પ્રેમનું પુનરાગમન Smita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું પુનરાગમન

પ્રેમનું પુનરાગમન

સંયમને ખૂબ નવાઈ લાગી. આજે આમ અચાનક... આટલા સમય પછી સીમાનો મેસેજ...!! એણે આતુરતાથી મેસેજ વાંચ્યો. એજ style છે હજી એ, એજ શબ્દો.....

“Hi Samy…..કેમ છે...?? :)

સંયમ ખૂબ જ busy હતો પણ reply કરવાથી એ પોતાને રોકી ના શક્યો. એણે તરત જ reply કર્યો.

“Hi Seema… તું કેમ છે..? ક્યાં છે..? શું કરે છે..? ઘણા સમયે મારી યાદ આવીને કંઈ...????”

મેસેજ deliver થયો ત્યાં તરત જ સીમાનો reply આવ્યો.

“હા હો... તારી યાદ આવી.. પૂરા ૨૮ મહિના ૦૭ દિવસ અને ૦૩ કલાક પછી.... યાદ છે તને ‘૨૮/૦૭/૦૩’ ......???? અને શ્રીમાન સંયમ.. જરા સંયમ રાખો... આમ પ્રશ્નોની વર્ષા કરવાની ટેવ મારી હતી, તને મારો ચેપ ક્યારથી લાગ્યો..??”

“ હાસ્તો વળી ‘૨૮/૦૭/૦૩’ યાદ તો હોય જ ને..!! એ ભૂલાય ખરી....??? તું ભૂલી છે કે હું ભૂલું.... પણ pls તું આમ વાતને ટાળ નહીં. કહે ને ક્યાં છે તું? તારો નંબર તો જૂનો જ છે. તેં તો કહ્યું હતું ને કે મેં નંબર change કરી દીધો છે.”

“હું જ્યાં છું ત્યાં જ ઠીક છું. અને હા, મેં કહ્યું હતું કે નંબર change કર્યો છે, જૂનો નંબર બંધ કર્યો છે એમ નહોતું કહ્યું. Anyway… મારી વાત છોડ. તું બોલ.. તું કેમ છે...?? કેમ ચાલે છે married life??? :) ”

“marriage કર્યાને પાંચ વર્ષ થયા. તારી ખૂબ રાહ જોઈ, તને શોધવાના પ્રયત્નો પણ ખૂબ કર્યા. પણ, તારો તો કંઈ પત્તો જ નહીં ને.... :( અને પછી પપ્પાની ઈચ્છા આગળ મારી એક ન ચાલી એટલે એમના જ એક friendની daughter ‘નિધિ’ સાથે લગ્ન કર્યા.”

“Oh! That’s Good… :) શું છે prince કે princess…??”

“No yaar… કંઈ જ નથી... :( ”

“Oye.. કેમ :( ... Any Problem..?? કંઈ તકલીફ છે..?? નિધિમાં... કે પછી તારામાં... :P ”

“કંઈ ખબર નથી પડતી સીમા... મારા – નિધિનાં બધાં જ report normal છે પણ....”

“Oh..!!!!”

“અરે તું તો મારી જ વાતે ચડી ગઈ... તારી તો કંઈ વાત કર...તેં marriage કર્યા કે નહીં...???”

“ના હોં.. મેં તો નથી કર્યા...”

“કેમ..???”

“બસ એમ જ...”

“લે આ ફરી પાછું ‘બસ એમ જ’....?? તારો આ reply મને જરાય નથી ગમતો. તને ખબર છે ને...??? યાદ છે કે ભૂલી ગઈ....”

“ ના હોં... કંઈ જ નથી ભૂલી.. બધું જ યાદ છે મને, અને હું કંઈ ભૂલવા માંગતી એ નથી. મારા છેલ્લા શ્વાસ સુધી... એ યાદો સિવાય બીજું છે પણ શું મારી પાસે... એ યાદો છે એટલે જ તો હું છું....”

“સીમા.. એક વાત પૂછું..??”

“હા હા પૂછ ને.. હક છે તારો....”

“સીમા, આપણા ૩ વર્ષના healthy relation હતાં, આપણે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, આપણે લગ્ન પણ કરવાના હતા... તો પછી તું આમ અચાનક મને છોડીને જતી કેમ રહી...??”

“બસ એમ જ...”

“જો ફરી પાછું આ બસ એમ જ... તું કહે છે ને કે મારો હક છે, તો એ જ હકથી પૂછું છું. સાચું બોલને... શું કમી રહી ગઈ હતી મારા પ્રેમમાં...???”

“તારા પ્રેમમાં કોઈ જ કમી ન હતી, બસ મારી expectation જ high થવા લાગી હતી.”

“સીમા, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. આ સાચો જવાબ નથી. જે હકીકત છે એ તું સાચે સાચી કહે.”

અચાનક સંયમને યાદ આવ્યું કે એ લોકો ક્યારથી મેસેજમાં વાતે ચડ્યા છે. મેસેજમાં વાતો કરવી એનાં કરતાં ફોન જ કરું. અને આમ પણ સીમાનો અવાજ સાંભળ્યે ઘણાં વર્ષ થઈ ગયાં હતાં. એણે સીમાને ફોન જોડ્યો. હજી પૂરી એક રીંગ એ ન વાગી ત્યાં તો સામેથી ફોન disconnect થયો. સંયમને થયું કે આસપાસ કોઈ હશે. એટલે એણે સીમાને મેસેજ કર્યો.

“ કેમ ફોન કટ કર્યો? મેસેજમાં વાતો કરીએ છીએ એનાં કરતાં ફોનથી જ વાત કરીએ તો...?? કોઈ છે આસપાસ...??”

સીમાનો મેસેજ આવ્યો. “ના... આસપાસ કોઈ અંગતનો જોયે તો જાણે વર્ષો થઈ ગયાં.”

“એય... કેમ આમ કહે છે? શું થયું છે? તું ઠીક તો છે ને? અને આસપાસ કોઈ નથી તો ફોન શું કામ cut કર્યો? વાત કરને...”

“અરે કંઈ જ નથી થયું. હું ઠીક જ છું. પણ હું વાત નહીં કરી શકું. મેસેજ કરવા પૂરતી જ હિંમત ભેગી કરી શકી છું. વાત કરતાં રડાઈ જશે. Pls don’t force me. Otherwise મેસેજ પણ નહીં કરી શકું.”

“No no.. Its ok… નહીં કરું Force બસ. પણ હવે મને સાચું કહે કે તું કંઈપણ કહ્યા વિના જતી કેમ રહી હતી? શું ભૂલ હતી મારી?”

“અરે મેં કહ્યું તો ખરૂં... ના તો તારી કોઈ ભૂલ હતી.. ના તારા પ્રેમમાં કોઈ કમી. બસ મારી expectation જ high થવા લાગી હતી. મેં તને સીમાપાર જઈને પ્રેમ કર્યો અને તેં... તારા નામને સાર્થક કર્યું... પ્રેમ તો ખૂબ કર્યો પણ ખૂબ સંયમ રાખીને...”

“ના સીમા.. આ અધૂરો જવાબ છે. મને પૂરો અને સાચો જવાબ જોઈએ છે.”

“સંયમ એ બધી વાતનો શું મતલબ છે હવે?”

“ભલે કોઈ મતલબ ન હોય, તો પણ મારે જાણવું છે.”

“સંયમ, તું કહ્યા કરતો ને મારે ઘણી જવાબદારીઓ છે. ઘરની, businessની... મારી લાગણી વહેંચાયેલી છે. એટલે હું તને concentrate નથી કરી શકતો.”

“ હા... તો...??”

“તો શું.. કાંઈ નહીં...”

“અરે બોલને.... વાત આમ અધૂરી ન મૂક.”

“તારી લાગણી વહેંચાયેલી હતી અને હું ઈચ્છતી હતી કે તારી feelings મારી પર concentrate થાય. જે શક્ય હતું જ નહીં. પણ પછી તો situation જ એવી થઈ ગઈ કે મને થયું કે તું મારા કારણે દુ:ખી થઈ જઈશ. બસ એટલે જ હું જતી રહી, તને કંઈપણ કહ્યા વિના.”

“કેમ એવી તે શું situation હતી..??”

“તને યાદ છે, હું તને મારી auntyનાં ઘરે જાવ છું એમ કહીને ૧ મહિના માટે ગઈ હતી...??”

“હા યાદ છે ને.... કેમ ત્યારે શું થયું હતું..?”

“મને થોડા મહિનાથી પેટમાં સતત દુખ્યા કરતું. પહેલા તો મેં બહુ કંઈ ગણકાર્યું નહીં પણ અચાનક bloodની vomits થવા લાગી. એટલે નાછૂટકે ડોક્ટરને દેખાડ્યું. અને pancreas cencerનાં symptoms લાગ્યા તો મને detail checkup કરાવવા માટે કહ્યું. એટલે હું તને auntyનું બહાનું કાઢીને checkup માટે ગઈ હતી.”

“OMG… સીમા હદ કરી તેં તો... આટલી મોટી વાત તેં મારાથી છુપાવી...!! શું કામ...?? તેં મને કહ્યું કેમ નહીં??”

“તને કહ્યું હોત તો તારું બધું concentration મારા પર આવી ગયું હોત. અને પછી તારું ઘર.. તારી જવાબદારીઓ.... બસ એટલે જ કંઈ ન કહ્યું.”

“checkup કર્યા એમાં શું આવ્યું...??? R U Ok..??? Anything serious…???”

“ No nothing is serious…. કાંઈ ખાસ નહીં Report માં આવ્યું કે pancreas cencer confirm…”

“Its too much yaar… આટલી મોટી વાત તેં મારાથી છુપાવી...???”

“તો હું શું કરત...??? બસ આટલી જ વાત હતી અને એટલે જ હું તને કશું એ કહ્યા વિના જતી રહી....”

“તું ક્યાં છે હમણાં??? ઠીક તો છે ને...??? બોલને ક્યાં છે તું???”

“ મુંબઈમાં છું..”

“ઠીક છે હું આવું છું... તારી પાસે...”

“ના ના ન આવીશ.... તને મારા સમ છે”

“અરે પણ કેમ ના પાડે છે..?? બસ ૮-૯ કલાકની જ તો વાત છે. હું તારી પાસે હોઈશ.”

“ના સંયમ, મારી પાસે એટલો સમય પણ નથી. મારી છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે અને એટલે જ મારાથી રહેવાયું નહીં અને થયું કે છેલ્લે છેલ્લે તારી સાથે વાત કરી લઉં. એટલે જ મેં કહ્યું કે માત્ર મેસેજ કરવા જેટલી જ હિંમત ભેગી કરી શકી છું.”

“સીમા pls આમ ન બોલ... મને આવવા દે ને...”

“ના સંયમ... બસ છેલ્લે એટલું જ કહીશ કે હું ઈચ્છતી હતી ને કે તારી feelings મારી પર concentrate થાય તો જો જે ને બહુ જ જલ્દી એવું જ થશે. Ok Bye…. વધુ મેસેજ કરી શકાય એમ નથી. બહુ થાક લાગે છે. C U Soon. Take Care… ખુશ રહેજે અને નિધિને પણ ખૂબ ખુશ રાખજે. મારા ભાગનો પ્રેમ લેવા હું જ્લ્દી આવીશ.”

સંયમને કંઈ સમજાયું નહીં કે સીમા કહેવા શું માંગે છે? એણે તરત જ મેસેજ કર્યો કે “કંઈ સમજાય એવું કહે...” પણ મેસેજ deliver ન થયો. એટલે એણે ફોન જોડ્યો. પણ ફોન switched off હતો.

સંયમ ખૂબ જ અશાંત થઈ ગયો. એને કંઈ સમજ જ ન્હોતી પડતી કે હવે એ શું કરે...? એણે ૨-૩-૪ વારંવાર એ નંબર પર ફોન જોડ્યો પણ switched off.... હવે એની પાસે ફક્ત રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો હતો જ નહીં. ત્રણેક કલાક પછી એ નંબરથી ફક્ત એટલો જ મેસેજ આવ્યો.. “Seema is no more.”

સંયમ સ્તબ્ધ થઈ ગયો. એનું હૈયું જાણે ધબકારો ચૂકી ગયું. માંડ એક કલાકની વાતચીત.. સીમા ફરી પાછો એને એકલો મૂકીને જતી રહી... અને હવે તો હંમેશના માટે..... સંયમ આજે એનો સંયમ જાળવી ન શક્યો. એનું હૈયું હાથ ન રહ્યું. ઓફિસમાં હોવા છતાં એ પોતાની જાતને રોકી ન શક્યો. એ ફરી પાછો આજે ખૂબ રડ્યો. વરસાદ વરસી ગયા પછી ગોરંભાયેલું આકાશ જેમ સ્વચ્છ થઈ જાય તેમ એણે પોતાની જાતને સ્વસ્થ કરી લીધી અને માંડ માંડ office hours પૂરા કરી એ ઘરે પહોંચ્યો. નિધિએ નોંધ્યું કે આજે સંયમ કંઈક disturb લાગે છે. પણ એણે ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.

એકાદ અઠવાડિયા બાદ અચાનક નિધિની તબિયત બગડી. સંયમ એને checkup માટે ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે કહ્યું... “Congrates…. Nidhi is pregnant..” બરાબર ૯માસ ૧૦દિવસ પછી... ૨૮/૦૭/૧૧.... નિધિએ ચાંદ જેવી ખૂબ જ રૂપાળી નાનકડી પરીને જન્મ આપ્યો. સંયમની ખુશીનો તો જાણે પાર ન રહ્યો. એકાએક એનું ધ્યાન એની પરીની જમણી આંખની પાંપણ પર ગયું.... એણે જોયું કે એને ત્યાં એક તલ હતો... ડાબા કાન પાસે મસો હતો અને પીઠ પર જમણી તરફ એક લાખું એ હતું......

સંયમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં... સીમાનો છેલ્લો મેસેજ એને હવે સમજાયો.... “મારા ભાગનો પ્રેમ લેવા હું જલ્દી આવીશ......” એ મનોમન સીમાનો આભાર માની રહ્યો. જાણે પ્રેમનું વર્તુળ આજે બીજી રીતે પૂરું થયું........!!!!!

‘સ્મિત’