મોજ, મસ્તી અને સાયકલિંગ mukesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજ, મસ્તી અને સાયકલિંગ

લખવું મને ગમતું નહિ એકતો મારા હેન્ડરાઇટિંગ એટલે ગાંધીજીના હેન્ડરાઇટિંગ ને આટી મારે એવા, પણ મોબાઈલ અને લેપટોપ માં ગૂગલે ઇંડિક ફોન્ટ આપ્યા એટલે જે ન્હોતું ગમતું એ પણ હવે શોખ થઇ ગયો છે. હું અહીં મારી લાઈફના સારા અને યાદગાર કહેવાય એવા થોડા અનુભવો અને પ્રસંગો આપની સાથે શેર કરું છુ…

આપના અભિપ્રાય, સુચન અને માર્ગદર્શન મને મારા જીવનમાં ખુબજ ઉપયોગી થશે...

“જીવનમાં દરેક શણને સારી રીતે જીવી શકીએ તોજ જીવન જીવ્યું કહેવાય..” બાકી લોકો રૂપિયા કમાવા અને એને કેમ વધારો થાઈ એમાજ જીવન કાઢી નાખે છે, હું પણ આ લોકો જેવુંજ વિચારતો હતો પણ સાલું એમ થયું કે કુદરત અને એના ભવ્ય સ્વરૂપને એક વાર માણવુંતો છેજ.. તો એની શરૂવાત થઈ સાયકલિંગથી..

સાયકલિંગ એક સારી કસરત છે, પણ અમારા માટે એ કસરત કરતા વિશેષ છે, રોજ સવારમાં ૫ વાગે જાગી લોકો સુતા હોય તયારે સવાર સવાર માં પેડલ મારતા મારતા શુદ્ધ ઓક્સીજનની સાથે કુદરતને માણવું એ હવે આદત થઇ ગઈ છે. કદાચ એવું પણ બને આ વાંચ્યા પછી તમને પણ સાયકલિંગ કરવાનું મન થાય તો કંઈ પણ વિચાર્યા વગર શરૂ કરી દેજો પેડલ મારવાનું...તમારું સ્વાસ્થ્ય તો સારૂ થશેજ અને કુદરતને પણ તમે કંઈક પાછું આપી શકશો..

સુપર સંડે હોટ બર્નિંગ સાયકલ પ્રવાસ ૧૭૮કી.મી.

રૂટ:- ભાવનગર->શિહોર->પાલિતાણા->આયાવેજ->વાણીયા વીર(કાળિયા ઠાકર)->બગદાણા->તળાજા->ભાવનગર
કી.મી:-~=૧૮૦કી.મી
સ્ટાર્ટ:-૫:૦૦ એ.એમ
ફિનિસ્ડ:-૧૦:૦૦ પી.એમ.
રાઈડ:-નોર્મલ
રાઈડિંગ ટાઈમ:-૧૦:૪૦ કલાક
રાઈડર :-કેપ્ટન(પ્રવીણભાઈ) ,ઝવેરભાઈ,મારુતીભાઈ,મુકેશ(પોતે)

શનિવારે સાંજે મારુતિભાઈની શોપ પર કેપ્ટન સાથે બેઠા બેઠા કાલે(રવિવારે) ક્યાં જવું એની ચર્ચા થતી હતી, બી.બી.સી.(ભાવનગર બાયસાયકલિંગ ક્લબ) ના મેસજની રાહ અને બી.આર.એમ.ની ટ્રાયલ રાઈડનું કઈ નક્કી થતું નહતું બધા હવે ઘરે જવાની ત્યારી કરતા હાતા ત્યાં કેપ્ટન બોલ્યા એવું હોઈ તો કદમગીરી જઇયે ગયા વખતની રાઈડ તો હાંજી યાદજ હતી,પગતો ના પડતા હતા અને એમાંય ૪૨℃ સુધીનું તાપમાન અને હવામાન ખાતાની હિટવેવની આગાહી ના જ જવાય, પણ ઘણા સમયથી લાંબી રાઈડ પણ નોતી કરી તો થયું હાલને પેલા કોણ કોણ આવે છે પછી કંઈક જવાબ આપું, ત્યાંતો મારુતિભાઈ ત્યાર, ચેતનભાઈ(સ્વામી) ત્યાંજ હતા પણ એમને એક વિડિઓ જોયો હતો અને કંઈક પર્સનલ કોલ આવ્યો એટલે એતો કે મારે તો રાત્રે૧૨ વાગે રાઇડમાં બાબરા જવું પડશે એમ કરીને છટક્યા ,ઝવેરભાઈ ને ફોન કર્યો એ ક્યાં ના પાડવાના હતા,હવે રહ્યો હું આ અસહ્ય ગરમીમાં અપડાથી પેડલના લાગે પણ એક શરત કે જયા થાકું ત્યાંથી રિક્ષા ટેમ્પો એટલે હું પણ ઓકે, થઇ ગયા ચાર યાર..મને થયું લાવ ને પુષ્પેન્દરભાઈને રિંગ કરું એ ક્યાં ના પડે ચલો રાજા કરીને હાલતા, ફોન કર્યો એટલે સામેથી જવાબ મળ્યો ચલતે હૈ, પછી એમને આખો રૂટ અને ટાઈમ કીધો પણ એમને ૩ વાગે ભાભીને બરોડા મુકવા જવાનું હતું એટલે ,યાદ આવ્યું હમણાં જ નવી સવરૂપવાન નાજુક નમણી બે સુંદર રોડ બાઈક વાળા કિરણસર અને ગઢીયાસાહેબને પાણી નાખીએ એટલે કર્યો કિરણસર ને ફોન એ પણ ત્યાર પણ ટાઈમટેબલ મેળ ખાતું નહતું ,ગઢીયાસાહેબ માટે કિરણસર સાથે વાત થઇ હતી પણ એમને એક ફંક્શન માં જવાનું હતું એટલે , હવે ટી.બી.ઝેડ.ના કમાઉ દીકરા એવો દેવેશ બાકી હતો પણ એ મળીને જ ગયો હતો ,છેલ્લે એના એજ ચાર યાર સવાર ના પાંચ વાગ્યે આર.ટી.ઓ. ભેગા થવાનું નક્કી કરી છુટા પડ્યા.

સવારના કઈ ત્યારીમાં બાકી ના હતું ઘરવાળીથી બીતા બીતા જાવ છુ સાંજે 9 આસપાસ આવી જઈશ કઈ હાંકી મૂકી ,૫ વાગે મીટીંગ પોઈન્ટ પહોંચી ગયો ત્યાં ત્રિપુટી રાહ જોઈ ને ઉભીંજ હતી ૫:૧૫ ભગવાનનું નામ લઇ પેડલ મારવાનું શરુ કર્યું મારુતિભાઇ ના હળવા જોક્સ ઝવેરભાઈની રાક્ષસી દાંત કાઢવાની ટેવ સાથે ૬ વાગે શિહોર ક્યારે આવી ગયું કંઈ ખબરજ ના પડી શિહોરની ચા પીધા વગર આગળ જ કેમ જવાય, ચા ના ઓર્ડર આપ્યા ત્યાં મારુતિભાઇ ક્યાંકથી ખાખરાનો મેળ કરી આવ્યા પછી ઝવેરભાઈ ને થોડું કેવું પડે, એ તો મંડાણા ત્યાં કેપ્ટન એમાં જુના મિત્રની વાત યાદ કરાવતા કરાવતા કંઈ દીધું આ જામવાનું નથી નાસ્તો છે, હસી મજાક કરતા કરતા સવારી ઉપડી સોનગઢ તરફ ત્યાં તો જાણે પાછળથી કોઈ સાદ પડતું હોઈ ને એલાઉ ઉભા રો હું રહી ગયો અને અમારે એને લઇ ના જવા હોઈ, અની દાઝ કાઢતા હોઈ એમ અગન જવાળા ફેંકતા સૂર્યનારાયણ આવી ચડ્યા હવે એને થોડી ના પડાય હાલો ભઈ તમે પણ, ધીરે ધીરે સમય પસાર થતો હતો સુર્યનારાયણ સંતાતા ભાગતા હતા ત્યાં તો જાણે દાઝયા પર ડામ, આવી ગયો ઘોડીઢાળ હવે એક તરફ સૂરજદાદા અને બીજી બાજુ ઘોડીઢાળ ગિયરના ચકરડા બદલાવતા બદલાવતા માંડ માંડ નંદિની હોટેલ પહોંચીયા એમાં યાદ આવ્યા મેહુલલાલ એ હોત તો કેત ગોઆની જેમ એવા તો મેં ક્યાં જન્મના પાપ કર્યાં કે હું આમની સાથે સાયકલના રવાડે ચડ્યો, એક ઢાળીયો હજી પૂરો નથી થયો ત્યાં બીજો આવી ગયો.. નંદિની હોટેલમાં હળવો નાસ્તો કરી પાછું એજ મારો પેડલ. પેડલ મારતા પેલા નક્કી કર્યું કેપ્ટન ને ૨૦૦-૨૦૦ રૂપિયા આપી દઈએ જેથી બધા ખર્ચા કોઈ એકને ન કરવા પડે, જાણે આ વખતે અમારા નશીબ ખુલી ગયા બી.બી.સી.માં ક્યારેય ના બન્યું હોઈ એવું બન્યું ઝવેરભાઈ ૨૦૦ જમા કરાવ્યા, આમ હસી મજાક કરતા કરતા પાલીતાણા આવી ગયુ ૯ વાગવા આવ્યા હતા પ્રોગ્રામ કદમગીરીનો હતો હવે તો જાણે આકાશમાંથી અગ્નિ વર્ષા થતી હોઈ એવો તડકો લાગી રહ્યો હતો મને આ વખતે મારા ધાર્યા કરતા ઘણું સારું લાગતું હતું હું ફુલ કંફોર્ટબ્લ હતો આ વખતે મારી પાસે સારા સાયક્લિંગ ગેર્સ હતા અને કેપ્ટનને કંઈ કેવું પડે એ એમની રીતે રેડી, ઝવેરભાઈ ને તો જાણે બધા સેન્સર કામ કરતા બંધ થઇ ગયા હોઈ એવું લાગતું હતું કારણ કે એમને તો સ્લીવલેસ ટીશર્ટ પેરેલું હતું, મારી પાસે એક્સટ્રા ફુલસ્લીવનું અમરશીભાઈ આપેલું ટીશર્ટ હતું મેં આગ્રહ કર્યો પણ એમને તો ના તો લાંબીબાઈ ફાવે કે આખીબાઈ ફાવે.

સમયની સાથે સાથેે મારુતિભાઇનો પારો પણ ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યો હતો કદમગીરી હાજી ૫-૭ કી.મી. દૂર હશે ત્યાં કેપ્ટન બોલ્યા મૂકાલાલ તે વાણીયાવીરની જગ્યા જોઈ છે એ નીચેની બાજુ આવેલી છે ૬ કી.મી જેવું વધશે, મને કામળાઈ માતાનું મંદિર કદંમગીરીની ટોચ પર દેખાતુંજ હતું જાણે મારે દડવું હતું અને ઢાલ મળિયો ગયા વર્ષે ત્યાં મેં સાયકલ ચડાવી હતી અને રીટર્નમાં ઢાળિયા ઉતર્યા હતા એ યાદજ હતા આ વખતે ઊંધું હતું એ ઢાળિયા ચડાવવાનના ના હતા, મેં તરતજ હા પાડી ત્યાં મારુતિભાઇનો પારો થોડો ઉપર આવ્યો, ઢાળિયા ચાલશે પણ હવે ૬-૭ કી.મિ.વધારે ની ચાલે થોડું બબડયા પણ કેપ્ટનને સમજાવાની હિંમત કોણ કરે, વાણીયાવીર નું નક્કી કરી થોડું ચાલ્યા ત્યાં પાછા કેપ્ટન બોલ્યા આયાવેજમાં માંખોડિયારનું સારું મંદિર નદી કિનારે છે, માં નું નામ પડે એટલે ના ના પાડી શકાય, પાછા ૩ કી.મી જવના અને ૩ કી.મી આવવાના વધ્યા, મારુતિભાઇનો પારો ઉભરાય જાય એવો થય ગયો હતો પણ ચાલશે કરીને પાછા થોડાક વધારે પેડલ્સ મારવાનું સરૂ કર્યું થોડી વારમા માતાનું મંદિર આવી ગયું ત્યાં પહોંચતાજ મોઢામાંથી વાહ સુપર્બ શબ્દ નીકળી ગયો ખુબ રાણીયામળું વાતાવરણ હતું નદી ના કાંઠે મંદિર હતું જોકે નદીમાં નીર નોતા પણ નક્કી કરી લીધું કે ચોમાસામાં પાછું અહીં આવવાનું થાય છે વિથ ફેમિલી અને હા સાયકલ પર તો પાકુજ, જઈને ભાવેશભાઈ,દેવાંગભાઈ અને ગઢીયાસાહેબને કેશુ એટલે પ્રોગ્રામ રેડી. હવે થયો ખરાખરી નો ખેલ ઢાળિયા તો ઘણા આવ્યા પણ હવે જે સાયકલિંગ કરવાનું હતું એ બધું ઑફરોડ અને ઉપ-ડાઉન હિલ વાળું હવે સમજાણું કે મારુતિભાઇ શા માટે ના પડતા હતા, કેપ્ટન અને ઝવેરભાઇને તો મજા આવે, વધ્યા અમે બે પણ હવે બીજો કોઈ વિકલ્પ પણ ના હતો ચડાવો ભાઇઓ.. પણ પાલીતાણા થી જેસર રોડ પર આ ઉનાળામાં પણ લીલોતરી સારી હતી રોડની બને બાજુ જાણે લીલાછમ કેરિયોથી ભરેલા અંબાના વૃક્ષો જાણે અમારું સ્વાગત કરતા હોઈ એમ અમને રોડ પર છાયા સ્વરૂપે ઠંડક આપતા હતા મન તો ઘણું થયું લાવ ને થોડી કેરી તોડી લવ પણ પાછળ પેડલ મારતા બાપલાની બીક લાગતી હતી કેપ્ટને પૂછ્યા વગર કઈ કરાય અને એવી હિંમત કરે પણ કોણ, આ મસ્ત અંબાના ઝાડના બગીચામાં કિશોરકાકા અને તપનદાદાની ખોટ વર્તાતી હતી.

થોડા આગળ જતા હવે ક્યાંથી વાણીયાવીર જવું એ પૂછવા જતા હતા ત્યાંજ એક બાપાની મઢુલીયે મારી ઉમરનો છોકરો સાયકલ વાળાને જોઈ પાણી પીવા બોલાવ્યા પ્રેમથી ઠંડા પાણીના લોટા પાયા અને કે દાદા બગદાણા અહીંથી જાવ બાકી ફરીને જાસો તો બોવ લાંબુ થઇ જશે અને વાણીયાવીર પણ રસ્તામાંજ આવશે, છોકરાનો આભાર માનતા ત્યાંથી આગળ ચાલ્યા ગામ તો નાનું હતું કોઈક જ ગામમાં રહેતું હતું બાકી બધા વાડીમાંજ રેહતા હતા, આગળ જતા સરસ મજાનું તળાવ હતું પાણી ન્હોતું પણ તળાવની પાળ ઉપર સાયક્લિંગની કંઇક અલગ મજ્જા હતી, થોડા આગળ જતા મારુતિભાઈને થોડો થાક લાગ્યો હોઈ એવું લાગતું હતુ, પાછળ જોયા વગર એતો ઉપડ્યા અમે ઉપ-ડાઉનની માજા લેતા થોડા પાછળ રહી ગયા હતા ત્યાં ત્રિકોણીયો જંકશન આવ્યો પહેલી વાર આવ્યો હતો એટલે ઉતાવળ ના કરતા ઉભું રહી જવું સારું થોડી વારમાં કેપ્ટન અને ઝવેરભાઇ પણ આવ્યા તડકાની અસર ને લીધે જાણે મગજ કામ કરતુ બંધ થય ગયું હોઈ એવું લાગતું હતું કેપ્ટન આમતો ભૂલ ના કરે પણ હાકો જમણી બાજુ હજી એકાદ કિલોમીટર આગળ ગયા ત્યાં એક લોકલ ભાઈ બાઈક પર આવ્યા દાદા ક્યાં જાવ છો, બગદાણા?? હા પણ પેલા વાણીયાવીર અને ત્યાંથી બગદાણા. અરે દાદા તમે અવળા રસ્તા પર છો પાછા વાળો અને ત્રણ રસ્તા મળે ત્યાંથી જમણી બાજુ વાણીયાવીર આવશે તમારા સાયકલ વાળા એક કાકા ત્યાંજ છે એ ફ્રિજનું ઠંડુ પાણી પિતા હતા, સારું થયું આ વિરલો વેલા મળી ગયો બાકી લાંબા થઇ જાત, મારુતિભાઇ આની પેલા પણ આવી ગયેલા એટલે એ સીધા પહોંચી ગયા, થોડી વારમાં અમે પણ ત્યાં પહોંચી ગયા મારુતિભાઇ એઇ મજાના ખાટલામાં લાંબા થયેલા હતા. ખુબ સરસ શાંત અને માનવ વસ્તીથી દૂર સુંદર અને રમણીય જગ્યા હતી થોડી ગાયોનો તાબેલો હતો મસ્ત દમદાર એક ઘોડો ત્યાં બાંધેલો હતો હજીતો ત્યાં બેઠવા જઇ ત્યાંજ બાજુ માંથી અલગારી કેપ્ટન જેવીજ વાઈટ મૂછોવાળા બાપુ બોલ્યા અલ્યા બુટ ચપ્પલ અહીંજ કાઢજો બાપુ ખુબ ગુસ્સાવાળા લગતા હતા ત્યાં એક ભાવનગરી વરતેજના બાપુ હતા એ બોલ્યા બાપુ બવ ખાટા છે જરાક ધ્યાન રાખજો, બાપુએ થોડી પૂછ પરછ કરી પછી કીધું જમવું હોઈ તો બધું પડ્યું છે પણ તમારે જાતે બનાવવું પડશે, અમે ના પડી અહીં દર્શન કરી હજી બગદાણા જાવનું છે અને પ્રસાદ ત્યાંજ લેશું, ત્યાં બાપુ કંઈક લોકલ ભક્તને કેતા કેતા ઘોડાને પાણી પાવા જતા રહ્યા, અમે બધા થોડા ફ્રેશ થઇ ફોટોગ્રાફી કરી ખાટલા પર બેઠયા ગયો દુધણી હતી એટલે દૂધ છાશતો હોઇજ ત્યાં બેઠેલા ભાવનગરી બાપુ ને કીધુ છાશ પીવા મળે તો માજા આવે બાપુ કે ભાઈ હું ના આપું બાપુ વારો પડી દે બાપુ હતાતો ખાટા એટલે અમેય માંડી વાળ્યું ત્યાં બાપુ આવ્યા અને એલાઉ ઉભા રહો ચા મુકવાનું કવ પિતા જાવ, ત્યાં ભાવનગરી બાપુ બોલ્યા આ ભક્તોને છાશ પીવી છે, મને થયું માર્યા બાપુ ખીજવાના, પણ બાપુ કે એમાં શું પૂછવાનું હોઈ જાજા જગ ભરીયાવને બધાને છાશ પા,આ બધું ભક્તો માટે તો છે, પછી શું એક વાટકો બીજો ત્રીજો મોજ પડી ગઈ એ મસ્ત માખણવાળી છાશ સિટીમાં જોવાય ના મળે, છાશ પિયને બઠાં પડી ગયા, બાપુનો આભાર માનતા ત્યાંથી વિદાય લીધી બીજી વાર આવજો કહી બાપુએ રાજા આપી.

થોડા આગળ ચાલ્યા ત્યાં રસ્તમાં થોડા કાળિયાર જોવા મળ્યા આમતો આ વિસ્તારમાં સિંહો પણ જોવા મળે છે. એ મળે એ પેલા ભાગવું સારું . કરમદિયા માંથી બહાર નીકળતા બજરંગદાસબાપાના મંદિરની ધજા દેખાતા જાણે જીવમાં જીવ આવ્યો, આકરા તાપમાં ૨ વાગ્યે બાપાના ધામમાં પહોંચ્યા રૂમ રાખી સમાન મૂકી ઉપડ્યા દર્શન કરવા ઉપડ્યા, મારુતિભાઇ પણ થોડા તાપી ગયા હતા પેલા પ્રસાદ પછી દર્શન મેં પણ કીધું આ બરોબર છે ખાધા પછી દર્શન પણ સારા થશે બાપા ક્યાં ના પાડે કેપ્ટન કે વાંધો નય, આજે તો બાપાનાજ આશીર્વાદ હતા બધું થાળે પડતું હતું, પ્રસાદ લઈ અને દર્શન કર્યાં પછી ૫ વાગે નીકળવાનું નક્કી કર્યું હતું મેં અને મારુતિભાઇ પેલેથીજ નક્કી કર્યું હતું આજે કેપ્ટનના ઑફ રોડમાંથી નથી જવું હાઇવે બેસ્ટ, ૫ વાગે બાપાને નમન કરી નીકળ્યા ભાવનગર તરફ ઠાડચ ઠળિયા આવતા કેપ્ટનને કીધું આજે ઑફ રોડમાંથી નથી જવું જાણે બજરંગદાસબાપા ખુદ કેપ્ટન પનમાં આવ્યા હોઈ એમ અમારા મોઢા જોઈને કે વાંધો નય પણ એક લાઈનમાં ચાલજો આજે કેપ્ટને પણ થોડું જતું કરી હાઇવે પર ચાલવા રાજી થય ગયા હતા. આમ રસ્તામાં મળે એને બાપાસીતારામ કેતા કેતા તળાજા આવિગયું, તાળાજથી થોડે દૂર ભાવનગર રોડ પેટ ધારડી ગામમાં હાઇવે પર કસ્તુરીબાપુની જગ્યા છે ત્યાં હોલ્ટ કરી ચા પાણી પીધા ખુબ સારી જગ્યા છે સારી સગવડતા છે, ક્યારેક નીકળોતો ત્યાં ઉભા રેવા જેવું ખરું, આઠ વાગવા આવ્યા હતા હવે ઘરે વહેલું પહોંચવું જરૂરી હતું ત્યાંજ રિંગ વાગી માર્યા આતો ઘરવાળીનો ફોન જીતુભાઇ મને યાદ આવી ગયા ભુરખિયાદાદાની રાઈડમાં એને સમજાવે એવા જીતુભાઇ હતા અહીં કોઈ બીજો ઓપશન નહતો, હિંમત કરી ફોને ઉપાડ્યો બોલ “ક્યારે આવો છો તમને કીધું હતું ને રીટર્નમાં ટેમ્પામાં આવિજજો ખબર નથી પડતી..” આવુજ છું તણસા પહોંચવા આવ્યું છુ ફોન રાખ હમણાં આવી જાવ છું કહી ફોન કાપી નાખ્યો. તણસા પહોંચ્યા કેપ્ટને ઉભા રેહવા કીધું અહીંયા ભગવતીનો મીઠો દૂધનો માવો પ્રખ્તાત છે એ ખાતા જઈએ મોડા ભેગું મોડું માવો લીધો ત્યાંતો એ માવા વાળો અમિત ભાઈબંધ નીકળ્યો માવો ખાધો માજા પડી ગઈ હિંમત કરી ઘરે રિંગ કરી તણસાનો માવો ખાવ છુ લેતો એવું બીક હતી રાડો નાખશે ઊંધું થયું બે પાકીટ ચોકલેટ કલરનો માવો લાવજો એક બા(મારા સાસુમા)માટે બીજો આપણા માટે, થોડી રાહત થઇ સારું થયું ફોને કર્યો બાકી કોરે કોરો ઘરે ગયો હોત તો વારોતો પડેતત..અમિત પણ સારો ફરવાનનો શોખીન છે એ બાઇક લઈને ફરે છે એને પણ લેહ જવું છે દીકરી સાથે એ ૧૨માં છે આવી એટલે હવે આવતા વર્ષે જશે, નીકળતા હતા ત્યાં એન પણ થયું લાવ ને કેપ્ટને પૂછું એના માટે કેવી સાયકલ લેવાય કેપ્ટને થોડી ટૂંકી માહિતી આપી રાજા લીધી...૧૦ વાગતા પછી રીંગો ચાલુ થઇ હવે ફોન ઉપાડે એ બીજા ભાવનગરમાં પહોંચતા બુધેલ ચોકડી પાસે હનુમાનમઢીએ દાદાના દર્શન કરીને નીકળ્યા ત્યાં તરશયાને પાણી એમ કિરણસરનો ફોન આવ્યો ક્યાં પહોંચીયા બસ અધેવાડાનો ઢાલ ઉતરીયે છીયે સારું હું એવું છુ મેં કીધું ટોપથ્રી આવી જાવ ગયા વર્ષે આજ રીતે ભાવેશભાઈ ભાભી અને નમન અમારા માટે પ્યાલી લઈને સીદસર આવ્યા હતા વેલકંમ કરવા આ વખતે કિરણસર અને નિસર્ગ આવ્યા આઈસ્ક્રીમ લઈને... કિરણસરે પણ આજ સેંન્ચુરી રાઈડ મારી હતી એટલે એમને પણ અમે અભિનંદન આપ્યા. એક બીજા ને આવજો કહી બધા છુટા પડ્યા...પણ હજી બીજા ૧૦૦ ખેંચી નાખીએ એવા ફ્રેશ હતા.

કેપ્ટનની આગેવાની હોઈ એટલે રાઈડ હંમેશા સેફ અને બધા સારા રાઇડર હોઈ કે નવાણિયા પણ આરામથી કોઈપણ જાતની મુશ્કેલી વગર પુરી કરાવી નાખે અને ખબર પણ ના પડે..એટલે તો એમને કેપ્ટન કહીયે છીયે...

બાપાસીતારામ

આભાર..

લખવાની પ્રેણના:-દેવાંગભાઈ શાહ,ડૉ.ભરતભાઇ ગઢીયા,મહેન્દ્રભાઈ પટેલ

Thanx to #nike #puma #montra #maujim #samsung #btwin #columbus #strava
Without these cycling gears the ride was hard to complete..