સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 20 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 20

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨૦

રજા લીધી

કોઇ પ્રતાપી સત્ત્વ પોતાની પાસેથી જતું રહેતાં મન છૂટું થાય તેમ

કુમુદસુંદરી ગઇ કે સરસ્વતીચંદ્ર શાંત થયો. તેની પાછળ જોઇ રહ્યો અને બારણું બંધ થયું કે ‘હાય’ ‘અરેરે’ કરી, બેઠો હતો તેે પથારીમાં પડ્યો. આ શું સ્વપ્ન થઇ ગયું ? કુમુદસુંદરી આવી શી ? મુર્ચ્છા શી પામી ? બોલી શું ? ગઇ શું ? તેની અવસ્થા વસ્તુત : કેટલી દયાપાત્ર હોવી જોઇએ ?

પોતાના મનની કેવી નિરબળતા અનુભવે સિદ્ધ કરી આપી ? ઇત્યાદિ

વિચારોના ગૂંચવાડામાં ગૂંચવાતું સ્નેહ અને દયાથી દીન થતું, અનેક વકારો અનુભવતું મસ્તિક થાક્યુંપાક્યું નિદ્રાવશ થયું તે છેક પ્રાતઃકાળે સાત વાગ્યે જાગ્યું.

સાત વાગ્યા પહેલાં પ્રમાદધન લીલાપુરથી કાર્ય સિદ્ધી કરી પાછો આવ્યો હતો. રાણાને તે ખબર થતાં બુદ્ધિધનને પોશાક આપવાનું તેને તે દિવસે ઠરાવ્યું અને તે બાબતની તૈયારીઓ કરવાનું નરભેરામ તથા જયમલને

માથે આવ્યું.

સરસ્વતીચંદ્ર જાગ્યો ત્યારે બુદ્ધિધનના ઘરમાં આ તૈયારીઓની ગરબડ

મચી રહી હતી. દાતણ કરી તે પ્રધાનખંડમાં (દીવાનખાનામાં) ગયો તો

પ્રમાદધનની આસપાસ કચેરી ભરાઇ હતી અને લીલાપુરના ગપાટા હંકાતા હતા. ઘરનાં દ્ધાર આગળ દરબારી ચારણો ભરાઇ કવિતો બોલતા હતા.

ચારણસ્ત્રીઓ, નવા કારભારીના ઘરની સામે ઊભી રહી, જાતે કદાવર તથા કાળી કોળણો જેવી દેખાવા છતાં કોમળ અને સુંદર રાગથી, ચડતા ઊતરતા ઢાળ સાથે, રોમેરોમ ઊભાં કરે એવું રાજગીત ગાતી હતી અને સાંભળનારના ચિત્તમાં શુદ્ધ રાજભક્તિ ઉત્પન્ન કરતી હતી.

દિવસ ચડતો ગયો તેમતેમ બારણે લોકની ઠઠ વધતી ગઇ અને આખો રસ્તો વસ્તીથી ચિકાર થયો.

ઘરમાં પણ એવી જ રીતે લોક આવતા હતા અમલદારો, મિત્રો, હિતૈષીઓ, થોડોક પણ સંબંધ ધરાવનારાઓ અને એવા અનેક લોક પ્રધાનખંડની

મેડીમાં ખીચોખીચ ભરાયા અને અંતે સરસ્વતીચંદ્રને સૂવા આપેલી મેડી પણ ઉઘાડી મૂકી દેવાની અગત્ય પડી.

નીચે ચોકમાં અને તેની આસપાસના ખંડોમાં સ્ત્રીવર્ગ ઊભરાતો હતો અને તે ભાતભાતનાં ઊંચાં ચળકતાં - સાડીઓ, સાળુ, ગવનો વગેરે વસ્ત્રોથી અને સોનારૂપાના તથા હીરામોતીના અલંકારોથી અનેકરંગી વનસ્પતિ ને ફૂલવાળા બાગ જેવો લાગવા માંડ્યો, તારામંડળમાં ચંદ્રલેખા શોભે તેમ

ઉત્સાહભરી સ્ત્રીઓ વચ્ચે સૌભાગ્યદેવી શોભતી હતી અને તારા અને ચંદ્ર

સર્વને ઢાંકી નાંખનાર વીજળીના પેઠે જાજ્વલ્યમાન અલકકિશોરી ધમકભરી ગર્જતી હતી. શાંત અને મધૂર નાની શુક્રતારા પેઠે એક પાસ કુમુદસુંદરી

પ્રકાશ ધરતી હતી. દયાશંકરકાકા અને વૃદ્ધ કુળગોર સ્ત્રીવર્ગની વચ્ચોવચ

ફરતાં મંગલસામગ્રી તૈયાર કરાવવા હતા. લાલચોળ કુંકુમ, સુવાસિત અને સુશોભિત પુષ્યો, અગરબત્તીઓ, રૂપાના અને ત્રાંબાપિત્તળના થાળ, લોટા છાબડીઓ અને બીજા પૂજાપાત્ર : આ સર્વેથી આજ બુદ્ધિધનનું ઘર નવી જાતની ધામધૂમ ભર્યું ભાસવા લાગ્યું.

એવામાં રાણાને ત્યાંથી કારભારી થનારને આમંત્રણ આવ્યું. અગાડી વાજાં પાછળ એક હાથી અને તેની પાછળ ઘોડાગાડીમાં રાણાનો એક ભાયાત, નરભેરામ અને જયમલ બેઠા હતા; તેની પાછળ સવારોની ટુકડી અને સિપાઇઓ હતા. કારભારીને લેવા આવનાર આ સર્વ મંડલ દ્ધાર આગળ

આવી ઊભું.

આ સર્વ ધામધૂમ વચ્ચે મેડીમાંથી છજામાં અને ઇજામાંથી મેડીમાં તથા ચોક પરની અગાસીમાં સરસ્વતીચંદ્ર શૂન્ય હ્ય્દયથી આવજા કરતો હતો. કુમુદસુંદરીનો પત્ર ખિસ્સામાં હતો તે વાંચવા પર ચિત્ત હતું પણ આ

લોકો વચ્ચે એકાંત મળે તેમ ન હતું. રાત્રે ઊંઘમાં વંચાયો ન હતો. ચંદ્રકાન્ત આવવાનો તે વિચાર પણ મનમાં ઘોળાયાં કરતો હતો. વિચાર અને ઉદાસીનતામાં ડૂબેલો હોવાથી આસપાસની ધામધૂમ દેખતાં છતાં તેને જોતો ન હતો.

બારણે ઘોડાગાડીઓની ઠઠ વધતી હતી અને બહાર તેમ અંદર ઉત્સાહનો ગરબડાટ મચી રહ્યો હતો તેની વચ્ચે એક સરસ્વતીચંદ્ર આમ

દેખીતો જુદો પડતો હતો. કુમુદસુંદરી જે દેશમાં હોય ત્યાં પોતે ન વસવું એ ઉભયના હિતને અર્થે આવશ્યક લાગ્યું - પણ એને છોડવી એ જ કઠણ કામ હતું. ‘એકવાર છોડ્યા પછી છોડેલીના આકર્ષણે સુવર્ણપુર દેખાડ્યું.

એ આકર્ષણની સત્તામાં આવી હવે સુવર્ણપુર છોડવું એ રમતવાત નથી.

શી રીતે છોડવું ? ક્યારે છોડવું ? ચંદ્રકાંત આવવાનો છે તેનું શું કરવું ?

આવે ત્યાં સુધી રહેવું કે નહીં ? એ મળે એટલે શું કરવું ? એનું મોં કેમ

તરછોડાશે ? - મારે માટે જ અહીં સુધી આવે છે ! - એની સાથે પાછા જવું પણ નહીં જ ! અરેરે ! એક માણસની પાછળ બીજા કેટલાં દુઃખી થાય

છે ? - તમારી શી અવસ્થા થશે ? - કુમુદસુંદરી ! મારો અપરાધ ક્ષમા કરજે. હું જઇશ જ - ફરી તને મૂર્ચ્છા નહીં પમાડું.

આ ઉત્સાહ સમયે સરસ્વતીચંદ્ર એકલો જ શોકમાં ન હતો. કૃષ્ણકલિકા અને પ્રમાદધનની વાર્તા વનલીલા દ્ધાર અલકકિશોરી પાસે. અલક પાસેથી દેવી પાસે અને દેવી પાસેથી રાત્રે બુદ્ધિધન પાસે પહોંચી ગઇ હતી. વિશુદ્ધ

પુરુષને પાંસુલ પુત્ર જોઇ પતિ ખેદ થયો. ‘આહા ! મારા પુત્રની વહુ મારા ઘરમાં આમ મારા પુત્રને હાથે પરાભવ પામે છે; અને તેનો ઉપાય કરવા હું અશક્ય છું તો બીજા ફરિયાદીઓનું હું શું ઉકાળવાનો હતો ?’ એ વિચાર થયો. ‘લોકમાં જણાવાય નહીં અને શિક્ષા થાય નહીં !’ - ‘આનું શું કરવું ?’

બારી બહાર દૃષ્ટિ પડતાં કૃષ્ણકલિકાના વરને દીઠો : ‘આ છોકરો હવે મારી રૈયત છે. મારી પાસે આ બાબતની ફરિયાદ કવરા એની ગુંજારા ખરી ? ના જ. ત્યારે હું પ્રમાદને શી શિક્ષા કરું ? - જેથી આ વાત ઉઘાડી ન થાય અને શિક્ષા થાય. વાત ઉગાડી કર્યા વિના કરેલી શિક્ષાથી ફરિયાદીને શો સંતોષ ? - એ સંતોષ ન અપાય તો તો કારભાર છોડવો જોઇએ.

‘કારભાર કોઇથી છોડાયો છે ? પ્રગટ વા ગુપ્ત બલાત્કાર વિના કોઇએ લક્ષ્મીને લાત મારી નથ

‘બાસ. બસ. હું ગમે તેમ કરી પ્રમાદને શિક્ષા કરીશ જ - મારી ન્યાયવૃત્તિ જગત જોશે ! હું નરકવાસી નહીં થાઉં ! - માતુશ્રી ! તમે ખમેલો જુલમ મને સાંભરે છે ! એવો જુલમ હું નહીં થવા દઉં ! પ્રમાદ

! - પણ હું તને શું કરું ? તને તે શી શીક્ષા કરું ? - તને શિક્ષા ન કરતાં હું જાતે જ શિક્ષા ન કરતાં હું જાતે જ શિક્ષા ખમું તો ?’

એટલામાં સરસ્વતીચંદ્ર બુદ્ધિધનની મેડીમાં આવ્યો.

‘કેમ, નવીનચંદ્ર !’ શોક ઢાંકી બુદ્ધિધને પૂછ્યું.

‘ભાઇસાહેબ, કુમુદસુંદરીને લેવાને રત્નનગરીથી માણસો આવી પહોંચ્યાં છે. તેમના કહેવા પરથી જણાય છે કે ચંદ્રકાન્ત એકબે દિવસ ભદ્રેશ્વરમાં રહેશે. મારે તેમને તરત મળવાનું કારણ છે એટલે જવા રજા

માગું છું.’

‘પણ કાલે જજો, આજ તો દરબારમાં આવજો. આપણે ઘેર પણ ઉત્સાહ છે. બપોરે જમી કરી રાત્રે વાહન લઇ જજો. અને એમ કરતાં એ પણ અત્રે જ આવવાના છે કની ?’

હા જી, પરંતુ કંઇ કારણથી મારે અત્યારે જ નીકળવું આવશ્યક છે. જમવાનું તો બપોરસોરો જ્યાં પહોંચીશ ત્યાં થશે. આપ કંઇ મારા ઉપર કૃપા રાખવામાં ન્યૂનતા નથી રાખી અને સ્વાભાવિક રીતે હું જેમ

વધારે રહું તેમ ઇચ્છો; પરંતુ અત્યારે મારી વિજ્ઞાપના સ્વીકારશો એ પણ કૃપા થશે.’

બુદ્ધિધન પ્રમાદધનની ચિંતામાં પડ્યો હતો. દરબારમાં જવાની ખટપટમાં ચિત્ત હતું, ઘઇ રાત્રીથી જ સરસ્વતીચંદ્ર પરના ભાવમાં કાંઇક ફેર થયો હતો. અને રહેવા ન ઇચ્છનારને રહેવાનો વિવેક કરવો એ કાળક્ષેપ કરવા જેવું લાગ્યું.

‘તમારી ઇચ્છા, નવીનચંદ્ર.’

‘ભાઇસાહેબ, બોલ્યું ચાલ્યું માફ કરજો. મારી પર આપની કૃપા ઘણી થઇ છે.’

‘કાંઇ હરકત નહીં.’

સરસ્વતીચંદ્ર મેડી બહાર ચાલ્યો અનેે પોતાની મેડીમાં ગયો. કારભારે

ચડતું મસ્તિક પરદેશીની વાહનનો જોગ કરી આપવાનો વિવેક કરવો સાંભરી આવેલો ભૂલી ગયો.

મૂર્ખદત્ત નિત્ય પ્રાતઃકાળે આવતો હતો તેની જોડે પોતાની ગાંસડી રાજેશ્વરમાં મોકલી દઇ સરસ્વતીચંદ્ર નીચે આવ્યો અને સૌભાગ્યદેવી તથા અલકકિશોરીની રજા માગવા લાગ્યો. ત્યાં સ્વાભાવિક રીતે તેને ન જવા દેવાનો આગ્રહ થયો. બુદ્ધિધનની રજાનું નામ આવ્યું એટલે સૌભાગ્યદેવીએ આગ્રહ કરવો છોડી દીધો અને અને માત્ર ખેદ બતાવ્યો. અલકકિશોરી કહે

ઃ ‘પિતાજીને જઇને કહી આવું છું - આજ તો ગમે તેમ કરીને રહો - એવું અચિંત્યું શું છે જે ?’ આખરે એ પણ શાંત થઇ.

સરસ્વતીચંદ્ર કુમુદસુંદરીને જોતો જોતો ચાલ્યો - તેનું મોં લેવાઇ

ગયું - આંખમાં આંસુ આવ્યાં, પગ ઊઘડ્યો નહીં. તેને બળાત્કારે ઉઘાડ્યો, ઊમરમાં ઠેસ વાગી અને બારણા બહાર નીકળ્યો.

પોતાના કહ્યાની કાંઇ પણ અસર નથી થઇ જાણી ખિન્ન બની, તેને જતો જોઇ રોવા જોઇ થઇ, તેની સાથે બોલવાનો અવકાશ પણ નથી વિચારી ઓછું આણી, હવે તેને મળવાનું નથી કલ્પી નિરાશ થઇ. હવે તેનું શું થશે એ વિશે અનેક અમંગળ તર્ક કરતી ભયભીત કુમુદસુંદરી, લોકલજ્જાનો ખરેખરો તિરસ્કાર કરી જતાને જોતી જોતી, નિઃશ્વાસ મૂકી, ‘હાય હાય રે’

એવી બૂમ પાડી પાછળ ઊભેલી એક સ્ત્રી ઉપર ઢળી પડી. રંગમાં ભંગ થયો. એને ઉઠાડી. ‘કંઇ નહીં - એ તો મે કંઇક પેટમાં આંકડી આવી’ કહી કુમુદસુંંદરી સજ્જ થઇ અને સૌ ભેગી, શૂન્ય તો શું પણ પ્રવાસી બનેલા હ્ય્દયથી છૂટી પડેલી બની, ઉત્સવકાર્યમાં દેહને ભેળવવા લાગી.

કારભારીના દ્ધાર બહારની ધામધૂમ વચ્ચે થઇ ઇશ્વર પેઠે સૌ કોઇથી અલક્ષિત છાનોમાનો સરસ્વતીચંદ્ર હ્ય્દયને કારભારીને ઘેર મૂકી ચાલતો થયો.