કલમની કેદી Misu Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલમની કેદી

“કલમની કેદી”

હા! મિત્રો,

તમે ઘણા જ પ્રકારના કેદીઓ જોયા હશે, કોઈ લતના કેદી, કોઈ હાલાતના કેદી, કોઈ ગુનો કરી સજા ભોગવી રહેલા કેદી? પણ હું તો કલમની કેદી છું, ઘણા વર્ષો પછી એકલતાની ઓરડીમાંથી મને કોઈએ બહાર કાઢી છે જાણે કે પંદર દિવસની પેરોલ મળી છે. દસકો વહી ગયો ફરી આ હાથે કલમ ઉપાડી છે. એટલો ઊભરો આવ્યો છે હદયમાં કે કલમનુ હલેસું મારી કાગળ ની નાવડી તરાવ્યા વિના છૂટકો જ નથી, કયાથી શરૂ કરવું અને કયાંથી પૂરૂ કરવું કંઈજ સમજાતું નથી, મને પેહલા લખવાનો શોખ હતો પણ આજે પરિસ્થિતિની મને શું ખબર હતી કે આ શોખની જઞ્યા જરૂરિયાત કે મજબૂરી લઈ લેશે. હા હવે લખવું મારા માટે જરૂરિયાત કે મજબૂરી જ છે, તમે જે સમજવું હોય તે સમજી શકો છો. કેમકે આના સિવાય મારી પાસે બીજુ કોઈ કામ જ રહ્યું નથી. હું નથી જાણતી હું આ કાયલ કેવી રીતે થઇ ગઇ, બાકી મારુ મન તો વિચારોના વનમાં'ય વાંદરૂ છે. કોઇ એક જગ્યાએ ટકતું જ નથી. શું કરૂં આ શબ્દો પણ માણસો જેવા સ્વાર્થી બની ગયા છે. હદયમા ઉછાળા મારતા-મારતા હોઠ સુધી આવીને પાછા વળી જાય છે, ને કલમ હાથમાં લવ છું ત્યાંતો શોધ્યા મળતા નથી. મારૂં જે કંઈ છે તે આ કલમ જ છે, મારી સખી, સાથી મારા સુખ-દૂ:ખ ની સાક્ષી બસ આજ છે. એણે મને કદી જાકારો આપ્યો નથી, હું ખૂબ નશીબદાર છું કે મારી કલમમા કુદરતે તાકાત આપી, કહું કે આ મારી માલિક છે તો અતિશોક્તિ નહિ થાય મને મળેલી પેરોલ આનું જ પરિણામ છે. આ મારી પાસેથી જાણે અજાણ્યે ઘણું લખાવે છે ને હું લખું છું, આની કરામત થી તમે અજાણ નહી હોય જમકે કેવા ખૂટી ગયેલા શબ્દોના ટુકડાને જોડને સુંદર ચિત્ર કંડારી દે છે, વિચારોના વમળને ત્યાંને ત્યા જ આકાર આપીને કાગળની છાતી પર ઊપસાવી દે છે. ખરૂ કહું અહી કોઈ ને કોઈની પડી નથી, ત્યાં હું મારૂ લઈને બેઠી છું? પણ કોણ એકલુ નથી દૂનિયામા? સૌથી લાબી લાઈન અહીં જ ઊભી છે હું પણ તેમાંથી બાકાત નથી. આજે મેં પણ કલમના હાથે દર્દને વેચવાનું ચાલુ કરી દીધું છે. કેમકે દુનિયા ને એજ ગમે છે. એટલે જ દુનિયામાં દૂ:ખ માણસો ખરીદે અને વેચે છે. જેને સભ્ય ભાષામાં "પુસ્તક" નામ અપાયું છે. કલમને હાથ લેનારાઓ તો ઘણા જ હોય છે પણ કલમે તો મારો હાથ જાલ્યો છે અને આના જ સહારે મારા દર્દ વેચવા નીકળી છું, કલમ તો મારા હાથમાં છે પણ ફેસલો તમારા હાથમાં છે કે ' કેદી ' ને સજા આપવી કરે રિહાઈ..................???????????????

‘એવું કંઈ નથી લખવા માગતી કે જીવનના કોરા કાગળમાં કોઈનાં કાળજામાંથી આંસુ પડે અને કોરા કાગળો આંસુથી પલળી જાય.’

આ લખવાનો આશય એ નથી કે મને કોઈ સમજી ન શક્યું, તેથી આવું લખું છું?એવું કયારેય નહિ સમજતા.ખરેખર કોઈને બોલીને હસાવવું કે રડાવવું આસાન છે પણ લખેલું વાંચીને આંસુ ટપકાવા ખૂબ મૂશ્કેલ છે.આ લખવામાં મેં મારો જીવ પરોવ્યો છે,અને બીજું કારણ એ છે કે બધા જ જે મને જીવતા ન સમજી શકે કદાચ મારી બાદ તો થોડો પ્રયત્ન કરી શકે મને સજવાનો.કારણ કે એને પણ ઈશ્વરના દરબારમાં હાજરી આપવાની જ છે ને?ત્યારે કદાચ ઈશ્વર તેમના માંથી કોઈપણ ને મારા વિશે કાંઈ પણ પૂછી નાખે તો તેમને સરમાવું ન પડે, એટલે જો મારા વિશે થોડો પણ ખ્યાલ હશે ને તો ઈશ્વરને તે આરામથી જવાબ આપી શકશે, એટલે મને મરણ પછીની શાંતિ,જો આવું ન થાય તો-તો મને મૃત્યું પછી પણ મૃત્યું નહિ આવે, મોક્ષ જેવી શાંતિ નહિ મળે.

ઉતાર ચડાવ તો ઘણાં જ જોયા છે જીંદગીના એક ભાગમાં, હવે વધારે જોવાની હિંમત પણ રહી નથી અને સહી શકું એટલી તાકત પણ બાકી નથી, પણ મેં તૂટેલી હિંમતને કલમ થમાવી છે, હું ખુદની પ્રશંસા નથી કરવા માગતી નથી કરાવવા માગતી,હું તો સંસારમાં રહી યોગી જેવા કાર્યો કરી ઉપયોગી થવા માંગુ છું, કલમ ના સહારે સમાજ ને સંદેશો આપવા માગું છું કલમમાં કેટલી તાકાત છે?લોકો આજે ભલે ભલમનસાહીનો નકાબ ઓઢીને ફરે છે, સમાજ સમાજ કરે છે, તે બધું જ આ કલમની ધાર પર ઘડાયું ને રચાયું છે?બસ વિનમ્રતાથી એજ યાદ અપાવા માગું છું,કોઈ કેદી પણ રસ્તો કંડારી શકે છે,જો એ ઈચ્છે તો?]હું એ જ કેડી કંડારી ઊપસાવવા માગું છું જેના પર ચાલી હું રસ્તો ભૂલી ગઇ, હા એટલા માટે કે જે ભૂલો મેં કરી બીજું કોઈ ન કરે?ખરેખર તો હું અહીં મારી ભૂલો જ ગણવા માગું છું, પણ મારી ગૂનાઓની ગીતા એટલી મોટી છે કે શબ્દો ઓછા પડે છે, એને લખતાં-લખતાં?ગૂનાઓની ગાગરને છલકવા કયાં ચોમાસાની જરૂર હોય?એ તો એમ જ છલકતી રહે છે,મારી પેલી ભૂલ સમયનું અપમાન?મેં કર્યું છે, આ રીતે………….. દરેક માણસ એક બીજાથી આગળ જવા માગે છે કોઈને પણ પાછળ નથી રેહવું પણ આ લોકો એ નથી વિચારી રહ્યા કે કોઈ પાછળ છે તો જ તો આપણે આગળ છે?કંઈ બધા જ આગળ ન આવી શકે?જો એવું હોય તો-તો બધા જ એક કતાર બંધ હારમાં જ ઊભા હોત……એટલે જ માણસ પાસે જે હોવું જોઈએ એ જ નથી,સમાધાન, સંસ્કાર, સંતોષ,સમજદારી,સહનશીલતા આ બધા ગુણો માત્ર એક જૂની કિતાબના બે પૂંઠાની વચ્ચે જ વસીને રહી ગયા છે, આ સિવાય તેનું કયાંય અસ્તિત્વ જ નથી રહ્યું,દુનિયા ખૂબ આગળ નીકળી ગઇ છે જો આ ગુણો ને લઈ ને ચાલવામાં આવે તો કદી આગળ નથી વધી શકાતું, એટલે જો તમારે આગળ વધવું હોય, દૂનિયાની સાથે કદમ મિલાવી ચાલવું હોય તો તમારે ન છૂટકે આનો ત્યાગ કરવો રહ્યો, નહિ તો ફેંકાઈ જાશો,આ ગુણો લઈ ચાલસો લોકો તમને કાયર માનશે, કાબિલ હોવા છતાં તમે એક પૂરેપૂરા અસફળ વ્યક્તિ ગણાશો…..તમે આ ગુણો ને ત્યજી ના શકતા હો એ સ્વાભાવિક છે તેથી તમે એને તમારા હદયમાં રાખશો જ્યાં એ રેહશે તો ખરા પણ માત્ર એક દૂગતા ગૂમડાની જેમ, તમને કાયમ દૂગશે અને રીકશે,તમે બહારથી ઘણાં જ ખુશ દેખાતા હોય પણ અંદરથી ખૂબ જ વ્યાકુળ હશો,કારણ કે તમે તમારા લોહીના,સંબધના સંસ્કારોને તિલાંજલી નથી આપી શકતા, આનું ઉદાહરણ તમારે દૂર શોધવા જવાની જરૂર નથી ,હું છું ને?આનું જીવતું જાગતું ઉદાહરણ.

એટલે જ હું એક અસફળ વ્યક્તિ છું, કારણ કે મારા આ વિચારો ,સંસ્કારોને,ગુણોને ત્યજી નથી શકી.મને ખરેખર મારા અસફળ રહેવાનો કોઈ જ અફસોસ નથી.ભલે દુનિયાની નજરમાં હું કંઈ ન કરી શકી હોય, એક અસફળ વ્યક્તિ હોય, પણ મારી નજરમાં મેં સર્વોચ્ચતાના શિખરો સર કરી લીધા છે, હવે મારે ક્યાંય નથી પહોંચવું.

બસ,આ વાંચનારના હદય સુધી પોંહચી જવાય તો બસ છે એનાથી આગળ જઈ ને શું કરવું? આમ તો “કલમની કેદી છું”કોઈ બંધન નથી પણ જીવનમાં કયારેક પાછું વળવું એ પણ એક નવી શરૂઆત જ છે……………………………