નૂતન વર્ષના નવલા સંકલ્પ Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નૂતન વર્ષના નવલા સંકલ્પ

નૂતનવર્ષ ના નવલાં સંકલ્પ

ઘરની સાફસફાઈ – સમારકામ, નવી ખરીદી સાથે તન-મનના સમારકામ અને નવી આદતો પાડવાની શરૂઆતનો તહેવાર એટલે દિવાળી. પાંચ પર્વોનું સ્નેહમિલન. ઘણું બધું સૂચન કરતી આ પાંચ પર્વોની ટોળીમાં નૂતનવર્ષ પણ શામેલ છે. જાણે આંખના પલકારામાં એક વર્ષ પૂરું થયું હોય એવું લાગે તો કયારેક તેના સુખ દુખના જમા- ઉધાર પાસાનું સરવૈયું મનમાં તરવરે. અમુક સમસ્યા કે તકલીફ કે દુઃખ પ્રત્યે માણસ નામનું તરણું લાચાર બની રહે છે પરંતુ અન્ય ઘણી બાબતો છે કે જેના અનુસરવાથી નુતનવર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ થી હર્યું ભર્યું બની રહે. આપણે સૌ પણ એવા સાત શુભ સંકલ્પો કરીએ કે જેથી માત્ર એક વર્ષ જ નહિ પરંતુ આખું જીવન સુખમય બની રહે.

હું કોઈને છેતરીશ નહિ : આધુનિકતા ની હવામાં કાર્ય સ્થળે કે કુટુંબ માં કે અભ્યાસ માં કે કોઈ સ્પર્ધા માં અવ્વલ રહેવા માટે કે કોઈ અન્ય સફળતા મેળવવા સતત અન્ય ને છેતરવાની કોશિશ થતી હોય છે. અથવા ઓવર કોન્ફીડન્સ માં જાતને જ સર્વસ્વ ગણી ને ખોટું બોલવું કે અન્ય ને નુકસાન પહોચાડવું અતિ સામાન્ય બની ગયું છે. જાતને આનાથી દુર રાખવા દિવસમાં માત્ર ૧૦-૧૫ મિનીટ પોતાની સાથે જ વાત કરવી. આંખો બંધ કરી શાંતિથી આખા દિવસ માં અન્ય સાથે કરેલ વર્તન ને યાદ કરી ક્યાં ખોટું થયું છે તે જાણી ફરી તેમ ન કરવાનું નક્કી કરો. કોઈને છેતરવા કરતા નિખાલસ વ્યવહાર વર્તન કરવું. કોઇ સાથે કોઇ વાતે તકલીફ હોય તો સ્પષ્ટ વક્તા બની સૌના દિલમાં દીવો પ્રગટાવવાનો શુભ સંકલ્પ કરવો.

સેવા કાર્ય કરવું : તમારો બર્થડે હોય કે કોઈ અન્ય ખુશાલીનો પ્રસંગ હોય તો પાર્ટી ભલે કરો પણ સાથે જ કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ કે માનસિક ક્ષતિ વાળા બાળકો પાસે જઈ ત્યાં તેને જરૂરિયાત ની ચીજ વસ્તુ નું દાન કરો. તેની સાથે રમત રમો, ડાન્સ કરો અને કરવો. વડીલો સાથે અંતાક્સરિ રમવી કે પછી પહેલા ના જમાનાની દેશની સ્થિતિ વિષે જાણવુ. કોઇ પણ રીતે તેઓ સાથે સમય પસાર કરવો.. જેથી તેઓ ને એક્લુ ન લાગે. આપણે કેટલું આપીએ તે મહત્વનું નથી પણ પ્રેમથી કેટલું આપીએ છીએ એ મહત્વનું છે. દીપ સે દીપ જલે તબ અંધિયારા હો ઓઝલ.

કોઈ એક શોખ વિકસાવો : રોજ –બ-રોજ ના ઘરકામ કે ઓફિસ વર્ક તથા અભ્યાસ કરવાની સાથે કોઈ એક શોખ કેળવવાથી કંટાળો દુર થશે અને મન પ્રફુલ્લિત રહેશે. ક્યારેક વર્કથી થાક લાગે ત્યારે આ શોખ નું કાર્ય કરવાથી એકદમ તરોતાજા મહેસુસ કરશો. વળી, કોઈ પણ અન્ય એક્ટીવીટી ધીરજ રાખતા અને મહેનત કરવાનું શીખવે છે. ઉપરાંત પ્રયોગાત્મકતા વધશે. કઈક જુદુ કરવાથી આનંદ આવશે. સ્વ સાથે સમય ગાળી શકશો. કાંઈ પણ શીખવા માટે ઉમરનો બાધ નદ્તો નથી. શોખ ને પૂર્ણ કરવા તેમા પારંગત બનવા ક્લાસિજ પણ કરો. નવું નવું જાણવાની ઉત્સુકતા માં વધારો થશે. જીવન માં તાજગી આવશે.

ભૂતકાળના દુઃખ ને ભૂલો : કહેવું સહેલું છે પરંતુ અમલ માં મુકવું ઘણું અઘરું છે. આપણે સૌ આ દુનિયામાં સુખ દુખના પરિપત્ર સાથે જ આવ્યા છીએ. નાની મોટી મુશ્કેલીઓ આવતી રહે અને રહેશે પરંતુ ડર્યા કે ગભરાયા વગર હિંમતપૂર્વક આગળ વધતા રહેવું. કોઈ સાથે અણબનાવ થયો હોય તો તેને ભૂલી જઈ ફરી સંબંધ બાંધવા પહેલ કરવી. મળેલી નિષ્ફળતા માં દુઃખી થવાને બદલે તેમાંથી જ શીખીને ફરી પાછું એ જ કાર્ય માં વધુ એકાગ્રતા અને મહેનત થી કાર્ય કરી સફળ બનવા સજ્જ રહેવું. કોઈ સ્પર્ધા હોઈ કે અભ્યાસ અવ્વલ રહેવાની કોશિશ ચોક્કસ કરવી પણ કદાચ પાછા પડીએ તો નાસીપાસ થયા વગર બમણા જોરે કાર્ય કરવા તત્પર બનવું. સારા ભૂતકાળને યાદ રાખવાથી હકારત્મકતા વધશે.

કરેલી ભૂલોમાંથી જ શીખો : માણસ માત્ર ભૂલ ને પાત્ર. ભૂલ એ જીવનનો ભાગ છે. Mistakes are motivate your experience and experiences decreases your mistakes. હકીકતમાં ભૂલ એ પ્રગતિ કરવા કરાયેલા પ્રયત્નોની by product છે. જાણ્યે અજાણ્યે ગત વર્ષમાં થયેલી ભૂલોને સ્વીકારીને જાતને સુધારવાનો પ્રયત્ન કરવો.. જો કે એક વાત યાદ રાખવી કે એકવાર થયેલી ભૂલ ફરી ન થવી જોઇએ. ભૂલ ને સ્વીકારીને સુધરવાનો પ્રયત્ન કરવો. ભૂલ થશે તો જ શીખી ને આગળ વધી શકાશે એ વાત યાદ રાખવી.

નકારાત્મક લાગણીથી બચો : દરેક વત્તે ઓછે અંશે ગુસ્સો, અહંકાર, ઈર્ષા જેવી અનેક નકારાત્મક લાગણીઓ જોવા મળતી હોય છે.પરંતુ તેનું પ્રમાણ ઓછું કરવાનું સંકલ્પ કરવો.સામાન્ય રીતે ટીકા, નિંદા કે ડરને કારણે ગુસ્સો આવતો હોય છે. તો ટીનેજર ને પણ શિક્ષક કે કોઈ પણ વડીલ કોઇ રોકટૉક કરે ત્યારે ગુસ્સે થઈ જતા હોય. એ તમારા હિતેચ્છુ છે માટે તેઓનું કહ્યું માનવાનું અને તેને સન્માન આપવાનું નક્કી કરો. તેઓ ના સુચન અંગે વિચારી ને પછી જ react કરો. આપણે કેમિકલ બની વગર વિચાર્યે તરતજ ગુસ્સે થઇ જઈએ કે અકળાઈ જઈએ તે સારી બાબત નથી. ઘણીવાર સતત સારા માર્ક્સ કે કોઈ સ્પર્ધામાં હંમેશ અવ્વલ રહેવાને કારણે અહંકાર આવી જવાથી સહાધ્યાયી કે ભાઈ બહેનો ને તુચ્છ ગણી વ્યવહાર થતો જોવા મળે છે. આવું ન કરતા નમ્ર બનવું. અન્યને મદદ કરવાની તૈયારી રાખવી. પોતાને જે ક્ષેત્ર માં સફળતા ન મળતી હોય તે સંજોગોમાં ઈર્ષાની આગ માં બળવું નહિ પરંતુ વધુ સારા પ્રયત્નો કરી સફળ બનવું. અન્ય ના સારી ટેવ કે ગુણો ને અપનાવવા માં નાનપ ન અનુભવો. ધીરે ધીરે પોતાના વર્તનને માપતા રહીને આવી નકારાત્મક લાગણીઓમાથી બહાર આવી શકાશે.

સ્વાસ્થ્યને સંભાલ : Last but not the least. તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે. એ વાત જો સમજાય તો આપડી ઘણી તકલીફો દૂર થઈ શકે. નાની ઉમરથી જ તો સ્વાસ્થ્ય ને સંભાળવામાં આવે તો હંમેશ તન મનથી નિરોગી રહી શકાય. નિયમિત વ્યાયામ અને શ્રમથી ઉત્સાહ વધે છે. ૧૮ વર્ષ સુધી સ્કુટરને બદલે સાઇકલનો જ ઉપયોગ કરો. જેથી હાઈટ વધશે. સ્નાયુઓ ચુસ્ત બનશે. પઝલ સોલ્વ કરો. એ જ રીતે 35-40 વર્ષની ઉમરમાં જ સ્નાયુઓના, સાંધા, પગ,કમરના દુખાવા, મેદસ્વીપનું, સાયટીકા, થાઇરોઇદ, દાયાબીટીસ જેવા અનેક રોગો થવા માંડે છે. ઉપરાંત ડીપ્રેશન કારણે વિવિધ શારીરિક - માનસિક બીમારીઓ થાય છે. આરોગ્ય એ સર્વશ્રેષ્ઠ ભેટ છે તેને સાચવવી જોઇએ. સમય ચાલે છે પણ આપણે ચાલતા નથી દરરોજ 20 મિનિટ ચાલવું, દાદરા ચડ- ઉતર કરવા કે કોઇ સામાન્ય કસરત કરવી. માત્ર 10 મિનિટ પ્રાણયામ કરો. દિવસ દરમિયાન દર કલાકે ઉંદા સ્વાશ લેવા. આ સાથે ખુલ્લી હવામાં ફરવુ.

તો આ નવા વર્ષે નવા સંકલ્પો માટે મન થી તૈયાર થઇ જાઓ. જે ભાષા ખુબ સારી રીતે આવડતી હોય તેમાં રોજનીશી લખવાની ટેવ પાડવી. જેથી સમયાંતરે તે વાંચવાથી થતી રહેતી ભૂલો ના પ્રમાણમાં ઘડાડો થશે. જરૂરી સુધારા માટે પણ તૈયાર રહેવું. આ સંક્લ્પો એટલા અઘરા પણ નથી. માટે પૂરા થઈ શકે. આ રીતે એક વર્ષનો સંકલ્પ ધીરે ધીરે સુટેવમાં ફેરવાઈ જશે, જીવનપર્યંત સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકશો. HAPPY NEW YEAR.

પારુલ દેસાઈ

9429502180

parujdesai@gmail.com