પ્રેમના ચાતુર્માસ Smita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના ચાતુર્માસ

“ પ્રેમના ચાતુર્માસ ”

સ્વરચિત

સ્મિતા પટેલ ‘સ્મિત’

એ મારી સામેની બર્થ પર window seat પર બેઠી’તી. એક યુવક પ્લેટફોર્મ પર બારીના સળિયાને પકડીને ઊભો હતો. બંને મૂકદ્રષ્ટિએ એકબીજાને જોતાં હતાં. એ યુવતી એના જમણાં હાથની ટચલી આંગળીના નખ વડે યુવકના હાથને જાણે રમાડી રહી હતી. બેમાંથી એકપણ કશું બોલતું ન હતું બસ અપલક દ્રષ્ટિએ એકબીજાંને જોયે રાખતાં હતાં. ટ્રેનનો હોર્ન વાગ્યો. બંને સાથે જ બોલ્યાં, “Bye… જયશ્રી કૃષ્ણ” અને યુવતીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. યુવક બોલ્યો, “ Take care, સાચવીને જજે.” એણે જવાબમાં ફ્કત હુંકાર ભણ્યો. ટ્રેન શરૂ થઈ ગઈ હોવાં છતાં બંનેની નજર એકબીજા પરથી હટતી ન હતી. જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી બંને એકબીજાંને જોતાં રહ્યાં. હું ન ઈચ્છવા છતાં એ લોકોની આ અંગત પળોને જોઈ રહ્યો. એ યુવતી હજીએ બારીમાંથી બહાર જોઈ રહી હતી. હું અનુભવી રહ્યો હતો કે એ આંખોનાં ખૂણે આંસુઓને અટકાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે.

મારાથી ન રહેવાયું. મેં પાણીની બોટલ કાઢી એને ઓફર કરી. એણે મારી સામે જોયું અને નકારમાં ડોકું હલાવ્યું. એણે ના પાડી એટલે મેં બેગમાંથી JVની બુક કાઢી અને એમાં મન પોરવવાનો પ્રયત્ન કર્યો.. JVનું લખાણ – એના શબ્દો હંમેશા મને આકર્ષિત કરે છે. હું એનો fan છું. પણ કોણ જાણે કેમ, આજે મને JVનાં લખાણ કરતાં સામે બેઠેલી એ યુવતી વધુ આકર્ષી રહી હતી. હું બુક હાથમાં રાખીને વાંચવાનો ડોળ કરતો હતો પણ મારું ધ્યાન તો પેલી યુવતી પર જ હતું. હું બસ એને જોઈ જ રહ્યો.

બારીમાંથી આવતાં પવનને કારણે એના વાળની લટો ગાલને ચૂમી રહી હતી. એ બહુ રૂપાળી કે અપ્સરા જેવું સંમોહન ધરાવતી રૂપરૂપના અંબાર જેવી તો ન હતી, પણ તો’ય કંઈક તો હતું એનામાં કે એના પરથી નજર હટવાનું નામ લેતી ન હતી.ખરું કહું તો, એની આંખો મને વધુ આકર્ષિત કરી રહી હતી. કંઈક દર્દ હતું એની આંખોમાં..! મધ્યમ કદ-બાંધાની એ, સાદગીભર્યા આછા ગુલાબી વાદળી રંગના સલવાર કમીઝમાં સાચે જ સુંદર દેખાતી હતી. એક હાથ બારી પર ટેકવીને બીજા હાથની આંગળી વડે એ એના લાંબા કાળા ભમ્મર વાળનાં સરસ રીતે ગૂંથેલા ચોટલાના ખુલ્લા વાળને એની આંગળી પર વીંટી છોડી રહી હતી. જાણે મનની કોઈ ગૂંચવણ ન ઉકેલી રહી હોય !

કોઈ જ પરિચય ન હોવા છતાંય એ મને ખૂબ જ પરિચિત લાગવા લાગી’તી અને એટલે જ મારથી રહેવાયું નહીં ને પૂછાય જ ગયું, “લાગે છે કોઈ બહુ જ અંગતને ખોયું છે, ક્યાં તો કંઈક અપ્રિય ઘટના બની છે તમારી સાથે..?” એણે બહારથી નજર હટાવી મારી સામે જોયું અને કહ્યું, “હા, અકાળે બાળમ્રુત્યુ થયું છે..!” અને પછી ધીમેથી બોલી, “મારા પ્રેમનું..!!” એના શબ્દો મને સ્પર્શી ગયા. જોકે ખરૂં કહું તો મને ન એ સમજાયા. એટલે મેં ફરીથી પૂછ્યું, “શું..???” એણે ફરીથી એ જ જવાબ આપ્યો, “અકાળે બાળમ્રુત્યુ થયું છે, મારા પ્રેમનું..!” અને એની આંખોમાંથી આંસુ છલકાયને સરીને એના ગાલ પર આવ્યા. એણે આંગળી પર અશ્રુબિંદ લીધું અને બારીમાંથી બહાર ઊડાડી દીધું.

મેં મારી જાતને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારાથી રહેવાયું જ નહીં અને આખરે મેં એને પૂછી જ નાખ્યું, “આપનું નામ..?” એણે બેફિકરાઈથી મારી સામે જોયું અને કહ્યું, “શું કરશો જાણીને..? અસીમ મને ‘અનુ’ કહેતો.” મેં વાતને આગળ વધારતા પૂછ્યું,

“ હું તમારી કંઈ મદદ..” હું વાક્ય પૂરૂં કરું એ પહેલાં જ એ બોલી, “મારી મદદ...? કદાચ કોઈ જ નહીં કરી શકે.” “પણ તમે આમ ક્યાં સુધી તમારું દર્દ સહ્યા કરશો? ભલે હું અજનબી છું પણ તમે મને share કરી શકો તો...?”, મેં કહ્યું. એને પણ જાણે હૈયું ઠાલવવા કોઈની જરૂર હોય એમ એણે વાત માંડી.

હું અને નીકી રૂમમેટ હતાં. PG રહેતાં’તાં અને job કરતાં’તાં. અસીમ નીકીનો friend.

friend શું ખાસ friend. બંનેને મોબાઈલ પર લાંબી વાતો કરતાં હું ઘણીવાર જોતી. એકવાર સાંજે નીકી રૂમમાં ન હતી એનો મોબાઈલ રૂમમાં જ પડ્યો’તો. ત્યાં રીંગ વાગી. ફોન મેં રીસીવ કર્યો. એ અસીમ સાથેની મારી પ્રથમ ઔપચારિક વાતચીત. અમે બંને એકબીજાને પરિચિત હતાં. હા, વાત ક્યારેય નહોતી કરી. નીકી અમને બંનેને એકબીજાની વાતો કરતી એટલે એ રીતે અમે પરિચિત ખરાં અને એટલે જ પ્રથમવારની વાતચીતમાં જ અમને જાણે એક્બીજાં જોડે ગોઠી ગયું અને અમે મોબાઈબ નંબર પણ exchange કર્યા. પછી તો વાતોનો અને smsનો સિલસિલો ચાલ્યો. ઓફિસની, ઘરની, friends, likes, dislikes, movies, hobbies – અમારી વાતો ખૂટતી જ ન હતી. મને લખવાનો શોખ અને અસીમને વાંચવાનો. હું કવિતા – પંક્તિઓ – stories લખું એટલે અસીમને અવશ્ય સંભળાવું એના suggestions લઉં. અમે લગભગ બધી જ વાતો share કરતાં. સ્ત્રી-પુરૂષનાં બંધનો અમારી મૈત્રીમાં ક્યારેય આડે ન આવ્યાં. આમ, ક્યારે અમે ‘તમે’ થી ‘તું’ પર આવ્યાં અને ક્યારે અમને એકબીજા માટે લાગણીનાં કૂંપળો ફૂટ્યાં એની ખબર જ ન પડી. તોય બેમાંથી એકેપણ એકમેકને પોતાની લાગણી વ્યક્ત ન કરી. બંને જાણતાં’તાં પણ કોણ જાણે કેમ કોઈએ પણ પહેલ ન કરી. કદાચ જરૂર જ મહેસૂસ ન થઈ, ક્યાં તો બેમાંથી એકનીય હિંમત ન થઈ. અમારી બંનેની એકબીજા માટેની લાગણીની મૂક સાક્ષી હતી નીકી. પણ ખબર નહીં કેમ એણે પણ અમારી લાગણી ક્યારેય પણ એકબીજા આગળ વ્યક્ત ન કરી.

મેં અનુને અટકાવીને પૂછ્યું, “તમે ક્યારેય મળ્યાં નહીં?” એણે કહ્યું, “ના, ક્યારેય જરૂર જ જણાય.” મેં પૂછ્યું, “તમને બેયને ઈચ્છા ન થઈ, એકમેકને જોવાની, મળવાની?” એણે કહ્યું, “અરે..! કેમ ન થાય? ઈચ્છા તો થાય જ ને. પણ ધન્ય હો આ આધુનિક ટેક્નોલોજીનું. અમે અઠવાડિયે એકવાર, લગભગ રવિવારે, video chat કરતાં એટલે લગભગ મળ્યા બરાબર જ કહી શકાય. આજે અમારી પહેલી અને છેલ્લી જ રૂબરૂ મુલાકાત હતી.” એ સહેજ હસી. “અરે પણ તમારી વચ્ચે આટલું સરસ tuning હતું તો આમાં તમારે છૂટાં પડવાની વાત ક્યાં અને કેમ આવી...??”, મેં પૂછ્યું.

એણે વાત આગળ વધારી... અમારી એકબીજા માટેની લાગણી ચરમસીમાએ હતી. એ મને મારી જાત કરતાં વધુ જાણે-વધુ ઓળખે. મને ખૂબ સારી રીતે સમજે. મારી નારાજગી – મારી નાની નાની તકલીફ મારા કહ્યા વિના જ એ સમજી જાય. મારો mood નાની નાની વાતમાં off થઈ જાય પણ મને મનાવવામાં તો જાણે એનો જોટો ન જડે. મને હસાવીને જ રહે. એની પાસે મારાથી ખોટું તો જરાય ન બોલાય. તરત જ પકડી પાડે કે હું કંઈ છુપાવું છું. સાચી વાત જાણીને જ રહે. ન કહું તો સમ આપે અને હું’ય એની આગળ બિલકુલ ખોટું બોલી ન શકું અને એમાં’ય સમ આપે એટલે તો પત્યું જ. મારે સાચું કહ્યે જ છૂટકો.

મનેય એનું ધ્યાન રાખવું - એની કાળજી રાખવી ગમે. એની meeting હોય, કશે બહારગામ જવાનું હોય તો એને બધી વસ્તુઓ વિશે યાદ કરાવું. એનું જમવાનું – ઊઠવાનું – સૂવાનું લગભગ બધી જ વાતોનું ધ્યાન રાખું. પણ કહે છે ને કે ખરાબ સમય વધુ નથી રહેતો, એમજ સારો સમય પણ ક્યાં વધુ રહે છે? એક દિવસ નીકીએ મને કહ્યું, “અનુ, અસીમ અને તું છેલ્લાં ૪ મહિનાથી એકબીજાંને ઓળખો છો અને હું જાણું છું ત્યાં સુધી ત્રણેક મહિનાથી તો તમે ગળાડૂબ પ્રેમમાં પણ છો. આ દરમિયાન અસીમે ક્યારેય પણ તને નેહા વિષે વાત કરી?” મેં પૂછ્યું, “ નેહા….? એ કોણ છે?” નીકીએ કહ્યું, “ sorry to say you but મને લાગ્યું જ કે નેહા વિષે તને નહીં જ ખબર હોય, નહીં તો તું આ સંબંધમાં આટલી આગળ વધી જ ન હોત.” મેં નીકીને કહ્યું, “ please તું આમ કોયડા ન રચ. સીધી point પર આવ. કોણ છે આ નેહા અને એને અસીમ સાથે શું સંબંધ છે?”

નીકીએ કહ્યું, “અનુ, નેહા અને અસીમ સાથે MBA કરતાં હતાં અને છેલ્લાં ૪ વર્ષથી એ બે વચ્ચે પ્રણયફાગ ખેલાય છે. પણ છેલ્લા ૬ મહિનાથી નેહા futher studies માટે USA ગઈ છે.” મેં કહ્યું, “ નીકી આટલા સમયથી તેં કેમ મને કંઈ કહ્યું નહીં?” નીકીએ કહ્યું, “અનુ, મને એમ હતું કે અસીમ જ તને કહે તો સારું. પણ પછી મને લાગ્યું કે અસીમ પણ તને પ્રેમ કરે છે એટલે એ કદાચ તને નહીં કહી શકે. પણ અનુ, નેહા અસીમને ખૂબ ચાહે છે અને અસીમને પણ નેહા માટે અપાર પ્રેમ છે. એટલે તારે આ સંબંધમાં વધુ ઊંડા ઉતારવામાં મજા નથી. કારણ આખરે સહન કરવાનું તારા ફાળે જ આવશે.”

“કેમ મારે સહન કરવાનું આવશે?” મને નીકીની વાત ન સમજાઈ. નીકીએ કહ્યું, “અગર નેહાને અંધારામાં રાખીને, એને દગો કરીને અસીમ તારી સાથે લગ્ન કરે પણ અને ભવિષ્યમાં ગમે ત્યારે તને અસીમ-નેહાના જૂના સંબંધ વિષે ખબર પડે તો શું તને અપરાધની લાગણી ન થાય? એ અપરાધભાવ તને ક્યારેય સુખી ન થવા દે, અનુ. આમ તું તો દુ:ખી થઈશ જ અને સાથે જ અસીમ પણ. મારી વાત પર વિચાર કરજે, અનુ અને સમજી વિચારીને આગળ વધજે અને પૂરતી પરિપક્વતા દાખવીને નિર્ણય લેજે. મને તારા પર વિશ્વાસ છે કે તું યોગ્ય નિર્ણય જ લેશે અને તારો જે નિર્ણય હશે, હું એમાં તારી સાથે છું.”

નીકીની આ વાતે તો જાણે ધરતીકંપ સર્જ્યો. એની વાત સાંભળીને મારા દિલ પર શું વીતી છે એ તો હું જ જાણું છું. આખો દિવસ હું ખૂબ જ રડી. મેં ન તો અસીમને ફોન કર્યો કે ન એના sms નો કંઈ reply. ખરૂં કહું તો મારે શું કરવું એ મને જ ન સમજાયું. હું busy હોઈશ એમ માની સાંજ સુધી અસીમે પણ કંઈ react ન કર્યું. પણ સાંજે જ્યારે એનો ફોન આવ્યો ત્યારે મારા અવાજ પરથી એને લાગ્યું કે વાતમાં કંઈ ગડબડ છે. એણે મને પૂછ્યું, “અનુ, શું વાત છે? તારો અવાજ કેમ કંઈ અલગ લાગે છે. જાણે તું ખૂબ રડી હોય, કદાચ હમણાં પણ રડી જ રહી હોય..”

મેં કહ્યું, “ના, કંઈ જ નથી.” પણ અસીમ એમ કંઈ વાત છોડે? એણે કહ્યું, “અનુ, તને ખબર જ છે કે મારી આગળ તું ખોટું નથી બોલી શકતી એટલે ખોટો પ્રયત્ન ન કર, શું વાત છે? સાચું કહે મને તને મારા સમ છે. તું કેમ disturb છે? Office માં કંઈ થયું છે? કોઈએ કંઈ કહ્યું છે તને?? Please અનુ, બોલને m worried yaar…” મેં કહ્યું, “હું આજે office ગઈ જ નથી.” “ અરે કેમ? ને office નહોતી ગઈ તો પછી આજે આખો દિવસ ન ફોન ન sms..? કેમ અનુ..?”, અસીમને મારી વાતથી ખૂબ જ નવાઈ લાગી.

મેં અસીમને સીધું જ પૂછી લીધું. “અસીમ, આ નેહા કોણ છે?” મારા સવાલથી એ જરા અચકાયો. એણે કહ્યું, “ ઓહ! એટલે આખરે નીકીએ તને કહી જ દીધું, ખરૂંને..?” મારાથી જરા અકળાઈ જવાયું. મેં કહ્યું, “હા, એણે જ કહ્યું છે મને. છેલ્લાં ૪ મહિનામાં તેં તો મને ક્યારેય એના વિશે કંઈ ન કહ્યું. તને એકવાર પણ એમ ન લાગ્યું કે તારે મને નેહા વિશે કહેવું જોઈએ?”

“લાગ્યુ અનુ, ઘણીવાર લાગ્યુ. કેટલીય વાર નક્કી એ કર્યું કે આજે તો તને કહી જ દઉં પણ પછી જીભ જ ન ઊપડી.”

“અરે પણ કેમ?”

“ because…. Because… I Love U, અનુ and I know that you also love me. એથી જ મને ડર હતો કે નેહા વિશે તને ખબર પડે તો ક્યાંય હું તને ગુમાવી ન બેસું.”

એની આ વાત સાંભળીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મેં કહ્યું, “અસીમ, તને ખબર છે નેહા તને કેટલું ચાહે છે અને તું પણ એને..!! માત્ર ૪ જ મહિનાનાં આપણાં સંબંધમાં તું તારો અને નેહાનો ૪ વર્ષનો પ્રેમ કઈ રીતે ભૂલી શકે? અને આપણી વચ્ચે સંબંધ પણ શું છે? અસીમ, આજે પણ તું નેહાને અને માત્ર નેહાને જ પ્રેમ કરે છે. પહેલાં કરતો’તો એટલો જ, કદાચ એથીય વધારે...! એ હમણાં તારી પાસે નથી, તારી સાથે નથી એટલે તું એને ખૂબ જ miss કરે છે અને એટલે જ મારી તારા પ્રત્યેની લાગણીને કારણે તને એવું લાગવા માંડ્યું કે તું મને પ્રેમ કરે છે. ખરેખર તો તેં કદી મને પ્રેમ કર્યો જ નથી. તું મારામાં નેહાને શોધે છે. મારું તારી care કરવું, તારી નાની નાની વાતોનું ધ્યાન રાખવું એ બધું જાણે નેહા તારા માટે કરતી હોય એવું તને લાગવા લાગ્યું અને એટલે જ તું મારા પ્રત્યે attract થયો છે. But it’s not love, અસીમ. You don’t love me….”

“પણ અનુ તું...!!”

“હું... yes of course I love U. I love U so much…”

“તો શું એ કાફી નથી..??”

“ના અસીમ, એ કાફી નથી. નેહા અને તું એકબીજાને ખૂબ ચાહો છો. હા, એ વાત પણ એટલી જ સાચી છે કે હું તને ખૂબ જ ચાહું છું, પણ હું એટલી સ્વાર્થી નથી કે મારો પ્રેમ પામવા માટે હું નેહાને દગો થવા દઉં કે દગો કરું. ના અસીમ, મારા સપનાંનો મહેલ હું નેહાની હાય પર ઊભો કરવા માંગતી નથી અને એટલે જ મેં નક્કી કર્યું છે કે હું અહીંથી દૂર જાઉં છું, તારાથી દૂર જાઉં છું..”

“અરે પણ ક્યાં જાય છે અને શું કામ..., શું જરૂર છે, અનુ?”

“શું કામ જાઉં છું, ક્યાં જાઉં છું એ કંઈ જ નક્કી નથી. પણ જાઉં છું એ નક્કી છે.”

“Please અનુ, don’t do this to me. હું તારા વિના નહીં રહી શકું.”

“અસીમ, હું પણ તને એમ જ કહું છું don’t do this to નેહા. માત્ર ૪ મહિનાના પ્રેમને માટે તું ૪ વર્ષના નેહાના પ્રેમને કઈ રીતે ભૂલી શકે? એની કુરબાની ન લે, અસીમ.”

“અનુ, આમ ખોટી ઉતાવળ ન કર. હજીય શાંતિથી વિચારી લે.”

“અસીમ, આ મારો આખરી નિર્ણય છે. મેં ખૂબ જ વિચારીને જ આ નિર્ણય લીધો છે અને શાંતિથી વિચારવાની જરૂર તારે છે, મારે નહીં. શાંતિથી વિચાર તું કરજે, મારો નહીં – નેહાનો.”

મેં ફોન disconnect કરી દીધો. નીકી અમારી વાતો સાંભળતી હતી. મેં એને પૂછ્યું, “મેં બરાબર કર્યું ને..?” એણે કહ્યું, “હા, અનુ તેં ખૂબ સાચો નિર્ણય લીધો છે.” હું નીકીને વળગીને ખૂબ જ રડી. એણે પણ મને રડવા જ દીધી. દિલ હળવું થઈ ગયું. તે દિવસે મેં કંઈ જ ખાધું નહીં. નીકીએ મને ખૂબ સમજાવી પણ કોળિયો ગળેથી ઊતરે તો ને..?? હું સૂઈ ગઈ. સવારે ઊઠી ત્યારે ખૂબ જ સ્વસ્થ હતી. ફ્રેશ થઈને હું ઓફિસ ગઈ અને મારા અંગત કારણોના લીધે હું resignation મૂકું છું એમ જણાવી ૧ મહિનાની નોટિસથી મેં resign કરી દીધું. Boss અને collogues એ મને ઘણું સમજાવી કે જે matter હોય તે તું જણાવ, આપણે સાથે મળીને એનું solution લાવીશું. પણ મારો નિર્ણય અફર હતો.

ત્યારપછીના દિવસો અને રાતો હું કઈ રીતે જીવી છું એ હું જ જાણું છું. જીવન જાણે યંત્રવત થઈ ગયું. હસવું – બોલવું તો જાણે હું ભૂલી જ ગઈ. હ્રદય અંદરોઅંદર ખૂબ જ કોરાતું હતું. મારી મનોવ્યથા ક્યાં તો હું જાણતી’તી, ક્યાં તો નીકી.. હા, કેટલે અંશે અસીમ પણ. આમને આમ ૨૦ દિવસ વીતી ગયા. ન તો મેં અસીમને ફોન કર્યો ન તો sms. એનો ફોન – sms આવે પણ મારા તરફથી noreply… હું જાણતી હતી કે એની પણ મારા જેવી જ વ્યથા હતી. એટલે જ મેં નીકીને કહ્યું કે તું એના contact માં રહેજે. મારી સાથે તો નીકી હતી પણ એ તો સાવ એકલો.

એક દિવસ એણે ખૂબ request કરી એટલે નીકીએ મને કહ્યું કે અસીમ જોડે વાત કરી લે. અસીમે કહ્યું, “અનુ, મેં ખૂબ વિચાર્યું. તારી વાત સાચી છે. સાચે જ હું નેહાને આજે પણ એટલું જ ચાહું છું. એની કમી મને ખૂબ સાલે છે. પણ અનુ, તું...? આપણે આટલો સમય સાથે વિતાવ્યો. તું મારી સાથે ખૂબ attach થઈ ગઈ છે. મને તારી ખૂબ ચિંતા થાય છે.”

“ Its Ok અસીમ I am fine.તું મારી જરાય ચિંતા ન કર. હું એટલી ડરપોક કે કમજોર નથી કે મારી જાતને કંઈ નુકસાન પહોંચાડું કે પછી આત્મહત્યા કરી લઉં. મારે મરવું નથી, અસીમ. જીવવું છે – તારા પ્રેમમાં. અને હું જીવીશ પણ. હું જાણું છું કે પ્રેમભગ્ન હ્રદયે મરવું ખૂબ જ સરળ છે પણ જીવવું ખૂબ મુશ્કેલ..! પણ તારા પ્રેમની – તારા માટેની મારી લાગણીને મારા હ્રદયમાં સાચવીને હું જીવીશ. આપણે ભગવાનને જોઈ શકતાં નથી પણ એની વ્યાપકતાને અનુભવી તો શકીએ છીએ ને..! એમ જ ભલે હું તારો પ્રેમ પામી ન શકું પણ હું તને માત્ર તને જ પ્રેમ કરૂં છું એ લાગણી સાથે જીવી તો શકું ને!” મેં ફોન કટ કરી દીધો.

આ દિવસો દરમિયાન મેં મારા માટે અન્ય શહેરમાં બીજી જોબ શોધી લીધી અને રહેવાની સગવડ પણ કરી લીધી. મારા એ શહેર છોડવાના દિવસો નજીક આવવા લાગ્યા. બે દિવસ પહેલાં અસીમનો ફરી ફોન આવ્યો. એણે મને મળવાની ઈચ્છા દર્શાવી. મારાથી ના ન પાડી શકાય. મેં એને કહ્યું કે આપણે સ્ટેશન પર જ મળીશું. એની ટ્રેન ૧૦.૩૦ વાગે આવે અને મારી ટ્રેન ૧૨.૩૦ વાગ્યાની હતી. અમારી પાસે ૨ કલાકનો સમય હતો એટલો સમય આખરી મુલાકાત માટે પૂરતો હતો.

અનુ આ વાતો કરતી’તી એ દરમિયાન કોણ જાણે કેમ મને એમ લાગવા લાગ્યું કે હું એની લાગણી – એની સંવેદનશીલતા તરફ આકર્ષિત થવા લાગ્યો છું. કદાચ એને પ્રેમ કરવા લાગ્યો છું. પણ હમણાં મારે ચૂપ રહીને એની વાતો સાંભળવા સિવાય કશું જ બોલાય એમ ન હતું. મને મૂકશ્રોતા બનવું જ વધુ યોગ્ય લાગ્યું. હું એને સાંભળતો રહ્યો. એણે એની અસીમ સાથેની આખરી મુલાકાતની વાત આગળ વધારી.

અસીમની ટ્રેન ૧૫ મિનિટ લેટ હોવાથી ૧૦.૪૫ વાગે આવી. હું અને નીકી તો ૧૦.૦૦ વાગ્યાથી મારો સામાન લઈને સ્ટેશન પર આવી પહોંચ્યા હતાં. અસીમ આવ્યો અમે shake hand કર્યું અને નજીકના restaurant માં corner table પર સામસામે બેઠાં. સવારનો સમય હોવાથી ચહલપહલ ઓછી હતી. અમારા બેમાંથી કોઈ એક શબ્દ બોલી શકે એમ ન હતાં. છતાંય એણે વાત શરૂ કરી. એણે મારો હાથ હળવેથી એની હથેળીમાં લીધો અને કહ્યું, “અનુ, I am sorry… મારે લીધે તારે.. ખૂબ સહન કરવું પડે છે.”

મેં કહ્યું, “Please, અસીમ, don’t say sorry. મારા નસીબમાં તારો બસ આટલો જ પ્રેમ લખ્યો હતો. અને હા, આપણે સાથે વિતાવેલા સમય દરમિયાન અગર ક્યારેય પણ તને મારા માટે માત્ર મારા માટે સહેજ પણ પ્રેમની લાગણી થઈ હોય તો એ જ લાગણીના સમ છે તને, તું ક્યારેય પણ મારા માટે થઈને guilty conscious feel ન કરતો. નેહાને ખૂબ પ્રેમ આપજે. નેહાને ખુશ થતાં જોઈ તો માનજે કે હું પણ ખુશ છું. મને એટલો વિશ્વાસ છે કે તું મારા સમ નહીં જ તોડે. ચાલ હવે એક સરસ smile કરી દે.”

એણે તો smile કર્યું પણ મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એણે કહ્યું, “Please અનુ, રડ નહીં.”

“ના રે, હું ક્યાં રડું છું..?”

“તને ખબર છે ને અનુ, કે તું મારી સામે જૂઠું બોલી જ નથી શકતી તો શું કામ વ્યર્થ પ્રયત્ન કરે છે? હું ઓળખું નહીં તને? મને ખબર છે કે તું રડશે જ ખૂબ રડશે અને મને એ જ બહુ hurt કરે છે. તું મારા કારણે રડે, જીવ બાળે એ હું જરાય સહન ન કરી શકું.”

ત્યાં જ નીકીનો ફોન આવ્યો કે ટ્રેનનું announcement થઈ ગયું છે. અમે બંને એકબીજાંને જોઈ રહ્યાં. અમારી વચ્ચે હતું તો માત્ર મૌન. અસીમે પૂછ્યું, “અનુ, એટલું તો કહી જા કે તું જાય છે ક્યાં..??”

“ના, મારે કશું જ કહેવું નથી. મેં મારો મોબાઈલ પણ બંધ કરી દીધો છે. જ્યાં જઈશ ત્યાં નવો નંબર લઈ લઈશ. બસ છેલ્લે એટલું જ કહીશ કે તું ખુશ રહે સુખી થજે અને નેહાને પણ ખૂબ ખુશ રાખજે. ખૂબ પ્રેમ કરજે. આપણી મુલાકાતને એક સરસ સપનું માનીને ભૂલી જજે.”

અમે સ્ટેશન પર આવ્યાં. ત્યાં તો ટ્રેન પણ આવી ગઈ અને પછી જે થયું એ તો તમે પ્રયત્ક્ષ જોયું જ છે.

મેં કહ્યું, “સલામ છે તમારા પ્રેમને..! નેહાને આ વિશે કંઈ...??”

“ના, મેં અસીમને ના પાડી છે, એને સમ આપ્યા છે કે નેહાને મારા વિશે કશું જ કહેવાનું નથી. નેહાના મનમાં ક્યારેય પણ અસીમ પ્રત્યે શંકાની ભાવના ઉદભવે એ મારાથી સહન ન થાય. ”

હું મનોમન આ યુવતીની લાગણીને એની સંવેદનશીલતાને, એની સમર્પણભાવનાને સલામ કરી રહ્યો. એને જોતાં એને માણતાં ક્યારે મારી આંખ લાગી ગઈ એની મને ખબર જ ન પડી.

ટ્રેન સ્ટેશન પર અટકી. મારી આંખ ખુલી, મેં જોયું ઈન્દોર આવ્યું’તું. અનુ ઊભી થઈ એણે બેગ અને પર્સ લીધું અને ઉતરી ગઈ. અચાનક મને યાદ આવ્યું કે મેં એનો મોબાઈલ નંબર કે e-mail id તો લીધું જ નહીં. અરે, એ તો દૂરની વાત રહી, મને તો એનું પૂરૂં નામ પણ ખબર ન હતું. હું ઝડપથી મારી સીટ પરથી ઊભો થયો પ્લેટફોર્મ પર ઉતર્યો પણ એ તો આ ફાટફાટ થતી જનમેદનીમાં ક્યાંય ગરકાવ થઈ ગઈ હતી. એ ઈન્દોર જ જવાની હતી કે બીજે કશેક...?? મને કંઈ જ ખબર ન હતી. મારી પાસે હવે અફસોસ કરવા સિવાય બીજું કશું જ ન હતું.

અને આમ, અકાળે બાળમ્રુત્યુ થઈ ગયું, મારા પ્રેમનું પણ...!!!