રાઈડ ધ નાઈટ, વન નાઈટ ઓન ટુ વ્હીલ mukesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈડ ધ નાઈટ, વન નાઈટ ઓન ટુ વ્હીલ

Ride The Night

1 Night On 2 Wheel

BRM Night 200 Vadodara 21st May-2016

ઇવેન્ટ:-BRM-200 Night 21st May-2016
સ્ટાર્ટઅપ પોઇન્ટ:-મલ્હાર પોઇન્ટ, વડોદરા
ડિસ્ટન્સ:- નાઈટ રાઈડ ૧૦૧ કી.મી વડોદરા થી સેહરા(ગોધરા) બેક ટુ વડોદરા ૧૦૧ કી.મી. ટોટલ ૨૦૨ કી.મી ૧૩.૩૦ કલાકમાં.
રાઇડર:-ટોટલ ૪૩, ભાવનગર(૬), રાજકોટ(૨), આનંદ(૬), વલસાડ(૫) બાકીના વડોદરાના
ભાવનગરમાંથી ૧.કેપ્ટન(પ્રવીણભાઈ માલી) ૨.ઝવેરભાઇ પવાસીયા 3.જીતેનદ્રસિંહ ચુડાસમા ૪.ડૉ. ચેતનભાઈ રાઠોડ ૫.પુષ્પેનદ્રભાઈ હુરીયા ૬.મુકેશ ચૌહાણ

Brevets de Randonneurs Mondiaux (BRM) આનું ગુજરાતી કોઈએ પૂછવું નહી., BRM એટલે શું એ ક્યાં કોઈને ખબર હતી, આતો ગયા વર્ષે(૨૦૧૫) કિરણસર ક્યાંયકથી ગોતી આવેલા ફોન આવ્યો "મુકેશ BRMની ઇવેન્ટ અમદાવાદમા છે તારે આવવું છે એ શું સાહેબ, એમાં કી.મી અને તેને પુરા કરવાનો સમય નક્કી હોઈ છે, ૨૦૦,૪૦૦,૬૦૦,૧૦૦૦....., ઓહો, અમદાવાદમાં કઈ રીતે છે, અમદાવાદ થી આબુરોડ સુધી ૨૦૨ કી.મી ૧૩.૩૦ કલાકમા રાતના કોઈના સપોર્ટ લીધા વગર પૂરું કરવાનું હોઈ છે અને જે લોકો પૂરું કરે એને મેડલ અને સેર્ટિફિકેટ મળે", હું સાયકલ તો ચલાવી લવ પણ મારી પાસે સારી સાયકલ નથી, અને આખી રાત મેં હજી ક્યારેય ચલાવી નથી પણ વિચારી લવ અને મારી કેપિસિટી આટલી બધી નથી.. નક્કી કરતા કરતા કિરણસર, કેપ્ટન, ઝવેરભાઇ, ચેતનભાઈ(સ્વામી) અને મુકેશ ગુપ્તાજી ટ્રાયલ માટે ત્યાર થયા રાત્રે ૨૦૦કી.મી પુરા થાય એ રીતે એ લોકોની સવારી ઉપડી ઇચ્છા મારી પણ હતી, પણ માનસિક ત્યારી નહોતી. ચેતનભાઈ(સ્વામી) છટક્યા છતાં એ ચાર ઉપડ્યા સાથે ગયો ન હતો એટલે બીજી કઈ માહિતી નથી પણ હા મુકેશ ગુપ્તાજી ને વહેલી સવારમાં પડી જવાથી સારું એવું વાગ્યું હતું, છતાં છેલ્લે કિરણસર અને કેપ્ટન BRM માટે ત્યાર, હું અને મારુતિભાઇ એમને સપોર્ટ કરવા બુલેટ લઇ અમદાવાદ પહોંચી ગયા ત્યાં ભાવેશભાઈ પણ આવી ગયા, માહોલ ખુબ રંગીન હતો અને બધાને ખુબ ઉત્સાહ હતો, મને પણ એમ થયું રજીસ્ટ્રેશન કરાવ્યું હોત તો સારું હોત પણ જે થાય એ સારા માટેજ થાય છે, ૧૦ વાગતા ફ્લેગ આપી BRM સ્ટાર્ટ થઇ ત્યાં મારુતિભાઇને મોટું કામ આવી ગયું એટલે બેક ટુ હોમ જાવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ પણ રાત્રે બાઈક પર પાછા જાવા કરતા રાત ભાવેશભાઈને ત્યાં રોકાઈ સવારે નીકળવાનું નક્કી કરુયું.. આમ કરતા કરતા મનની મનમાં રહી ગઈ સાવરે ૧૨ વાગતા ભાવનગર ભેગા..


૨૦૧૬ માં મેં મહિનો આવતા એજ ભૂત પાછું ઉપડ્યું, કિરણસર કે મુકેશ બરોડા નાઈટ ૨૦૦ BRM છે, કંઈ વિચારિયા વગર વેબસાઈટ ખોલી સીધુ રજીસ્ટ્રેશન, મારી પેલા તો મુકેશ ગુપ્તાજીએ રજીસ્ટ્રેશન કરી નાખેલું હતું પછી શું ધીરે ધીરે કરતા કિરણસર, દેવેશ, ડૉ ચેતન રાઠોડ, પુષ્પેનદ્રભાઈ હુરિયાના રજીસ્ટ્રેશન થઇ ગયા.. કેપ્ટન, ઝવેરભાઇ, ચેતનભાઈ(સ્વામિ) પણ પાછળ થી જોડી દઈશુ બરોબરને મુકેશ તું એમના રજીસ્ટ્રેશનની ચિંતા ન કર..


સમય નજીક આવતો ગયો મારુતિભાઇ તમે પણ ચાલો માજા આવશે, તમે સાથે હશો તો ટાઈમ ક્યાં વ્યો જશે એ ખબર પણ ની પડે, આવવું તો છે મુકેશભાઈ પણ કામ આવી જાય તો મેળ ના પડે, તો સારું તમારું રજીસ્ટ્રેશન કરાવી દાવ છુ બાકી જોયું જાય.. ના હમણાં ના કરતા મારુ કઈ નક્કી નથી વાંધો નય જે થાય એ જોયું જશે...


કિરણસર રોજ કેતા હતા સાયકલ ચાલવાની એ પણ આખી રાત મુકેશ આના માટે પ્રેકટીસની જરૂર પડે, બધા નક્કી કરો એક ટ્રાયલ રાઇડ થઈ જાય, ઓકે સાંજે બધા ટી પોઇન્ટ ભેગા થાય એટલે વાત કરું, કોઈ ને રજા નો મેળના પડે, કોઈ ને અનુકૂળતા ના હોઈ, રોજ છાપા માં ૪૪℃ અને હિટવેવની આગાહી મારી જેવા માટે પેડલ મારવુ એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કોઈ ત્યારજ ના થાય... કિરણસર એકલા એકલા લાંબુ ચલાવીયાવે, એક અઠવાડીયુંજ બાકી હતું શનિવારની સાંજે નક્કી કરી હું કેપ્ટન, મારુતિભાઇ અને ઝવેરભાઇ ૧૮૬કી.મી..નો રાઉન્ડ મારીઆવ્યા હતા.


મારુતિભાઇ ની શોપ પર બધા ભેગા થયા છેલ્લું લિસ્ટ ત્યાર કરવા બેઠયા દેવેશ આઉટ, મારુતિભાઇ આઉટ,મુકેશ ગુપ્તા આઉટ, ચેતન ધોળકિયા આઉટ, હરીશભાઈ આઉટ,કેપ્ટનનું હજી નક્કી ન્હોતું થતું બોવ કરી ધ ભાવનગર બાયસાયક્લિંગ કલબની આબરૂ નો સવાલ આવી ગયો ત્યાં તો જાણે અધિકમાસ માં દુકાળ કિરણસર પણ આઉટ...એમને ૨૨મી ના ભૂતાનની ફ્લાઇટ હતી હવે તો સંકટ આવી ગયું કે BRM ના મુખ્ય સૂત્રધારજ નથી આવવાના હવે તો અમે પણ માંડી વાળવાનનું મન કરી લીધું હતું, જો કોઈ ના આવે તો હું એકલો BRMમાં જઇશ જીતુભાઇ બોલ્યા, થોડી હિંમત આવી સારું તો હું પણ આવું છુ, પુષ્પેનદ્રભાઈ તો મસ્ત મોઝીલા મેં ભી ચલુંગા, ડૉ. ચેતનભાઈ પણ કિરણસર નોતા જવાના એટલે થોડા ઢીલા પડ્યા હતા પણ એમને પણ હિંમત દેખાડી આપણું પણ પાક્કું, આમ ચાર જણા ત્યાર થઇ ગયા હતા હવે ખાલી કેપ્ટન અને ઝવેરભાઇ ને હા પાડવાની હતી, છેલ્લી ઘડીએ કેપ્ટન અને ઝવેરભાઇ ને પણ રાજી કરી લીધા હવે ૬ સાયકલીસટ ત્યાર. હવે રહી વાત કેમ જવું શું કરવું કિરણસર નોહતા આવવાના પણ એમનું વડોદરાના રાઇડર સાથેની વાતચીત અને એમની BRM નો અનભુવ અમને સારો કામમાં આવ્યુ.


બે SUV કાર અને ત્રણ સાયકલિંગ કેરિયર લેવાનું નક્કી થયું, સાયકલિંગ કેરિયર માટે અમારા તારણહાર દેવાંગભાઇ ને કીધું બે કેરિયર એમની પાસેથી અને એક નિલેશ પાસેથી આમતો બેનિજ જરૂર હતી પણ એક એક્સટ્રા લીધું હતું, એક મારી સક્રોપિયો અને બીજી મારા મિત્ર અંસારભાઈની ઈનોવા કાર બધું ઓક. હવે સાયકલિંગ માટે બીજું ખાસ કઈ કરવાનું ના હતું બાઈક ચેક, એક્સટ્રા ટ્યુબ, એર પંપ,રિફ્લેકટિવ વેસ્ટ,હેન્ડ ગ્લોઝ, લાંબુ ચાલવાનું એટલે સાયકલિંગ શોર્ટતો જોવેજ બાકી ***..,સેફટી ફર્સ્ટ હેલમટ, સાયકલ માં આગળ અને પાછળ ૧૨ કલાક ચાલે એવી લાઈટો, પંચરકીટ બધું ચેક કરી ત્યારી કરી લીધી શનિવારે સવારે ૧૦ વાગે નીકળવાનું નક્કી કરી છુટા પડ્યા..


સવાર સવાર માં મોબાઈલમાં રિંગ વાગી ઊંઘમાંજ ફોન ઉપાડ્યો હલ્લો વડીલ ગાડી લેવા ક્યારે એવો છો, ફાટક દઈને ઉભો આતો અંસારભાઈ નો ફોન ઘડિયાળમાં જોયું તો ૭.૧૫ હજીતો ગાડી લેવા ઘોઘા જવાનું હતું, એ આવુંજ છું થોડી વારમાં પહોંચું કહી ફટાફટ ફોન મૂકી બ્રશ કરી સેલ્ફ મારી ઘોઘા જાવા નીકળી ગયો, ત્યાં ડૉ. ચેતનભાઈ નો ફોન આવ્યો આવે છો ને ઘરે, સાહેબ સોરી થોડું મોડું થઈ ગયું છે ઘોઘા ગાડી લેવા જાવ છું સારું ઉતાવળ ના કરતા નિરાંતે ઓક સાહેબ, ઘોઘા અંસારભાઈ પાસે થી ગાડી ચેંજ કરી ઉતાવળે ઘરે પહોંચ્યો,જીતુભાઇને ફોને કર્યો કેરિયર આવી ગયા, દેવાંગભાઇ પોતેજ લઈને આવે છે ઓકે, ફ્રેશ થઇ ચા પાણી પીધા બાઈક અને સામાનતો રાત્રેજ પેક થય ગયા હતા એટલે એની ચિંતા ન હતી, ૯.૩૦ જીતુભાઇના ઘરે.


જીતુભાઇના ઘરે જવાનું હોઈ તો એમની મહેમાન ગતિ માં કઈ ઓછુંજ ના પડે સવાર સવારમાં એમનેતો આઈસક્રીમ અને વેફર જલસા કરાવી દીધા, દેવાંગભાઇ તો એજ એમની અલગારી સ્ટાઈલમાં કીરણભાઇ ની મગજની નસ ખેંચવાનું સારું કરી દીધું, તમે તો આ બધાને ભેખડે ભરવી દીધા પોતે ત્યાર કરી છટકી ગયા, જોજો હો બધા કીરણભાઇ તો તમારો બધા નો દાવ લે છે તમે બધા પેડલ મારતા હસો અને આ ભાઈ ભૂતાન માં લીલા લેર કરતા હશે, દેવાંગભાઇની મશ્કરી કરવાની કલા શીખવા જેવી ખરી, પંપાળતાય જાય અને ઇન્જેકસન આપતા પણ જાય અને દર્દીને એનો દુખાવો પણ ના થાય એનું નામ દેવાંગભાઇ...કીરણસર જવાબ પણ શું આપે હસતા હસતા હા માં હા.. બસ હવે કેપ્ટનનીજ રાહ જોવાની હતી એના વગર ગાડી માં કેરિયર લગાવે કોણ, કેપ્ટનને થોડું મોડું થયું, ૧૦ વાગે નીકળવાનું હતું બધું પતાવી આવજો કેતા કેતા ૧૧ થઇ ગયા. ઈનોવા ડૉ. ચેતનભાઈ અને સક્રોપિયો મેં હાંકી લીધી...કિરણસરને આવવાની ઘણી ઈચ્છા હતી પણ એમને ફેમિલી સાથે ભૂતાન જવાનું હતું એટલે એમને બધાને શુભકામનાઓ આપી કેમેરા માં ફોટા પડી વિદાય આપી


જવાનું વડોદરા એટલે વૈશાલી પાસેથી ચાલવનું તો દેવાંગભાઇ ની વિમટો પીધા વગર ભાવનગર છોડાય પણ નહિ અને ભાવનગરમાં એન્ટર પણ ન થવાય, એટલે તો ભાવનગરનું નાકુ દબ્બી ને બેઠયા છે ખરું ને દેવાંગભાઇ.. દેવાંગભાઇએ વિમટોનો ઑડર આપ્યો મસ્ત ચિલ્ડ વિમટો પીધી થોડા ફોટા પાડ્યા આવજો કહી મુસાફરી આગળ ચાલી.. આમ તો કેપ્ટન અને ઝવેરભાઇ સાયકલ ચાલવીને આવવાના હતા પણ ગરમી અને ઝવેરભાઇની તબીયત સારી ન હોવાથી અમારી સાથે કારમાં આવ્યા..

નિરમા પાટિયું આવતા મારી કારમાં હિટ ઇન્ડીકેટર ડેન્જર એલેર્ટ દેખાડવા માંડ્યું હતું બાપા ને ફોન કર્યો(બાપા ગાડીના એક્સપેર્ટ, આપડે ખાલી ચલાવી જાણીએ) ગાડી ગરમ થઇ ગઈ હોઈ એમ લાગે છે બાપા શું કરું, નજીકમાં કોઈ હોટેલે ગાડી ઉભી રાખી પાણી ચેક કરી લે ગઈ કાલે કુલન્ટ બદલાવ્યુ હતું કદાચ ઓછું થઇ ગયું હશે, અને હા રિડિયેટરનું કેપ તરત ના ખોલતો ગાડી થોડી ઠંડી થાય પછી ખોલજે. ત્યાં બાજુ માં એક હોટેલ હતી ગાડી ઉભી રાખી ચેક કર્યું પણ મીટર ખોટું હોઈ એવું લાગ્યું ગાડી તો ગરમ નોતી જીતુભાઇ ચેક કર્યું, હોટેલ હોઈ અને રાજુભાઇ(પુષ્પેનદ્રભાઈ) સાથે તો થોડું કંઈ પૂછવાનું હોઈ ચા ના ઑડર અપાણો, મને શું સુજ્યું કે પાછો ગાડી પાસે ગયો અને ઉતાવળો થઇ રિડિયેટરનું કેપ ખોલ્યુ ત્યાંતો જાણે લીલું લોહીનો ફુવારો નસીબ સારા હતા કે મોઢું થોડું દૂર હતું બાકી દાઝી જાત છતાં થોડું દાઝ્યો જીતુભાઈને પણ થોડું ગરમ પાણી હાથ પર પડેલુ, મેતો આવું ક્યારેય જોયેલું નહિ એટલે ફીણ આવી ગયા લાગ્યું હવે BRM માં પહોંચી નહીં સકાય... પણ બાપાએ કીધું એમ એન્જિન થોડું ઠંડુ પડ્યું એટલે રિડિયેટર માં સાદું પાણી નાખ્યું ગાડી સ્ટાર્ટ કરી થોડી ચાલીવી હિટ મીટર કંટ્રોલ માં આવી ગયું હતું ઓલ ઓક.. ત્યાં ચેતનભાઈ નો ફોન આવ્યો કેમ વાર લાગી કેપ્ટન ખીજાય નય એટલે કીધું પાછળ જ છીયે ત્યાં ધોલેરા સાથે થઇ ગયા પીપળી વટયા ત્યાં ચેતનભાઈએ ગાડી ઉભી રાખી સાઈડ મીરરમાંથી જોયું એટલે ગાડી ઉભી રાખી દૂર થી કઈ ખબર નોહતી પડતી પણ જે રીતે ત્રિપુટી સાયકલ ચેક કરતા હતા એટલે ખ્યાલતો આવી ગયો કંઈક લોચો છે, ગાડી નજીક આવી, શું થયું કંઈ નહિ ચેતનભાઈ ની બાઈક નું ફ્રન્ટ રિમ ટૂટી ગયુ છે,માર્યા હવે તો BRM થઇ રહી, ચેતનભાઈ સેલ્ફ ડ્રાઈવ કરતા હતા એમને પણ ખબર નો રહી ક્યાં અથડાનું પણ સારું થયું એમની એકજ બાઈક માં નુકશાની આવી મને ચિંતા હતી કેપ્ટનની બાઇકની, અમારા એસ્કોર્ટ માસ્ટર કીરણભાઇ ને ફોન કર્યો માસ્ટરતો ખરા સાથે સાથે જુગાડ કરવામાં માસ્ટરી તરતજ વાહટ્સએપમાં મેસજ થયા ૫ મિનિટમાં તો બાજી ફેરવી નાખી રિમ જોવે તો મળી જસે અને કઈ ના કરવું હોઈ તો બરોડા ગ્રુપ માંથી કૃપ ની બાઈક ભાઈ ભાઈ ભલે BRMના કરી પણ અમારી કરતા એમને અમારી ચિંતા વધારે, કૃપ સાથે વાત કરી ફરી બધું ગોઠવાઈ ગયું.. થોડી વાર માં હોટેલ આવી બપોરનું જમવાનું પતાવી ગાડી હાંકી મૂકી સમય ના બગડતા ૫ વાગે ડેકેથલોન આવી ગયું, ૬ વાગે રિપોર્ટિંગ હતું ખરીદીના કરતા ત્યાંજ કપડાં ચેંજ કરી મલ્હાર પોઇન્ટ તરફ ઉપડ્યા, ટાઈમસર પહોંચી ગયા અને ચેતનભાઈ માટે બાઈકનું પણ થય ગયું એના માટે ઉપરવાળાનો, કૃપ, અને કીરણભાઇ નો આભાર માન્યો..

બાઈક રેડી કરી BRMની ફોર્માલિટી પુરી કરી બધાને મળ્યા, રાજકોટથી આવેલા માર્શલ ડોન્ડા કપલ ને મળ્યા સાથે થોડા સેલ્ફી ફોટા લીધા, રાઘવેંદ્રસિંહે(બાપુ) અને વિશાલ એ રૂલ્સ, રૂટ અને સેફટી વિષે માહિતી આપી એસ્કોર્ટ વાળોનો કોન્ટેક્ટ નંબર સેવ કરાવ્યો કારણકે એ બને પણ BRMના પાર્ટીસિપટ હતા..૭ વાગ્યા ફ્લેગ ઑફ થયું અને બધા ટૂટી પડ્યા જાણે રેસ હોઈ એમ થોડી વારમાં તો ક્યાંના ક્યાંય હું ટ્રાફિક સિગ્નલ ને લીધે પાછળ રહી ગયો જોકે હું એકલો નહતો, વિશાલ, માર્શલ બધા હતાજ, બરોડાની બહાર નીકળતા તો જાણે બંધુક માંથી ગોળી છૂટે એમ બધા હકવા મણયા, હું કેપ્ટન ને આમથી આમ ગોતતો હતો એ પણ જાણે જુવાની પાછી આવી ગઈ હોઈ એમ એમની વિન્ટેજ બાઈક લઈ ને ઘણા આગળ નીકળી ગયા હતા, પછી શું મારો પેડલ મોટા ભાગના પાસે સારી રોડબાઈક અને હાયબ્રીડ સાયકલ હતી હહુ એકલો મોન્ટરા વાળો ત્યાં બીજા બે ત્રણ જણ મોન્ટરા વાળા મળ્યા હવે બાપુ વાંધો નય આપડે એકલા નથી.. બરોડાની બહાર નીકળતા નીકળતા અંધારું થઇ ગયું હતું હવે તો માત્ર પેડલ મારવા શિવાય બીજું કંઈ હતું નહિ બધા અજાણ્યા રાઇડર હતા અમારા જીતુભાઈને તો ગોઆ ની જેમ ક્યાં આગળ નીકળી ગયા ખબરજ ના પડી આખી રાઈડમાં જીતુભાઇ બેજ જગ્યાએ ભેગા થયા એક ૧૦૧ કી.મી ફર્સ્ટ હોલ્ટ અને ૨૦૨ કી.મી ફિનિશ પોઇન્ટ.. ચેતનભાઈ પણ હાથમાં આવે એમ નોતા આજે તો એમને બીજાની વાપરવા મળી હતી સાયકલ , થોડે આગળ કેપ્ટન મળી ગયા હવે કંઈક રાહત થઇ કોઈક તો સાથે છે..રાત ના અંધારામાં બાજુ માં શું આવે એની કોઈ ખબરજ નોતી બસ સામેથી આવતા વાહની લાઈટો અને. બાજુમાંથી નીકળતા વાહનોનો અવાજ, હવે જાણે મારા પગમાં પણ તાકાત આવી હોઈ એવું લાગ્યું હતું આ તાકાત શેની હતી એ તમને આપો આપ ખબર પડી જશે, એની માંને થોડી વારમાં તો ૨૬-૨૭ની સ્પીડ આવી ગઈ ભાવનગરમાં તો આવી સ્પીડ કયારેય નથી આવી, જોત જોતામાં હું ચેતનભાઈ અને ઝવેરભાઈની સાથે થઇ ગયો, વાહ વાહ મુકેશભાઈ, ઝવેરદાદાએ તો હાંકી મૂકી આગળ કોઈ રાઈડરે ઝવેરદાદાની મશ્કરી કરી અને દાદાનો મગજ ગયો હવે તો, એને થોડા એ આગળ નીકળવા દે...હું અને ચેતનભાઈ હવે પાછળ હતા કિરણસર કે એ રીત F=ma ૧૨૦ કિલો સાથે પુષ્પેન્દરભાઈ અને એ પણ રોડબાઇક ક્યાંથી હાથમાં આવે પણ એકજ પ્રોબ્લેમ "મોબાઈલમા ટ્રીન ટ્રીન હા રાજા", ત્યાં અમે એને આંબી ગયા કેપ્ટન થોડા પાછળ હતા ત્યાં નજીક માં એક પેટ્રોલ પંપ પર અમે પાણી માટે ઉભા રહ્યા રોડ પર કેપ્ટનની ઘણી રાહ જોઈ પણ દેખાણા નહી, ધીરે ધીરે હાલતી પકડી ક્યાં ૮૦ કી.મી કપાય ગયા એ ખબરજ ના પડી ત્યાં અમારો ફર્સ્ટ હોલ્ટ પોઇન્ટ તૃપ્તિ હોટેલ આવી ગયો કેપ્ટન ની રાહ જોવા ફરી ઉભા રહ્યા ત્યાં તો એ આગળથી આવ્યા અમને એમ કે એ પાછળ પાછળ આવે છે પણ એમની બીજી Night BRM હતી એ અમે ભૂલી ગયા , હોટેલ થી આગળ હવે માત્ર ૨૨કી.મી જવાનું હતું કોઈ હોટેલ હવે આગળ નહિ આવે એવું તો કહી દેવામાં આવ્યું હતું એટલે જરૂરું પાણી વગેરે લઇ નીકળી પડ્યા, ૪ કલાકમાં ક્યાં ૧૦૧ કી.મી કપાઈ ગયા ખબરજ ના પડી, ધાબાએ પહોંચી રીપોર્ટિંગ કર્યું અને જમવા બેઠા અમતો ભૂખ નોતી લાગી પણ એક એક છાસ અને એક સેવ ટામેટા નો ઓર્ડર આપ્યો, સેવ ટામેટા તો આવ્યા પણ ટામેટા એમાંથી ગાયબ હતા અમસ્તાય ક્યાં ખાવું હતું બે બે બટકા માર્યા કેપ્ટન ને ત્યાં ફ્રુઇટ જામ કાઢ્યો અને બધા ને આપ્યો, જીતુભાઇને ટાયરમાં ટફિ તો હતીજ તોય ત્યાં ૨ કી.મી પેલા પંચર પડ્યું બાકી એ સૌથી પેલા ત્યાં પહોંચ્યા હોત, સટ્રવા માં એમની સ્પીડ ૨૮કી.મી ની હતી..૧ વાગતા પાછા એજ પેડલિંગ સરૂ કર્યું , કેપ્ટન ચેતનભાઈ અને જીતુભાઇ ફરી આગળ નીકળી ગયા, હું પુષ્પેનદ્રભાઈ અને ઝવેરભાઇ પાછળ હતા આ વખતે સાલો દાવ થઇ ગયો , ટફિતો મારા ટાયરમાં પણ હતી તોય પંચર બધું જાતેજ કરવાનું પણ ઝવેરભાઇ અને પુષ્પેનદ્રભાઈ ઉભા રહ્યા એ સારું થયું ટ્યુબ તો બદલાવી પણ પંપના ચાલયો ઝવેરભાઇએ પોટલું ખોલ્યું પછી મેળ પડ્યો..૨૦-૨૫ મિનિટ કારણ વગરની બગડી, પાછા પેડલ ચાલુ કર્યા પણ ગમે એમ હોઈ પેડલ લાગતાજ નોતા સાયકલ ચાલેજ નય ૨૬-૨૭ની સ્પીડે આવ્યા હતા એ ૧૦ની થઇ ગઈ હવે સમજાણું કેમ ૨૬-૨૭ની સ્પીડ આવતી હતી રાતના અંધારામાં ઢાળ ઉતરતા હતા અને પવન પણ સાથ આપતો હતો એટલે ૧૦૦કી.મી. ક્યાં કપણા એ ખબર નોતી પડી હવે તો પવન પણ સામેનો અને ઢાળજ ચડવાના, ત્યાં પાછા યાદ આવી ગયા મેહુલલાલ એમને થોડીક ઇચ્છા હતી સારું થયું એ બાળમૃત્યુ પામી... હવે તો છેલ્લે હું પુષ્પેનદ્રભાઈ અને ઝવેરભાઇ જ હતા, પાણી પણ ખૂટી ગયું હતું હોટેલ તૃપ્તિ પણ દેખાતી નોતી માંડ માંડ કરી ને હોટેલ તૃપ્તિ આવી અને ત્યાંથી જમણી બાજુ વળવાનું હતું લાગ્યું થોડી રાહત થશે પવનની દિશા થોડી વેગ આપશે, ત્યાં ઝટકો લાગ્યો હોટેલ તૃપ્તિ બંધ પાણી વગર ચાલે એમજ ન્હોતું, વળાંક વળ્યાં વેગતો ના મળિયો પણ ઢાળિયા મળ્યા, ત્યાં સ્ટાર હોટેલ આવી એક બે રાઇડર અને એસ્કોર્ટ વ્હિકલ ત્યાં ઉભું હતું રાહત થય કોઈક તો સાથે છે, ત્યાં ખબર પડી એ લોકોએ ક્વિટ કર્યું છે, માંડ માંડ જે હિંમત ભેગી કરી હતી એ ડગમગવા લાગી હતી, ફટાફટ ચા પીધી પાણી ભીરી પેડલ મારવા મણ્યા, દિવસે સુર્યનનારાયણ દાવ લે અને રાત્રે વરુણદેવ એમને થોડી ના પડાય..
છતાં "હિમંતે મર્દદા તો મદદે ખુદા" પેડલિંગ ચાલુ, થોડી વાર માં ઝવેરભાઇ દેખાતા બંધ થઇ ગયા હલોલ પેલા ટોલ પ્લાઝા એ એમની ઘણી રાહ જોઈ પણ દેખાણા નહિ સવાર ના ૪ વાગ્યા હતા ટોલ પર છોકરાઓ ફુલ હાર વેંચતા જોઈ લાગ્યું કે હવે વધારે હોલ્ટ ના કરાય ટાઈમે પહોંચવું સમયની સાથે અઘરું થઇ જશે, અમસ્તાય ઝવેરભાઇ તો લોન્ગ રાઇડર છે ક્યારે આગળ નીકળી જસે ખબર પણ નહિ પડે.

થોડે આગળ ચાલ્યા તો દૂર થી ટ્રેલ લાઈટ દેખાણી અને હવે ધીરે ધીરે અંજવાળું પણ થઇ રહ્યું હતું એટલે પાવાગઢના ઢાળિયા હવે દેખાતા હતા, રાત ની જે સ્પીડ હતી એમાં અમરો પગ નહિ પણ આ ઢાળ અને વરુણદેવ નો હાથ હતો, રાત્રે જે પાવર હતો એ બધો નીકળી ગયો હતો, હવે તો એકજ લક્ષ્ય હતું ૮.૩૦ પેલા મલ્હાર પોઇન્ટ પહોંચી જવું. આગળ દેખાતી ટ્રેલ લાઈટ પકડતા પકડતા ૫.૩૦ થઇ ગયા એ તો કેપ્ટન નિકળીયા વાહ જીવમાં જીવ આવ્યો હવે તો પૂરું થઇ જશે, રાજુભાઇ થોડા થાકેલા લગતા હતા એમનું વજન+ઢાળિયા+પવન એમાં એમનો શું વાંક હાલત તો મારી પણ એવીજ હતી...પાવાગઢ ચોકડી આવી ગઈ લાગતું હતું કે હવે વાંધો નહીં આવે વળાંક વળતા એજ પરિસ્થિતિ ઢાળિયા+સામો પવન ગમે તેટલા પેડલ મારો પણ સામે આઉટપુટ ના મળે ઝવેરભાઇ હજી દેખાતા ન હતા, બાજુમાં માઇલ્સટોન પર ધ્યાન ગયું ૨૬કી.મી ઘડિયાર માં જોયું ૬ વાગ્યા હતા ૨.૩૦ કલાક ૨૬કી.મી થઇ જ જાય ને પણ સાચું કવ તો હવે પેડલ લગતા હતા પણ સાયકલ નોતી ચાલતી રાત ના ૧ થી ૬ સાયકલ ચાલવી પણ એ ખબર નથી કેવી રીતે ચલાવી કઈ ભાનજ ન્હોતું રાત ક્યાં કપાઈ ગઈ કોણ જાણે, વિચારો માં હતો ત્યાં કેપ્ટન અને પુષ્પેનદ્રભાઈ આગળ નીકળી ગયા, હવે ૧.૩૦ કલાક ૧૬ કી.મી બાકી હતા પણ લાગતું હતું કે પૂરું નય થઇ શકે, પગ પણ કેહરાવતા હતા હવે પાછળ પણ કોઈ ન્હોતું, એક વાર તો વિચાર આવ્યો કોઈ ગાડીવાળા નો હાથ પકડી લવ, પણ ચિટિંગ નહિ. ધીરે ધીરે પેડલ મારવાનું ચાલુ રાખ્યું બરોડા આવતા આવતા દમ આવી ગયો બે વાર તો બંને વ્હીલ ચેક કાર્ય જામ તો નથી થઇ ગયા ને હકીકતમાં શરીર જામ થઇ ગયું હતું, બરોડા માં એન્ટર થતા થોડો હાશકારો થયો ત્યાંતો હજી કોઈની હાય લાગી હોઈ અને એની સજાની જેમ ફ્લાયઓવર બ્રિજ કરવું શું ક્વિટ કરું કે ચાલુ રાખું સમજાતું નહતું ૫-૬ કી.મી ૩૦ મિનિટ બાકી હતી ફ્લાયઓવર છેલ્લે તો નીચે ભેગા થાઈજ એટલે ઉપર ચડવાનું ટાળી નીચેથી ચાલવાની બુધ્ધિ તો હાલી પણ એ નોતી ખબર રહી બરોડા માં મલ્હાર પોઇન્ટ સુદ્ધિમાં ૩-૪ બ્રિજ આવે છે, ના છુટકે છેલ્લો બ્રિજ ચાડવો પડે એમજ હતું, મલ્હાર પોઇન્ટ પહોંચતા પહોંચતા ૧૫-૨૦ વાધરે સમય લાગી ગયો.. બધાયે સ્વાગત કર્યું, અફોસસ પૂરું તો કર્યું પણ લેટ... ત્યાં જીતુભાઇ અને ક્રુપે માહિતી આપી ભલે તમે લેટ પૂરું કર્યું પણ ઘણા લોકો તમારી જેમ હિંમત નથી કરી પવન અને ઢાળ ને લીધે ૫-૬ ક્વિટ કરી લીધું છે..છાતી ફુલાઈ ગઈ કંઈ વાંધો નાઈ નેક્સટ ટાઈમ ઈનટાઈમ માં પૂરું થઇ જશે. હવે માત્ર ઝવેરભાઇ એકજ બાકી હતા ઘણો સમય વીતી ગયો પણ હજી દેખાતા નહોતા, ત્યાં એ દૂરથી આવતા દેખાણા અફસોસ એ ઘણા લેટ હતા એમની રસ્તામાં તબિયત બગડી ગઈ હતી એટલે એ સમયસર પૂરું ના કરી શક્યા, એમને ખુબ અફસોસ થયો......


આ રાઇડમાં ખરેખર ગઢીયાસાહેબ કિરણસર મારુતિભાઈ અને દેવેશ ને ખુબ મિસ કર્યાં..

એક વાત સમજાય ગઈ BRM નાની માના ખેલ નથી BRMમાં નવાણિયામાટે સુચન છે BRM પેલા ટાઈમમાં રાઈડ પુરી થાય એવી પ્રેકટીસ કરવી, કોઇ પાછળ રહી જાયતો રાહ ના જોવી ચાલતા રેહવું, હોલ્ટ ટૂંકા અને બંને એટલા ઓછા કરવા, બને એટલું વધારે પાણી પીવું, અને ખાસ બને એટલો ઓછો વજન સાથે રાખવો, પંચર કીટ અને ટયુબ ૨ રાખવી...બાકી તમારો આત્મવિશ્વાસ તૂટવો ના જોવે...


સીતારામ..

Special Thanks To:-

Kiranbhai Trivedi
Devangbhai Shah
Nilesh Pattani
Bobbybhai Kamdar
Ansarbhai Rathod