અંતીમ ઈચ્છા - ૨ Hardik G Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અંતીમ ઈચ્છા - ૨

Part 2

(ગતાંક થી ચાલુ)

"આજકાલ થોડા બદલાયેલા લાગો છો, શું વાત છે?" ઉમાબેને પોપટલાલ રસોઈ કરતા પૂછ્યું.

"ના, કઈ જ નથી, આતો રમેશભાઈ ની દીકરી નિશા સાંજે આવે છે તો તેની સાથે બેસી ને વાતો કરતા ફ્રેશ થઇ જવાય છે, બાકી તો આખો દિવસ ઘર માં બેસી ને કંટાળી જવાય છે". પોપટલાલે જવાબ આપ્યો.

સાંજ થતા જ નિશા આવી, " હેલ્લો યંગ મેન"

"આવ, આવ તારી જ રાહ જોતો હતો"

"ઓહો, શું વાત છે ! "

" બસ, તે આવવાનું ચાલુ કર્યું છે ને તો જિંદગી માં થોડો બદલાવ આવ્યો છે"

નિશા એ નજીક આવી ને પોપટલાલ નો હાથ પકડ્યો, જેવો નિશા એ પોપટલાલ નો હાથ પકડ્યો તેની સાથે જ પોપટલાલ ના આખા શરીરમાં એક અલગ પ્રકારની ધ્રુજારી આવી. કદાચ આવી અનુભૂતિ તેમણે ખાસ્સા વરસો પહેલા થઇ હશે.

"હુ હવે રોજ તમને મળવા આવીશ", હજી પોપટલાલ નો હાથ તેના હાથ માં જ હતો. બાકી બોલો શું કામ મારી રાહ જોતા હતા ? નિશા આગળ બોલી.

" બસ, તને તો ખબર જ છે ને કે હુ એક નોવેલ લખી રહ્યો છુ, તો મારે તેના માટે થોડી તારી મદદ જોતી હતી".

"હા બોલો, હુ કઈ રીતે મદદ કરી શકું ?"

"મારી નોવેલ ની વાર્તા માં હુ મારા જેવા એકલવાયુ જીવન ગાળતા ઉંમરલાયક વ્યક્તિ ઓ વિશે લખું છુ, તો તેના માટે મારે આવા બીજા લોકોની માનસિકતા જાણવી છે તો તુ મારી મદદ કરી શકે ? મને શહેર ના વૃદ્ધાશ્રમ મા લઇ જા ને તેમને મળવા તો હુ તેમને મળી ને તેમના વિચારો પણ જાણી શકું" પોપટલાલ એક જ સાથે બોલી ગયા.

" હા, ચોક્કસ કેમ નઈ ? ક્યારે જવું છે?"

"કાલે અગિયાર વાગે"

" કોઈજ વાંધો નઈ, મારા એક્ટિવા પર ફાવશે ને ?" નિશા હસતા હસતા બોલી.

" હુ હજી પણ યંગ છુ હો, આતો શરીર બેઠા બેઠા ઝંગ ખાઈ ગયું છે" પોપટલાલે લુચ્ચાં હાશ્ય સાથે બોલ્યા.

" તમે મને નોવેલ ની વાર્તા તો જણાવો" નિશા આતુરતા સાથે બોલી.

"મે કહ્યું ને તે મારા જેવા એકલવાયું જીવન જીવતા વૃધો પર છે, અને ધીરે ધીરે તને વાર્તા તો ખબર પડી જ જશે" પોપટલાલ બોલ્યા.

" ના મને કહો ને કહો", વાત વાતમાં નિશા એ ફરીવાર પોપટલાલ નો હાથ પકડી લીધો અને પોપટલાલ પાછા અંદર થી એકદમ હચમચી ગયા, તેમના હૃદય ની ધડકવાની ઝડપ વધી ગઈ.

" સારું, સારું કાલે તને રસ્તા માં કહીશ, બસ"

----------------------------------------------------------------------------------------------------------------

" મમ્મી, હુ સામે વાળા યંગમેન સાથે બહાર જઉ છુ" નિશા એક્ટિવા ની ચાવી લેતા બોલી.

" કોણ યંગ મેન, અને ક્યાં જાય છે"

"પોપટલાલ, હુ તેમની સાથે શહેર ના વિવિધ વૃધ્ધાશ્રમ માં જઉ છુ, સાંજે થોડું કદાચ મોડું થાય તો ચિંતા ના કરતા"

" સારું, પણ સાચવી ને લઇ જજે એમને, ઉમર થઇ ગયી છે એમની"

" શું મમ્મી તું પણ, તે તો હજી યંગ છે" નિશા બહાર નીકળતા બોલી.

પોપટલાલ ના ઘર ની સામે પહોંચી ને નિશા એ એક્ટિવા નું હોર્ન માર્યું અને પોપટલાલ બહાર આવી ગયા.

"ઓહ , આજે તો સ્માર્ટ લાગી રહ્યા" પોપટલાલ ને જોતા જ નિશા બોલી

"થેંક્યું", કહેતા જ પોપટલાલ એક્ટિવા પર બેઠા.

તેમણે શહેર માં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લીધી, ત્યાંજ પોપટલાલે અને નિશા એ અનેક વ્યક્તિ ઓ સાથે વાતચીત કરી, અહીંયા જ સાંજના સાત વાગી ગયા. આ વૃધ્ધાશ્રમ માં અનેક એવા વૃદ્ધ પુરુષ અને સ્ત્રીઓ રહેતા હતા કે જે હજી પણ તેમના દીકરાઓ તેમને લેવા આવશે તેવી ક્યારેય ન પુરી થનારી આશ લઇ ને બેઠા હતા, તો ઘણા એ તો માની લીધું હતું કે હવે તેમના સંતાનો ક્યારે પણ તેમને લેવા નઈ આવે. આમ આ જગ્યા પર અનેક સપનાઓ હજી જીવંત હતા અને અનેક સપનાઓ નો કાટમાળ પણ બની ગયો હતો.

રસ્તા પર આવતી વખતે નિશા એ તેનું એક્ટિવા રિવરફ્રન્ટ તરફ થી લીધું અને એક સારી જગ્યા એ ઉભું રાખ્યું અને પોપટલાલ સાથે ત્યાં એક્ટિવા બાજુ પર રાખી બેસી ગઈ.

"બોલો, હવે તમારી વાર્તા" નિશા ફરીવાર ઉત્સુકતા થી બોલી.

"તું નઈ માને એમને"

"હમમમ" નિશા જાણે પોપટલાલ ની વાત માં સહમત થતી હોય તેમ બોલી.

"સારું તો સાંભળ, મારી વાર્તા એવા વૃદ્ધ વ્યક્તિ ની છે જેણે પોતાના નોકરી દરમિયાન ના વરસો અને ત્યાર પછી ના વરસો બસ એક જેવા રૂટીન માં જ પસાર કરી દીધા, નોકરી દરમિયાન બસ રૂપિયા ભેગા કરવાનું વિચાર્યું. બસ કેલેન્ડર માં તારીખો બદલાઈ પણ તેના રૂટીન માં કોઈ જ બદલાવ નઈ, એવીજ રીતે સવારે વહેલા ઉઠવાનું અને એવીજ રીતે સવાર માં તૈયાર થઇ ને નોકરી એ જવાનું, રાત્રે ઘરે આવી ને જમી ને સુઈ જવાનું. ક્યારે દીકરો મોટો થઇ ગયો, ક્યારે જીવન ના આટલા અમૂલ્ય વરસો પસાર થઇ ગયા, કંઇજ ખબર ના પડી. બસ પૈસા પાછળ આખું જીવન વીત્યું અને તેના જીવન ના આખરી વરસો માં તેની પત્ની પણ મૃત્યુ પામી અને અને તેનો દીકરો પણ તેને છોડી ને વિદેશ રહેવા જતો રહ્યો, પણ હજી નોવેલ ના મધ્ય ભાગ માં પહોંચ્યો છુ અને તે વૃદ્ધ વ્યક્તિ ના જીવન માં એક રૂપાળી યુવાન છોકરી પ્રવેશે અને તેની પાનખર ઋતુ જેવી જિંદગી માં વસંત આવી જાય છે. હજી તો મધ્ય ભાગ છે અને અંત મેં વિચાર્યો નથી. જોઈએ શું થાય છે આગળ આ એકલવાયું જીવન જીવતા વૃદ્ધ ની જિંદગી માં. પોપટલાલ બોલી રહ્યા હતા અને નિશા આ વાત શાંતિ થી સાંભળી રહી હતી અને સાંભળવાની સાથે સમજી પણ રહી હતી. ત્યાંજ અચાનક ધીરે ધીરે વરસાદ ચાલુ થઇ ગયો અને નિશા અને પોપટલાલ રિવરફ્રન્ટ પર થી ઘરે આવવા નીકળી ગયા, ઘર આવતા સુધીમાં નિશા અને પોપટલાલ પલળી ગયા હતા.

નિશા એ તેના ઘરે જોયું તો ઘરે તાળું હતું.

"ઓહ, શીટ, જોશી અંકલ ની મેરેજ એનિવર્સરી પાર્ટી માં ગયા લાગે છે" નિશા બોલી.

"વાંધો નઈ, મારે ઘરે આવીજા" પોપટલાલ બોલ્યા.

નિશા અને પોપટલાલ ઘર માં પ્રવેશ્યા, બન્ને પલળી ગયા હતા. નિશા ના કપડાં ભીંજાવા ના કારણે તેના શરીર સાથે ચીપકી ગયા હતા અને આજ કારણે તેના પાતળા અને આછા વસ્ત્રો માંથી તેનું શરીર આરપાર દેખાઈ રહ્યું હતું.

પોપટલાલ કપડા બદલવા જઈજ રહ્યા હતા પણ ભીનાશ ના કારણે તે લપસી પડ્યા અને નિશા તેમને ઉભા કરવા માટે દોડી, નિશા ના હાથે જયારે તેમને સ્પર્શ કર્યો એટલે પોપટલાલ ના મન અને તન વચ્ચે યુધ્ધ શરુ થઇ ગયું, મન કહી રહ્યું હતું આ યોગ્ય નથી પણ તન માટે આ એક મોકો હતો, જાણે રણ પ્રદેશ માં વરસો પછી વરસાદ આવવાનો સમય થઇ ગયો હતો, પોપટલાલ નો સંયમ તૂટી રહ્યો હતો અને આખરે તેમણે એ સીમા ઓળંગી, વરસો સુધી પાણી માટે તરસતા રણપ્રદેશ માં આજે વરસાદ ખુબજ વરસ્યો, મન મુકી ને વરસ્યો.