિવૃત રેલ્વે કર્મચારી ની છે જે ઘર થી હમેશા દુર રહ્યો છે અને પોતાની ફેમીલી લાઇફ જીવવાથી વંચિત રહી ગયો છે, પૈસા કમાવવા માટેની દોડધામ માં તે ઘણુંબધું ચુકીજાય છે, અને તેને ઘણુબધું ગુમાવવું પડે છે,

એકલવાયું જીવન જીવતા એ વ્યક્તિ ના જીવન માં આવતા બદલાવ અને તેના સપના ઓ પુરા કરવા માટે ના પ્રયત્નો, કોશિશ ને આ વાર્તા માં આવરી લેવા માં આવ્યા છે. અંતે તેમનુ સપનું પૂરું થાય છે કે નહી અને એ સપનું પૂરું કરવા માટે કેટલા અને કેવા પ્રકાર ના અડચણો આવે છે તે બધું આ વાર્તા માં સમાવવા માં આવ્યું છે.

Part: 1

પોપટલાલ પોતાના ઘર માં આવેલા બગીચા માં મુકેલા હિંચકા પર બેઠા હતા, બેઠા બેઠા આજુબાજુ નું વાતાવરણ નું નિરીક્ષણ કરી રહ્યા હતા. કઈ સૂઝતું જ ન હતું કયા વિષય પર લખવું. જાણે હવે મગજ પણ વૃધ થઇ ગયું હતું, હવે તેને પણ નવા વિચારો માટે નો એન્ટ્રી નું બૉર્ડ મૂકી દીધું હતું. યુવાની થી લઇ ને પાંસઠ વરસ થતા થતા અનેક વિષયો પર અનેક આર્ટિકલ, વાર્તાઓ લખી ચુક્યા હતા અને આજ કારણે તેમણે આ ક્ષેત્ર માં નામના પણ મેળવી હતી.

પોપટલાલ ખાધે પીધે સમૃદ્ધ, રેલવે ની સરકારી નોકરી અને લખવા ના શોખ ના કારણે પોપટલાલ ઘણું કમાઈ ચુક્યા હતા, જેને કારણે જ તેમને અમદાવાદ ના પોશ વિસ્તારમાં આટલું આલીશાન કહી શકાય તેવું મકાન વસાવ્યું હતું. દીકરા ને અમેરિકા ની બોસ્ટન શહેર ની કોલેજમાં મેનેજમેન્ટ નો અભ્યાસ કરાવડાવ્યો હતો, દીકરાનું નામ રાહુલ અને તે હવે ત્યાંજ પોતાની પત્ની ચાંદની સાથે સ્થાયી થઇ ગયો હતો.

પોપટલાલ ના પત્ની આજ થી પાંચ વરસ પહેલા મૃત્યુ પામ્યા હતા, છેલ્લે રાહુલ ભારત માં ત્યારે જ આવ્યો હતો. માતા ના મૃત્યુ પછી રાહુલ ભારત આવ્યો જ ન હતો, અને તેને પિતા ની ખબર પૂછવા માં પણ કોઈ જ રસ ના હોય તેવું જણાઈ આવતું હતું. છેલ્લા પાંચ વરસ થી પોપટલાલ એકલવાયું જીવન જ ગાળતા હતા.

સાંજ ના સમયે પોપટલાલ આ હિંચકા પર બેસી રહેતા અને આજુબાજુ નું વાતાવરણ નિહાળતા, સ્કૂલ માંથી છૂટી ને આવતા બાળકો ના અવાજ નો કલરવ તેમની આ પાનખર જેવી શુષ્ક જિંદગીમાં થોડા સમય માટે વસંત ઋતુ લાવી દેતો.

પોપટલાલ સવારે સાત વાગે ઉઠી જતા, સવાર માં ઉઠી ને તે સ્નાન પાણી કરે ત્યાં સુધી માં ઉમા બેન તેમને માટે રસોઈ બનાવવા અને ઘર નું રોજિંદું કામ કરવા આવી જતા. બાર વાગ્યા સુધી તેમની વૃદ્ધ થઇ ગયેલી આંખો ન્યૂઝ પેપર માં આવેલા સમાચારો નું પોષ્ટમોર્ટમ કરતી, બપોરે તેમની કરચલી વાળી આંગળીઓ લેપટોપ માં નવલકથા આગળ ધપાવતી. પોપટલાલ છેલ્લા ત્રણ મહિના થી કોઈ નવલકથા લખી રહ્યા હતા અને તેમનું સપનું હતું કે તેમની આ નવલકથા વર્લ્ડ લેવલ પર નામના મેળવે. સાંજ સુધી તે નવલકથા લખતા અને સાંજે આ હિંચકો તેમના વિચારોને સંકલન કરવા માટે મદદ કરતો, આ હતી પાંસઠ વરસે પહોંચેલી પોપટલાલ ની દિનચર્યા.

પણ હવે પોપટલાલ છેલ્લા થોડા સમય થી બઉજ વિચારોમાં ખોવાયેલા રહેતા, જાણે આ નવલકથા પુરી કરવી જ તેમના જીવન નું અંતિમ લક્ષ્ય બની રહ્યું હતું. વિચારો હવે ઓછા આવતા, છતાં પણ હાર માની ને બેસી જવું તે તેમને યોગ્ય ના લાગતું. નવલકથા ચાલુ તો કરી દીધી હતી પણ તેમને મધ્ય ભાગ માં લય જાળવી રાખવા માં મુશ્કેલી આવી રહી હતી અને એનો ક્લાઈમેક્સ માં શું લખશે તેની ચિંતા વધારે તેમને વિચારો ના વમળ માં ડુબાડી દેતી હતી.

આજે જયારે પોપટલાલ બેઠા છે ત્યારે પાડોસ માં રહેતી નિશા આવી ચડી.

"હેલ્લો યંગ મેન" નિશા પોપટલાલ ના ઘર માં પ્રવેશતા જ બોલી.

"બોલ નિશા", આજે કેમ ભૂલી પડી, પોપટલાલે આશ્ચર્ય ના ભાવ સાથે નિશા સામે જોયું.

"કેમ હું આવું તે તમને નથી ગમતું ?"

" કેમ તને એવું લાગ્યું ?" પોપટલાલે નિશા ના સવાલ નો જવાબ સવાલ સ્વરૂપે જ હસતા હસતા આપ્યો.

"જવાદો, હું હારી બસ" નિશા હાર સ્વીકારતા બોલી, "પપ્પા મમ્મી બહાર ગયા છે આજે અને હું ઘરે એકલી, તમને બેઠા જોયા તો આવી ગઈ". નિશા એ વાત પુરી કરી.

"સારું થયું, આવતા રહેવું" પોપટલાલ બોલ્યાં.

બન્ને વચ્ચે થોડી વાતો થઇ અને પછી નિશા ત્યાંથી ચાલી નીકળી.

પોપટલાલ ને આજે થોડું અલગ જ લાગ્યું, જાણે તેમના છેલ્લા પાંચ વરસ થી ચાલી આવતા એક જ રૂટીન માં આજે આ સામાન્ય બદલાવે પણ તેમની મિકેનીકલ જિંદગી માં થોડી જાન આવી ગઈ.
----------------------------------------------------------------------------------------------------------------

"નિશા મોટી થઇ ગઈ છે, અને હવે તેની કોલેજ પણ પુરી થઇ ગઈ છે તો મને લાગે છે કે હવે આપણે તેના લગ્ન વિષે વિચારવાનું ચાલુ કરી દેવું જોઈએ".

સવાર ની ચા પીતા પીતા રમેશભાઈ એ તેમની પત્ની સુધા બેન ને કહ્યું.

"હા, મને પણ તેવું જ લાગી રહ્યું છે" સામે બેઠેલા સુધાબેને પ્રત્યુત્તર આપ્યો.

રમેશભાઈ એક ખાનગી કંપની માં મેનેજર ની પોસ્ટ પર છેલ્લા ચોવીસ વરસ થી કામ કરતા હતા અને સુધા બેન ઘર સંભાળતા હતા, તે બન્ને ને બે સંતાનો હતા, પુત્ર કેતુલ અને પુત્રી નિશા.

કેતુલ મોટો હતો અને હમણાંજ તેના લગન થયા હતા, કેતુલ ની પત્ની નું નામ પ્રિયા. કેતુલ અને પ્રિયા પણ એક ખાનગી કંપની માં નોકરી કરતા હતા, બન્ને ની મુલાકાત એ કંપની માંજ થયી હતી હતી અને તે પ્રેમ માં પરિણમી હતી, અને બંને પરિવાર ની સહમતી થી જાતિ અલગ હોવાછતાં ધામધૂમ થી લગન થયા હતા. તેમના લગન ને હજી છ મહિના જ થયા હતા.

રમેશભાઈ અને સુધા બેન વાત કરી રહ્યા હતા ત્યાં જ કેતુલ અને પ્રિયા ઓફિસે જવા માટે તૈયાર થઇ ને આવ્યા.

"અમે જઈએ છીએ" પ્રિયા સુધા બેન ની સામું જોઈને બોલી. આવીજ રીતે તે દરરોજ દશ વાગે નીકળતા, તેમના નીકળ્યા પછી થોડીવાર પછી રમેશ ભાઈ પણ ઓફિસે જવા નીકળી ગયા.

નિશા સવાર માં કોલેજે જતી, પણ હમણા જ તેનો બી.કોમ નો અભ્યાસ પૂરો થયો હતો, એટલે તે ઘરે મમ્મી સાથે રહેતી અને થોડા સમય માટે બહાર મિત્રો ને મળવા જતી.

"નિશા, તારા પપ્પા તારા લગન ની વાત કરી રહ્યા હતા" સુધાબેને નિશા ને જણાવ્યું.

"ના, મમ્મી પ્લીઝ, હમણાં થોડો ટાઈમ મને ફરવા દે પછી આના વિશે વિચારસું"

"પણ કેટલો સમય? અત્યારે તારા માટે માગા આવવાનું ચાલુ થઇ ગયું છે"

"ભલે ને આવતા, પણ હમણાં નઈ" આવતા વરસે ચોક્કસ તમે કહેશો ત્યાં લગન કરી લઈશ બસ".

" સારું, સારું આતો સામાન્ય વાત થતી હતી."

"ગુડ,મમ્મી".

(વધુ આવતા ભાગ માં)

તમારા અભિપ્રાયો મને ravalhardik1988@gmail.com પર મોકલી શકો છો.